અભય
આ પાયલ મારા જીવન માંથી ક્યારે જશે... હમણાં બે જ દિવસ થયા છે ત્યાં તો અમારી બંને કંપની નો જોડે એક પ્રોજેક્ટ છે હું કઈ વિચારું એ પેહલા જ પપ્પા બોલે છે કે " વાંધો નહિ આ પ્રોજેક્ટ તો પાયલ દેખી રહી છે એને કીધું કે બંને કંપની નું કામ એ દેખી લેશે, અને એમ પણ કીધું કે અભય આટલા મોટા પ્રોજેક્ટ માટે તૈયાર નથી. જો કે મને આ વાત ના ગમી પણ મને થયું તારી પણ ના જ હશે ને પાયલ જોડે કામ કરવા માટે ની ?" આ પાયલ નું તો હું શું કરું? મન એના પર એટલો ગુસ્સો આવે છે.... એટલે હું પપ્પા ને કહી દઉં છું કે આ પ્રોજેક્ટ તો હું જ જોઇશ...
પાયલ
મારી અને અભય ની મુલાકાત ને બે જ દિવસ થયા હોય છે ત્યાં તો ફરી આ અભય નામનો રાહુ મારા જીવન માં આવે છે. પાયલ ના પપ્પા બોલે છે " ત્યાં જોડે પ્રોજેક્ટ માટે આપણી કંપની માંથી કોને મોકલવું એ મને સમજાતું નથી... કેમ કે હમણાં મારે બીજા કામ માટે બીજા લોકો ની જરૂર છે. પણ વાંધો નહિ અભય જોડે વાત થઈ મારે એને કીધું કે એ બન્ને કંપની નું કામ દેખી લેશે. મેં કીધું કે પાયલ આવી શકે પણ એને કીધું કે પાયલ ને આ બધું કામ નહીં સમજાય એ ના કરી શકે... એટલે વાંધો નહિ આપણી ટિમ મોકલી દઈશ હું ત્યાં અભય જોઈ લેશે "
પાયલ ગુસ્સા સાથે "શું કીધું એને? મને નહિ સમજાય? હું ના કરી શકું???"
પાયલ ના પપ્પા: હા એવું જ કીધું.
પાયલ: આ પ્રોજેક્ટ તો હું જ કરીશ. કહી દેજો એને
પાપા: પણ તને કોઈ અનુભવ નથી અને તને અભય સાથે કામ માં ફાવશે?..
પાયલ: પાપા એવું કોઈ કામ નથી જે હું ના કરી શકું. પ્લીસ મને આ પ્રોજેક્ટ આપો
પાપા: જો તારી એ જ ઈચ્છા હોય તો એમ. મને તારા પર પૂરો વિશ્વાસ છે.
હું એ અભય ને બતાવી દઈશ કે હું કોણ છું.
અમારી બંને કંપની મળી ને એક ટાપુ છે ત્યાં હોટેલ બનાવા જઈ રહી છે. આમ તો આ ટાપુ નાનો છે પણ ધીરે ધીરે ટુરિસ્ટ વધી રહ્યા છે એટલે અમે ત્યાં એક ફાઈવ સ્ટાર હોટેલ બનાવાના છીએ. સારી જગ્યા પસંદ કરી ને ત્યાં કામ શરૂ કરીશું... હું મારો સામાન પેક કરું છું. ત્યાં આરવ ના દાદી નું ઘર છે જ્યાં અમે રહેવાના છીએ... એરપોર્ટ પર અમે પરિવાર ની વિદાઈ લઇ ને પર્સનલ વિમાન માં બંને બેસીએ છીએ.. એક બીજા સામે અમે દેખતા નથી... થોડી વાર પછી મને કંટાળો આવે છે કે શું કરું... આરવ તો શાંતિ થી સુઈ ગયેલો છે... ખબર નઈ કેટલી વાર લાગશે?....
પણ મનેઅહીંયા કંટાળો આવતો હોય અને અભય સુઈ કેવી રીતે શકે... એટલે હું થોડી મસ્તી કરવાનું વિચારું છું... હું જોર જોર થી ગીતો ગાવા નું ચાલુ કરું છું... કેમ કે મને ગાવા નું ખુબ જ ગમે છે પણ મને રાગ કે તાલ ની કોઈ સમજ નથી.. હું સાચે એક ખરાબ સિંગર છું.
અભય ચમકી ને જાગી જાય છે
અભય: શું છે?? કેમ ચીસો પાડે છે??
પાયલ: હું ગીત ગાઉ છું.
અભય: ગીત?? આ ઘોંઘાટ કહેવાય... બંધ કર.
પાયલ: નહિ કરું.
અભય: દેખ મને સાચે ઊંઘ આવી છે મને સુવા દે...
પાયલ: ના
અભય ગુસ્સા થી દેખે છે " શું ?"
પાયલ: મેં કીધું ના. સંભળાતું નથી?
અભય: તારા ગીતો ચાલુ રહેશે તો સાચે હું બેહરો થઈ જઈશ.
પાયલ: એમાં મને કોઈ વાંધો નથી...
મને મજા આવે છે. પછી તો હું એને સુવા દેતી જ નથી. આજે પેહલી વાર મને ખુશી થાય છે કે હું બેસૂરું ગાઉ છું....
અભય
હું કાલે રાતે સુઈ શક્યો ન હતો અને આજે અહીંયા પણ આરામ મળ્યો નહિ... આ પાયલ ને તો હું જોઈ લઈશ. મારી ઊંઘ ની પથારી ફેરવી દીધી... પણ હવે મારો વારો છે. બદલો લેવાનો..
એરપોર્ટ પર ઉતર્યા પછી અમને જે ગાડી લેવા આવી હોય છે એમાં મારો સમાન મૂકી ને બેસી જાઉં છું.. અને પાયલ મારી સામે દેખે છે ત્યારે હું એને કહું છું " તો મિસ તમને તો બધું ખબર જ હોય છે ને તો મારી શું જરૂર તો જાતે ઘરે આવી જજો..અને જો કઈ ખબર ના પડે તો આ રહ્યો મારો નંબર એના પર પેહલા સોરી બોલજે તો હું કદાચ તને લેવા આવીશ... "
પાયલ: હું સોરી નથી બોલવાની
અભય: તો પછી ફરતી રેજે અહીંયા
પાયલ માત્ર ગુસ્સા માં દેખે છે અને હું ડ્રાઈવર ને કહી ને ગાડી ચલાવા સઁકેત આપું છું. હવે એને ખબર પડશે... થોડા ટાઈમ માં જ એનો ફોન આવશે...
ક્રમશ
***
AURTHOR note
sorry આ book અપડેટ કરવા માં વધારે વાર કરી દીધી મેં...
મને ખ્યાલ છે કે ટાપુ અને બીજી વાતો કંઈક વધારે ફિલ્મી થઈ ગઈ હશે અમુક વાચકો માટે પણ આ વાર્તા એ રીત ની જ છે. બંને પૈસાદાર છે અમીર છે...
કેટલા લોકો આ સ્ટોરી વાંચી રહ્યા છે? શું મારે આગળ આ સ્ટોરી લખવી જોઈએ?