ફુગ્ગો
અરે બસ, અરે બસ છોકરી વધારે ના ફુલાય રહેવા દે.. હું ફૂટી જઇશ હો...
એટલામાં તો ફુલમતી ચીસ પાડીને ઉઠી ગઈ.
અકુ : શું થયું મમ્મી?
આજુ બાજુ નજર ફેરવીને ફુલમતી બોલી અરે કઈ નઈ બેટા.
શુભ સવાર !
ચલ તું ઉઠ અને બ્રશ કરી ને તૈયાર થઇ જા.
હા મમ્મી
અકુ નહાવીને તૈયાર થઇ જાય છે અને એની મમ્મી ને નાસ્તા નું કહે છે.
જેવી ફુલમતી બહાર આવી ને જોવે છે કે અકુ ના હાથ માં ફુગ્ગો છે અને ફૂલાવાની કોશિશ કરે છે
ફુલમતી : અક્ક્ક્કું નઈ , વધારે નઈ બેટા, વધારે નઈ
નાસ્તાની ડીસ અને દૂધ નો ગ્લાસ નીચે પડી જાય છે અને અકુ ગભરાઈને ફૂલમતી ને ચોટી જાય છે.
અકુ : શું થયું મમ્મી તને ?
ફુલમતી : અરે કઈ નઈ બેટા એ તો તારા પપ્પા....
આટલું બોલીને ફુલમતી શાંત થઇ જાય છે પણ તરત જ અકુ વળતો સવાલ કરે છે.
ફુલમતી : અરે કઈ નઈ બેટા એ તો બહુ પહેલા મેં તારા પપ્પા માટે બહુ ફુગ્ગા ફુલાવ્યા છે ને એટલે...
અકુ હસીને પૂછે છે કે આવું હતું મમ્માં.
ફુલમતી એ સાંભળતા જ બંને જણા ખડખડાટ હસી પડે છે.
ફુલમતી એક એવી પત્ની છે જે એના પતિ ને ખુબ પ્રેમ કરે છે અને માને છે કે કોઈને ખુબ વધારે પડતો પ્રેમ કરીએ તો એ ફુગ્ગા ની જેમ ફૂટી જાય.
ફુલમતી અકુ ને સ્કુલ માં મુકીને આવે છે પણ એક વાત એને પરેશાન કરતી હતી કે
“માણસ ને જેટલો પ્રેમ કરીએ એટલોજ એ ફુલતો જાય છે”
આ બધી વાતો ફુલમતી ના મગજ માં ફરી રહી હતી.
બીજી તરફ અકુ બેગમાં છુપાવેલો ફુગ્ગો સ્કુલ માં કાઢે છે અને ફૂલાવાની કોશિશ કરે છે પણ ફુલતો નથી . થાકીને અકુ તેની બહેનપણી ચકુ ને ફુલાવાનું કહે છે.
ચકુ એ ફુલાવેલો ફુગ્ગો જોઇને અકુ અચંભિત થઇ જાય છે કે ફુગ્ગો આટલો મોટો ફૂલી શકે છે પણ એટલામાં તો ફુગ્ગો ફૂટ કરતો ફટ થઇ જાય છે અને ચકુ ને ગાલ પર વાગે છે.
અકુ રડવા લાગે છે કે એનો ફુગ્ગો ફૂટી ગયો.
ઘરે આવીને અકુ બધી વાત કરે છે અને ફુલમતી ગુસ્સે થઇ જાય છે.
ગુસ્સે થયેલી ફુલમતી ભીત પર લટકાવેલો ફોટો જોઇને કહે છે કે “આટલા જ ફુલાયા હતા ને મેં તમને”
અકુ : અરે મમ્મી શું ગાંડપણ કરે છે.
ફુલમતી : એની જેમ તમે પણ ફૂટી ગયા.
અકુ : અરે મમ્મી બસ કીધું ને..ફૂટી ગયો તો ફૂટી ગયો અમાં શું.
એ તો તારા માટે એક રમવા માટે નું વસ્તુ હતી પણ પેલો ફોટા માં લટકેલો માણસ ખુદ મારી સાથે જિંદગીની ની રમત રમી ગયો બેટા, જિંદગીની રમત.
કોઈને એટલો પણ પ્રેમ ના કરો કે ફુગ્ગા ની જેમ ઉડી જાય કાં તો ફૂટી જાય.
અકુ પણ રડવા લાગી કે મમ્મી ની માનસિક સ્થિતિ સારી નથી અને એને પપ્પા ની યાદ આવી ગઈ.
લાય તારા માટે ફુગ્ગો ફુલાવીને આપું લાય.
ફુલમતી : કોઈ જ જરૂર નથી મને આવડે છે હો.
સારું પણ ધ્યાન રાખજે ક્યાંક ફૂટી ના જાય.
ફુલમતી સરસ ફુગ્ગો ફૂલાવે છે અને તેના પતિ ને આપે છે કે જુઓ મને આવડે છે ફુલાવતા.
પતિ : સારું કર્યું કે એટલોજ ફુલાયો નહીતર ફૂટી જાત.
ફુલમતી સપના માં પોતાના પતિ ને જોઇને ઉભી થઇ જાય છે અને પતિ ની આજ વાત એના મગજ માં રહી ગઈ છે.
મગજ એનું સુન થઇ ગયું હતું અને ભૂતકાળ ની વાતો જ યાદ આવતી હતી.
અકુ પણ ઉઠી ગઈ હતી પણ એણે ફુલમતી ને ખબર પડવા ના દીધી.
ફુલમતી બહાર જઈને એક ફુગ્ગો લે છે અને એને ફૂલાવે છે.
હવા ભરતા ભરતા એની આંખો માં આંસુડા ની ધારા વહેવા ની ચાલુ થાય છે અને ફુગ્ગો ફુલાવીને ફોટા સામે જુવે છે અને બબડે છે કે આટલો જુઓ આટલો પ્રેમ હતો તમારો મારા પ્રત્યે.
અકુ બધું જ જોઈ રહી હતી અને ફુલમતી ની વેદના વેઠી રહી હતી.
એટલામાં ફુલમતી બોલી ઉઠી કે અકુ તું પણ આવી જા અને જો તારા પપ્પા નો પ્રેમ.
અકુ આવે છે અને ફુલમતી ને ચોટી વળે છે.
ફુલમતી એક દોરો લે છે અને અને ફુગ્ગા ને બાંધી દે છે અને ફોટા સામે જોતા કહે છે કે આ જુઓ આ હતો તમારો મારા પ્રત્યે વિશ્વાસ અને અને મારી યાદો જે તમે બાંધી હતી.
અકુ : મમ્મી રડવાનું બંધ કર ને. અહિયાં કોઈ સાંભળતું નથી.
અકુ જાણતી હતી કે ફુલમતી ની માનસિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને સહન કરે છે.
ફુલમતી : ના તું સાંભળે છે ને અને જેને સાંભળવાનું હતું એ તો દોરી બાંધી ને મને હવા ની જેમ બંધ કરીને જતો રહ્યો.
અકુ ફુલમતી ને સમજાવે છે અને રૂમ માં લઇ જઈને સુવાડી દે છે.
બીજા દિવસે સવારે
અકુ : મમ્મી હું તૈયાર થઇ ગઈ છું..નાસ્તો આપો ને.
ફુલમતી : હા બેટા
અકુ : વાહ મમ્મી આજે તો સારી સુગંધ આવે છે ને.
ફુલમતી : હા તારું ગમતું ભોજન બનાવ્યું છે.
ફુલમતી રાત ની વાત ને યાદ કરવા ન હતી માગતી અને અકુ ને રાત્રે રડાવા બદલ માફી માંગે છે.
અકુ : હા પણ મમ્મી. પણ હવે તું ક્યારેય આવું નઈ કરે હો નહીતર હું પણ ફૂટી જઈશ પછી.
ફુલમતી : ના બેટા ના. તારી પેલા તો હું જ ના ફૂટી જાવ.
અકુ : મમ્મી તમે ફૂટસો તો અવાજ આવશે કે નઈ. અને આવશે તો કેવો આવશે ફૂટ કે ફૂટાક.
ફુલમતી : ફૂટ
નાસ્તો કરતા કરતા બંને જણા ખડખડાટ હસવા લાગે છે.
અકુ હંમેશા પોતાની મમ્મી ને ખુશ રાખવા માંગે છે અને એટલે જ એ પણ ફુલમતી ની જેમ ગાંડપણ કરવા માંડે છે.
ફુલમતી ની માનસીક સ્થિતિ ના લીધે એને ઉંઘ પણ આવતી ન હતી અને કોને ખબર હતી કે ફુલમતી એ કીધું હતું એ પ્રમાણે અકુ ફૂટી જાય એ પહેલા ફૂટ જેવો અવાજ ફુલમતી નો આવશે.
બીજા દિવસે રાત્રે પણ ફુલમતી ની એ જ હાલત અને ફોટા ની સામે ઉભી રહીને રાત ના ફૂલાવેલા ફુગ્ગા સાથે ગુસ્સે ભરાયેલી અકુ.
ફુલમતી એ બીજો ફુગ્ગો લીધો અને એને ફૂલાવ્યો અને ફૂટી ગયો.
આંસુડા ની ધારા સાથે ફુલમતી બોલી બસ બેટા આ હતો મારો તારા પપ્પા પ્રત્યે નો બંધન નામ ની દોરી વગર નો પ્રેમ જે ફૂટી ગયો.
ગુસ્સે થયેલી અકુ ફુલમતી ને વઢે છે અને અને જોર થી હલાવીને કહે છે કે મમ્મી તે આજે સવારે તો કીધું હતું કે આવી વાતો નઈ કરું તો પાછું ચાલુ કર્યું ને.
એક પગે લંગડી અકુ ગઈ કાલ રાત નો ફુગ્ગો લાવે છે અને એને ફોડી નાખે છે.
ફુલમતી : બસ બેટા આવીજ રીતે મારો તારા પપ્પા પ્રત્યે નો પ્રેમ ફોડવાથી નઈ પણ વધારે પ્રેમ ના લીધે ફૂટ થયો.
અકુ : નઈ મમ્મી....… નઈઈઈ...
આવી રીતે ન્યુયોર્ક માં પગ ના ઓપરેશન માટે આવેલી અકુ ની જૂની વાતો યાદ આવે છે અને આંખ માં આસું આવી જાય છે અને તેના પતિ ફૂલેર ના સહારા ના ટેકે ચાલતા શિખે છે.
અકુ : પ્રેમ કરવો તો માપ નો પણ ફુગ્ગા ની જેમ નીચે દોરી થી બંધાયેલો વિશ્વાસ, યાદો અને રિસ્પેક્ટ હોવી જોઈએ.
ફૂલેર : હા પણ મારો તો ફટાક અવાજ આવશે હો.
અકુ ઉદાસ મોઢે હલકી સ્માઇલ આપે છે.
***