Prem Amas - 12 in Gujarati Fiction Stories by yashvant shah books and stories PDF | પ્રેમ અમાસ – ૧૨

Featured Books
Categories
Share

પ્રેમ અમાસ – ૧૨

પ્રેમ અમાસ – ૧૨

you don't know, oh oh

you don`t know you’re beautiful

if only you saw what I can see….

પાર્ટી મા song વાગી રહ્યું છે.

પાર્ટી અમાસના એ ફ્રેન્ડ્સે પોતાના મેરેજ પહેલાની બેચલર પાર્ટીનુ આયોજન કરેલ. કહેવાની બેચલર પાર્ટી પરંતુ મોટેભાગે ભગલેનાર મેરીડ હોવા છતાં બેચલર ટાઇપ લાઇફ જીવનારા આમા પાર્ટીશિપેટ થતા હતા. પાર્ટી શહેરથી દૂર એ ફાર્મ હાઉસમા હતી. કારણ અમાસનુ ફ્રેન્ડસર્કલ પણ તેના જેવું જ રિચ અને મોર્ડન કલચરનુ હતું. અહીં કોઇ સમાજ શરમ સંકોચનુ દૂર દૂર સુધી નામોનિશાન ન હતું. અહીં હતું લખલુટ પૈસાનુ પ્રદર્શન. મૌજ મસ્તી અને માત્ર ને માત્ર ઊપભોગ. તે પછી હોય ધંધા માટે કે શારિરીક સુખ માટે. બિઝનેસ વધારવા અને એ બીજાને ખુશ કરવા માટે મઅવારનવાર આ પ્રકારના લોકો આ પ્રકારની પાર્ટી નુ આયોજન કોઇ ને કોઈ બ્હાને કરતાં હોય છે. અને તેમા હરવખત નવા નવા લોકો ઉમેરાતા જાય છે. આમ તો આ પાર્ટીને અમાસના મિત્રની લગ્ન પહેલાંની બેચલર પાર્ટીનુ નામ આપેલ પરંતુ તેમા તેના દરેક મિત્રો સાથે મિત્રોના મિત્રો ને પણ આમંત્રિત કરેલ. અમાસે પોતાના તરફથી ચાંદની અને રજની ને પણ ખાસ આમંત્રિત કરેલ.

આ એ મોર્ડન કહેવાતા હાઇ સૌસાયટીના લોકોની પાર્ટી હતી. જેમા એવા લોકો ખાસ આવતા જેમને સમાજ કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે કોઇ જાતનો નાતો ન હોય. આ પાસચાત્ય સંસ્કૃતિનુ આંધળુ અનુકરણ કરનાર અને પોતાને અતી આધુનિક ગણાવનાર શ્રીમંત લોકોની અત્યારની સંસ્કૃતિ બનીગયેલ છે. આવી પાર્ટી મોટેભાગે શહેરથી દૂર ફાર્મ હાઉસમા ગોઠવવામાં આવે છે. દરેક પાર્ટીમા કોઈ ન કોઇ થીમ રાખવામાં આવેલ હોય છે. આજની પાર્ટીમા સેલિબ્રીટી થીમ હતિ. જેમાં પાર્ટી હોલના પ્રવેશતાં જ બન્ને તરફ એક એક ચેન્જિંગ રુમ રાખવામાં આવેલ. તેમાં એક તરફ પુરુષ વર્ગ પ્રવેશે અને રુમમા રાખવામાં આવેલ વિવિધ નાની મોટી સેલિબ્રીટીના માસ્ક હોય છે તે પોતપોતાની પસંદગી મુજબ ડ્રેસ સાથે પહેરી લેવાના જેમા પોતાની અસલીયત બિલકુલ ન દેખાય તે પ્રકારના ડ્રેસ અને માસ્ક રાખવામાં આવેલ હોય તે પહેર્યા પછી વ્યક્તિ પોતાની અસલી દેખાવ ભુલી જઇ જે તે કેરેક્ટર હોય તેવા લાગવા લાગે છે. જેમ કે કોઈ ફિલ્મીસ્ટાર નેતા-અભિનેતા ક્રિકેટર વગેરે વગેરે ....બીજી તરફ સ્ત્રીઓ પણ ચેન્જિંગ રુમમા રાખેલ સેલિબ્રીટીના મુખોટા અને ડ્રેસિંગ પહેરીને પોતાની જાતને કરિના.કેટરિના કે સનિલિયોન બનાવીને પ્રવેશે છે. બન્ને અલગ અલગ રુમમા પોતાના અસલીરુપ છુપાવી નકલી રુપ ધારણ કરિને પાર્ટી હોલમા પ્રવેશે છે. હવે અહીં કોઇ કોઇને આોળખી શકતુ નથી. ઓળખવાનો પ્રયત્ન પણ નથી કરતું. બસ દરેક પોતપોતાની મસ્તીમા એન્જોય કરે છે. અમાસ ચાંદની અને રજની પણ પોતપોતાના અલગ રુપ ધારણકરિ પાર્ટીમા પ્રવેશે છે.

હોલમાં ચારેય બાજુ જાણે સેલિબ્રીટી નો મેળો ભરાયો છે. કોઇ શાહરુખ ખાન તો કોઇ સલમાન કોઇ રણવીર તો કોઇ ઇમરાન બીજી તરફ કોઇ કરિના તો કોઇ કેટરીના કોઇ પ્રિયંકા તો કોઇ સનીલિયોન...આટઆટલા સેલિબ્રીટી કશે સાથે જોવા ન મળે અને હોયતો લોકોની તેને મળવાની પડાપડી થતી હોય પરંતુ અહીં બિલકુલ વિપરીત હતું આટલા બધા સેલિબ્રીટી દેખાતા હતા પણ તેને મળવા કોઇને ઇન્ટરેસ્ટ જ ન હતો દરેક પોતપોતાની મસ્તીમા હતા. કોઇ ડાન્સફ્લોર પર એકલુ તો કોઇ અજનબી પાર્ટનર્સ સાથે ડાન્સ કરી રહ્યું હતું. કોઇ બારમા પોતપોતાને મનગમતિ વાઇન શરાબની મોજ માણી રહ્યું હતુ. તો કોઇ વળી કોઇ જાતજાતના હુકાના કશ લગાવી પોતાની અલગ દુનિયામાં ડુબી રહ્યાં હતા. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ માહોલ જામતો જતો હતો. પુરા હોલમાં કયાક પુરો તો કયાક આછો ઉજાસ હતો. તો કેટલાક કોર્નર બેડસાથે અંધકારમય પણ હતા અહીં કોઇ કોઇને ઓળખતુ ન હતુ. અરે હવેતો ખુદની જાતને પણ ભુલી ગયેલ કે પોતે કોણ છે પછી બિજાને ઓળખવાની તો વાત જ કયા રહી. નશો ધીમે ધીમે વધી રહ્યો હતો વાતાવરણ પુરીતરહ માદક બનાવી દેવામા આવેલ. અંગ્રેજી સેકસી સોન્ગના મધમશૂર રેલાઇ રહ્યાં હતા. સ્ત્રીઓ છલકતા જામની જેમ પોતાની જવાનીના જામ છલકાવી રહી હતી તો પુરુષો વધુ પડતા નશામાં શરાબની જેમ જ જયાં ત્યાં ઢોળાવા લાગેલ. તો કેટલાક આવી પાર્ટીના આદિ હજુ પોતાની ફુલ મસ્તીમા પાર્ટી એન્જોય કરી રહ્યાં હતા. પાર્ટીમા આવેલ નવાસવા જે બિલકુલ નશામાં ધુત થઈ ગયેલ દેખાય આવતા હતા. તેની સાથે પાર્ટીના પુરાના ખેલાડી તેનો જાણે ભરપુર ઊપયોગ કરવાનો શરુ કરી દેવા લાગ્યા. આમા ચાંદની અને રજની પણ સામેલ હતા જે નવા હતા પરંતુ તેવો કોઇને જ હવે કયા હોશ હતા.

ચાંદની માટે તો હવે બહુ નવાઇની વાત નથી રહી કારણ તે મુંબઇમા અવારનવાર અમાસ સાથે આવિ પાર્ટીમા જતી હતી. તેથી તે ઘણી ખરી ટેવાઇ ગયેલ.પરંતુ તેને તો અનજાન આદમી સાથે નીતનવા પાર્ટનર્સ સાથે આવુ બધું કરવુ ખુબ ગમતું હતુ. તે પાર્ટી ને ફુલીએન્જોય કરી રહી હતી. રજની માટે આ થોડું નવુ હતુ પરંતુ અમાસની સાથે આવેલ અને ચાંદની આ બધું કરવામાં મજા લેતી હોય તો પોતે કેમ ન કરે.. ? પોતે પણ ચાંદની ની જેમ હાઈ સોસાયટીમા સેટ થઇ સકે છે તે બતાવવા આ બધુ હોશે હોશે કરે છે. અમાસ આ વાતનો બન્ને નો ફાયદો ઉઠાવતો રહે છે. વિવિધ પાર્ટીઆોમા બન્ને ને લઇ જઇને પોતાનો બિઝનેશ ઉલ્લુ સર કરવા તેના મિત્રોને પાર્ટનર્સ ને ખુશ કરવા બન્ને સ્ત્રી ને એ ચટપટી વાનગીની જેમ પિરસતો રહે છે.

આ પ્રકારની જ એક પાર્ટીમા તેના બિઝનેસ હરિફે વેર વાળવા માટે પોલીસમા જાણ કરીને રેડ પડાવે છે. પોલીસ પ્રોસ્ટીક્યુશન એક્ટ હેઠળ પાર્ટીમા આવેલ તમામને દારૂ બંધી સ્ટેટ ગુજરાતમાં દારૂ પિવા બાબત અને દેહવ્યાપાર કરવા અને કરાવવા જેવી કલમો લગાવી દરેકની ધરપકડ કરે છે. બિજા દિવસના સમાચાર પત્રમા ફોટા સાથે હેડલાઇનમા આ સમાચાર પ્રકાશિત થાય છે. જેમાં અમાસ રજની અને ચાંદની ના પણ નામ સરનામા અને ફોટા હોય છે. આમ ત્રણેયની ખુબજ બદનામી થાય છે. પાર્ટીના મુખ્ય સુત્રધાર તરીકે અમાસ અને સાથે સાથે રજની અને ચાંદની ને પણ પોલીસ કસ્ટડીમા રિમાંડ પર લેવાય છે.

થોડા દિવસ પછી રજની અને ચાંદનીનો પોતાને સંતાન નાના હોવાથી કોઇ મજબુત પુરાવા ન હોવાથી જામિન પર છુટકારો તો થાય છે. પરંતુ કેસ ચાલુ રહે છે. રજની માટે આ થોડું વધારે આઘાતજનક સાબિત થયુ. તે આનાથી ડિપ્રેસનનો શિકાર થઇ ગઇ. હવે તેની તબ્યત ઘડી ઘડી બગડવા લાગી. અમાસ પોતાના પૈસાના જોરે કેસ જીતવા ઘણી મહેનત કરિ પરંતુ હરિફ વધારે સ્ટ્રોગ હોય કેસમા એવી એવી કલમો દાખલ કરાવે છે કે પોતે જેલમાથી બહાર નથી આવિ શકતો.

રજની લોકલ ટ્રિટમેન્ટથી સારી ન થતા બોમ્બે જાય છે. ત્યાં હોસ્પિટલમા ડોક્ટર વિવિધ ટેસ્ટ કરાવે છે. જેના રિપોર્ટમા એક આઘાતજન પરિણામ જાણવા મળે છે. રજની નુ બ્લડ HIV. positive નીકળે છે. મતલબ રજની લાઇલાજ રોગ એઇડ્સથી પિડાય છે. આ રોગ મોટેભાગે અસુરક્ષિત યૌન સંબંધથી થાય છે. જો કોઈ HIV ગ્રસ્ત વ્યક્તિ સાથે યૌન સંબંધ હોયતો સામેની વ્યક્તિ ને પણ થાય છે. રજની અમાસ અને ચાંદની દરેક એકબિજાથી આ રિતે જોડાયેલ હતા. તેથી દરેકને એઇડ્સ થઈ ગયેલ. ધીમે ધીમે દરેકને તેના સિમટન્સ દેખાય છે. અમાસ નામે અંધકાર તરફ વળેલ રજની પોતાનુ જીવન આ રીતે બરબાદ કરી દે છે. તો પ્રકાશિત જીવન ધરાવતી ચાંદની પોતાનું જીવન પણ અમાસ સાથે જોડાય ને અંધકારમય થઈ જાય છે. અંતમા ત્રણેય લાઇલાજ રોગની પિડા સહન કરતાં કરતાં મૌતના અંધકારમા ડુબી જવાની પ્રતિક્ષા કરે છે.

***

મારી આ પ્રથમ નવલકથા આપ સર્વ વાચકોને કેવી લાગી તે અવશ્ય જણાવશો .

આપ મારા કોન્ટેક્ટ નંબર ૯૮૭૯૫૬૦૫૯૪ પર વોટ્સ અપ અથવા અન્ય માધ્યમથી જણાવી શકો છો. આપના મંતવ્યો તથા સુચનોની હમેંશા પ્રતિક્ષા રહેશે આભાર )

' આકાશ '

(યશવંત શાહ.)