Aakhari daav in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | આખરી દાવ

Featured Books
Categories
Share

આખરી દાવ

  • દાવ - ૧
  • જયપુર થી ૧૫૦ કી. મી અને ઉદયપુર થી ૧૦૦ કી. મી જેટલા અંતરે એક સુંદર ગામ આવેલું, ગામ નું નામ શાંતિ નગર, ગામ ની વસ્તી ૫૦૦૦-૬૦૦૦ ની વચ્ચે, આમ તો શાંતિ નગર એક ગામ હતું, પણ પ્રધાન મંત્રી આદર્શ ગામ માં સમાવેશ કર્યા પછી તો જાણે ગામ ની કાયા પલટ જ થઈ ગઈ હતી. આખા ગામ માં પાકી સડક, ગામ ની બહાર એક સુંદર તળાવ, તળાવ ની એક બાજુ શાંતિનાથ મહાદેવ નું વિશાલ મંદિર, અને એક બાજુ સુંદર બગીચો. બગીચા ની અંદર ફુવારા, રંગ બેરંગી ફૂલો ના છોડ અને જાત જાત ના વૃક્ષો બહુ જ મનમોહક લાગતાં હતા. આ સિવાય ગામ માં પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું, માધ્યમિક અને પ્રાથમિક શાળા. ગામ માં દરેક પ્રકાર ના લોકો વસતા હતા, બધા એક બીજા સાથે પ્રેમ થી હળી મળી ને રહેતા હતા. દિવાળી, દશેરા, હોળી વગેરે તહેવારો ધામ ધૂમ થી મનાવતા, ગામ ને આદર્શ ગામ યોજના માં લેવા માટે નું મુખ્ય કારણ હતું, ગામ ની થોડે દૂર, પર્વત ની તળેટી માં આવેલ એકલિંગ ભગવાન અને માં ભવાની ની પૌરાણિક મંદિર. મંદિર નું બાંધકામ મહારાણા પ્રતાપ ના વંશજો એ કર્યું હોવાની માન્યતા હતી. આ મંદિર ની કોતરણી જોવા વિદેશ માં થી પણ પર્યટકો આવતા, આ મંદિર માં આવતા પર્યટકોને લીધે ગામ ના લોકો થોડા પૈસા કમાઈ લેતા. આ ભવ્ય મંદિર ના લીધે સરકાર દ્વારા આ ગામ નો બહુ વિકાસ કરવામાં આવ્યો હતો.

    એક દિવસ સાંજ ના ૪-૫ વાગે ગામ ના પાદરે એક આલીશાન કાર આવીને ઉભી રહી, ગાડી માં કાળા કાચ હતા, માટે અંદર કોણ બેઠું છે એ જોઈ શકાતુ નહોતું, એવા માં ગાડી નો ડ્રાઈવર સાઈડ નો કાચ ખુલ્યો અને એક યુવતી એ ત્યાં ઉભેલા ૨-૪ માણસો ને કંઈક પૂછવાના ઈરાદા થી બોલાવ્યા, એમાં થી એક ભાઈ તરત દોડીને કાર જોડે આયો અને પૂછ્યું "હા બોલો મેડમ" શુ કામ છે? તો એ યુવતી એ જવાબ આપ્યો મારે ગામ ના સૌથી પ્રતિષ્ઠિત માણસ ને મળવું છે. તો એ ભાઈ એ થોડું વિચાર્યું પછી કીધું મેડમ આ ગામ માં સૌથી મોભાદાર અને પ્રતિષ્ઠિત માણસ છે ગામ ના સરપંચ દોલત સિંહ બાપુ. તો યુવતી એ કીધું શું આપ મને એમના ઘર સુધી મૂકી જશો? એ ભાઈ પેહલા તો ખચકાયો પછી કે હા મેડમ આવું. એ ભાઈ એ પછી જોર થી બુમ પાડી ને કીધું એ કાલુ હું આ મેડમ ને દોલત સિંહ બાપુ ના ઘરે મૂકી આવું, તું મારા બળદ લઈ ખેતર એ પહોંચ. પછી એ યુવતી એ દરવાજો ખોલ્યો અને પેલો ભાઈ એમાં બેસી ગયો. આવી આલીશાન ગાડી માં તો એ પ્રથમ વાર જ બેઠો હતો. ગાડી નીકળી પડી દોલત સિંહ બાપુ ના ઘર તરફ.

    દોલત સિંહ જેવું નામ એવો રુતબો. આજુ બાજુ ના ૧૦ ગામ સુધી એમના જેટલી જમીન કે દોલત કોઈ પાસે નહોતી. મજબૂત બાંધો અને આકર્ષક વ્યક્તિત્વ એમના રુતબા માં વધારે શોભા કરતા હતા. આઝાદી પછી આ ગામ માં દોલત સિંહ ના પરિવાર ના સદસ્ય જ સરપંચ નો ભાર સાંભળતા હતા. કેમકે એમની સામે કોઈ ઉભું રેવાનું સપના માં એ વિચારી શકતું નહોતું. દોલત સિંહ ને ૨ દીકરા, જય અને વીર. મોટો દીકરો જય ગામ જ રહી પોતાના પિતા ની ખેતી અને અન્ય ધંધા માં વધારો કરી રહ્યો હતો. નાનો દીકરો વીર પણ લંડન થી ભણી ને આવ્યો હતો અને ગામ ની બહાર ફૂડ પ્રોસેસિંગ ની મોટી ફેક્ટરી બાંધવા માંગતો હતો. મોટો ભાઈ જય સરપંચ નો વારસો આગળ વધારવા સક્ષમ હતો. એને પણ ખેતી અને પિતા ના નાના મોટા વ્યવસાય વધારવામાં મોટો ફાળો આપ્યો હતો. ગામ ના નાના મોટા બધા પ્રસંગ માં દોલતસિંહ બાપુ મુખ્ય ફાળો આપતા અને મુખ્ય મહેમાન પણ એજ રહેતા. ગામ ની શાળા, દવાખાનું, મંદિર બધા ના મુખ્ય ટ્રસ્ટી દોલત સિંહ જ હતા.

    ગાડી આવી ને દોલત સિંહ ની હવેલી આગળ ઉભી રહી, અને પેલો ભાઈ રજા લઈ વીદાય થયો. વાત કરીએ હવેલી ની તો આ હવેલી ખરેખર માં રાજ મેહલ જેવી હતી. બાપુ ભલે ગામ માં રહેતા પણ શહેર માં થી સારા માં સારા સિવિલ એન્જિનિયર ને બોલાવી આ ભવ્ય હવેલી બનાવી હતી, ૧૦, ૦૦૦ વાર થી એ વધુ બાંધકામ, ૩માળ, ૩૦રૂમ, વિશાલ બગીચો, ભવ્ય ડ્રોઈંગ હોલ, સ્વિમિંગ પૂલ, જિમ બઘી સુવિધા ધરાવતો આ એક વિશાળ મેહલ જ હતો. આનું નામ પણ દોલત મેહલ હતું. યુવતી એ કાર હવેલી ના ગેટ આગળ ઉભી રાખી અને ચોકીદાર ને કીધું મારે દોલત બાપુ ને મળવું છે. તો ચોકીદાર એ કીધું ૫ મિનિટ રાહ જોવો એમ કહી પોતાની જોડે રાખેલા ફોન ને ક્યાંક લગાવ્યો અને કીધું બાપુ કોઈ મેડમ આવ્યા છે જે આપને મળવા માંગે છે. બાપુ ની સહમતિ લઇ ચોકીદાર એ દરવાજો ખોલ્યો અને ગાડી એ અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતા જ આગંતુક યુવતી તો જાણે ખોવાઈ ગઈ. દરવાજા ની અંદર પ્રવેશ કર્યા પછી એવું ના લાગે કે તમે કોઈ ગામ માં છો, એવું લાગે શેહર ના કોઈ વિલા માં આવી ગયા, જમણી બાજુ વિશાલ બગીચો અને ડાબી બાજુ સ્વિમિંગ પુલ, સ્વિમિંગ પુલ જોડે ખુલ્લી જગ્યા જ્યાં છત્રી ઓ વાળી સુંદર ખુરશી ઓ. બગીચા ની મધ્ય માં વિશાલ જિમ રૂમ. અને જિમ રૂમ ને અડી ને યોગા રૂમ, સ્વિમિંગ પૂલ ના બાજુ માં હવેલી ના મુખ્ય દ્વાર ની સામે ગણપતિ ભગવાન ની સુંદર તાંબા ની પ્રતિમા. એ યુવતી તો ફાટી આંખે આ બધું જોઈ જ રહી, એ કંઈક વિચારતી હતી એટલા માં એક નોકર એ આવી કાર ના કાચ પર હાથ પછાડ્યો અને એ યુવતી હકીકત માં પાછી આવી. એને કાચ ખોલ્યો તો એ નોકરે કીધું મેડમ આ બાજુ આવો અહીં પાર્કિંગ છે, યુવતી એ એ રસ્તે ગાડી પાર્કિંગ માટે જવા દીધી. પાર્કિંગ માં બીજી ૧૦-૧૨ મોંઘી મોંઘી ગાડી ઓ ઉભી હતી જેવી કે ઓડી, જેગુઆર, મારસીડીઝ, રોલ્સ રોય. યુવતી એ પોતાની ગાડી પાર્ક કરી અને કાર નો દરવાજો બંધ કરી નીચે ઉતરી, એને પોતાનો પર્સ એક ખભે નાખ્યો અને નોકર ની પાછળ પાછળ ચાલી નીકળી.

    યુવતી ની ઊંચાઈ લગભગ ૫ ફુટ ૬ ઇંચ, પાતળો મધ્યમ બાંધો, એક અપ્સરા ને પણ શરમાવે એવો સુંદર ચેહરો, સફેદ પારદર્શક શર્ટ અને ડેનિમ નું બ્લુ જીન્સ, શર્ટ ની અંદર કાળા રંગ ની ટી-શર્ટ જેવી ઇનર વેર. આંખ પર રેયમન ના ચશ્માં, પગ માં ૪ ઇંચ ઊંચા સેન્ડલ. હોઠ પર ગુલાબી રંગ ની લિપસ્ટિક અને જમણા હાથ માં સોના નું બ્રેસલેટ, ડાબા હાથ માં સુંદર ઘડિયાળ. યુવતી નું ફિગર ૩૬-૩૦-૩૬ અને ચાલ ની લચક તો કોઈ ટોપ મોડેલ જેવી. શર્ટ ને પેન્ટ માં એ રીતે ભરાવી ઇનશર્ટ કરેલું કે એના ઉન્નત ઉભાર નો આકાર આંખ માં સમાઈ જતો. સેન્ડલ પહેર્યા હોવા થી જ્યારે એ ચાલતી ત્યારે એના વક્ષ સ્થળ અને પૃષ્ઠ ભાગ એક આગવી લય અને તાલ માં જતા હતા. એને જોઈ ને એવું લાગતું કે બહુ જ ફુરસત થી ભગવાને એને બનાવી હોય. શરીર નું દરેક અંગ જાને કોઈ કોતરણી કામ કરી બનાવવામાં આવ્યું હોય એટલું કમાલ નું હતું. ભગવાન પણ એક વાર આ યુવતી ને બનાવી પોતાની કળા પર ખુશ થયો હશે.

    નોકર ની પાછળ ચાલતી એ યુવતી હવેલી ના મુખ્ય દ્વારે થઈ અંદર પ્રવેશ કરે છે. અંદર મુખ્ય હોલ ની મધ્ય માં સોફા પર એક મોભાદાર માણસ બેઠા હતા. જોતા જ યુવતી ને સમજાઈ ગયું આજ દોલતસિંહ બાપુ છે. નોકરે યુવતી ને કીધું આ રહ્યા બાપુ, અને બાપુ આ તમારા મહેમાન. એમ કહી નીચા નમી નમન કરી બાપુ ની રજા લઈ ત્યાંથી બહાર તરફ પ્રસ્થાન કર્યું. યુવતી બાપુ ની સામે આવી ઉભી રહી, બાપુ એ હુક્કો પીતાં પીતાં એ યુવતી ને સોફા માં બેસવા વિનંતી કરી. યુવતી એ પણ બાપુ ની વિનંતી ને માન આપી પોતાનું સ્થાન લીધું.

    બાપુ એ કીધું બોલો આપ નો પરિચય શુ છે? અને હું શું સેવા કરી શકું? એ યુવતી એ કીધું કે બાપુ મારુ નામ પૂજા શાહ છે અને હું ગુજરાત ના અમદાવાદ ની રહેવાસી છું, હું એક આર્કિયોલોજિસ્ટ છુ, એટલે કે પુરાતત્વ વીદ. મને જુના કિલ્લા, મંદિરો અને ઇમારતો વિસે અભ્યાસ કરવાનો શોખ છે એટલે મેં એ ક્ષેત્ર માં જ અભ્યાસ કર્યો અને એમાં પી. એચ. ડી કરવાના ઉદ્દેશ થી રાજસ્થાન ની ઇમારતો વીશે જાણવાનું નક્કી કર્યું, તો મારા એક મિત્ર ના પિતા જે ગુજરાત હાઈકોર્ટે માં જજ છે એમને મને તમારા ગામ નો એડ્રેસ આપ્યો અને કીધું કે આ ગામ માં ભવ્ય મંદિર છે જે તારા અભ્યાસ માટે યોગ્ય રહેશે. મારા માટે આ જગ્યા નવી છે તો આપ મને રહેવા માટે કોઈ જગ્યા શોધી આપો તો આપ ની મહેરબાની રહેશે. બાપુ એ કીધું તમારા મિત્ર ના પિતા નું નામ જાણી શકું? તો પૂજા એ કીધું એમનું નામ રાજેશ વ્યાસ. બાપુ એ તરત જ કીધું તમે એ રાજેશ વ્યાસ ની તો વાત નથી કરતા જે પેહલા વકીલ હતા, અને જમીન અને મિલકત ના કેસ માટે આખા ગુજરાત માં પ્રખ્યાત હતા. પૂજા તો ચમકી ગઈ. અને પૂછ્યું તમે કઇ રીતે ઓળખો એમને. બાપુ એ કીધું મારો એક પ્રોપર્ટી નો કેસ હતો અમદાવાદ માં જે રાજેશ ભાઈ જ લડતા, અને એમની મેહનત થી એ કરોડો ની પ્રોપર્ટી અમારે નામ થઈ. અને વાત રહી રહેવા ની તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાજેશ ભાઈ ના ઓળખીતા એટલે અમારા માટે મહેમાન કહેવાય, અને અમારા માટે મહેમાન ભગવાન છે તો તમે આ હવેલી માં જ રહો એવી હું ઈચ્છા રાખું છું, કેમ કે ગામ માં તમારા રહેવા લાયક બીજી કોઈ સારી જગ્યા નથી.

    પૂજા એ કીધું "પણ". . બાપુ બોલ્યા પણ બણ કઇ નહીં. હવે તમારે અહીં જ રહેવાનું છે. બાપુ ના અવાજ માં રહેલા પ્રેમ ભર્યા સત્કાર ને પૂજા એ ઓળખી લીધો અને હવેલી માં રહેવા માટે પોતાની ઈચ્છા હકાર માં દર્શાવી. પછી દોલત સિંહ એ નોકર ને બોલાવી પૂજા ની કાર માં થી એનો સમાન લાવવા હુકમ કર્યો અને એક નોકરાણી ને પૂજા માટે ચા નાસ્તા ની વ્યવસ્થા કરવા કીધું. નોકર પૂજા જોડે ચાવી લઇ સમાન લેવા ગયો. નોકરાણી ચા નાસ્તો લઇ ને આવી, પૂજા એ બાપુ ના આગ્રહ ને વશ થઈ થોડો ચા નાસ્તો લીધો. નોકર ૨ બેગ હાથ માં લઇ ને આવ્યો અને બાપુ ને પુછ્યું બાપુ કયા રાખુ આ સમાન ? બાપુ એ કીધું ૨ જા માળે અતિથિ માટે નો સ્પેશ્યલ રૂમ મેડમ ને આપી દે અને એમાં પીવાનું પાણી અને બીજી જરૂરી વસ્તુ રાખી દે. જ્યાં સુધી મેડમ અહીં છે ત્યાં સુધી એમને કોઈ પણ તકલીફ ના થવી જોઈએ. આ વિજુ તારી અને જીવી તારી જવાબદારી છે. નોકર નું નામ વિજુ અને નોકરાણી નું નામ જીવી હતું એ પૂજા ને સમજાઈ ગયું. નોકર સમાન લઇ ઉપર ગયો અને પૂજા એ પણ દોલતસિંહ ની રજા લઈ નોકર ની પાછળ પાછળ ચાલી નીકળી, બાપુ એને જતી જોઈ રહ્યા. આ યુવતી ને જોઈ એમને કોઈક ની યાદ આવતી હતી. કોઈ અજાણ્યો નાતો આ છોકરી જોડે હોય એવો એમને ભાસ થતો હતો. એટલા માં વિજુ નીચે આયો. એને આવતો જોઈ બાપુ એ કીધું વિજુ મારી ગાડી કાઢ મારે ગામ માં એક આંટો મારવા જવું છે અને હું આવું ત્યાં સુધી આ હુક્કો ભરી રાખજે. અને પૂજા ને ૮ વાગે જમવા માટે નીચે આવવા કહી દેજે. વિજુ ના ગયા પછી ૫ મિનિટ રહી દોલતસિંહ પણ બહાર ની તરફ નીકળ્યા. આ ઉંમરે પણ એમની ચાલ માં ગજબ નો રુવાબ હતો. હજુ કોઈ યુવાન ને ટક્કર મારે એવો ચાલ માં દમામ હતો. બાપુ ના મગજ માં હજુપણ એજ વિચાર હતો કે આ યુવતી કેમ ઓળખીતી લગે છે? કેમ એનો ચહેરો મને કોઈક વિસે વિચારવા મજબૂર કરી મૂકે છે?

    પૂજા એ પોતાના રૂમ માં જઇ કલાક સુવાનું વિચાર્યું કેમકે વિજુ એ કીધું એ પ્રમાણે જમવાની હજુ વાર હતી. એ પોતાના બેગ માં થી ટુવાલ અને કેપરી લઇ ને બાથરૂમ માં ગઈ. દોલતસિંહ ના ગયા પછી વીર ઘરે આવ્યો, વીર એ પાર્કિંગ માં ઉભેલી નવી ગાડી જોઈ વિચારમાં પડી ગયો, વીર એ આવી ને વિજુ ને પૂછ્યું'કોણ આવ્યું છે? અને પપ્પા ક્યાં છે? વિજુ એ કીધું સાહેબ બાપુ તો ગામ માં ગયા છે, અને કોઈ મેડમ આયા છે, બાપુ ના ઓળખીતા છે અને થોડા દિવસ અહીં જ રોકવાના છે. વીર એ પૂછ્યું તો એ ક્યાં રોકાયા છે? એ બીજા માળે મહેમાન વાળા રૂમ માં છે. વીર એ કીધું ઓ. કે. બાપુ આવીને પૂછે તો કહેજે હું મારા રૂમ માં આવી ગયો છું. અને ભાઈ આવ્યા નથી લાગતા? વિજુ એ કીધું જય ભાઈ પણ લગભગ બાપુ ના જોડે જ આવશે. પછી વીર પોતાના રૂમ માં ચાલ્યો ગયો. લંડન થી આયા પછી વીર સાવ બદલાઈ ગયો હતો. એનો આકર્ષક ચેહરો, નીલી આંખો, કસરતી શરીર મજબૂત બાંધો અને ડ્રેસિંગ સેન્સ તો ગજબ નું. આજે પણ એ નેવી બ્લુ જીન્સ પેન્ટ, કાઉબોય શૂઝ, સફેદ ટી શર્ટ અને એના ઉપર ખુલ્લું લેધર નું જેકેટ માં વીર કોઈ બોલિવૂડ ના હીરો થી એ સોહામણો લાગતો હતો.

    કલાક જેટલો સમય પસાર થયો અને બાપુ અને જય પણ આવી ગયા, જય પણ દોલતસિંહ ની છાપ જેવો હતો, આબેહૂબ નકલ જોઈલો. એક સરખો બાંધો, એવીજ મૂછો, ચેહરો. ઝભ્ભા અને જીન્સ પેન્ટ માં જય નો પણ દેખાવ આકર્ષક લાગી રહ્યો હતો. બાપુ અને જય આવી ને સોફા પર બેઠા. બાપુ એ વિજુ ને બુમ પાડી અને હુક્કો સળગાવવા હુકમ કર્યો. ત્યાર પછી જય અને દોલત બાપુ તો એકબીજા સાથે કાંઈક ચર્ચા માં લાગી ગયા. ૮ ના ટકોરે જમવા માટે ની બેઠક પર બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. બાપુ એ જીવી ને પૂજા ને બોલાવી લાવા કહ્યું. બાપુ ના પત્ની ના અવસાન પછી જીવી અને વિજુ બાપુ નો ડાબો અને જમણો હાથ બની ગયા હતા. આ બને પતિ પત્ની બાપુ ની પૂરતી સેવા કરતા હતા. પૂજા તૈયાર થઈ ને જ બેઠી હતી. જીવી બોલાવવા આવી તો કીધું બસ હું ૨ મિનિટ માં આવું.

    પૂજા દાદર ઉતરી ને નીચે આવી રહી હતી અને વીર ની નજર એના પર પડી. વીર તો જાણે ખોવાઈ જ ગયો. પૂજા એ કેપરી અને કાળા રંગ ની ટી શર્ટ પેહરી હતી, ટી શર્ટ પર એક સુંદર ભરત કામ કરેલો દુપટ્ટો નાંખેલો હતો. . મેક અપ વગર પણ એની સુંદરતા આંખે વળગી ને લાગતી હતી. એના માથા ના વાળ ની ખુલ્લી લટ અને કપાળ પર નાનો ચાંદલો એની સુંદરતા માં ચાર ચાંદ લગાવતી હતી. . વીર એની સામે એક નજર થઈ આભો બની જોઈ રહ્યો હતો એ બાપુ એ જોઈ લીધું અને મનોમન થોડું હસ્યા. કેમકે બાપુ એ ૫૦ સારા ઘર ની સુંદર છોકરીઓ બતાવી પણ વીર ને કોઈ પસંદ જ નહોતી આવતી. એમને થયું હાશ મારા દીકરા ને કોઈક તો ગમ્યું. જય ની નઝર પણ પૂજા પર પડી એને પણ પૂજા એક નજર માં જ ગમી ગઈ પણ જય એ આ વસ્તુ પોતાના ચેહરા પર દર્શાવી નહીં. બાપુ એ પૂજા ને બેસવા કીધું. પછી પૂજા ને કીધું આ મારો મોટો દીકરો જય અને આ નાનો દીકરો વીર. જય અહીં મારી સાથે ગામ માં જ રહી લોકો ની સેવા કરે અને મારો બધો ભાર સાંભળે છે, અને આ મારો નાનો દીકરો વીર લંડન હાવર્ડ યુનિવર્સિટી થી એમ. બી. એ ની ડિગ્રી મેળવી ૨ મહિના પહેલા જ ઇન્ડિયા આવ્યો. અને જય અને વીર આ છે પૂજા, આર્કિયોલોજિસ્ટ છે અમદાવાદ ની છે અને આપણો પેલો અમદાવાદ વાળો કેસ જીતાડયો એ રાજેશ ભાઈ ની ઓળખીતી છે. અહીં ના મંદિરો ના અભ્યાસ માટે આવી છે, રહેવા માટે જગ્યા ની જરૂર હતી તો મેં અહીં જ રહેવા નો આગ્રહ કરી રોકી લીધી. અને જ્યાં સુધી એમનું કામ ન પતે ત્યાં સુધી અહીં રહેવાનું છે. પિતાજી ની વાત સાંભળી વીર મનોમન ખુશ થઈ ગયો અને કીધું પિતાજી તમે આ બહુ સરસ કામ કર્યો છે આપણા ઘરે મહેમાન એ તો આપણા માટે નસીબ ની વાત છે. ખબર નહીં વીર આજે બહુ ઉત્સાહી લાગતો હતો. એવું નહોતું કે વીર ને છોકરીઓ નું વળગણ હતું. એતો સ્ત્રી ઓ ને પથારી માં ભોગવવા ની વસ્તુ સમજતો હતો અને ઘણી સ્ત્રીઓ સાથે એને શૈયા સુખ માણ્યું હતું. પણ પૂજા ને જોઈ એના મન ની ઘંટડી ઓ વાગવા લાગી હતી. જય કંઈ બોલ્યો નહીં પણ એને પણ પૂજા ની ખૂબસૂરતી પસંદ આવી ગઈ હતી. પછી બધા એ અલક મલક ની વાતો કરતા કરતા જમવાનું પૂર્ણ કર્યુ. જમ્યા પછી બધા પોતાના સ્થાને થી ઉભા થયા. જય શુભ રાત્રી કહી નીચે ના માળ પાર ખૂણા માં રાખેલા પોતાના રૂમ માં ચાલી ગયો. બાપુ પણ વિજુ ને સવારે નાસ્તા માં શુ બનાવવા નું છે એ સમજાવી પોતાના રૂમ માં ગયા. એમના ગયા પછી વીર અને પૂજા પોતપોતાના રૂમ માં જવા નીકળ્યા. દાદર ચડવાનું પૂર્ણ કર્યા બાદ વીર એ પૂજા ને ગુડ નાઈટ કીધું. પૂજા એ પણ જવાબ માં વીર ને ગુડ નાઈટ વિશ કર્યું. એકબીજા સાથે બંને હાથ મિલાવી નાઈસ ટૂ મીટ યુ કહી છૂટા પડી ને પોત પોતાના રૂમ માં ગયા. પૂજા ના હાથ નો સ્પર્શ વીર ના અંગે અંગ માં વ્યાપી ગયો હતો. આજે ખબર નહીં પણ વીર ને મન માં અનેરો આનંદ હતો. આજે રાતે વીર ને પુરી રાત ઊંઘ આવવાની નહોતી. આખી રાત બસ પૂજા ના વિચારો એને ઊંઘવા નહીં દે એ વાત પાકી હતી. પૂજા તો એના રૂમ માં જઇ અંદર થી દરવાજો બંધ કરી બધી બારીઓ બંધ કરી લેપટોપ પર થોડું કામ કરી સુઈ ગઈ. ધરાઈ ને ખાધું હોવાથી એને સારી ઊંઘ આવી ગઈ હતી. એને પણ વીર પસંદ આવ્યો હતો એવું એના ચહેરા પર થી લાગતું હતું.

    સવારે આલાર્મ નો અવાજ સાંભળી પૂજા ની આંખો ખુલી ગઈ, એને ઘડિયાળ માં જોયું તો ૭ વાગતા હતા, એ ઝડપ થી ઉભી થઇ અને સ્નાન માટે બાથરૂમમાં ગઈ. આજે એને ખુલ્લા ગાલા ની જાંબલી ટી શર્ટ અને કાળા રંગ નું સ્કીન ટાઈટ જીન્સ પહેર્યું હતું. ટી શર્ટ ને મેચિંગ એયરિંગ અને લિપસ્ટિક આજે એને વધુ સુંદર બનાવી રહયા હતા. એના વાળ માં થી આવી રહેલી ખુશ્બુ અને ભીના વાળ એ વાત ની ચાડી ખાતા હતા કે આજે એને માથું ધોયું છે. એ સ્નાન કરી ને આવી ત્યાં સુધી માં જીવી ચા નાસ્તો બહાર મૂકી ગઈ હતી. પૂજા એ ફટાફટ ચા નાસ્તો કર્યો અને પોતાની બેગ જેમાં લેપટોપ, કેમેરો અને બુક હતા એ જોડે લીધી અને પછી ઝડપ થી નીચે ઉતરી ને પાર્કિંગ તરફ ગઈ. આજે જ પૂજા એ પર્વત પર ના મંદિર જોવાનું નક્કી કર્યું હતું.

    પૂજા પોતાની ગાડી નું લોક ખોલતી હતી ત્યાં પાછળ થી કોઈના પગલાં નો અવાજ સંભળાયો, અને પૂજા એ ચમકી ને પાછું વળી જોયું તો એને વીર ના દર્શન થયા. વીર એ પ્રેમ ભર્યું સ્મિત પૂજા સમક્ષ આપ્યું જેની સામે પૂજા એ પણ એના પ્રત્યુત્તરમાં સ્મિત આપી. વીર એ કીધું વિજુ જોડેથી જાણવા મળ્યું કે તમે એકલિંગી મહાદેવ ના મંદિરે જાવો છો, જો તમને વાંધો ના હોય તો તમે મારા જોડે આવી શકો છો. હું પણ મારી નવી ફેક્ટરી ની સાઈટ માટે એ તરફ જ જતો હતો. જો તમે ઈચ્છો તો મારા જોડે આવી શકો છો. આમ પણ તમારા માટે આ પ્રથમ દિવસ છે જગ્યા પણ નવી છે તો હું તમારો આજ પૂરતો ગાઈડ બની શકું, પણ આપ ને વાંધો ના હોય તો. આ સાંભળી પૂજા હસી પડી અને બોલી તમે ખોટા હેરાન ના થશો હું મેનેજ કરી લઇશ. પણ આ તો વીર હતો અને તો નક્કી કરેલું જ હતું કે ગમે તે થાય આજે તો પૂજા ના જોડે જ જશે.

    વીર એ કીધું હા અમે તો હજુ પારકા છીએ એટલે તમે અમને તમારી સેવા નો મોકો ના આપો. પૂજા એ કીધું એવું નથી. તો વીર બોલ્યો તો કેવું છે? તમે અમારા જોડે આવવાની એ ના પાડો તો અમારે શુ સમજવાનું? આ સાંભળી પૂજા ને લાગ્યું કે વીર ને ખોટું લાગી ગયું છે અને આમ પણ એના માટે જગ્યા નવી હતી તો વીર જોડે જવામાં એનો જ ફાયદો હતો. એક તો નવી જગ્યા એને કોઈ ઓળખાતું એ નહોતું આવા સંજોગો માં વીર જોડે હોય તો એના માટે સારું હતું અને પાછું વીર એને પસંદ પણ હતો. પૂજા એ વીર ને કીધું હું તમારી સાથે આવવા તૈયાર છું. પણ તમારે તમારી સાઈટ ની જગ્યા પણ બતાવવી પડશે. આ સાંભળી વીર ખુશ થયો અને પોતાની નવી લાવેલી ફોર્ડ ફોર્ચુનર માં પૂજા ને બેસાડી મંદિર ના રસ્તે નીકળી પડ્યો.

    વીર ડ્રાઇવ કરતો હતો પણ એની નજર વારંવાર પૂજા ને નિહાળી રહી હતી, આ વાત થી પૂજા પણ કંઈ અજાણ નહોતી. એને ખબર હતી કે પોતે છે જ એટલી ખુબસુરત કે કોઈ ભી એનો દિવાનો બની જાય તો વીર પણ કંઈક અલગ માટી નો નહોતો, હતો તો એ પણ એક માણસ. મંદિર નો રસ્તો બહુ વળાંકો વાળો અને ઊંચા નીચા ઢોળાવ વાળો હતો. તો પણ વીર ની ગાડી ની ગતિ ખૂબ જ વધારે હતી. મંદિરે પહોંચતા ૧૫-૨૦ મિનિટ જેટલો સમય લાગ્યો. વીર પોતાની સીટ પર થી નીચે ઉતર્યો અને એને પૂજા ની તરફ નો દરવાજો ખોલી પૂજા ને નીચે ઉતારવા કહ્યું.

    મંદિર માં સેવા આપતા પૂજારી અને બધા કાર્યકરો વીર ને ઓળખતા અને માન આપતા. વીર એ પૂજા ની ઓળખાણ બધા સાથે કરાવી દીધી અને પૂજા ને મંદિર ના મુખ્ય પૂજારી નો પરિચય આપી દીધો જેથી પૂજા કોઈ વાર એકલી આવે તોપણ એને કોઈ તકલીફ ના પડે. પછી તો વીર એ મંદિર ના ખૂણે ખૂણા થી પૂજા ને અવગત કરી. મંદિર નો બધો ઇતિહાસ કીધો. મંદિર ના અંદર આવેલા માં ભવાની, કાળ ભૈરવ, હનુમાન જી ના મંદિર ના પણ દર્શન કરાવ્યા. અત્યારે તો વીર પૂજા માટે એક સાચો ગાઈડ બની ગયો હતો. બપોરે વીર એ પૂજા માટે મંદિર માં જ જમવાની અને એક અલગ રૂમ ની સગવડ કરાવી દીધી. સાંજે વીર એ પણ પર્વત પર થી પૂજા ને એની ફેક્ટરી ની સાઈટ બતાવી અને બંને જણા ઘરે આવવા નીકળ્યા. રાતે જમ્યા પછી વીર પૂજા ના રૂમ માં આવ્યો અને એની જોડે બગીચા માં ફરવા આવવા કહ્યું, આમ તો પૂજા થકી ગઈ હતી પણ વીર ની વાત ને અવગણી એ વીર ને ખોટું લગાડવા નહોતી માંગતી તો એને હા પાડી. પછી તો વીર અને પૂજા કલાક જેટલું બગીચા માં ફર્યા અને અમદાવાદ અને લંડન વિશે ની વાતો કરી. રાતે ૧૧ વાગે બંને છુટા પડયા.

    પછી તો પૂજા માટે આ નિત્યક્રમ બની ગયો, સવારે વીર એના જોડે જ થઈ જતો. પૂજા ઘણી વાર આનાકાની કરતી પણ આખરે વીર ની મદદ અને મિત્રતા ની એને અત્યારે જરૂર હતી. વીર અને પૂજા ધીરે ધીરે વાતો આ ખુલતા જતા હતા. ઘણીવાર એક બીજા ને વાતે વાતે હાથ ચાલાકી કરતા બંને ને એકબીજાનો સાથ પસંદ હતો. વીર આ સાથ ને પ્રેમ સમજતો હતો જ્યારે પૂજા માટે એક મિત્રતા હતી. એક વાર તો વીર પૂજા ને ઉદયપુર લઇ ગયો અને પૂજા ને બાજુ માં રહી શોપિંગ પણ કરાવી, શોપિંગ નું બધું બિલ વીર એ ચૂકવ્યું. પૂજા ને મનોમન ખબર પડી તો ગઈ હતી કે વીર એને પ્રેમ કરવા લાગ્યો હતો. પૂજા પણ એને પસંદ કરતી હતી એવું વીર ને પણ લાગતું હતું. વીર પોતાના પ્રેમ નો પ્રસ્તાવ પૂજા સામે મુકવા માંગતો હતો, પણ એ માટે વીર એક યોગ્ય સમય ની રાહ જોઈ રહ્યો હતો.

    દોલતસિંહ થી પણ વીર અને પૂજા વચ્ચે નું આ નિકટપણું છૂપું નહોતું. બીજી કોઈ છોકરી હોય તો બાપુ એ ક્યારનોય વીર ને આગળ વધતા રોકી લીધો હોત, પણ બાપુ ને એ પૂજા પસંદ હતી. હતી થોડી મોર્ડન પણ સારા ઘર ની અને સંસ્કારી હતી એટલે જ બાપુ એ બંને ને સાથે જોતા મનોમન ખુશ થતા અને પૂજા માં એમની ભાવિ પુત્રવધુ દેખાતી હતી. આખરે એક દિવસ બાપુ એ વીર ને આ વિશે વાત કરી. તો વીર એ કીધું હા અને પૂજા પસંદ છે પણ મેં હજુ એની સામે કોઈ પ્રસ્તાવ મુક્યો નથી. મને વિશ્વાસ તો છે કે એ પણ મને પસંદ કરે છે. પણ જ્યાં સુધી એ પોતાના મુખે થી આ વાત નો સ્વીકાર ના કરે ત્યાં સુધી મારા દિલ ને ચેન નહીં પડે. દોલત સિંહ આ સાંભળી મંદ મંદ હસ્યાં અને વીર ને કીધું બેટા જો તને પૂજા પસંદ છે તો એ તો બહુ ખુશી ની વાત છે તમારા બંને ની જોડી તો રાધા કૃષ્ણ ની જોડી લાગે છે. તું પૂજા ને જણાવી દે કે તું એને પ્રેમ કરે છે. શુભ કામ માં રાહ કેમ જોવે છે? વીર ને તો દોલત સિંહ ની વાત સાંભળી પોતાની પસંદ પર ગર્વ થયો અને વીરે પણ જેમ બને એમ ઝડપ થી પૂજા ને પ્રપોઝ કરવાનું વિચારી લીધું.

    બીજા દિવસ સવારે વીર એ પૂજા ને કીધું આજે તું એકલી ચાલી જા મારે થોડું કામ છે અને સાંજે મને પર્વત ની તળેટી પર મળજે હું તારી ત્યાં રાહ જોતો હોઈશ. પૂજા એ કીધું કેમ ત્યાં? કોઈ ખાસ કારણ? વીર એ કીધું તું છે ને સવાલ બહુ કરે તને કીધું મારે એક કામ છે તો ત્યાં મળજે. આજે તો વીર પૂજા પર હક કરી ને બોલતો હતો. પૂજા એ પણ કીધું સારું બાબા હું સાંજે ૬ વાગે ત્યાં પહોંચી જઈશ. વીર એ કીધું તમારો ખૂબ ખૂબ આભાર અમારી વાત માનવ માટે. આટલું કહી વીર ત્યાં થી નીકળી ગયો અને પૂજા પણ મંદિરે જવા નીકળી ગઈ.

    સાંજ ના છ વાગી ગયા હતા. પૂજા પોતાની કાર લઇ મંદિર જોડે આવેલા પર્વત પર જવા નીકળી. રસ્તા માં એના મગજ માં એજ વિચારો આવતા હતા કે વીર એવી તે શું વાત કેહવાનો છે? થોડી જ વાર માં એ પર્વત પર પહોંચી ગઈ ત્યાં વીર ની ગાડી હતી પણ વીર દેખાતો નહોતો. પૂજા એ કાર માંથી નીચે ઉતરી આજુ બાજુ બધે જોયું પણ વીર ક્યાંય નજરે ના પડ્યો એને જોર જોર થી વીર ના નામ ની બુમો પાડી જેના પ્રત્યુત્તર માં વીર ના નામ ના પડઘા પર્વત ને લીધે પાછા સંભળાતા હતા. થોડી વાર આજુ બાજુ જોયા પછી પૂજા ને કંટાળો આવ્યો અને વીર પર ગુસ્સો આવ્યો કે અહીં અત્યારે બોલાવી એ ક્યાં ચાલ્યો ગયો. એટલા માં પૂજા ને પાછળ કોઈ આવતું હોય એવું લાગ્યું અને ડર ના લીધે એને ચમકી ને સામે જોયું તો એ વીર હતો.

    આ વાત ના અડધા કલાક પછી બાપુ દોલત સિંહ ના મોબાઈલ પર પૂજા નો નંબર ફ્લેશ થયો. બાપુ ને નવાઈ લાગી આમ પૂજા નો ફોન? એમને ફોન ઉપાડ્યો તો સામે છેડે પૂજા નો રડવાનો અવાજ આવ્યો. એ હીબકાં ભરતી હતી, અને આક્રંદ કરી રહી હતી. આ સાંભળી બાપુ તો પોતાની જગ્યા એ ઉભા થઇ ગયા અને પૂછ્યું બોલ બેટા શું થયું? કેમ આમ રડે છે? તો સામે રડવા ના અવાજ સાથે વીર વીર એવું સાંભળ્યું? પૂજા શુ થયું વીર ને બોલ અને તું ક્યાં છે? તું કેમ રડે છે? બાપુ એ એક પછી એક સવાલો નો વરસાદ કરી દીધો હતો. સામે થી પૂજા એટલું બોલી તમે પર્વત ની તળેટી પર આવો. બાપુ ને અચાનક હૈયા માં ફાળ પડી અને એમને તરત જય ને ફોન કરી પર્વત પર આવવા કીધું. અને વિજુ ને લઇ એ પણ નીકળી પડ્યા.

    બાપુ ના પહોંચવા ની સાથે જય પણ ખેતર માંથી ૩-૪ માણસો ને લઇ પાછળ પાછળ પર્વત પર પહોંચી ગયો. કાંઈક અજુગતું થયું હશે એ ગણતરી એ જય એ પોલીસ ઇન્સ્પેક્ટર સુરજ ને પણ ફોન કરી ત્યાં બોલાવી લીધો હતો. બાપુ ત્યાં જઈ ને કાર માંથી નીચે ઉતર્યા અને જોડે જય પણ આવ્યો. એમને જઈને જોયું તો પૂજા અર્ધબેભાન અવસ્થા માં પર્વત ની કિનારી જોડે પડી હતી. બાપુ એ વિજુ ને અને જય ના જોડે આવેલા માણસો ને બધી ગાડી ઓ ની હેડલાઈટ ચાલુ કરવા કીધું અને પોતે પૂજા જોડે ગયા. પૂજા એમને જોઈ રહી એની આંખ માંથી આંસુ નો ધોધ વહી રહ્યો હતો. એનો ચહેરો માટી થી ખરડાયેલો હતો રડી રડી એની આંખો લાલ થઈ ગઈ હતી. બાપુ ને જોઈ એ વીર વીર એટલું જ બોલી. બાપુ એ વિજુ ને પાણી લાવવા કીધું, વિજુ પાણી લેવા ગયો એટલા માં ઇન્સ્પેક્ટર સુરજ પણ પોતાના ૪ કોન્સ્ટેબલ સાથે આવી પહોંચ્યો.

    વિજુ એ લાવેલું પાણી બાપુ એ પૂજા ને પાયું અને કીધું પેહલા બેટા તું રડવાનું બંધ કર અને શાંત થા, અને કે વીર ક્યાં છે? બાપુ ના અવાજ માં આજે વેદના અને ચિંતા બંને હતા. જય પણ ચિંતાતુર ચહેરે પૂજા ના જવાબ ની રાહ જોઈ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર સુરજ એ પણ સ્થિતિ ની ગંભીરતા ને લઇ ચૂપ રેહવું વધારે યોગ્ય સમજ્યું. ત્યાં ઉપસ્થીત દરેક ના મગજ માં એજ સવાલ હતો કે એવું તો આ જગ્યા એ શું બની ગયું છે? બધા ને એ વાત નો જ ઇન્તજાર હતો કે પૂજા શું જણાવવા માંગે છે? અને વીર ક્યાં છે?

    આખરે પૂજા એ પાણી પીધા પછી ધીરે ધીરે પોતાની જાત ને સાંભળી અને નીચે ખાઈ તરફ આંગળી દેખાડી ને બોલી વીર, મારો વીર નીચે પડી ગયો. એક વાર તો બધા ને ઝાટકો લાગ્યો હોય એમ સુન્ન થઈ ગયા. બાપુ તો જાણે બેભાન જ થઈ ગયા અને નીચે પડ્યા. જય પણ થોડો હળ બળી ગયો પણ એને પોતાની જાત પર કાબુ મેળવી બાપુ ને સાંભળી લીધા. ત્યાર બાદ એને પૂજા ને પૂછ્યું કેવી રીતે આ બધું બન્યું? બાપુ અર્ધબેભાન જેવી સ્થિતિ માં પૂજા ના શબ્દો સાંભળી રહ્યા હતા. પૂજા એ ડુસકા લેતા લેતા કહ્યું આજે મને વીર એ અહીંયા મળવા બોલાવી એ મને કોઈ વાત જણાવવા માંગતો હતો, હું પણ વીર કઇ વાત જણાવવાનો હતો એ જાણવા આતુર હતી. અહીં આવી ને વીર એ મારી સમક્ષ લગ્ન નો પ્રસ્તાવ મુક્યો અને આ હીરા ની અંગૂઠી મારા હાથ માં પહેરાવી દીધી. એમ કહી પૂજા એ પોતાની આંગળી માં રહેલ અંગૂઠી બધા ને બતાવી.

    પછી શું બન્યું? ક્યારથી એ ચૂપ ઉભેલો ઇન્સ્પેક્ટર સુરજ પૂજા ની સામે જોઈ બોલ્યો. પૂજા એ અટકતા અવાજે કીધું કે મેં વીર નો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. આમ પણ મને વીર પસંદ હતો. અને મારા આગળ પાછળ કોઈ છે નહીં તો મારે કોઈ ની રજા લેવાની જરૂર નહોતી. સુરજ ને પણ લાગ્યું કે પૂજા બહુ રડી છે, અત્યારે તો એની આંખ ના આંસુ પણ પૂર્ણ થઈ ગયા હતા.

    મારો જવાબ સાંભળી વીર ખુશ થઈ ને મને વળગી પડ્યો, એને મને પોતાની બાહો માં લઇ ઊંચકી લીધી. અને પછી નીચે ઉતારી ને કીધું પૂજા આઈ લવ યુ સો મચ. હું તને બહુ પ્રેમ કરું છું. તારા જેવી હમસફર મેળવી મારી જિંદગી ધન્ય થઈ જશે. વાતો વાતો માં એ ક્યારે પર્વત ની ધાર પર આવી ગયો એની ખબર એને પણ ના રહી અને મને પણ. અચાનક એનું બેલેન્સ ગયું ને એ. . . આટલું બોલતા તો પૂજા એ વાતાવરણ ને શોકમય બનાવતી ચીસ પાડી વીર મારો વીર મને મૂકી ને ચાલ્યો ગયો. પૂજા નું આક્રંદ ભલભલા કઠણ હૃદય ના માણસ ને પણ ધ્રુજાવી નાખે એવું હતું.

    બાપુ એ થોડા સ્વસ્થ થઈ ને પૂજા જોડે આવ્યા અને કીધું બેટા રડીશ નહીં. વીર ને કાંઈ નહીં થયું હોય ઇન્સ્પેક્ટર સાહેબ વીર ને શોધી દેશે. તું ના રડીસ. પણ બાપુ એ મનોમન જાણતા હતા કે આટલી ઊંચાઈ થી પડ્યા પછી બચવું અશક્ય હતું. પણ પૂજા ને સાંત્વના અને હિંમત આપવા એમને પોતાની જાત પર કાબુ મેળવી લીધો. જય પણ ચૂપચાપ ઉભો હતો. નાના ભાઈ ને ગુમાવવા નું દુઃખ એને પણ હતું. પણ એના પર પિતાજી અને પૂજા બંને ને સંભાળવાની જવાબદારી હતી.

    ઇન્સ્પેક્ટર સુરજ પણ તરત એકશન માં આવી ગયો. એને પૂજા ની દરેક વાત કોન્સ્ટેબલ ને લખવા કીધી અને જય ને અને બાપુ ને ઉદ્દેશી ને કીધું. હું સવારે વહેલા નીચે જઇ દરેક ખૂણો ફરી વાળશું પણ વીર ને ગમે ત્યાં થી શોધી કાઢીશું. આમ તો અત્યારે જ જાત શોધવા પણ અત્યારે આ અંધારા માં એ શક્ય નથી. બાપુ અને જય પણ સુરજ ની મજબૂરી સમજતા હતા. સુરજ એ બાપુ અને જય ને પૂજા ને લઇ ઘરે જવા કીધું, સુરજ ને પણ પૂજા ની બહુ દયા આવી રહી હતી. કેટલી કમનસીબ છોકરી જેનો પ્રેમ મળે એના પેહલા જ એનાથી અલગ થઈ ગયો અને પાછો મળવાનો જ નથી. કેવી ગજબ ની દયનિય સ્થિતિ. ભગવાન ના ખેલ પણ કેવો નિરાળા છે. આવનારો સમય શુ લઈ ને આવશે એની કોઈને કંઈ ખબર નથી હોતી.

    જય અને બાપુ પૂજા ને લઇ ઘરે ગયા, એમને ઘણું સમજાવ્યું પણ પૂજા એ કંઈ ખાધું નહીં. એમને રાતે જીવી ને પૂજા ના રૂમ માં સુવા મોકલી. બાપુ અંદર થઈ બહુ આઘાત માં હતા પણ પૂજા ને જોઈ એ થોડી હિમ્મત એકઠી કરી ને બેઠા હતા. જેવી પૂજા અંદર ગઈ દોલત સિંહ બાપુ પણ નાના બાળક ના જેમ જય ને વળગીને રોવા લાગ્યા. એમને રડતા જોઈ વિજુ પણ રડી પડ્યો. જય પોતે પણ ઊંડા આઘાત માં હતો પણ પિતાજી ની આ દશા જોઈ એ થોડો પોતાની જાત ને સંભાળી રહ્યો હતો. આજે રાતે પિતા જી ને એકલા નહીં મુકાય એવું વિચારી એને બાપુ ના રૂમ માં જ સુવાનું નક્કી કર્યું. બાપુ ના સુઈ ગયા પછી એ પણ નાના ભાઈ સાથે વિતાવેલી પળો, સાથે રમવું, લડવું, ઝગડવું યાદ કરી ને બહુ દબાયેલા અવાજ માં રડતો હતો. આમ તો જય બહુ મક્કમ મનોબળ વાળો હતો એક વાર ખેતર માં કામ કરતા કરતા હાથ માં દાંતરડું વાગી જવાથી હાથ ની ૨ આંગળીઓ કપાઈ ગઈ હતી પણ જય ના મોઢા પર પીડા નો કોઈ ભાવ જ નહોતો, દવાખાને પણ એને ડૉક્ટર ને પોતાને બેભાન કર્યા વગર જ ટાંકા લેવા કીધું હતું. પણ આ આખી વાત અલગ હતી, પોતાના દિલ ના ટુકડા જેવા નાના ભાઈ ને ખોવાનું દુઃખ જય જેવો મક્કમ મન નો માણસ પણ જીરવી શકતો નહોતો. રડતા રડતા એને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. વિજુ પણ બિચારો દોલતસિંહ બાપુ અને જય ભાઈ ની આવી સ્થિતિ અને વીર ભાઈ સાથે બનેલી ઘટના ને યાદ કરતો કરતો ઘણું રડ્યો અને થકી ને સુઈ ગયો. બધા ના મન માં થોડી આશા હતી કે ક્યાંક વીર જીવતો મળી જાય.

    ક્રમશઃ

    શું વીર જીવતો મળશે કે એની લાશ મળશે? પૂજા વીર વગર શું કરશે? આખરી દાવ કેવો અને શું હશે? એ જાણવા આખરી દાવ ભાગ-૨ નજીક માં આવે છે. તમને આ નોવેલ કેવી લાગી એ મારા whatsup નંબર 8733097096 પર જણાવવા વિનંતી.