પગરવથી લતપત પૂજા, ગામડા તરફ જવા પગપાળા જ નીકળી પળી હતી. અંતરાળ ગામડું જેથી એક જ બસ અંદર જતી હતી.જે ના માટે પૂજા પેહલાથી જ લેટ હતી.
તો બીજી તરફ ગામમાં માત્ર એક એક સરકારી મોબાઈલ નેટવર્ક હતું તે પણ ઠપ પડ્યું હતું. પૂજા ઘરે ફોન મળાવવા ના બે દીવસ થી પ્રયાસ કરી રહી હતી.
પૂજા ઘરેતો જઈ રહી હતી, તેમ છતાં તેને અજાણ્યો ડર હતો, આજે તે પૂર્ણ રૂપે એક ભારતીય પરિવેશમાં હતી,સુંદર ચેહરો, હિરણી જેવી આંખો, ગુલાબની પંખુંડી જેવા લાલ હોઠ. દાડમની કડી જેવા સુંદર મજાના હોઠ.આજે તેને વેવસ્થિત અંબોળો વળ્યો હતો.તો સલવાર કમિઝ અને નીચે પરંપરાગત ભરત ભરેલી કચ્છી મોજડી પહેરી હતી. અમદાવાદમાં તો, તે જીન્સ,સૉર્ટ, કઈ પણ પહેરતી તો ચાલતું, પણ અહીં પિતાજીનો કડક હુકમ હતો, કે "દાદાજીમાં સામે તેને ડ્રેસમાં જ આવવું" પણ તેને પોતનાં પરંપરાગત વસ્ત્રો ના પેહરવાની છૂટ દાદજી તરફથી મળી ગઈ હતી.
પૂજાના હાથમાં એકં વિલ બેગ હતું, જે તે ખેંચી રહી હતી, તો પાછળ એક કોલજ બેગ પણ હતું, સાઈડ બેગ મળાવી આમ એક સાથે ત્રણ-ત્રણ બેગ લઈ તેને સાતથી આઠ કિ.મી સુધી ચાલવા નું હતું.
આસપાસ હરિયાળા ખેતરો,અને ઠેરઠેર લીમડાના ઝાડ હતા.તો ગાંડા બાવર પણ ખરા.પાકો રસ્તો હોવા છતાં અવર જવર નહિવત હતી. ગામની સુરવાતમાં જ પાણીનો મોટો ટાંકો હતો, જ્યાં ગામની સ્ત્રીઓ પાણી ભરવા માટે આવતી. પૂજાને આવતા જોઇ બધી તેને ઘેરો વળી ગઈ.
ગામમાં એક માત્ર પાકું મકાન પૂજાના પિતાનું હતું,વિશાળ આંગણું ,ગાયો તો ધણમાં ગઈ હતી, પણ નાના-નાના વાછડાઓ, પાડાઓ,મુક્ત રીતે આગણામાં ફરતા હતા.એક તરફ છાણના ઢગલા કરેલા હતા. ટ્રેક્ટર અને બળદ ગાડું પણ હતું.
બારે બિછાવેલાં ખાટલા ઉપર, બા બાપુજી ,દાદા-દાદી બેઠા હતા, દાદા જાડા દોરી બાંધેલા ડાબલા પહેરી દૈનિક અખબાર વાંચી રહ્યા હતા.
થાકેલી પૂજા સુસક આવજમાં બોલી" માં-બાપૂ"
બધા પોતા-પોતનાં કામ મૂકી પૂજા તરફ વળે છે,
સમાન નીચે મુકતાની સાથે જ બાપુજી પૂજાને ભેટી પળે છે.
"સેમાં આવી દીકરા"
"બાપુ પગે જ આવું પડ્યું તમારો ફોન તો..." પૂજા અધૂરું વાક્ય જ બોલી"
પાછળ ખાટલા ઉપર બેઠેલા દાદી બોલ્યાં "અંદર તો આવા દો બિચારી ને"
પુજાની મમ્મી બધું સમાન લઈ ઘરની અંદર લઈ જાય છે,
બાપુ ડનકી મારી પાણીની ડોલ ભરી દે છે.
"પૂજા હાથ મોઢું ધો તારી માં ને કહું તારા માટે ચા-નાસ્તો બનાવી આપે."
સાત-આઠ કલાકના સફરમાં પુજાનો ચેહરો ફિકો જાણતો હતો.
બીજી તરફ બાપુ એ છોકરા પક્ષ વાળાને ફોન કરી આવવાની તારીખ ગોઠવી મૂકી હતી.
"રવિવાર કે છે, આજે હજુ મંગળ થયો"
"પપ્પા આટલા દિવસ મારે અહીં રોકાવાનું? "
"બેટા રોકાઈ જા જે ને, એમ પણ સાતમ-આઠમ ઉપર છે, સીતાળા ના મેળે જઈ આવજે!
"ભલે બાપુ"
કહી પૂજાને પોતનો રૂમ ખોલી આપે છે. પૂજાના આવવાની જાણ તો પહેલેથી જ હતી, એટલે રૂમ એકદમ ચકાચક સાફ થઈ ગયો હતો. રૂમમાં એ.સી. નવું એલ.ઇ.ડી.ટીવી, પુસ્તકો માટે સુંદર કાંચનો કબાટ, જેમાં કોમલને ગમતા વિવિદ્ય પુસ્તકો હતા.
"કેવું લાગ્યું સરપ્રાજ?"
"સરપ્રાજ નહિ સરપ્રાઇ..ઝ, કહો કોમલના બાપુ"
કોમલના ચેહરા પર હળવું સ્મિત આવી જાય છે. આમ અંગ્રેજી બોલતા માં-બાપુને જોઈને.
"બાપુ ગમ્યું, પણ આ બધાની શુ જરૂર હતી?"
"જરૂર છે...છોકરાવાળાને ખબર પડેને કે આ કોઈ એરા ગેરા નથુ ગેરાની દીકરી નથી સામજી મુખીની દીકરી છે"
સમય સાંજના સાતની આસપાસ થયું હશે, ખેતરમાં ઘઉંનો પાક ઉભો હતો, જે તડકામાં સોનાની જેમ ચમકતો હતો.પવન સોર મચાવી રહ્યો હતો.પશ્ચિમમાં ક્ષિતિજરેખા કંડારેલી લાલીમાં આંખને ઠંડક આપતા હતા. ખેતરમાં લીમડામાં છુપાઈ કોયલ ટહુકા કરતી હતી. તો કડબ ઉપર બેઠેલો મોર પણ મસ્તીના મૂળમાં હોય જાણે તેમ કૂદાકૂદ કરી રહ્યો હતો.
ખેતર વચ્ચે ,એક નાનકડો ખીપડાનો માચડો હતો. જેના પર બેસી કોમલ ઉડા વિચારોમાં ખોવાયેલી હતી. આનંદ સાથે ની એ ક્ષણો,આનંદએ આપેલો એ બ્રેસલેટ તે નીરખીને જોઈ રહી હતી.તો બીજી જ ક્ષણે એ ને આંનદ પ્રત્યે ધુણા થાય છે.
" આનંદ તો મને પોતાની સમજતો નથી. મારે પણ આંનદથી દુર થઇ જવું જોઈએ!
આનંદે તો મારી વાત સુધા પણ સાંભળી નહીં.
જે વ્યક્તિ મને સમજતો જ નથી તેના માટે હું આટલી દુઃખી કેમ થાઉં છું, ભાળમાં ગયો આનંદ" બોલતા પૂજાએ બ્રેસલેટ ને હવા ઉછાળી દૂર ફેંકી દે છે.
"હેલ્લો...આનંદ."
"જી આપ કોણ?
"હું અવની બોલું છું"
"દીદી મારે પૂજાના વિષયમાં કોઇ જ વાત કરવી નથી"
"આનંદ પૂજા જતી રહી છે.એક વખત તું મને મળ મારે તને કહી કહેવું છે"
"દીદી મારે હવે પૂજા સાથે કોઈ જ લેવા દેવા નથી"
"ઠીક છે, આનંદ પછી તું જ પસ્તાઇસ, હવે તને પૂજા મળશે ત્યારે તે સિંગલ નહિ રહી હોય!" કેહતા અવની એ ફોન મૂકી દીધો.
"સિંગલ નહિ રહે એટલે? તે કોઈ બીજાની થઈ જશે?
તેણે મને કહ્યું પણ નહિ?
કહે ક્યાંથી મેં તેનીસાથે કેવો વેહવાર કર્યો!
મૈં તેની સાથે ખોટું કર્યુ છે.
આનંદએ પોતનાં ફોનમાંથી પૂજાને ફોન લાગળ્યો.
"તમે જે વો*** નંબરનો સંપર્ક કરો છો તે હાલમાં સ્વીચ ઓફ છે, કૃપીયા કરી થોડા સમય બાદ પ્રયાસ કરો."
પૂજાને ફોન કેમ નથી લાગી રહ્યો?
આનંદ વારમવાર પ્રયત્નો કરી રહ્યો હતો.
કંટાળી તેને અવનીને ફોન કર્યો.
"દીદી;પૂજાનો ફોન કેમ નથી લાગતો."
"હા હું જાણું છું!"
પણ હવે હું કઈજ ના કરી શકું, મૈ તને એજ બાબતમાં વાત કરવા મળવાનું કહ્યું હતું.
પૂજા હવે સગાઈ કરવા જઈ રહી છે."
"દીદી પ્લીઝ એવું ના બોલો, આઈ લવ હર, તમે મને મળો આપણે કોઈ રસ્તો શોધીએ!"
"પાંચ વાગે , ગોપી કોફી સોંપમાં મળીયે.
"હા દીદી થેન્ક યુ"
અધીરો આનંદ સમયથી પેહલા જ આવી ગયો હતો.
તે એજ જગ્યાએ બેઠો જ્યાં હમેશા આનંદ પૂજાને મળવા આવતો...
"આનંદ, બહુ તીખું છે, જલ્દી પાણી આપ પ્લીઝ"
પૂજના આ વાક્યો હજુ પણ યાદ છે, પૂજાના સેન્ડવીચમાં મરચાઓ ભરી દીધા હતા, અને પાણીની બોટલ પણ છુંપાવી દીધી હતી. તે આ ક્ષણો ને યાદ કરી મળખાઈ રહ્યો હતો.
ક્યારે અવની આવીને તેની પાસે બેસી ગઈ જાણ જ ન રહી!
અવની એ ચપટી વગળતા બોલી" હેલ્લો મિસ્ટર. ક્યાં ખોવાઈ ગયા?
આનંદ જાણે ગહેરી તપસ્યા માંથી જાગ્યો..."કહી જ નહિ દીદી"
"પૂજા ક્યાં મળશે. કેમ વાત થશે મારી?ફોન કેમ બંધ આવે છે?" અવનીના આવતા આનંદે પ્રશ્ર્નોની વર્ષો કરી મૂકી.
"વાંક બધો તારો જ છે આંનદ, પૂજા મીરાની જેમ બાવરી હતી તારી પાછળ અને તું! જતા પહેલા આખી રાત રળી છે એ!
એની દયનિય હાલત મારાથી પણ જોવણી નહિ, અને જેને તે પોતાનો કહેતી, એ આનંદ તેને કૉલેજ માં બધા વચ્ચે જલીલ કરી!
"સોરી દીદી, હું ગુસ્સામાં હતો.આઈ લવ હર, આ નીડ પૂજા બેક ઇન માય લાઈફ પ્લીઝ દીદી ડું સમથિંગ."
બોલતા બોલતા આનંદ ગળગળો થઈ ગયો"
"પણ આનંદ હવે તો બધા જ રસ્તા બંધ થઈ ગયા છે, યુ આર ટુ લેઈટ"
"પ્લીઝ દી ,એવું ના બોલો, હું તેને મારા જીવથી પણ વધુ ચાહું છું"
"આનંદ હવે તો તેની સગાઈ છે, હવે આપણે શું કરી લેવાના?
એક સમય હતો જ્યારે આપણે કઈ કરી શકતા હતા.આવી નોબત ન આવી હોત, જો એ સમય તે પૂજાની વાત સામળી હોત તો?આ પેહલી તારી જ ઘુંચવેલી છે, તો તુજ સોલ કર"
"દી એવું નહિ બોલો હું, મોટી આસ લઈ ને તમારી પાસે આવ્યો છું"
"હું તારી કોઈ જ મદદ નહિ કરી શકું,બસ હું તને માત્ર હકિકત જણાવવા આવી હતી. તું અંધારમાં ના રહે આનંદ...થઇ શકે તો ભૂલી જાજે પૂજા ને"
કેહતા પૂજા ત્યાં થી નીકળી જાય છે, આનંદ પોતના આશુંઓ રોકી નથી શકતો....