મૃગજળ ની મમત
ભાગ-27
હવે જાનકી ભાંગી પડી નિસર્ગ આટલો નિષ્ઠુર બનશે એની ખબર પણ ન હતી. એ તો ચૂપચાપ બધું નિસર્ગ ને આપીને નીકળી જવા માગતી હતી. તો પછી કેમ નિસર્ગ આટલી બેશર્મી થી બીહેવ કરે છે. નિસર્ગ ને આવી રીતે પહેલા ક્યારેય જોયેલો નહતો.હવે રીતસરની એ નીચે બેસીને બંને હથેળીમાં ચહેરો દબાવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અંતરા તરતજ એની પાસે આવી ગઇ એ નિસર્ગ ની સામે ગુસ્સા થી જોઇ રહી. હવે નિસર્ગ પણ થોડો કુણો પડયો એ જાનકી ની સામે જ બેસી ગયો. અને જાનકી ના બંને હાથ એના ચહેરા પરથી દુર કર્યા. જાનકી હજીપણ રડી રહી હતી. એણે ચહેરો ખુબ ઝુકાવી ને રાખ્યો હતો.
“ તું..તું કરવા શું માગતી હતી. કયાં જવું છે તારે જાનકી..? મને..મને.. છોડીને. ? આમ એકપણ શબ્દ બોલ્યા વગર નિકળી પડવા નું ? એક વાર...એકવાર મારી સાથે વાત કરી હોત ને શાંતીથી બેસીને. તું ભુલી ગઇ આપણાં સુખી જીવન ના એ નિયમો..કંઈ પણ શંકા કે ખરાબ લાગે અથવાતો કંઈ પણ તકલીફો આવે જાતેજ મનમાં ને મનમાં નિર્ણય લેતા કે કોઈ ખોટી ધારણાં બાંધતા પહેલા એકવખત સાથે બેસીને વાત કરવાની અને પછી જ કોઈ નિર્ણય સુધી પહોંચવાનું. પહેલાં તો તે કંઈ રીએકટ જ ન કર્યું. અને જયારે સ્નેહ તને મીસમાઇન્ડ કરવા લાગ્યો તે મારા પર શંકા કરી અને એનાં થી પણ મન ન ભરાયું તો મારા પર જાસુસી કરી ને હવે કંઈ પણ પુછયા કે કહ્યા વગર પીઠ બતાવીને ભાગી પડવાનું. ?તને કોણે કહ્યુ કે હું તારાથી છૂટવા માંગુ છુ. “
નિસર્ગ એકદમ ઘૂંટણીએ જાનકી ની સામે બેઠો હતો. જાનકી ના બંને હાથ નિસર્ગ એ પકડી રાખ્યા હતાં. જાનકી હજુપણ નીચું જોઈ ને જ રડી રહી હતી. એ સમજી શકતી ન હતી કે નિસર્ગ શું ઈચ્છે છે. અંતરા જિનકીની બાજુમાં ઉભી હતી. નિસર્ગ પણ થોડો કુણો પડયો એણે ધીમેથી પોતાની બંને હથેડીઓ જાનકી ના ગાંવ પર મુકી અને જાનકી નો ચહેરો જરા ઉંચો કર્યો. જાનકી એ હવે આખો બંધ રાખી હતી. એ હજુપણ ધીમાં ધીમા ડુસકા ભરી રહી હતી.
“ આખ ખોલ અને મારી સામે જો જાનકી.”
જાનકી એ ના મા માથું હલાવ્યું.
“ અરે.... સામે જો મારી મે કહ્યુ ને..બસ.”
હવે જાનકી એ રડીને સોજેલી આખ જરા સરખી ખોલી સામે નિસર્ગ પણ આંખના આંસુ ના લીધે થોડો ધુધળો દેખાતો હતો.
“ જાનકી તું આવું કેવી રીતે કરી શકે? આટલો મોટો નિર્ણય એકલાં જ લેવાનો..? જાનકી સત્તર વર્ષ થયા તને અને મને સાથે રહેતા. ઘણી મુશ્કેલી ધણા તોફાનો આવ્યા આપણી જીંદગી મા. પણ મેં કે તે ક્યારેય અલગ થવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. અને આજે અચાનક એકલાં મારાથી અલગ થવાનો નિર્ણય લઇ ને ચાલી નીકળી.. એકવાર પણ વિચાર્યું નહી મારું શું થશે?.. અને જો મારે તને સ્વીકારવી જ ન હોત ને તો પહેલાં જ દિવસે હું તને બધીજ હકીકત જણાવી દેત અને હું એમ કરવાનો પણ હતો. સગાઈ પછી જયારે આપણે ડિનર પર ગયા મારે તને કંઈ કહેવું છે એવું મેં તને કહેલુ યાદ છે તને. એ આજ વાત હતી. કે હું તારી સાથે રહેવા નથી માંગતો. પણ હું એ વાત નું ઉચ્ચારણ જ ન કરી શકયો. પછી જે થયું એ બધું જ નસીબ સમજીને સ્વીકારી લીધું. અને જે પરીસ્થિતિ ને આપણે મનથી સ્વીકારતાં હોય ને એના તરફ પછી કોઈ ફરીયાદ કે અણગમો રહેતો નથી. તારી આદત પડી ગઈ છે મને હવે. તને એટલી પણ ખબર નથી ?..”
નિસર્ગ એમજ જાનકી ના ગાંવ પર પોતાનાં હાથની હથેડીઓ ટેકવી ને બોલી રહયો હતો. જાનકી નું રડવાનું પણ ઓછું થઇ ગયું હતું. પણ હજું રડયા પછીનાં ડુસકા તો ચાલું જ હતાં. ખુબ રડવા થી સોજી ગયેલી એની આંખો એકદમ ઝીણી થઇ ગઇ હતી એણે થોડી ત્રાંસી આંખે નિસર્ગ તરફ થોડું દયામણુ મો કરી ને જોયું. એના સામે જોતા જ નિસર્ગ ખડખડાટ હસી પડ્યો.
“ અરે.....મારું બુધ્ધુરામ આટલું બધું દુખ હતું મને છોડી ને જવાનું તો વિચાર જ કેમ કર્યો? “
નિસર્ગ એ વ્હાલથી એના માથા પર હાથ ફેરવ્યો.
“ પાગલ છો તું.. તારી સાથે આટઆટલા વર્ષો વિતાવ્યા છે મે.જીવનના સારા ખરાબ સમય મા આપણે એક સાથે ઉભા રહ્યા છીએ. અંતરા.આપણી દિકરી એ આપણી વચેએના પ્રેમ નું પરિણામ હતું નહી કે જીવન સાથે કરેલાં સમાધાન નું. આપણાં એકબીજાનાં પ્રેમ અને લાગણી ના તાંતણે જ તો આપણે જીવન ના આટલા વર્ષો સાથે વિતાવ્યા છે. અને હવે આમ મજધારે આવીને તારે ભાગી જવું છે.? તું જયારે મને સવાલો કરવા લાગી મારી આસપાસ ફરવા લાગી ત્યારે જ મને અંદાજ આવી ગયો હતો કે કંઈ તો વાત છે. પણ પછી અહીંયા આવ્યો નિરાલી ને અંતરા સાથે વાત કરતાં ખબર પડી કે આ બધું ઉંબાળીયુ સ્નેહ નું ઉભું કરેલું છે..પણ જે થયું તે આજે પણ તું મને એટલો જ પ્રેમ કરેછે એની તો ખબર પડી જ ગઇ. કે મારી ખુશી માટે તું ચુપચાપ જતી રહેવા માગતી હતી. બસ..હવે કોઈ મસ્ત છોકરી શોધી લઉં પછી ફરીશ એની સાથે.. કેમકે.... તુ....તો..મારી ખુશી માટે... “
નિસર્ગ ખડખડાટ હસ્યો..પણ જાનકી હવે સમજી ગઇ હતી કે આ બધા નાટક હતા. નિસર્ગ ના..એ ખરેખર મને જવા દેવા માંગતો ન હતો. એટલે હવે તો પુરા હક થી અને હમણાં જોર થી બંને હાથની મુઠ્ઠીઓ વાળી ને રીતસરની નિસર્ગ પર તુટી પડી. એણે નિસર્ગ ના ખભા પર છાતી પર એના પેટમાં એની ખુબ ઘુંબા માર્યા. એ વખતે.. એ રડતા રડતા ખુશીથી હસી પડી. નિસર્ગ કંઈ જ બોલ્યા વગર એનો માર ખાતો રહયો. અંતરા પણ બંને ને આમજ પ્રેમ કરતા જોઇ રહી હતી. એ પણ ખુશ હતી. જાનકી નો વહેમ હવે ખતમ થઇ ગયો હતો. જાનકી પણ હવે થાકી ને નિસર્ગ ને વળગી પડી.... એકદમ જોરથી એણે નિસર્ગ ને પોતાની તરફ દબાવ્યો નિસર્ગે પણ પોતાનાં બંને હાથ જાનકી ના ફરતે જોરથી વીંટાળી દીધાં. અને ખુબ જોરથી હગ કરીને એના કપાળ પર એક હળવી કીસ કરી. જાનકી એમજ થોડી વાર સુધી નિસર્ગ ની છાતીમાં મોઢું છુપાવીને ધીમાં ધીમા ડુસકા ભરતી રહી. અને નિસર્ગ એની પીઠ સહેલાવતો રહયો. નિસર્ગે ધીમેથી જાનકી ને પોતાનાં થી અળગી કરી.
“ ઓહ.. મેડમ... શરમ કરો શરમ. હું સંસ્કારી માણસ છું આમ જાહેરમાં મને વળગી ને ક્યારના ઊભા છો અને મને છોડવાનું નામ નથી લેતાં લોકો આપણને જોઇ રહયા છે... અને મને...મને શરમ આવે છે.. “
નિસર્ગ થોડું કટાક્ષમા હસતા હસતા બોલ્યો.જાનકી ખોટા ગુસ્સા થી હોઠ પર સ્મિત લઇને નિસર્ગ ને જોઇ રહી.. અંતરા પણ હવે જાનકી ની નજીક આવીને ઉભી રહી.
“ જાનકી.....આઈ એમ સોરી... હું અને નિસર્ગ હવે ફકત ને ફક્ત સારા મિત્રો.હું તો તું આવી ત્યારે જ તને સમજાવવા માગતી હતી.પણ નિસુ એ મને રોકી. એ સમયે જો અમે તને સમજાવી હોત કે અમારા સબંધો વિશે કોઈ પણ જાતની સફાઈ આપી હોત તો તું પ્રો વિશ્ર્વાસ ન કરી શકત. પણ નિસર્ગ ઇચ્છતો હતો કે તું તારા ખરા હ્રદય થી અમારા સબંધો સ્વીકારે. જેથી કરી ને પછી જીવન મા કયારેય પણ કોઈ ના કહેવાથી તને શંકા થાય એવો કોઈ ચાન્સ જ ન રહે.. મને ડર હતો કે કયાંક વાત વધે નહી પણ નિસુ તને બરાબર જાણે છે. એ તને ખુબ ચાહે છે જાનકી. “
જાનકી એ હવે થોડી સ્વસ્થ હતી.એણે પોતાનો એક હાથ નિસર્ગ ની કમર પર થી એની પીઠ પર વીંટાળી રાખ્યો હતો. અને માથું નિસર્ગ ના ખભા પર હતું. એણે જરા સરખી સ્માઇલ કરી. અંતરા નો હાથ પકડયો.
“ અંતરા..સોરી તો મારે કહેવું છે. તારી સાથે ખરાબ વર્તન કરવા બદલ. પણ મારાથી વધું તું સમજી શકે છે.કે જેને આપણે ખરા હ્રદય થી ચાહતાં હોઇએ એને બીજાનાં હાથ માં સોંપી ને નિકળીજવુ ખુબ અઘરું છે. જે તું એકવાર ભોગવી ચુકી છે. એ પણ મારાં લીધે. પણ આજે ખબર પડી કે નિસર્ગ હવે ખરેખર દિલ થી મારી સાથે જોડાઈ ગયો છે. “
“ તો હવે....? હવે તું મારી દોસ્ત બનશે?.. “
“ હા..કેમ નહી. “
જાનકી એ પણ અંતરા તરફ હાથ દોસ્તી નો હાથ વધાર્યો.
ત્રણેય જણ ખુશ હતાં.
“ પણ મારે હજું પણ તને કઈ કહેવાનું છે એ તો બાકી જ રહી ગયુ જાનકી.. ખુબ અગત્ય ની વાત છે એ...”
નિસર્ગ એકદમ મોઢા પર ભોળો ભાવ કરી ને બોલ્યો. જાનકી અને અંતરા પણ આશ્ચર્ય થી નિસર્ગ ની સામે જોઈરહયા. કે હવે શું છે..?
એટલા મા જ નિસર્ગ એ જાનકી ને પોતાની તરફ ફેરવી અને બધાની સામે જ અંતરા ની હાજરી મા જાનકી ના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા અને ખુબ જ પ્રેમથી તસતસતુ ચુંબન કર્યું... જાનકી શરમથી પાણી પાણી થઇ ગઇ. એને સપનેય કલ્પના ન હતી કે નિસર્ગ આમ જાહેરમાં મા જ એ પણ અંતરા ની સામે એને આટલા પ્રેમ થી ચૂમી લેશે. એણે તરતજ નિસર્ગ ને જરા ધીમેથી ધક્કો મારી ને આવો કર્યો. અને શરમ થી લાલ થઇ ગઇ.
“ અરે...નિસર્ગ..શું કરે છે આ... થોડી તો શરમ કર...”
“ લે.. એમા શરમ શેની મારી પત્ની છે..મારી છે તું અને અંતરા...એ દોસ્ત છે મારી..એનાથી શું શરમ. અને હવે પછી તારી ને મારી વચ્ચે કોઈ શક કે શંકા ને સ્થાન જ ન રહે. બસ..”
“ અરે. તમારા બંને ના પ્રેમાલાપ મા ભુખલાગીછે મને અને ઘરે મન ને પણ સ્કુલે મોકલવાનો છે..હવે ઘરભેગા થઇએ?.. “
અંતરા એ બંને ને ટકોર કરી. સવારે સાડા આઠ થઇ ચુકયા હતાં. અંતરા ઘરમા નહતી પણ મન તો પોતાની જાતે રેડી થઇ ગયો હતો. અને નિરાલી મન અને હ્રદયા ને સ્કુલ બસ ના પીક પોઇન્ટ સુધી મુકીને પરત આવી રહી હતી. એ પણ વિચાર મા હતી કે નિસર્ગ અંતરા અને જાનકી સવાર મા કયા ગાયબ થઈ ગયા છે.? એણે ગાર્ડનમાં એક બે રાઉન્ડ વોક ના લગાવ્યા હતા. સ્નેહ પણ અંતરા ની રાહ જોઈ ને ગેલેરી મા ઉભો હતો.
એટલા મા જ અંતરા નિસર્ગ અને જાનકી ત્રણેય જણ ખુબ હસતા હસતા આવતાં દેખાયા સ્નેહ ત્રણેય ને એકસાથે આમ હસતા આનંદ કરતા જોઇને દંગ રહી ગયો. એના આશ્ચર્ય નો પાર ન રહ્યો. અને એમજ નિરાલી પણ શોક થઇ ગઇ. એ સીધી જ અંતરા પાસે પહોચી ગઇ એણે તરતજ થોડા ફરીયાદ ના સુર મા કહ્યુ..
“ આ...આ... ત્રણ ની ટોળકી સવાર સવાર મા કયાંથી આવી રહી છે? એને એ પણ મને મુકી ને???”
નિરાલી સમજી ગઇ હતી કે નિસર્ગ અને જાનકી વચ્ચે નું અંતર હવે મટી ગયું હતું. નિરાલી ના જવાબમાં નિસર્ગે એને ગળે થી પકડી ને એને ચઢાવતા કહ્યુ..
“ લે....બધા સવારે ફરવા નીકળી જાય તો કામ કોણ કરે..? ચલ ચલ.. ભુખ લાગી છે અત્યારે તને પણ થોડી રાહત મળે એટલે સાદો બ્રેકફાસ્ટ બનાવી દે ખાલી..ચ્હા બ્રેડ ટોસ્ટ...આમલેટ... અને પેલા મીની ઉતપમ.. ને બાજુ મા કોર્નફલેકસ કોઈ એકાદ ફ્રુટ..અને બાકી જે તને મન પડે એ.... તને બહું મહેનત નહી કરાવીએ...”
નિરાલી ચઢાઇ ને એકદમ નિસર્ગ ના પેટ મા પંચ માર્યો.
“ એ... એક તારી ફ્રેન્ડ અને બીજી તારી જાન..એ ને કહે. “ બધા ખડખડાટ હસતા હસતા ઉપર આવ્યા.. લીફ્ટ નો દરવા જો ખોલતા જ નિસર્ગ,જાનકી અને નિરાલી એમના ઘરમા અને અંતરા પોતાનાં ઘરના દરવાજા તરફ વળી પણ હજું દરવાજા ને હાથ લગાવે એ પહેલાજ સ્નેહે દરવા જો ખોલી નાખ્યો.. એની પ્રશ્રનાર્થ ભરી નજર અંતરા પર હજાર સવાલ વર્ષાવી રહી હતી. જાનકી નું ધ્યાન પડતાંજ એ અંતરા તરફ આગળ વધી.
“ હેએએ...અનુ.. તુ ફ્રેશ થઇ ને આવશે સાથે જ બ્રેકફાસ્ટ કરશું.....બાય ઘ વે... આઇ એમ જાનકી..”
એણે સ્નેહ તરફ હાથ વધાર્યો.. સ્નેહ હજું કંઈ બોલે એ પહેલાજ નિસર્ગ આવીને જાનકી ને ખભે હાથ રાખીને હક થી ઉભો રહ્યો..
“ જાનકી...આ.છે સ્નેહ અંતરા ના હસબન્ડ.. ખરું ને સ્નેહ..?”
નિસર્ગે જાણી જોઇને સ્નેહ ને સળી કરી.
“ યસ આઇ એમ...”
એ આગળ કંઈ બોલે એ પહેલાં જાનકી એ અંતરા ને કહ્યુ..
“ અંતરા વી આર વેઇટીંગ ફોર યુ.. જલદી આવ. અને તું પણ ચાલ હવે. ફ્રેશ થઇ જા “
એ નિસર્ગ ને હાથ પકડીને ઘરમા ખેચી ગઇ. સ્નેહ દરવા જો બંધ કરી ને સીધો જ અંદર ગયો. એ અંદર થી સળગતો હતો. જાનકી ને અંતરા ની સાથે જોઇ એ સમસમી ગયો હતો. એ જાણી ગયો હતો કે જાનકી ને અહીંયા બોલાવનાર પોતે છે એ અંતરા ને ખબર પડી ગઇ હતી. અંતરા જલદી જલદી સ્નેહ નો બ્રેકફાસ્ટ તૈયાર કર્યો અને સ્નેહ ની માફક પણ માંગી.
“ સોરી સ્નેહ તારો બ્રેકફાસ્ટ મોડો બનાવ્યો પણ હવે બધું ટેબલ પર મુક્યુ છે. હું નિરાલી ના ઘરે જઇને આવું..”
અંતરા સ્નેહની ધારણા મુજબ કંઈ જ બોલી નહી..કે ન તો એણે કઇ સવાલ કર્યો. અંતરા સીધી જ નિરાલી ના ઘરે જતી રહી. બધાએ સાથે બેસી ને બ્રેકફાસ્ટ કર્યો.નિરાલી અંતરા એ નિસર્ગ સાથે ખુબ જુની યાદી વાગોળી અને જાનકી ને આશીષ ને અંતરા ના ના કારનામાઓ સંભળાવ્યા..અંતરા જાનકી અને નિસર્ગ ને સાથે જોઇ ને ખુશ હતી.
“પણ આ થયું શું??બધુ બરાબર ગોઠવાઈ ગયું..”
આશિષ ફોર્ક ને વાઇફ વડે આમલેટ કટ કરી ને મોં મા મુકતા મુકતાં બોલ્યો.. અને નિસર્ગ એ માડીને બધી વાત કરી.
“ અને બસ જાનકી મેડમ આમ ફરી મારા થઇ ગયાં “
નિસર્ગ ના છેલ્લા વાક્ય પર બધા હસી પડયા. પણ અંતરા થોડી ડલ લાગતી હતી.નિરાલી અને આશીષ સાથે હતાં હવે તો નિસર્ગ ને જાનકી પણ કમી હતી ફકત સ્નેહ ની.. એ મીસ કરી રહી હતી... આશીષ અંતરા ને નોટીસ કરી રહયો હતો એણે અંતરા ના હાથ પર હાથ મુકીને આખ નમાવી ને અંતરા ને બધુ બરાબર થશે એવી સાંત્વના આપી.