“અભિજિત અને નાવ્યા એ મેરેજ કરી લીધાં!” નિશા એ ટ્વીટર પર અભિજિત અને નાવ્યા ના લગ્ન નો ફોટો જોતા કહ્યું.
“શુ?” વિકી ના માનવા માં નહતું આવતું કે આવું પણ બની શકે.જે એણે વિચાર્યું પણ નહીં હોય.
“આ જો, એના કોઈ ફેન એ એ લોકો ના ફોટા લીક કરી દીધા છે.” નિશા એ ફોટા બતાવતા કહ્યું.
“ઓહ, હવે સમજાયું કે અભિજિત તારા થી દુર કેમ ભાગતો હતો? એને અચાનક તારી આટલી બધી નફરત કેમ થઈ ગઈ? એ પણ ખિલાડી નીકળ્યો કે તને હાથ માં રાખી બીજી જોડે લગ્ન કરી લીધા. એક તો એ જેલ માં છે ડ્રગ્સ કેસ માં અને બીજું તને દગો દીધો. આમ ને આમ એ એનું સ્ટારડમ ગુમાવી દેશે.” વિકી ને સમજાતું નહતું કે એ શું બોલી રહ્યો છે તેનો પ્લાન નિષ્ફળ ગયો. હવે આગળ શુ કરવું એ પણ સૂઝી નહતું રહ્યું.
“પણ આમ અચાનક એવું કેવી રીતે બને? તે લોકો ને મળે પણ બહુ સમય નથી થયો. તેઓ એટલા સમય માં કેટલા નજીક આવી ગયા કે મને મૂકી ને બીજી જોડે લગ્ન કરી લીધા.” નિશા ને અફસોસ થયો.
“આ બધું તારા પ્રતાપે થયું. હું હમેશા તને કહેતો હતો કે ધ્યાન રાખજે. ક્યાંય કોઈ ભૂલ ન થાય. ગમે તેમ કરી ને એને તારા કંટ્રોલ માં રાખજે. તારો વધુ પડતો આત્મ વિશ્વાસ ના લીધે આ બધું થયું. તને તો એમ જ હતું કે હવે અભિજિત ક્યાં જશે?” વિકી ને નિશા ની બેદરકાળજી પર ગુસ્સો આવી રહ્યો હતો.
“મારા લીધે?” નિશા ની આંખ માં પાણી આવી ગયા. તેણે વિકી સાથે જિંદગી જીવવા ના સપના જોયા હતા. ગરીબી પછી બહુ સમયે પૈસા જોયા હતા. અને આખી જિંદગી ની સલામતી માટે અભિજિત ને ફસાવવા નું વિચારેલું જે સફળ ન રહ્યું.
“હા.” વિકી નું દિમાગ ગુસ્સા થી તપી રહેલું. હવે આગળ શું કરવું એ સમજાતું નહતું. એટલે એ વધારે ના બોલ્યો.
જેવી આ વાત સોશિયલ મીડિયા પર પ્રસરી એટલે તરત જ ટીવી માં સમાચાર પ્રસરી ગયા. અને તમામે તમામ મીડિયા વાળા આ ટોપિક ને બને એટલો વધારે ખેંચી રહ્યા હતા. બધા ને એક નવો મસાલો મળી ગયો હતો. બધા એ પોત પોતા ની રીતે ધારણા કરવા ની ચાલુ કરી દીધી. કોઈ એવું બતાવી રહ્યું હતું કે આ લગ્ન અભિજુત ના જેલ ગયા પેહલા થયા છે. તો કોઈ કહી રહ્યું હતું કે એ અભિજિત ગુપ્ત રીતે જેલ ની બહાર આવી ને નાવ્યા સાથે લગ્ન કરી લીધા. જેટલા મોઢા એટલી વાતો બનતી ગઈ. મીડિયા જેલ માં ના જઈ શકે એટલે નાવ્યા ની શોધ ખોલ ચાલુ કરી. નાવ્યા ની પીજી પર પણ મીડિયા પોહચી ગઈ. પણ નાવ્યા એક દિવસ થી ગાયબ હતી તેની સહેલી કમ રૂમ પાર્ટનર ને પણ ખબર નહતી કે નાવ્યા ક્યાં છે? એની સહેલી ને આઘાત લાગ્યો કે નાવ્યા જેવી સામાન્ય છોકરી એ અચાનક અભિજિત ખુરાના જેવો સ્ટારડમ કેવી રીતે મળે? સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે એને ઈર્ષા થઈ. તેના વાણી અને વર્તન બન્ને માં ઈર્ષા અને અદેખાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તારણ કાઢવા વાળા આરામ થી અનુમાન લગાવી શકે કે એનો જીવ કદાચ બળી બળી ને અડધો થઈ ગયો હશે. તેના ઇન્ટવ્યું પણ ટીવી ચેનલો પર બતાવવા માં આવી રહ્યા હતા. એક ના એક ફૂટેજ વારે વારે બતાવી ને અભિજિત ને નિશાન પર લગાવી રહ્યા હતા. એની સાથે બીજો નવો ટોપિક જોડ્યો કે નિશા સાથે સંબંધો નું શુ થયું હશે? તેનો અંત કેવી રીતે આવ્યો હશે? શુ અભિજીતે સુપર હિટ હિરોઈન ને બાજુ પર મૂકી ને નવી નવી આવેલી ડાન્સ શો માં નામના મેળવી રહી છે એ છોકરી સાથે શુ કામ લગ્ન કર્યા હશે? શુ તેના અને અભિજિત માં સંબંધો ને લીધે જ એને વધારે શો માં પ્રમોટ કરી રહ્યા હશે? કમલ સફારી અને અભિજિત ના સંબંધો જગ જાહેર હતા. કમલ સફારી અભિજિત ની ફિલ્મો માં પૈસા રોકતો, એટલે સ્વાભાવિક રીતે નાવ્યા ને આગળ લાવવા નો પ્રયત્ન થયો હોવો જોઈએ. જાત જાતના નવા સવાલો નો ઉદભવ થયો. સોશિયલ મીડિયા થી લઈ ને બધી જ જગ્યા એ અભિજિત ની ખૂબ જ બદનામી થઈ. જેલ પછી નો આ બીજી ઘટના હતી જેમાં અભિજિત નો ચાહક વર્ગ તેનાથી ખૂબ જ નારાજ થયો હતો.
કમલ સફારી ની હાલત નિશા અને વિકી કરતા વધુ ખરાબ હતી. તેને તો ક્યારેય વિચાર્યું પણ નહતું કે જે માછલી માટે પોતે જાળ તૈયાર કરી રહ્યો છે તે બીજું કોઈ પડાવી ને લઈ જશે. તેને ખુદ ને ખબર નહતી કે તેને કઈ વાત નો ગુસ્સો હતો. તેને નાવ્યા માટે આટલી બધી મેહનત કરી એ નિરર્થક નીવડી એ વાત નો ગુસ્સો હતો કે અભિજિત તેની બની બનાવેલી મેહનત પર પાણી ફેરવ્યું એ વાત નો ગુસ્સો હતો. તેને તેનો અહમકાર જપી ને બેસવા દેતો નહતો. જે માખી જેવડી છોકરી ને આટલી મોટી હવા આપી ને આગળ લાવ્યો એ વાત એને અંદર અંદર ખાઈ રહી હતી. બે કોડી ની ઔકાત વાળી ને નવી જિંદગી આપી ને ફળ કોઈ બીજું લઈ ગયું. નાવ્યા ને શોધવા ના પોતે પ્રયત્ન કર્યા પણ ક્યાંય કોઈ ભાળ મળી નહીં. એટલે વધારે ધુઆપુઆ થયો. તેના થી રહેવાયું નહીં એટલે છેલ્લે એને અભિજિત ને ફોન કર્યો.
“ખૂબ ખૂબ અભિનંદન.” કમલ ટોણો મારતો હોય એમ બોલ્યો.
“થેન્ક્સ.” અભિજિત કમલ ના અવાજ ના લેહકા ની સાથે સમજી ગયો કે કમલ અવળ ચંડાઈ કર્યા વગર નહિ રહે.
“તને હું છોડીશ નહીં.” હવે કમલ થી ના રહેવાયું.
“મેં શુ કર્યું છે?” જાણતો હોવા છતાં અભિજીતે અજાણ્યા બનવા નો પ્રયત્ન કર્યો.
“પાસા ફેંક્યા કોઈએ ને દાવ કોઈ રમી ગયું. તું તો જાણે જ છે ને મારી ગદ્દારી બધા ને ભારે પડે છે. નહિ છોડું તમને લોકો ને.” કમલ ના સ્વભાવ થી અભિજિત વાકેફ હતો. તેને કમલ પાસે થી આવા વર્તન ની આશા હતી. પણ પોતાના અને નાવ્યા માટે નિશ્ચિન્ત હતો, કારણકે નાવ્યા સલામત સ્થળે હતી.
“થાય એ કરી લે.” અભિજિત નો વિશ્વાસ હતો કે કમલ હવે કશું એનું બગાડી નહિ શકે. અને રહી વાત ફાઇનાન્સની તો ખજાનો બહુ દૂર નથી એ મળતા બધી સમસ્યાઓ હલ થઈ જશે.
સમાચાર સાંભળતા જ બાબા નરસિંહ અને ધર્માદેવી આઘાત સાથે આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયા. બન્ને જણા બધા ની હાજરી માં પણ પોતા ના હાવભાવ છુપાવી ના શક્યા. આ વખત મુકિમ સિવાય બધા ને અજુગતું લાગ્યું. બાબા નરસિંહ અને ધર્માં દેવી બન્ને ને એકબીજા સાથે વાત કરવી હતી પણ બધા ની હાજરી એ બન્ને ચૂપ કરી દીધા. આ વખત મુકિમ બે રીતે દુવિધા માં હતો , એક બાબા અને ધર્મા દેવી ના વર્તન ના લીધે કારણકે એ દિવસે ને દિવસે ગેહરુ બનતું જાય છે અને બીજું અભિજિત શુ કરી રહ્યો છે તે સમજતું નથી. એક તરફ નિશા સાથે એના લગ્ન ની વાતો હતી અને બીજીતરફ કોઈ સામાન્ય ડાન્સર જોડે લગ્ન કરી લીધા. તેને અભિજિત ને સમજવો અઘરો બની રહ્યો હતો. હવેલી ના રહસ્યો ની સાથે અભિજિત ના કારનામાં પણ એના માટે અસહ્ય હતા.