Bhed - 11 in Gujarati Fiction Stories by Prashant Salunke books and stories PDF | ભેદ - 11

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભેદ - 11

ભેદ-૧૧

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો તથા સ્થળ લેખકની કલ્પના છે. એનો જીવિત કે મૃત કોઈ વ્યકિત કે કોઈ વાસ્તવિકતા સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

ભેદ-૧૧

ઈ.વિક્રમ “સલોની, હત્યારાને સંશય ન આવે તે રીતે પોલીસ છુપી રીતે ઘણી બધી માહિતીઓ કઢાવતી હોય છે. ખેર જવા દે એ વાત... આપણે તારા મૂળ પ્રશ્ન પર આવીએ કે મેં એ કેવીરીતે જાણ્યું કે લાશ કોની છે? હવે..... ઘટનાસ્થળે બધું બરાબર છે કે નહી તે ખાતરી કરવા જોવા જવાની તારી ભૂલને કારણે મારા માટે એ પ્રશ્ન સાવ સહેલો થઇ ગયો હતો. કારણ હવે મને લાશ કોની છે એ શોધવા કરતાં ફક્ત એટલું જ શોધવાનું હતું કે લાશ જયેશની છે કે નહી!!

જયેશની લાશ હોવાની શંકા ન હોત તો ડોક્ટરે આપેલી માહિતી કે લાશના દાંતમાં સિમેન્ટ ભરાવેલો છે તે મારા કોઈ જ કામ ન આવત! એટલે મને વિચાર આવ્યો કે જો લાશ જયેશની હોય તો પછી એ સિમેન્ટ ભરાવવા અથવા દાંતનો ઈલાજ કરાવવા શહેરના કોઈકને કોઈક દાંતના ડોકટર પાસે ચોક્કસ ગયો હોવો જોઇએ. તેથી મેં તારા ઘરની નજીક દાંતના દવાખાનામાં કોન્સ્ટેબલો મોકલ્યા અને દુરના દવાખાનામાં ફોન કરાવ્યા. આખરે એ દાંતનું દવાખાનું મળી આવ્યું. પછી હું રૂબરૂ જઈને ડોક્ટરને મળ્યો અને એમને પૂછ્યું કે તમે દાંત ચેકઅપ કરતીવેળાએ જયેશનો કોઈ x-ray લીધો હતો. ડોક્ટરે કોપ્યુટરમાં જયેશનું નામ ફીડ કર્યું અને અમારી સામે એના દાંતના ચોકઠાનો x-ray હતો. હવે મેં ડોક્ટરને એમની પાસેના x-rayને લેબોરેટરીના x-ray જોડે સરખાવવાનું કહ્યું. બન્ને દાંતના x-ray હુબહુ મળતા હતાં જેથી એ ચોક્કસ થઇ ગયું કે અમને મળેલ લાશ જયેશની જ હતી. સલોની તેં જે પણ પુસ્તકો વાંચ્યા, એ બધા જ પુસ્તકો જુના વખતના લેખકોએ લખેલા હતા. અને એમાં જ તું થાપ ખાઇ ગઈ કારણ તને માત્ર ફિંગરપ્રિન્ટ, ફેસ પ્રિન્ટ, ડીએનએપ્રિન્ટની જ જાણ હતી! ડેન્ટલપ્રિન્ટ પણ સૌ વ્યક્તિની જુદી જુદી હોય છે એ વાતથી તું સાવ અજાણ હતી અને માટે જ તેં થાપ ખાધી! જો તને ડેન્ટલપ્રિન્ટની પણ જાણ હોત તો તેં બન્નેના ચોકઠાં પણ તોડી નાખ્યા હોત!”

ઇન્સ્પેક્ટ વિક્રમની વાત સાંભળી લીધા બાદ સલોની બોલી “સાહેબ, આવા પુરાવાઓને આધારે અદાલતમાં તમે મને ખુની સાબિત કરવાનો છો? મને કેવી રીતે ખુની સાબિત કરી શકશો? વળી દરેક ખુન પાછળ કોઈક હેતુ હોવો જોઇએ પણ તમે એ પણ સાબિત નહી કરી શકો કારણકે મેં હેલી અને જયેશના સંબધો દર્શાવતો દરેક પુરાવો નષ્ટ કરી દીધો છે. અને ફક્ત વિદ્યાની ગવાહી કે એણે મને ગ્લોવ્ઝ પહેરીને કે કેનાલ પાસે ફોટા સળગાવતી વખતે કંઈક બબડતાં સાંભળી છે એવા વાહિયાત પુરાવાના આધારે તમે મને જેલના સળિયા પાછળ ધકેલવા નીકળ્યા છો. હું અદાલતમાં જુબાની આપીશ કે વિદ્યાનું જ જયેશ જોડે લફરૂ હતું તેથી એણે જ બન્નેની હત્યા કરી છે અને હવે એમાં મને ફસાવવા માંગે છે. આમ હેતુની ઉણપ આ કાયદાની છટકબારીથી હું આરામથી છટકી જઈશ.” ઈ.વિક્રમ ‘એક્સલન્ટ...પણ સલોની તને કદાચ ખબર નથી કે હેલી જે એપાર્ટમેન્ટમાં રહે છે એ એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. તેથી એ દિવસે જયેશના ગયા પછી તું હાથમાં પેકેટ લઇ હેલીને મળવા ગઈ ત્યારના અને પછી જે દિવસે તને વિદ્યાએ જોઈ તે દિવસની તારા મોઢા પર ઓઢણી બાંધીને અંદર જતી અને પછી વિદ્યાની પાછળ પાછળ બિલ્ડીંગમાંથી બહાર નીકળતી વખતના બધા ફૂટેજ અમારી પાસે છે! જે અમે કોર્ટમાં રજુ કરીશું. એટલે આપમેળે તું ડબલ મર્ડર કેસની ગુનેગાર સાબિત થઈ જઇશ. વળી બધા પુરાવાનો નાશ કરવાની લાહ્યમાં તેં એક બહુ મોટી ભૂલ કરી” સલોની “કઈ?”

ઈ.વિક્રમ “જે દિવસે પાર્ટીમાં તારો ઝગડો થયેલો એ દિવસે જયેશ હેલીને એના ઘરે છોડવા ગયેલો ત્યારથી જ એ ગાયબ છે બરાબર?”

સલોનીએ પર્સમાંથી બે ટીકીટો કાઢી ઈ.વિક્રમ સામે મુકતા કહ્યું “હા.... પણ ઘટના સમયે હું આ શહરમાં જ નહોતી! એ દિવસે જયેશ સાથે થયેલ ઝગડાને લીધે હું નારાજ થઇ બે દિવસ માટે મારા પિયર જતી રહી હતી અને આવતાવેંત જ મેં જયેશની માફી માંગવાનું વિચારેલું પણ એ ઘરે જ નહોતો. એને ફોન કરતાં એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો તેથી છેવટે મેં જયેશના ગુમ થવાની પોલીસમાં કમ્પ્લેન પણ કરી હતી.”

ઈ.વિક્રમ “તો પછી એની કાર તારી પાસે કેવી રીતે પાછી આવી?”

સલોની “ચાલો લાશ જયેશની છે એ વાત સાબિત થઇ ગઈ પણ બીજી લાશ હેલીની જ છે એ કેવી રીતે સાબિત કરશો?”

ઈ.વિક્રમ “એ વાત તું જ અદાલતમાં કહીશ.”

સલોની “એમ? આવી ભલાઈનું કામ હું કઈ ખુશીમાં કરીશ?”

ઈ.વિક્રમ “કારણ લાશ ગમે તેની હોય પણ તે મળી તો જયેશની સાથે જ છે. એમની હત્યા એક જ હથીયારથી કરવામાં આવી છે. હત્યા પછી બંનેની હાલત પણ એક જેવી જ હત્યારાએ કરી છે એટલે સ્વાભાવિક રીતે જયેશનો હત્યારો જ એ બીજી લાશનો પણ હત્યારો છે. એટલે બન્ને હત્યાની સજા તારે જ ભોગવવાની રહેશે. હવે જો તું એ કબુલે કે એ લાશ હેલીની છે તો...તો..કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પણ જો તેં એવું ન કબુલ્યું તો પછી યક્ષ પ્રશ્ન એ રહેશે કે હેલી ક્યાં ગઈ? અને જ્યાં સુધી એ નહિ મળે ત્યાં સુધી તું શંકાના દાયરામાં રહીશ.”

સલોનીને વિચારમાં પડેલી જોઈ ઈ.વિક્રમે મમરો મૂકતા કહ્યું “સજા કાપ્યા પછી પણ! કારણ મને ખબર છે હેલી ક્યારેય નહિ મળે!”

સલોની થોથવાતા બોલી “હા બીજી લાશ હેલીની જ છે.”

ઈ,વિક્રમ “હવે તમારા હેતુને હું કેવી રીતે સાબિત કરીશ તે સાંભળો. તમે ફોટા નષ્ટ કર્યા એનાથી મને કોઈ ફર્ક પડતો નથી. તમારા પતિના હેલી જોડે આડા સંબધ હોવાના કારણે તમે બન્નેની હત્યા કરી એ વાત અદાલતમાં ચપટી વગાડતાંમાં સાબિત થઇ જશે.”

સલોની “કેવી રીતે?”

ઈ.વિક્રમ “તમને કદાચ ખબર નહી હોય કે હેલી જ્યાં રહેતી હતી એ મકાન જયેશના નામ પર છે.”

સલોની “હા.. છે જ ... અમે હેલીને એ મકાન ભાડે રહેવા આપેલું. હવે કોઈ સ્ત્રી ભાડેથી કોઈક મકાનમાં રહેતી હોય એનાથી એના મકાનમાલિક જોડે આડાસંબંધો હશે એ વાત સાબિત થતી નથી!”

ઈ.વિક્રમ “પણ કોઈ મકાન માલિક નિયમિત રીતે બે બે કલાક પોતાના સ્ત્રી ભાડવાતને મળવા જાય એનાથી તો સાબિત થાય ને?”

સલોની “અને એ સાબિત કેવી રીતે કરશો?”

ઈ.વિક્રમ “સલોની ભૂલી ગયા સી..સી..ટીવી..કેમેરા..”

સલોની મૌન રહી.

ઈ.વિક્રમે કહ્યું “તમારે હજુ કંઈ પૂછવું છે?”

સલોની એ નકારમાં માથું હલાવ્યું.

ઈ.વિક્રમ “તમને તમારા ક્રૂરતાભર્યા કૃત્ય ઊપર પસ્તાવો થાય છે?”

સલોની એ નકારમાં માથું હલાવતાં કહ્યું, “ના.... સાહેબ જયેશને મેં દિલોજાનથી પ્રેમ કર્યો હતો. આવા પ્રેમની હત્યા કરતાં મારો જીવ પણ બળી ઉઠ્યો હતો. પણ હું પણ શું કરું એ સમયે હું ખુબ ક્રોધમાં હતી. ભાન ભૂલેલી હતી. તમે જ વિચારો સાહેબ કોઈ સ્ત્રી પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં ડૂબેલો કેવી રીતે જોઈ શકે? બધાની હાજરીમાં અને તેમાં પણ પેલી બીજી સ્ત્રીની હાજરીમાં તેનો પક્ષ લઇ પત્નીને ગાળો આપે એ કેવી રીતે સાંખી લેવાય??? એ દિવસે હોટેલમાં જયારે મેં હેલીને મારા પતિ સાથે ચોંટી ચોંટી ડાન્સ કરતાં જોઈ ત્યારે મારો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠયો અને એમાંય જયારે મારા પતિએ બધાની વચ્ચે મને વાંઝણી કહી ત્યારે એ ક્રોધાગ્નિ પરાકાષ્ઠાએ પહોચ્યો.”

ઈ.વિક્રમ “અને તે અગ્નિને તમે બે જીવોના લોહી વહેવડાવી શાંત પાડ્યો!”

સલોની “તમે જ કહોને સાહેબ મેં કશું ખોટું કર્યું? શું દગો આપનારને સજા ન થવી જોઇએ?”

ઈ.વિક્રમ “ચોક્કસપણે થવી જોઇએ અને તે માટે જ સમાજે પોલીસતંત્રની રચના કરી છે. તમે ઈચ્છત તો આ જ મામલો સમજદારીથી પણ સુલઝાવી શક્યા હોત.. એ માટે તમારે આટલા ઝનુની બની ક્રૂરતાથી ભરેલું.. માણસાઈની હદ વટાવી ગયેલું કૃત્ય કરવાની કોઈ જરૂર નહોતી! ખેર હવે તમને સમજાવીને શો ફાયદો?” ઈ.વિક્રમે સામે ઉભેલ મહિલા કોન્સ્ટેબલને કહ્યું “લઇ જાઓ આમને... હવે એમના ભવિષ્યનો ફેંસલો અદાલત જ કરશે.”

વિદ્યાએ ઈ.વિક્રમનો ખુબ ખુબ આભાર માન્યો. જવાબમાં ઈ.વિક્રમે કહ્યું “અરે! એમાં આભાર શેનો? આ તો મારી ફરજ છે, ગુનેગારનો ભેદ ખોલી એણે જેલના સળિયા પાછળ ધકેલવાનું એ મારી ફરજ છે.” ખરેખર તો મારે તમારો આભાર માનવો જોઇએ કે તમે આ કેસ મને સોંપી મારી યશ કલગીમાં એક ઉમેરો કર્યો.”

વતન પાછા ફરવા ઈ.વિક્રમ અને ધોન્ડુંરામ બન્ને જીપમાં બેઠા રસ્તામાં ધોન્ડુંરામે ઈ.વિક્રમને પૂછ્યું, “સાહેબ, ક્યારનો મનમાં એક સવાલ ભમી રહ્યો છે. કૃપા કરી એનું નિરાકરણ કરશો?”

ઈ.વિક્રમ ‘બોલ ધોન્ડું....”

ધોન્ડુંરામ “સાહેબ, ઈશુએ એમનું પહેલું પ્રવચન ક્યાં આપેલું?”

ઈ.વિક્રમ “ધોન્ડું, ઈશુએ એમનું પહેલું પ્રવચન પર્વત પર પોતાના પહેલાં બાર શિષ્યોને દીક્ષા આપ્યા બાદ આપ્યું હતું. આ એમનું સૌથી મહત્વનું પ્રવચન છે. પોતાના જીવનનું સર્વ રહસ્ય તેમણે તેમાં ઠાલવ્યું છે.”

ધોન્ડુંરામ “વાહ! સાહેબ એક નાના અમથા પ્રશ્ન અને ડોક્ટરના બિલ જેવી નાની અમથી બાબતો દ્વારા તમે આકાક્ષાનો ભેદ ખોલ્યો”

ઈ.વિક્રમ “નાની વાતો જ મોટા ભેદ ખોલતી હોય છે.”

ધોન્ડુંરંગ “સાહેબ મારા માટે તો તમારૂ એક જ વચન સૌથી મહત્વનું લાગે છે.”

ઈ.વિક્રમ “એ કયું?”

ધોન્ડુંરંગ “હત્યા સુરાગ છોડે છે.”

બન્ને હસી પડ્યા.

(સમાપ્ત)