Adhinayak - 6 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક (novel) (political thriller) SCENE:- 6

Featured Books
Categories
Share

અધિનાયક (novel) (political thriller) SCENE:- 6

SCENE: - 6

- open cabinet meeting શરૂ થઇ ગઇ, યુવરાજ અધિવેશ સહિત પ્રથમવાર meeting માં ભાગ લેનાર માટે સરકારની કામગીરીને નજીકથી નિહાળવાનો લ્હાવો હતો, દરેક નિર્ણયમાં કોઇપણ પોતાના મંતવ્ય આપી શક્તું, ખાસ્સો સમય meeting ચાલ્યાં બાદ નવા ચુંટાઇ આવેલા પક્ષના ધારાસભ્યોનું સન્માન તેમા પણ નરૂભા માણેક જે મોડેથી Kevin broad સાથે આવ્યા હતા તેમનું CM રાવળ-દિવ્યરાજકાકા દ્વારા સન્માન કરાયું. પછી શાહી ભોજન સમારોહે સૌનું પેટ અને મન જીતી લીધું. હવે. અભિનવ ગુજરાત પક્ષની સામાન્ય બેઠક શરૂ થઇ.

- “મારાં વ્હાલા મિત્રો!” CM રાવળે સામાન્ય બેઠકની શરૂઆત કરી, “આ meeting મારા હ્રદયની ખુબ નજીક છે, એક તો ગુજરાત વિધાનસભાની 182 seats માંથી અભિનવ ગુજરાત પક્ષના ધારાસભ્યોની સંખ્યા 150 થઇ ગઇ, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સત્તાધારી પક્ષનો record છે, બીજું કારણ છે, રાવળ પરીવારની ત્રીજી પેઢી સામાજિક જીવનમાં આવી રહી છે. ગયા મહિનામાં મારા વરીષ્ઠ સાથી કાળાભાઈ સોલંકીનું હ્રદયના હુમલાના કારણે અવસાન થયું. દિવ્યરાજકાકાની સલાહથી જેટલાં પણ કાર્યકરો પ્રમુખ બનવા ઇચ્છતા હોય એમની વચ્ચે open debate યોજી 10 મુદ્દાઓના સવાલ પુછીને મારા પ્રિય યુવરાજની પ્રમુખ તરીકે પસંદગી કરાઇ. આજે આપણે સૌ યુવરાજને પ્રથમવાર સાંભળીશું. તો હું પુરૂષોત્તમ રાવળ મારા દિકરાસમાન યુવરાજને વિનંતી કરૂં છું કે અહીં આવી પક્ષને સંબોધે...” CM રાવળે યુવરાજને આમંત્ર્યો, પોતે યુવરાજ પાસે જઇને stage સુધી દોરી ગયા. યુવરાજ કાકાને પગે લાગ્યો અને સંબોધન કર્યું.

- “આદરણીય-પ્રેરણામૂર્તિ દાદાજી, માઁ, પુરૂષોત્તમકાકા. મારા ત્રણેય ભાઇઓ. મંત્રીમંડળના સભ્યો ત્થા પક્ષના તમામ આદરણીય સભ્યો! પ્રમુખ તરીકે આ પ્રથમ meeting છે. અભિનવ ગુજરાત પક્ષના સૌથી યુવા પ્રમુખ તરીકે મારી જવાબદારી વધી જાય છે ગુજરાતમાં આપણો પક્ષ મજબૂત સરકાર ધરાવે છે ત્યારે પક્ષના કાર્યકર તરીકે આપણી જવાબદારી વધી જાય છે. સરકાર અને લોકો વચ્ચે સેતુ બની લોકોની સમસ્યાઓથી સરકારને અવગત કરવી તેમજ સરકારના સારાં કામો છેવાડાના માણસ સુધી પહોંચાડવી એ દરેક કાર્યકરની ફરજ છે આ માટે દરેક કાર્યકરને digital media સાથે જોડાવું. friends-followers વધારવા. વારે-તહેવારે get to gather યોજવું. આ બધી બાબતોમાં યુવા કાર્યકર અગત્યના ભાગ ભજવશે. આ મારી priority છે. માત્ર quantity નહી. પણ quality જળવાય એ મારી priority છે. આ માટે આકરાં નિર્ણયો લેવા પડે તો પણ હું ખચકાઇશ નહીં. ભ્રષ્ટાચાર-લાંચ-રૂશ્વત વાળા. ગુનેગાર party ના સભ્યો ન હોય શકે! આજના સમયમાં યુવતીઓ દરેક field માં યુવકોની બરાબરી કરી રહી છે પણ politics એવું field છે કે જ્યાં 10% પણ મહિલાઓ નથી. તેના એક નહીં. અનેક કારણો છે તેમાંનું એક કારણ છે શારીરિક-માનસિક સતામણી-અસલામતી! જો હું આપણા AGP માં 25% જેટલી સ્ત્રી-કાર્યકરો ઉમેરી શકીશ તો પણ હું પોતાને નસીબદાર સમજીશ. દિવ્યરાજદાદાના આર્શીવાદથી હું પ્રમુખ બન્યો છું અને તેમના આદર્શ પર ચાલી આ પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ. જય ગરવી ગુજરાત! જય હિન્દ!” યુવરાજનું વક્તવ્ય પુરૂ થતાં સૌ ઉભા થઇ તાળીઓ પાડી યુવરાજનું અભિવાદન કરવા લાગ્યા. થોડા સમય સુધી CM house તાળીઓથી ગુંજી ઉઠ્યું. યુવરાજ CM રાવળ. દિવ્યરાજદાદા અને દેવિકાબહેન પાસે જઇ ત્રણેયના આર્શીવાદ લીધા. ત્યારબાદ CM રાવળે મંત્રીમંડળમાં ફેરફાર ત્થા યુવરાજના AGP પ્રમુખ તરીકેની શપથવિધિની જાહેરાત કરી.

“કાકા! તમારી લાગણીને માન આપું છું પણ મને લાગે છે કે હું ભવ્ય શપથવિધિને લાયક નથી. લોકોમાં એવી છાપ ઉભી કરવા નથી કે મોટા પરિવારમાંથી આવ્યું છું એટલે શાન-શૌકતથી જીવું છું, મને સામાન્ય કાર્યકર તરીકે લોકો વચ્ચે જવા દો..!”

- “વાહ! યુવરાજ. વાહ...” દિવ્યરાજદાદા સહિત સૌ યુવરાજ પર ઓવારી ગયા. Kevin broad. અભિનવ. નરૂભા. ધનરાજ ગજેરા સહિતના CM રાવળની તરફી સ્તબ્ધ થઇ રહ્યા. hall માં ફરીથી તાળીઓ ગુંજવા લાગી. CM રાવળે યુવરાજનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો. ત્યારબાદ પક્ષના નાના-મોટા પ્રસ્તાવો યુવરાજે પસાર કરી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 10 વાગ્યા સુધીમાં બધાં કાર્યક્રમો પુરા થઇ ગયાં. સૌ ધીમે-ધીમે CM house થી રવાના થતાં ગયા. અલબત્. યુવરાજ સિવાય મહેમાનોમાં ચર્ચામાં કોઇ રહ્યું હોય તો એ હતું લાવણ્યા ઠાકર! બધાં કાર્યક્રમ સફળ થાય તે માટે સવારથી મંચી પડી હતી. મહેમાનોના આગમનથી લઇને જવા સુધી કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે લાવણ્યાએ ભારે જહેમત ઉઠાવી. અત્યારે પણ CM house ના hall માંથી બધો સામાન સમેટતા માણસોની મદદ કરવા લાગી. અભિનવ આ બધું જોઇ રહ્યો હતો.

“Sir! બધો સામાન મોકલાય ગયો છે મારૂં કામ લગભગ થઇ ગયું છે...” CM house પહેલાં જેવું clean થઇ ગયાં પછી બધા માણસોને રવાના કર્યા પછી લાવણ્યા અભિનવ પાસે red carpet પર આવી. અભિનવ hall ના red carpet વાળા part માં બેઠો-બેઠો લાવણ્યાને કામ કરતાં નિરખી રહ્યો હતો.

- “હવે જો તને વધારે સમય રોકી રાખીએ તો women activists કાલે CM house ને ઘેરી વળે,” અભિનવ હસ્યો, “ચાલ! તને ઘરે છોડી જાઉં... “

“પણ તમે હૈરાન..”

“..તેમાં હૈરાન શું? મારી PA હોવા છતાં આ પુરો program સંભાળી લીધો. તો શું હું તારા માટે આટલું પણ ન કરી શકું?” અભિનવે દલિલ કરી. લાવણ્યા માની. બન્ને બહાર આવ્યા. લાવણ્યાએ sector 4A garden પાસેનું address આપ્યું. મકાન ભાડે આપતાં apartment માં તેણી રહેતી હતી.

“Thank you,” લાવણ્યા બોલવા ગઇ ત્યાં અભિનવે મોઢે હાથ મુક્યો. લાવણ્યાને ક્ષોભ થતાં મોઢેથી અભિનવનો હાથ હટાવ્યો. અભિનવને ભુલ સમજાતાં હાથ steering પર હાથ મુક્યો.

“I mean તેમાં આભાર માનવાનું ન હોય,” અભિનવ માંડ બોલ્યો. લાવણ્યા door ખોલી બહાર નીકળી apartment તરફ ગઇ. અભિનવ તેણીને જોઇ રહ્યો.

***

- “નરૂભા કો જાનતા હુ. વહ ઇતની જલ્દી માન જાય વહ possible નહીં. તુમને ક્યાં કહકર નરૂભા કો CM house લાયા...?” મહેમાનો રવાના થયા બાદ CM રાવળે જીજ્ઞાસાપૂર્વક Kevin ને પુછ્યું.

“અરે. my dear brother in law! કુછ ભી નહીં કહાં. મુઝે અપને gate પર દેખતે હી મેરે પાસ દોડતા આયા. મેરે legs પકડકર માફી માંગને લગા. બહુત રોયા. બોલને લગા કિ અબ વહ home minister કિ demand નહી કરેગા. મુઝે દયા આ ગઇ ઔર...” Kevin broad એ જોયું કે CM સાહેબ પર તેમના વાતની કોઇ અસર નહોતી જણાતી. “આપ i “mpress નહી હો. નરૂભાને હમારી બાત...”

“Kevin! કોઇ ઔર યહાં હોતાં ઔર હમે બેવકૂફ બનાને કિ કોશિષ ભી કરતાં તો બચકે વાપસ ન જતાં...”

“આપકો કૈસે પતા કિ મે બાતૈ બના રહા હુ?”

“Kevin! મેરે સરપે બેવકૂફ લીખા...? Kevin broad ઔર દયાળું? Kindly? Never! ઔર નરૂભા તો તુમ્હારી હી બિરાદરી કા હૈં. વહ ક્યાં રોયેગા. ઘુટને ટેક માફી માંગેગા? સાફ-સાફ બતા. તુમ દોનોં કે બીચ ક્યાં deal હુઇ?”

“My dear brother in law! નરૂભા અભિ home minister નહી બનેગા. લૈકિન મેને બતાયે plan અગર success હુઆ તો નરૂભા home minister બન જાયેગા ઔર અભિ chief minister!” નરૂભાના મનમાં 1 plan રમતો હતો. “my dear! Just wait and watch!”

“...ઠીક હૈં કરેંગે wait! “ CM બોલ્યા.

***

- “અરે! ધનરાજ! તમે? આવો! આવો!” MLA bungalow quarter 12A ના આંગણે ધનરાજ ગજેરાનું આગમન થતાં નવીનભાઇનો હરખ સમાતો ન હતો. “ મારો જીગરી મારાં આંગણે! આજે તો હું ધન્ય થઇ ગયો. આવો! આવો!” Wheelchairist ધનરાજભાઇને દોરતા વિરાગ પાસે જઇ handle હાથમાં લઇને પોતે ધનરાજભાઇને bungalow માં લઇ આવ્યા. નિત્યા hall બન્ને મિત્રોની રાહ જોઇ રહી હતી.

“અરે! વર્ષોનો નિયમ છે અમદાવાદ કે ગાંધીનગર આવું અને મારા જીગરી પાસે ન આવું એ ક્યારેય બન્યું છે?” ધનરાજભાઇ હસતાં-હસતાં બોલ્યા. ત્યાં નિત્યા સામે આવીને ધનરાજભાઇને પગે લાગવા ગઇ ત્યાં ધનરાજભાઇએ રોકી. “અરે! નિત્યાબેટા! દિકરીઓને પગે ન લગાય! તમારા કારણે તો આ સુખ-જાહોજલાલી છે બાકી દિકરાઓ તો ડાંટ વાળે..” ધનરાજભાઇ બોલી ઉઠ્યાં. ચારેય hall માં આવ્યા. નવિનભાઇ અને વિરાગ sofa પર બેઠાં. ધનરાજભાઇ નવિનભાઇ પાસે ગોઠવાયાં. નિત્યા પાણી લેવા ગઇ. વિરાગ ચારેબાજુ જોઇ રહ્યો.

“અરે! ધનરાજભાઇ! એવું ન હોય! ભલે યશનિલ અત્યારે યુવાનીના મંદમાં ખોટે રસ્તે ગયો હોય. પણ મને વિશ્વાસ છે કે ઠોકર વાગશે કે સુધરી જશે...”

“નવિન! ખોટે રસ્તે ગયો હોય એ પાછો આવે. આ છોકરો તો દારૂ-છોકરીઓ-છાકટાવેડા..” નિત્યા આવતી દેખાય. “ દિકરી! ઘરમાં છે ને મારે ક્યાં વાત કરવી!..”

“અરે! ધનરાજભાઇ! આપણે પણ યુવાન હતા ત્યારે તોફાન-મસ્તી નહોતાં કરતાં...? ધનિયાબાપા તો તૌબા પોકારી જતાં. તમે જ પોતાના કારનામા મને કહેતાં એ ભુલી ગયા???... છોટુકાકાને ત્યાં કામ કરતાં-કરતાં તમે ધર્મિષ્ઠાબેન સાથે...”

“અરે! યાર! તું પણ એ વાતો ક્યાં એ વાતો ઉખેડી..” બન્ને મસ્તી કરવા લાગ્યા, ત્યાં નિત્યાએ પાણી આપ્યું.

“કાકા! આજે તો time છે. તમારી-પપ્પાની વાતો સંભળાવોને...”

“હાં! હાં! Big boss! આજે તો મહેફિલ જમાવો...! મજા આવશે...” વિરાગે પણ નિત્યાની વાતમાં ટાપસી પુરાવી. નવિનભાઇએ પણ દબાણ કર્યું.

- “ભલે! બેટા! માત્ર તારી request ને માનીને મારી વાતો વાગોળું છું પણ મારી એક શર્ત છે...” ધનરાજભાઇ માત્ર નિત્યાની વાતે તૈયાર થયા.

“બોલો તો ખરી તમારી શર્ત! પુરી કરી દઇશ.”

“મને ચા-નાસ્તો જોઇશે,” ધનરાજભાઇએ શર્ત મુકી.

“ભલે uncle! હું ચા-નાસ્તો બનાવીને આવું છું પછી તમે શરૂ કરો...”

“બેટા! તું ચા-નાસ્તો બનાવિશ...”

“માત્ર ચા-નાસ્તો જ નહીં. ઘરમાં તમામ માટે રસોઇ નિત્યા જ બનાવે છે. સાથે fashion designer નો course પણ કરે છે જોજો. ધનરાજભાઇ! મારી દિકરી દેશ-વિદેશમાં fashion field માં મોટું નામ કમાશે. તેણીની fashion ની સુઝ ગજબની છે..” નિત્યા નાસ્તો બનાવવા ગઇ તે દરમ્યાન નવિનભાઇ બોલ્યા.

“એટલે જ મેં ધૃતિને Mumbai જવા દિધી. ભલે acting માં સફળ ન થઇ. પણ. 1 વર્ષમાં તેણીએ પોતાનું production house બનાવી લીધું. આવતા વર્ષના middle માં પોતાની daily soap શરૂ કરી દેવાની છે. ખરેખર દિકરીઓ દિકરા કરતાં હમેશાં આગળ હોય છે...” ધનરાજભાઇએ પોતાની દિકરી ધૃતિ વિશે વાત કરી. થોડીવારમાં આડીઅવળી વાતો કરતાં નિત્યા ચા-નાસ્તો લિ આવી. રાતના 11 વાગવા આવ્યા હતા. નિત્યા ધનરાજભાઇની side ના sofa માં બેસી ગઇ. વિરાગ શાંત બેઠો mobile પર લાગ્યો હતો.

- “..તો સાંભળ! દિકરા! અમારા કારનામા! મહાગુજરાત ચળવળ દરમ્યાન મારા બાપુ ધનાનંદ ગજેરા જેને સૌ લાડથી ધનિયાબાપા બોલાવતા! તેમણે સુરતમાં ઘર વસાવ્યું હતું અને first ever કાપડ mill ની શરૂઆત કરી હતી. અનેક લોકોને રોજગારી આપી. સૌરાષ્ટ્ર-ઉતર ગુજરાત-કચ્છમાંથી મજુર આવી-આવીને સુરત વસ્યા. વેપાર સાથે ધનિયાબાપા મહાગુજરાત ચળવળ સાથે પણ જોડાયેલ હતા. દક્ષિણ ગુજરાત માં મહાગુજરાત ચળવળને વેગ આપવામાં ધનિયાબાપા અગ્રેસર હતા અને ઇન્દૂબાપાને સાથ આપ્યો હતો. મહાગુજરાત ચળવળના આંદોલનકારીઓ માટે ધનિયાબાપાનું ઘર epicentre થઇ ગયું હતું. અંતે અલગ ગુજરાત રાજ્ય બન્યું. તેનાં 4-5 વર્ષમાં મારો જન્મ થયો. બા-બાપુએ મને ખુબ લાડકોડથી ઉછેર્યો. પણ. મારા કમનસીબે હું સમજણો થાવ એ પહેલાં બા સ્વર્ગસ્થ થયા. પણ. ધનિયાબાપાએ મને બાની ઉણપ લાગવા જ ન દિધી. તેમના લોડકોડના કારણે યશનિલની માફક હું પણ તોફાની થઇ ગયો હતો એક પણ દિવસ એવો નહી ગયો હોય કે મારી ફરીયાદ ન આવી હોય...! કોઇની cycle ના tyre ની હવા કાઢી લેવી. અમારા ઘરે આવનાર પછી એ cycle વાળા હોય કે ambassador વાળા...! હવા કાઢેલા tyre વગર જાય જ નહીં...”

“ધનિયાબાપા તમને ખીજાય નહીં. “

“અરે! ધોઇ નાખતા! પણ સમજે કે માને એ બીજા! આ ધનરાજ નહીં! Tyre નું પુરૂ થાય તો ચાળા શરૂ થાય. મહેમાન વડિલો આવે કે તેમના ચાળા શરૂ! નાની છોકરીઓના ચોટલા ખેચીને ભાગી જતાં. ક્યાંક વળી નવું કુતરું પાળેલું આવે કે તેને ખીજવી-ખીજવીને ભંસાવીને આખી શેરી માથે લઇએ. કુતરાંની પુછડીએ દિવાસળી કરીને આખા ગામને માથે લેતાં. નવી light તે સમયમાં આવી હતી. તેના fuse કાઢીને શેરીમાં અંધારા કરતાં. દિવાળીના વધેલા ફટાકડા ભરબપોરે ફોડીને શેરી માથે લેતાં. ધનિયાબાપા mill એ લઇ આવે તો ત્યાં તોફાન-મસ્તી...” ધનરાજભાઇ સાથે ત્રણેય હસવા લાગ્યા.

“બાપુનો વેપાર વધ્યે જતો હતો. એક સમયે એક સાથે.5-5 mill ધમધમતી હતી. ધનિયાબાપા વેપાર તો હતા જ સાથે મહાગુજરાત ચળવળ દરમ્યાનની ભુમિકાના કારણે રાજકીય વગ ધરાવતા થઇ ગયાં હતા. દક્ષિણ ગુજરાતમાંની દરેક રાજકીય ઘટનાઓથી એઓ જોડાયેલ હોય જ! તેમની કોઇ રાજકીય મહત્વાકાંક્ષાઓ ન હતી. તેમનો તો એક જ ધ્યેય હતો કે સમાજના કોઇપણ પ્રકારની નબળી વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે. સુરતે તેમને ઘણું આપ્યું હતું તો શા-માટે એ ૠણ ચુકતે ન કરે? આ દરમ્યાન એ 1975-77 નો ગોઝારો કટોકટી કાળ! ધનિયાબાપાએ કટોકટી વિરુદ્ધીઓને ખુલીને આશરો-સહકાર-હિંમત આપવામાં જરાય પાછીપાની નહોતી કરી. તેના કારણે સરકારે તેમની પાછળ police લગાડી. આ કારણે મને છોટુભાઇ પારડીવાળાને ત્યાં મુક્યો. છોટુકાકાને પણ નાના પાયે mill હતી. મને ત્યાં મુકી ધનિયાબાપા police થી બચવા ભાગદોડ કરતાં રહ્યા. Emergency માં એકપણ વખત police ધનિયાબાપાને ન પકડી શકી. Emergency પુરી થતાં જ તેઓએ surrender કરી દિધુ હતું. સતત ભાગદોડના કારણે ધનિયાબાપાને ગંભીર રોગ લાગું પડી ગયો જેનો specialist doctors પણ diagnosis ન કરી શક્યા. 1980 માં તેઓ મને એકલા છોડી જતાં રહ્યા. 5 કાપડ mill નો બોજ મારી પર આવ્યો. પણ. હું એ સહી ન શક્યો અને પાંચે-પાંચ કાપડ mill ગુમાવી બેઠો...! જે ધનિયાબાપાનો પડ્યો બોલ ઝીલતાં. જે ધનિયાબાપાને કારણે આગળ આવ્યા હતા એ ધનિયાબાપાના આ છોકરાંની વ્હારે આવ્યા. આવ્યા તો એક જ છોટાલાલ પારડીવાળા! સાચું કહું તો મારા બાપુ મારા માટે જેટલા નિશ્ચિત અથવા તો નિષ્ફિકર હતા તેટલા જ છોટુકાકા મારા પ્રત્યે ચિંતિત હતા. પહેલાં મને પેઢીએ મહેતા તરીકે કામ આપ્યું. પણ મારી ઝડપી સમજણને કારણે અને કાપડ પ્રત્યેની સુઝને કારણે તેઓ મારી અંદરના સાહસિક ધનરાજને પિછાણી ગયા અને 20 વર્ષની ઉંમરમાં શહેરા દરવાજા પાસેની mill નો કાર્યભાર મને સોંપ્યો. અલબત્ સાવ મારામાં સ્થિરતા નહોતી આવી. તોફાન-મસ્તી તો ત્યારે પણ હતા. છોટુકાકાનો વિનય મારો નવો સાથી બન્યો હતો. છતાં છોટુકાકા મને બદલાવવા માટે હાર નહોતા માન્યા. જેમ-જેમ ભુલ થતી જાય તેમ-તેમ તેઓ સુધારવામાં મદદ કરતાં જાય. મારા કારણે તેમણે અનેક મોટા order ગુમાવ્યા હતા. છતાં તેઓએ મને છોડ્યો નહી...” ધનરાજભાઇ ચા પીવા અટક્યા. માહોલ ખરેખર જામ્યો.

“આ બધા વચ્ચે પણ જીવનમા રસ ન હતો. છોટુકાકાએ દિકરાની જેમ રાખ્યો હતો છતાં સતત કઇંક ખૂટતું હોય તેમ લાગ્યા કરતું. જીવન જાણે machine બની ગયું હતું. એકની એક ઘરેડ જિંદગી કંટાળાજનક થઇ ગઇ. આ સમયમાં હું નશો કરતો થઇ ગયો. Cigarette ની આદત પડી ગઇ...”

“છોટુકાકા રોકતાં નહીં,” નિત્યાએ જીજ્ઞાસાપૂર્વક પુછ્યું, એના કારણે માહોલ કંટાળાજનક થતો અટકતો.

“એ શું મને રોકવાનાં એમણે તો મને બીજા જ નશાની લતે ચડાવ્યો હતો. જોકે એ નશાની અસર મને ઓછી થતી. આજે પણ ઓછી થાય...” બધા હસવા લાગ્યા. “...તો મારી રણ જેવી જિંદગીમાં તારી કાકી ધર્મિષ્ઠા નામનો વરસાદ થયો અને મારી જિંદગીમાં હરીયાળી છવાઈ ગઇ. વિનયના કારણે અમારી પ્રથમ મુલાકાત થઇ. જોકે શરૂઆતમાં જ અમે ઝઘડી પડ્યા. મારા જેવા આવારા યુવાનને manners ક્યાંથી હોવાનાં. જ્યારે ધર્મિષ્ઠા discipline માં માનનારી. અને કેમ ન હોય? આખરે શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ગોવર્ધનલાલ મણિયારના દિકરી હતા. ગરીબી કઇ બલાનું નામ છે એ ધર્મિષ્ઠાએ ક્યારેય સાંભળ્યું જ નહોતું. છતાં પછીની મુલાકાતોમા એક-બીજા પર રસ પડ્યો. પહેલીવાર વિજાતિય આકર્ષણ થયું. અલબત્! જ્યાં-ત્યાં મળવું-love latter લખવા-ખોટા પ્રેમના સ્વપ્નો રાચવા એ અમારા પ્રેમમાં નહોતું. હાં! અમે મળતાં. પણ. અમારી મુલાકાતનો સમય અને સ્થળ નિશ્ચિત હતાં. શહેરા દરવાજા પાસે આવેલી હાલની ધનરાજ textile mill! ત્યારે છોટુકાકાની હતી. ત્યાં અમે મળતા. મોટેભાગે હું જ મારી દુખીયારી વાતો કરતો. એ બસ સાંભળ્યાં કરતી. મને હિમ્મત આપતી રહેતી. અમને ધીરે-ધીરે લાગવા લાગ્યું કે અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ. અલબત અમે નક્કી કર્યું કે જ્યાં સુધી અમે પગભર ન થઇએ ત્યાં સુધી અમે લગ્ન નહિં કરીએ. આમનેઆમ દિવસો પસાર થતાં ગયાં. તેવામાં એક દિવસ ધર્મિષ્ઠાની પાછળ-પાછળ આવતો ધર્મિષ્ઠાનો નાનો ભાઈ ઋષિકેશ mill સુધી આવી પહોંચ્યો. ધર્મિષ્ઠાના ગયાં પછી તે મને મળ્યો. બે-ચાર ગાલે ચોપડીને મારો અત્તો-પત્તો પુછ્યો. છોટુકાકા મારા માલિક છે એ જાણતા જ એ છળી મર્યો. કારણકે ગોવર્ધનલાલ-છોટુકાકા વચ્ચેની વર્ષોથી ચાલતી આર્થિક-સામાજિક હરીફાઇ જગપ્રસિદ્ધ હતી. તેમાંય મારૂં-ધર્મિનું love-affair ઉમેરાયું. છોટુકાકાએ આ હરીફાઇમાંથી દૂશ્મનીમાં ફેરવાઇ જતાં અટકાવવા મને ધર્મિષ્ઠાથી દુર રહેવા સમજાવ્યો. હું આજ્ઞાંકિત થઇ માન્યો પણ ખરો. ધર્મિને ભુલવા માટે ખુબ પ્રયત્ન કર્યો પણ ભુલી ન શક્યો. તો ધર્મિષ્ઠા પણ મને ક્યાં ભુલી શકે તેમ હતી. વિનયને mediator કરી ધર્મિષ્ઠાને મળ્યો. બન્નેએ મણિયાર પરીવારને સમજાવવા-મનાવવાનો નિર્ધાર કર્યો. ખુબજ પ્રયત્ન કર્યાં. ગોવર્ધનબાપા માન્યા. તેમને મારી mill ની પ્રગતિ થતાં જોઇ મારાં પર વિશ્વાસ બેઠો. પણ. ૠષિકેશ ન માન્યો! અંતે યુવાનીનો જોશ કહે કે મુર્ખાઇ! અમે ભાગી જવા તૈયાર થયા. પણ ભાગવું ક્યાં? બન્ને વેપારી પેઢી ગુજરાતભરમાં પ્રખ્યાત હતી. ૠષિકેશ અમને પાતાળમાંથી પણ શોધી શકે તેવી વગ ધરાવતો હતો. ત્યારે તારા પપ્પા Mr નવિન પટેલ અમ પ્રેમીપંખીડાને વ્હારે આવ્યા. અમારી ઓળખ છોટુકાકાને ત્યાં કામને કારણે થઇ હતી. તારા પપ્પાની વાતો પણ પ્રેરણાદાયક છે ગરીબ ખેડુતને ત્યાં જન્મ્યો. દારૂણ ગરીબી વચ્ચે ભણી-ગણીને મોટો થયો. સુરત આવ્યો ત્યાં 2-4 પૈસા કમાયો ન કમાયો કે મહેસાણાથી પાછાં આવવાનો કોલ આવ્યો. મહેસાણા આવી નગરપાલિકાને નોકરીમાં ગોઠવાયો. નૈનાબે” ન સાથે લગ્ન કર્યા. તારા મમ્મી તો દેવી સમાન હતા. ઘરમાં એક સાંધે તો તેર તુટે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ મને-ધર્મિષ્ઠાને આવકાર્યા...”

“..અને ધર્મિષ્ઠાબેનના પગલાંના કારણે અમે બે પાંદડે થયા. ઘરમાં રિધ્ધી રહી. પુરૂષોત્તમભાઇ સાથે મેળાપ થયો...” ધનરાજભાઇ સાથે નવિનભાઇ પણ યાદો વાગોળવા લાગ્યા. “અભિનવ ગુજરાત પક્ષમાં જોડાયા. દિવ્યરાજકાકા સાથે. દેવરાજ સાથે મેળાપ થયો...”

“..એટલે આ બધું ધર્મિષ્ઠાના આવવાથી થયું... મારા આવવાથી નહી?...”

“અરે ના! યાર! મારો કહેવાનો અર્થ એ ન હતો...”

“તો શું છે તારા કહેવાનો અર્થ..” ધનરાજભાઇની મજાક ન સમજી શકેલ નવિનભાઇ પોતાની જ વાતમાં અટવાયાં.

“અરે! જવા દેને એ વાત...”

“ના! ના! ભાભીઘેલા! આજે તો નકકી થઇ જ જાય કે તું કોના તરફ છે... જ્યારે હોય ત્યારે ભાભીની તરફદારી કરે છે... નૈનાબે”ન હોત તો એ મારો સાથ આપત...” ધનરાજભાઇથી બોલતાં તો બોલાય ગયું પણ નૈના યાદ આવતાં નવિનભાઇની આંખો ભીની થઇ ગઇ. એ જોઇ નિત્યા પણ રડમસ થઇ ગઇ. ધનરાજભાઇને અફસોસ થવા લાગ્યો. “એ નવિનીયા! યાર! રડ નહીં. જો તારા કારણે નિત્યા પણ રડમસ થઇ ગઇ...” નવિનભાઇએ નિત્યા તરફ જોતાં જ પાસે બોલાવી. નિત્યા પાસે આવતાં જ બાપને ભેટીને રડી પડી. નવિનભાઇ તેણીને શાંત કરવા લાગ્યા. માહોલ ગમગીન થઇ ગયો.

“રડ નહીં બેટા! આ તારો બાપ તારી માઁ જ છેને! મેં મારાથી થઇ શકે તેટલી તારી માઁની ખોટ આવવા દિધી નથી...” નવિનભાઇ તેણીના આંસુ લુછતા પુછ્યું. “ક્યારેય ખોટ આવવા દિધી?” દિકરીએ નકારમાં જવાબ આપ્યો હોવા છતાં બાપ રડી પડ્યો. નિત્યા બાપને શાંત કરવા લાગી. “આજે પણ મને તેણીને ન બચાવવાનો વસવસો જતો નથી. તેના રોગનું સચોટ નિદાન છેલ્લે સુધી ન થઇ શક્યું. નિત્યાના જન્મનાં 4-5 વર્ષ બાદ નિત્યાની માઁ. બા-બાપુ! ત્રણેયને ગુમાવ્યા. એ તો ભલું કરે ધર્મિષ્ઠાબેન-દેવિકાબેન-સૌમ્યાબેનનું કે અમારી સાથે રહ્યા અને નિત્યા પરિવારની ખોટ આવવા ન દિધી... ધનરાજ! એક વાત કહું. , “બાપ-દિકરી હવે રડતા ન હતા માહોલ હળવો થતો ગયો.

“બોલને,”

“મને આજે પણ એ દિવસનો વસવસો જતો નથી...”

“ક્યાં દિવસનો વસવસો? નવિન?” ધનરાજભાઇ હવે wheelchair માં જ ટટ્ટાર થઇ.

“2nd October” .

***

- “sir!” Satellite police station ના PI પ્રભાતસિંહ જાડેજા ખુબ થનગની રહ્યા છે ચંદ્રકાન્ત રવેસિયા સાથે આપણી સાઠગાંઠ અંગે પુછવા માટે! એક-બે દિવસમાં જો proof મળ્યા તો તમારી પુછપરછ કરવા માટે court પાસે permission લઇ શકે તેમ છે. એવું આપણા ખબરીઓ કહી રહ્યા છે...” PA પ્રાણજીવન વ્યાસે ખુબ હળવાશ સાથે દ્વારકાથી આવી સીધા પોતાની ‘અનંત industry, SG highway’ ખાતે આવેલી office પહોંચેલા Mr અનંતરાય મહેતાને તેમની ગેરહાજરીમાં બનેલી ઘટનાઓથી અવગત કર્યા.

“એને પુછપરછ નહીં. interview કહેવાય. interview!” Mr મહેતા હસતાં-હસતાં બોલ્યા. સાથે PA પ્રાણજીવન વ્યાસ પણ હસ્યા. “પ્રાણજીવનભાઇ! છોકરડો હજુ નવો-નવો police માં ભરતી થયો છે એટલે રોફ જમાવવા આવા અખતરા કર્યા કરે...”

“..સાહેબ! આ વખતે મામલો થોડો વધારે ગંભીર છે. આપણા stock distribution સાથે સંકળાયેલ ચંદ્રકાન્ત side માં વ્યાજખોરી કરતો હતો. તેમાં એક પોળમાં વ્યાજ-દેવાના ડુંગરમાં સપડાઇ જતાં આત્મહત્યા કરી નાખી. હકીકતમાં police case થયો. ત્યારે બહાર આવ્યું કે suicide નહીં. murder છે. પોળવાસીઓએ લાગ જોઇને ચંદ્રકાન્ત વિરૂદ્ધ જુબાની આપી. પકડાતા ચંદ્રકાન્તે તમારૂં અને મગન સોડાવાળાનું નામ આપ્યું. નવલોહિયા PI પ્રભાતસિંહ જાડેજાએ તાબડતોડ મગનની પુછપરછ કરવા ગયો ત્યાં મગન સાથે ઝપાઝપી થતાં મગન બેહોશ થઇ ગયો ને PI તેને Civil hospital લઇ ગયો તો મગન સોડાવાળા ભાગી ગયો...” PA પ્રાણજીવનબાઇની વાત સાંભાળતા જ હંસી-હંસીને Mr મહેતા બેવડ વળી ગયા.

“તો-તો બિચારાની નોકરી ગઇ સમજો! બીચારો! મારા interview લેવાનાં સ્વપ્ન રાચતો હશે ત્યાંસુધીમાં હાથમાં suspension order પણ આવી ગયો હશે.”પોતાની હંસી માંડ-માંડ રોકતાં Mr મહેતા બોલ્યાં, “પણ. મને એક વાત સમજ ન આવી કે મગન સોડાવાળા તો CM રાવળના સાળા Kevin broad નો માણસ છે. તો પછી ચંદ્રકાન્ત સાથે તેની શું સાઠગાંઠ હોય શકે...” Mr મહેતા વિચારવા લાગ્યા.

“Sir! બીજા પણ news છે...”

“બોલો!”

“Sir! Donald નો call આવ્યો હતો. case માં problem આવ્યો છે. lawyer એ case છોડી દિધો છે,”

“પ્રાણજીવનભાઇ! તેમાં ચિંતા જેવું શું છે? રકમ ચુકવીને વધારે સારો lawyer hire કરશું...”

“sir! વાત hire કરવાની નથી. 15-16 years થી case ચાલે છે. 8-8 lawyer બદલાઇ ગયા છે. તેમની પાસે સાબિતીઓ પણ ન હોવા બરાબર છે. આવા case માં આપણું investment lose માં જાય છે. તેના કરતાં real estate માં investment કર્યું હોત તો...” PA પ્રાણજીવનભાઇએ અનુભવી ચશ્મા સાફ કરતાં બોલ્યા.

“પ્રાણજીવનભાઇ! એ case માત્ર case નથી. મિંયા-બીબીનો case હોત તો હું પણ પૈસા ન રોકત. પણ આ case મારાં અંતરની નજીક છે...”

“તો પછી તમે બધા સામે જાહેરમાં case ને support કેમ નથી કરતાં? તમારો support case નું result ધળમુળથી બદલી નાંખશે. બની શકે કે case ની મહત્વની સાક્ષી-મહત્વના proof સામે આવી જાય...”

“એ હાલ પુરતું હું નથી ઇચ્છતો. એક સાથે અનેકના જીવનમાં તોફાન લાવી દેશે...” Mr મહેતા ગંભીર રીતે બોલ્યા, “Donald ને કહેજો કે નવા lawyer ની શોધ આદરે. મને વિશ્વાસ છે કે આ વખતે સારો lawyer મળી જશે...” Mr મહેતાએ આશાવાદ નહોતો ગુમાવ્યો.

-..તો આ બાજુ અવનિ-land!

- “વાહ! મારી દિકરી! આખરે મારી દિકરીએ CA final course માટે qualify કરી જ લીધું...” અવનિ laptop પર CA final course માટે registration કરતાં જોઇ અનિતાબહેન બોલી ઉઠ્યાં.

“..Yes! Mom! Finally! St. 10 બાદ common proficiency test (CPT) પછી IPC Course ના 9 month, 7 papers & 2 group પસાર કરી 3 years ની article ship ના 2 & half year બાદ આખરે ICAT માં CA final course માં Reg. થઇ ગયું... & now! આ 6 month મારા માટે ખુબજ ખાસ છે...” અવનિ reg. Successful નો Massage વાંચતા બોલી ઉઠી. “મમ્મી! હું વૈશાલી પાસેથી papers લેવા જાઉં?”

“જમીને જાને. બેટા! મારે પણ ‘કર્ણ અનાથાશ્રમ’ જવાનું છે તો તારા પપ્પાને Tiffin મોકલીને પછી આપણે સાથે નીકળીશું...”

“ભલે મમ્મી!” અવનિ સહમત થઇ. મમ્મીએ રસોઇ બનાવી. માઁ-દિકરીએ જમ્યુ અને Mr મહેતા માટેનું Tiffin મોકલી દઇને બન્ને બહાર નીકળ્યા.