પ્રેમઅમાસ - ૧૦
( પ્રેમ અમાસના આગળના ભાગમા જોયું કે અમાસ રજનીના અનૈતિક સંબંધ પર એક વખત પુર્ણવિરામ મુકાયાબાદ રજની ફરી અમાસને પામવા કોશીસ કરે છે. ચાંદનીના આગમનથી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. ચાંદનીના પતિ આકાશનુ અવસાનબાદ ચાંદની અને અમાસના પ્રેમ સંબંધની જાણ રજનીને થતા તે ચાંદનીને અમાસના જીવનમા જીવનમાંથી દૂર કરિ અમાસને પુન: પ્રાપ્ત કરવા એક પ્લાન બનાવે છે. તે માટે તે પુનમ અને ચાંદનીને ભેગા કરી અમાસ તરફ આગળ વધે છે… હવે આગળ.. )
રજની ડાર્લિંગ ચાલ આપણે થોડા દિવસ માટે સુરતની બહાર આઉટિંગ માટે જઇએ. અમાસ હવે બિંદાસ રીતે પુનમના ઘરે આવે છે અને રજની સાથે તેનો ઓફિસીયલ પતિ હોય તેવું વર્તન કરે છે. રજની ને પણ આવુ બધું ગમે છે. ચાંદની કરતાં અમાસ પોતાને વધારે મહત્વ આપે અને પોતાની સાથે વધારે સમય ગાળે તેવુ તે હમેંશા ઇચ્છે છે. અમાસની આઉટીંગની વાત સાંભળી પહેલાં તો તે ખુશ થાય છે પરંતુ પોતાની ખુશી જાહેર કરવાને બદલે તે કહે છે. એક શરતે તારી સાથે આવુ જો આપણે બન્ને એકલાજ જવાના હોઇએ તો. અમાસ થોડું વિચારી ને કહે છે. ડાર્લિંગ એકલા તો આપણે બન્ને અહિયાં પણ છીએ કહિને પોતાની બાહોમા લઇ લે છે. આતો હું મારી બિઝનેસ ટ્રિપ પર જવાનું વિચારુ છુ તો વિચાર્યું કે પાછળ અહિયાં એકલી તુ શું કરીશ એના કરતાં મારી સાથે આવ. રજની થોડો ભાવ ખાવામાં રહિ જણાવે છે કે હું તારી સાથે બિઝનેસ ટ્રિપમા આવિને શું કરીશ. એના કરતાં અહીં હુ અને મારી દિકરી સારા છિએ. ok. અમાસ રજની ની વાતને આનાકાની વગર સ્વીકારી લે છે. અને વાત ત્યાં જ પુરી થાય છે. અમાસ રજની પ્રણયક્રીડા પુરીકરી છુટા પડે છે.
અમાસ આ વખતે રજની પોતાની સાથે આવવા તૈયાર ન થતા ચાંદની ને પોતાની સાથે મુંબઈ લઇ જાય છે. ચાંદની તો અમાસ સાથે જવા તુરંત તૈયાર થઈ જાય છે. સુરતની બહાર અમાસ સાથે વધારે સમય એકલા રહેવા મળશે અને રજની પણ સાથે નહિ હોય તો હુ પુરી તરહ અમાસને વસમા રાખી શકીસ વિચારીને તે અમાસ સાથે મુંબઇ જતી રહે છે.
અમાસ અને ચાંદની બન્ને મુંબઈમાં એક હોટેલમા સ્યુટ બુક કરિને રહે છે. બે ત્રણ દિવસ બન્ને ખુબ જલસા કરે છે. ત્યારબાદ અમાસ પોતાના અસલી પ્લાન મુજબ ચાંદનીનો પોતાની રીતે ઉપયોગ કરવા પ્રેમથી સમજાવે છે કે આપણે અહીં માત્ર ફરવા નથી આવ્યાં પરંતુ બિઝનેસ ટ્રિપ પર આવેલ છીએ. આવતી કાલે મારા બિઝનેસ પાર્ટનર્સ મને મળવા આપણી આ હોટેલ પર આવશે. જો તું તેને ખુશ કરી શકીશ તો મારી તેની સાથે મોટી ડિલ ફાઇનલ થઈ જશે. અને પછી તો પૈસા જ પૈસા છે. હોટેલની ચાર દિવાર બહાર આ વાત જવાની નથી. આ વાત માત્ર તુ અને હું જાણશુ જો તુ મને ખરેખર પ્યાર કરતી હો તો મારી પ્રગતિ ઇચ્છતી હો તો મારી મદદ કરજે આમા તુ મને હેલ્પફુલ થઈ તો મારી લાઇફ બની જશે. પછી હું અને તું હમેંશા સાથે રહીશુ. ચાંદની થોડું વિચારે છે કે જો આ રીતે પણ અમાસના દિલમા સ્થાન મળતુ હોય અને અમાસ સાથે કાયમ રહેવાનું મળતુ હોય તો ખોટું શું છે.? અને અહીંની વાત કયા કોઇ ને ખબર પડવાની છે. આમ કરવાથી પોતે રજની કરતાં વધારે અમાસના દિલમા રહી શકશે અને આમ પણ જો અમાસ જ મને કહેતો હોય તો મારે કોઇ વાતથી ગભરાવાનુ નથી. અમાસ મને માનસે તો રજની પણ મારું કઇ નહિ બગાડી શકે આમ વિચારીને તે અમાસની વાત માની લે છે. અને પતનના માર્ગ મા એક કદમ ઓર આગળ વધે છે.
અમાસ પોતાના ક્લાયન્ટ અને બિઝનેસ પાર્ટનર્સ ને ખુશ કરવા ચાંદની ને એક મહોરા તરિકે યુઝ કરિ લે છે. કોર્પોરેટ વર્લ્ડમા બને છે તેમ ચાંદની અમાસ માટે એક સાધન બનિ જાય છે. અમાસ હવે અવારનવાર ચાંદની ને પોતાના અલગ અલગ બિઝનેસ પાર્ટનર્સને ખુશ કરવા મોકલે છે અને ચાંદની પણ થોડી મજબુરી તો થોડા પૈસાની લાલચ અને રજની કરતાં અમાસ ને વધુ પ્રિય બનવાના ચક્કરમા એ વીશચક્કરમા વધુ ને વધુ ફસાતી જાય છે.
બીજી તરફ રજની ને અમાસ સાથે બહાર ન ગઇ તેનો તેને અફસોસ થાય છે. જયારે તેને ખબર પડે છે કે પોતે ન ગઇ તેમાં અમાસ ચાંદની ને પોતાની સાથે મુંબઇ લઇ ગયો અને બન્ને જણા એક પુરુ વીક હોટેલમાં સાથે રહ્યાં. પણ હવે શું થાય? પોતે ના ગઇ તે મોટી ભુલ કરી. ખેર હવે જ્યારે પણ અમાસ બહાર જાશે પોતે તક નહિ છોડે. પોતે અમાસ સાથે જઇને તેની બની ને જ રહેશે. ચાંદની ને મુંબઇ જઇ શું શું કરવું પડ્યું અને તેણે શું ગુમાવ્યું તે પોતે નથી જાણતી પરંતુ પોતે અમાસ સાથે નહિ જઇને અમાસ ને પામવાની એક તક ગુમાવી એવુ માને છે.
પુનમના છોડી જવાથી રજની હવે બિલકુલ આઝાદ થઈ ગઇ છે. તેને કોઈ રોકનાર કે ટોકનાર નથી. હવે જ્યારે ઇચ્છે ત્યારે તે અમાસને મળવા જઇ શકે છે. અમાસ ને મન થાય ત્યારે તે રજની ને બોલાવી લે છે અથવા રજનીના ઘરે આવિ જાય છે. બન્ને મન થાય ત્યારે મોજમજા કરી લે છે. સમાજની શરમ બન્ને એ છોડી દીધી છે. બન્ને ખુબ મોજ મજા કરે છે. પરંતુ થોડો સમય જતા રજની ને પૈસાની તકલીફ શરુ થઈ જાય છે. શરૂ શરૂમા તો અમાસ નિયમિત પૈસા આપતો રહે છે પરંતુ ઘણી વખત હાલ મારી સાથે નથી અથવા કઇને કઇ બ્હાનાથી વાત ટાળે છે. ત્યારે ધીમેધીમે રજનીને વાસ્તવિકતા સમજાય છે. પોતે પગભર નથી તેથી તેણે પુનમ અથવા અમાસ પર ડિપેડન્ટ રહેવું જ પડશે. પુનમ તો પોતે છુટી ગયો પરંતુ પોતે હવે અમાસ આગળ લાચાર થઈ ગઇ હતી. જે હક્કથી તે પુનમ પાસે પોતાનું બધું ધાર્યું કરાવતી હતી અને પોતાની બધી જ જરૂરિયાત પુનમ પુરી કરતો હતો તે હવે શક્ય ન હતું. અમાસ આગળ તે એટલા હક્ક અને વટ્ટથી કરાવી શકે તેમ ન હતી. કારણ અમાસ સાથે કોઈ ઠોસ સંબંધ ન હતો. પોતાની આજની પરિસ્થિતિ માટે પોતે જ જવાબદાર હતી. એને માટે અમાસે તેને કઇ નહિ કહેલ કે ના તો કોઈ જવાબદારી લીધેલી .
હવે તેને ધીમે ધીમે પુનમની કિમત સમજાવા લાગી. હવે પોતે પિયર પણ જઇ શકે તેમ ન હતી. પિયરમા પ્રથમ માતા અને ત્યારબાદ થોડા સમયમાજ પિતાનુ અવસાન થઇ ગયેલ. માતા પિતા વગરના ઘરમા ભાઇના ઘરે પોતે હક્કથી વધારે સમય રહી શકે તેમ ન હતી તે જાણતી હતી. હવે આ પરિસ્થિતિમાં શું કરવુ ? પોતાને હવે કોઈ જોબ કે કામ તો મળવાની શક્યતા ન હતી. તો શું મારે આ જીવન અમાસ ની અધર વાઇફ બની ને જીવવાનુ ? આ નો રસ્તો શું ? વળી તે એકલી ન હતી પોતાની નાની પુત્રી નિશા પણ એક જવાબદારી રુપે સાથે હતી.
પુનમની પોતાના જીવનમા જરૂરિયાત શું હતી એ તો સમજમા આવવા લાગ્યું પરંતુ તેના પર પ્રેમ હજુ પણ નથી આવતો. તેથી તે પોતાની ભુલ સ્વીકારી પુનમના શરણે જવાને બદલે આ પરિસ્થિતિ માટે તે પણ જવાબદાર છે. નિશા માત્ર મારી એકલીની પુત્રી કે જવાબદારી નથી એ માટે પુનમની પણ જવાબદારી છે. જે નિશા પોતે અમાસની પુત્રી છે તેમ માનતી હતી તે હવે જવાબદારી સમયે પુનમની છે તેમ માનવા લાગે છે. ઘણાં વિચાર પછી તે આ જવાબદારી અને ખર્ચ માટે રસ્તો કાઢવા તે એક વકીલ મિત્રની સલાહ લે છે. વકીલ મિત્ર તેને પુનમ સાથે છુટાછેડા લેવા અને પોતાના તથા નિશાના ભરણપોષણ માટે પુનમ પર દાવો માંડવાની સલાહ આપે છે. રજની પાસે આમ પણ અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી તે સ્વીકારીને પુનમ પાસે ભરણપોષણ માટે ના ખર્ચ લેવા માટે તૈયાર થાય છે. આ માટે તે પુનમની જુની આોફિસમાથી તેનું નવુ સરનામું મેળવીને વકીલ હસ્તે કારણ દર્શક નોટિસ મોકલે છે કે પુનમે શા માટે રજની અને નિશાની જવાબદારી ન લેવી અથવા છુટાછેડા આપીને બન્ને ના આજીવન ભરણપોષણના ખર્ચરુપે માસિક ૩૦૦૦૦ રુપિયા આપવા.
( પુનમ ને રજની ના વકીલ તરફથી મળેલ નોટિસ બાદ શું થાય છે. રજની અને ચાંદનીનુ જીવન અધોગતીના માર્ગ પર ક્યાં જઇને અટકે છે વગેરે જાણવા માટે આપને વધુ એક ભાગ પ્રેમ અમાસ વાચવો જ રહ્યો. આપને મારી આ પ્રથમ નોવેલ કેવી લાગે છે તેમજ આ વાર્તા નો અંત આપ કેવો વિચારો છો તે આપ મારા કોન્ટેક્ટ નંબર ૯૮૭૯૫૬૦૫૯૪ પર વોટ્સ અપ અથવા અન્ય માધ્યમથી જણાવી શકો છો. આપના મંતવ્યો તથા સુચનોની હમેંશા પ્રતિક્ષા રહેશે આભાર )
' આકાશ ' (યશવંત શાહ.)