Aansude chitarya gagan - 28 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | આંસુડે ચીતર્યા ગગન ૨૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આંસુડે ચીતર્યા ગગન ૨૮

આંસુડે ચિતર્યા ગગન

(28)

બિંદુ… કેવી થઈ ગઈ હતી. ? એના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું અંશીતાના મૃત્યુ બાદ બિંદુ પાસે કેવી રીતે જવું એ એક પ્રશ્ન થઈ ગયો હતો. એને સુખી કરવી હોય તો અર્ચનાનું સુખ છીનવવું પડે છે. અને ભાનમાં આવ્યા પછી… સારી થયા પછી અંશે ખેલેલ નાટક તેને માટે ઘાતક બની જઈ શકે છે. એણે વિચારેલી શક્યતાની શક્યતા પણ ઘણી હતી. – આ નાટક દરમ્યાન કોઈ કઠિન ક્ષણોએ બિંદુ અંશને મેળવી લે – પણ પછી ? પછી વિનાશ જ છે. પછી અશાંતિ જ છે. મગજમાં જતી લોહીની નસ ધમ… ધમ… ધમ… ધબકતી રહી છે.

રિક્ષા એની હોટેલના રૂમ પર આવી પહોંચી. એના વિચારો વધતા જતા હતા.

હોટેલના રૂમમાં ગયા બાદ બેરાને બોલાવી માથાના દુખાવાની ગોળી મગાવી… ધબકતું હૈયું હજી શાંત પડતું નહોતું. એની નજરમાં ગુલાબી રંગની સાડીમાં સૂતેલી બિંદુ દેખાતી હતી. અબુધ શી – જડ અને મૂંજી ઢીંગલીને અંશીની જેમ ઉછેરતી – હજી પણ અંશભાઈ, અંશભાઈ અને દેરાણી કરતી. શેષનું હૈયું આર્દ્ર બની પીગળી રહ્યું હતું. એની પત્નીની દુ:ખદ દશા તેનાથી જોવાતી નહોતી. મગજની ધમની ધમ… ધમ… ધબકતી હતી. શીરા ધીમે ધીમે આગળ વધતી હતી… એની આંખે અંધારા આવી રહ્યા હતા. બિંદુ… બિંદુ… તેં આ શી તારી હાલત કરી નાખી… કેમ કરી નાખી… પછી તને આ હાલતમાં જોઈને હજી હું કેમ બેસી રહ્યો છું ? શા માટે કશુંક કરી નથી નાખતો ?

શું કરું ? એ જ તો સમજાતું નથી. બિંદુને હું સુખી નહીં કરી શકું – તો કોણ કરી શકશે ? – કદાચ અંશ… અંશ… તો તારી અમાનતની જેમ તેને સાચવે છે. એ તો તું જે શક્યતા વિચારે છે તેની કલ્પના સુદ્ધાં કરતો નથી. અને એના પુ:સત્વ પર અર્ચનાનો અધિકાર છે. કેવી નીચ વાત તેં વિચારી લીધી છે. અંશ ! એને મન અર્ચના પત્નીના સ્થાને છે. બિંદુ તો તારી અમાનત છે. તેથી જાળવે છે. જો તારી ધારેલ વાત શક્ય બની તો પણ એનાથી એ બે પ્રેમી પંખીડાનું હાસ્ય વિલાઈ જશે.

…પણ ગાંડપણની આ અવસ્થા યોગ્ય સમજાવટનું કારણ ન બની શકે… ? જે હું નથી આપી શકવાનો તે અંશ આપે તો ખોટું શું થવાનું છે ? અર્ચનાનો અધિકાર ફરજના ભાગરૂપે બની રહેતો હતો… અંશ… ના સ્નેહના આધારે તો અર્ચના બિંદુની સારવાર કરે છે. એ બિંદુ જો એના અંશને લઈ લે તો અર્ચના કેવી રીતે સાંખી લે ?

હું બધાની વાત વિચારીશ તો કશું જ નહીં થાય… તેની વિચારધારાએ પ્રવાહ બદલ્યો… બિંદુને સંતાન જોઇએ છે. મારી પાસે તે આપવાની ક્ષમતા નથી. અર્ચના જુવાન છે.. ડૉક્ટર છે… કોઈપણ બીજો મુરતિયો તેને મળી શકે… પણ અંશ… એને તો બિંદુ મળે છે ને…? ઓ પાગલ મનવા ! ભાગ્યના દોર લખનાર કંઈક જુદું જ ધારી બેઠો છે અને તું કંઈક ઓર ધારી રહ્યો છે. પાછો વળ… થનાર ન થનાર નથી – ધીરજ ધરી આ નાટકનો પ્રેક્ષક બની જોતો રહે જે થાય છે તે… જોતો રહે…

મનની શાંતિ માટે ડાયરી કાઢીને તેણે લખવા માંડ્યું…

બિંદુ ! તારી આ વેદના મારાથી નથી જોવાતી. અસહ્ય મનોવેદનામાંથી તું પસાર થઈ ચૂકી છે. અને એ વેદનાની શરૂઆત મારા મૌનથી થઈ છે. હું તને જે કહી નથી શકતો તે આખી દુનિયાને કહી ચૂક્યો છું. પણ કાશ… તું એ સાંભળવા જેટલી ભાનમાં હોત… મેં તને જ્યારે જ્યારે એ વાત કહેવા જીભ ઉપાડી ત્યારે ત્યારે નાના શેષની તારી જીદ મને અટકાવી ગઈ. એ વાત આમ તો ખૂબ નાની હતી. તને કહી દીધી હોત તો કદાચ થોડાક તીવ્ર પ્રત્યાઘાતો બાદ એ વાતને તારું મન પચાવી ગયું હોત… પણ હવે એ નાની વાત ખૂબ મોટી બની ગઈ છે. અંશીતાનું મૃત્યુ અને મારી નાનકડી વાત અત્યારે દાવાનળ બની ગઈ છે.

અર્ચના અને અંશ તને સાજી કરવા તનતોડ પ્રયત્ન કરે છે. મારી હાજરી તારા સાજી થવાના પ્રયત્નોમાં વિઘ્નરૂપ છે જ તેવું હું પણ માનું છું. તેથી જતો રહું છું.

તને અધવચ્ચે રઝળાવવાનો મારો કોઈ ઇરાદો નથી પણ એક શક્યતા મને દેખાય છે… એક એવી શક્યતા કદાચ અર્ચનાના ભોગે – અંશની અનિચ્છાએ – તારું ગાંડપણ – તારી એ અજાયબ અવસ્થામાં તને કંઈક એવું કરવા પ્રેરી જાય કે જેથી તારું ગુમાવેલું સંતાન તને પાછું મળી જાય. એ સંતાન અંશનું હશે.

મારી અશક્તિઓ – મારી કાયરતા – મારી બદનસીબીને મારા અંતરની કોખમાં ભરીને હું ચાલ્યો જાઉં છું. એ અશક્ય શક્યતા કદાચ શક્ય ન બને તો પણ હું તને અને મૃત અંશીને કદી પામી શકવાનો નથી. એ પરિતાપમાં પીડાતો રહી નામશેષ થઈ જઈશ.

અંશ અને અર્ચનાના ઉપકારોનાં ઋણ સ્વિકારરૂપે – તને અને મારી તમામ દોલતને તેમને સોંપતો જાઉં છું. તું જલદી સાજી થાય કે આ પરિસ્થિતિમાં જિંદગી કાઢે બંને પરિસ્થિતિ મારા મતે તારા દુ:ખને વધારનારા છે. તેથી અહીંથી ગુમ થઈ જવું એ જ સાચો રસ્તો છે.

ઉપરવાળાને ત્રાજવે મારા ગુનાની જે સજા હોય તે પણ – આ દુ:ખ ભોગવવા જેટલું જીવવું પડે તેટલું જીવીશ અને ત્યાં સુધી તને ચાહતો રહીશ – અને ક્ષેમકુશળ ચાહતો રહીશ.

ડાયરીનું પાનું ફેરવીને અંશને ઉદ્દેશીને પત્ર લખવો શરુ કર્યો.

અંશ ! ભઈલા – મહાકાવ્ય રામાયણમાં સીતા અને લક્ષ્મણની વાત તો જાણીતી જ છે. પરંતુ અજાણી એક વ્યક્તિ હતી – અને તે લક્ષ્મણની પત્ની ઊર્મિલા. મોટાભાઈના ચૌદ વર્ષના વનવાસ સાથે વનવાસ ભોગવવા તૈયાર થયેલ પતિને એક ક્ષણના વિલંબ વિના વિદાય આપતી એ નારીની વાત અત્યારે એટલા માટે યાદ આવે છે કે કળિયુગમાં પણ આવી ઊર્મિલા જીવે છે. અને તે અર્ચના રૂપમાં.

સીતાના અપહરણ પછી જે શોધખોળના પ્રયત્નો લક્ષ્મણ કરતો તેવા જ ભગીરથ પ્રયત્નો તું અને અર્ચના ગાંડપણના વનોમાં ખોવાયેલી મારી બિંદુ માટે કરો છો. અને કદાચ તેનો ખૂબ મોટો ભોગ પણ આપી રહ્યા છો. ગોડ બ્લેસ યુ કહેવાની ઇચ્છા તો થઈ આવે છે. પણ પછી થાય છે કે અમારા બે જણ ને કારણે તો તમારી નંદનવન જેવી યુવાનીની અમૂલ્ય પળો વેડફાઈ રહી છે.

મારી એક વાત માનીશ ? બિંદુને જેમ છે તેમ રહેવા દે. સાજી કરવાના પ્રયત્નો ના કર. એ પ્રયત્નો તમારી જિંદગીમાં વંટોળ સર્જશે. પણ અમે ખબર છે તારો ખંતીલો સ્વભાવ તેને સાજી કરીને છોડશે. અને તે સમયે સર્જાયેલ વંટોળમાં ડૉક્ટર દિયર અને પ્રિયતમ વંટોળાતો હશે.

એ વંટોળ શમાવવાના પ્રયત્નમાં તું કશુંક ગુમાવી ચૂક્યો હોઇશ. અને એ ગુમ થયેલ તારો અધિકાર, પ્રેમ કે પ્રિયતમાને મેળવી આપવા હું અસમર્થ હોઇશ. મારું ગુમ થવું એ કેટલી હદે સાચું હશે. ખબર નથી. પણ આ વંટોળને ઉઠતો હું રોકી શકું તેમ પણ નથી કે એ વંટોળની દિશા પણ બદલાવી શકું તેમ નથી. જ્યારે હું કશું કરી શકું તેમ નથી તો દૂર બેઠા બેઠા તમારે સુખાકારીની તમન્ના કરું તેથી રૂડું શું ?

એમ વિચારીને મેં ગુપ્તવાસ સ્વીકાર્યો છે. શક્ય હોય તો મને ભૂલાવી દેજે અને સમયનું લોલક જે ખેલ દેખાડવા ઇચ્છે તે જોતો રહેજે.

વધુ તો શું લખું ? લખીને અત્રે અટકું છું.

અર્ચનાને પણ કંઈક લખવાની ઇચ્છા થઈ ગઈ. પણ કેવી રીતે શું લખવું તે તેને સૂજતું નહોતું. અહોભાવથી તેના માટે તેનું મન ભરાઈ ગયું હતું. એની નિર્દોષતા, નિખાલસતા અને અંશ માટેનો એનો અસ્ખલિત પ્રેમ જોઈને એ મનોમન આનંદ અનુભવતો હતો. અને સાથે સાથે દુ:ખ પણ…. હલાલ થવા જનાર બકરાને જોઈને અહિંસામાં માનનાર સન્યાસીને જે દર્દ થાય તેવું દર્દ થતું હતું. ગ્રહોની અટપટી ચાલચલગતનો તે મૌન શિકાર હતો. પરંતુ કરવાનું કાર્ય કરે જતો હતો.

અર્ચના – ગતભવની કોઈ લેણદેણ બાકી રહી ગઈ હશે. – તો હું અને બિંદુ એક પ્રત્યક્ષ અને એક પરોક્ષરૂપે વસૂલ કરીએ છીએ. અંશીતાના મૃત્યુ એ તારા ગ્રહો વિશેના વિચારો દ્રઢ કરી દીધા હશે. મનોવૈજ્ઞાનિક આવા ગ્રહોના કુંડાળામાં અસ્વસ્થ થઈ જાય તે નવાઈ તો લાગે, પણ ખેર…! જે રીતે પ્રસંગો બન્યા છે તે જોતા તું એવું કરે તે અજુગતું તો નથી જ.

બિંદુની બંને પરિસીમાથી તું વાકેફ છે. આ પરિસ્થિતિમાં મારી ગેરહાજરી અનુચિત તો નથી જ.. તું શું માને છે તેના પ્રત્યાઘાતો મને મળનાર નથી. પરંતુ તમારી જિંદગીના ઉત્તમ દિવસો મારી બિંદુને તું અને અંશ આપો છો – તે બીના મને ગદગદ કરી મૂકે છે. – આભાર – અહોભાવ – વફાદારી અને લાગણીઓનું સમતુલિત મિશ્રણ તમારા બંને માટે મારી આંખમાં આંસુ અને હોઠો પર દુઆ મૂકી જાય છે.

આશિષ આપવા યોગ્ય તો રહ્યો નથી તેથી ખુદાના દરબારમાં તારી શ્રેષ્ઠતમ જગ્યા કરવા જાઉં છું. એમ લખીને અટકું.

હવે તપ્ત નસો શમતી હોય તેમ એને લાગી રહ્યું હતું. એના લાગણીઓના જુવાળ શમી રહ્યા હતા.

***

બિંદુની સારવાર ધીમે ધીમે રંગ પકડતી હતી. એક એના ગૂંચવાયેલા મગજનો દોર હાથમાં આવ્યો હતો. હવે દવા પણ રિસ્પોન્સ આપતી હતી. શેષભાઈનો રોલ સંભાળપૂર્વક ભજવાતો હતો – થોડુંક વહાલ એને અને એના કરતા વધુ વહાલ એની ઢીંગલીને આપવાનું ચાલુ રાખ્યું હતું.

બિંદુનો દિવસ એની ઢીંગલીને સજાવવામાં – રમાડવામાં પૂરો થઈ જતો હતો. દિવસોના ચક્રો ગતિમાન થતા જતા હતા. અંશે પણ ચશ્માની ઝંઝટ કોન્ટેક્ટ લેન્સ કરાવી લઈને દૂર કરી નાખી. એ સવારે તથા સાંજે ડિસ્પેન્સરી અને બપોરે તથા રાતે બિંદુની સુશ્રુષામાં લાગી રહેતો. અર્ચના દરરોજ સાંજે આવતા મોડી રાત્રે અંશ તેને ઘરે મૂકી આવતો. તેણે તેનું દવાખાનું શરુ કર્યું હતું. તેની પ્રેકટીસ પણ જામવા માંડી હતી.

તે દિવસે અર્ચનાને અંશે પૂછ્યું – ‘પેલા નજમાના કેસની કોઈ પૂર્વ હિસ્ટ્રી આવી ?’

ક્ષણભરની ચુપકીદી પછી અર્ચનાએ જવાબ આપ્યો ‘પેપર આવ્યું તો છે. પણ તેના પરિણામો કે રીત આપણને બહુ અનુકૂળ આવે તેવા નથી.’

‘એટલે ?’

‘તું વાંચજે હું આપીશ. એના ઘરમાં જ ઘણું બધું કોમ્પ્લીકેશન હતું – અને અંતે નજમા આપઘાત કરી બેસે છે.’

‘હં… ’

‘અંશુ !’

‘હં !’

‘આ સહેગલને જોઈને મને એમ કેમ થયા કરે છે કે તે શેષભાઈ જ છે. ’

‘કેમ એવું શા ઉપરથી લાગ્યું ?’

‘બિંદુભાભીને મળવાની ઇચ્છા સામેથી વ્યક્ત કરી હતી ને ? ’

‘હા .’

‘ખૂબ ડિટેઇલમાં ઉતરતા હતા. અને છેલ્લે એમની આંખમાં આંસુ !’

‘જરા વધુ પડતું લાગતું હતું નહીં ?’

‘હા. અને એમની આદતો હું જોઈ શકતો હતો .’

‘કેવી રીતે ?’

‘બિલકુલ તારી જેમ… ઇમોશનલ બનીને બિંદુભાભીને જોઈ રહ્યા હતા. ’

‘તું સાચી પણ હોઈ શકે છે. જો કે મને એવી કોઈ શંકા નથી. પણ તેમનો પગાર મોકલવો અજુગતો જરૂર લાગે છે. ’

‘ના તે આ વાતનું પ્રૂફ છે. પણ તેઓ કેમ આપણાથી દૂર રહેવા માગે છે ?’

‘હોટેલ કામા માં ઉતર્યા છે – ચલ મળવા જવું છે ?’

‘એક તુક્કો છે. પણ જઈ શકાય ખરું – ’

‘ચાલ ’

સ્કૂટરને કીક મારી અંશે દોડાવી મૂક્યું હોટેલ કામા ઉપર પહોંચ્યા ત્યારે ખબર પડી કે તે દિલ્હીની ફ્લાઈટમાં નીકળી ચૂક્યા હતા. રજિસ્ટરમાં દિલ્હીનું એડ્રેસ નહોતું. જે એડ્રેસ હતું તે અશોક કંસ્ટ્રક્શનનું હતું.

અંશ માની શકતો નહોતો કે શેષભાઈ ગુપ્તવાસ કેમ સ્વીકારે. સહેગલ જ શેષ છે તેવો અર્ચનનો અંદેશો તેને સાચો લાગતો નહોતો. પણ અર્ચનાની વાત તોડવી નહોતી તેથી તે ચુપ રહ્યો.

પાછા વળતાં અર્ચના કહે – ‘ચાલ અંશ એકાદ પિક્ચર જોઈ આવીએ.’ ઘણા સમયથી જવાબદારીઓથી ગુંથાયેલ અંશ તરત અર્ચનાની વાત સ્વીકારી બેઠો. ડિસ્પેન્સરી ઉપર ફોન કરી તે મોડો આવશે તેવી જાણ કરી દીધી.

‘ખામોશી’ – પિક્ચરમાં ટીકીટ મેળવીને બંને જણા ઘૂસી ગયા. અંશ તેના રંગીન મિજાજમાં આવતો હતો. અને અર્ચનાને મીઠી ગમ્મતોમાં હસાવતો જતો હતો. ફિલ્મના ઈન્ટરવલ સુધી કોમેડીયનોની મસ્તી માણતો પાગલખાનાની દુનિયાની મશ્કરી કરી અર્ચનાને છંછેડતો હતો.

મધ્યાહ્ન પછી ફિલ્મે ગતિ પકડી – નર્સ બીજા દર્દીને એ જ જુની રીતથી સાજી તો કરે છે, પણ સાજા થયા દર્દીના ગમન પછી પાગલ થતી નર્સના ખડખડાટ હાસ્યથી દિગ્મૂઢ થયેલ બંને જણા જ્યારે બહાર આવે છે. ત્યારે બંનેના મન ભારે હોય છે.

‘અર્ચી – તું બિંદુભાભીની સારવાર છોડી દે! ’

‘કેમ ?’

‘ક્યાંક આ નર્સની જેમ બિંદુના સાજા થયા પછી ક્યાંક તું સમતુલન ન ખોઈ બેસે.’

‘અંશ. એ ફિલ્મ છે. સાચી જિંદગી નથી.’

‘ભલે, પણ થોડીક સામ્યતા તો છે. ’

‘કેવી ગાંડા જેવી વાત કરે છે. ’

‘હશે. પણ બીજા કોઈ સાઈકીયાટ્રીસ્ટને બતાવીએ.… ’