I hate you to darling - 2 in Gujarati Love Stories by Ishani Raval books and stories PDF | આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 2

Featured Books
Categories
Share

આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ - 2

આગળ ના ભાગ માં તમેં જોયું કે અભય છોકરી જોવા માની જાય છે અને જયારે પાયલ ને ખબર પડે છે કે સાંજે છોકરા વાળા આવે છે તો એ ઘરે થી નીકળી ને એના માસી ના ઘરે પોહચી જાય છે… હવે આગળ

અભય પાયલ ના ઘર માં એના પરિવાર સાથે બેઠેલો હોય છે... અને રાહ દેખે છે કે ક્યારે પાયલ આવે અને ક્યારે આ બધું પૂરું થાય.

પાયલ ના પપ્પા બોલે છે "વાત એમ છે કે પાયલ એની ફ્રેંડ્સ સાથે ટ્રીપ પર ગયેલી છે. આજે આવી જવાની હતી પણ.." ત્યાં તો પાયલ ના મમ્મી બોલે છે "પણ આવી ના શકી પણ કાલે આવી જશે. ત્યાં સુધી તમે અહીંયા રોકાઈ જાવ ને.."

અભય ( અંકલ કે આંટી નો ફેસ જોઈ ને બિલકુલ લાગતું નથી કે આ વાત હોય.... વાત તો કોઈ બીજી જ છે. અને મમ્મી પપ્પા માની જાય છે. અમને અમારો રૂમ બતાવે છે. હું રૂમ માં જઈ ને મારો ફોન લઉં છું. હું ક્યાં આમાં ફસાઈ ગયો... થોડી વાર પછી કોઈક અવાજ આવે છે બાજુ ના રૂમ માંથી અને હું નીકળી ને દેખું છું બારી ખુલ્લી હોય છે... અંકલ અને આંટી કોઈક વાત ને લઇ ને ગુસ્સા લાગે છે... સાંભળવું તો પડશે જ. આંટી ગુસ્સા માં બોલતા હોય છે "જોયું ને તમારી છોકરી ના કામ... બોલો મારી બેન ના ઘરે જતી રહી. હવે હમણાં ને હમણાં એને ફોન કરો. મારો ફોન તો નથી ઉપાડતી. અને કાલે સવારે બોલો કે આવી જાય. મેં કીધું હતું તમને વધારે છૂટ ના આપો પણ તમે તો. ....

આગળ શું થયું એ મારે સાંભળવાની જરૂર નથી. મતલબ એ ભાગી ગઈ.. હું અહીંયા આટલી દૂર થી આવ્યો અને એ ભાગી ગઈ. આ તો નઈ જ ચાલે. હવે તો હું એને મળ્યા વગર નથી જવાનો...

***

પાયલ ( માસી મને લેક્ચર આપતા હોય છે અને ત્યાં તો ફરી મમ્મી નો ફોન આવે છે. અને હું કટ કરું છું. માસી નું લેક્ચર પૂરું જ થાય છે ત્યાં તો પપ્પા નો ફોન આવે છે...

પાયલ: પપ્પા તમે તો કઈ બોલતા જ નઈ મને... આ ફોન મમ્મી એ જ કરાયો હશે હે ને ?

વિષ્ણુભાઈ: હા. પણ બેટા આવી રીતે ભાગી જવાય ?

પાયલ: તો શું કરું પપ્પા એક તો મને જયારે ખબર પડી કે તમે મારુ અને અભય નું વિચારો છો. ત્યારે મેં મમ્મી ને ના કીધી હતી. છતાં અચાનક જ આજે મમ્મી કીધું કે એ લોકો આવના છે. હવે તમે જ બોલો પપ્પા હું શું કરું ?

વિષ્ણુભાઈ: હું સમજુ છું પણ તું કાલે નહિ આવે તો કેવું લાગશે એ તો વિચાર... હમણાં તો અમે વાત શાંત કરી દીધી છે પણ કાલે તું ઘરે ના આવી તો મારુ નીચું દખાશે...

પાયલ: સારું હું તમારા માટે આવી જઈશ. પણ પપ્પા હું ના જ પાડીશ...

વિષ્ણુભાઈ: સારું તારી મરજી હોય એ કરજે.

પાયલ ( પાપા જોડે વાત કરી ને હું કાલે જવાનું નક્કી કરું છું.

બીજા દિવસે

પાયલ( હું બધા ને મળું છું અને અને સવાર નો નાસ્તો જોડે કર્યા પછી હું અને અભય અમારા ઘર ના ગાર્ડન માં હોઈએ છીએ જ્યાં અમારે વાત કરી ને ઘર માં બધા ને અમારો નિર્ણય જાણવાનો છે. જે પેહલા થી નક્કી જ છે. અભય અત્યરે બ્લેક શર્ટ માં સાચે સારો લાગે છે પણ મારે યાદ રાખવું જોઈએ કે આ આકર્ષક ચેહરા પાછળ એક મગરૂર રાજકુમાર છે. અને હું એની સામે ફેક હાસ્ય આપું છું.

અભય: મને ખબર છે તું કોઈ ટ્રીપ પણ ન હતી.

પાયલ: ખબર જ છે તો એ પણ ખબર પડી ગઈ હશે કે મારો જવાબ ના છે.

અભય: હા ડાર્લિંગ મને ખબર પડી ગઈ.

પાયલ: તો વાત કરવાનો કોઈ મતલબ જ નથી.

અભય ગુસ્સા થી પાયલ તરફ દેખે છે અને બોલે છે "સાચી વાત કે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે આઈ હેટ યુ સ્વીટહાર્ટ.

અભય ઉભો થઇ જે જતો હોય છે ત્યાં તો પાયલ પાછળ થી આગળ આવે છે એની સામે. બંને ની નજરો એકબીજા સામે ગુસ્સા થી દેખતી હોય છે. અને પાયલ બોલે છે "આઈ હેટ યુ ટૂ ડાર્લિંગ"

***