“મને લોહી થી ખૂબ જ ડર લાગે છે. લોહી જોતા ની સાથે મને ધ્રુજારી થવા લાગે છે. અને કોઈક આ વાત જાણે છે એટલે એનો ફાયદો ઉઠાવે છે, મને ડરાવવા નો પ્રયત્ન કરે છે. પેહલા મને લાગ્યું કે ખાલી મને ડરાવવા માં જ આવે છે પણ પછી ખરેખર મારી પર બે વાર હુમલા થયા. અમે જે રીતે હુમલા થયા એના પર એ તો પાક્કું જ છે કે કોઈ અંદર નો માણસ છે. જેથી હું કોઈ ની પર ભરોસો કરવા માંગતો નથી અને એ દરિમયાન મને કોઈ એ આ ડ્રગ્સ કેસ માં ફસાવ્યો. મેં બોડીગાડર્સ પણ રાખ્યા છતાં પણ હુમલો થયો. એટલે મેં એટલું જ નક્કી કર્યું કે આ ડ્રગ્સ કેસ નો ફાયદો લઈ જેલ માં જતો રહું. નહિતર હું ઈચ્છું તો ડ્રગ્સ કેસ માં નિર્દોષ સાબિત થઈ શક્ત! જેલ માં પોલીસ ની હાઈ સિક્યોરિટી વચ્ચે કોઈ મારુ કશું ના બગાડી શકે. કારણકે પોલિસ મારા જેવી હસ્તી નુકશાન ના થાય એનું ધ્યાન ખૂબ જ રાખે. આવી સિક્યોરિટી વચ્ચે કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે. પરંતુ હું ખોટો સાબિત થયો. અહીંયા પણ ધમકી મળવા લાગી. માણસ બધી વસ્તુ જીરવી શકે, પણ પોતાની સામે મોત ના જોઈ શકે.” અભિજિત પોતા ના મન ની વાત બધી જ નાવ્યા ને કહી દેવા માંગતો હતો. હવે તેના એકલા થી આ વાત જીરવી શકાતી નહતી.
“હમણાં એવું કંઈ બન્યું હોય અથવા કોઈ આવ્યું હોય ને આ કાગળ મુકતું ગયું હોય એવું બની શકે ને?” નાવ્યા તર્ક લગાવ્યા.
“હા, હમણાં નિશા મળવા આવી હતી.” અભિજીતે વિચારતા વિચારતા જવાબ આપ્યો.
“તો નિશા?” નાવ્યા હવે જાસૂસ બની ગઈ હતી. તેના મને આજે ને આજે અભિજિત ની મદદ કરવી એવું માની લીધું હતું.
અને એનો દુશ્મન શોધી કાઢવો. એ નક્કી કરી લીધું હતું.
“ના, નિશા ના કરે. તે તો જાણતી પણ નથી કે મને લોહી થી ડર લાગે છે. એટલું જ ન નહિ એણે આ કાગળ મળ્યો અહીંયા થી તો પછી એ કેવી રીતે લાવી હોય?” અભિજિત ને ખબર હતી નિશા ભોળી છે તેનું દિમાગ આટલું શાતીર નથી કે આવા પ્લાન ઘડી શકે!
“બીજું કોઈ આવેલું?” નાવ્યા હજી તર્ક લગાવ્યા.
“ના.”
“તો પછી કોણ હોઈ શકે?” નાવ્યા અભિજિત ને યાદ કરાવવા નો પ્રયત્ન કર્યો.
“એ જ નથી સમજાતું.” અભિજિત વિહવળ થઈ ગયો.
“છોડો, ચર્ચા કરવા થી કઈ મળવા નું નથી. પણ હવે બીજી વાર જે પણ થાય એનું ધ્યાન રાખજો કદાચ કોઈ કડી મળી જાય.” નાવ્યા અભિજિત ને વધારે હેરાન કરવા માંગતી નહતી. તેને લાગ્યું કે ક્યાક અભિજિત વધારે પરેશાન થઈ રહ્યો છે.
નિશા ના મન માંથી નાવ્યા નો ચેહરો હટતો નહતો. તેને લાગ્યા કરતું કે આ છોકરી ને મેં ક્યાંક જોયેલી છે, પણ ક્યાં જોયેલી છે તે યાદ નથી આવતું. ક્યાંક બહુ જોયેલો ચેહરો છે, પણ સાલું યાદ નથી આવતું કે કયા જોઈ છે? વિકી તેની માટે કોફી બનાવી ને લાવ્યો ને નિશા ને આપી. નિશા ક્યાર ની શાંત બેસી કોઈ વિચાર માં ખોવાયેલી હતી. નિશા ને વિચાર માં ખોવાયેલી જોઈ, વિકી એ વાત ચાલુ કરી, “કેવું રહ્યું ?”
“હં!” નિશા વિચારો માં ખોવાયેલી હતી, ને વિકી ના સવાલ એની તંદ્રા તોડી.
“હું તને કઈક પૂછી રહ્યો છું?” વિકી એ નિશા ને પૂછ્યું.
“શુ કીધું?” નિશા હજી નાવ્યા ને યાદ કરવા નો પ્રયત્ન કરતી હતી.
“તું ક્યાં વિચાર માં ખોવાયેલી છે?”
“અરે, આજે અભિજિત ને મળવા ગઈ ત્યારે એક છોકરી સામે મળી એને ક્યાંક બહુ જોયેલી હોય એવું લાગ્યું!” નિશા એ કોફી પીતા પીતા જવાબ આપ્યો.
“એ બધી વાત છોડ. તું એક છોકરી માં આટલી ચિંતા કરે છે! મને તો એમ કે તું અભિજિત ને લઇ ને વિચારો માં ખોવાયેલી હોઈશ.” વિકી બોલતા બોલતા અકળાઇ ગયો.
“અભિજિત તો એની જીદ પર જ હતો કે એ મારી સાથે લગ્ન નહીં કરે. પણ મને લાગે છે આપણો પ્લાન સફળ થઈ જશે. તે ખરેખર ખૂબ જ ડરી ગયેલો અને ડર માણસ પાસે કઈ પણ કરાવી શકે.” નિશા હવે નાવ્યા ના વિચારો માંથી બહાર આવી.
“હા, એ તો છે.” વિકી એ કહ્યું.
નાવ્યા ના ત્રણ દિવસ બહુ જ વ્યસ્ત રહી. આખો આખો દિવસ શૂટિંગ માં વ્યસ્ત રહેતી. કમલ સફારી પોતા ના શો નું પૂરું મીડિયા કવરેજ કરવા માંગતો હતો. જાણી જોઈ ને કમલે નાવ્યા ને તેના શો ના પ્રમોશન માં વધુ મહત્વ આપવા માંગતો હતો. જેથી નાવ્યા ને રાજી કરી શકે.
મુકિમ સાંજ ના સમયે બધા માટે જમવા ની તૈયારી કરી રહ્યો હતો. એ વખતે ધર્માદેવી અને બાબા નરસિંહ ટીવી પર સમાચાર જોઇ રહ્યા હતા. ત્યાં ડાન્સ શો નો પ્રોમો આવી રહ્યો હતો અને નાવ્યા ને જોતા જ ધર્મા દેવી અને બાબા નરસિંહ ની આંખ ચમકી અને બંને જણા બે મિનિટ સુધી એકબીજા ની સામે જોઈ રહ્યા. બને ના ચેહરા અવાક બની ગયા. એજ વખતે મુકિમ ની નજર એમની પર હતી. મુકિમ ને નવાઈ લાગી કે શા માટે બંને જણા આ ડાન્સર ને જોઈ ને અવાક બની ગયા. મુકિમ એમને ધારી ધારી ને જોઈ રહ્યો હતો. ને બાબા નરસિંહ ની નજર એની પર પડી. ધર્મા દેવી કઈક કેહવા માંગતા હતા. પણ બાબા નરસિંહ એ એમને ચૂપ રહેવા નો ઈશારો કરી દીધો. કારણકે તેઓ જાણતાં હતા કે ભીમસિંગ ઉર્ફે મુકિમ ની નજર તેમની ઉપર છે. મુકીમે એટલું તો નોટિસ કર્યું કે વસ્તુ લાગે છે એના કરતાં વધારે ગંભીર હોવી જોઇએ. કારણકે બને ઘણી વાર સુધી ચિંતિત રહ્યા. પણ ધર્મા દેવી ને આ છોકરી સાથે શુ લેવા દેવા હશે કે એનો ચહેરો જોઈ બેબાકળા કેમ થઈ ગયા હશે?
બીજી તરફ આ પ્રોમો વિકી ટીવી પર જોઈ રહ્યો હતો ને નિશા ત્યાં થી પસાર થઈ. નિશા ફરી નાવ્યા ને જોતા વિચાર માં પડી કે આ એ જ છોકરી છે જે પેલા દિવસે એણે જેલ માં જોઈ હતી. એટલે એણે વિકી ને કેહવા માટે વિકી ની સામે જોયું તો વિકી મલકાતાં મલકાતાં જોઈ રહ્યો હતો.
“મેં આ છોકરી ને ક્યાંક બહુ જોયેલી છે યાદ નથી આવતું કે કયા જોયેલી?” નિશા એ વિકી ને કીધું.
“આ તો નાવ્યા છે.” વિકિ એ કીધું.
“અરે!! આ નાવ્યા છે. પણ મેં એને ક્યાંક બહુ જોયેલી છે એ યાદ નથી આવતું. હમણાં છલ્લે અભિજિત ને મળવા ગયેલી ત્યારે એને જોયેલી.” નિશા હજી પણ યાદ કરી રહી હતી કે એને નાવ્યા ને પેહલા ક્યાં જોયેલી?
નાવ્યા નો આખો દિવસ શૂટિંગ માં ને ડાન્સ ની તૈયારી માં જતો રહેતો હતો નાવ્યા ને બિલકુલ સમય નહતો મળતો. નાવ્યા ને ડાન્સ શો ચાલુ થયે અઠવાડિયા ઉપર થઈ ગયું હતું નાવ્યા ને એ દરિમયાન કમલ સફારી બે થી ત્રણ વાર મળ્યા. કમલ સફારી નાવ્યા સાથે વધુ ને વધુ સમય વિતાવવા નો પ્રયત્ન કરતા હતા જે નાવ્યા ને બિલકુલ ગમતું નહતું. નાવ્યા એ ગમે તેમ બહાને કમલ ને મળવા નું ટાળતી હતી.
કમલ પણ જાણતો હતો કે નાવ્યા કોઈ ના કોઈ બહાને એના થી દુર ભાગવા નો પ્રયત્ન કરે છે તેને પણ આવી રમત રમવા ની મજા આવતી. મોકો જોઈ ને એક દિવસ કમલે નાવ્યા ને પ્રપોઝ કરી દીધું. નાવ્યા ક્યાંક ને ક્યાંક જાણતી જ હતી કે આ દિવસ આવશે છતાં પણ નાવ્યા ને આઘાત લાગ્યો. નાવ્યા બે ઘડી સુધી કે બોલી પણ ના શકી. તેને એ પણ ના સમજાયું કે શું બોલું ? શુ ના બોલું? કશું સૂઝ્યું નહીં એટલે એ કંઈ પણ બોલ્યા વગર જતી રહી.