Amari Pehli Mulakat in Gujarati Love Stories by Ishani Raval books and stories PDF | અમારી પેહલી મુલાકાત

Featured Books
Categories
Share

અમારી પેહલી મુલાકાત

હું જમવાનું બહાર લાવતી હોવ છું માસી અને ઘર ના બધા જમવાની તૈયારી માં હોય છે. પણ મારુ મન વિચારો માં જ ખોવાયેલું હોય છે. જ્યારે થી ખબર પડી છે કે છોકરા વાળા આવાના છે ત્યાર થી હું વિચારો માં જ છું. આમ તો કુસુમ આંટી અને મારા મમ્મી મિત્રો છે એટલે આંટી ને હું ઓળખું છું. પણ સમીર વિશે મને કઈ ખબર નથી. હા એ ખબર છે કે શું કરે છે અને કોઈ કંપની માં જોબ છે. પણ આટલી માહિતી તો બધા ને હોય જ ને. હું જ્યારે ૧૦ માં ના વેકેશન માં હતી ત્યારે મળી હોઈશ એને... પણ કેટલો ટાઈમ થઇ ગયો એ વાત ને હાલ હું કોલેજ ના બીજા વર્ષ માં છું... અને એ ટાઈમ પર તો અમે ભણવાની કોઈક વાત કરી હશે....

લોકો ને એમ લાગે કે આંટી અને મમ્મી તો મિત્રો છે તો આ બધું સરળ છે. પણ આ સરળ નથી હું સમીર ને ઓળખતી જ નથી.. અને અત્યારે જલ્દી નથી થઇ રહ્યું આ બધું??? હું તૈયાર છું?? ત્યાં તો માસી ની બૂમ પડે છે " કોકો હવે પાણી લાવી દે અને તું પણ બેસી જા "

ના મારુ નામ કોકો નથી મારુ નામ તો સુમન છે. પણ મારી મમ્મી નું નામ કોકિલા અને પપ્પા નું નામ કૌશિકભાઈ એમ બંને ના પ્રથમ અક્ષર ભેગા કરી ને કોકો... મને બધા કોકો જ બોલાવે છે. ઘર માં અને મારા મિત્રો પણ... હું અત્યારે મારા માસી ના ઘરે રહુ છું. કેમ કે મારી કોલેજ મારા ઘર થી દૂર છે અને માસી ના ઘરે થી તો ૧૫ કે ૨૦ જ મિનિટ... એટલે માસી ના ઘરે. માસી, માસા અને બે મોટા ભાઈ અને હું.

હું જમવા બેસું છું પેહલો કોળિયો હાથ માં હોય છે ત્યાં તો અવાજ આવે છે બહાર થી ગાડી નો. અને મારા ભાઈ નો અવાજ આવે છે કે "એ લોકો આવી ગયા" અને હું આશ્ચર્ય થી માસી ને દેખું છું. અને માસી તરત જ ઉભા થઇ ને બહાર દેખે છે અને અંદર આવી ને કહે છે કે "કોકો જલ્દી જા તૈયાર થઇ જા એ લોકો આવી ગયા" અને હું તરત જ ઉભી થઇ જાઉં છું. અત્યારે આવ્યા ?? તો મને કોઈકે તો કેહવું જોઈતું હતું કે સવારે આવના છે... મને કોઈ કહેવાનું જ ભૂલી ગયા?? પણ અત્યારે વિચારવાનો સમય નથી.... હું પાછળ ના દરવાજા તરફ જાઉં છું.. હું અત્યારે કોઈ કામવાળી બાઈ હોય એવી લાગુ છું. માથા માં અંબોળો છે. અને મેં સાદું ટી શર્ટ અને harem પેહર્યું છે... ગોડ આટલી જલ્દી શું થઇ રહ્યું છે... હું અંબોળો છોડી ને વાળ ખુલ્લા કરું છું અને પાછળ ના દરવાજા થી ઉપર ની સીડીઓ તરફ દોડું છું...ત્યાં તો મને સમીર દેખાય છે. ઓહ ગોડ!! સમીર અહીંયા શું કરે છે??? તે પાછળ ના રસ્તે કેમ છે??? ગાડી આગળ પણ તો પાર્ક કરી શકાય ને... અમારી નજરો મળે છે અને હું ત્યાં જ થંભી જાવ છું... ૧૦ સેકેન્ડ સુધી... પણ આ ૧૦ સેકેંડ તો ૧૦ મિનિટ જેવા હતા.. હું સ્વસ્થ થઇ ને ફરી ઉપર સીડીઓ ચડવા લાગુ છું... મારા માં તાકાત નથી કે હું પાછળ વળી ને દેખું.....

ઓહ ગોડ!! એને મને આવી હાલત માં દેખી... હવે તો પાક્કું ના j કેહ્શે... ખુલ્લા લાંબા કાલા વાળ... અને આવા કપડાં કોઈ ચાન્સ નથી કે હા બોલે..

ઉપર પોહચી ને સમય ન હતો મારી પાસે કે વિચારું મારા કપડાં વિશે... એટલે જે હાથ માં આવ્યું એ બ્લુ ટોપ અને વાઈટ લેગિંસ પેહરી ને ફટાફટ તૈયાર થઇ ગઈ... હું નીચે ઉતરી ને પાછળ થી જતી હોવ છું ત્યારે પણ મને સામે એ દેખાય છે પણ આ વખતે હું જોયા વગર જ પાછળ ના રૂમ માં જતી રહુ છું... મારા બે માસી પણ એમની સાથે આવેલા હોય છે... જાણે એવું લાગે છે કે બધા ને ખબર હતી ક્યારે આવવાના છે. પણ મને જ કહેવાનું ભૂલી ગયા પણ હવે શું ... ત્યાં તો મારા મોટા માસી અંદર ના રૂમ માં આવે છે... અને મને પૂછે છે " તો કોકો શું પૂછીશ ??" સાચે મારા માસી મારી સાઈડ છે ને ? અને હું એમની સામે દેખું છું ત્યારે ફરી એ બોલે છે "તને તો કોઈ એક્સપિરિઅન્સ પણ નથી ને ?? આ તો પેહલી વાર સગાઇ માટે કોઈ ને મળી રહી છે એટલે પૂછ્યું"

આગળ માસી કઈ બોલે તે પેહલા હું એમને પૂછું છું "માસી તમે જ કોઈ સલાહ આપો" અને માસી એમની વાત શરૂ કરે છે કે એમને તો માસા ને શું પૂછ્યું હતું. પણ એ કઈ મારા કામનું નથી મને ખબર છે સમીર શું કરે છે હાલ... તો એના ભણતર વિશે પૂછવાનો કોઈ અર્થ નથી...

અને ઘર ના બધા કહે છે કે હવે બાળકો વાત કરી લે તો સારું... અને અમે બંને ઉપર ના રૂમ માં જઈએ છીએ. હું ને સમીર સામ સામે બેસીએ છીએ.... અને મને ખબર નથી પડતી કે હવે શું પૂછીશ હું? કદાચ ૨ કે ૩ મિનિટ સુધી ચૂપ રહ્યા પછી સમીર બોલે છે "સામે બોક્સ માં કઈ છે? કેમ કે હું અહીંયા બેઠો છું અને તારી નજર બોક્સ તરફ જ છે" કેટલો અભિમાની છે.... આવું મેં વિચાર્યું હતું પણ હવે કોઈ વાત કરવા બેઠા હોઈએ અને સામે માણસ તમારી સામે દેખે જ નહિ તો કેટલું અજીબ લાગે.... એટલે હું એની તરફ દેખું છું.

અને પછી અમે વાત શરૂ કરીએ છીએ હું એને પૂછું છું કે એને કોઈ ગર્લફ્રેન્ડ તો નથી ને?? હા મને આ જ પ્રશ્ન મગજ માં આવ્યો એટલે મેં એ પૂછી પણ લીધું .... એને મને પૂછ્યું કે કોકો તારું રિયલ નામ નથી... એટલે મેં હસતા હસતા કીધું ના સુમન નામ છે.. અને અમે આગળ ધીમે ધીમે વાતો શરૂ કરી કોલેજ અને એ બધું...

મેં વાત વાત માં એને પૂછી લીધું કે એનો શું વિચાર છે મને એમ હતું કે ના બોલશે કે વાત ટાળી નાખશે પણ એને તો જવાબ આપી દીધો કે હા મારા તરફ થી હા છે અને તું શું વિચારે છે?? મને નથી સમજાતું કે શું બોલું એટલે હું બોલું છું કે ઓકે. હા અજીબ જવાબ છે મારો પણ શું થાય...

પણ હું અહીંયા જ અટકી જતી નથી હું તો ફરી થી એને કન્ફોર્મ કરવા પૂછું છું કે પાક્કું હા ને? અને એ હા જ બોલે છે. સાચે આજે મેં એટલા અજીબ પ્રશ્ન પૂછ્યા છે અને એનાથી વધારે ફની જવાબો આપ્યા છે.

બધા ના ગયા પછી મમ્મી મને પૂછે છે કે તો શું વિચાર છે? મને યાદ આવે છે એ દિવસ જયારે સમીર ની વાત આવી હતી ત્યારે મમ્મી ખુબ ખુશ હતી. અને ત્યારે મેં મમ્મી ને કહ્યું હતું કે ઓકે મમ્મી જો સમીર ની હા હશે તો હું ના નહિ બોલું... અને હું મમ્મી ને કહું છું " સમીર ની હા છે. તો પણ મમ્મી ખબર નહિ પેહલી જ વાર માં સાચે હા છે કે એને એમ જ હા કીધું હશે..." પણ મમ્મી તો મારી વાત પુરી થાય એ પેહલા જ ખુશ ખુશ થઇ જાય છે.. જાણે એને બધું મળી ગયું હોય.. હું ઉદાસ નથી અને ખુશ પણ નથી... ખબર નહિ આ બધું જલ્દી થઇ રહ્યું હોય એમ લાગે છે...

બીજી વાર તો અમે અઠવાડિયા પછી રવિવાર, ના રોજ સમીર ના ઘરે મળવા ગયા હતા તે એક ઔપચારિકતા બેઠક હતી, કારણ કે અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ જેથી મારા પપ્પાના મોટા ભાઇ જે મારા પરિવારના મુખ્ય વ્યક્તિ છે, તેથી તેમની પરવાનગી પણ જરૂરી છે એટલે કે જાણે પાક્કું કરવા જ મળ્યા હતા. જો કે મારા મન માં તો હજી વિચારો ચાલતા જ હતા…

અમે ત્યાં પહોંચ્યા છીએ, બધા વાતો કરે છે અને પછી હું અને સમીર વાતો કરવા તેના રૂમમાં ગયા... અમે ધીરે ધીરે વાતો કરતા જઈએ છીએ તેમ તેમ મને ખબર પડે છે કે સમીર ખુબ શાંત સ્વભાવ નો છે. પોતાની લાગણી એ શબ્દો માં વ્યક્ત નથી કરી શકતો. પણ હવે મને કઈ અજીબ નથી લાગતું જાણે એ સમીર સાથે વાત કરતા કરતા હવે મારે વિચારવું નથી પડતું.... અડધો કલાક પછી પણ અમે અમારી વાતો માં હોઈએ છીએ.. અમે એક બીજા ને નંબર પણ આપ્યો નથી હજી સુધી... હું વિચારતી હો છું કે કેવી રીતે પૂછું ત્યાં તો સમીર બોલે છે

"મારી પાસે તારો કોઈ ફોટો નથી શું અત્યારે એક ફોટો લઈ શકુ? જો તને વાંધો ના હોય તો??" અને હું હસતા હસતા બોલું છું

"ફોટો લેવો હોય તો મને તારો નંબર આપવો પડશે" અને પછી અમે બંને જોડે હસીએ છીએ....

એ દિવસે હું ખુશ હોવ છું. અમારી સગાઇ ની તારીખ નક્કી થાય છે. એ દિવસે ભલે અમે એક બીજા ને પ્રેમ નહતા કરતા પ એકબીજા ને પસન્દ કરવા લાગ્યા હતા. ધીરે ધીરે જાણવા લાગ્યા હતા.... પછી તો રોજ good morning ના મેસેજ સાથે સવાર થાય અને good night ના મેરેજ સાથે રાત... ધીરે ધીરે આમ એક બીજા ને જાણવા લાગ્યા.... હું મારી વાતો બોલ્યા કરું એ સાંભળ્યા કરે.પછી તો જાણ અમારે વાત કર્યા વગર દિવસ જાય જ નહિ....

આજે મારા લગ્ન થઇ ચુક્યા છે. હું અને સમીર બંને ખુશ છીએ. અમારે થોડા ઝગડા પણ થાય જેમ દરેક પતિપત્ની ના થતા હોય છે. હું ખુશ છું કે મારા અરેન્જ મેરેજ થયા છે. કેમકે લગ્ન થાય ત્યાં સુધી તો હું સમીર ને પ્રેમ કરવા લાગી હતી. કોને ખબર હતી કે એ સમીર જેને મારુ નામ કોકો લાગતું હતું અને પેહલી મુલાકાત માં એને મારુ નામ ખબર પડી. એ આજે મારા પતિ છે. અમારી પેહલી મુલાકાત મને હંમેશા યાદ રહેશે... જેને યાદ કરતા જ મારા ચેહરા પર સ્મિત આવી જાય છે.