Pankh - 4 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | પંખ ભાગ ૪

Featured Books
Categories
Share

પંખ ભાગ ૪

સતત દરવાજો ધબકી રહ્યો હતો.

"પૂજા દીકરા દરવાજો ખોલ,શુ થયું બેટા?"

"બેટા પૂજા...મારા સમ છે દરવાજો ખોલ" પૂજાની માં બોલી ઉઠી.

આખું ઘર પૂજાના ઓરડાની બહાર આવી ગયું હતું, નોકરથી લઈ ઘરના બધા સદસ્યોના માથે ચિંતાની રેખાઓ મંડરાઈ રહી હતી.

તો નોકર દ્વારા દરવાજો તોડવાના પણ પ્રયત્નો કરી લીધા.

પૂજા ફર્સ પર પળી હતી. સતત માથું દુઃખી રહ્યું હતું.

શરીર પણ કમજોર લાગી રહ્યો હતો. આંખ ખુલતા સામે બધું ધુંધળુ લાગી રહ્યું હતું. બધું જ ગોળ-ગોળ ફરી રહ્યું હતું.

જ્યારેથી તે ગામળે આવી હતી બધા સામે માત્ર જમવાનો દેખાવ કરતી. પણ બધાથી નજરો ચુરાવી તે આ કઠોર તપ કરી રહી હતી.પણ કોના માટે? રૂમની બહારથી આવી રહેલા મમ્મી પપ્પાના અવાજોના કારણે તે હોશમાં આવી ગઈ હતી. બધા ના અવાજો સાફ સાફ સંભાળી રહ્યા હતા. ધીમેથી પડખું ફેરવી તે દીવાલ ઘડિયાળમાં જોવે છે. તે છેલ્લા સાત-આઠ કલાકથી હોસમાં ન હતી!

ધીમે-ધીમે બેડનો ટેકો લઈ ઉભી થાય છે. એટલી હિંમત નોહતી કરી શકતી કે "હું આવું છું દરવાજો ખોલવા" બોલી શકે.

ટેબલ પર પળેલી પાણીની બોટલ હાથમાં લઈ.. નાના-નાના ઘૂંટ પીતી-પીતી જ દરવાજો તરફ વધે છે અને ખોલે છે.

દરવાજો ખોલતા જ તેના પિતા તેને ભેટી પળે છે."શુ થયું દીકરા દરવાજા નોહતી ખોલી રહી?

"પપ્પા જરાક આંખ લાગી ગઈ હતી"

"અમારા તો જીવ અધર થઈ ગયા હતા!" પૂજાની મમ્મી બોલી ઉઠ્યા.

"અટલું તું ક્યારે સૂતી નથી ન પેહલા"

"પપ્પા, થોડું થાક લાગ્યો હતો..આ બધી ધોળ ધફમાં"

"હા,જલ્દી ફ્રેશ થઈ ને જમવા આવી જા નીચે"

"પપ્પા ઉપર મોકલી આપો ને, આજે હું અહી જ જમીશ રૂમમાં"

"ઠીક છે બેટા"

બધા પોતાપોતાના કામે લાગી જાય છે. અને પૂજા ફરી બેડ પર આવી લેટે છે.

અને વિચારોમાં તલ્લીન થઈ જાય છે. અચાનક કઈ યાદ આવતા ફોનને ફરી ખાના માંથી બહાર કાઢે છે. અને ફોનની બેટરી ખોલી સિમના ટુકેડે ટુકડા કરી મૂકે છે. "ફોન હશે તો હર્ષ મારાથી વાત કરશે ને,કાલ તો હું અમદાવાદ ઉડન છું થઈ જવાની છું."

અને ઉંડો શ્વાસ લઈ અને બોલી "અમદાવાદ આઇ એમ કમીન, આઇ લવ યુ આંનદ , સી યુ સુન બેબી"

અને કપાસના તકિયાને ફાડી મૂકે છે, અને બધું જ રૂ હવામાં ઉછાળી કુદકા લાગવી રહી હતી.

"હવે જમીશ તો બસ આંનદના હાથથી જ."

પ્રભાતનો સમય, ઘમરઘમર વલોણું ગાજી રહ્યો હતું.મમમી છાસ જેરી રહી હતી.તો પિતાજી ગાયો ભેંસોને વાળાની અંદર ઘાસ ચરો આપી રહ્યા હતાં. ધણમાં જવાનો સમય થઇ ગયો હતો. તો બીજી તરફ દાદજી મોઢામાં દાતણ લઈ અને ચોમેર ફરી રહ્યા હતા.

તો દાદી ખાટલે બેઠા-બેઠા છીકણી સુધી રહ્યા હતા.

ત્યાં જ પગથિયાં પર થી ઉતરી રહી પૂજા કોઈ રાજકુમારીથી કમ નોહતી લાગી રહી!

આજે સિમ્પલ પ્લેન જીન્સ ખુલા વાળ, અને રેડ ટી-સર્ટ પહેર્યું હતું. તો નીચે કેનવાસ સુઝ. હાથમાં કિંમતી મોંઘું ઘડિયાર તો, એક હાથમાં આઈ ફોન. પોતાનું શ્રીમંત પણું બતાવવા પૂરતા હતાં.

દાદા જોઈને જ ભડકી રહ્યા હતા.

"શુ વહે કાઢ્યા છે"મનમાં જ બબડયા.

"પપ્પા હું હવે અમદાવાદ જાઉં છું!"

"પણ બેટા હજુ થોળાક દિવસો રહી ગઈ હોત તો?"

"પપ્પા મારુ ભણતર બગડે છે"

"ચૂલા ફૂંકવા નથી ગમતા આજકાલની રાજ રાણીઓ ને, વિલાતમાં તને કઈ કામ નહી કરાવે કે આ ભણભણ થઈ છો"દાદા ગુસ્સામાં બોલ્યા

દાદાના આ શબ્દોને ઇગ્નોર કરતી, પૂજા બધું સમાન કારમાં મૂકી દે છે. "પપ્પા તમે આવો છો મુકવા" બોલતા જ કારની દ્રઇવીંગ સીટ પર બેસી ગઈ."પપ્પા હું ચલાવીશ"

"હા બેટા તું ચલાવ"

કેહતા તે પણ આગળની સીટમાં બેસી ગયા અને દરવાજો બંધ કર્યા"

"પપ્પા સીટ બેલ્ટ બાંધો!"

"તેની શું જરૂર?"

"પપ્પા જરૂર છે, એમજ શોભા માટે નથી મુક્યું આપણી સલામતી માટે છે આ બેલ્ટ"

"મને તો ખબર જ નોહતી"

"હવે ખબર પળી ગઈ ને, તો જલ્દી બાંધો ચાલો"

બને બાપ દીકરી હસતા હસતા..

કાર લઈ નીકળ્યા.

પપ્પા સતત બારી બહાર એકી ટશે જોઈ રહ્યા હતા. તો પૂજા પણ પિતાને જોઈ અને ફરી સામે જોઈ ગાડી ચલાવી રહી હતી.

બને વચ્ચે આજે મોન હતું. બને માંથી એક પણ બોલે એવી પરિસ્થિતિમાં ન હતું.

સામજી મુખીના ખૂણા ભીના થઈ ગયા હતા.

તો તેને જોઈ ને પૂજા પણ પોતાની જાતને રોકી ન શકી.

"બેટા હું જાણું છું. તારી ઈચ્છા વિરુદ્ધ આપણે...."

"પપ્પા બસ મારે એ વિષય પર વાત નથી કરવી"

"દીકરા મારી સ્થિત સમજ...."

"પપ્પા મૈં કહ્યુંને હવે એ વિષય પર વાત કરવાનો કોઈ અર્થ નથી"

મેઈન હાઈવે આવતા જ કાર થોભી દે છે.

અને પૂજા પપ્પાને મદદ કરતા કરતા ઘડિયાળ તરફ જોઈ રહી હતી.

"પપ્પા દશ એક મિનીટમાં બસ આવતી જ હશે."

" અમદવાદ પોંહચી મને ફોન કરી દે જે"

"હા પપ્પા"

"તમે તમારો ખ્યાલ રાખજો અને દવા ટાઈમ પર લઈ લેજો"

"હા બેટા"

ત્યાં જ બસ પોહચે છે. સમાન ચડવામાં મદદ કરતા સામજી પટેલ ત્યાં શુધી બસને જોતા રહે છે, જ્યાં સુધી તે અદ્રશ્ય નથી થઈ જતી.

પૂજા પણ...થોડી આઝાદીની હવા લે છે. અને આનંદને સરપ્રાઈ આપવાનું વિચારી લે છે. "આંનદ તો મને જોઈને,ફુલયો નહિ સમાય, હું આનંદનો ચેહરો જોવા માગીશ.આંનદ હું આવું છું બસ..થોડા કલાકો જ.."

દૂર-દૂરથી મેહમાનો આવી રહ્યા હતા. ઘરની બહાર ભવ્ય મંડપ બાંધ્યું હતું.

રાત્રીના સમય ઘરની ઉપર સજાવેલી લાઈટોનો પ્રકાશ દૂર-દૂર સુધી દેખાઈ રહ્યો હતો.

તો બત્રીશ જાતના વ્યજનનો પીરસાઈ રહ્યા હતા.લોકો વખાણ કરતા નોહતા જંપતા, ના આવા લગ્ન આ ક્ષેત્રમાં થયા છે, ના થશે, સાત પેઢી સુધી યાદ રહે તેટલો ખર્ચો કર્યો હતો. કોઈ સલતનતની રાજકુંવરી જાણે પરણવા જઈ રહી હતી.

લોકો વખાણ કરતા નોહતા સમાઈ રહ્યા. તો બેગ્રાઉડમાં વાગી રહેલું મધુર સંગીત.દૂર-દૂરથી કલાકારોને બોલવામાં આવ્યા હતા.

હર્ષ અગ્નિની સામે બેઠો હતો. પાસે તેના મમ્મી-પપ્પા પંડિત મંત્રો ચાર કરી રહ્યા હતા.

"કન્યા પધરાવો સાવધાન"

દુલહનના અવતારમાં કોમલ ધીમે-ધીમે આવી રહી હતી. લાલ ડિઝાઇનર કુર્તિ, ચેહરો લાંબા ઘૂંઘટ પાછળ છુપાયેલો હતો. યો હાથ અને પગમાં ઘાટો મહેદીમો કલર ખીલી આવ્યો હતો. ત્યાં જ બસ બ્રેક થઈ અને કંડકટર દ્વારા ઘોષણા થઈ."ચાલો અમદાવાદ છેલ્લું સ્ટેશન"

અને પૂજા જાગી જાય છે.

પાણીની બોટલ ખરીદી મોઢું ધોવે છે. રાત્રીના આઠેક જેવો સમય થઇ રહ્યો હતો. પોતાનો ફોન કાઢી જોવા તો ગઈ પણ કેટલાય દિવસોથી ફોન ચાર્જ પણ નથી કર્યો.

રીક્ષા કરી.. પોતાના રૂપ તરફ જાવા નીકળે છે.

"અવની શુ કરતી હશે, મારે તેને તો એક વખત કહીને નીકળવું હતું."

બેગ હાથમાં લઈ સતત ઉત્સુકતાંથી બેલ વગાડી રહી હતી.

"આવુ છું બાપા આવું છુ"

પણ પૂજા થભી નોહતી રહી..કેટલી જલ્દી હતી તેને..

દરવાજો ખોલતા જ.. અવની પૂજાને જોઈને ખુશ ખુશાલ થઈ જાય છે અને..

પુરી તાકતથી ભેટી પળે છે." આ ગઈ મેરી રાજકુમારી"

કેહતા જ પૂજાના ચેહરા પર ચુંબનોની વર્ષા કરી દે છે.

પાણીની બોટલ ખરીદી મોઢું ધોવે છે. રાત્રીના આઠેક જેવો સમય થઇ રહ્યો હતો. પોતાનો ફોન કાઢી જોવા તો ગઈ પણ કેટલાય દિવસોથી ફોન ચાર્જ પણ નથી કર્યો.

રીક્ષા કરી.. પોતાના રૂપ તરફ જાવા નીકળે છે.

"અવની શુ કરતી હશે, મારે તેને તો એક વખત કહીને નીકળવું હતું. બસ એ મારાથી ગુસ્સે ન થાય તો સારું."

બેગ હાથમાં લઈ સતત ઉત્સુકતાંથી બેલ વગાડી રહી હતી.

"આવુ છું બાપા આવું છુ"

પણ પૂજા થભી નોહતી રહી..કેટલી જલ્દી હતી તેને !

દરવાજો ખોલતા જ.. અવની પૂજાને જોઈને ખુશ ખુશાલ થઈ જાય છે અને..

પુરી તાકતથી ભેટી પળે છે." આ ગઈ મેરી રાજકુમારી"

કેહતા જ પૂજાના ચેહરા પર ચુંબનોની વર્ષા કરી દે છે.