આ એ જ એટલે “ આભા”
આજ નો દિવસ નિખીલ પંડ્યા માટે ખાસ હતો એના બે મૂખ્ય કારણો હતા, એક આજે એનો જન્મદિવસ હતો અને બીજું આજના જ દિવસે એનુ કંપની મા ઊચા હૉદૅ પ્રમોશન થયુ હતુ. આ બન્ને ને એક સાથે ઉજ્વવા નિખીલ એની ભાવી પત્ની નિકિતા ને લઈને શહેર ના બાગ ફરવા આવ્યો હતો જ્યા એ કોઇ ત્રીજા વ્યક્તિની આવવાની રાહ જોઇ રહ્યો હતો. સમય ધીમે – ધીમે આથમતા પગલે વહી જતો હતો તેમ નિકિતાની ધીરજ ખુટતી જતી હતી છેવટે એને મૌન તોડ્યુ અને નિખીલ ને પુછયુ: આજના આટલા મોટ દિવસની ઉજવણી શુ આમજ ક્રરવાની છે? નિખિલ જાને કોઇ વાત સાભળીજ ન હોય એમ મૌન બેસી રહ્યો એટલે નિકિતાએ નિખિલનો હાથ પકડીને કહ્યું હવે જો આમજ બેસવાનુ હોયતો હુ એક પળ પણ બેસવા માગતી નથી.મોડુ થાય તો મારે ધરે જવાબ દેવા પડે છે.
નિખીલ સમજી ગયો કે હવે નિકિતાની ધીરજ ખુટી છે એટલેએને વળતો જવાબ આપ્યો..” તું મને મેળવીને ખુશતો છેને નિકિતા ત્યાજ નિકીતા એ કહ્યુ કે તે પોતાની જિદગી મા મળેલ અને જિદગી આપેલ અનમોલ ભેટ છે, તો બસ ત્યારે તારે જણવુ છે કે આજે આ ભેટ કોને લિધે તને પ્રાપ્ત થઇ છે તો સમયને રોકી ને સાભળ...”
“ આજ થી પાચ વરસ પહેલાની વાત છે.હુ કૉલેજ પુરી કરીને ધણા સપનાઓ અને મસમોટી જવાબદારીઓ વચ્ચે આ શહેર મા આવ્યો હતો, નોકરી માટે ખુબ ભટક્તો રહેતો સાથે-સાથે વધતી જતી બેકારી સાથે અને મોટા સપનાઓની વચ્ચે પીસાતો જતો હતો, બેકારી વધતી જતી હતી અને વળી ધીરજ ખુટતી જતી હતી . કદાચ એ વખતની બેકારી જાણે ધર કરી ગઇ હોય એમ જવાનું નામ લેતી ન હતી. દરેક દિવસે નવી આશા સાથે ઉગતો અને સખત નિરાશા વચ્ચે પુરો થતો હતો .ધરે થી આવતા પત્રો ના જવાબ આપતા –આપતા હુ બધા ક્ષેત્રે હારતો હોઉ એમ લાગતું હતું.
અને બસ એક સાજે મે નિણ્ર્ય કરી લીધો કે હવે આપણા માટે આ દુનિયા મા કોઇજ હેતુ બાકી રહેતો નથી એટલે સસત નીરશા ની વચ્ચે મે જિદગી ને ટુકાવી દેવાની સમજણ પાક્કી કરી લીધી જેથી કરીને બધાજ સ્વપ્નો સાથે જિદગી ની અધૂરી આશાઓ પણ પુરી થઈ જાય. જિદગી ના એ દિવસો હુ ક્યારેય ભૂલી શકુ એમનથી...બોલતા ની સાથે નિખીલ ના સ્વાસ માં ડૂમો ભરાઇ આવ્યો,હવે અટક્યો એની આ માનસીક પરીસ્થીતીથી નિકીતા ક્યારેય વાકેફ ન હતી આજનો સફળ ગણાતો આ વ્યક્તિ એક સમયે જિદગી થી હારી ગયો હતો આજે એને પહેલીવાર એમ લાગ્યુ કે જાને નિખીલ ની આ બાજુએથી એ સાવ અજાણ હતી એટલે એ નિખીલને પુરી રીતે જાણવા માગતી હતી અને વચ્ચે કઇજ ન બોલતા માત્ર એની સામે જોઇને બેસી રહી જેમ કોઇ બાળક વિસ્મ્યતાથી જોતુ એમ; નિખીલ પછી શું બન્યું? આતુરતા પુર્વક નિકિતા એ પુછ્યુ અને નિરુતર બનેલા નિખીલ એ આખરે મૌન તોડ્યુ.” મેં વીચાર્યુ કે હવે આત્મહત્યા એજ માત્ર ઉપાય છે એમ વિચારી હુ આખો દિવસ ભટકતો રહ્યો જેમ સાજ પડતી જતી એમ મરવાનો વિચાર વધારે ને વધારે પ્રબળ બનતો જતો હતો, જેમ પતગીયુ દિશા ભુલીને ભટકે તેમ ભટકતો- ભટકતો આ બાગ માં આવી ને બેઠો હતો,બાગ મા ચહલપહલ ઓછી હતી પણ મારી ભીતર તો તોફાને ચડ્યુ હતુ, સાજ જેમ ઢળતી હતી એમ હુ પણ જાણે આથમવાની તૈયારી કરતો જતો હોય એવુ લાગતુ હતુ. ત્યાજ મરી નજ્રર એક ગરીબ છોકરી પર પળી એ એના નાના ભાઇ સાથે ત્યા રમી રહી હતી વળી સાથે-સાથે પસાર થતા વ્યક્તિઓ પાસે માગણી પણ કરતી હતી .હુ બસ એને જોઇ રહ્યો હતો લગભગ બધીજ વ્યક્તિઓ એના તરફ ખિન્ન ભાવે જોતી પણ જાને એના પર કોઇ અસર ન હતી એ ફરી પાછી એના ભાઇ ને રમાડવા લાગતી જાણે કઇજ બન્યુજ નથી.
હૂ માત્ર મુક સાક્ષી બનીને આ ધટના નીહાળી રહ્યો હતો મને અચનાક્જ એને મળ્વાનુ મન થયુ જાણે કોઇ કુદરતી સન્કેત મને એની તરફ ખેચી રહ્યો હતો,મે થોડી વાર સુધી એની પ્રવુતિમા લીન બની ગયો હતો છેવટે ઢળતી સાજ અને પક્ષીઓ ના કલરવે મારી સમાધી તોડી અને હુ એની પાસે જઇ ને સહજ્તાથી પુછ્યુ તને આમ બધા તીરસ્કારે છે તો ખોટુ નથી લાગતુ તને આ જિદગી બોજ નથી લાગતી, તુ જ્યારે બીજા બાળકોને જૂએ છે ત્યારે એમ નથી લાગતુ કે ભગવાને તારી સાથે અન્યાય કર્યો છે અને છેલ્લે તો પુછી લિધુ કે તને એમ નથી લાગતુ કે આ જીવન કરતા મોત સારુ”
અને એ મારા છેલ્લા વાક્ય પર હસી અને કહ્યુ મે પણ મારા પિતાને એમજ કહ્યુ હતુ, હુ જાણુ છુકે કે એ સખત મહેનત કરે ત્યારે અમારા ધરમા માડ જમવાનુ થાય છે અમારે કોઇજ તહેવાર હોતા નથી અમારે કોઇજ શોખ હોતા નથી અને હોય છે તો માત્ર સગવળ નો અભાવ, મે ધણીવાર એમને પુછ્યુ છે કે શુ આપણે ભગવાનના લાડ્કા નથી ? પણ એ અમને સમજાવે છે કે ભલે આપણે સગવડનો અભાવ રહે પણ સમજણ નો અભાવ ન રહેવો જોઇએ, આપણને ભગવાને માણસ બનાવી આપણા પર ભરોસો મુક્યો છે અને જો આપણે આત્મહત્યા જેવો વિચાર પણ કરીએ તોએ પાપ અને નરી કાયરતા છે.
એનો જવાબ જાણે મારા માટે સજીવની હોય એમ મે વળતો પ્રસ્ન ક્રર્યો તુ તો ધણુ બધૂ જાને છેને એને સહજ્તાથી જવાબ આપત કહ્યુ નહી મારા પિતા જીવન વિશે શુ માને એ મે તમને કહ્યુ કારણ કે મે ભગવાનને જોયા નથી પણ મારા પિતા ને જોઉ છુ એટલે લાગે છે કે ભગવાન પણ કઇક આવુજ વિચારતા હશે.
મને સમજાતુ ન હતુ કે જે ઉપદેશ સંતો અને ગુરુઓ ન આપી શકે એવી શીખ મને આ નાનકળી બાળા એ આપી દિધી પછી તો જાને જીવન મા આશાઓનો ફુવારો છુટ્યો અને જેમ બાળક નો પુન્ર:જન્મ થાય એમ મારામાજ મારો પુન્ર:જન્મ થયો ત્યાર પછી જિદગી મા શુ બન્યુ એની આજ સાક્ષી છે. હારી ગયેલો માણસ સફળતાના શિખરો પર સવાર થયો, આમ આખના ભીજાયલ ખુણાને સાફ કરતો નિખીલ અટક્યો ત્યારે નિકીતાની આખ પણ ભીની થઇ ગઇ હતી.
નિખીલ મારે એંને મળવુ છે બોલ ક્યારે મળાવે છે નિકીતાએ અધીરાઇ પૂર્વક પુછી લીધુ એના જવાબ માત્ર એટ્લો જ હતો તો તુ શાંન્તી રાખ, ત્યાજ પાછ્ળ થી એક અજાણ્યો અવાજ સભળાયો અને નિખીલ સફાળો ઉભો થઇ ગયો જાણે કોઇ યોગી ધ્યાન માથી કેમ ઉભો ન થયો હોય એમ આ જોઇ નિકીતા અવાક બની ગઇ કે શહેર મોટી કમ્પનીનો ઓફિસર આમ સામાન્ય છોકરી ને જોઇ ને બેઅદબ કેમ થઇ ગયો ? અને તરતજ નિકીતા ને નિખીલે કહ્યુ આ એટલે આભા: મારા જેવા ભટકેલા મુસાફાર ની ગુર્રુ .
આભા હસી “ નિખીલ ભાઇ હજુ તમે મજાકીયાજ છો અને એરે....આ સુદર કન્યા કોણ ? ઓ નિકીતાભાભી, કેમ છો? નિકીતા માત્ર થોડુ હસી શકી પણ હજુ એને એ નહોતુ સમજતુ કે જેના વિશે એ કસુજ જાણતી નથી એ એના વિશે કેવી રીતે જાને છે ત્યાજ આભા બોલી વધારે ન વિચારો મને ભાઇએજ તમારા વિશે ધણુ કહ્યુ છે એટલે તમને મળવા આવી છુ અને જેમ જૂના મિત્રો મળે ને લાબા સમય સુધી ચર્ચા કરે એમ આભા અને નિકિતા વાતોજ કરતા રહેત જો વચ્ચે નિખીલે ન અટ્કાવ્યા હોત તો,
નિકીતા તને ખબર છેને કે આજે ધોરણ ૧૦ નુ પરિણામ હતુ અને ટોપરો ની યાદી જોઇ ને તે મને કહ્યુ હતુ કે જુઓ આ કેટલી તેજસ્વી છોક્રરી છે કે જે આપણા શહેરમા ટોપર છે અને તે એને મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી બરાબર ને : અને એ આજ ટોપર એટલે આભા...
જેને માત્ર મારુજ નહી એનુ જીવન પણ ઉતમ બનાવ્યુ છે ત્યા જ વચ્ચે આભા બોલી ભાઇ તમે મારી પ્રશસા રહેવા દો,મને શુ ખબર હતી કે એ દિવસે તમે તમારી જિદગી પૂરી કરવાના હતા પણ એ પરમાત્માએ એ વખત ની તકલીફો માજ આજની તમારી ઉત્તમ જિદગી લખી હશે.
મારા ભાઇ હવે મારે જવુ જોઇએ કારણ કે મારા ધરે બધા રાહ જોતા હશે અને સાજ ઢળતી જાય છે વળી નાહકના બધા ચિન્તા કરશે હુ આજે તો જાઉ છુ પણ તમારે બેઉ ને મારા ધરે ચોક્ક્સ આવાનુ રહેશે આટલુ કહી ઢળતી સધ્યાની જેમ ધીમે પગલે ચાલતી આભાને નિકિતા અધારામા ઓસરતી જોઇ રહી હતી.
અને નિકીત જાણે મૌન તોડતી બોલી કે નિખીલ તને નથી લાગતુ કે જિદગી ના ઉત્તમ વિચારો ને જાણવા જગત ની કોઇ યુનિવ્ર્સિટી જવાની જરુર નથી, જિદગી ભણતર ની સાથે ગણતરથી જીવાય છે એ મને આજે આભા માથી જાણવા મ્ળ્યુ છે....
-નિકુલ ચાવડા