What’s app love - 11
Flash back
(એકબીજાના હૃદય જયારે એક સોશિયલ મિડીયાથી વધારે લાગીસભર બંને છે ત્યારે એક અવિરત ચાલતા પાણીના પ્રવાહને પણ કોઈ રોકી શકતું નથી. તેમ જ એક નવયુવાન પ્રેમ અને હેતલ જયારે વ્હોટસ-એપ વડે જોડાય છે. પ્રેમ પોતાની નોકરી માટે અમદાવાદ હેતલના શહેરમાં જાય છે ત્યારે હેતલ બેહોશ થઈને પ્લેટફોર્મમાં પડેલી જોવા મળે છે. હોસ્પીટલના એક ઓરડામાં હદયસ્પર્શી કથની થાય છે. પ્રેમ જયારે પોતાની હોટેલમાં પહોંચે છે ત્યારે તેના રૂમની ડોરબેલ વાગે છે. ઘણા લાંબા સમય પછી પ્રેમ રૂમનો દરવાજો ખોલે છે.)
હવે આગળ...
પ્રેમ અત્યાર સુધી ઉંઘમાં પોતાના સ્વપ્નો માણી રહ્યો હતો, પણ ડોરબેલ વાગતા તેણે રૂમનો દરવાજો ખોલવા જવું પડ્યું. જયારે દરવાજો ખોલ્યો ત્યારે સામે વેઈટર ઉભેલો હતો. વેઈટરે કહ્યું “સર! તમારું લંચ તૈયાર છે.”
પ્રેમે વેઈટરને અંદર આવવા દીધો પણ તેને યાદ આવ્યું કે ઓર્ડર તો આપ્યો જ ન હતો. છતાં તે કઈ બોલ્યો નહિ. વેઈટરે પ્રેમને ઉપરથી નીચે સુધી જોઈ લીધો. પછી તે લંચ સર્વ કરી હળવું સ્મિત કરી ચાલતો થયો. પ્રેમ ફ્રેશ થઇ લંચ પર તૂટી પડ્યો. આ બાજુ વેઈટરે નીચે જઈ ફોન કર્યો “હેલ્લો! હું હોટેલમાં તે માણસ સુધી પહોચી ગયો છું. મે તેને બરાબર જોઈ લીધો છે.” સામેથી અવાજ આવ્યો “ગુડ! તેને તારી નજરમા જ રાખજે.” વેઈટરે પૂછ્યું “મારા પૈસાનું શું થયું?” સામેથી અવાજ આવ્યો “કામ પતિ જશે એટલે તને મળી જશે” વેઈટરે કહ્યું “કામ પતાવવા માટે જ હાથમાં લીધું છે. તમે ટેન્શન નહિ લો. કામ થઇ જશે.” સામેથી અવાજ આવ્યો “મારા ફોન નંબર ડીલીટ થવા જોઈએ. મારા વિશે કોઈને ખબર પડવી ના જોઈએ. નહીતર મજા નહિ આવે.” સામેથી ફોન કટ થઇ ગયો.
આ બાજુ પ્રેમને ખબર ન હતી કે આવનારો સમય તેના માટે ખુબ કપરો સાબિત થવાનો હતો.
***
લગભગ રાત્રીના 10 વાગ્યા હતા. પ્રેમે આમ તો અમદાવાદ જોયું ન હતું, પરંતું બાજુમાં એક બગીચો હતો ત્યાં જઈને તે બેઠો. આજુબાજુમાં બે-ત્રણ કપલ હતા, જે પોતાની દુનિયામાં ખોવાયેલા હતા. પ્રેમને હેતલની યાદ આવી ગઈ. એકસાથે કેટલાય વિચારો તેમનાં મનમા આવી રહ્યાં હતાં. શું કરતી હશે? હોસ્પીટલમાંથી રજા તોમળી ગઈ હશે કે નહિ? આ બધા સવાલોનો એક જ જવાબ હતો તેની પાસે. તેણે તરત જ ફોન કાઢીને વ્હોટસ-એપ ખોલ્યું. તેમાં ઘણા મેસેજ આવેલા હતા, પરંતુ તેની નજર તો એક જ વ્યક્તિને ખોજતી હતી. તરત જ હેતલના પ્રોફાઈલ પર ક્લિક કર્યું. લાસ્ટ સીન હજુ સવારનું બતાવતા હતા. આજે પહેલીવાર તેના પ્રોફાઇલમાં ફોટો ન હતો ફક્ત સ્ટેટસ હતું
“જો મારી પાસે ફક્ત 1 મિનીટ જ હોય જીવવા માટે તો તે હું ખર્ચું તને એ કહેવા માટે કે હું તને કેટલો પ્રેમ કરું છું.”
પ્રેમ સ્ટેટસ વાંચી હસી પડ્યો. મનમાં જ બોલ્યો “કેટલો પ્રેમ કરે છે મને આ છોકરી?” અત્યારે પ્રેમ હેતલને ડીસ્ટર્બ કરવા માંગતો ન હતો, એટલે તેને કોઈ મેસેજ ના કર્યા. તે બગીચાના ખુલ્લા વાતાવરણનો આનંદ માણતો રહ્યો. તેને ફોટો પાડવાનો બહુ શોખ હતો. પણ તેણે અત્યાર સુધી કેમેરો લીધો ન હતો. અત્યારે તેણે અચાનક જ ફ્લિપકાર્ટમા નીકોનનો DSLR કેમેરો બુક કરાવી ૩૫૦૦૦ ખર્ચી નાખ્યા.
પોતાની જાત સાથે વાત કરતા પ્રેમ અચાનક જ પોતાની ડ્રીમ ડાયરી તરફ વળ્યો. પોતે એક ડાયરી રાખતો હતો. અસલમાં તે જીંદગીમાં શું કરવા માંગે છે? તેને શું રસ છે? તે બધું આ ડાયરીમાં લખતો હતો. અમુકની આગળ ખરાની નિશાની હતી. એક સપનું હતું ફોટોગ્રાફીનું જે હમણાં પૂરું થવાનું હતું.
રાત્રીના લગભગ ૧૧ વાગ્યા હતા. તે બગીચામાંથી બહાર નીકળતો હતો ત્યારે તેને એક કપલને લડતા જોયું. પ્રેમ તેમની પાસે ગયો, પ્રેમે છોકરાનો હાથ છોકરીના હાથમાં મુકીને કહ્યું “You are most beautiful couple in this world” અને ત્યાંથી નીકળી ગયો. તે બંને પ્રેમની સામે જોઈ રહ્યા. તેમને ખબર ના પડી કે ખરેખર થયું શું..? પેલી છોકરી છોકરાના ગળે વળગી પડી. બંનેના ધબકારા વધી ગયા. બંનેએ દુર સુધી નજર કરી જ્યાં પ્રેમ ચાલતો હતો.અચાનક એક યુવાન અદ્રશ્ય થઈ ગયો.
પ્રેમ હોટેલમાં પહોચ્યો ત્યારે પેલો વેઈટર તેની સામે જોતો હતો. કદાચ તે કઈ છુપાવતો હતો. રૂમમાં પહોચતા જ તેને કંઈક અજીબ લાગ્યું. તેને લાગ્યું કે કોઈ રૂમમાં છે. તેણે ઓરડાની લાઈટો બંધ કરીને હેતલને છેલ્લો મેસેજ કર્યો “ગુડ નાઈટ.”
***
બીજા દિવસે પ્રેમ વહેલો ઓફીસ પહોચી ગયો. બધું જ નવું હતું. પોતાની ઓફીસ, ત્યાના લોકો આ બધું પ્રેમ જોઈ રહ્યો. તે મનમાં જ બોલ્યો “લાઇફમાં ક્રોમ્પૉમાંઈઝ કરવું જ રહ્યું.” પ્રેમ શાંતિથી પોતાની ઓફિસમાં બેઠો. અચાનક જ મેસેજ આવ્યો. પ્રેમે તરત જ મેસેજ ચેક કર્યો. સામે સ્ક્રીન પર હેતલ હતી.
હેતલ: GM! માય ડીઅર.
પ્રેમ: અચ્છા મેડમ વહેલા જાગી ગયા આજે.
હેતલ: હમમ.
પ્રેમ: હવે કેવું છે તને?
હેતલ: મને કશું જ નથી થયું. ok.
પ્રેમ: હેં...
હેતલ: હા, પ્રેમ, એક વાત પૂછું?
પ્રેમ: હા. બોલ.
હેતલ: અમદાવાદ કેવું લાગ્યું તને?
પ્રેમ: જેવી તું મને લાગે છે તેવું. પણ યાર અહી લોચો મળે છે કે નહિ?
હેતલ: ના, આ તારું સુરત નથી કે અહિયાં લોચો અને ઘારી મળે.
પ્રેમ: કઈ નહિ. લોચો અને ઘારી વગર તો હું ચલાવી લઈશ કારણકે તે બનાવવાવાળી અહી રહે છે.
હેતલ: અચ્છા, પણ મને તો એ બનાવતા નથી આવડતું.
પ્રેમ: તો શીખી જા. કામમાં આવશે. મે એક કેમેરો લીધો છે. જેમાં ભવિષ્યમાં હેતલના ફોટોઝ હશે.
હેતલ: કેટલાનો આવ્યો?
પ્રેમ: ફક્ત પાંત્રીસ હજારનો.
હેતલ: પ્રેમ તે આટલા બધા રૂપિયા ખર્ચી નાખ્યા અને મને જણાવ્યું પણ નહિ. મમ્મીને તો કહ્યું હશેને?
પ્રેમ: ના. પણ કહી દઈશ.
હેતલ: ok. બાય. મારે ઘણું કામ છે.
પ્રેમ: તો કામ કરને. અહિયાં ચેટ કરવા બેઠી છે.
હેતલ: હા. હો. બાય.
પ્રેમે ઓફિસનું કામ હાથમાં લીધું. એટલું કામ હતું કે તેને ખબર જ ના પડી કે ટાઇમ ક્યાં વીતી ગયો. અત્યારે પ્રેમ હોટેલે જવા ટેક્ષીની રાહ જોતો હતો. અચાનક ચાર-પાંચ લોકો આવ્યા અને તેને વાનમાં લઇ ગયા. પ્રેમ વિચારતો હતો કે આ શું થઇ રહ્યું છે. તેમણે પ્રેમને એક અજાણી જગ્યાએ છોડી મુક્યો. એક લાંબો માણસ આવ્યો અને પ્રેમને કહ્યું “ભૂલી જા પેલી છોકરીને. નહીતર આગળના દિવસોમાં જોવાલાયક નહિ રહેવા દવ.” “આ વોર્નિંગ છે એટલે જવા દવ છું” બીજો બોલ્યો. તરત જ પેલી વાન ત્યાંથી ચાલતી થઇ. પ્રેમ જોતો રહ્યો. કોણ હશે તે લોકો?
Bhautikpatel - 8866514238