Suneha - 11 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુનેહા - ૧૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુનેહા - ૧૧

-: અગિયાર :-

‘કાલે હું મહેસાણા પાછો જાઉં છું.’ પવનને પોતાનાં સંપૂર્ણ સહકારની ગેરંટી આપ્યા પછી થોડીવાર બાદ જેરામ દેસાઈ પવનની કેબીનમાં ઘૂસતાંજ બોલ્યા.

‘કેમ? આમ અચાનક જ?’ પવનને આશ્ચર્ય થયું અને એ પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો.

‘બસ મારું કામ થઇ ગયું પવન. હું અહિયાં તારે માટે આવ્યો હતો અને તારે લીધે, તે જ ઉભા કરેલા ધંધાનો તું જ સત્યાનાશ ન વાળી દે એની મને ચિંતા થતી હતી , પણ હવે મને નથી લાગતું કે મારી હવે અહિયાં જરૂર હોય.’ જેરામ દેસાઈ પવનને ખભે હાથ મુકીને બોલ્યા.

‘અરે, પણ તમે હોવ તો મને ટેકો રહે જેરામ સર.’ પવને સામો વિવેક કર્યો.

‘તું તારે પગે ઉભો થઇ ગયો છે પવન, સુનેહાના પ્રેમને લીધે. આજે તો સુનેહા નથી અને કદાચ હું એને ક્યારેય મળીશ એનીય મને ખબર નથી, પણ મહેસાણામાં બેઠાબેઠા જે રીતે હું તારી દાદાગીરીની વાતો સાંભળતો હતો ત્યારે મને ચિંતા થતી હતી કે જેસંગબાપાને અને રુડીબાને હું શું જવાબ આપીશ? પણ અહીંયા આવીને જોયું કે તું તો સાવ ઠરેલ દિમાગનો થઇ ગયો છે અને એનું કારણ સુનેહા છે. હવે મને પાક્કી ખાતરી છે કે તું આ ધંધો પણ બરોબર સંભાળીશ અને આવતાં વર્ષ સુધીમાં સુનેહા સાથે તારો સુખી સંસાર પણ શરુ કરી દઈશ.’ જેરામ દેસાઈ હસી રહ્યાં હતા. એમનાં ચહેરા પર સંતોષની લાગણી ભારોભાર દેખાઈ રહી હતી.

પવનની આંખો ભીની થઇ ગઈ અને એ જેરામ દેસાઈને પગે લાગ્યો, જેરામ દેસાઈએ એને એના ખભા પકડીને ઉભો કર્યો અને ગળે વળગાડ્યો. જેરામ દેસાઈની આંખો પણ લાગણીસભર ભીનાશ દેખાડી રહી હતી, જાણેકે સગા બાપ-દીકરાનું મીલન થયું હોય એવું દ્રશ્ય અત્યારે સર્જાયું હતું.

***

‘જરાય સ્માર્ટ થવાની કોશિશ નથી કરવાની ઓકે? હું રોજ તને ફોન કરીશ લેન્ડલાઈન ઉપર સમજી? દિવસના ગમે ત્યારે મારો ફોન આવશે એટલે ઘરમાં જ રહેજે નહીતો આખા સમાજમાં તારા લફરાની વાત કરીને તને બદનામ કરી દઈશ.’ સુનેહાને એના ઘેર મુકીને પાછાં અમદાવાદ તરફ નીકળતા પહેલાં ઘરના ઝાંપા સુધી એની માતાના આગ્રહને વશ થઈને પોતાને વળાવવા માટે આવેલી સુનેહાને જગતાપે દાટી આપી.

‘કારણ શું આપશો મારાં લફરાનું?’ પોતાના ઘેરે આવતાંજ સુનેહાની હિંમત ખુલી ગઈ અને એ એમજ બોલી પડી.

‘તું મહિના પછી ઘરે આવને, તારી વાત છે. જીભડી તો ફટાફટ ચાલવા લાગી ને કાંઈ? ઘેર પહોંચતાની સાથેજ.’ કારમાં બેઠાબેઠા જગતાપે સુનેહાનું કાંડુ જોરથી દબાવ્યું.

‘મહિનો તો બહુ લાંબો સમય છે જગતાપ, બે મિનીટ પછી શું થવાનું છે એની પણ તમને ક્યાં ખબર છે?’ સુનેહા જગતાપની આંખમાં આંખ નાખીને બોલી રહી હતી.

‘હુહ...’ એક છણકો કરીને જગતાપે સુનેહાથી પોતાનો ચહેરો ફેરવી લીધો.

‘મને બદનામ કરવી હોય તો કોઈ એવું આળ શોધી રાખજો જેનાથી મારી બદનામી કરવા જતાં ક્યાંક તમારી કે તમારાં ખાનદાનની પણ બદનામી થતાં બચે, કારણકે તમે મારા લફરાબાજ થવાનું સાચું કારણ આપશો તો મારાં કરતાં તમે વધુ બદનામ થશો એની ખાતરી રાખજો.’ હવે સુનેહા કરતાં એનો આત્મવિશ્વાસ બોલી રહ્યો હતો.

જગતાપ સુનેહાના છેલ્લાં વાગ્બાણ સામે ફક્ત છાશીયું જ કરી શક્યો અને એણે ગુસ્સામાં ને ગુસ્સામાં જ કાર સ્ટાર્ટ કરીને એને હાઈવે તરફ મારી મૂકી.

***

‘આ મારાં પપ્પાનો નંબર છે, પણ હું કાલેજ નવું સીમ લઇ લઈશ અને મારાં મોબાઈલમાં નાખી દઈશ.’ જગતાપ હજીતો જોધપુરની ભાગોળે પણ નહી પહોંચ્યો હોય ત્યાંજ સુનેહાએ એના પિતાનાં મોબાઈલ પરથી પવનને કોલ કરી દીધો.

‘હા, પણ તું? અચાનક? અને જોધપુર?’ પવનને નવાઈ લાગી રહી હતી.

‘સાંભળ, અત્યારે રાતના બાર વાગ્યા છે, મારી અમદાવાદની ફ્રેન્ડને હું અહીં સહીસલામત પહોંચી ગઈ છું એમ કહેવા ફોન કરવો છે એવું બહાનું કરીને મેં પપ્પા પાસેથી એમનો ફોન લીધો છે, બેલેન્સ પણ ઓછું છે, કાલે નવા નંબર પરથી તને મીસકોલ કરું એટલે આપણે શાંતિથી વાત કરીએ તો? તું મારી ચિંતા ન કરતો, હું મારે ઘરે છું એટલે મજામાં જ છું એટકે તું પણ હવે શાંતિથી સુઈજા.’ સુનેહાએ પવનને ધરપત આપતાં કહ્યું.

‘તું મજામાં છે એટલે મને કોઈજ ચિંતા નથી પણ તું તારું ધ્યાન રાખજે અને કાલે કોલ કરજે હું રાહ જોઇશ, બાય...લવ યુ!’ સ્પીકર ઉપર ચુંબનનો અવાજ કરીને પવન બોલ્યો.

‘હા, બને તેટલો જલ્દી કોલ કરવાની ટ્રાય કરીશ, લવ યુ ટુ...બાય!’ કહીને સુનેહાએ કોલ કટ કરી નાખ્યો.

***

‘શું વાત છે, તે જ ફોન ઉપાડ્યો? મને એમ કે આખી રાત જોધપુરના તારાં આશિકોને મળી મળીને થાકી ગઈ હોઈશ એટલે હજીસુધી નહી ઉઠી હોય.’ સવારે સાડા આઠવાગે જગતાપનો કોલ સુનેહાને આવ્યો અને એક મિનિટની પણ રાહ જોયા વગર સુનેહાને એણે ટોણો માર્યો.

‘તમે પહોંચી ગયાંને શાંતિથી? રસ્તામાં ક્યાય જમ્યાં હતા કે નહી?’ સુનેહાએ જગતાપના ટોણા ને જાણેકે સાંભળ્યો જ નથી એમ વળતો જવાબ આપ્યો.

‘વાત ના બદલ હું પૂછું છું એનો જવાબ આપ.’ પોતાના ટોણાના જવાબમાં સુનેહા કદાચ ગુસ્સે થઈને વાત કરશે એવું માની બેઠેલા જગતાપને એવું કશુંજ ન થતા તરતજ એ ગુસ્સે થઇ ગયો.

‘જુવો, મમ્મી-પપ્પા આસપાસ છે, આપણા પ્રોબ્લેમમાં મારે એમને નથી ઘસેડવા એટલે નોર્મલ વાતો કરો. તમે ચેક કરવા ફોન કર્યો છે ને? તો જોઈ લો હું અહીંજ છું.’ સુનેહાએ અવાજ ધીમો કરી અને પોતાનાં ટોનમાં થોડુક વજન આપીને બોલી.

‘ઠીક છે, હવે બહુ સતી સાવિત્રી થવાની કોશિશ ના કર. હું ફરી પાછો ગમે ત્યારે ફોન કરીશ એટલે એમ ના માનતી કે આ મારો દિવસનો છેલ્લો ફોન હશે એટલે બાકીના ટાઈમમાં તું ફાવે ત્યારે તારા આશિકોને મળવા જતી રહીશ અને એમની સાથે આખો દિવસ મોઢું કાળું કરી શકીશ.’ જગતાપે સુનેહાને ચેતવી.

‘આજે શું નાસ્તો કરવાનાં? મમ્મીને કહી દે’જો હોં કે કાલે મેં સાંજે ઓફિસેથી આવીને ઢોંસાનું પલાળ્યું હતું અને ફ્રીજમાં મુક્યું હતું પણ પછી ઉતાવળમાં આપણે અહિયાં આવવા નીકળી ગયાંને એટલે એમને કહેવાનું રહી ગયું એટલે એમને કહેજો કે અત્યારે તમને ગરમાગરમ ઈડલી ચટણી કે ઢોકળા બનાવી આપે, તમને ખુબ ભાવે છે ને?’ સુનેહાએ એની જગતાપથી અલગ વાત કરવાની ચાલુજ રાખી પણ મનોમન એને જગતાપને હેરાન કરવાની ખુબ મજા આવી રહી હતી.

‘ફોન મુક હવે...’ જગતાપે આટલું કહીને ફોન મૂકી દીધો.

ના ના, જગતાપે ફોન મુક્યો નહીં પણ રીતસરનો પછાડ્યો અને સુનેહા પણ છેક જોધપુર બેઠાબેઠા એની સુપેરે કલ્પના કરી શકતી હતી અને એટલેજ એના ચહેરા પર એક તોફાની સ્મિત આવી ગયું.

આવું સ્મિત કરવાનું બીજું પણ એક કારણ હતું અને તે એમ કે અત્યારે સુનેહા ઘરમાં એકલીજ હતી અને એ સમયે એના માતા-પિતા એના ઘરની નજીક આવેલા મંદિરમાં દર્શને ગયાં હતા. એટલે કોઇપણ જાતની વધારાની મહેનત લીધા વીના જગતાપની જાળમાં એનેજ ફસાવવામાં પ્રથમ પ્રયાસે જ એ સફળ પણ થઇ ગઈ એટલે સુનેહાનો આનંદ બેવડાયો.

***

લગભગ એક કલાક પછી સુનેહાના ઘરની સામેનો મોબાઈલ સ્ટોર ખુલ્યો અને ત્યાં એણે પોતાનો એક પાસપોર્ટ સાઈઝ ફોટો અને લાઈસન્સની ફોટોકોપી આપી અને નવું સીમ લઇ લીધું. સાંજે લગભગ સાડાચાર વાગે સીમ એક્ટીવેટ થતાંજ સુનેહા દોડીને પોતાનાં રૂમમાં ગઈ અને ત્યાંથી જ એણે પવનને મીસકોલ આપ્યો. સુનેહાએ પવનને આગલે દિવસે જગતાપ અને એ પવનથી છુટા પડ્યા બાદ ઘેરે ગયાં અને ત્યારે જગતાપે સુનેહા સાથે જે વર્તન કર્યું ત્યાંથી આજ સવારે જગતાપનો કોલ આવ્યો ત્યાસુધીની તમામ માહિતી સુનેહાએ પવનને આપી.

‘જીવતો નહીં છોડું એને હું સુનેહા, તારી કસમ ખઈને કઉ છું.’ પવનનાં અવાજમાં ગુસ્સો હતો.

‘એટલે પછી તું જેલમાં જઈશ અને હું એકલી થઇ જઈશ, પછી આપણા બાળકનું શું? આપણે જગતાપને મારવાનો છે પવન, પણ ધીરેધીરે. પ્લીઝ તારા મગજ પર કાબુ રાખ. અને મને પોતાની ગેરહાજરીમાં અહિયાં જોધપુર છોડીને જગતાપે બહુ મોટી ભૂલ કરી છે પવન.’ સુનેહાએ પવનને આજીજી કરી.

‘હમમમ...ઠીક છે, જેમ તું કહે તેમ, પણ તું કઈ ભૂલની વાત કરે છે ડાર્લિંગ?’ પવન બોલ્યો.

‘એક્ચ્યુલી એને ભૂલ નહીં પણ કદાચ મુર્ખામી કહેવી પડે એમ છે. હવે ધ્યાનથી સાંભળ, જગતાપ પરમદિવસે કેન્યા જાય છે, બપોરની ફ્લાઈટ છે. મારાં મગજમાં એક પ્લાન તૈયાર થઇ રહ્યો છે પણ મારે એને માટે હજી થોડોક વિચાર કરવો છે પણ હું કાલ સવાર સુધીમાં તને બધોજ પ્લાન સમજાવી દઈશ. તું જેરામ સર પાસેથી પર્સનલ કામ છે એમ કહીને પરમદિવસની રજા લઇ લેજે અને એમ કહેજે કે કદાચ કામ લંબાય તો બે દિવસ વધુ પણ લાગશે .’

‘જેરામ સર તો કાયમ માટે મહેસાણા ગયાં!’ પવનનાં અવાજમાં આનંદ હતો.

‘અરે કેમ? અચાનક?’ સુનેહાને આશ્ચર્ય થયું.

‘એ એક બીજી વાર્તા છે, આપણે મળીશું ત્યારે તને કઈશ, તું તારા પ્લાનની વાત કર.’ પવનને સુનેહાનો પ્લાન જાણવાની અધીરાઈ હતી.

‘આજે નહીં કાલે હું તને કહીશ, હજી થોડી ગોઠવણી બાકી છે. પણ પરમદિવસે હું કહું ત્યાં ત્યારે આવી જવાનું છે એ પાક્કું રાખજે અને હા તારી નહીં પણ તારા કોઇપણ ફ્રેન્ડની કાર લઈને એકલોજ આવજે.’ સુનેહા બોલી.

‘ઠીક છે, હું કાલે તારા ફોનની રાહ જોઇશ! પણ મોડું ન કરતી પ્લીઝ, તને ખબર છે કે મારાથી રાહ નથી જોવાતી.’ પવન અત્યારેજ અધીરો થઇ ગયો હતો.

‘હવે ફક્ત છત્રીસ કલાક પવન, પછી પવન અને સુનેહા બંને એકબીજામાં સમાઈ જશે....’ સુનેહાના અવાજમાં શરમ સ્પષ્ટ ઉભરાઈ આવી હતી.

પવન પણ સુનેહાની વાત સાંભળીને વધુ બોલી ન શક્યો અને બંનેએ પોતાનાં કાયમના ‘આઈ લવ યુ’ અને ‘લવ યુ ટુ’ કહીને કોલ કટ કર્યો.

***

પવન સાથે વાત થયા બાદ સુનેહાની બાકીની આખી સાંજ પોતે નક્કી કરેલા પ્લાનને અમલી કેમ બનાવવો એના વિચારમાં લાગી ગઈ અને છેવટે એણે એક પ્લાન ફાયનલ કર્યો.

આ પ્લાન મુજબ સુનેહાએ બીજા દિવસે સવારેજ એની એક ખાસ સખીના પતિની ટ્રાવેલ એજન્સીમાં જઈને આગલા દિવસ માટે એના માતા-પિતા માટે જયપુર, પુષ્કર, અજમેર અને શ્રીનાથજીની ત્રણ દિવસની એમની યાત્રાનું પેકેજ એડવાન્સ પૈસા આપીને બુક કરાવી દીધું. સુનેહાને એના માતા-પિતાને પોતાને ઘેરે એકલી મુકીને ત્રણ દિવસ ફરવા જવા રાજી કરવા માટે થોડીક મહેનત લાગી પણ છેલ્લા ઉપાય તરીકે સુનેહાએ એના મમ્મી – પપ્પાને પોતાનાં સમ આપ્યા અને તે બંને છેવટે આ યાત્રાએ જવા માટે રાજી થઇ ગયા. સુનેહાના આ પ્લાનનું પહેલું ચરણ બહુ સફળતાપૂર્વક એણે પાર પાડ્યું અને આમ થવા માટે એને ખુબજ સંતોષ થયો. પણ હજી ઘણું કામ બાકી હતું.

***

‘જો સાંભળ, મમ્મી-પપ્પા કાલે સવારે સાડા છ વાગે પુષ્કર જવા નીકળી જશે, તું અહિયાં બાર-સાડાબાર વાગે પહોંચાય એમ અમદાવાદથી નીકળજે.’ સુનેહાએ ફોન ઉપર પવનને કહ્યું.

‘કેમ એટલું મોડું? હું પણ રાત્રે ડ્રાઈવ કરીને સાત-સાડાસાત સુધીમાં ત્યાં પહોંચી જાઉં તો?’ પવનના અવાજમાં એની સુનેહાને મળવાની અધીરાઈ સ્પષ્ટ જણાઈ રહી હતી.

‘ગાંડાવેડા ન કર પવન. મારા ઘરની આજુબાજુ સાડા અગિયાર સુધી ખુબજ પબ્લિક હોય છે, પાછું મારી મમ્મીએ પણ આખી સોસાયટીમાં કહી દીધું છે કે એલોકો ત્રણ દિવસની જાત્રાએ જાય છે તો તમે બધા ભેગા થઈને મારી દીકરીનું ધ્યાન રાખજો. એટલે મારા પડોશનાં લોકો થોડા આઘાપાછા થાય ત્યારેજ તારે મારા ઘરમાં ઘુસી જવાનું છે, સમજ્યો? તું જરાક પણ ઉતાવળો થયો તો આપણો પ્લાન સાવ ફેલ જશે.’ સુનેહાના અવાજમાં જબરી મક્કમતા હતી કારણકે હવે આવો મોકો એને ક્યારે મળશે એનો એને ખ્યાલ ન હોવાથી એને હવે કોઇપણ હિસાબે પોતાનો પ્લાન પહેલી કોશિશેજ સફળતાપૂર્વક અમલી બનાવવો હતો.

‘તો પછી હું ત્યાં બે-ત્રણ દિવસ હોઈશ તો આપણને તકલીફ નહીં પડે?’ પવનને હવે ચિંતા થઇ કે ન કરે ને નારાયણ, ક્યાંક એ સુનેહાના કોઈ પડોશી દ્વારા એની સાથે એના ઘરમાં જ પકડાઈ જાય તો?

‘ના, જો એકવાર કાલે તું મારા ઘરમાં શાંતિથી ઘુસી ગયો પછી ગુરુવારે સવારે સાડા અગિયાર સુધી તું ઘરની બહાર જ નહીં નીકળે અને કોઈ ઘરે આવશે તો તને ક્યાં છૂપાવવો એની વ્યવસ્થા પણ મેં અત્યારથીજ કરી રાખી છે.’ સુનેહાના અવાજમાં જબરી સ્વસ્થતા હતી.

‘અરે કોઈ આવે તો તારા દિલમાં છુપાવી દેજે જાનુ, મને કોઈ નહીં જોઈ શકે.’ પવને થોડીક મસ્તીનાં અંદાજમાં કહ્યું.

‘દિલમાં તો તું પહેલેથી જ છે પન્નું પણ હવે તો તને મારાં રોમેરોમમાં સમાવી લેવો છે, એટલે તું અને હું બેય એક થઇને બાકીની જિંદગી આરામથી ગુજારી શકીશું.’ સુનેહા પણ હવે લાગણીનાં વહેણમાં તરી રહી હતી.

આટલી વાત બાદ સુનેહાએ પવનને બાકીનો પ્લાન સમજાવ્યો અને પોતાની કાર જોધપુરનાં રેલ્વે સ્ટેશને પાર્ક કરી અને રીક્ષામાં છેક પોતાના ઘર સુધી આવવા જણાવ્યું. સુનેહા અને પવનનો બાકીનો દિવસ આવતીકાલે શું બનશે એ વિચારમાં જ નીકળી ગયો. પવન સાંજે એની ઓફીસ નજીક આવેલા મોલમાં જઈને સુનેહા માટે પોતાને ગમતાં ડ્રેસીઝ, સાડીઓ અને બે ખાસ નાઈટીઝ લીધી. બીજે દિવસે સવારે પવન જેરામ દેસાઈએ મહેસાણાથી એના માટે ખાસ મોકલાવેલી કારમાં જોધપુર જવા રવાના પણ થઇ ગયો.

***

‘અરે, બે મિનીટ તો રાહ જો...’ પવને આપેલી ખાસ નાઈટીપહેરીને પોતાનાં બેડરૂમમાં સુનેહા ડ્રેસિંગ ટેબલ સામે ઉભી રહીને જયારે પોતાના વાળ સરખાં કરી રહી હતી, ત્યારે એને પાછળથી વળગીને એની ગરદનની ડાબી બાજુ હળવાં પણ ભીનાં ચુંબનોનો વરસાદ વરસાવી રહેલા પવનને કહી રહી હતી.

સુનેહાનો પ્લાન બરોબર રંગ લાવી ચુક્યો હતો. જગતાપ આજે અમુક કલાકો પછી કેન્યા જવા ઉપડી જવાનો હતો એટલે સાંજ પછી લગભગ સાત થી આઠ કલાક એનો કોલ આવવાની કોઈ શક્યતા જ ન હતી અને એ પહેલાં પણ જો એનો કોલ આવે તો સુનેહા તો એને એનાં ઘરમાં જ મળવાની હતી. સુનેહાએ પોતાનાં માતા-પિતાને ત્રણ દિવસની જાત્રાએ મોકલી દીધાં છે એની વાત સુનેહા તો એને કરવાની ન જ હતી પણ સુનેહાએ એના માતા-પિતા પણ આ વાત જગતાપને ક્યારેય ન કરે એની તકેદારી એણે એમને પોતાના ‘સમ’ આપીને લઇ લીધી હતી. હવે બાકીનાં ત્રણ દિવસ એ અને પવન એકલાં...આખા ઘરમાં પ્રેમનો વરસાદ એક બીજા ઉપર વરસાવવાના હતાં. જગતાપ એની જ જાળમાં ફસાઈ ચુક્યો હતો.

‘હવે તો એક સેકન્ડ પણ રાહ નહીં જોવાય...’ આટલું કહીને પવને સુનેહાનાં સ્તનો ની બરોબર વચ્ચે બાંધેલી એની ટુ પીસ નાઈટીની ગાંઠ દુર કરી અને એનાં ડાબા ખભા ઉપરથી એનું આવરણ દુર કર્યું.

આવરણ દુર થતાં જ પવન સમક્ષ સુનેહાનો શ્યામલ ખભો ખુલ્લો પડ્યો અને પવને એના હોઠ એના પર મૂકીને એને ચૂમવા, ચાટવા અને ચૂસવા લાગ્યો. સુનેહા આ બધુંજ સામેનાં અરીસામાં જોઈ રહી હતી અને ધીરેધીરે પોતાનાં શરીર પરનો કાબુ ગુમાવી રહી હતી. ત્યાંજ પવનની નજર સુનેહાના ખભા ઉપરથી ડોકાઈ અને ધીરેધીરે એ એનાં શ્યામવર્ણી અને ભરાવદાર સ્તનોથી બનેલી ખીણ જે અત્યારે સુનેહાના ભારે શ્વાસોચ્છવાસથી સતત ઉપરનીચે થઇ રહી હતી, તેના પર રોકાઈ ગઈ. હવે પવને પણ પોતાનો કાબુ ગુમાવી દીધો. પવને સુનેહાને પોતાના બંને હાથોમાં લઈને તેડી અને એને પલંગ પર બહુ ધ્યાનપૂર્વક સુવાડી અને પછી પોતાનું શર્ટ ઉતારીને પવન સુનેહા પર છવાઈ ગયો.

અમુક મીનીટો ચાલેલી ભરપૂર પ્રણયક્રીડાઓ બાદ છેવટે પવન અને સુનેહાનું સંપૂર્ણ મિલન થયું. સુનેહાએ પોતાની જિંદગીમાં પહેલીવાર સંપૂર્ણ શારીરિક સુખ માણ્યું અને પવને પોતાની જિંદગીમાં કદાચ પહેલીવાર કોઈ સ્ત્રીને ખરીરીતે પ્રેમભરીને પ્રેમ કર્યો!

પછીનાં બે દિવસો અને બે રાત આ બંને વચ્ચે બસ આમજ પ્રણયની પરાકાષ્ઠા આવતી રહી અને જતી રહી અને ફરી આવતી રહી. સુનેહાના ઘરનો કોઈ ખૂણો બાકી નહીં રહ્યો હોય જ્યાં એણે અને પવને એકબીજાને પ્રેમ ન કર્યો હોય. સુનેહા રસોઈ કરતી તો રસોડામાં પણ એ બંનેનો પ્રેમ તો ચાલતો જ રહેતો અને એ બે દિવસો સ્નાન પણ આ બંને ‘મળેલાં જીવ’ એ સાથે જ કર્યું. બંને સતત એકબીજામાં ઓતપ્રોત રહેતાં હતાં.

આ દરમ્યાન જગતાપ પણ કેન્યા પહોંચી ગયો હતો અને ત્યાંથી એ દિવસમાં બે થી ત્રણ વાર કોલ જરૂર કરતો પણ કાયમ સુનેહા જ એ કોલ ઉપાડતી એટલે એની શંકાનું સમાધાન થઇ જતું. જગતાપનો કોલ જયારે જયારે આવતો ત્યારે ત્યારે સુનેહા પવનનાં ખોળામાં બેસીને કે એની બાજુમાં સુતાસુતા જગતાપ સાથે વાત કરી હતી અને પવન તે સમયે સતત સુનેહાના નગ્ન અંગોને છેડતો રહેતો હતો. જગતાપને આ રીતે છેતરીને સુનેહાને ભરપુર આત્મસંતોષ મળતો.

આ ત્રણ દિવસોમાં સુનેહા એનાં માતા-પિતાને સામેથી જ અમુક સમયે કોલ કરીને એમના હાલચાલ પૂછી લેતી એટલે એલોકો પણ ચિંતા કરીને કોઈ પાડોશીને કહીને સુનેહાને ત્યાં એનો હાલ પૂછવા ન મોકલી દે. આખરે પ્રેમથી સરાબોળ એ ત્રણ દિવસનો અંત આવ્યો. સુનેહા અને પવન બંનેએ આ ત્રણ દિવસો દરમ્યાન એકબીજાને ખુબ પ્રેમ કરવા ઉપરાંત એકબીજાને પણ વધુ જાણી શક્યા હતા એટલે છુટા પડતી વખતે બંનેના મનમાં સંતોષ હતો, હા છુટા પડવાનું દુઃખ તો હતું પણ સાથે સાથે એક લાગણી એવી પણ હતી કે હવે તેઓ બંને એકબીજાનાં થઇ ગયા છે, સદાય માટે.

***

કેન્યાથી પરત થયા બાદ બે અઠવાડિયે જગતાપ સુનેહાને પાછી અમદાવાદ લઇ આવ્યો, અને અમદાવાદ પહોંચતા જ એનાં પર હજાર જાતનાં પ્રતિબંધો પણ મુકાઈ ગયા. આ પ્રતિબંધો સાથે પોતાને કે ઘરનાં કોઈ સભ્યને કહ્યા વગર ઘરની બહાર ન જવાનો હુકમ પણ અમલમાં મુકાઈ ગયો. પણ સુનેહાને કોઈજ ફર્ક નહોતો પડતો, એને જે જોઈતું હતું એ એણે કરી દીધું હતું બસ હવે રાહ હતી એણે વિચારેલા પ્લાનના સફળ જવા માટેના પહેલા પરિણામની....

‘પન્નું, ગુડ ન્યુઝ! હું પ્રેગ્નન્ટ છું...’ પોઝીટીવ પ્રેગ્નન્સી રીપોર્ટ લઈને ઘર તરફ પાછી જતી સુનેહાએ રસ્તામાં આવેલા પી. સી. ઓ પરથી પવનને કોલ કરીને એના ‘હલ્લો’ નાં જવાબમાં માત્ર આટલું જ કીધું....

=: પ્રકરણ અગિયાર સમાપ્ત :=