Ek Mrugjadno swad in Gujarati Short Stories by Darshan prajapati books and stories PDF | એક મૃગજળનો સ્વાદ

Featured Books
Categories
Share

એક મૃગજળનો સ્વાદ

"એક મૃગજળનો સ્વાદ"

હું 12th માં ભણતો ને મારી બોર્ડ એક્ઝામ ચાલુ હતી. બાલાજી હોલ પાસે આવેલ પાઠક સ્કૂલમાં મારે બે પેપર આપવાના હતા ઇકોનોમિક્સ ને સ્ટેટેસ્ટીક ના. ને બીજા પેપર રાજકોટ ની મોદી સ્કુલ માં હતા..

આ વખતે ક્યારેય ન કર્યો હોય એવો અખતરો ગુજરાત ગાંધીનગર બોર્ડ એ કરેલો દરવખતે ની જેમ કોઈ છોકરા કે વાલી કે સરનેમ પર થી નહિ પણ પણ જે તે સ્ટુડન્ટ ના નામ ના ત્રીજા અક્ષર પર થી અનુક્રમણિકા બનાવી ને કોણે ક્યાં એક્ઝામ આપવી એ નક્કી થયેલ હતું. ને હું દર્શન રાજકોટમાં આવેલ સાંદિપની માધ્યમિક સ્કૂલ માં થી આવતો હતો ને અમારા સ્ફુલ ના ટ્રસ્ટી ભીમજીભાઈ પટેલ એના સ્ટ્રીકટ સ્વભાવ ને અનુશાસન માટે આખા રાજકોટ શહેર ના સ્ટુડન્ટ માં જાણીતા હતા. આ શહેર નું લગભગ જ કોઈ સ્ટુડન્ટ એવું હશે કે જે આ ભીમજી સર થી અપરિચિત હોય. ને અમે પણ એની નીચે ભણેલા ને ખૂબ કાબેલિયત હાંસલ કરેલી.

12th ની એક્ઝામ અમારા એક્ઝામ રૂમ માં સાંદિપની સ્કૂલ માંથી આવેલા ટોટલ છ સ્ટુડન્ટ હતા એક હું.. (દર્શન.... )

૧. મહેશ સેતા.

૩. દર્શક જોષી.

૪. તરુણ ભટ્ટ.

૫. દર્શી હરજીયાણી.

૬. સોનલ ગઢિયા.

ને જે રાજકોટ માં કે આજુ બાજુ માં ભણેલ હશે એ લોકો ને ખબર હશે કે બોર્ડ ની એક્ઝામ માં કેટલીક સ્ટ્રીકટ હોય સ્કૂલ બધી ખાસ આ ઇલાકા ની. (જો કે હવે એવુ કઈ નથી રહ્યું ખૂબ જ ચેકીંગ ને સઘન બનોબસ્ત હેઠળ એક્ઝામ લેવાય છે હવે)

સ્ટેટ નું પેપર હતું આજે..

પરીક્ષા ખન્ડ ના બધા સ્ટુડન્ટ ખુશ જ દેખાતા હતા કે દેખાવા નો અમુક સ્ટુડન્ટ ડોળ કરતા હતા (મારા જેવા) ને થઈ શરૂ એક્ઝામ ને પહેલો પાર્ટ ફટાફટ આવડે એવો લખી ને મેં સેતા ને બૂમ મારી કયો લખ્યો તે પહેલાં એણે ઈશારો કર્યો પહેલો. હું સીધો ગઢિયા બાજુ વળ્યો જે મારી પાછળ ની સાઈડ ક્રોસ માં બેન્ચ પર બેસેલી એણે કહ્યું કે ત્રીજા પાર્ટ માં છેલ્લો દાખલો ગણુ છું.. મેં ઈશારો કર્યો જલ્દી કર ને મોકલ તારી પુરવણી ને પછી આ રીતે અમે અમારા ખેલ કરી ને લખવા માં વ્યસ્ત થઈ ગયા.. ને મારી નજર મારી બાજુ માં બેસેલી છોકરી પર ગઈ..

માથું નીચે રાખી ને કોઈ કોપી પેસ્ટ વગર ફટાફટ પેન ચલાવતી હતી. ઘડીક કેલ્ક્યુલેટર પર હાથ અજમાવી ને કઈક ટોટલ મારતી કે ઘડીલ સ્ટીલ ની ફૂટપટ્ટી લઈ ને કોલમ ને રો બનાવી ને એમાં જરૂરી માહિતી ભરતી. માથું નીચે હતું એટલે એના લૂક પર ત્યારે ખાસ ધ્યાન ન ગયું. પણ હા એણે બાંધણી નો ફિરોજી રંગ નો ડ્રેસ પગેરેલો મરૂન રંગ ની નેઇન પોલિશ લગાવેલી ને પગ માં મોજડી પહેરેલી હતી કઈક ભરત ગૂંથણ કરેલ ટાઈપ ની લાગતી હતી. એકવડા બાંધા નું શરીર ને ઘઉં વર્ણો રંગ હતો એનો.

આજે એનું પેપર પહેલા લખાઈ ગયેલું ને એ પેપર ઉલટું કરી ને બારી ની બહાર જોઇ રહી હતી ને મારી એના ફેસ તરફ નજર ગઈ. ખબર નહિ કેમ હું એકવડા બાંધા ની ને નાક માં નોઝરિંગ પહેરેલી છોકરી તરફ કેમ જલ્દી થી આકર્ષાઈ જાવ છું. ત્યાં સ્કૂલ પ્રશાસન નો કોઈ પ્યુન પાણી નો જગ ને હાથ માં ડિસપોઝબલ ગ્લાસ લઈ ને કલાસ માં પ્રવેશ્યો કઈ બોલ્યા વિના એ બધી બેન્ચ ની કોલમ વચ્ચે ના ગેપ માં રાઉન્ડ મારવા લાગયો ને જે સ્ટુડન્ટ ને પાણી પીવું હતું એ લોકો એ પીધું ને એમ થયા બાદ એ બાજુ ના કલાસ માં ચાલ્યો ગયો...

હવે મારુ પણ કોપી પેસ્ટ થઈ ગયું હતું. ને હું પેપર માં કઈ બાકી નથી રહી જતું એ ચેક કરી ને ઘડિયાળ માં જોયું તો ખબર પડી કે હવે દસ મિનિટ પછી આજ નું પેપર પૂરું થઈ જશે. ને થઈ ગઈ એ દસ મિનિટ પણ પૂરી.. અમારા પેપર પણ કલેક્ટ થઈ ગયા ને બધા ધીરે ધીરે પોતાના કલાસ ની બહાર પણ જવા લાગ્યા.

હું: સેતા કેવું રહ્યું પેપર (કલાસ રૂમ માં જ સેતા તરફ જોઈ ને થોડા મોટા અવાજે)

સેતા: યાર સોલિડ ગયું છે પણ મારા ખ્યાલ થી બે દાખલા ના જવાબ ખોટા આવ્યા છે. માર્ક એવરેજ ૭૦-૭૫ આવશે. લગભગ..

હું: ગઢિયા નું મસ્ત ગયું હશે સ્કોલર ખરી ને (ગઢિયા પોતાની સ્કેલ ને એવી સ્ટેશનરી પાઉચ માં પેક કરતી હતી.. ને બોલી.. )

ગઢિયા:(ઈશારા માં પાછળ જોવા નું કહે છે.. )

હું: પાછળ ફરી ને ઉપ્સ સોરી સોરી.. કહી ને જરા સાઈડ ખસ્યો ને પેલી મારી બાજુ માં હતી એને બેન્ચ માંથી મને અડકયા વગર બહાર જઇ શકાય એટલી જગ્યા કરી આપી.. ને એના ફેસ પર મારી નજર ગઈ જો કે એ નીચી નજર કરી ને પોતાનું પાઉચ હાથ માં લઇ ને બીજા હાથ ની આંગળી માં એક્ટિવા ની ચાવી પોરવી ને બહાર નીકળી ને ચાલતી કલાસ બહાર નીકળી ગઇ.. ને હું બાઘ્ઘા ની જેમ તાકતો હતો.. મોઢું ખુલ્લું ને નજર કલાસ ના દરવાજા તરફ..

સેતા: ઓઈ દર્શનયા તારું પેપર કેવું ગયું.. ?

હું: ઠીક ઠાક (બસ એટલું જ બોલ્યો)

તરુણ:ઓઈ ચાલો ને બધા કલાસ ના ટપોરી રાહ જુવે છે નીચે.. ને અમે પણ પોત પોતાનો સમાન લઈ ને નીચે ઉતર્યા.. (ત્યાં સીડી માં દાદર ઉતરતા ઉતરતા મેં પેલી મારી બાજુવાળી ને જોઈ વ્હાઇટ કલર નું એક્ટિવા ને પાછળ કોઈ એની બહેનપણી બેઠેલી અને બન્ને એ ડાકુ ટાઈપ મોઢા પર ચૂંદળી બાંધેલી ને હું એણે પહેરેલ બાંધણી ના ડ્રેસ પર થી ઓળખી ગયો કે આ એ જ છે ને એટલા માં તો એ સ્કૂલ બહાર નું સર્કલ ફરી ને વેરાવળ બાજુ રવાના થઈ ગઈ.. )

હું ને મારા બીજા મિત્રો બહાર ઉભા રહી ને ચર્ચા કરી રહ્યા હતા આજ ના પેપર વિશે ને બધા સ્કોલર સ્ટુડન્ટ ના મત મુજબ આજ નું પેપર થોડું ટફ પણ ઓછું લેન્ધી હતું માટે વિચારી ને પેપર ભરી શકાયું હતું. એટલા માં એક મિત્ર ના પપ્પા એની પિયાગો આપે રીક્ષા લઈ ને આવ્યા ને જમવાની ઉતાવળ ના કારણે અમે એમાં ગોઠવાયા ને ઘર તરફ રવાના થયા...

ઘરે જઈ ને બેગ એક તરફ મૂકી ને મસ્ત નહાઈ ને બહાર આવ્યો ને જમવા બેઠો ને પછી થોડી વાર સુઈ ને બીજા પેપર ની તૈયારી માં લાગી ગયો.

આજે મસ્ત બનીઠની ને નવા કપડાં ને સેન્ટ છાંટી ને ઇકોનકમિક્સ ના પેપર માટે રેડી થઈ ને પેલી રીક્ષા ની રાહ જોતો હું અમારા બિલ્ડીંગ નીચે ઉભો હતો.. ત્યાં એ રિક્ષા આવી ને પાઠક સ્કુલ તરફ રવાના થયા.

આજે ખૂબ ખુશ હતો.. ઇકોનોમિક્સ મારો આમ ફેવરિટ વિષય હતો ને મેં પેલી છોકરી પર ઇમ્પ્રેશન પાડવા તડામાર તૈયારી કરી હતી.. બન્ને પેપર વચ્ચે એક દિવસ ની રજા નો મસ્ત ઉપયોગ કરેલો. લગભગ રાત ના એક વાગ્યા સુધી રીડિંગ કરેલું ને ત્યાં મારા ચહેરા પર રહેલા ખુશી ના ભાવ સાથે અમે અડધા ઉપર નો રસ્તો કાપી ને મવડી ચોક પહોંચી ગયા હતા ત્યાં મને પેલી એક્ટિવા માં સવાર થયેલ દેખાણી એની ફ્રેન્ડ પણ એની જોડે હતી.. ને એ સીધી નજર રાખી ને ગાડી ચલાવયે જતી હતી...

એટલા માં એ આગળ જગ્યા મળતા એને સ્પીડ વધારી ને આગળ નીકળી ગઈ ને હું ફરી થી બાઘ્ઘા ની જેમ એ નજર થી અલોપ ન થઈ ત્યાં સુધી તાક્યા કર્યો..

હવે અમે પાઠક સ્કુલ પહોંચી ગયા હતા. સર્કલ ફરી ને રીક્ષા સ્કૂલ ના ગેટ પાસે ઉભી રહી ને અમે ઉતરી ને સ્કૂલ ના ગેટ માં પર્વેસ્યા ને પેલી ત્યાં પાર્કિંગ માં પોતાની એક્ટિવા પાર્ક કરી ને બુકાની (ચૂંદળી જે મો પર બાંધી હતી ) એ ઉતરતી હતી. ને હું બધા ફ્રેન્ડ જોડે ડિસ્કસન માં ધ્યાન આપવાનું બાજુ માં મૂકી ને ત્રાસી નજરે પેલી ને દૂર થી જોઈ રહ્યો...

બેલ વાગ્યો ને બધા ઉપર જવા માટે સિડી બાજુ ગયા ને પેલી તો મારી પહેલા જ ત્યાં પહોંચી ને બે પગથિયાં પણ ચડી ગયેલી.. ને એ પગથિયાં પડાવ પાર કરી અમે પરીક્ષા ખન્ડ માં પહોંચ્યા એ મારી પહેલા બેન્ચ પર ગોઠવાઈ ગઈ હતી.. ને અમે પણ બધા કલાસ માં એન્ટર થયા.. સહુ એ પોતપોતાની જગ્યા લીધી ને બેસી ગયા..

હું નજર ઊંચી કરી ને મારી બાજુ માં બેસેલી છોકરી ના પરીક્ષા આપવા માટે ની રસીદ હોય એમા ખાલી દૂર થી જ નજર કરી ને જોતો હતો.. ને હું કઈક અંશે એ છોકરી વિશે જાણવા માં સફળ થયો કે..

#એનું નામ હર્ષિતા સામીયાણી છે..

#એ ગર્લસ્કૂલ માંથી આવે છે.. જે મારી સ્કૂલ થી કઈ ખાસ દૂર નહોતી..

#એના બીજા પણ બધા પેપર આ પાઠક સ્કૂલમાં જ હતા જ્યારે મારા ફક્ત બે જ પેપર ગુરુકુલ માં હતા ને બીજા પેપર બીજી સ્કૂલ માં હતા..

એટલું માંડ વાંચી રહ્યો ત્યાં બેલ વાગ્યો ને સુપરવાઈઝર કલાસ માં પેપર ને બધું લઈ ને પ્રવેશ્યા.. ને કલાસ એકદમ ચૂપ ને શાંત થઈ ગયો..

અમને આન્સર શીટ આપવામાં આવી ને અમે રેગ્યુલર ડિટેઇલ ભરવામાં લાગી ગયા.. ને એ પત્યા બાદ અમને સિલ તોડેલ પેકેટ માંથી બહાર કઢાએલ પેપર બાંટવા માં આવ્યા.. મેં પેપર હાથ માં લીધું..

બધા સવાલ વાંચ્યા... ને મારી આંખો માં ચમક આવી ગઈ... કેમ કે ૧૦૦ માંથી લગભગ ૯૦ માર્ક નું પેપર ગયા વર્ષ ની કોપી હતી.. એ જ સવાલ જે ત્યારે પુછાયા હતા.. બધું એકદમ સેમ ટૂ સેમ કોઈ ફરક નહિ... ને હું ખુશ થઈ ગયો કે હજુ બે કલાક પહેલા જ બુક માં જ્યાં હું નજર ફેરવતો હતો એ લાસ્ટ ગયા વર્ષ નું જ પેપર હતું.. ને હવે તો મારે કોપી કરવાની પણ જરૂર નહતી.. એક તો મારો ફેવરિટ સબ્જેક્ટ ને એમાં ય હજુ તાજે તાજા યાદ કરેલ સવાલ.. આજ તો ઇકોનોમિક્સ માં ૮૦ ઉપર પાક્કા. એવું ધરાઈ ગયેલ..

મેં પેન હાથ માં લીધી ને મારી સ્પીડ પણ લખવાની બહુ સરસ હતી.. આજ તો હું બધા ની પહેલા પેપર લખી નાખીશ એમ હતું મને.. પણ સવાલ લેંધી હતા.. આજ.. તો પણ મેં ચાલુ કર્યું ને પહેલો વિભાગ… બીજો… ત્રીજો... ને પૂરા ૨ કલાક ને ૨૫ મિનિટ માં કામ ખલાસ.. એક મેઈન પુરવણી ને બીજી ૧૩ એક્સ્ટ્રા સપ્લીમેન્ટરી લઈ ને એ લેંધી પેપર મેં કલાસ માં સહુ થી પહેલા પૂરું કરી ને ઉલટું વાળી દીધેલું ને મારા મિત્રો હજુ લખતા હતા… એમનું દર વખતે ની જેમ કૉપી પુરાણ ચાલુ હતું...

મેં લખી ને મારી મેઈન સપ્લી પાછળ બેસેલી સોનલ ને આપી ને એને પણ કઈ ફૂલ સ્પીડ માં નીચે જોઈ ને લખવાનું સ્ટાર્ટ કરી દીધેલું..

હવે મારી નજર બાજુ માં બેસેલી હર્ષિતા પર પડી. નીચે મોઢું રાખી ને મારા થી વિપરીત દિશા માં એ ધીરે ધીરે પેન ચલાવતી હતી.

હજુ એના બે પાર્ટ માન્ડ લખાયા હતા મેં નજર ઊંચી કરી ને એણે લખેલા જવાબ જોયા ત્યાં થી નક્કી કર્યું કે એણે આજ ના પેપર માં કઈ આવડતું નહિ હોય કદાચ.. ને એના કલાસ મેટ પણ દૂર બેઠા હતા કે એ હેલ્પ માંગી શકે એમ નહતી.. પછી મને થયુ કે કદાચ એણે બીજા પાર્ટ પહેલા લખ્યા હશે.. પણ જો એમ હોય તો આટલા લેંધી પેપર માં એણે હજુ એક પણ એક્સ્ટ્રા સપ્લી કેમ ન લીધી...

હું: સૂસ.. સસસ.. સ.

(એણે ફરી ને મારી સામે જોયું.. એની મંજરી આંખ મેં નોટિસ કરી.. લાલઘૂમ થઈ ગયેલ.. શાયદ એ રડતી હશે... અરે ડફોર એ રડતી જ હતી.. મેં કોઈ પણ જાત નો વિલંબ કર્યા વિના એનું પેપર હાથ માં લીધું ને જોયું તો એને હજુ ખાલી ૩૦ માર્ક જેટલું જ લખેલું ને એમાં પણ ઘણા જવાબ ખોટા હતા.. મેં આખો ફાડી ને પેપર તરફ તાક્યું ને પછી એની સામે જોયું... કઈક નિર્દોષતા દેખાઈ મને.. સાવ ભોળી ને નાદાન છોકરી ક્યાં કારણે એણે પેપર નહતું લખ્યું એ ખબર નહતી કે એને જવાબ નહતા આવડ્યા એમ હતું એ ખબર નહતી.. બસ મને કઈક ફિલ થઈ ગયું એના આંસુ જોઈ ને.. )

મેં હવે એનું પેપર મારી સાઈડ રાખ્યું ને મારી બધી સપ્લીમેન્ટરી એની તરફ ખસકાવી ને હું શરૂ થઈ ગયો ફરી થી લખવા માટે.. સમય ઘણો ઓછો બચેલો કોઈ પણ હિસાબે પૂરા ૧૦૦ માર્ક નું લખાય એમ લાગતું નહતું.. ને મેં ધારી લીધું કે હવે છેલ્લી ઘડી સુધી જેટલું લખાય એટલું લખવા મંડવું.. જે થી કરી ને એ પાસ થઈ જાય.. ને પછી તો ભાઈ થઈ ગયો શરુ..

મેં બીજો અધુરો પાર્ટ કમ્પ્લેટ કર્યો ને મને લાઈટ થઈ કે ૧૦૦ માર્ક નું લખાઈ શકવા ના ચાન્સ છે.. તો મેં સુપરવાઇઝર પાસે સીધી બે એક્સ્ટ્રા સપ્લી માંગી ને પેલી ને આપી મારી સપ્લી માંથી પાંચમો ને છેલ્લો ભાગ કોપી પેસ્ટ કરવા કહ્યું.. મને એનું પેપર લખતો જોઈ એના આંસુ રોકાઈ ગયેલા ને એ પણ પૂરી ઝડપે એ પાર્ટ લખવા લાગી..

જોત જોતામાં આખું પેપર પૂરા ૧૦૦ માર્ક નું લખાઈ ગયું.. ને હવે મારા ખ્યાલ થી એ પણ ૭૦ માર્ક થી નીચે નહિ જ રહે.. એને પણ એવું જ લાગતું હતું.. હજુ પણ ૫ મિનિટ બચી હતી.. એણે વાત કરવાનું કે થેન્ક કહેવાનું સ્ટાર્ટ કર્યું..

હર્ષિતા: મારુ નામ હર્ષિતા છે.. ને થેન્ક્સ તમે હેલ્પ કરી..

હું: દર્શન ને કોઈ વાંધો નહિ.. નો પ્રોબ્લેમ.. (મનમાં ખબર છે તારું નામ હવે) નહતું આવડતું તો હેલ્પ માંગી લેવાય ને હવે..

હર્ષિતા: કઈ ન બોલી એકદમ ચૂપ બેસી ને બારી બહાર જોતી હતી..

હવે હું આગળ વધુ ત્યાં બેલ રણક્યો ને સુપરવાઈઝર એ પેપર કલેક્ટ કર્યા ને બધા છુટા પડ્યા...

ને એણે પણ મને ફરી થેન્ક્સ કહ્યું ને બાય કહી ને કલાસ ની બહાર નીકળી ગઈ ને હું બસ એમ જ બાઘ્ઘા ની જેમ જોતો રહયો...

ને રોજ ની જેમ ડિસ્કસન ને બધું પતાવી ને રીક્ષા માં બેસી ઘરે ગયો ને ત્યાં પછી આજ સુધી એ છોકરી ને નથી મળ્યો...

પણ હા હજુ પણ ક્યારેક એની નાક ની નોઝરિંગ મને યાદ આવે.. એની આંસુ ભરેલ મંજરી આંખ યાદ આવે છે. ને હજુ પણ ક્યારેક એનો ચહેરો આંખ સામે તરવરી ઉઠે છે....

બસ એક શાયરી બોવ યાદ આવી જાય

"હર મુસાફિર કો મંઝિલ મિલે કહા યહ તય હુઆ હૈ...

બસ સફર કિયા કિજીએ.. ઐસા લુફત ઔર કહા હૈ"

સમાપ્ત....

નોંધ:- મારી પેહલી કોશિશ છે જે મેં કાગળ પર ઉતારવા મેહનત કરી છે.

જો કઈ પણ સલાહ કે સૂચન હોઈ તો +919409318875

મારા વોટ્સએપ નંબર પર જણાવી શકો છો.

આપની કિંમતી સલાહ ની રાહ જોઇશ

લી. આપનો

દર્શન પ્રજાપતિ