Dhruval Zindagi ek safar - 9 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | ધૃવલ જિંદગી એક સફર-9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ધૃવલ જિંદગી એક સફર-9

ધૃવલ:જિંદગી એક સફર-9

 

 

 

યાદને કોઇ,

કેદ કરી શકે છે,

જેલસળિયે....હાઇકુ

 

 

 

 

 

કોલેજમાં  પ્રથમ ક્રમ સાથે નિકી, દ્વિતીય ક્રમ સાથે કિંજલ, તૃતિય ક્રમ સાથે નિલેશ,ચોથા ક્રમ સાથે સંજય,પાંચમા ક્રમ સાથે ક્રિષા.બધાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.નાસ્તો ડેકોરેશ સાથે નાની પાર્ટી જેવુ આયોજન કરવામાં આવે છે.બધા congrets કહે છે. પછી rose garden માં મળે છે.બસ આજ પળની બધાને રાહ છે...

 

 

 

 

 

પછી એક્બીજાના મમ્મી-પાપાને મનાવવા જાય છે,પ્રથમ અયાન અને હેતલના મમ્મી-પાપા મનાવવા જાય છે.પેલા હેતલના પપ્પા તો થોડીવાર જગડે છે.પણ અયાનનું ઘરને લાસ્ટ યર નું રિઝલ્ટ જોતા હેતલના મમ્મી-પાપા માની જાય છે.

અયાનના પપ્પા પણ માથાકૂટના અંતે માની જાય છે.

 

 

 

અરમાનના અમ્મી-અબ્બુને વાંધો જ નથી તો અને આયેશાના અમ્મી-અબ્બુના પોતાના ધર્મમાં આટલો ભણેલો છોકરો મળવો મુશ્કેલ હતો એટલે એ પણ હા પાડે છે.છોકરો પણ પોતાના ધર્મનો એટલે નો પ્રૉબ્લેમ.

 

 

 

આરવ અને હસ્તી માટે આરવના ઘેર ગયા તો આરવના પાપા કહે આરવની સગાઇ નાનપણથી જ થઇ ગયેલી. આથી કોઇ ચાન્સ નથી.એક બાજુ આરવ અને હસ્તી રડે છે,તો ખુશી અને જેનીલ પણ દુ;ખી છે તો ધૃવ અને પ્રિયા પણ રડી પડે છે...

 

 

 

ધૃવના મમ્મી-પાપાને મનાવવા પ્રયત્ન કરવામાં આવે છે તો તે માની જાય છે.પ્રિયાના પપ્પા પેલા તો જોખી જોખીને ગાળો આપે છે પછી માની જાયછે.

 

 

 

ખુશી અને જેનીલ અને આરવ અને હસ્તીના મમ્મી-પાપા પાસે જાવામાં આવે છે પણ એ માનતા નથી, પ્રેમમાં પાર પડેલા મમ્મી-પાપાને મનાવવામાં રહી જાય છે.

 

 

 

હવે, રાત્રે કાર્યક્રમ હતો એટલે બધા ભેગા થાય છે,સ્ટેજને સજાવવામાં આવે છે.આજે કોલેજનો સ્થાપના દિન 100 વર્ષ કોલેજ પૂર્ણ કરે છે. તેના માટે ફંકશન રાખવામાં આવ્યુ.

કોલેજીયનો સાથે તેના મમ્મી-પાપા તેમજ બહારથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.રાત્રે જમવાનું સાથે પ્રોગ્રામ પણ એટલે બધા રાહ જોતા હતા,પ્રોગ્રામની.

 

 

 

 

કોલેજમાં ભવ્ય આયોજન થયેલુ.રોશનીથી કોલેજ ઝળહળે છે,પણ દિલમાં તો અંધારુ છે.બધા વાહ-વાહ કરી ગયા.આવુ મોટું આયોજન કોઇ એ પણ કરેલુ નહી તેવુ આયોજન અને વ્યવસ્થા થયેલી.

 

 

 

 

દોસ્તોની જિંદગીનો ફેસલો થઇ ગયો ‘’ક્યાક ખુશી તો ક્યાક ગમ...આ જ છે જિંદગી તુ માને કે ન માને.......મનુષ્ય’’

 

 

 

નિકી કહે અરે યાર નિશાંત!!! તે તો અમને જણાવ્યા વગર જ સગાઇ કરી લીધી તો? નિકી લેહકાથી બોલી.

 

 

નિશાંત કહે હમમ બા ની ઇચ્છા હતી હુ કેમ ટાળી શકુ?નિશાંતનો અવાજ ભારે,દુઃખથી ખરડાઈ ગયેલો.

 

 

પણ તે અમને ટાળી દીધા તેનુ શુ?નિકી હસતા મો એ બોલી.જાણે હાસ્યનો બધા સામે દેખાવ કરતી હોય તેમ.નિકીના આવા શબ્દો એ બધાનું ધ્યાન ખેંચ્યું બધા બન્ને સામે જોઈ રહ્યા.

 

 

નિશાંત કહે કેમ?તેણે પણ વાતમાં વધારે ધ્યાન આપ્યું જાણે કોઈ વાત છુપાવવી હોય એમ.

 

 

નિકી કહે અમને પારકા સમજીને..

 

હા...શ..બધા  મનોમન બોલી ગયા...

 

 

નિશાંત કહે ઓહોહો હાશ કરો અનુભવ્યો...

 

 

(બધા નિશાંતને બોવ જ ખીજાય છે અને દોસ્તો મારે પણ છે પણ આ બધુ વેકેશનમા થઇ ગયુ અને ધરમકાકા એ નક્કી કરી દીધુ પછી નિશાંત ના પણ કેમ કહે? નિશાંતના ભાઇ-બેનો એ બધાને સમજાવ્યા બધા એ નિશાંતને અભિનંદન આપ્યા.આ ગ્રૂપમાંથી પેલા નિશાંત સંસારમાં જમ્પલાવ્યું.એમ જ ને?)

 

 

 

કોલેજમાં જમવાનુ પછી પ્રોગ્રામ શરુ થયો એક પછી એક એમ કાર્યક્રમ આવવા લાગ્યા. બધાને મઝા આવતી હતી,લોકો ખુશ છે,પણ ‘’કોઇ અંદરથી રડે છે એ કોઇને કેમ દેખાતુ નથી?’’ ઘણુ અઘરુ થય ગયુ.

 

 

સોન્ગ પર ડાન્સ કોલેજના સ્થાપના દિન પર થતા ગયા જોડે રિજલ્ટ પણ હતું.આ વર્ષે એટલે સોનામાં સુગંધ ભળી.ખાસ્સા બધા માણસો આવેલા.

 

 

 

કોઈને સોન્ગ ખુશી આપે તો કોઈને દુઃખ.હરેક વર્ષે સ્થાપના દિન નિમિત્તે પ્રોગ્રામ ફાસ્ટયરને સેકન્ડીયર ના સ્ટુડન્ટસ જ કરે. લાસ્ટ યર વાળાનો સમય ન વેસ્ટ ન થાય માટે.તેમજ લાઈફ માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ યર.લાસ્ટ યર માટે.

 

 

 

દરેકને પોતે જ્યારે નવા નવા આવ્યાને પેલાં બે વર્ષ પ્રોગ્રામમાં ભાગ લીધેલો યાદ આવવા લાગ્યું.જોડે સ્ટેજ પર પોતાના પ્રેમ સાથે નાચતા હોય,પ્રેમ કરતા હોય એવા દિવાસ્વપ્ન ઘોર અંધારી રાતમાં આવવા લાગ્યા.

 

 

  • ●●

 

 

ફરી એકવાર સવારમાં પ્રયત્ન કર્યો કોલેજમાં જ પ્રોગ્રામમાં જ મમ્મી પપ્પા આવેલા પણ ન માન્યા તે ન જ માન્યા.કોઇનાથી માનતા ન હતા. આ વાલી ખરેખર ‘’વાલી’’ થય ગયા.અંતે એકબીજાને ગળે મળી એકબીજાનુ દુ;ખને સહન કરવાની હિંમત આપી સૌ સવાર થતા પોતપોતાની મંઝીલ તરફ રવાના થયા.કેમ કે જે નથી માન્યા એ કોઈનથીય નહોતા માનવાના.જે થઇ ગયું એ થઇ ગયું, બાકી બધું અધૂરું રહી ગયું.

 

 

 

નિશાંત અને બધા મિત્રો એ એકબીજાના લગ્નમાં કંકોત્રી મોકલવા,કોઈ પત્ર લખવા કે પર્સનલી-સ્પેશ્યલ ગામડે ઘેર મળવા આવવા સમય મળે ત્યારે આવવાનું કહી નિશાંતને તમામ મિત્રો છુટા પડ્યા.....

 

 

 

ધીમે-ધીમે સમય દરેક દર્દની દવા બનતો ગયોને બધા દોસ્તો એ તેની જિંદગીની સફર લગ્ન કરીને શરુ કરી....

 

 

★★★

 

ધૃવલ બોલ્યો તમને થયું હશે,અડચણ મારા પ્રેમમાં આવીને ધૃવલે ત્રણ પેઢીની કથા કરવાની ક્યાં જરૂર હતી?

 

 

 

 

પણ મિત્રો મારી રુકાવટ મારી આગળની બે પેઢીથી જ થઈ.મારા પ્રેમ પર સંકટ મારી અગાઉની પેઢીની ભૂલને કારણે જ આવ્યું...

 

 

તો હવે આગળ સાંભળો.....

 

 

  • ●●

 

 

 

ગુજરાતી પરિવાર ગીતનગરમાં વસે છે.પૈસાદાર પાર્ટી બની ગઈ છે.ગીતનગરના શેરીના બાળકો પણ ગુજરાતી પરિવાર વિશે જાણે છે.કહેવાયને એક સાથે રહેવામાં જે તાકાત છે એ અલગ-અલગ રહેવામાં નથી.

 

 

 

ધરમકાકાનો પરિવાર એક સાથે રહે છે..બીજું નિશાંત, દિશાન્ત અને અક્ષય એક જ સાથે એક જ બિઝનેસ શરૂ કરે છે.આથી થોડા વર્ષમાં જ ધારી સફળતા મળી જાય છે.ગુજરાતી પરિવાર એક નામ બનાવે છે.બિઝનેસમાં.

 

 

 

 

સવારમાં ગુજરાતી પરિવાર તેના ફળિયામાં રહેલા રાધા-ક્રિષ્ના અને શિવલિંગ વાળા મંદિરમાં આરતી કરી અંદર આવે ત્યાં જ

 

 

 

નિશાંતને એક  કોલ આવે છે અને કેહવામાં આવે છે. આજે અજય તારા ઘેર કાવ્યા અને ધૃવલની સગાઇનુ નક્કી કરવા આવે છે, પણ તુ ‘’હા’’ નહી પાડે.ઓકે અને આ મારો નિર્ણય છે જો તેમા ફેરફાર થયો તો?....અભિમાન અને ઘમંડ પૂર્વક કોઈ ધમકી આપી રહ્યું.સામે છેડેથી.

 

 

 

નિશાંત કહે તો? તુ શું કરી લઇશ? આજ સુધી તે જેમ કહ્યુ મે એમ જ કર્યુ છે પણ હવે બસ,બોવ થયુ,હવે નહી.ગુસ્સામાં નિશાંત બોલવા લાગ્યો.

 

 

 

પણ તુ જાણે જ છે કે મારુ ધાર્યું, નહી થાય તો તારી શી હાલત થશે....?

 

 

નિશાંત ગુસ્સામાં તેનો મોબાઇલ ફેકી દે છે. .

 

 

(કોણ એ વ્યક્તિ છે જે ધ્રુવલ અને કાવ્યાની સગાઈનું વિરોધી છે

 

 

નિશાંત એક સીધો સાદો માણસ છે તેમ છતાંય કોણ તેના સંતાનની જિંદગીને ડુબાડી દેવા માંગે છે અને સામે વળી વ્યક્તિ કોણ છે જે નિશાંતને વર્ષોથી તેની આંગળી પર નચાવે છે.)

 

 

 

હવે,ધૃવલ અને તેના મિત્રો દત્તાત્રેય સુધી પહોચી ગયા.શારીરિક અને માનસિક રીતે ખુશ થઈ જવાય એવો મીઠો પવન આવી રહ્યો છે.દર્શન કરવા ગયા.દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે.

 

 

 

એક બાવાજી અંદર કુંડમાંથી ચરણામૃત બધાને આપી રહ્યા.ઉપર માત્ર થોડી જગ્યા છે.દત્તાત્રેય ભગવાનની મૂર્તિની પરિક્રમા કરી શકાય એટલી જ જગ્યા છે.અંદર 5/6થી વધારે માણસો આવી શકે એટલી જગ્યા નથી.દત્તાત્રેય ભગવાનની પરિક્રમા કરી બહાર.મંદિરની બહાર આજુબાજુમાં પણ બેસી શકાય એવી જગ્યા નથી.

 

 

 

ભગવાને લીધેલી પરીક્ષામાં પાસ થઇને અહીં સુધી પહોચ્યા.દરેક સંઘર્ષને પાર પાડી અહી સુધી પહોચ્યા,જે રીતે નદીના બે કિનારા અલગ રહે તેમ કાયમ રેહવુ પડેત તેમ છતાય હિંમત રાખી જળ બની એક થયા.

 

 

 

 

જિંદગીના આ પડાવ પર બસ હવે એક્દમ શાંતિ આ જીવ ઇચ્છતા, આટલી નાની ઉંમરમાં એટલી બધી પરીક્ષા આપી કે જિંદગીથી ધરાય ગયા હોય તેવુ લાગી રહ્યુ.

 

 

 

ટોચ ઉપરથી કુદરતના સૌંદર્યને નિહાળી રહ્યા,વખાણ કરી રહ્યાને ભગવાનને કેહતા રહ્યા ‘’હે ઇશ્વર હવે,તો શાંતિ આપો’’.

હવે ઘણો સમય થઇ ગયો એટલે નીચે ઉતરવા લાગ્યા અને

 

 

 

 

ધૃવલે કાવ્યાનો હાથ જાલ્યો.કાવ્યા એ સ્મિત આપ્યું.કાવ્યા ધ્રુવલના સ્પર્શને પોતાના આંગળીના ટેરવેથી માણી રહીએ.તે ધ્રુવલના હાથ પર ધીમોને રૂંવાટી ઉભો કરી દે એવો કોમળ સ્પર્શ કરી રહી...

 

 

 

ધ્રુવલ આગળ બોલ્યો.

 

 

 

મારા મમ્મી-પાપા અમારા સંબંધથી ખુશ જ છે.તેને પ્રોબ્લેમ હતો જ નહી.આ કાવ્યા કોણ? એ સવાલ જરૂરથી થાય,આ એ જ કાવ્યા જયારે exam પર પ્રિયા અને ખુશી બહાર નાસ્તો લેવા ગયેલા અને મધમાખી કરડેલી ત્યારે તેમા અજય પણ હતો,અને જેનીલ,લક્ષ્ય બધાને દવાખાને લઇ ગયેલો.

 

 

 

 

આ એ જ અજય અને મિતાલીની પુત્રી કાવ્યા.ગીતનગરના જ રહેવાસી.ખુશીની છોળોમાને પાપાના લાડમાં ઉછરેલી. દોસ્ત, તરીકે ધૃવલ મળ્યો એ પણ સંસ્કારી.

 

 

 

 

તેની જિંદગીની અત્યાર સુધીની સફર ખૂબ જ ખુશીની. સાગર-સિમરન, મિલન-માલતી, ધૃવલ-કાવ્યા.આટલા દોસ્ત.ધૃવલ પણ પાપાના પૈસામાં ઉછરેલ....મમ્મી ચાંદની અને પપ્પા નિશાંત.પ્રેમમાં અને પૈસામાં ઉછરેલ સંતાન.

 

 

 

 

જ્યા ખુશીના પડઘા અને ખુશીના પડછાયા પડે છે.ઘરની નહી મહેલની વાત કરવાની.સમુદ્રમાં જેમ લહેરો આવતી રહે તેમ પ્રેમમા પણ સતત લહેરો જ રહેતી,ઓટ ક્યારેય ન આવતી. એકબીજાને સમજાવાની ક્ષમતા પણ ગજબ.

 

 

 

 

【ગીતનગરમાં ધ્રુવલને કાવ્યા શેરીએ શેરીએ એકબીજાનો હાથ પકડી ભમ્યા છે.કોઈ ન જુએ એ રીતે હજારો હગ પણ કર્યા છે.ચોરીછુપીથી ગાલ પર,હાથ પર,કપાળ પર,હોઠ પર કિસ કરી છે...

 

 

 

 

પપ્પાની જ કોલેજમાં એ અભ્યાસ કરતો.જ્યાં પપ્પા પણ સ્ટડી કરતા.કોલેજના ગાર્ડનમાં કાવ્યાને ધ્રુવલ હજારોથી વધારે વાર લેક્ચરમાં બન્ક મારી મળ્યા છે.કાવ્યાના હાથમાં ધ્રુવલનો હાથ હોઈ,તેનો મીઠો સ્પર્શ હોય,કાવ્યા ધ્રુવલ સાથે મીઠી મીઠી ભવિષ્યની વાતો કરતી.

 

 

 

 

ક્યારેક પોતે વહુ બનશે તેની તો ક્યારેક પોતે પણ મમ્મી બનશે તેની તો ક્યારેક ધ્રુવલ પણ પોતે પપ્પા બનશે,કાવ્યા પ્રેગ્નન્ટ થશે ત્યારે કાવ્યાનુ કેટલું ધ્યાન રાખશે.એ બધું જ કાવ્યાના મીઠા સ્પર્શ સાથે કહેતો...

 

 

 

 

પ્રેમમાં સ્પર્શ જ આખા શરીરમાં ધ્રુજારી પેદા કરી દે.આગળ તો કશું વિચારવાનું જ નથી રહેતું.અમીર માતા પિતાના સંતાન છતાંય વંઠી ગયેલા તો ધ્રુવલને કાવ્યા નહીં. અમુક મર્યાદા તેમણે ન ઓળંગીને અમુક મર્યાદા જાળવી પણ નહીં.

 

 

 

 

 

સ્પર્શ-કિસ આ બધું જ રોજિંદુ ને સામાન્ય છતાંય પ્રેમવર્ધક બની ગયું.

 

 

 

ધ્રુવલના સ્પર્શનો એક નશો કાવ્યાને ચડી જતોને પછી એ ધ્રુવલને કલાક સુધી મુકવાનું નામ જ ન લેતી.

 

 

 

તો ધ્રુવલ કાવ્યાને પોતાના પ્રેમથી તરબતર કરવા સ્પર્શ કર્યા જ કરતો. ધીમોને મીઠો સ્પર્શ.ક્યારેક ધ્રુવલના રૂમમાં તો ક્યારેક કાવ્યાના.

 

 

 

કાવ્યાના હોઠ પર એ લાંબી કિસ કરે તો ક્યારેક ગાલ પર નિશાન પાડી દે તો ક્યારેક કાવ્યાની પીઠ પાછળ હાથ ફેરવે તેને મદહોશ કરવા પ્રયત્ન કરે.】

 

 

 

નિશાંત અને અજય બધુ જાણતા હોવા છતાય એ ચુપ જ હતા કેમ કે આ સંબંધથી બંને ખુશ છે. એક દિવસ સવાર-સવારમા અજયનો call આવે છે.

 

 

 

અજય કહે નિશાંત જો સાંભળ આજે સાંજના હુ ધૃવલ અને કાવ્યાની સગાઇની વાત કરવા આવુ છુ.

 

 

આટલુ બોલતા તો નિશાંત ઉછળી પડે છે.

 

 

નિશાંત કહે સાંજના કેમ અત્યારે જ આવ ને?એ હરખ પદુડો થઈ બોલ્યો.

 

 

અજય કહે ના, સાંજે બધા સાથે શાંતિથી બેસાય એટલે.નિશાંત હું ભાગી નથી જવાનો ભાઈ.બન્ને મિત્રો મોબાઈલ પર જ અટટહાસ્ય કરે છે.

 

 

નિશાંત કહે ભાભીને લેતો આવજે.સહજતાથી બોલ્યો.જાણે અજયને કશી ખબર જ ન પડતી હોય એમ.

 

 

અજય હસતા હસતા કહે એ ઘેર રહે એવી પણ નથી.

 

 

નિશાંત આ વાત ચાંદનીને કરે છે અને ચાંદની ખુશ થઇ જાય છે. આ વાતની ધૃવલને ખબર પડતા કાવ્યાને call કરે છે.

 

 

 

કાવ્યા તો બે-ચાર કુદકા મારી નાચવા લાગે છે,

 

 

 

‘’હા..રે સખી મંગલ ગાઓ ગીત..

હા..રે સખી મંગલ ગાઓ ગીત.....’’

 

 

ધૃવલ..... હસવા લાગે છે,કા...વ્યા....કા...વ્યા....

 

 

કાવ્યા પોતાના રૂમમાં છે.મિતાલી તેના રૂમ તરફ જાય છે કાવ્યા કહે મમ્મી આવે છે bye...call...cut...

 

 

મિતાલી કહે આટલી ખુશ કેમ છે?

 

 

કાવ્યા કહે આજે મારા પાપા ધૃવલના ઘેર મારી સગાઇનુ પૂછવા જવાના છે મમ્મી i am so happy mom,

એ ખૂબ જ ખુશ થઈ બોલવા લાગી.સમયને વ્યક્તિનું પણ ભાન ભૂલી ગઈ.

 

 

 

 

મિતાલી કહે એમ?બોવ જલ્દી છે તને તો સાસરે જવાની?

કાવ્યાને ગુસ્સે કરવા મિતાલી જાણી જોઈ બોલી...આડું..

 

 

 

કાવ્યા મ..મ્મી કહી ,બાથ ભીડી જાય છે.શરમાય જાય છે.

 

 

 

અજય કહે બેટા તારી પસંદથી હુ ખુશ છુ દિકરા. તારી ખુશી એ જ અમારી ખુશી છે. આ ઘર અને તુ એક સાથે દુલ્હન બનવાના છો તારા લગ્નમા.અજય તેની દીકરી કાવ્યાના માથા પર હાથ ફેરવતા બોલ્યો.

 

 

કાવ્યા કહે પાપા મારે એટલુ જલ્દી સાસરે નથી જવુ?

 

 

(થોડી શરમાઈને)

 

 

મિતાલી કહે હમણા તો નાચતી હતીને હવે જુઠ બોલે છે?

કાવ્યા શરમાઈને કહે પાપા...મમ્મી...

 

 

અજય કહે બસ હો મારા દિકરાને કશુ જ ના કેહવાનુ.મિતાલીને ખિજાતો હોય એમ પ્રેમથી અજય બોલ્યો.

 

 

અજય કહે કાવ્યા આ સમય જ એવો છે જે દરેક છોકરાને છોકરીની જિંદગીમાં આવે છે.આ બાબત મમ્મી-પપ્પાથી સંતાડવાની કે લાજ શરમ આબરૂની નથી પણ પોતાના દીકરા-દીકરીને સમજવાની છે.પછી તો સંસાર, જવાબદારી, વહીવટી,છોકરા બધામાં પડી જ જવાનું હોય છે.

 

 

અજય પોતાની દીકરીને એક સનાતન સત્યથી અવગત કરવી રહયો.

 

 

મિતાલી કહે તમે જ તેને ચડાવી છે આમ જ કરેને?

 

 

અજય કહે તે એમા ખોટુ શુ છે?

 

 

(કાવ્યાથી નાનો તેનો ભાઇ નિખિલ.)

 

 

 

નિખિલ બોલ્યો આ તો જાય તો જ સારુ. બોવ જ મોટી હોવાનો પાવર કરે.

 

 

 

તને તો ધ્રુવલ ભગાડી જાય તો જ સારું.જલ્દી તારાથી છૂટું.

 

 

 

કાવ્યા એ નિખિલનો કાન ખેંચ્યો.

 

 

 

નિખિલ જોરથી મમ્મી મમ્મી.. મિતાલી એ મુકાવ્યો કાવ્યા મારા દીકરાને કશું જ ન કે'તી.

 

 

નિખિલ પપ્પા મેં કહ્યુંને આ તો જાય તો જ સારું.

 

 

 

અજય કહે એ જાય ત્યારે તું જ વધારે રડીશ નિખિલ...આજ પ્રેમ છે.ભાઈ-બેનનો.

 

 

અજયના સુખી પરિવારમા બે-ત્રણ ઘરમા નોકર પણ ખરા ને અજયનુ ઘર તો પૈસાથી ભરેલુ એટલો રૂપિયો-રૂપિયો....

નોકરના નામ નીલા,વીણા અને શાંતિ....

 

 

 

 

લગભગ બપોરના 2 વાગે આસપાસ નિશાંતના mobile મા call આવ્યો. તુ મને 15 મિનિટમા જ rose garden મળે છે.સામે છેડેથી હુકમ આવ્યો.

 

 

 

 

નિશાંત કહે હમ્મ્મ.શાંતિથી જવાબ વાળ્યો.

 

 

 

નિશાંત પહોચે છે,ત્યા એક girl back side ફરીને ઉભી છે. માથા પર કેપ છે,ગોગલ્સ પહેરેલા છે.હાથમા પર્સ છે,હીલવાળા સેંડલ અને short કપડા પહેરેલા છે.ગીતનગર સીટી ખૂબ જ સુધરેલુને કહેવાતું હાઇફાઈ.મન ફાવે એ લોકો પહેરે,પછી ઉંમર ગમે તે હોયને.મન ફાવે તેમ કરે.

 

 

નિશાંત કહે બોલ? શુ કામ પડી ગયુ તારે કે માત્ર 15 મિનિટમા હાજર થવા કહ્યુ?હું મારી ઓફિસમાં કામમાં હતોને મારે આવવું પડ્યું.

 

 

 

ગર્લ કહે તને યાદ છે ને આપણે કોલેજમાં એક વચન આપેલુ? આપણે વેવાઇ બનીશુ?

 

 

 

નિશાંત કહે યાદ છે!!!તો? શુ થયું?

 

 

ગર્લ કહે થયુ કશુ નથી પણ હુ શુ સાંભળુ છુ? કાવ્યા અને ધૃવલની સગાઇની વાત કરવા માટે આજે રાત્રે અજય અને મિતાલી તારા ઘેર આવે છે?તે વટથી બોલી રહી.

 

 

 

નિશાંત કહે હા, કેમ કે કાવ્યા અને ધૃવલ પ્રેમ કરે છે.સહજ ભાવે બોલ્યો.

 

 

 

ગર્લ કહે તો શુ થઇ ગયુ,? પ્રેમ તો હુ પણ તને અને તુ મને કરતો હતો તો પણ તે મારી સાથે લગ્ન કરવાના બદલે તારી મમ્મી કહે ત્યા કરી લીધા.