Vidurniti in Gujarati Spiritual Stories by Rupen Patel books and stories PDF | વિદુરનીતિ

Featured Books
Categories
Share

વિદુરનીતિ

વિદુરનીતિ

ચાણકય નીતિ તો આપ સૌએ જાણી જ હશે તો હવે જાણો ને માણો વિદુરનીતિ.

વિદુરજી એ મહાભારતમાં ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ, જ્ઞાનની વાતો, વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ તરીકે ઓળખાય છે.

વિદુરનીતિ પુસ્તકમાંથી કેટલોક સાર અહિંયા મુકયો છે તે આપ સૌને જાણવા ઉપયોગી નિવડશે.

***

વિદુરનીતિ મુજબ અભ્યાસ ન કરોતો વિદ્યા, વ્રતનો ત્યાગ કરવાથી બ્રામણત્વ, અસત્ય બોલવાથી વાણી, બુદ્ધિનો ઉપયોગ ન કરવાથી મગજ કટાઈ જાય છે.

વિદુરનીતિ મુજબ ઊંઘ્યા કરવાથી ઊંઘ ના જીતાય, વાસના ભોગવવાથી મન, બળતણ નાખવાથી અગ્નિ અને મદિરા પીવાથી કયારેય વ્યસન ના જીતી શકાય.

વિદુરનીતિ મુજબ ઉદ્ધત માણસ, દુઃખી માણસ, નાસ્તિક માણસ, આળસુ માણસ, ઇન્દ્રિયાધીન અને ઉત્સાહ વગરના માણસ પાસે કયારેય લક્ષ્મીજી રહેતા નથી.

વિદુરનીતિ મુજબ

વેદમાં લખ્યું છે કે કળયુગમાં માણસ ૧૦૦ વર્ષ ની આવરદાવાળો રહશે છતાંય નીચે જણાવેલ છ કારણો થી મનુષ્ય ૧૦૦ વર્ષ જીવી શકતો નથી અને આવરદા કપાઈ જાય છે.

જેને મહાઅભિમાન હોય.

જેને બોલવામાં મર્યાદા ન હોય.

જે સતત અપરાધ માનસ ધરાવતો હોય.

જે સતત ક્રોધિત રહેતો હોય.

જેને એકલાપણુંની ટેવ હોય.

જે સજ્જનનો દ્રોહ કરે તે.

વિદુરનીતિ મુજબ

મંગળ કાર્યો કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

સ્વભાવમાં પૌઢતા રાખો તો લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.

વિવેક બુદ્ધિ રાખો તો લક્ષ્મીજી મૂળિયાં નાખે છે.

ઇન્દ્રિયોના સંયમથી લક્ષ્મી સ્થિર કાયમી બને છે.

વિદુરનીતિ મુજબ

ધર્મની રક્ષા સત્યથી થાય,

અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય,

શરીરને બરાબર ચોળીને નાહવાથી રૂપનું રક્ષણ થાય,

સદવર્તનથી ફળનું રક્ષણ થાય છે,

કાયમ ધ્યાન રાખવાથી અનાજ નું રક્ષણ થાય છે.

વિદુરનીતિ મુજબ નીચે મુજબના પાંચ માણસો નો ત્યાગ કરવો જ જોઈએ.

પ્રથમ- ઉપદેશ ના આપનારાં ગુરુનો ત્યાગ

બીજા – ભણાવે નહિ એવા શિક્ષકનો ત્યાગ

ત્રીજા – જે પ્રજાની રક્ષા ન કરે એવા રાજાનો ત્યાગ

ચોથો- કાયમ ગામમાં રહેવા ઇચ્છતા ગોવાળનો ત્યાગ

પાંચમો – ગામનો વાણંદ જે કાયમ ગામ બહાર રહેતો હોય તેનો ત્યાગ

વિદુરનીતિ સુવાક્યો નીચે મુજબ જાણો

જેના હ્રદયમાં દુષ્ટતા કાયમ હોય છે તેના હ્રદયમાં જ્ઞાનનો પ્રકાશ થતો જ નથી.

દાનથી જેણે મિત્રોને, યુદ્ધથી જેણે શત્રુઓને, ભરણપોષણથી કુટુંબને વશ કર્યા છે તે પુરુષો ભાગ્યશાળી છે.

જેની પાસે વાહન હોય તેજ માર્ગ જીતી શકે છે.

જેની પાસે સારું આચરણ હોય તે સૌનો સદભાવ જીતી શકે છે.

બુદ્ધિવૃદ્ધ, ધર્મવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ, વયોવૃદ્ધ તેમજ પોતાના સગાં ભાઈઓ જોડેથી જ સલાહ સૂચનો લેવાં જોઈએ.

વિદુરનીતિ મુજબ આ આઠ સદગુણોથી માણસની જીંદગી શોભી ઉઠે છે.

બુદ્ધિ

કુલીનતા

ઇન્દ્રિયનિગ્રહ

શાસ્ત્રજ્ઞાન

પરાક્રમ

મિતભાષણ

યથાશક્તિ દાન

કૃતજ્ઞતા

વિદુરનીતિ મુજબ આ ૬ વ્યક્તિઓ ને ઘરમાં ઉતારો કયારેય ના અપાય

બહુજ આળસુ હોય

બહુ ખાતો હોય

સમાજમાં જેની બહુ નિંદા થતી હોય

બહુ કપટી હોય

જુઠઠો હોય

નાસ્તિક હોય

વિદુરનીતિ મુજબ નિયમિત સ્નાન કરવાથી આ ૧૦ ગુણો આવે છે

પવિત્રતા

સ્વચ્છતા

કોમળતા

શોભા

લાવણ્યતા

મિત્રતા

રૂપ જળવાય રહે

બળ જળવાય રહે

ભાગ્ય તેજ બને

સ્ફૂરતિ બની રહે.

વિદુરનીતિ મુજબ આ નીચે જણાવેલ માણસો જીવતાં છતાં મરેલા જ છે.

1. અશિષ્યને ઉપદેશ આપે તે.

2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .

3. શત્રુની મદદ લે તે.

4. પોતાની પત્ની પર શંકા રાખે તે.

5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .

6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.

7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .

8. વેવીસાળ માં પૈસા, મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.

9. બીજાના ખેતરમાં જે વાવે તે.

10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.

11. દુર્જન ને સજ્જન માને તે.

12. વચન આપીને ફરી જાય તે.

13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.

14. જે વાતવાત પર ક્રોધ કરે તે.

15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.

16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.

વિદુરનીતિ મુજબ નીચે જણાવેલ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.

ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.

બાળકોના યોગ્ય ઉછેર કરે.

ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.

મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.

પવિત્રપણું રાખે.

વિદુરનીતિ મુજબ નીચે મુજબ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો....

જેને દારૂનો નશો ચડ્યો હોય

અસાવધ થઈને તંદ્રા માં બેસે.

થાકી ગયેલા માણસને.

ભૂખ્યા માણસને.

ક્રોધે ભરાયેલા .

લોભીયા માણસને

બીકણ ડરેલા માણસને

બહુ ઉતાવળિયા માણસને

અજ્ઞાની માણસને

નાસ્તિક માણસને

વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના આ છ કારણો ને જાણો ને માણો ...

સારુ આરોગ્ય

માથે દેવું ન હોય

પોતાનું ઘર હોય

સારો પડોસી હોય

સારી આજીવીકા હોય

સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય

વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના આ છ કારણો ને જાણો ..

ઈર્ષા

અસંતોષ

શંકાશીલ

ક્રોધ

પારકા પાર ભરોસો

વધુ પડતુ દયાળુ

વિદુરનીતિ મુજબ સંપત્તિના નીચે મુજબના ત્રણ રસ્તા હોય છે.

દાન

ભોગ (વાપરવું)

નાશ

સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.

વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો, કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.

જુગાર

શિકાર

મદ્યપાન

અતિ વિલાસ

ક્રોધ

વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં

પોતાની પ્રિય વ્યક્તિ

પોતાની પ્રિયવાદીની એટલે પત્ની

આગ્યાન્કારી સુપુત્ર

વિદુરનીતિ મુજબ નીચે મુજબના પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે

દેવ

પિતૃ

મનુષ્ય

ભિક્ષુક

અતિથી

વિદુરનીતિ મુજબ નીચે મુજબના છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે

ઊંઘ

આળસ

ભય

ક્રોધ

દીર્ઘસુત્રીપણુ

પ્રમાદપણુ

વિદુરનીતિ મુજબ

બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે. રોગીઓ ઉપર જ ડોક્ટરોની, ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.

વિદુરનીતિ મુજબ જીવનમાં નીચે મુજબ ની પાંચ વસ્તુ, વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ

ભણ્યા પછી શિક્ષક ને

આપણુ કામ કર્યું હોય તેને

મુસાફરી કાર્ય બાદ વાહન ને

રોગ માટી જાય પછી ડોક્ટરને

લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને

વિદુર નીતિ મુજબ નીચે મુજબના ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી .

તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને

તમારા કુપુત્ર, ઉડાઉ, બદમાશ દીકારને

તમારી હોશિયાર પત્ની હોય તેને પણ

વિદુરનીતિ મુજબ નીચે મુજબના ચાર જણાને જોડે મંત્રણા, ગુપ્ત વિચારો ના કરાય

જેની બુધિ ઓછી હોય.

બહુ હરખ ઘેલો હોય

જેને પોતાની બહુ મોટાઈ હોય

જે દીર્ઘસુત્રી હોય, એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા

વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.

શુભ સંકલ્પ

મહા પુરુષોના તપ

ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય

પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.

વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે, તે વહેલા મૃત્યુ પામે એજ સારુ

જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.

જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.

વિદુરનીતિ મુજબ નીચે મુજબના પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.

સાચા મિત્રો

તમારા ગુરુ

તમારા શત્રુઓ

તમારો સેવક

તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી

***