Safar Mari zindagi ni in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | સફર મારી જિંદગી ની

Featured Books
Categories
Share

સફર મારી જિંદગી ની

"સમય સૌનો આવે છે, પણ હમેશા એની સામે લડો, મહેનત કરો અને એની પાસે થી પોતાનો હક લઈને જ રહો. "

આટલું બોલીને મે મારી સ્પીચ ને પૂર્ણ વિરામ આપ્યો અને તે સાથે જ સામે બેઢેલા પ્રેક્ષકો એ તાળી ઓ નો ગળગળાટ વરસાવ્યો. અને પ્રેક્ષકો નો આભાર માની ને હું એટલે કે આનંદ ગજજર સ્ટેજ પર પોતાની જગ્યાએ જઇ ને બેસી ગયો. મારા જેવા બીજા ધણા બધા ચીફ ગેસ્ટ પણ ત્યાં હાજર હતા. જેમાંથી ધણા લોકો ને જ હું ઓળખતો હતો. અંતે સેમિનાર પૂરો થયો અને અમે બધા ચીફ ગેસ્ટ એક બીજા ને મળી ને અને એક બીજા નો આભાર માની ને છૂટા પડ્યા. હું પણ બહાર નીકળ્યો અને મારી ગાડી માં જઇને બેસી ગયો. મે ડ્રાઈવર ને ગાડી ચલાવવા નો ઈશારો કયૌ અને એરપોર્ટ તરફ જવાનું કહ્યું. મે મારી ધડીયાળ તરફ નજર કરી. રાત ના 11:00 વાગ્યા હતા. મારી પાસે હજી એરપોર્ટ પહોચવા માટે 1 કલાક અને 40 મિનિટ નો સમય હતો. કારણ કે 12:50 ની મારી ફલાઇટ હતી દુબઇ ની. હું આજે ખૂબ ખુશ હતો. કારણ કે આજે આ મારો પ્રથમ સેમિનાર હતો જે ખૂબ સરસ રીતે પૂર્ણ થયો અને પ્રેક્ષકો એ પણ ખૂબ સરસ સહકાર આપ્યો. સાથે સાથે મારા મન માં એક અફસોસ પણ હતો. એક ફરિયાદ હતી જીંદગી સામે. જેણે મને આજે ધણુ બધું આપીને મારી જીંદગી ની એક કિમતી વસ્તુ છીનવી લીધી હતી. જેના વગર હું અધૂરો હતો. અને આજે હું જે કાઈ પણ છું અને અહીંયા સુધી પહોંચ્યો તેનું કારણ હતું તે.

"દેવાંશી.... . મારી દેવું.... . "

આ નામ યાદ આવતા જ જાણે મારું રોમે-રોમ ધ્રુજી ઉઠયું. મારી બધી જ ખુશી ની પળો એક ગમગીન પળો માં ફેરવાઇ ગઇ. અને હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો.

(" આજ થી 4 વષૅ પહેલા કોણ હતો હું? શું હતું મારી પાસે? કંઈ પણ નહોતું મારી પાસે. હું આજે પણ એ દિવસ કંઈ જ નહોતું બચ્યું. મને તો એ પણ નહોતી ખબર કે હું કયાં જઇ રહ્યો હતો. હું રિક્ષા માં બેઠો હતો અને મારા વિચારોમાં મગન હતો. સમય તો મને યાદ નથી પણ લગભગ 8 વાગ્યા હતા. રસ્તા પર બહુ લાઈટો ના હોવાના કારણે રિક્ષા માં પણ અંધારું હતું. અચાનક મારા ફોન ની રીગ વાગી અને મે જેવો ફોન ઉપાડયો કે સામે થી નિકેતન નો અવાજ આવ્યો.

નિકેતન :- આનંદ, કયા છે તું? અને મને તારા વિશે સાભળવા મળ્યું એ?....

હું :- હા યાર, તે જે સાભળયુ એ બધું જ સાચું છે.

નિકેતન :- હા પણ જે કઇ હોય એ બધું મને ડિટેઇલ માં વાત કર.

હું :- હા યાર, મને નહોતી ખબર કે વિશાલ મારી સાથે આવો દગો કરશે. એ અત્યાર સુધી મારી નજર માં મારો બિઝનેસ પાટૅનર હતો. મે એના પર આઘળો વિશ્ર્વાસ કરી ને એને બિઝનેસ પાટૅનર બનાવ્યો હતો. પણ એ પૈસા માટે મિત્રતા ના નિભાવી શકાયો. એ પૈસા માટે મારી કંપની ની બધી ડિટેઇલ બીજી કંપની ઓને વેચી રહ્યો હતો અને આ વાત મારી મન બહાર હતી અને આજે બીજી કંપની ઓ સાથે મળી ને અને મારી ડુપ્લીકેટ સાઇનો કરી ને આખી કંપની પોતાના નામે કરી નાંખી અને મને... મે કેટલી મહેનત કરી હતી આ કંપની નાખવા માટે અને આજે મને... જ્યારે માણસ ના દિવસ ખરાબ હોય અને મજબૂરી હોય ત્યારે બધા એનો સાથ છોડી દે છે. ઈશાની એ પણ આવું જ કયું. એ પણ અત્યાર સુધી મારી સાથે પ્રેમ નું નાટક જ કરી રહી હતી. એ પણ વિશાલ સાથે જ હતી. અને વિશાલ ને જ પ્રેમ કરતી હતી. ફક્ત પૈસા માટે થઈ ને એ બને એ મારી સાથે આટલો મોટો દગો કયૉ. મારું ધર, ગાડી, બેક બેલેન્સ બધું જ છીનવી લીધું. એ બન્ને એ થઈ ને આજે એક અનાથ ને ફરીવાર અનાથ બનાવી દીધો. શું લોકો માટે સંબંધ કરતાં પૈસા વધુ અગત્ય ના હોય છે. . ? લોકો પૈસા માટે સંબંધ કરતાં પૈસા વધુ અગત્ય ના હોય છે. . ? લોકો પૈસા માટે આટલી બધી હદ સુધી નીચા જઇ શકે છે. . ? હવે મને તો એ પણ નથી ખબર કે મારે જવું કયાં... ? શું કામ કરવું..... ?

નિકેતન :- સારું ચાલ ચિંતા ના કરીશ. ઉપરવાળો બેઠો છે. એ બધું જોવે છે. એ બધું સારું કરી દેશે. એક કામ કર હવે તું ઘેર આવી જા ચાંદખેડા. થોડા દિવસ અહીં જ રહેજે મારી સાથે. ત્યાં સુધી માં તારા માટે કાઈક નોકરી-ધંધા નું સેટીંગ કરી લઇશું.

હું :- સારું ચાલ જોવું.... હું આવીશ...

મારી વાત પૂરી થતાં જ મે ફોન કટ કર્યો અને મારો મોબાઇલ ખીચા માં મૂકયો.

એકસ કયૂઝમી..... ( મારા કાન માં મીઠો અવાજ સંભળાયો. જે મારી બાજુ માં જ બેઠેલી એક છોકરી નો હતો. હું મારા પોતાના વિચારો માં એટલો મગ્ન હતો કે મને તો એ પણ નહોતી ખબર કે મારી બાજુ માં કોઈ સ્ત્રી બેઠી હશે.

મારા માં એની સામે નજર મિલાવવા ની હિંમત નહોતી છતાં પણ એની સામે જોયું. અંધારામાં એનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. એટલા માં ફરી વાર એનો અવાજ આવ્યો.

મિસ્ટર આનંદ ગજજર?....

હા ... પણ તમે... ?

હેલ્લો સર... આઇ એમ દેવાંશી પટેલ.... તમારા વિશે ધણુ સાભળયું છે અને વાચ્યું પણ છે....

હું :- થેકયુ દેવાંશી...

દેવાંશી :- હું પણ એક IT એન્જિનિયર છું મેં અત્યારે તમારી બધી વાતો સાંભળી અને હું દિલગીરી છું કે તમારા સાથે આવું થયું... જો તમને વાંધો ના હોય તો હું તમારી હેલ્પ કરી શકું. . ?

હું :- હેલ્પ... કઇ રીતે. . ?

દેવાંશી :- હું અત્યારે જે કંપની માં જોબ કરું છું ત્યાં એક IT એન્જીનીયર માટે વેકેન્સી છે. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે ત્યાં જોબ કરી શકો છો. . !

હું: - મને જોબ મળતી હોય તો મને એ કરવા માં કોઈ પ્રોબ્લેમ નથી. હું જરૂર કરીશ થેકયુ... પણ કંપની કઇ જગ્યાએ છે અને ઇન્ટરવ્યૂ કયારે છે... ?

તેણે પોતાનો પસૅ માંથી મને એક કાડૅ આપ્યું. જેમાં ઓફિસ નું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ હતો. પાછળ તેણે પોતાનો નંબર લખી આપ્યો અને બોલી કે કોઇ કામ કે મદદ ની જરૂર હોય તો ચોક્કસ બોલજો. ગોતા પહોચતા એણે રિક્ષા ઉભી રખાવી અને બોલી મારું સ્ટેન્ડ આવી ગયું. એ જયારે રિક્ષા ની બહાર નીકળી ત્યારે તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો. લાંબા કાળા રંગ ના વાળ, ગુલાબી હોઢ, નાનુ નાક, વર્ણ ધોળી, અને ચહેરા પર પહેરેલા કાળી ફ્રેમ વાળા ચશ્માં ને કારણે વધુ કયૂટ દેખાઈ રહી હતી. મન માં નિઃસ્વાથઁ સેવા નો ભાવ અને દિલ ની ભોળી...

મે નિકેતન ને ફોન કયોઁ અને કહ્યું હું અત્યારે તારા ઘરે આવી રહ્યો છું. એને પણ નિઃસ્વાર્થ ભાવે મને આવકાર આપ્યો. એ દિવસ ખરેખર મારી જીંદગી નો ખરાબ નહીં પણ સારો દિવસ હતો. ભગવાને મને એક એવો રસ્તો દેખાડયો જે મને સફળતા ના સોપાન પ્રાપ્ત કરાવવા ની હતી. અને એ રસ્તા નું નામ હતું, દેવાંશી...

હું નિકેતન ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને બઘી વાત કરી. બીજે દિવસે હું તૈયાર થયો અને સવારે 10 વાગ્યે દેવાંશી એ આપેલા એડ્રેસ પર પહોંચી ગયો. અને ત્યાં જઈને તેને કોલ કયોઁ.

હું :- હાલો, દેવાંશી આનંદ બોલું છું. ? તમે કયા છો. ? હું ઓફિસ ની બહાર ઊભો છું. .

દેવાંશી :- એક મિનિટ, હું બહાર આવું છું.

તે મને લેવા માટે બહાર આવી. હું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો અને મારા સારા નોલેજ ના કારણે મને જોબ પણ મળી ગઈ, ઇન્ટરવ્યૂ પૂરું થતાં હું અને દેવાંશી બહાર કોફી શોપ માં ગયા કારણ કે મારે ટ્રીટ આપવાની હતી. અને આ સાથે જ કોફી શોપ માં અમે અમારી મિત્રતા ની શરૂઆત કરી. અમે બને એ પોતાની પસૅનલ લાઇફ એકબીજા સાથે શેર કરી. હવે ધીરે-ધીરે જોબ સાથે અમારી મિત્રતા વધુ ગાઢ બનવા લાગી. અમારો બંને નો IT એકસપિરિયન્સ સારો હતો. જેના લીધે અમે બંને એ પોતાની કંપની સ્થાપવા નું વિચાર્યું. અને અમે બંને એ પોતાનો વિચાર અમલ માં મૂકવા માટે મહેનત શરૂ કરી દીધી... મારા અમૂક જૂના કોન્ટેક્ટ અને મિત્રો ને કારણે અમને નાણાકીય સપોર્ટ મળી રહે તેવો હતો. અને મારી આશા સફળ રહી. તે લોકો પણ અમને મદદ કરવા રાજી થયા. અમે લોકો એ લગભગ 2 વષૅ ની મહેનત બાદ અમારી કંપની એક લાજૅ સ્કેલ માં કન્વર્ટ કરી નાંખી. આ 2થી3 વષૅ માં ઘણું બધું બદલાઈ ગયું હતું. મે મારી પોતાની ગુમાવેલી નામના પણ પાછી મેળવી લીધી હતી. મારી અને દેવાંશી ની મિત્રતા વધુ ગાઢ બની રહી હતી.

"સાચે જ, દેવાંશી મારી કિસ્મત હતી. તે મારા માટે લકી હતી. જયાર થી મારી જીદંગી માં આવી ત્યાર થી એણે મારી જીદંગી બદલી નાખી હતી. આજે હું જે કાંઈ બન્યો તેની પાછળ દેવાંશી નો હાથ હતો. એનો સાથ હતો. અને તેની આ કિંમત હું કયારે પણ ચૂકવી શકું એમ નહોતો. તે થી મેં મનોમન નક્કી કર્યું કે મારે દેવાંશી ને મારી લાઇફ પાટૅનર બનાવવા ની છે. મારી આખી જીદંગી મારે એની સાથે પસાર કરવી છે. સારી એવી તક જોઇને મે દેવાંશી ને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું. અને એક દિવસ એની સામે લગન નો પ્રસ્તાવ મૂકી દીધો. દેવાંશી એ પણ એક હલ્કા સ્મિત અને ઘીમાં અવાજ સાથે હા કહી ને મારા પ્રસ્તાવ નો સ્વીકાર કરી લીધો. અને અમે બંને એ દેવાંશી ના માતા-પિતા ને પણ અમારા સંબંધ વિશે વાત કરી અને એમને રાજી ખુશી થી રજા આપી દીધી. "

બધું જ સારું અને સુખેથી ચાલતું હતું. પણ કદાચ કિસ્મત ને કાઇક અલગ જ કરવું હતું અથવા મારો સારો સમય પૂરો થવા આવ્યો હતો. તે દિવસ મારા માટે વધુ જ ખરાબ હતો... મારી ના પાડવા છતાં મને દેવાંશી મૂવી જોવા લઈ ગઈ હતી. મૂવી જોયા પછી મેં મારી કાર એક હોટલ એ ઉભી રાખી. હું હજી બહાર નીકળું એ પહેલાં જ દેવાંશી ગાડી નો દરવાજો ખોલીને બહાર નીકળી અને તેજ સમયે એક ગાડી પૂરપાટ ઝડપે રોંગ સાઇડ માં આવી અને દેવાંશી ને અડફેટે લેતી ગઇ. … મારી દેવું 5 ફટ જેટલી હવામાં ઉછળી ને નીચે પટકાઈ. મારી આંખો ત્યાં જ ફાટી રહી. .

હું ફટાફટ ગાડી માં થી બહાર નીકળ્યો અને દેવું પાસે પહોંચ્યો. દેવું આખા શરીરે લોહી લુહાર થઈ ગઈ હતી. અને બેભાન હાલત માં પડી હતી.

"દેવું.... ઉઠ પ્લીઝ.... શું થયું તને..... . ?

"હું તને કાંઈ નહીં થવા દવ. . એમ્બ્યુલન્સ પ્લીઝ. . સમવન હેલ્પ મી... "

ધ્રુજતા હાથે અને રડતા-રડતા હું મદદ ની ભીખ માગવા લાગ્યો. આજુબાજુ માથી 2-4 લોકો આવ્યા અને એમ્બ્યુલન્સ બોલાવી. અમે લોકો દેવું ને હોસ્પિટલ લઈ ગયા. મારા માં તો હવે બોલવા ની પણ હિમ્મત નહોતી રહી. ડોકટર આવ્યા અને ચેક કરી ને મારી સામે નકાર માં માથું ધુણાવ્યું.... .

હું એ ક્ષણે ત્યાં ફક્ત એક પૂતળું બનીને ઉભો હતો. મારી આંખ માંથી ફક્ત આસું જ નીકળી રહ્યા હતા... )

સાહેબ.... . કયા ખોવાઈ ગયા? એરપોર્ટ આવી ગયું, ડ્રાઈવરે મને ઉઠાડતા કહ્યું અને એ સાથે જ હું મારા ભૂતકાળમાં થી બહાર આવ્યો... મે મારી બેગ ઉઠાવી અને ભીની થયેલી આંખો ચોળતાં-ચોળતાં હું એરપોર્ટ તરફ ચાલવા લાગ્યો....