5 Star in Gujarati Short Stories by ANISH CHAMADIYA books and stories PDF | 5 સ્ટાર્સ - ધ પ્લેટફોર્મ ઓફ ફ્રેન્ડશીપ

Featured Books
Categories
Share

5 સ્ટાર્સ - ધ પ્લેટફોર્મ ઓફ ફ્રેન્ડશીપ

5 સ્ટાર્સ - ધ પ્લેટફોર્મ ઓફ ફ્રેન્ડશીપ

ANISH-CHAMADIYA

***

લેખકો અને વાચકો પર બનેલી આ વાર્તા મા પાંચ મિત્રો ની દોસ્તી દર્શાવા મા આવી છે. કેહવાય છે કે ફેસબુક જેવી સોસિયલ સાઇટ્સ પર બનેલી મિત્રતા મા પ્રેમ અને સચ્ચાઈ કરતા દંભ વધારે હોય છે. જે લોકો સોસિયલ સાઇટ્સ પર જેવા દેખાતા હોય છે તેવા રીયલ લાઈફ મા હોતા નથી. પણ આ પાંચ મિત્રો જેવા સોસિયલ સાઇટ્સ પર હોય છે, રીયલ લાઈફ મા પણ તેવા જ હોય છે. ફેસબુક પર થયેલી મિત્રતા કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે છે તે આ વાર્તા મા બતાવવા મા આવ્યુ છે. થોડીઘણી રમુજ અને એકબીજાની દોસ્તી પ્રત્યે ની વફાદારી જોઈને તમને અનેરો આનંદ આવશે તેવી આશા છે.

***

વાચકો એ બહુજ સારો પ્રતિસાદ આપ્યો હતો મારી પરિવારિક સ્ટોરી "વિષ-વેરણી" ને પણ ફરી એ જ મુદ્દા પર લખવા કરતા અલગ મુદ્દા પર લખુ , પણ કયા મુદ્દા પર...? ક્રાઇમ પર..? નહીં , નહીં ક્રાઇમ પર તો અકીલભાઇ એ લખવાનુ પણ શરૂ કરી દીધુ છે અને "ધ ક્રિમીનલ" નો તો એક ભાગ પણ પબ્લીશ થઈ ચૂક્યો છે, તો શું રોમાન્સ પર લખુ...? યાર બધા લેખકો રોમાન્સ પર જ લખી રહ્યા હોય છે. અને વાચકો ને પણ રોમાન્સ સ્ટોરી મા જ વધારે રસ હોય છે એટલે જ અનિશ જેવા નવા લેખકો ની રોમાન્સ સ્ટોરી "અધુરી-ઈચ્છા" ને પણ વાચકો એ ખુબજ પસંદ કરી છે.તો શુ કરુ ! સસ્પેન્સ સ્ટોરી લખુ..? પણ સસ્પેન્સ કઈ રીતે લખી શકુ...? હુ તો પુરુષ એકવચન મા લખુ છુ તો તેમા સસ્પેન્સ કઈ રીતે લાવવુ....? નીલ મનોમન પોતાની સાથે વાત કરી રહ્યો હતો. તેને તેની નવી સ્ટોરી માટે યુનિક ટોપીક જોઈતો હતો. તે વિચારે ચડ્યો હતો. એટલા મા જ સુનિલ ત્યા આવે છે.

" કેમ છો લેખક સાહેબ...?"

" શુ તંબૂરો લેખક..." નીલે મોઢું બગાડતા કહ્યુ.

" કેમ શું થયુ નીલ...? શું વિચારો મા પડ્યા છો...?" નીલ નો વિચારમગ્ન ચેહરો જોઈને સુનિલે પૂછ્યું.

" કઈ નહીં યાર, મારી સ્ટોરી "વિષ-વેરણી" તો પૂરી થઈ, હવે નવી સ્ટોરી પર કામ ચાલુ કરવુ છે. પણ કયા ટોપીક પર લખુ તે સમજ મા નથી આવતુ. કોઈ યુનિક ટોપીક પર સ્ટોરી લખવી છે યાર. એવી સ્ટોરી કે વાચકો ખુશ ખુશ થઈ જાય અને પબ્લિશર પણ મારી બુક ને હાર્ડ કોપી મા પબ્લીશ કરવા મારો સંપર્ક કરે..." બોલતા જ નીલ ની આંખો મા ચમક આવી ગઇ.

" તો લખો ને કોઈ એવા ટોપીક પર કે વાચકો તમને મોટા મોટા લેખકો ની હરોળ મા લાવીને મૂકી દે, અને એવુ જે દિવસે બનશે તો મને બહુજ ખુશી થશે..." સુનિલે કહ્યુ.

"હા પણ એવો કોઈ ટોપીક પણ મળવો જોઈને..." નીલ બોલ્યો.

" કયા ટોપીક ની વાત કરો છો ભાઈ ઑ...?" સોલી એ આવતા જ કહ્યુ. સોલી પૂરું નામ સુલેમાન પણ ટૂંક મા બધા પ્યાર થી સોલી બોલાવતા અને તેને ગમતુ પણ. નીલ, અકીલ, અને અનિશ સ્ટોરી લખતા જ્યારે સુનિલ અને સોલી આ ત્રણેય લેખકો ના રેગ્યુલર રીડર હતા. અને આ બધા ફેસબુક પર જ એકબીજાના મિત્રો બન્યા હતા. હવે આ બધા ખાસ મિત્રો બની ગયા હતા.

સોલી...! સુનિલ ની બાજુની ખુરશી પર ગોઠવાઈ ગયો. અને છોટુ ને ચા નો ઓડર આપ્યો. છોટુ ચા લઈને આવ્યો એટલે ચા પીતા પીતા ફરી સોલી એ પૂછ્યુ...." કયા ટોપીક ની વાત કરતા હતા ભાઈ...? અને આ અનિશ અને અકીલભાઇ કેમ દેખાતા નથી...?"

" આવતા જ હશે બન્ને...! અને નીલ ને નવી સ્ટોરી લખવી છે તે પણ યુનિક ટોપીક પર..." સુનિલે કહ્યુ.

" ઓહ !... તો પ્રોબ્લેમ શુ છે લખવા લાગો..." સોલી એ મજાકયા અંદાજ મા કહ્યું.

" કોઈ પ્રોબ્લેમ નથી, પણ તેમની પાસે કોઈ યુનિક ટોપીક નથી..." સુનિલે...! સોલી ને સમજાવતા કહ્યું.

" બસ...! આટલી વાત..? આવી નાની- નાની વાતો મા મુંજાવાનુ નહી યાર, યુનિક ટોપીક જોઈ છે ને તમને , હું આપીશ ટોપીક..." જાણે યુનિક ટોપીક શોધવો સોલી ના ડાબા હાથ નો ખેલ હોય તેમ આસાની થી કહ્યું.

નીલ કશુ બોલ્યો નહીં, તે જાણતો હતો કે સોલી ને મજાક કરવાની આદત છે. સુનિલ પણ હસી રહ્યો હતો. સુનિલે ના હસતા જોઈને સોલી ને ગુસ્સો આવ્યો અને ગુસ્સા મા જ તે સુનિલ પર ત્રાટક્યો... " સુનિલ તમને શુ લાગે છે મારી પાસે યુનિક ટોપીક નહીં હોય એમ...? એવો ટોપીક આપીશ કે કોઈ એ વિચાર્યું પણ નહીં હોય...."

નીલ અને સુનિલ....! સોલી સામે જોવા લાગ્યા. તે એવો તો કયો ટોપીક આપશે તેના વિશે બંને ના મગજ ગતિ થી દોડવા લાગ્યા. ત્યાજ સોલી બોલ્યો " રાજકારણ પર લખો નીલ અથવા તો રમતગમત પર લખો મજા આવશે બંને યુનિક ટોપીક છે..."

" ઓહ ક્રિકેટર, ભાઈ મારે આવા ટોપીક પર સ્ટોરી નથી લખવી..." નીલે...! સોલી ને વચમા રોકતા જ કહ્યુ.

" તો પછી સુનિલ તમે જ કોઈ ટોપીક આપો અને એમ પણ આ બધી વાતો મા તમે માહિર પણ છો, તમે કઈક ને કઈક નવુ લઇજ આવો છો. વચ્ચે પણ તમે ફેસબુક પર "ઘેટા" નો ટોપીક લાવ્યા હતા જે બહુજ ફેમસ થયો હતો. તમારે રીડર નહીં પણ લેખક હોવુ જોઈતુ હતુ..." સોલી એ હથિયાર નીચે મુક્તા કહ્યુ.

" ના ભાઈ ના આપણે તો રીડર જ સારા, એટલે જ તો આપણને બન્ને ને બેસ્ટ રીડર નો ઍવોર્ડ મળ્યો હતો..." સુનિલે કહ્યુ.

" ભાઈ એમ તો અનિશ લેખક છે અને તેને પણ બેસ્ટ રીડર નો એવોર્ડ મળ્યો હતો.. તે પણ લખે જ છે ને..." સોલી એ સુનિલ ને યાદ અપાવતા કહ્યુ.

" હા એ વાત પણ સાચી પણ આપણે રીડર જ સારા, પણ નીલ ની સ્ટોરી માટે મારા દિમાગ મા એક ટોપીક આવ્યો છે..."

" કયો ટોપીક છે સુનિલ જલ્દી બતાવ...?" નીલ ની આંખો ફરીવાર ચમકી ઉઠી.

" અંતરિક્ષ..."

" અંતરિક્ષ....?" નીલે આશ્ચર્ય સાથે પૂછ્યુ.

" હા , અંતરિક્ષ....આ એવો ટોપીક છે કે જેમા જાણકારી ની સાથે સાથે વાચકો ને ઉત્સાહ પણ રેહશે અને હોલીવુડ ની ફિલ્મ જોતા હશે એવુ લાગશે, આવા ટોપીક પર કોઈ એ લખ્યુ નથી અને સ્ટોરી મા અમુક હસી મજાક કરતા પાત્રો પણ નાખી દેવાના જેથી વાચકો નુ મનોરંજન પણ થાય..." સુનિલ એકી સાથે બોલી ગયો અને એમ પણ તે સાઇન્સ નો વિધાર્થી હતો એટલે આવા મુદ્દામા તેને રસ પણ હતો. નીલ ને પણ આ ટોપીક પસંદ આવ્યો.

" પણ યાર મને આ વિષય મા વધારે નોલેજ નથી..." નીલે કહ્યુ.

" એ મારા પર છોડી દો, તમે વર્ણન કરજો,પાત્રો અને પ્રસંગો હુ આપીશ...." સુનિલે કહ્યુ.

" તો તો આજની પાર્ટી નીલ તરફ થી..." સોલી બોલ્યો.

" ભાઈ કઈ પાર્ટી ની વાત કરો છો...? મને અને અકીલભાઇ ને પણ સાથે લઈ જજો..." અનીશે આવતા જ કહ્યુ ,સાથે અકીલભાઇ પણ હતા. તેઓ ખુરશી પર ગોઠવાઈ ગયા. સોલી એ સુનિલ અને નીલ વચ્ચે થયેલી વાતો જણાવી.

" ગજબ ટોપીક છે, એકદમ યુનિક, આ ટોપીક પર તો હુ સ્ટોરી લખીશ..." અકીલભાઇ બોલ્યા.

" અકીલભાઇ બધુ તમારે જ લખી લેવુ છે...? માંડમાંડ તો એક ટોપીક મળ્યો છે અને એ પણ તમારે લઈ લેવો છે..? આવું જ કરવુ હતુ તો મને સ્ટોરી લખવા માટે પ્રેરણા કેમ આપી...? અને જો પ્રેરણા આપી હોય તો પછી અમારા જેવા લેખકને પણ નવા ટોપીક પર લખવા દેવાય...." નીલ ટોપીક છીનવાઇ ગયો હોય તેમ ટોન મારીને બોલી રહ્યો હતો. બધાની નજર નીલ પર હતી. અચાનક અકીલ ભાઈ હસવા લાગ્યા....

" અરે નીલ મજાક કરુ છુ, તું લખજે બસ ! અને એમ પણ કોઈ કોઈ ને પ્રેરણા નથી આપતુ, તારા મા કાબિલિયત હતી એટલે તુ આગળ આવ્યો અને મે તો માત્ર તારી થોડીક મદદ કરી છે...જેમ તે અનિશ ને મદદ કરીને એને સ્ટોરી લખવા કહ્યું તેમ મે તને મદદ કરી..." અકીલભાઇ એ પોતાના અનુભવ પ્રમાણે વાત કરી.

થોડીવાર ચર્ચા કરીને પછી બધા ઘરે જવા માટે છૂટા પડ્યા. સુનિલ અને નીલ વચ્ચે બધી વાત થઈ ગઈ હતી. તેમણે અંતરિક્ષ ના અનોખા અને અદભુત વિષય પર સ્ટોરી લખવાનુ શરૂ કર્યું. નીલે એક દિવસ અકીલભાઇ અને અનિશ સાથે વાત કરેલી ત્યારે કહ્યું હતુ કે આ સ્ટોરી બહુજ સરસ લખાઈ રહી છે અને હું આ સ્ટોરી સુનિલ ના નામ થી જ પબ્લીશ કરાવીશ. સુનિલે ઘણી સારી રીતે પાત્રો અને પ્રસંગો ઉમેર્યા છે આ સ્ટોરી મા...નીલ દિલ નો બહુજ ઉદાર વ્યક્તિ હતો.. એનો મતલબ એમ નહીં કે બીજા નોહતા...બધા દોસ્તો દિલ ના અમીર હતા અને એકબીજાને મદદ કરતા.

નીલે તો અનિશ ને જોડણીઓ ના સુધારા મા ઘણી મદદ કરી હતી. અનિશ ને વાચવા કે લખવા મા કોઈ રસ નોહતો...ફેસબુક પર જ નીલ સાથે દોસ્તી થઈ હતી અને અનિશ ઘણી વાર પોસ્ટ મૂકતો તે જોઈને નીલે તેને સ્ટોરી લખવા માટે કહ્યું એટલે અનીશે સ્ટોરી લખવાનુ શરૂ કર્યું.. શરૂવાત મા અનિશ "અમારી" ની જગ્યા પર "હમારી" લખતો. નીલ અને સુનિલ તેની બહુજ મજા લેતા...જ્યારે નીલ ને કોઈ સલાહ ની જરૂર પડે તો તે અકીલભાઇ પાસે જતો...ક્યારેક ક્યારેક અનિશ પણ અકીલભાઇ ની સલાહ લેતો.

અકીલભાઇ એવા લેખક હતા જે અઘરા અઘરા વિષયો પર સ્ટોરી લખતા અને સ્ટોરી પર તેમની એવી પકડ હતી કે વાચકો તેમના આવનાર બીજા ભાગો ની આતુરતા થી રાહ જોતાં હતા. અને જો કોઈ તેમની પાસે સલાહ માંગે તો જેવુ હોય તેવુ બિન્દાસ્ત કહી દેતા… કદાચ એટલે જ અનિશ...! અકીલભાઇ કરતા નીલ પાસે સલાહ લેવા વધારે જતો.

સુનિલ અને નીલ વચ્ચે દરરોજ વાતો થતી… નીલ સ્ટોરી લખતો અને ક્યાય પણ અટકે એટલે સુનિલ ને ફોન કરીને પુછતો… પણ નીલ ને ક્યા ખબર હતી કે સુનિલ પણ "અંતરિક્ષ" પર અલગ થી સ્ટોરી બનાવી રહ્યો હતો. હા, નીલ તે જ મુદ્દા પર અલગ થી સ્ટોરી લખી રહ્યો હતો.

તમારી જેમ મારા પણ દિમાગ મા સવાલ ઊભો થયો કે જો સુનિલ ને પોતે જ સ્ટોરી લખવી હતી તો પછી નીલ ને શુ કામ ને એ ટોપીક આપ્યો અને તેને મદદ કરીશ એમ કહ્યુ...? અને જો તે પોતે સ્ટોરી લખી રહ્યો હતો તો પછી નીલને તે કયા ટોપીક પર સ્ટોરી લખવા મા મદદ કરી રહ્યો હતો...? ઘણા બધા સવાલો ના જવાબ આવવાના બાકી હતા.

સુનિલ નુ દિમાગ બહુજ તેજ હતુ..તે એક સાથે ઘણા મુદ્દા પર વિચાર કરી શકતો હતો..ઘણા બધા મુદ્દા પર તે સચોટ અને સટીક રાય આપી શકતો હતો. માની લો કે મલ્ટી-ટેલેંટેડ હતો. નવા નવા વિષયો પર રિષર્ચ કરવાનો તેને શોખ હતો. પણ તે શુ કામ ને નીલ સાથે ડબલ ગેમ રમી રહ્યો હતો એ સમજ મા નોહતુ આવતુ.. એ ખુદ પણ સ્ટોરી લખી રહ્યો હતો અને એ પણ અંતરિક્ષ ના ટોપીક પર તો પછી તે નીલ ને જણાવતો કેમ ના હતો...? શું ચાલી રહ્યું હતુ તેના મન મા...? આ બધુ તો જ્યારે સ્ટોરી બહાર આવશે ત્યારે જ ખબર પડશે.

ઘણીવાર નીલ સ્ટોરી ને લઈને સુનિલ ને કેહતો કે " સ્ટોરી તો ખુબજ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે પણ આ સ્ટોરી કોઈ વાર્તા ની વચ્ચે થી શરૂ કરી હોય તેવુ લાગી રહ્યુ છે. મતલબ કે આની પેહલા પણ કોઈ ઘટના બની હશે જે આપણે આ વાર્તા મા બતાવ્યુ નથી..."

સુનિલ ને ખબર હતી કે નીલ પાસે સાઇન્સ વિશે વધુ માહિતી નોહતી એટલે સાઇન્સ સ્ટોરી આવી રીતે જ લખાય કહીને નીલ ની વાત ટાળી દેતો.

આજે નીલે બધા મિત્રો ને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. અને સ્ટોરી પૂર્ણ રીતે લખાઈ ગઈ છે તે જણાવવાનુ હતુ એટલે તે ખુશ પણ હતો. તેને ભરોસો હતો કે તેની આ સ્ટોરી ઇ-બુક ના ઇતિહાસ મા રેકોડ બ્રેક ડાઉનલોડ કરાવશે અને સુનિલ ને ઉચ્ચ લેખકો ની હરોળ મા લાવી મૂકશે. પણ એ ક્યાં જાણતો હતો કે સુનિલ...! તેનાથી પેહલા પોતાની સ્ટોરી પબ્લીશ કરવાનો હતો. જેનુ નામ પણ " અંતરિક્ષ ની સફર " રાખ્યુ હતુ. અને આ જ નામ નીલ ની સ્ટોરી માટે પણ રાખવામા આવ્યું હતુ.

બધા ભેગા થાય છે અને ચા ની ચુસ્કી લેતા લેતા વાતો કરતા હોય છે ત્યાજ સોલી મજાક કરતા બોલે છે " નીલબાબા તમારી સ્ટોરી નુ શુ થયુ...?" સોલી ને મજાક કરવાની આદત હતી અને તે બધાને ગમતુ પણ.

" દોસ્તો સ્ટોરી ની વાત કરવા જ તમને બધાને અહિયા બોલાવ્યા છે, મારી બધી સ્ટોરી ગુરુવારે જ પબ્લીશ થાય છે અને ગુરુવાર એમ પણ મારા માટે લકી છે, અને આ ગુરુવાર નહીં પણ તેના પછીના ગુરુવારે મારી સ્ટોરી "અંતરિક્ષ ની સફર" પબ્લીશ થવાની છે..." નીલે ખુશ થતા જણાવ્યુ.

" મારે તમને એક વાત કેવી છે...." સુનિલે કહ્યું.

" હા, બોલ સુનિલ...?" અકીલભાઇ બોલ્યા.

" નીલ , તારા પેહલા મારી સ્ટોરી પબ્લીશ થવાની છે એ પણ આ ગુરુવારે..." સુનિલે કહ્યુ. આ વાત સાંભળી બધા ના ચેહરા પર ખુશી આવી ગઇ.

અનિશ બોલ્યો " શુ વાત છે સુનિલ તમે પણ અમારી જેમ લેખક બની ગયા..."

" કયા ટોપીક પર છે સ્ટોરી, જલ્દી બોલો યાર મને તો વાચવાની મજા આવશે. હવે તો તમે ચારેય લેખક બની ગયા એટલે બધી સ્ટોરી વાચવી તો મારે જ પડશે..." સોલી એ કહ્યું.

" 'અંતરિક્ષ ની સફર' નામ છે સ્ટોરી નુ...." સુનિલે કહ્યુ.

નામ સાંભળતા જ બધાના ચેહરા ગંભીર થઈ ગયા. બધા ની નજર નીલ તરફ હતી. કોઈ ને કઈ સમજ મા નોહતુ આવતુ કે સુનિલ શુ બોલી રહ્યો છે. બધા વિચારે ચડી ગયા. ઘણા બધા સવાલો મન મા ઉત્પન્ન થવા લાગ્યા. નીલ મનોમન વિચારી રહ્યો હતો કે જો સુનિલ ને જ સ્ટોરી લખવી હતી તો પછી મારી પાસે કેમ લખાવી અને તે પણ તે જ ટોપીક પર... કોઈ કઈ પૂછે તે પેહલા જ સુનિલ બોલ્યો.

" યાર આ વિષય મને બહુજ પસંદ આવી ગયો હતો એટલે મે સ્ટોરી અપલોડ કરી દીધી..." આટલું કહીને તે જતો રહ્યો. બધા તેને જતા જોતા રહી ગયા. કોઈ કઈ સમજી શક્તુ ના હતુ. સુનિલ ની સાથે વાત કરવાની અનિશ અને અકીલભાઇ એ બહુજ કોસીશ કરી પણ તે ફોન ઉઠાવતો ના હતો. સુનિલ ના ખાસ મિત્ર દિપક ને પણ ફોન કરી જોયો પણ સુનિલ સાથે વાત ના થઈ શકી.

ગુરુવાર આવી ગયો. આજે સુનિલ ની સ્ટોરી પબ્લીશ થવાની હતી. નીલ હજુ પણ સદમા મા હતો. સુનિલે આવુ કેમ કર્યું હશે...? હું પણ તો સ્ટોરી સુનિલ ના નામ થી જ પબ્લીશ કરવાનો હતો. હું તેને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે મે તેને નોહતુ જણાવ્યુ. નીલ મનોમન સવાલો ના જવાબ મેળવવા ની મથામણ મા પડ્યો હતો.

સવાર ના ૯ વાગે સ્ટોરી પબ્લીશ થવાની હતી. નીલ, અનિશ,અકીલભાઇ પોતાના રોજ ના અડ્ડા પર ભેગા થઈ ગયા હતા જ્યાં તેઓ હમેશા સાથે બેસીને સ્ટોરી વાચતા અને ચર્ચા કરતા. થોડીવાર મા સોલી લેપટોપ લઈને આવી પોહચ્યો. લેપટોપ શરૂ કરીને સ્ટોરી પબ્લીશ થવાની રાહ જોવા લાગ્યા. આજે બધા ત્યા હાજાર હતા, માત્ર કોઈ નોહતુ તો સુનિલ અને ચારેય ના દિલ એ માનવા તૈયાર પણ નોહતા કે સુનિલ આવુ કરશે.

રાઇટ ૯ વાગ્યે સ્ટોરી પબ્લીશ થાય છે. હેડિંગ મા સ્ટોરી નુ નામ લખેલુ હોય છે "અંતરિક્ષ ની સફર ભાગ -૧" ચાંદ , તારા અને અવકાશ્યાન નો સ્ટોરી ફોટો જોતા જ સ્ટોરી વાચવાની ઈચ્છા થઈ જાય. જેવુ પેહલુ પેજ ઓપન થાય છે કે મોટા અક્ષરો મા લખેલુ આવે છે લેખક "નિલેષ મુરાની" અને બધા ચોકી જાય છે. લેખક મા નીલ નુ નામ જોઈને થોડી વાર તો કોઈ ને કઈ સમજ નથી પડતી પછી તરત જ અકીલભાઇ ના મગજ મા ચમકારો થાય છે અને સોલી ને ફરીવાર સ્ટોરી નુ નામ વાચવા કહે છે. સ્ટોરી નુ નામ "અંતરિક્ષ ની સફર ભાગ-૧" વાચીને બધાને લાઇટ થાય છે અને દરેક ના ચેહરા પર ખુશી છવાય જાય છે. બધા સુનિલ ને ફોન લગાડવા લાગે છે. થોડીવાર મા જ સુનિલ પણ ત્યા આવી પોહચે છે. નીલ...! સુનિલ ને ગળે લગાડી લે છે. બધા માટે આ એક ખતરનાક સરપ્રાઇઝ હોય છે. અને ખાસ કરીને નીલ માટે. બધા ભેગા મળીને સ્ટોરી વાચવા લાગે છે. સ્ટોરી ખુબજ ઇન્ટરેસ્ટિંગ હોય છે. સ્ટોરી નો એન્ડ વાચતા જ નીલ સમજી જાય છે કે સુનિલે તેને જે સ્ટોરી લખાવી છે તે આ સ્ટોરી નો બીજો ભાગ હોય છે. નીલ ને હમેશા એવુ લાગતુ કે તે સ્ટોરી નો ૨ જો ભાગ લખી રહ્યો છે પણ સુનિલ બધાને સરપ્રાઈઝ દેવા માંગતો હોય છે એટલે જણાવતો નોહતો અને તેણે નીલ ને પણ જણાવ્યુ નોહતુ. જે નીલ ને સુનિલે અપલોડ કરેલી સ્ટોરી વાચ્યા પછી સમજ મા આવ્યુ.

૯ વાગે પબ્લીશ થયેલી સ્ટોરી ઇતિહાસ મા પહલી વાર ૧ જ કલાક મા ૨૦૦ પ્લસ ડાઉનલોડ પાર કરી જાય છે અને રાત પડતા પડતા ૧૫૦૦ થી વધારે ડાઉનલોડ થઈ જાય છે જે એક રેકોર્ડ હોય છે. વાચકો ના રિવ્યુ ની લાઇન લાગી જાય છે. આ પેહલી એવી સ્ટોરી હોય છે જેને ફુલ રેટિંગ મળી રહ્યા હોય છે. સોલી નો રિવ્યુ પણ જોવા મળે છે. તેણે લખ્યુ હોય છે કે " મારા લાઈફ ની બેસ્ટ સ્ટોરી..… અભિનંદન લેખક નીલ મુરાની....બીજા ભાગ ની આતુરતા થી રાહ જોઈ રહ્યો છો.." માનો કે અભિનંદન નો વરસાદ થઈ જાય છે.

સુનિલે....! નીલ પાસે લખાવેલી સ્ટોરી એવી રીતે અપલોડ કરાવેલી હોય છે કે પેહલા ગુરુવારે પહલો ભાગ જે તેણે લખ્યો હતો તે પબ્લીશ થાય અને તે પછીના ગુરુવારે બીજો ભાગ જે નીલે લખ્યો છે તે પબ્લીશ થાય. સુનિલ ની ચાલાકી અને ઉદાર દિલ જોઈને દરેક મિત્ર ગર્વ મેહસુસ કરે છે. જ્યારે સુનિલ ને ખબર પડે છે કે નીલ તેના નામ થી સ્ટોરી પબ્લીશ કરવાનો હતો તો સુનિલ પણ નીલ પ્રત્યે માન ની લાગણી અનુભવે છે.

"અંતરિક્ષ ની સફર" સ્ટોરી નો બીજો ભાગ પણ પબ્લીશ થઈ જાય છે. નીલે અને સુનિલે વિચાર્યું પણ નોહતુ એવી સફળતા તેમની સ્ટોરી ને મળે છે. સાથે સાથે નીલ ને સ્ટોરી ઓફ ધ ઈયર નો ઍવોર્ડ પણ મળે છે જે ઍવોર્ડ નીલ...! સુનિલ ને આપે છે અને કહે છે કે " આ એવોર્ડ નો ખરો હકદાર તુ છુ મિત્ર..." નીલ મોટા મોટા લેખકો ની હરોળ મા આવી જાય છે. તેની તરક્કી જોઈને બધા મિત્રો ખુશ થાય છે.

એક દિવસ સવાર મા જ્યારે બધા સાથે બેસીને અડ્ડા પર ચા ની ચુસ્કી લેતા હોય છે ત્યારે અનિશ ને વિચારે ચડેલો જોઈને સોલી પૂછે છે " શુ થયુ લેખક સાહેબ...?"

"નવી સ્ટોરી લખવી છે પણ કયા ટોપીક પર લખુ કઈ સમજ મા નથી આવતુ. રોમાન્સ પર તો લખી, સસ્પેન્સ પર પણ લખી હવે કોઈક યુનિક ટોપીક પર લખવી છે પણ કયા...?" અનીશે બોલ્યો. જુની ઘટના બધા ની નજર સામે ફરી થી ઘટી રહી હતી બધા અનિશ ની સામે જોવા લાગ્યા.

" હુ ટોપીક આપુ...." સોલી એ કહ્યુ.

" ના ભાઈ ના તમે રેહવા દો..." અનિશ બોલ્યો અને બધા હસી પડ્યા.

સમાપ્ત