Aansude chitarya gagan - 30 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન ૩૦

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

આંસુડે ચીતર્યા ગગન ૩૦

આંસુડે ચિતર્યા ગગન

(30)

‘ભાભીના નાના બેને એમની કોઈક બેનપણીને બતાવ્યા હતા. ’

‘શું નામ હતું ડૉક્ટરનું ?’

‘અર્ચના વ્યાસ – સારી પ્રેકટીસ છે. ’

‘તેમણે શું કહ્યું ?’

‘એમનો પણ એવો ઓપીનીયન જ છે. શોકટ્રીટમેન્ટથી સુધરી જશે. તેથી તો મને તેડાવ્યો છે અને એ જ શોકટ્રીટમેન્ટ અપાવવા જઈ રહ્યો છું.’

‘તમારા ભાભીના નાના બેનનું નામ શું છે ?’

‘અનીતા…’

‘અનીતા દેસાઈ !’

‘હા પણ આપ કેવી રીતે ઓળખો ?’

‘એ મારા ક્લાસમેટ હતા – અર્ચના મારી ફીયાન્સ છે. ’

‘શું આપનું નામ ?’

‘અંશ ત્રિવેદી.’

‘તમારા ભાભી પણ માનસિક સારવાર હેઠળ છે ને ?’

‘હા . એટલે જ તો તમારી સાથે વાતમાં આટલો રસ લીધો. ’

‘પણ અહીં કેસ થોડોક જુદો છે. ’

‘એ આશાવાદ ઉપર તો જીવું છું.’

***

‘શેષ પત્રો પોસ્ટ કરવા કે નહીં તેની દ્વિધામાં અમદાવાદ છોડી ગયો. દિલ્હી પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્રણ દિવસમાં બેંગ્લોર પહોંચવાનું છે. તેથી તે દિશામાં તેણે તૈયારી શરુ કરી દીધી. બિંદુની ડીસ્ટર્બ પરિસ્થિતિ જોઈને તેની આંખો છલકાઈ ગઈ. એને લાગ્યું કે આનો વધુ પડતો દોષ પોતાનો છે. પોતે કાયર છે સત્યને હસતા મોંએ સહી નથી શકતો. – બિંદુને સાચવવાની જવાબદારી અંશ ઉપર નાખી દઈને એની પણ જિંદગી બરબાદ કરું છું. ’

મનના અશ્વએ દિશા બદલી – પણ એ મારી પાસે જે ઇચ્છે છે તે હું આપી નવી શકતો તે તબક્કામાં એની સાથે રહીને વધુ દુ:ખી કરીશ. એના કરતા અંશ સાથે તે સુખી છે કાશ… કે એ ઇચ્છે તેવું કંઈક બને.

‘તું શું ઇચ્છે છે ?’ હૃદયે એને તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો.

‘ક્યારેક બિંદુ ગાંડપણમાં અંશની સાથે પલળે .’ મને જવાબ આપ્યો.

‘શું એ શક્ય છે ? ’ ‘ના શક્યતાઓ નહીંવત્ છે. છતાં પણ… છતા પણ… એ શક્યતા લઈ લેવાનું મન થાય છે.’

‘અસંભવ વાતને સંભવ કરવા ફાંફા મારે છે. અને પેલી બિચારી અર્ચનાનો ભોગ લઈશ.’

‘તો હું શું કરું ?’ – લાચાર મનના પ્રશ્નનો જવાબ હૃદય પાસે તો હતો. – પણ શેષને તે સ્વીકાર્ય નહોતો.

‘એ ગાંડી છે. એને સંભાળ, સમજાવ – ન સમજે તો જે રીતે અંશ તેને રાખે છે તે રીતે… ઊંઘની ગોળીઓથી સુવડાવી દે – પાગલખાનામાં દાખલ કરાવ… કંઈ પણ કર – પરંતુ આ રસ્તો ખોટો છે. તે દ્વારા તું ત્રણેયના જીવનમાં ઝેર ઘોળે છે. ’

‘હા ’ – મન તો તેની વાત સ્વીકારતું હતું.

‘હું બિંદુને લઈ આવીશ – બેંગ્લોરથી પરત થઈને લઈ આવીશ. ’

આ નિર્ણયથી તેને રાહત થઈ.

તે દિવસે શાંતા તેને ઊંઘની ગોળી આપવાનું ભૂલી ગઈ હતી. અંશ અર્ચનાને મૂકીને ઘરે આવ્યો ત્યારે બારેક વાગી ચૂક્યા હતા. એ શાંતિથી પોતાની પથારીમાં સુવા જતો હતો ત્યાં જોયું તો બિંદુ તેની પથારીમાં સૂતી હતી. એની ઢીંગલી એની જોડે નહોતી.

અંશને થયું કે મોડી આંખ મળી હશે તો તેને ડીસ્ટર્બ નથી કરવી – એટલે બિંદુના રૂમમાં જઈને સુઈ ગયો. અર્ચન સાથે અંગ્રેજી મુવી જોઈને આવ્યો હતો. તેથી રંગીન મૂડમાં એની આંખ તરત મળી ગઈ.

મોડી રાતે અચાનક એ ઝબકીને જાગી ગયો અને જોયું તો બિંદુ તેની પાસે સુતી હતી – એની આંખમાં કોઈક ન સમજાય તેવી કામુક ચમક હતી તે તેના શરીર ઉપર હાથ ફેરવતી હતી. જાણે વર્ષો જુની પ્યાસ એના સમગ્ર તનને તરફડાવી રહી હતી.

એકાદ ક્ષણ તો થયું કે શું કરવું ? દિયર ના કહેતો હતો – ડૉક્ટર મૌન હતો. બિંદુ વધુ ને વધુ જોરથી તેના શરીરને ભીંસી રહી હતી. ડૉક્ટરને આ ક્ષણની જાણે ખબર હતી. ખૂબ નાજુક માનસિક પ્રક્રિયાઓમાંથી બિંદુ પસાર થઈ રહી હતી. એના પાગલપણાનાં ઉંડાણોમાં ગરકાવનારું પરિબળ – તેની કામુક શારીરિક ભૂખ જો અત્યારે નહીં શમી શકે તો તે કદી આ પાગલપણામાંથી પરત નહીં થાય – અને જો એ ભૂખ શમાવવા જાય તો દિયર ડંખે છે.

શેષભાઈના શબ્દો ડૉક્ટર બોલે છે – ‘મારી અમાનત છે – તેને જાળવજે.’

ડૉક્ટર અંશ બિંદુને સાચવે છે. સંતોષે છે પતિ અંશ, દિયર અંશ તરફડે છે.

અલૌકિક સંતોષ અને શાંતિ બિંદુના ચહેરા પર દેખાય છે. દિયર અંશ – ફરી પાછો જાગે છે – દવા આપે છે – અને ફરીથી વળગી પડેલી બિંદુનો હાથ જાણે સાપને અડી ન ગયો હોય – તેવા ભયથી ધીમે રહીને તેના શરીર ઉપરથી હટાવે છે.

***

ધીમે ધીમે બિંદુ સુઈ ગઈ. પણ અંશનો દિયર તથા ડૉક્ટરનો દ્વૈત શરુ થઈ ગયો. શેષભાઈના શબ્દો યાદ આવ્યા.

દિયર બોલ્યો – ‘એટલે એનો અર્થ એ જ થયો કે તને બિંદુ ગમતી હતી. ડૉક્ટર તો એ બહાનું હતું – એ તને ગમતી હતી – તેથી જ તો તું આ કરી શક્યો… પણ તને ભાન છે કે ભાભી તો મા ની જગ્યાએ હોય… નાલાયક.’

ડૉક્ટર પાસે આનો કોઈ જ જવાબ નહોતો.

પતિ અંશ તાડૂક્યો – ખબર છે તને ! ફક્ત વૈવાહિક બંધનોથી બંધાઈને નિઃસ્વાર્થ ભાવે અર્ચના કેટલું બધું કરી રહી છે. અને તું નૈતિક મૂલ્યોનો હ્રાસ કરીને બેવફા બની બેઠો.

ડૉક્ટર ફરીથી મૌન હતો.

એની અવઢવ અર્ચના જોઈ રહી હતી. એને ઘરે મૂકીને અંશ નીકળ્યો ત્યારે ઘરે નર્સની ચિઠ્ઠી હતી. અને તેમાં બેને દવા મોડેથી ખાવાનું કહીને તેનું કહ્યું માન્યું નહોતું. તેથી તે અંગે બેનને વાકેફ કરતી ચિઠ્ઠી લખેલી હતી.

ફરીથી કપડા બદલી તૈયાર થઈને અર્ચના હોસ્પિટલમાં ગઈ. ડુપ્લિકેટ ચાવીથી ઘર ખોલી અંદર ગઈ ત્યારે અંશની પથારી ખાલી હતી. બિંદુભાભી અંશને ભીંસી રહ્યા હતા. – અંશ દ્વિધામાં હતો.

અર્ચનામાં રહેલ ડૉક્ટર આવું કંઈક થશે જ તેમ વિચારી રહ્યો હતો. અને એમ જ થયું. એ ચુપચાપ પાછી જતી રહી.

ઘરે ગયા પછી ડૉક્ટર અર્ચના પાછી અર્ચના બની ગઈ. એની નજરમાં ‘યસ મેન્શન ઈટ’ કરતો અંશ ઝબકી ગયો – નાની નાની મઝાકો કરતો એનો પ્રિયતમ ઝબકી ગયો… એ ઘણું બધું ગુમાવી ચૂકી હોય તેવું તેને લાગવા માંડ્યું. આગળ શું ? એ પ્રશ્નાર્થ ચિહ્નનો ભાર તેના માથા ઉપર અનુભવાવા માંડ્યો.

એ પડખા ફેરવતી હતી – તેની નિદ્રા વેરણ થઈ ચૂકી હતી. એને રડવું હતું પણ રડી શકાતું નહોતું. તેનું મન તરફડતું હતું – પણ હૃદય શાંત હતું. એક અગત્યની દર્દી બચવાની શક્યતા ઊભી થઈ હતી. પણ એની કેટલી મોટી કિંમત તે ચૂકવી રહી હતી ?

ડૉક્ટર અર્ચના શાંત હતી – બેભાન દર્દીની ભાનમાં આવવા માટે જેમ રાહ જોવી પડે તેવી રાહ તે જોઈ રહી હતી. બિંદુના રીએક્શનો વિશેની તેની ગડમથલ તેને આનંદ આપતી હતી – જ્યારે પ્રેયસી અર્ચના રડવા મથતી હતી. એની આંખમાં આંસુ નહોતા પણ મન ડુસકે ચડી ગયું હતું.

ઘર બહાર ઝાંપા પાસેના હીંચકે તે બેઠી હતી. રાતના ત્રણના ટકોરા થયા – તે હજી વિચારોમાં જ હતી. ત્યાં દૂરથી અંશ આવતો દેખાયો. લાલઘૂમ આંખો વિખરાયેલા વાળ – અને નાઈટડ્રેસમાં જ તે આવતો હતો. અર્ચનાને બહાર જ બેઠેલી જોઈને તે ચમક્યો. અર્ચના એકદમ શાંત હતી. તે સમજી શકતી હતી અંશની પરિસ્થિતિ – કેટલો વહાલો હતો તેનો પ્રિયતમ… પણ ખેર… હવે એ એનો નથી થવાનો… પણ એને મારી જરૂર છે. મારી હૂંફની જરૂર છે.

‘અર્ચી !’

‘હં ! ’

‘કેમ ! બહાર બેઠી હતી ?’

‘ઊંઘ આવતી નહોતી તેથી બહાર બેઠી હતી. પણ આટલી રાતે તું કેમ ? બધું ઠીક તો છે ને ?’

‘શું કહું અર્ચી !’

‘મને લાગે છે કે ભાભીએ કશું કર્યું છે કે શું ?’

‘હા – અને ના .’

‘કેમ આવું ગોળ ગોળ બોલે છે ?’

‘શાંતા ઊંઘની ગોળી આપવાનું ભૂલી ગઈ હતી. ’

‘હં ! તો ભાભીને પાછા ધકેલી આપ્યા કે પછી… ?’

‘ડૉક્ટર અને દિયરના દ્વન્દ્વમાં હું પીડાઉં છું. અર્ચી, ડૉક્ટરે દર્દીની જરૂરિયાત પૂરી પાડી પણ દિયર અને પ્રિયતમ ડંખે છે. ’

‘શાંતાની ચિઠ્ઠી હતી – હું ત્યાં આવી હતી – મેં બધું જોયું છે. અને તેં કશું ખોટું નથી કર્યું એમ મારા મનનો ડૉક્ટર કહે છે. ’

‘અર્ચી ! તું શું કહે છે ?’

‘હા . મારામાંની પ્રેયસી તારી જેમ જ તરફડે છે. પણ… ’

‘…પણ… પણ શું ?’

‘પણ ડૉક્ટર શાંત છે. આ આપણો ભોગ છે અંશ….’

‘એક વખતમાં કશું થશે તો નહીં – પણ હવે મને ડર લાગે છે અર્ચી – હું તને ગુમાવી બેસીશ.’

‘કશું થયું હશે તો You will have to be her husband…’

‘અર્ચી તું શું બોલે છે તને ખ્યાલ છે ને ?’

‘હા , You will have to be her husband… And that is the basic need for successful recovery…’

‘But I will be missing you – I can’t miss you. You can not do that to me. ’

‘ડૉક્ટર હોવાને કારણે આ સહદેવ જોષીની પીડા આપણે વેઠીએ છીએ. કાશ… આપણે ડૉક્ટર્સ ન હોત તો… સાદા માણસોની જેમ ઝઘડી શકત. – એક મેક ઉપર આક્ષેપો કરીને હળવા તો થઈ શકત પણ…’

‘અર્ચી….’

‘પ્રૌઢ વયના પ્રેમીની જેમ આપણે એક મેકની હૂંફમાં એમને સાજા કરવાના છે. અંશ ! હિંમત ન ગુમાવ. ’

એના મસ્તકને છાતીમાં સમાવીને અર્ચના તેને પસવારતી રહી. – પણ એના હૃદયનો ઉદ્વેગ શમે તેમ નહોતો. અંશ તો એના હૃદયનો ભાર ખાલી કરી ગયો. પણ હવે એ ભાર અર્ચના કેવી રીતે ખાલી કરાશે એ જ એને સમજાતું નહોતું.

સવારનો વહેલી પરોઢનો કૂકડો બોલ્યો ત્યારે મમ્મીએ અર્ચનાને બહાર બેઠેલી જોઈ. અંશ તેની નજદીક સુતેલો હતો. કંઈક અકળાવતું કડવું સત્ય કહેવા જતી મમ્મીને અર્ચનાએ રોકી લીધી. રાત્રે બિંદુભાભીના વધેલા ગાંડપણને કારણે પોતે જ એને અહીં લઈ આવી છે એમ કહીને શાંત પાડી.

છતાં મમ્મીનાં મોં ના હાવ ભાવ પારખી જઈને અર્ચનાએ કહ્યું – ‘મમ્મી તારો જ્યોતિષ સાચો જ પડવાનો છે. કારણ કે હજી બિંદુભાભીની તબિયત સુધરતી નથી. શેષભાઈ મળતા નથી. અને આવા કલુષિત વાતાવરણમાં કેમ કરીને જીવાશે તે સમજાતું નથી.