Lagnini Bhinash in Gujarati Short Stories by VANDE MATARAM books and stories PDF | લાગણીની ભીનાશ

Featured Books
Categories
Share

લાગણીની ભીનાશ

લાગણીની ભીનાશ

દોસ્ત!! તને યાદ કરુ છુ

તને યાદ કરુ છુ, યાદ કરીને તો યે!!! !ન જાણે કેમ? દિલમા તારી યાદ ખટકે?

લે!!! !તુ? હા, હુ!! કેમ? હુ જીવુ છુ!!બસ, હવે, રે’વા દે!! અક્કડ ન બન. લે! હુ તો પે’લેથી જ રૂજુ છુ!!! તને ખબર નથી? પલક;હા, હો, ખબર છે. Hi, કેમ છે તુ?

પરમ; study, છોડ્યા પછી થોડી અગડંબગડં અને હવે ખુશ છુ.

પલક;ઘણા સમય પછી પ્રત્યક્ષ મળ્યા છીએ. જો કે online and call તો થતો જ નહી કેમ કે નંબર તો હતો નહી; મારી પાસે. આજે ભગવાન offline લાગે નહીતર આપણો ભેટો ન થાય.

પરમ; બસ હવે, !!! ઇશ્વર!!! ઇશ્વર છે!!! એ બોલ!! તુ કેમ છે અને તારુ family?

પલક;બિન્દાસ, બોલે તો happy happy [ખુશીથી કહે છે]મેરેજ પણ થઇ ગયા મારા તેને પણ 7 વર્ષ થયા અને તારે? પરમ;હમમ. . . મારા પણ!!! ખુશ છુ પણ ક્યારેક, તારી યાદ આવી જતી; પણ છુટા પડ્યા પછી ક્યારેય મળ્યા જ નહીં. પલક;મને ભૂલવાનો કોઇ અક્સીર ઉપાય નથી મિસ્ટર!!પરમ;રોજ રાત્રે તારામંડળ જોવ છુ; ને તને યાદ કરુ છુ પછી મારી જવાબદારીને યાદ કરતો સુઇ જાવ છુ. પલક;હુ પણ દરેક ખુશી અને દરેક દુ;ખમા યાદ કરુ છુ. પરમ;હમમ. . . . પલક;તુ કે તારી wife શુ કરે છે? અને બાળકો છે તારે? પરમ;હા, છે! હો, પાગલ બે!! તારા જેવા.

પલક; લે, તે મારા જેવા થોડા હોય? તમારા છે તો તમારા જેવા જ હોય ને? પરમ;એટલે? તુ અમને બે ને પાગલ કહી ગઇ એમને? પલક;મારો તો નિયમ જ છે કે; હુ ક્યારેય કોઇને હોય એવુ કેહતી જ નથી. [બંને હસે છે]

પરમ; ‘’નવ્યા’’ મારી wife નુ નામ છે. ‘’વેદ અને મૈત્રી’’ બે સંતાન છે. અમે ખુશ છીએ. મારી જિંદગીના શુક્ન છે કે તુ મારી life મા આવીને, મને પ્રેમ કરતા શીખવ્યુ. પલક;હમમપરમ;નવ્યા, એ મને ‘’શિસ્ત’’ શીખવી. તેની નિતનવી ‘’વ્યુહરચનાથી’’ મને ‘’સમયનુ’’ મહત્વ સમજાવ્યુ, તમે ‘’બે સ્ત્રીઓ’’ એ મારી આખી ‘’જિંદગી’’ બદલી નાખી. મને ‘’માણસ’’ બનાવ્યો. મારી નજર સામે નવ્યાની ‘’મૌજુદગી’’ મને ‘’રોમાંચિત’’ કરી મૂકે છે. પલક; very good, feeling happy.

પરમ;અને તુ? પલક; ‘’રવિ’’ મને ખુબ જ ખુબ જ પ્રેમ કરે છે. તે અને હુ સારી જોબ પર છીએ. મારી પાસે બધુ જ છે બસ. . . . રડતા-રડતા મારુ કોઇ ‘’સંતાન’’ નથી. અને રવિ કહે છે સારુ, ના હોય તો ‘’બાગબાનના અમિતાભ’’ જેવુ થાય તેના કરતા સંતાન ન હોય તે સારુ. પરમ;એ પલક! તુ આમ રડતી બિલકુલ સારી નથી લાગતી હો! [તેના ખભ્ભા પર હાથ મૂકીને] તે મને આટલો ‘’મજબૂત’’ બનાવ્યો છે તુ ‘’મજબુર અને લાચાર’’ બને એ કેમ ચાલે? ’’જો જે ભગવાન તને એક સાથે બે સંતાન આપશે ને એટલા ‘’તોફાની’’ આપશે કે તુ મને કહીશ પરમ તારે જોતા હોય તો બેય લઇજા, મારે એક પણ નથી જોતુ!!! ’’[બંને હસી પડે છે]

‘‘જિંદગીથી હારીને નહી, જિંદગીને પ્રેમથી જીવ. તેની લાચારી કરીને નહી મજબૂત બનીને જીવ’’. પરમ પલકને જુસ્સો આપવાની કોશીશ કરે છે. અને એ અસર પલક પર થાય છે પલકને પણ આશા જીવંત થાય છે. બંને એકબીજાનો નંબર અને સરનામુ પુછીને છુટા પડે છે.

રવિ નામથી રવિ પણ પલકનુ પુરૂ ધ્યાન રાખતો તેને ખબર કે પલક બોવ જ લાગણીશીલ છે અને સંતાનની ખોટ તેને રોજ દુ;ખ આપતી; તે ક્યારેય એવુ કશુ જ ન કરે જેથી પલકને દુખ થાય. પણ રોજેરોજ Newspaper, T. V, Mobile આ બધુ તેને જાણે એમ જ કેહતુ તારે સંતાન નથી જ.

રવિ;તુ આજે ઘેર રહિજા, દિવાળીનુ કામ કરીલે, ’’થોડુ છે એ’’. પછી તુ કાલે કેહતી હતીને કે તારો કોલેજનો દોસ્ત મળ્યો; તેના ઘેર જઇ આવ. હમમ, તેની સાથે રેહવાથી તને તારો વિતેલો સમય ‘’વાગોળવાની’’ મજા આવશે. પલક;ઓકે, રવિ;તો હુ જવ. . . મારી પલકપલક;ઓકે રવુ. . . Love you

રવિ;Love you too

[પલક કામ પતાવીને પરમના ઘેર જવા નીકળે છે. તે સરનામા મુતાબીત ઘેર પહોચી જાય છે અને ડૉર બેલ મારે છે. દરવાજો ખુલ્યો, પલકે ઘરની જે સ્થિતિ જોઇ ‘’અવાક્’’ રહી ગઇ. આટલી બધી અસ્ત્વ્યસ્તતા; નવ્યા આટલી બધી ગંદી છે કે પછી પરમ અને બાળકોને મુકીને જતી રહી છે ખેર. . . ]

પલક; મમ્મા ક્યા છે? મૈત્રી;સુતી છે, કાયમ સુઇ જ રહે છે. [પલકને ફાળ પડી, પરમ બોલતો બોલતો આવ્યો કોઁણ છે મૈત્રી બહાર? ]

પરમ; અરે! પલક તુ? બેસ [ શેટી સાફ કરતા – કરતા બોલ્યો]પલક; ok, no problem. [પરમ પાણી આપે છે, અંદરથી જોર-જોરથી ઉધરસનો અવાજ આવે છે પરમદોડીને જાય છે પાછળ પલક પણ જાય છે. પરમ પાણી આપે છે દવા આપે છે અને કહે છે; આ પલક છે મારી સાથે કોલેજમા હતી એ, મે તને વાત કરી’તી એ જ. નવ્યા કશુ જ બોલ્યા વગર સુઇ જાય છે. બંને બહાર આવે છે, બંને બાળકો રમતા હોય છે.

પરમ; નવ્યાની એક કીડની ફેલ છે અને બીજીનો કોઇ ભરોસો નથી. હુ કોઇની કીડની ખરીદીને ટ્રાંસ્ફર કરાવી શકુ એવી સ્થિતિ નથી. બીજુ મારી કીડની મેચ થતી નથી અને નવ્યાના માતા-પિતા એટલા ગરીબ છે કે તેના કોઇના ‘’જીવનુ બલિદાન’’ મારી નવ્યા માટે આપવા માંગતો નથી. પલક; એ. . . . દિ. . . વસે. . . તે. . મ. . . ને, કશુ. . . . ન. . કહ્યુ. . . . પરમ; તુ દુ;ખી હતી એટલે મે વાત ન કરી. પલક; પણ મારા કરતા તારુ દુ;ખ ‘’અસહ્ય’’ છે. પરમ;હુ મારી દોસ્તને વધારે દુ;ખી કરવા ન’તો ઇચ્છતો!!પલક; બસ, ને !!! કરી દીધીને પરાઇ? પરમ;ના, આ ગંભીરને ઉત્પાતી સમસ્યામા નાખવા ન્હોતો માંગતો? આ તો તુ આવી એટલે? બાકી? . . .

[ત્યા તો પલક ઉભી થઇને બંને બાળકોને પ્રેમથી ન્હાવા માટે લઇ જાય છે, તૈયાર કરે છે, ઘર સાફ કરવા લાગે છે, સાથે પરમ પણ help કરતો જાય છે. બંને પોતાનો દિવસો વાગોળતા - વાગોળતા કામ કરે છે. પછી રડતા-રડતા જ ઘેર આવે છે, ઇશ્વરને કહે છે હે ભગવાન!! મારા દોસ્ત સાથે જ કેમ આવુ? શા માટે? આખરે શા માટે? ખુબ જ રડે છે. સાંજના ઓફિસ પરથી રવિ ઘેર આવે છે, તો પલકની આંખો રડી-રડીને થાકી ગયેલી અને જાણે આખો દિવસની ભુખી-તરસી બેઠી છે. ]

રવિ;શુ થયુ? કેમ આટલી રડેલી છે? મે તને કહ્યુ હતુને કે બહાર જતી રહેજે? કેમ ન ગઇ? કેમ કશુ બોલતી નથી? કોઇ સાથે જગડી છે કે શુ? પલક;રવિ હુ માંગુ તે તુ આપીશ? ના, તો નહી પાડે ને? તારો જીવ ચાલશે?

***

ડૉર બેલ વાગી, દરવાજો ખુલ્યો, આવનાર વ્યક્તિની આંખો બે નહી ચાર થઇ ગઇ. !!! બાપરે!!! ! બાપઅલ્યા. . . . આ. . . . શુ? . . . તમારી મમ્મી. . . . ક્યા છે? ; આવનાર સ્ત્રી બોલી. સૂતી છે. . . . મમ્મા. . . . ચુ. . . પ. . . . . ખબર પડશે તો મારશે; એક બાળક બોલ્યુ. છાનામાના આવતા રહો. . . . . ;બીજુ બાળક બોલ્યુ.

[સ્ત્રી પાછળના રૂમમા જય છે, પલક એ પલક ]

પલક;ઓહો તુ? સ્ત્રી;હા, હુ પે’લા બહાર જો તુ!!! [બંને બહાર આવે છે. રૂમમા ધમાચકડી છે, કપડા, રમકડા, નાસ્તો]પલક;ખરેખર, હુ આનાથી કંટાળી ગઇ છુ, ’’પરમ’’. . . . . તુ આ બંનેને લઇ જા ને થોડા દિવસપરમ;તને યાદ છે મે તને કહ્યુ હતુ. . . . એક સાથે બે. . . . . હા. . . . યાદ. . . છે;પલક બોલી. એક ‘’મા’’ ની દુઆ ને બાળકોના આશીર્વાદ કામ કરી ગયા બાકી. . . . . એ દિવસ કેમ ભુલાય હુ, તુ અને નવ્યા. . .

દવાખાને ગયા, મારી કીડની નવ્યા સાથે મેચ થઇને તેનામા ટ્રાંસફર કરવામા આવી અને પે’લી લેડી ડૉ. ડૉકટર;તમારુ ઓપરેશન કર્યુ છે બરાબર બેંને માણસ ધ્યાન રાખજો. પલક;હમમડૉ;બે મહિના પછી સાહેબે ચેકઅપ માટે બોલાવ્યા છે અને કહ્યુ છે તમે બે માણસ મળતા નહી, સમજાય છે ને હુ શુ કહુ છુ? પલક;હા, મેડમ. [બે મહિના પછી બતાવવા જાય છે][પે’લી લેડી ડૉ. સોનોગ્રાફી કરે છે. ]ડૉ;ખબર નહી માણસો રહી કેમ નથી શક્તા. આટલુ મોટુ ઓપરેશન અને રોમાંસ વ્હાલો. રહી જ નથી શક્તા. હુ એબોરશન કરવાની નથી, મને ભગવાને એક દિકરો આપ્યો છે, ‘’તમારુ બાળક મારી હુ પાપ કરવા ઇચ્છતી નથી’’. સાહેબ કહેશે તો પણ, હુ નહી કરુ તમારે બીજે જવુ પડશે? મે સમજાવ્યા હતા સમજી જવુ જોઇએ, તમારે?

[પલક અને રવિ સાંભળી રહ્યા કેમ કે રવિની જીદના કારણે પલકને જુકવુ પડ્યુને ડૉ. ખીજાય છે પણ કશુ સમજાતુ ન હતુ કે તે આટલી બડબડ કરે છે તો શુ કેહવા માંગે છે]

ડૉ:નવ મહિને સીઝીરીયન કરીને જ બાળક લેવુ પડશે, ડીલીવરી ન કરાવાય, હજુ નવુ જ કીડનીનુ ઓપરેશન કર્યુ છે. તમે નાના નથી લગ્નને 7 વર્ષ થયા છે કશુ સમજવુ જોઇએ. એવુ નથી એવુ ન કરવુ પણ મુશ્કેલી તમને છે, લેડી એ ઉમેર્યુ

પલક;ડૉ. તમે એવુ કેહવા માંગો છો કે હુ પ્રેગનંન્ટ છુ?

ડૉ. ;ક્યારનીય તો કહુ છુ તમારુ ધ્યાન ક્યા છે? પલક;ડૉ. સાચે જ? ડૉ. ;હા સાચુ, પણ હુ માનુ ત્યા સુધી બાળકો વચ્ચે બોવ સમયગાળો ન રાખવો જોઇએ. બે બાળક ક્યારેય હળીમળી ન શકે. પલક;પણ ડૉ. બાળક હોય તો સમયગાળો નડે ને? બાળક હોય તો હળવા-મળવાનો સવાલ છે ને? ડૉ;એટલે? પલક;ડૉ. મારે જ્યારે પહેલીવાર બાળક હતુ ત્યારે બાળક નળીમા જ રહેલુ; જેના કારણે ઓપરેશન આવેલુ અને ડૉ. કહ્યુ કે હવે તમને બાળક થવાની શક્યતા ખુબ જ નિહ્વત છે, રડી પડે છે.

ડૉ. ;પલક, તુ એક એવી ‘મા’ છે કે એક ‘મા’ને તેના બાળકથી ‘’વિખુટા’’ પડતી બચાવી છે, તુ એક એવી છોકરી છે કે બે બાળકોને તેની માતા ‘’વિહોણા’’ થતા બચાવ્યા છે. તો ઇશ્વર પણ તને ‘મા’ બનતા કેમ રોકી શકે? બીજુ સોરી મને ખબર જ ન હતી? પલક;ઓકેરવિ;પલક. . પલક. . . . . .

***

[જ્યારે ત્રીજા મહિને બતાવવા જાય છે ત્યારે ડૉ. ]ડૉ;પલક, એક બાળકને ધબકારા આવી ગયા છે અને બીજુ બીજ ફલન થાય છે એટલે તને બે બાળક છે અને બંને વચ્ચે બે મહિનાનો ગેપ રહેશે, પણ પહેલા બાળકના નવ મહિને જ સીઝીયન કરી બંને બાળકો લેવા પડશે.

‘’પલકને રવિ ડૉ. નો બીજો ધડાકો સાંભળી જ રહ્યા’’

[ત્યા રવિ આવી જાય છે ને પરમને મળે છે, બેસે છે, ]

રવિ; ‘’પરમ ભગવાન કોને કઇ રીતે મદદ કરે છે અને કોની પાસેથી છીનવે છે કશુ કહી શકાતુ નથી’’.

નવ્યા;હા. . . . રવિભાઇ

‘’બંને દોસ્તો એ આપણને હરાવી દીધા તેની દોસ્તી નિભાવીને, બંનેનો એકબાજા પ્રત્યેનો પ્રેમ તો જુઓ’’ ‘’કોણ કહે છે એક છોકરો અને છોકરી દોસ્ત ન હોય શકે? આજે ચાર સંતાન અને બે ‘’માતા’’ નુ જીવન સુરક્ષીત આ બેની દોસ્તીના કારણે તો છે? ’’

રવિ;હમમ

નવ્યા;પલક, જ્યારે હોય ત્યારે પરમ કેહતો ‘’પલક આમ કરતી, પલક આમ કરતી, પલકે મને આ શીખવ્યુ પલકે મને તે શીખવ્યુ. ક્યારેક તો કેહતી જાવ લઇ આવો તેને બોવ જાદુ કર્યો છે તમારા પર. ’’ ત્યારે પરમ કહે ચિંતા ન કર મારી દોસ્ત છે અને હા, ’’તારા જેવી નથી. ’’

સાચે જ પરમ. . . ’’પલક મારા જેવી બિલકુલ નથી’’

[મિત્રો, આ સ્ટોરી ગમી હોય તો રેટીંગ આપો શેર કરો અને મારી સાથે fb પર જોડાવ DSK DSK મારા પેજને like and share કરો ‘’લાગણીની ભીનાશ અને તુ અને હુ’’ મારુ ગૃપ ‘’શબ્દનો સ્પર્શ’’ જેમા તમારા મિત્રોને add કરો]