Sherbajarma rokanni gadmathal - 1 in Gujarati Business by Naresh Vanjara books and stories PDF | શેરબજારમાં રોકાણની ગડમથલ - 1

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

શેરબજારમાં રોકાણની ગડમથલ - 1

શેરબજારમાં રોકાણની ગડમથલ :

(૧)

નરેશ વણજારા

રોકાણ માટેની મૂંઝવણ :

બેન્કના વ્યાજદર ઘટતા વૃદ્ધાવસ્થા સમયે ઘરખર્ચ નીકળશે કે નહિ એની શંકા થાય છે. આવા સમયે માસિક ૨ ટકા કે ત્રણ ટકા વ્યાજે કોઈને પૈસા આપવા. એટલે કે વાર્ષિક ૨૪ થી ૩૬ ટકાના દરે પૈસા ઉધાર આપવા હોય ત્યારે એ વિચાર જરૂર કરો, કે જે વ્યક્તિ આટલા ઉચા દરે પૈસા લે છે એનો ધંધો કેવા પ્રકારનો છે કે જેથી એને આટલું ઉચું વ્યાજ આપવું પરવડે છે. અને છતાં નફો કરશે જો એ બે નંબરનો ધંધો કરતો હોય તો જોખમ જ જોખમ. અને જો એ સીધો ધંધો કરતો હોય, તો આજના કરવેરાના દર જોતા એને એ પરવડશે જ નહી હશે. સરકાર દરેકને પેન્શન અને બેકારી ભથ્થું આપી શકશે એ આપણી વસ્તીને જોતાં મુશ્કેલ બાબત છે. ખાસ તો અન્ય સરકારના ખર્ચાઓ અને સબસીડીઓ જોતાં અને એથી બચત કરી એનું યોગ્ય રોકાણ કરવાથી જ વૃદ્ધાવસ્થાની કાળજી લઇ શકાય.

કમાવતા યુવાનો માટે બચત શા માટે જરૂરી છે ? વૃદ્ધાવસ્થા ? સંતાનોના શિક્ષણ ?લગ્ન ખર્ચ આ બધું તો દૂરની લાંબાગાળાની જરૂરિયાત છે. પણ એનાથી વિશેષ એટલે નોકરીના પગારમાં બાર્ગેનિંગ પાવર વધે છે માટે પણ બચત જરૂરી છે.

દાખલા તરીકે એક મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ મહીને ૨૫ હજાર રૂપિયાની નોકરી સ્વીકારે છે, તો એણે એ નોકરીમાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કાઢવા પડે. તો જ એને સારો અને પ્રગતિકારક અનુભવ મળે. અન્યથા એ સંઘર્ષ વ્યર્થ જશે એમ કહી શકાય. તો એ જો દર મહીને રૂ ૫ હજાર બચાવે, તો વર્ષના થાય ૬૦ હજાર અને બે વર્ષે થશે એક લાખ વીસ હજાર રૂપિયાની બચત. હવે બે વર્ષમાં એનો પગાર વધારો સમજો ૩૦ હજાર એટલેકે વર્ષે લગભગ દસ ટકા લેખે થયો.

હવે જો એ નવી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો, તો નવી નોકરી આપનારો એને ૩૦ હજારથી ૩૫ હજારના પગારની ઓફર કરશે. હાલનો પગાર વત્તા ૧૦ થી ૨૦ ટકા વધારે, પરંતુ એ ૪૨ હજારથી ૫૦ હજાર સુધીના પગારની ડીમાંડ કરતા અચકાશે નહિ. કારણકે એની પાસે એક લાખ વીસ હજાર બચતના પડ્યા છે. એથી એ વિચારશે કે મહીને હાલના ૩૦ હજાર વત્તા બચતના મહીને પાંચ હજાર ગણાતા આવક તો ૩૫ હજારની થાય, એના દસ થી વીસ ટકા લેખે ૪૦ અથવા વધુ રકમની આવકનું બાર્ગેનિંગ કરવા ડર નહિ લાગે. “લાગ્યું તો તીર નહી તો તુક્કો“ એ ન્યાયે એ મોટી રકમ માટે બાર્ગેનિંગ કરી શકશે. આમ આવે છે બાર્ગેનિંગ પાવરનો આત્મવિશ્વાસ. આવા સમયે એની કઈ જ બચતના હોય તો પહેલા તો નવી નોકરી સ્વીકારવી કે નહિ ત્યાં જ અટકશે અથવા ઓફર સારી હશે તો પણ એ જૂની નોકરી છોડવાનો વિચાર નહિ કરી શકે. એક અસલામતીની ભાવના એના મનમાં રહેશે. નુકશાન એ જ કે “ન્યુ ઓપોર્ચ્યુનીટી ઈઝ મિસ્ડ બીકોઝ ઓફ નો કોન્ફીડંસ ટુ ચેન્જ ઓફર.“

આમ બાર્ગેનિંગ પાવર વધારવા પણ બચત જરૂરી છે. જો વ્યવસાયિક દર મહીને પાંચ હજાર ગણી બે વર્ષમાં એક લાખ વીસ હજાર બચાવે, તો એને એક લાખ રૂપિયાની લોન માંગવા પણ સંકોચ નહિ થાય. કારણકે અહી બેંક જ એને એની આ બચતની ફિક્સ ડીપોઝીટ સામે ૮૦ ટકા લોન ઓવરડ્રાફ્ટ તરીકે આપવા તૈયાર થશે. આવા ઓવરડ્રાફ્ટ ધંધામાં વર્કિંગ કેપિટલ તરીકે ખુબ ઉપયોગી હોય છે. આને “પ્લગ બેક ઓફ પ્રોફિટ ઇન બીઝનેસ “ કહે છે.

બચત ક્યારથી શરૂ કરવી જોઈએ ? ઉપરના ઉદાહરણો જોઈએ તો પહેલા પગારથી જ બચત શરુ કરી દેવી જોઈએ.

બચત અને રોકાણમાં ફરક શું ? જો આપની આવકમાંથી દર મહીને રૂ પાંચ હજાર બચાવો તો વર્ષે રૂ ૬૦ હજાર બચે. પણ જો પાંચ મહિના પછી તમે એ ૨૫૦૦૦ રૂપિયાની ફિક્સ ડીપોઝીટ કરો, તો એ તમારું રોકાણ થયું કહેવાય. કારણકે ત્યારે આ ૨૫૦૦૦ રૂપિયા પર વધુ વ્યાજ મળશે. આમ રોકાણમાં રીટર્નનું મહત્વ છે. રોકાણ કરતા ઓપ્ટીમમ રીટર્ન જોવાનું હોય, સાથે સાથે સલામતી અને જોખમ પણ જોવાના હોય. અહી “હાયર ધ રીટર્ન ગ્રેટર ધ રિસ્ક “ સિદ્ધાંત લાગુ પડે છે.

રોકાણ કઈ રીતે કરવું ? આપણો અનુભવ છે કે આપણી આવક હમેશાં નિશ્ચિત હોય છે, પણ ખર્ચાઓ વધતા જ જાય છે. એથી એ જરૂરી છે કે આખા વર્ષમાં આપણે ઓછાંમા ઓછી કેટલી રકમ બચાવી શકીએ એ રકમ નક્કી કરવી જોઈએ.

બીજો મુદ્દો છે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે રોકાણ. શોર્ટ ટર્મ એટલેકે બે વર્ષમાં મોટો ખર્ચ કયો છે અને પાંચ દસ પંદર વર્ષ પછી કયા ખર્ચાઓ છે એ જોવાનું. દાખલા તરીકે ઉચ્ચ શિક્ષણની ફી, લગ્ન ખર્ચ વગેરે આની અંદાજીત રકમ નક્કી કરવી. એજ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં પેન્શન કેટલું આવશે અને જો નોકરીમાં પેન્શન ના હોય તો કેટલી રકમની જરૂર પડશે જેથી સંતાનો સામે હાથ લંબાવવો ના પડે તો આવા પ્રશ્નો નો જવાબ શોધવો એ બચતની મુંઝવણ અને મૂંઝવણની મૂંઝવણ એટલે રોકાણો કઈ રીતે કરવા.

માર્કેટમાં રોકાણ માટેના જુદા જુદાં પ્રોડક્ટ્સ છે. જેમકે બેંક ફિક્સ ડીપોઝીટ, બોન્ડ્સ કંપની ડીપોઝીટ, મ્યુચુઅલ ફંડ, પબ્લિક પ્રોવીડંડ ફંડ, પોસ્ટ ઓફીસના બચત, પ્રોડક્ટ ઇન્સ્યુરન્સ, એના પ્રકાર. આ તમામ રોકાણના સ્વરૂપ એમાં વળતર જોખમ વગેરેનો અભ્યાસ કરી, રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવે તો મૂંઝવણ દુર થાય અને યોગ્ય જરૂરી રકમની બચત થાય.

અહી શેરમાં રોકાણ એ સૌથી સરળ રોકાણ છે, અને છતાં સૌથી જોખમી પણ જણાય છે. પરંતુ આપણે જો એનો થોડો ઘણો પણ અભ્યાસ કરીએ ખાસ, તો જોખમ કેમ ઘટાડવું અને રોકાણ કરવામાં આવે તો વળતર કોઈપણ સમયે બેંક ફિક્સ ડીપોઝીટ કરતા ત્રણ થી ચાર ટકા વધુ હોય અને એક અભ્યાસ મુજબ ૧૨ ટકા થી ૧૫ ટકા વળતર મળી રહે છે.

તો હવે પછી આપણે જોઈશું કે શેરબજારમાં રોકાણની ગડમથલ કઈ રીતે દુર કરવી.

***