Naam me kya rakha hai in Gujarati Magazine by Akash Kadia books and stories PDF | નામ મેં ક્યાં રખા હે

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખા હે

"What's in the name" કે પછી "નામ મેં ક્યાં રખા હે" આવું અપણે ઘણું સાંભળ્યું છે પણ એક વાત તો પાક્કી કે ભાઈ નામ માં કંઈક નહિ ઘણું બધું રહેલું છે અને તેના પર વિસ્તૃત ચર્ચા કરીશું પણ પેહલા આ વોટ્સ ઇન ધ નેમ જે શેક્સપિયર ના નામે બોલાય છે તેની થોડી ચોખવટ કરી લઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે શેક્સપિયર એ કહ્યું ખરી કે નામ માં શુ રાખ્યું છે પણ આ કહેવત ની નીચે તેનું નામ તો લખાય જ છે તો તેઓ ને જણાવવાનું કે શેક્સપિયર એ કોઈ કવોટ તરીકે નહિ પણ તેના રોમિયો એન્ડ જુલિયેટ નાટક ના એક સંવાદ તરીકે લખ્યું હતું જેમાં રોમિયો દુશ્મન પરિવાર નો હોઈ જુલિયેટ એવી દલીલ કરતા કહે છે કે "ગુલાબ નું નામ કાંઈક બીજું હોય તો પણ તેની સુંગંધ તો એ જ રહેવાની એ જ રીતે રોમિયો ના નામ માં મોન્ટેગ (દુશ્મન પરિવાર ની અટક) આવે છે તો શું થયું ? નામ માં શુ રાખ્યું છે ?" એટલે હવે પછી શેક્સપિયર કહી ગયો છે કે નામ માં શુ રાખ્યું છે એવું ના કેહતા જો શેક્સપિયર ખરેખર માં એવા વિચાર ધરાવતો હૉત તો તેના એક પણ નાટક કે કાવ્ય કે અન્ય કૃતિઓ નીચે તેનું નામ જ ન લખે અને આજે આપણે કોઈ એ શેક્સપિયર નું નામ જ ના સાંભળ્યું હોત.

તો હવે વાત કરીએ નામ નું શુ કામ છે એની એટલે કે નામ ના મહત્વની. પીટર ઇંગ્લેન્ડ, એલન સોલી, મોન્ટે કાર્લો, ફ્લાઈંગ મશીન, લુઇ ફિલિપ્સ, રેમન્ડ, વેસ્ટસાઈડ, લેકમે. આ બધી બ્રાન્ડ વિશે મોટા ભાગના જાણતા જ હશે પણ આ બધાજ વિદેશી લાગતી બ્રાન્ડ મૂળ ભારતની જ છે. જી હા, પીટર ઇંગ્લેન્ડ ના તો કોઈ પીટર સાથે રિલેટેડ છે કે ના ઇંગ્લેન્ડ નું કોઈ કનેક્શન છે. પીટર ઇંગ્લેન્ડ મદુરા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ જે આદિત્ય બિરલા ગ્રુપનો હિસ્સો છે તેના દ્વારા સંચાલિત ભારતીય બ્રાન્ડ છે તે ઉપરાંત એલન સોલી, વેન હુસૈન, લુઈસ ફિલિપ્સ આ બધી બ્રાન્ડ પણ આદિત્ય બિરલા ગ્રુપ નો જ હિસ્સો છે. જ્યારે રેમન્ડ પણ ગૌતમ સિંધાનિયા દ્વાતા સંચાલિત ભારતીય બ્રાન્ડ છે તેવી જ રીતે ફલાઈનગ મશીન, ટોમી હાઇ ફ્લાયર અને તેના સિવાય બીજી અન્ય ફેશન બ્રાન્ડ અરવિંદ મિલ્સ કે અરવિંદ લિમિટેડ નો જ ભાગ છે. તો સામાન્ય વર્ગ ના લોકો કે ફેશન અને સ્ટાઈલિંગ માં ઓછી રુચિ ધરાવતા મારા જેવા એ ના સાંભળેલી બ્રાન્ડ મુનિચ પોલો, હાઈ ડિઝાઇન, દા મિલાનો, અમેરિકન સ્વાન, ફ્રાંકો લિયોન, એન્ડ ડિઝાઇન પણ ભારતીય મૂળ ની જ છે. ઉપર વર્ણવેલી બધીજ બ્રાન્ડ ફેશન કે ક્લોથિંગ સ્ટાઇલ સાથે રિલેટેડ છે અને ફેશન કે ક્લોથિંગ ની વાત આવે ત્યારે વિદેશીઓ અને ઘણા ખરા ભારતીયોને પણ વિદેશ અને ખાસ કરી ને ફ્રાન્સ કે ઇટલી નું નામ જોડાયેલું હોય તેવી બ્રાન્ડ પર વધારે વિશ્વાસ હોય છે અને આથી જ આ બધી બ્રાન્ડ ભારતીય મૂળ ની જ કે ભારતની જ કોઈ કંપની દ્વારા સંચાલિત હોવા છતાં તેના નામ વિદેશી જેવા છે જેથી લોકો ને આકર્ષી શકાય.

ક્લોથિંગ સિવાય ની પણ બીજી ઘણી બધી બ્રાન્ડ છે જેમાં નામ માં ક્યાંય ભારતીયપણું જોવા નથી મળતું જેમકે લેકમે કોસ્મેટિક જે હાલ માં હિન્દુસ્તાન યુનિલિવર નો હિસ્સો છે તેની શરૂઆત જે આર ડી ટાટા દ્વારા ૧૯૫૨ માં કરવામાં આવી હતી કેહવાય છે કે એ વખતના ભારતના પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુ એ ભારતીય મહિલાઓ વિદેશી પ્રોડક્ટ પાછળ ભારતીય નાણાં ખર્ચતા રોકવા જે આર ડી ટાટા ને ભારતીય કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનવવા વિનંતી કરી અને લેકમે બ્રાન્ડ નો જન્મ થયો અને તેનું નામ પણ ફ્રેન્ચ ઓપેરા લેકમે પરથી જ રખાયું. તે સિવાય એમ આર એફ જે સચિન ના અને અન્ય ઘણા બેટ્સમેન ના બેટ પર જોવા મળતું તે ટાયર અને અને રબર પ્રોદુક્ટ્સ માટે ની જાણીતી બ્રાન્ડ છે એ મદ્રાસ રબર ફેક્ટરી નું શોર્ટફોર્મ છે. CCD અથવા કેફે કોફી ડે ના નામે જાણીતા કોફી હાઉસ પણ ભારતીય મૂળ ની જ બ્રાન્ડ છે જેના કોફી હૉઉસ માત્ર ભારત જ નહીં પણ બીજા અન્ય દેશો માં પણ આવેલ છે. અને માત્ર ભારતીયો જ કેમ વિદેશીઓ પણ આજ પદ્ધતિ અપનાવે છે આથી જ ભારતના માર્કેટ માં નામાંકિત કેટલીક કંપનીઓ જે તમે ભારતીય મૂળ ની સમજતા હશો તે ખરેખર માં તો વિદેશ ની છે જેમ કે બાટા ફૂટવેર, હિન્દુસ્તાન યુનિલિવર કે પછી વિક્સ આ બધી કંપની સંપૂર્ણ રીતે વિદેશી અથવા કંપની નો મોટા ભાગ વિદેશી માલિકીનો છે.

આ વિદેશી નામ વાળી સ્ટ્રેટર્જી એ માર્કેટિંગ માં એક મહત્વ નો ભાગ ભજવે છે એટલે જરૂરી છે પણ માત્ર કોઈ બ્રાન્ડ ના નામ પૂરતું જ આ મર્યાદિત નથી, નીચે કેટલીક વ્યક્તિઓ ના નામ આપ્યા છે અને જણાવી દઉં કે તેઓ સામાન્ય વ્યક્તિઓ નહિ પણ નામાંકિત વ્યક્તિઓ છે. રવી કપૂર, રાજીવ હરિઓમ ભાટિયા, કુમુદલાલ કાનજીલાલ ગાંગુલી, ગાઔરંગા ચક્રબોતી, મોહમ્મદ યુસુફ ખાન, અબ્દુલ રસીદ સલીમ ખાન, શિવાજી રાવ ગાએક્વાડ,કેટ ટારકવેટ. ઓળખાણ પડી આ વ્યક્તિઓની ? ક્રમાનુસાર જઈએ તો રવિ કપૂર એટલે આપણાં જમ્પિંગ જેક એકટર જીતેન્દ્ર , રાજીવ હરિઓમ ભાટિયા બોલીવુડના એક્શન હીરો અક્ષય કુમાર, કુમુદલાલ કાનજીલાલ ગાંગુલી એટલે અશોક કુમાર, ગાઔરંગા ચક્રબોતી અટક પરથી ઓળખી જ ગયા હશો આપણા મિથુનદા, યુસુફ ખાન લગભગ બધા જાણે જ છે દિલીપ કુમાર, અબ્દુલ રસીદ એટલે સલમાન ખાન, શિવાજી એટલે નન અધર ધેન ધી ગ્રેટ રજનીકાંત, કેટ ટારકવેટ એ કેટરીના કેફ.

તો આ બધા એકટર એ પોતાના નામ બદલવાની શુ જરૂર પડી, સીધી વાત છે સિનેમા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં માત્ર દેખાવ અને એકટિંગ જ નહીં નામ પણ દમદાર કે લોકજુબાને ચડી જાય એવું જોઈએ. આમાંના કેટલાક ના નામ બોલવામાં અટપટા કે બહુ સામાન્ય લાગતા તો કેટલાક નામ અન્ય એક્ટર સાથે ભળી જતા લાગતા હતા ( જેમકે રવિ કપૂર એ ફેમસ પૃથ્વીરાજ કપૂર ફેમીલી ના મેમ્બર હોય તેવું લાગતું) અને આથી પોતાની અલગ છાપ છોડવા માટે આ એક્ટર અને અન્ય બીજા ઘણા એ પોતાના નવા નામ સાથે ફિલ્મી પરદે એન્ટ્રી કરી.

અને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ કેમ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો ખાસ પ્રકાર ના સંગીત જેમ કે હિપ હોપ કે રોક મ્યુઝિક ના સિંગરનું નામ પર તમે ધ્યાન આપશો તો મોટા ભાગે સ્ટેજનેમ એટલે કે તેમને ગીતના પ્રકાર પ્રમાણે તેમના ઓરિજિનલ નામ થી અલગ જ નામ હશે. આપણા ભારતની વાત કરો તો "યો યો હની સિંઘ, બાદશાહ, રફતાર" અને અંગ્રેજી ગીતકારો ની વાત કરીએ તો મોટાભાગ ના બધાજ રેપર કે રોકસ્ટાર તેમના સ્ટેજનેમ થી જ જાણીતા છે તે પછી એમીનેમ, જેજી (jay z), ડેડી યાનકી, આઈસ ક્યુબ , પિંક, કેટી પેરી કે અન્ય કોઈ હોય પણ જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છે તેમ અહીં પણ નામ નું મહત્વ છે. તમેજ વિચાર કરો જો કોઈ આવી ને કહે કે હિરદેશ શીંઘ કે આદિત્ય પ્રતીક શીંઘ સીસોદીયા કે દિલીન નાયર નામના ગાયક નું નવું હિપ હોપ કે રેપ સોન્ગ આવ્યું છે સાંભળવામાં કેવું લાગે અને તમે એ વાત ને મહત્વ આપો ?

આ તો થઈ નામાંકિત લોકો કે બ્રાન્ડ ની વાત આજકાલ તો સામન્ય લોકો પણ પોતાના ફેસબુક એકાઉન્ટ માં પોતાના સાચા નામ કરતા કાંઈક અલગ જ નામ રાખશે જેમ કે મૃગેશ બની જશે મેડી કે એવું બીજુ કાંઈ. હવે તો બાળકોના નામ પણ કોઈ લોકપ્રિય ટીવી સિરિયલ ના પાત્રોના નામ પરથી પાડવામાં આવે છે તો બીજી તરફ ઉત્તર કોરિયા માં તો કોઈ બાળક નું નામ કિમ જોંગ ઉન ના પાડી શકો એવો કાયદો છે કારણ કે એ ત્યાંના સરમુખત્યાર નું નામ છે. ભારત માં મોટા ભાગના વ્યક્તિ ના નામ નો કઈંક તો અર્થ નીકળતો જ હશે ક્યાંતો તે કોઈ ભગવાન ના નામ કે કોઈ એક રૂપ સાથે સંબંધિત હશે કે કોઈ કુદરતી તત્વ સાથે લાગતું વળગતું હશે.નામ અને તેમાં રહેલા અક્ષરોની સંખ્યા ને આધારે થતા ફાયદા કે નુકશાન પર તો એક આખું અલગ શાસ્ત્ર છે ન્યુમરોલોજી જે તમને નામ માં રહેલા અક્ષર ની સંખ્યા ને આધારે એ નામ ફાયદા કારક છે કે નુકશાન કારક છે તે જાણવામાં મદદ કરે અને તેમાં શુ ફેરફાર કરશો તો તમને ફાયદો થશે તેવું પણ જણાવે છે.

સીધી વાત છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેના માર્કેટિંગ માટે તેની કંઈક ઓળખ તો ઉભી કરવી જ પડે અને જ્યાં સુધી તમે એ પ્રોડક્ટ જાતે વાપરી કે જોઈ નથી કે જેતે કંપની ની સર્વિસ નો અનુભવ નથી કર્યો ત્યાં સુંધી તમે તેની ગુણવત્તા નું માત્ર અનુમાન જ લગાવી શકો અને તે અનુમાન લગાવવા માં તેનું નામ મહત્વ નો રોલ ભજવે છે અને આજ વાત માણસ માટે પણ લાગુ પડે છે.