Mrugjadni Mamat - 23 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળ ની મમત - 23

The Author
Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

મૃગજળ ની મમત - 23

મૃગજળ ની મમત

ભાગ 23

જાનકી મા આવેલું આ પરિવર્તન નિસર્ગ પહેલાં પણ ઇચ્છતો હતો. પણ આમ અચાનક.. શું થયું... કંઇ તો કારણ છે આની પાછળ નું.. આખી રાત નિસર્ગ વિચારતો રહ્યો… હશે જે પણ હોય આજે એ મારા તરફ સામેચાલીને બે ડગલાં આવી છે.

સવારે છ વાગ્યા ની ફલાઇટ હતી નિસર્ગ સાડા ચાર વાગે ઉઠીને તૈયાર થવા લાગ્યો. પોતાની બેગલઇ રુમમાં થી બહાર આવ્યો ત્યારે જાનકી નાસ્તા સાથે ટેબલ તૈયાર કરીને બેઠી હતી. જોઈ ને નિસર્ગ ખુબ દંગ રહી ગયો.. આટલું બધું પરીવર્તન હવે તો જરુર કંઇક લોચા છે.. નહી તો જાનકી જેટલી પ્રેક્ટીકલ અને ફોરવર્ડ છોકરી અમમમ તો ઢીલી ન જ પડે. છતાં નિસર્ગ ચુપચાપ જે હતું તે જમી ને ફટાફટ નીકળી ગયો

“ ક્યારે આવશે?? “

“ કામ પુરું થશે એટલે.. કેમ. ”

“ ના.. ના.. એમજ “

“ હં ઓકે”

નિસર્ગ એરપોર્ટ જવા નીકળી ગયો. છ વાગે ફલાઇટ ઉપડી ને નવ વાગ્યા આસપાસ એ બેંગ્લોર પહોંચ્યો એઝ રુટીન પહેલાં નિરાલી ને ત્યા આશીષ ને મળ્યો એ ઓફીસ પહોચવા ની ઉતાવળ મા હતો

“ હેયયય પ્લીઝ ડોન્ટ માઇન્ડ યુ કેરીઓની વીથ નિરાલી.. આપણે સાંજે ભેગા થૈએ.. એન્ડ યસ કહેવા ની જરુર નથી પણ ફીલ ફ્રી.. ઓકે “

“ ઓકે.. ઓકે.. “

આશીષ ઉતાવળ મા નિકળી ગ્યો. હવે નિસર્ગ અને નિરાલી એકલા જ હતા.

“ નિરાલી એક વાત પુછુ?”

“ હા”

“ કંઇ થયું છે.. તને ખબર છે??”

“કોને.. તને.. કે અનુ ને??”

“ અરે.. જાનકી ને.. ”

“ શું થયું છે. ?”

“ખબર નહીં પણ એનું બિહેવીયર કઈ અલગ અલગ છે”

નિસર્ગ એ જે કંઇ પણ બન્યુ એની સંપુર્ણ વાત વિગતવાર નિરાલી ને જણાવી. એટલાં મા જ અંતરા પણ આવી પહોચી..

“ ગુડમોર્નીગ.. બોર ઓફ યુ.. ”

“ લો .. આવી ગઇ.. હવે અમારી વાત અધુરી રહેશે”

“ કેમ નિસુ. એવી તે સુ વાત હતી.. આ નિરુ આમ કેમ કહેછે.. ? એ કંઇ સીક્રેટ છે શું?”

“હા.. પણ મારું ને નિસર્ગ નું.. “

“ એટલે ?? મારે નથી જાણવાનુ??”

“ ના... ”

નિરાલી એ મજાકમાં મો બગાડતાં કહ્યુ. અંતરા તરતજ નિસર્ગ જયાં બેઠેલો એ સોફાચેર પાસે નીચે બેસી ગઇ. એને નિસર્ગ નો હાથ પડ્યો.... નિરાલી અંતરા નો પ્લાન જાણી ગઇ .. નિસર્ગ છુપાવી નહીં શકે. આમતો વાત જાનકી ની જ હતી. પણ નિરાલી અંતરા ને પજવવા માંગતી હતી.. પણ હવે શકયતા નહીવત હતી

“ નિસર્ગ એક પણ અક્ષર બોલ્યો નહીં.. મારે કહેવું હશે તો હું જ અંનુ ને કહીશ ધ્યાન રાખજે તારે ચારપાંચ દિવસ. મારા જ ઘરમાં રહેવા નું છે.. “

નિરાલી નિસર્ગ ને રોકવા માટે બોલી.. નિસર્ગ હવે બંને વચ્ચે ફસાયો હતો. એટલા માજ અંતરા એ નિસર્ગ નો હાથ જરા વઘારે જોરથી દબાવ્યૉ.

“ એ નિસુ... આમ .. આમ જો... મારી સામે.. એ તો બોલ્યા કરશે.. બોલને શું વાત છે. ? તારી અનુ ને નહીં કહે??”

અંતે નિસર્ગ પલાળી ગયો અને બધુંજ અંતરા ને કહીં દીધું.. નિરાલી માથે હાથ દઇને બેસી ગઇ.

“ અરે યાર.. હું પણ કોની પાસેથી આશા રાખું છું... આ દેવદાસ તારી સામે બધું જ ભુલી જાયછે.. ”

ત્રણેય જણાં હસવા લાગ્યા. એટલાંમા જ નિસર્ગ ના મોબાઇલ પર પહેલાં જાનકી નો ફોન આવ્યો. એણે નિસર્ગ સાથે વાત કરી નિસર્ગ એ પણ ફક્ત ફોર્મલ વાત કરી ફોન પતાવ્યો.

નિસર્ગ એ ફોન મુક્યા પછી રુટીન પ્રમાણે અંતરા નિસર્ગ અનેનિરાલી ચ્હા લઇને બેઠા.

“નિસુ .. મને ખબર છે વાત શું છે જાનકી આમ શું કારણ થી વર્તે છે “

“ તો જણાવતી કેમ નથી.. ”

અંતરા થોડી ગંભીર થઇને બોલી

“ સ્નેહ છે એનાં વર્તન નું કારણ... ”

નિસર્ગ ને નિરાલી બંને એકસાથે આશ્ચર્ય થી પુછ્યુ..

“ સ્નેહ.. ??”

“હા... મને અને નીસુ ને ફરીથી સાથે જોઇને એ જાતજાતના વિચારો કરતો હતો. એ અમારા સબંધ માટે જાત જાત ના વિચારો અને શંકાઓ મા રાચે છે. નિરાલી .. એણે તને પણ પુછેલુ યાદછે તને. ?”

“ હા.. ! એ તો કેમ ભુલાઈ. ”

“ બસ જે દિવસ તે મને એ વાત કરી ત્યારથી જોઉં છું સ્નેહ પણ બદલેલો લાગે છે. એ એકદમ થી મારી શારીરિક રીતે નજીક આવવા ની કોશિશ કરેછે. અને મને પોતાના તરફ આકર્ષિત કરવા ઘણા નખરા કરે છે. એકદિવસ એ ફોન પર વાત કરતો હતો એ કોલનુ રેકોર્ડિંગ સાંભળ્યુ ને અર્ણવ ને વાત પણ કરી. કે એ જાનકી નું ધ્યાન રાખે. સ્નેહ એ વાત કર્યા પછી તરતજ જાનકી એ અર્ણવ ને ફોન કર્યો ને અર્ણવ એ બરાબર ઇનસીકયુરીટી એનાં મનમાં ભરીદિધી કે જો તમે ભાઇ તરફ ધ્યાન નહીં આપો તો એ અંતરા તરફ ઢળશે. “

“ ઓહ... ! તો એટલે જાનકી મારી આગળ પાછળ ફર્યા કરેછે?.. ”

નિસર્ગ ખુબ આશ્ચર્ય થી બોલ્યો.

“ હા .. નિસુ.. આપણો પ્રેમ કયારેય પણ ઓછો નહીં થાય પણ હવે આપણી વચ્ચે એ પ્રેમ નું રુપ અલગ છે. તું અને જાનકી પ્રેમ થી એક થઇ જાવ બસ.. એટલે એક આનંદીત જીંદગી ની શરુઆત થાય. એ માટે તું તૈયાર છે ને ?”

નિસર્ગ એકધારું અંતરા ને સાંભળતો હતો. આજે પણ એકબીજા ને કોઈ બીજી વ્યક્તિ સાથે જોવાં એ અઘરું હતું પણ. મેચ્યોરીટી અને ઠરેલ પણું અને અને હકીકતને સ્વીકારવા ની હિંમત બંને મા હતી. વળી બંને પોતપોતાના ઓપોઝીટ પાત્ર ફકત ને ફકત કયાંક ખોવાઈ ગયાહતા જેને માત્ર જરુર હતી સાચાં રસ્તે વાળવા ની. નિરાલી અંતરા ની બાજુમાં જ એને વળગીને બેઠી હતી. એ પણ ખુશ હતીં

“ અનુ આય એમ પ્રાઉડ ઓફ યુ. તમે બંને ઇચ્છત તો બધું છોડી ને આજે પણ એકબીજાના થઇ શક્યા હોત . નહીતો તમારા લાઇફ પાર્ટનર ને ચીટ કરી શક્યા હોત પણ તમે એવું નથી કર્યું.. પુરતાં કારણો હોવાં છતાં પણ તમે ખુબ અડગ રહ્યા . તમારા જેવાં ફ્રેન્ડઝ મેળવીને ને ખુશ છું આજે. ”

ત્રણેય જણાં એકબીજા ને ટાઇટ હગ કરીને થોડીવાર એમને એમ બેસી રહ્યા. પછી છુટા પડ્યા. સાંજે પોતાના રુટીન ટાઇમ કરતાં અંતરા થોડી મોડી પડી. સ્નેહ ઘરમાં જ રાહ જોઈ રહ્યો હતો. એણે બાલ્કની માથી અંતરા અને નિસર્ગ ને હસતા હસતા સાથે આવતા જોયા. એનાં મનમાં વિચારોનું વમળ ફરી ઉઠ્યુ. અંતરા ઘરમાં પ્રવેશતા જ એણે એક પતિ તરીકે વર્તવા નુ શરું કર્યું. એણે પહેલાં દરવાજા માં જ અંતરા ની કમર પર જરા સરખી હાથની આંગળીઓ ફેરવી પણ અંતરા કંઇ જ રિસ્પોન્સ આપ્યા વગર અંદર ફ્રેશ થવા ગઇ . મન સાથે વાતો કરી. એની દિનચર્યા પુછીને રસોડામાં મંડીપડી. ટેબલ તૈયાર કરતી વખતે મન હંમેશા મદદરૂપ થતો. પણ આજે તો સ્નેહ પણ અંતરા સાથે વાત કરવા ની કોશિશ કરી રહયો હતો . અંતરા જરુર પુરતો જવાબ આપીને કામ ચલાવતી. અંતે બધું કામ પુરું થતાં મન ને સુવડાવી ને એ પોતાના ચ્હા ના કપ સાથે બાલ્કની માં મુંઢા પર બેઠી એ ખુબ રિલેક્સ દેખાતી હતી.. શાંત વહેતી નદીના પાણી ની માફક. કામ શરું કર્યાં પછી ઘણાં દિવસે એને આવો સમય મળ્યો હતો. સામે નિસર્ગ પણ નિરાલી ના ઘરની બાલ્કની મા ચ્હા નો કપ લઇને આવ્યો. અંતરા ને જોતાં જ એણે કપ ઉંચો કરી અંતરા ને સ્માઇલ સાથે દુર થી જ ચીઅર્સ કર્યું . અંતરા એ પણ સામો ઈશારો કર્યો. એ જોઈ ને સ્નેહ તરતજ અંતરા પાસે આવીને ઊભો રહયો. અંતરા તરતજ ત્યા થી ઉભી થઇ પણ સ્નેહે તરતજ એની કમર માં પોતાનો એકહાથ નાંખી ને અને અટકાવી..

“ અંતરા બેસ ને થોડીવાર “

“ સ્નેહ પ્લીઝ હું પહેલાં પણ તને કહી ચુકી છું.. ”

“ અંતરા વાંધો શું છે... ? આફટર ઓલ આય એમ યોર બેટર હાફ.. યોર લાઇફ પાર્ટનર... ”

“ ઓહ... તને એવી જાણ છે.. ?? ધેટ આય એમ યોર.. લીવ .. “

અંતરા ચાલવા લાગી સ્નેહ એ આગળ વધી ને ફરી અંતરા નો હાથ પકડ્યો. આ વખતે થોડી વધું હિંમત કરી એણે અંતરા ની નજીક જઇને એનાં રેશમી વાળ ની વચ્ચે થી જરા આમથી દેખાતી ડોક પર હળવે થી કીસ કરી .

“ અંતરા.. આય.. આય.. નીડ યુ “

“ સ્નેહ પ્લીઝ.. “

અંતરા એ જરા સરખો ધક્કો મારી સ્નેહ ને અળગો કર્યો.

“ ઓહ... “

સ્નેહ થોડો ડધાઇ ગયો અંતરા ના આ વર્તન ની આશા ન હતી. એ હજું પણ માનતો હતો કે એ પતિ છે એટલે પત્ની પર એનો અધિકાર છે .. માલિકીભાવ હજું પણ કયાંક મનમાં હતો. અંતરા હજું આગળ વધે એ પહેલા જ એ અણગમા થી બોલ્યો.

“ જોઉં છું ખુબ બદલાઈ ગઇ છો. કામ અને થોડી ઘણી સફળતા મગજ મા ચડી ગઇ છે . કે “

અંતરા તરતજ ત્યા થંભી ગઇ..

“ સ્નેહ પ્લીઝ મેક ઇટ કલીઅર ગોળ ગોળ વાત ન કર.. અને જો બદલાવ ની વાત કરતો હોય તો... એ જરુરી હતું. બદલાવ અને પરીવર્તન તો ખુબ જરુરી હોય છે જે તમારી જાતને તાજા રાખે છે નદીનુ વહેતું ખુબ મીઠું અને ચોખ્ખુ હોય છે જયારે એ ખાબોચીયામાં ભરાય ત્યારે જ એમાં સળો ઉત્પન થાય. એમજ ફુલ ફળ એનાં ઝાડ થી અલગ થતાંજ મરીજાયછે અને સળવાની પ્રક્રીયા ધીમી ગતિ એ શરું થઇ જાય છે. એવું જ કાંઈક માણસના જીવનનું પણ હોયછે. એ વાત હવે હું અનુભવવા લાગી હતી. એ માટેજ મારી જાત મા બદલાવ લાવવો જરુરી હતો. ”

“ ઓહ.. આય. સી. ! પહેલાં તો ક્યારે પણ આવા વિચારો ન હતાં. હું આવતો ત્યારે મારી સાથે એક સૂક્ષ્મ ક્ષણમા વિતાવવા પણ મરતી હતી. આગળ પાછળ ફરતી .. ભુલી ગઇ.. ? તારા આ વર્તન પાછળ કોણ છે? બધું જ જાણું છું. “

“ જો સ્નેહ પ્લીઝ કમ ટુ ધી બોટમ લાઇન . એન્ડ સ્પીટ ઇટ અપ વોટ એવર યુ વોન્ટેડ ટુ સે. વી બોથ આર મેચ્યોર ઇનફ ટુ ટોક . આમ એકબીજા પર આક્ષેપો કરવા , જાસુસી કરવી કે કોઇ ત્રીહાત વ્યક્તિ ને ઇન ડાયરેકટલી આપણા વચ્ચે લાવીશ નહીં. “

“ હું નથી લાવ્યો અંતરા.. તુ લઇને આવી છે. અત્યાર સુધી આપણે ખુબ સારી લાઇફ જીવી રહ્યા હતા. તું મારી દરેક વાત માનતી. મારી ઇચ્છા પ્રમાણે વર્તતી. પણ જયારથી આ નિસર્ગ નામનું પ્રાણી આવ્યુ છે . ને ત્યારથી આ બધો બદલાવ તારા મા આવ્યો છે. મારા થી દુર દુર રહે છે. મને એટીટ્યુડ બતાવે છે. જરા સરખું પૈસા કમાવા માંડી જેની કોઈ જરૂર નથી એનો રુઆબ કરે છે મારા પર. “

બોલતા બોલતાં જ સ્નેહ એ અંતરા ને પોતાના તરફ એક જટકા થી ખેંચી. એનાં માથામાં એના વાળ મા આંગળીઓ ભરાવી ને અંતરા ને વાળથી પકડીને પોતાના ચહેરા ની લગોલગ કરી. અંતરા ને વાળ ખેંચાવા થી થતું દર્દ એનાં ચહેરા પર સાફ દેખાય આવતું હતું

“ અને હવે... હવે તો તને પતિ તરીકે પણ મારી જરુર નથી રહી. કેમકે તારો ભુતકાળ તારી સામે સાક્ષાત ઉભો છે. એજ તને સપોર્ટ કરે છે એટલી નફ્ફટ રીતે કે મારી સામે જ તમે બંને..... મને બોલતા પણ શરમ આવે છે છતાં હું તને કંઇ જ બોલતો નથી તને મારી તરફ ખેંચવા પ્રયત્ન કરું છું. મારી જગ્યા એ બીજો હોત તો ક્યારની એ તને પણ હવે બરોબર ઓળખી ગયોછુ તને. આપણી સગાઈ થઇ ત્યારે પણ તું મારી નજીક ન આવતી. તારી મુંઝવણો તારા પશ્ર્નો ક્યારે શેર ન કરતી. મે ઘણી વખત તને એકલા નિસર્ગ નું નામ લઇને રડતાં જોઇ છે. ક્યારેક તો એ તારા એટલો બધો ઊપસી આવતો કે તું મારી સાથે છે એનું તને ધ્યાન જ ન રહેતું. હું તારી નજીક આવતો અને તું મને ખુબ શીફ્ત થી બહાનું બતાવીને દુર કરી દેતી . ખુબ વાગતું તારું એ વર્તન મને .. હું ચીરાઈ જતો સળગતો .... મારે આગળ વધવું હતું ખુબ પૈસા નામ કમાવવુ હતું. પણ તારા લીધે હું પાછળ પડતો. “

સ્નેહે અંતરા ને હવે એક હાથે કમર થી પણ કસી હતી. એ બોલતાં જ કરતો હતો. જેમ ફાવે તેમ જાતજાતના આક્ષેપો અંતરા પર એ કરી રહ્યો હતો. બોલતી વખતેય પોતાનાં ઘવાયેલા ઇગો ને સંતોષવા અંતરની કમર પર હથેળી અને આંગળી ઓ કસીને ચપટી ભરતો જેનુ દર્દ અંતરા ની આંખો માં જોઇને એને ટાઢક વળતી. એ પોતાના ગાલ અંતરા ના ગાલ સાથે ખુબ ભારદઇને જંગલીયાત થી ઘસતો.

“ તું મારી પત્ની છે મારી ઇચ્છાઓ પૂરી કરવી એ તારી ફરજ છે હું કેટલા વખતથી તરસુછુ તારા સાથે ને .. તને .. પણ તું .. મે થોડી ઢીલ મૂકી ને તું તો ઉડવા માંડી એમા વળી તારો એ નીસુ .. આટલાં વર્ષે કયાંથી આવીગયો. ઓહ.. એ તો સદાય હતો જ .. આપણી વચ્ચે... હવે મારો સાથ મારો સ્પર્શ કયાંથી ગમે. હું તમને બેટર લીવીંગ આપવા મજુરી કરું અને તું... જાણું છું કદાચ તારી દરેક ઇચ્છા ઓ નું શમન કરી ને એ તને સંતોષ પહોંચાડતો હશે એટલેજ .. હું.... ”

સ્નેહ ના આ વાક્ય એ અંતરા ને અંદર થી હચમચાવી દીધી. સ્નેહ એક કાળોત્રા નાગની માફક પોતાની અંદર નું ઝેર બમણા ઝનુન થી ઓકી રહયો હતો. પહેલાં એ ચુપ રહી. મન ના કારણે. એ ઉઠીને બધું જોશે તો ડરી જશે એમ વિચારી ને ચુપ રહી. વળી નિસર્ગ સામે ગેલેરી મા જ હતો એનું પણ ભાન હતું જો એ બધું સાંભળી જશે તો સહન નહીં કરી શકે ને ન કરવાનું થઇ જશે. પણ હવે પાણી માથાની ઉપર જઇ રહ્યુ હતું એણે સ્નેહ થી છૂટવા રીતસર નો ધક્કો માર્યો. જોરથી ચીસ પાડી.

“ ઇનનનફફફફ સ્નેહ.. બંધ કર તારી આ બધી હલ્કી બકવાસ તું આટલો નીચલી કક્ષા નો માણસ હશે એ સપનેય નહોતું વિચાર્યું.