Mere yaarki shadi hai in Gujarati Comedy stories by Naimish Ambasana books and stories PDF | મેરે યારકી શાદી હૈ

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

મેરે યારકી શાદી હૈ

મેરે_યારકી_શાદી_હૈ

પાર્ટ_1

રિપોસ્ટ

ઘણા દોસ્તોની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે, ફેસબુક પર ફરીવાર આ સ્ટોરી રિપોસ્ટ કરો. અને અમુક જે નવા દોસ્તો બન્યા અથવા તે સમયે ચુકી ગયેલા તે દોસ્તોની પણ આ જ ડિમાન્ડ હતી. તો એ સૌ દોસ્તોની ડિમાન્ડનુ માન જાળવીને ફરીએકવાર પ્રસ્તુત છે પેટપકડીને હસાવતી આ શ્રેણી.… જેનું નામ છે "મેરે યાર કી શાદી હૈ"

લેખક : Naimish Ambasana

કવર પેજ : Pankaj Khatri

પુનઃમુદ્રણ અને સહયોગ : Ghanshyam Donga

પાત્રો: ghanshyam donga એઝ "ઘનો" , ક્ષિતિજા શાહ એજ "દીકુ" (વિથ હર પરમિશન ) , કાવર દર્શન , સુરત નો ઈન્જિનિયર , મસિન , વાલા કાકા , છોરો , એન્ડ ભોળો માણાહ એઝ ઘનશ્યામ્સ ફ્રેન્ડઝ , રાવડી રાઠોડ (જે હમણાં ફેસબુક પર મિસિંગ છે ) એઝ પોલીસ ઇન્સપેક્ટર

બે બોલ લેખકના : " એકવાર ઘનાનો મને મેસેજ આવ્યો કે , હું 14 ફેબ્રુઆરીએ "લવમેરેજ" કરી રહ્યો છુ. પણ મારા તરફથી કે તેના તરફથી ઘરવાળા કોઈ ઉપસ્થિત નહીં રહી શકે. લગ્ન તો મને ધામધૂમ થી કરવાની જ ઈચ્છા હતી પણ હવે આવા સંજોગોમા લગ્ન કરવા પડી રહ્યા છે. મારી ઈચ્છા છે કે તું ફેસબુક પર મારા લગ્ન વિષે એક કાલ્પનિક સ્ટોરી લખ. એટલે મને મારા લગ્ન હોય એવું કઈક લાગે. તે હું મને તારા તરફથી મળેલ મારા લગ્નની વેડિંગ ગિફ્ટ સમજીશ. બસ. . . . આ રીતે આ વાર્તા એ જન્મ લીધો. મેં લખવાની શરૂ કરી અને વાર્તા પોતાની રીતે આગળ આગળ વધતી ગઈ. મારી પાસે માત્ર નવ દિવસ હતા અને તે નવ દિવસમાં મારે વાર્તા પુરી કરવાની હતી. હું લખતો ગયો લોકો જોડાતા ગયા અને લોકોને પણ મઝા પડતી ગઈ. આવી રીતે હાસ્યના ફુવારાઓની વણથંભી વણઝાર સર્જતી આ વાર્તા આગળ વધતી ગઈ. જે ભારે લોકપ્રિય રહી. તો તમે પણ ફરી માણો આ રોલરકોસ્ટર રાઈડ જેવી વાર્તા જેમાં એવા ઘણા અણધાર્યા વળાંકો આવી જાય છે જે સર્જે છે હાસ્ય ના ફુવારાઓ. . . "

"ફેસબુક. આ કોઈ સોશિયલ નેટવર્ક વેબસાઈટ નથી કે નથી કોઈ ફોન એપ્લિકેશન. આ છે એક સમાંતર દુનિયા. અને એ દુનિયાનું એક જાણીતું નામ એટલે "ઘનો" 29 વર્ષનો પ્રેમમાં ઊંધેકાંધ પટકાયેલ એક યુવાન. જીવનમાં એણે ઘણી ચડતી પડતી જોઈ હતી પણ આવનારા કેટલાક દિવસોમાં એ જે રોલર કોસ્ટર રાઈડ જેવી જિંદગી માણવાનો હતો એ તેને જીવન ભર યાદ રહેવાની હતી. જે માણસ ના પિતાજી લવ મેરેજ ના સખ્ત વિરોધી છે તે માણસ ને જ લવ થઇ જાય છે. અને તે ચોરી ચુપકે લવમેરેજ કરવાની તૈયારીઓ કરી રહ્યો હોય છે. અને યેનકેન પ્રકારે તેના બાપુજીને આ વાતની ખબર પડી જાય છે. ત્યારે હવે આ કહાની કેવો મોડ લે છે તે વાંચવાની મઝા પડશે. જેમ જેમ કહાની આગળ વધતી જાય છે તેમ સર્જાતી જાય છે હાસ્યની હારમાળાઓ. . . . "

સુરતના એક મધ્યમ વર્ગીય એરિયામાં "માતૃકૃપા" નામના મકાનના ડેલાની બહાર એક કાર ઉભી રહી અને એમાંથી એક 29 વર્ષનો યુવાન આંખો પર રેબન ના ગોગલ્સ ચડાવી, કુમારશાનું નું રોમેન્ટિક સોન્ગ ગણગણાવતો, કારની ચાવીને કૃષ્ણ ના સુદર્શનચક્રની જેમ પહેલી આંગળીમાં ફેરવતો બહાર આવ્યો. એના ચહેરા પરની લાલીમાં અને મધુર સ્મિત એ દર્શાવતું હતું કે એ "દિકુ" ને મળીને આવી રહ્યો છે. ઘનાએ જેવો ડેલો ખોલીને પોતાના ઘરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો , ત્યાંતો કાનની બાજુમાંથી સરર. . . ગોળીની સ્પીડથી એક ખાહડું પસાર થઈ ગયું. રોજ ગાળું જેના મોઢામાં 24 કલાક રમતી હોય એ માણસ અત્યારે એક શબ્દ ન બોલી શક્યો. કદાચ એ ઇટાલિયન લેધરનું કસ્ટમ મેડ હેવી સોલ વાળુ ખાહડુ જાણીતું હતું. હજી એ આઘાતમાંથી બહાર આવે અને જે દિશામાંથી એ ખાહડું આવ્યું તું એ દિશામાં જુએ એ પહેલાં બીજુ ખાહડુ ટડીંગ દઈને એના માથામાં વાગ્યુ ને ઘનાને ચક્કર આવી ગયા, એ ખાહડાના જોરદાર પ્રહારથી ચાર કદમ પાછળ ધકેલાઈ ગયો.

ઘરના પહેલા માળ પર બાપુજી ગુસ્સામાં રાતા ચોળ થઈને ઉભા હતા ને એક હાથમાં તેલ પાયેલો વાંસનો ડંડો હતો. ઘનાને જાણે સાક્ષાત હાથમાં ત્રિશુલ ધારણ કરી તાંડવ કરવા સજ્જ મહાકાલના દર્શન થયા , અને ઘનો કોઈપણ બીજો વિચાર કર્યા વગર બહાર કાર તરફ લીટી થયો. જલદીમાં એનું મગજ બહેર મારી ગયું હતું અને એને કારણે કારનો લોક રિમોટથી ખોલવાને બદલે બાઈકની એક્સટ્રા ચાવીથી ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પિતાજી બાલ્કનીમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. જે એના માટે વધારે આઘાતની વાત હતી. કારણકે પિતાજીની ત્રાડ હવે મોટી ને મોટી સંભળાઈ રહી હતી. હા એ ઘના તરફજ આવી રહ્યા હતા. ખોટી ચાવીથી કાર ખોલવાના પ્રયત્નમાં કારનું સાયરન વગડવા લાગ્યું અને ઘનાને એ એમ્બ્યુલન્સનો અવાજ હોય એવું લાગવા લાગ્યું. શેરી આખી પિતાજીની ત્રાડ અને કારના સાયરનથી ગુંજી ઉઠી. જેમતેમ કરીને ચાવી બદલીને છેલ્લી ઘડીએ કારનો દરવાજો ખોલી ઘનો ડ્રાયવિંગ સીટ પર ગોઠવાયો અને કાર ને 1st ગેરમાં નાંખી ને જે એક્સલરેટર દીધું છે. . . . 50 ફૂટ સુધી કાર માત્ર પાછળના વહીલ પર ચાલી. ઘનાનું મન આકુળ વ્યાકુળ હતું. એને સમજતા વાર ન લાગી કે તેની સાથે શું બની રહ્યું છે. નક્કી કોઈ ફૂટી ગ્યુ છે , અને 14મી ફેબ્રુઆરીએ થનાર તેના ગુપ્ત લગ્નની વાત જાહેર થઈ ગઈ છે. કોણ કહીં શકે. . ? દિકુએ પોતાના ઘરે કહી દીધું હશે અને એમના પિતાજી એ ફરિયાદનો ફોન કર્યો હશે ? નાનકો ફૂટી ગયો હશે ?

દિકુ તરફથી તો કોઈ મેસેજ નથી. હજુ 15 મિનિટ પહેલા તો મળીને આવ્યો , નાનકાને મેં હજી ક્યાં કાઈ કિધુજ છે !? તો શું થયું હશે. . . ? વિચારમાં મગ્ન ઘનાએ ફોનની સ્ક્રીન ઓન કરીને જોઈ. ફોન ફ્લાઈટ મોડમાં હતો. ઘનાએ દિકુને ફોન કરવા જેવો ફોન જનરલ મોડમાં નાંખ્યો ત્યાં ફોન રણકવા લાગ્યો અને સ્ક્રીન ઉપર પિતાજીનું નામ અને ફોટો જોઈને ઘનાના રુવાડા સમ. . સમ. . સમ. . કરતા બેઠા થઇ ગયા. શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેણે ફોન ઉપાડવાની હિંમત ન કરી. 3 થી 4 વાર લગાતાર રિંગ ઉપર રિંગ આવ્યા બાદ નાનકાનો ફોન આવ્યો. પહેલા વિચાર આવ્યો કે બાપુજીએ જ કરાવ્યો હશે ! પણ હવે ઘનો સલામત અંતરે પહોંચી ગયો હોવાથી ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામે નાનકોજ હતો.

નાનકો દબાયેલા સ્વરમાં બોલ્યો : "પિતાજી ઘરે બોલાવે છે , તું જલ્દી આવ. "

પાછળ પિતાજીની ગર્જના સંભળાઈ કે "ઘરે ગુડાજે નંગ, આખા ગામની વચાળે સર્વિસ કરવી નો પડે ક્યાંક. . . રોમીયોના દીકરા હીરો ભેટ આપવા નિકળ્યા છે. ઘરે મયર છાનોમુનો. "

"હવે કાલે ઘરે આવીશ " ડરથી ધ્રૂજતો ઘનો માત્ર એટલું બોલી શક્યો. અને ફોન કાપી નાંખ્યો. "

જે લોકો ઘનાના પિતાજી વિશે જાણતા હોય એ ઘનાનો ખૌફ સારી રીતે જાણી શકે.

સ્ક્રીન પર ઘનાના મિત્ર વિમલનો પણ મિસ્ડકોલ હતો. સુકલકડી વિમલ ને લોકો "સુરતી" કહીને બોલાવતા. હવે ફોન કરવો કે નહીં એની અવઢવમાં 5 મિનિટ ડ્રાઇવ કર્યા બાદ સલામત સ્થળે કાર ઉભી રાખી ઘનાએ સુરતીને કોલ કર્યો.

"હલો સુરતી, હા બોલ શુ ફોન કર્યો તો. "

"ઘનાભાઈ ગજબ થઈ ગયો. " સુરતીના અવાજમાં ગભરાહટ અને ડર સાફ કળાઇ આવતા હતા.

"કા શુ થયું ?" ઘનો પણ ગભરાઈને બોલ્યો.

"હું ક્યારનો ફોન કરું છું પણ તમે નોટ રિચેબલ હતા. " સુરતી બોલ્યો

ઘનાને યાદ આવ્યું કે દિકુ સાથે પાર્કમાં એકાંત માણવા ફોન એરોપ્લેન મોડમાં નાંખ્યો હતો.

ઘનો ઇરિટેટ થઈને ફરી બોલ્યો કે "ઇ લપ મુક ને પેલા મને કે શુ થયું ? "

એન્જીનીયરે માંડીને વાત કરી કે "હું તમારી ઓફિસે મારી જાણું માટે જે ડાઈમંડ પોલિશ કરવા માટે આપ્યો હતો તેની ડિલિવરી લેવા ગયો હતો. ત્યાં તમારો એક મિત્ર તમારા પિતાજી સાથે બેઠો હતો. મેં રિસિપ્ટ આપી હીરાની ડિલિવરી લીધી , ત્યારે એ મિત્ર બોલ્યો કે 'કા. . ? આ હીરો તો તું તારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરવાનો છો ને. . . . ? મેં તારી ફેસબુક પોસ્ટ જોઇ તી. "

તેણે એ પોસ્ટ ફોનમાં તમારા પિતાજીને બતાવી, અને સાથે બતાવી દીધી તમારી એ શુદ્ધ ગુજરાતીમાં લખેલ કોમેન્ટ જેમાં તમે પણ તમારી દિકુ માટે એક હીરો બનાવી રહ્યા છો અને 14 તારીખે તેને વેલેન્ટાઈન ગિફ્ટ તરીકે આપવાના છો. સાથે નીચેની કોમેન્ટમાં તમેં મુકેલ હીરાનો સ્ક્રીનશોટ પણ તમારા પિતાજીએ જોયો અને એ ગુસ્સામાં ફોન ટેબલ પર પછાડીને કદાચ ઘર તરફ નીકળ્યા હોવા જોઈએ.

હવે ઘનાને બધી વાત સમજાણી કે શું બની રહ્યું છે. ! હવે લગ્નનું શુ થશે ? એ વિચારે ઘનાને ચક્કર આવી ગયા. હજુ તો લગ્નને 9 જેટલા દિવસો બાકી છે. ! તો 9 દિવસ પોતે ક્યાં વિતાવશે. . ? અને પિતાજી શુ પગલાં લેશે ? હીરો તો જવેલર્સને ત્યાં રીંગમાં ફિટ કરવા આપ્યો છે. જો પિતાજીને હું ભાગીને લગ્ન કરવાનો છું ખબર પડી તો શુ થશે. . ? એ વિચારે એનું શરીર ઠંડુ પડી ગયું. પણ સાથે સાથે આ ઘટનાઓ એના કોઈ મિત્ર ને કારણે બની છે , તે જાણીને ઘનાને હૈયે આગ લાગી. એને ઠંડી અને ગરમીનો અહેસાસ એક સાથે થયો.

"સુરતી કોણ હતો એ કપાતર દોઢ ડાયો ?" ઘનાએ પૂછ્યું

"ઘનાભાઇ એ કાવર દર્શન હતો. " સુરતી બોલ્યો

કાવરનું નામ સાંભળતા ઘનો આઘાત અને આશ્ચર્યમાં સરી ગયો.

" કોણ કાવરો ? ઇ પનોતી સુરતમાં ગુંડાણો છે ?" ઘનાએ સુરતીને પૂછ્યું

ઘનાને ધ્રુજારી ઉપડી ગઈ. જમ જેવા પિતાજી અને સાથે શનિની સાડાસાતી જેવો કાવરો. આ તો લોઢાના પાયે પનોતી બેઠી.

કાવર દર્શન આ નામ સાંભળીને ઘનાને જેટલું આશ્ચર્ય નહિ થયું હોય. . એટલો આઘાત લાગ્યો હશે !! અને એમાં કોઈ આશ્ચર્યની વાત નથી જો તમે કાવર દર્શનને જાણતા હોવ.

દરેક મિત્રવર્તુળમાં એક મિત્ર એવો હોય જ છે જે અનવોન્ટેડ હોય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મિત્રોના જીવનમાં પનોતી નોતરતો હોય. આવા દરેક પનોતી મિત્રોમાં કાવર સચિન તેંડુલકર છે.

સુકલકડી બાંધો, મેલા કપડાં અને અડધી રાત્રે પણ 20 રૂપિયા વાળા એવીએટર ગોગલ્સ આંખોથી અળગા ન કરે. મિત્રોને શંકા છે કે એણે કાળા ચશ્માંની પેલે પાર દુનિયા જોઈજ નહિ હોય. કાતિલ સ્માઇલનો માલિક કાવર દાંત કાઢે તો આજુબાજુ બે ચાર વ્યક્તિઓ બેહોશ થઈ ઢળી પડે કારણકે એ રોજ બ્રશ કરવામાં માનતો નથી. એવું કરવાથી દાંત અને બ્રશ જલ્દી ઘસાઈ જાય એવું એનું માનવું છે. અને હા. . . પાવડર જલ્દી ખાલી થઇ જાય એ અલગથી. . . . પાવડર વાપરવાં પાછળનું કારણ પણ ઇકોનોમિક છે. ભંગાર તરીકે ટ્યુબ કરતા પાવડરના ખાલી ડબ્બાના પૈસા જાજા મળે.

બીડીનો ગાંડો શોખીન કાવરો કોઈ પણ અજાણ્યા માણસ પાસે ઠુઠું માંગતા પણ શરમાય નહિ. !

એ કંજૂસ બાય ચોઈસ નહિ પણ બાય ફોર્સ છે , કારણકે કડકા પાસે પૈસા ક્યાંથી હોય. . . !? એના બાપાએ વર્ષો પહેલા એને ચપ્પલ કરાવી દીધેલા જે 6 મહિના વાપરી કાવર કંટાળી ગયો અને નવા ચપ્પલ લેવા માટે જુના શનિ મંદિરે મૂકી આવ્યો પણ શનિદેવની ઇચ્છા કંઈક બીજી જ હતી. કાવર ના બાપા આ દ્રશ્ય જોઈ ગયા અને એ કાવરના ચપ્પલ ઘરે લેતા આવ્યા અને સાથે લાવ્યા શનિદેવનું વરદાન કાવરની "પનોતી" એ ચપ્પલથી એણે કાવરને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી ચપ્પલની દટ્ટી ન ટૂટી ગઈ.

કાવરના બાપાએ ફરમાન કર્યું કે જ્યાં સુધી આ ચપ્પલ નહિ ટુટે ત્યાં સુધી તને નવા ચપ્પલ નહિ મળે અને ચપ્પલ જો ભૂલથી ખોવાઈ ગયા તો જિંદગીભર વગર ચપ્પલે રહેવું પડશે. તે દિવસ ને આજની ઘડી કાવરે ઘણી કોશિશ કરી કે ચપ્પલ ટૂટી જાય પણ ચપ્પલ ટસ ના મસ થવા તૈયાર નથી. એણે તે ચપ્પલ રેલવેના પાટા ઉપર મુક્યાં પણ ટ્રેન ચપ્પલ પર ફરી વળે એ પહેલાં જ 500 મીટર દૂર એ પાટા ઉપરથી ખડી ગઈ. ! ટ્રેકટર નીચે મુકતા ટ્રેકટર ઊંધા વળીગયાના દાખલા છે. ! રખડતા કૂતરા પણ અડધી રાત્રે કાવરના ચપ્પલ સુંઘીને એને સન્માન આપીને ચાલ્યા જાય છે. ! પણ ક્યારેય હિંમત નથી ચાલી કે એ ચપ્પલ ચાવી બતાવે. ! થોડાજ વર્ષોમાં કાવર કરતા એના ચપ્પલ ફેમસ થઈ ગયા. હવે કાવર ક્યાંય ચપ્પલ ભૂલી પણ જાય તોયે ગામવાળા ઓળખીને ચપ્પલ ઘરે આપી જાય છે. કાવરના જીવનમાં પનોતી આ ચપ્પલને કારણે જ છે.

ઘનાનું મગજ બહેર મારી ગયું હતું. પ્રેમ, ડર અને ગુસ્સાની મિક્સ લાગણીઓ એના મગજમાં કેમિકલ લોચો ઉભી કરી રહી હતી. ઘનાને હથેળીમાં ખંજવાળ આવી રહી હતી. તેના દિલમાં ગુસ્સાના જ્વાળામુખી ફૂટી રહ્યા હતા. અને ગુસ્સો માણસને સારા નરસાનો ભેદ ભુલાવી દે. માટે સહુથી પહેલા ગુસ્સા ઉપર કાબુ મેળવવો પડશે એમ વિચારી એણે કાવરને ફોન જોડ્યો. કાવરને ખોખરો કર્યા સિવાય ગુસ્સો શાંત નહિ થાય એમ તે વિચારતો હતો.

એકજ રીંગમાં કાવરે ફોન ઉપાડી લીધો જાણે એ ફોનની રાહજ જોઈને જ તે બેઠો હોય ! અને પોતાનો તકિયા કલામ જેવો ડાયલોગ ફટકાર્યો,

“મિત્ર હું તનેજ ફોન કરવાનો હતો. ” આ તેનો ફિક્સ ડાયલોગ છે.

તેના ફોનમાં મિસકોલ મારવા પુરતીજ બેલેન્સ હોવા છતાં તે આ ડાયલોગ દરેકને મારે છે. Jio ના જમાનામાં પણ તેની આ ટેવ જગજાહેર છે એટલે શરમાઈને jio વાળાએ એનું સિમ ડિસ્કનેક્ટ કરી નાંખ્યું હતું. ઘનાએ ડાયલોગ અવગણીને કહ્યું કે "તું ધ્રાંગધ્રા થી ક્યારે આવ્યો ? મને ફોન કેમ ન કર્યો ?"

"હું સરપ્રાઈઝ દેવા માંગતો હતો. " કાવરે જવાબ આપ્યો.

"તારી સરપ્રાઈઝ તેલપરામાં ગઈ મિત્ર. હવે તું બીજી કોઈ સરપ્રાઈઝ આપવાનો પ્રયાસ કરે એ પહેલા મને વરાછા રોડ ઉપર મળવા આવ. " ઘનો બોલ્યો.

"મિત્ર અત્યારે હું નહિ આવી શકું કારણકે મારા બાપાનો ફોન હતો મારે ઉઘરાણીએ અહીંથી સીધું રાજકોટ રવાના થવાનું છે. પગાનો ફોન પણ હતો સવારે કે એય મને મળવા માંગે સે. બિચારો દુઃખી સે. એની સગાઈ ટુટવાનાં આરે છે" કાવરે કહ્યું.

રાજકોટનું નામ પડતા ઘનાને હૈયે ટાઢક થઈ. એના જીગરી મિત્ર પગાના ઘરે તે થોડાક દિવસ જરૂર રોકાઈ શકે પણ પગાની સગાઈ તુટવાની છે એ સાંભળીને ઘનાને આશ્ચર્ય થયું. પગાની સગાઈ હમણાં થોડા દિવસ પહેલાજ થઈ હતી તો હવે સગાઈ તોડવાની વાત ક્યાંથી આવી? એવું તેણે વિચાર્યું.

"કાવરા મારેય રાજકોટ આવવું છે. ચાલ મારી કારમાં જશુ તું મને વરાછા રોડ ઉપર મળ. "

ઘનાએ કાવરા ને ફોન પર ઓફર આપી. આમ પણ પિતાજીના ગુસ્સાથી દૂર થોડા દિવસ સુરતથી બહાર સલામતી રહેશે એમ વિચાર કરી કાવર સાથે રાજકોટ જવાનું રિસ્ક લેવા તૈયાર થયો.

કાવર પણ ટિકિટભાડાના પૈસા બચશે જેથી આખું બીડીનું પેકેટ લઈ શકશે એમ વિચારી ઘનાને મળવા વરાછા રોડ પર પહોંચી ગયો.

ઘનો નક્કી કરેલ જગ્યાએ થોડો વહેલો પહોંચી ગયો હતો. એ મનમાં ને મનમાં ધૂંધવાઈ રહ્યો હતો એણે ખિસ્સામાંથી સિગરેટ કાઢી . હજી જેવી સળગાવી ત્યાં તેણે કાવરને દટ્ટી વગરના ચપ્પલમાં પગપાળા આવતા જોયો અને કાવરનું મોઢું જોતાજ એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે સળગાવેલી સિગરેટ એક પણ કશ લીધા વગર નીચે ફેંકી અને વિચાર કર્યો કે કાશ ઘરે રાખેલી પિસ્તોલ અત્યારે સાથે હોત. . . ! તો કાવરને એવી જગ્યાએ ભડાકો કરત કે રાજકોટ સુધી કારમાં ઉભા ઉભા આવવું પડત

કાવરને જોઈને ઘનાને પિતાજીના ખાહડાનો પ્રહાર યાદ આવી ગયો.

"કા ઘના કેમ સે ઘના ? મજામાં ? " કાવર ઘનાની સામે આવી ભેટવાની તૈયારી કરતો સ્માઈલ સાથે બોલ્યો. કાવરનું મુખ ખુલતા ઘનાએ મોઢું બીજી બાજુ ફેરવી લેવું પડ્યું. એણે કાવરને એક હાથે દૂર હડસેલતા કહ્યું "કાવરા તારા ચપ્પલ દે તો. . . "

"ચપ્પલ ને શુ કરવા સે ?" આંખો પર ગોગલ ઠીક કરતો કાવર આશ્ચર્યથી બોલ્યો.

"મારે માથે મૂકી પૂજવા સે. તું ચપ્પલ દે સો કે હું કાઢી લવ ?" ઘનો ગુસ્સામાં તાડુક્યો.

"દવ સુ એમાં ખાર શુ ખાય છે. ? આજકાલ કોઈ સીધા મોઢે વાત જ નથી કરતું મારી હાયરે. ખબર નહિ કેમ. . ? ફોનમાંય મોઢા ફેરવિ જાય સે , કાલે જ પગા અને એની ઘરવાળી હાયરે કોનફરન્સ કોલમાં વાત કયરી હતી. બેય માણા ખુશ જણાતા હતા. મેં તો તારા હીરા વિશેય ભાભીને પણ કીધું અને તારી હીરાની પોસ્ટનો સ્ક્રીન શોટ પણ એને વહાટ્સ એપ કરી દીધો. ખબર નહિ પછી શું થયુ. . ? કે આજે સવારે પગાનો ફોન આવ્યો ને કારણ વગર મને બવ ગાળ્યું દેતો'તો. કેતો'તો કે. . એની ઘરવાળી ભેટમાં હીરો માંગે સે નહીતો સગાઈ તોડી નાંખશે. "

ઘનાને ચપ્પલ હાથમાં આપતા આપતા કાવરે પગાની વાર્તા કીધી.

ઘનો ચપ્પલ હાથમાં લઈને આજુબાજુ જોવા લાગ્યો. . ત્યાં બાજુમાં એને ગાયનું ગોબર દેખાણું. ઘનાએ ચપ્પલના તળિયા બાજુના ગોબરમાં બોળ્યા.

"ઘના ચપ્પલ હુકામે ને બગાડે સે ?" કાવરે પૂછ્યું

કાવરનો સવાલ પૂરો થાય એ પહેલા ઘનો બોલ્યો "કાવર. . . જો પાછળ બકરી ઉડે. "

ક્યાં ક્યાં એમ બોલતો કાવર જેવું પાછળ ફર્યો એ ભેગી ઘનાએ કાવરને ગોબરવાળા ચપ્પલે દે ધના ધન મારવાવાળીચાલુ કરી. કાવરો ઓચિંતા પ્રહારથી આઘાત પામી ને વગર ચપ્પલે ભાગવા લાગ્યો. વરાછા રોડની ઉભી બજારે કાવર આગળ ને ઘનો ચપ્પલ લઈને પાછળ પાછળ. કાવરા ને એના બાપુજીએ કરેલ ચપ્પલની પીટાઈ યાદ આવી ગઈ. અને તે મુઠીયુ વાળીને સ્પીડમાં ભાગવા લાગ્યો. એ જોઈ ઘનાએ એક ચપ્પલ તેને છૂટું માર્યું જે નિશાન ચુકીને બાજુમાં રહેલ ચાની લારી પર ઉકળી રહેલી ચાના તપેલામાં પડ્યું. ચા વાળો ગુસ્સે થઈ ગયો અને ડોયાથી જેવું ચપ્પલ બહાર કાઢ્યું. . . . આજુ બાજુના દરેક વ્યક્તિઓ એક સાથે બોલી ઉઠ્યા; આ તો કાવર દર્શનનું ચપ્પલ લાગે છે. . . !! ગુજરાતમાં ભગવાન શ્રીરામની ચરણ પાદુકા બાદ જો બીજા કોઈ ચપ્પલ ફેમસ થયા હોય તો એ કાવરના ચપ્પલ હતા. !

બીજી બાજુ બાપુજીને વિચાર આવ્યો કે ઘનાને ગમ્મે એમ કરીને આજે જ પકડવો પડશે નહીતો એ ગામ છોડીને ભાગી જાશે. પિતાજી ઘનાની સર્વિસ કરવા તલપાપડ હતા.

એણે ગુસ્સામાં 10 ઘર દુર સુધી સંભળાય એવી ત્રાડ નાંખી . . "નાનકા. . . . . '"

નાનકો બાપુજીના મુખે ગુસ્સામાં પોતાનું નામ સાંભળી ધબકારો ચુકી ગયો.

એ રીતસર દોડતો બાપુજી પાસે જઈને માથું નમાવી ને બોલ્યો. . "હા. . બાપુજી મને બોલાવ્યો ?"

"હા, જલ્દી બીજી કાર બહાર કાઢ, ઘનાને ગોતવો પડશે. એને યાદ કરાવવું પડશે કે બાપ કોણ સે ને બેટો કોણ. ?" બાપુજી ગુસ્સામાં આમ તેમ આંટા મારતા મારતા બોલ્યા.

તેની આંખોમાં ક્રોધની જ્વાળાઓ નાનકો સાફ જોઈ શકતો હતો પણ એ જ્વાળાઓ નાનકાને શાંતિ આપી રહી હતી.

સિગરેટ પિતા નાનકાને ઘનો એકવાર જોઈ ગયો હતો અને ફોનમાં તેનો ફોટો લઈ બાપુજીને બતાવીને બાપુજી પાસે ખૂબ માર ખવરાવ્યો હતો. આજે ઘનો પહેલી વાર ક્લચમાં આવ્યો હતો. નાનકા માટે આ મીઠો બદલો લેવાનો સોનેરી મોકો હતો.

"બાપુજી આપણી બંધુકડી પણ ભેગી લઈ લવ ?" નાનકો લાગ જોઈ એકી શ્વાસે બોલી ગયો.

હોલમાં વ્યાકુળ થઈને આંટા મારતા બાપુજીના પગ આ સાંભળી થંભી ગયા એણે તિરછી નજરથી નાનકા સામે જોઈ ને સ્માઈલ કર્યું….

લેખક : Naimish Ambasana

એડિટિંગ : Ghanshyam Donga

(ક્રમશઃ)

લેખક : namish ambasana

એડિટિંગ : ghanshyam donga