Prem Amas - 7 in Gujarati Fiction Stories by yashvant shah books and stories PDF | પ્રેમ અમાસ -૭

Featured Books
Categories
Share

પ્રેમ અમાસ -૭

( પ્રેમ અમાસના આગળના ભાગમા જોયું કે અમાસ રજનીના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ રજની ને બાળકીનો જન્મ થાય છે. પુનમ રજની નુ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ચાંદની ના આગમન થી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાન સમાચાર આવે છે. હવે આગળ...)

ચાંદનીના પતિનુ અવસાન થતા ચાંદની તો જાણે વિખેરાય ગઇ. અચાનક આવી પડેલા આઘાતથી શોકની દુનિયામાં ડુબી ગઇ. આ બાજુ તેને બાર દિવસ હવે તે બિલકુલ ઘરમાં જ રહેવાનું હતું તેથી પુનમ અને રજની અવારનવાર લૌકિક વ્યવહાર ખાતર ચાંદનીના ઘરે જતા આવતા થવા લાગ્યા. એક મિત્ર તરીકે બન્ને તેની સાથે વધુ ને વધુ સમય સાથ આપીને તેને શોકમાથી બહાર લાવવામાં મદદ કરતાં હતા.

અમાસ અને ચાંદનીના સંબંધથી પુનમનુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ. બન્ને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ જાણે બાસ્પીભવન થઈ ગયેલ. બન્ને વચ્ચે માત્ર સમાજની નજરે દેખાતો હતો તે દેખાવનો જ સંબંધ રહેલ. પુનમ તો જાણ્યે અજાણ્યે ચાંદની તરફ એટેચ થવા લાગેલ. પુરુષ સામાન્ય રીતે સ્ત્રીઓની બાબતમાં બહુ ભોળા સાબિત થતા હોય છે. કોઈ સ્ત્રી તેની સાથે વધારે હસીને વાત કરે કે થોડી પણ લાગણી બતાવે તો પુરુષ તે સ્ત્રી પર ઓળઘોળ થઈ જાય છે.

તે પોતાનું સર્વસ્વ લુટાવા તૈયાર થઈ જાય છે. રજનીની ગેરહાજરીમા ચાંદની એ પુનમ ને કંપની આપી અને થોડા પ્રેમથી સાથ આપ્યો તો પુનમ તેના તરફ ઢળવા લાગેલ. અચાનક ચાંદનીના પતિના અવસાનના સમાચારથી પુનમ ને પણ શોક લાગેલ. અને ચાંદની પર આવી પડેલ દુખથી પોતે પણ દુખી થઈ ગયેલ. ચાંદનીના આ કપરા સમયમાં મારે તેની સાથે રહેવું જોઇએ સમજી ને પુનમ ચાંદની સાથે વધારે ને વધારે સમય કંપની આપવા લાગ્યો .

પતિ પત્નીનો સંબંધ પણ કેવો નાજુક સંબધ હોય છે. આ એક અલગ જ સંબંધ હોય છે. બે અલગ અલગ પરિવારમાથી આવેલ અલગ અલગ વ્યક્તિ જીવનભરના સંબંધમા બંધાયેલ હોય છે. બન્ને ને એક મેક નેઓળખવામા ને સમજવામા જ જીવન પુરુ થઈ જાય છે. હમેંશા બન્ને જયારે એક બીજાને પરસ્પર બરાબર જાણતા અને સમજતા થાય ત્યાં સુધી મા તો કદાચ જીવનના આખરી પડાવ સુધી પહોંચી ગયાં હોય છે. સમાજમાં લગ્ન સંબંધથી બન્ને બંધાય તો જાય છે પણ દિલથી અને મનથી પરસ્પર જોડાતા જોડાતા ઘણું ખરું જીવન પુરુ થઈ ગયુ હોય છે.

***

ये जीवन है इस जीवनका यही है रंग रुप

थौडे गम है थौडी खुशीया यही है यही है रंग रुप...

ચાંદની મોબાઇલ પર ગીત સાંભળી રહી છે. ખરેખર જિંદગી એવી જ છે ને...!

કોલેજ સમયમા અમાસ સાથે સંબંધ બંધાયેલ. થોડી મસ્તી થોડી મજાક ભરી જિંદગી વિતાવી ત્યાં એ લાઇફ કયારે પૂરી થઈ ગઇ ખબર જ ના પડી. માતા પિતાના વિરોધ ના કારણે અમાસ સાથે લગ્ન ન થયાં પરંતુ દિલ તો અમાસ પાસે જ રહેલું. મજબુરીમા આકાશ સાથે લગ્ન કરી મુંબઈ જવુ પડેલ. બે ત્રણ વર્ષના સુખદ લગ્ન જીવનથી ચાંદ નો જન્મ થયો ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ મા બન્યા પછી જાણે પોતે “ચાંદની” જેવી ખુબસુરતી જે પહેલાં હતી તે ગુમાવી દીધી. તેથી આકાશ પણ પોતાના બીઝનેસમા વધારે ધ્યાન આપવા લાગેલ અને પોતાના તરફ આોછુ તેવુ તે મહેસુસ કરવા લાગેલ. એવામા પોતાના પુરાના યારનુ મુંબઇમા એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ ને કારણે આવવાનુ વધવા લાગ્યું. બન્નેની ફરી મુલાકાત ફરી થવા લાગી. એક તરફ આકાશનુ પોતાના તરફ ઓછુ એટેનસન અને બીજી તરફ અમાસનુ મુંબઈ આવીને મળવાનું વારંવાર થવા લાગતા પુરાની પ્રિત ફરી નવપલ્લવીત થવા લાગી.

ચાંદની અને આકાશ પણ લગ્ન બંધનમા બંધાયેલ. તેથી સમાજની નજરે બન્ને સાથે હતા પરંતુ મનથી અને દિલથી એટલા મજબુત નહીં જોડાયેલ. તેમાં જયારે અમાસનુ આગમન તેમની વચ્ચે થયુ ત્યારથી બન્ને પતિ પત્ની વચ્ચે અંતર વધવા લાગ્યું. ચાંદની પોતાના પુરાના પ્રેમી તરફ વળવા લાગી. અમાસને તો પોતાનો પુરાનો પ્રેમ મળતાં ખુબ જ ખુશ હતો. પોતાની પાસે યુવાની ધન સમય બધું જ હતું ન હતું તો તેને પ્યાર કરનાર વ્યક્તિ. ચાંદની અને તેનુ દિલ તો પહેલાં થી જ મળેલ. હવે તે એક બાળકની માતા છે અને એક અન્ય વ્યક્તિની પત્ની છે. તેનાથી તેને કોઈ જ ફરક નહોતો પડતો. બન્ને વચ્ચે ફરી પ્રણય લીલા સરુ થઈ ગઇ. બન્ને અવારનવાર મળવા લાગ્યા. પણ લગ્ન પહેલાં જે પરસ્પર પ્રેમ હતો તે હવે સમાજ નજરે પ્રેમ ન કહેવાતા પાપ કહેવાય. અને પાપ વહેલુ મોડુ છાપરે ચડીને પોકારે જ્ મતલબ ગમે તેટલું છુપાવવામાં આવે બહાર આવ્યાં વગર ન જ રહે. બન્ને વચ્ચેની પ્રેમ કથા લોકોની નજરમાં આવવા લાગી. બન્નેને એ વાતની જાણ થતાં જ હવે નીયમીત મળતા રહેવાનુ તેમના માટે અઘરુ થવા લાગ્યુ. પરંતુ તેઓને એકબીજા ને મળ્યા વગર ચાલતુ ન હતુ. આખરે તેનો કાયમી ઉકેલ લાવવા બન્ને એ એક પ્લાન બનાવ્યો. આકાશ ને ખબર ન પડે તે રિતે અમાસે પોતાની વગથી સાઉદી અરબની એક કંપની મા સારી નોકરીની લાલચ આપીને તેને ત્યાં ગોઠવી દીધો. આકાશના સાઉદી અરબ જવાથી ચાંદની અને અમાસનો બન્ને નો માર્ગ મોકળો થઈ ગયો. બન્ને ખુલ્લેઆમ મળવા લાગ્યા જયાં જુવો ત્યાં સાથેનેસાથે ફરવા લાગ્યા. આ વાતની જયારે ચાંદનીના સાસુ સસરાને ખબર પડતાં તેના તરફથી ચાંદની ને રોકવામાં આવી. પણ ઇશ્ક જેનું નામ તે કોઇથી રોકયો શી રિતે રોકાય. આખરે તે સાસુ સસરા સાથે મોટો જગડો કરીને મુંબઇ છોડી કાયમ માટે સુરત પિયરમા પરત આવી ગઇ.

પુનમ અને રજની અવારનવાર લૌકિક વ્યવહાર ખાતર ચાંદનીના ઘરે જતા આવતા થવા લાગ્યા. એક મિત્ર તરિકે બન્ને તેની સાથે વધુ ને વધુ સમય સાથ આપીને તેને શોકમાથી બહાર લાવવામાં મદદ કરતાં હતા. આ દરમ્યાન બે ત્રણ વખત અમાસ પણ ચાંદનીના ઘરે અચાનક સંજોગવસાત ભેગો થઈ ગયો. શરુઆતમાં તો પોતાની જેમ જ એ પણ એક મિત્ર ની જેમ ફરજરુપે અહિ આવતો હશે તેવુ જણાયુ. પરંતુ જયારે મુલાકાત નુ પુનરાવર્તન થવા લાગ્યું ત્યારે ચાલાક રજની ને દાળમાં કઇંક કાળુ જણાતા તેણે અમાસ પર વોચ રાખવાનુ શરુ કર્યું. તેનો શક સહી નીકળ્યો. ચાંદની અને અમાસ વચ્ચે પહેલાંના પ્રણય અંકુર ફરી થી નવ પલ્લવિત થઈ ગયા હતા. પોતે જયારે પિયરમા ડિલિવરી માટે હતી અને અમાસે પોતાના તરફ ધ્યાન ઘટાડીને જેના તરફ અમાસ વળેલ એ સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ ચાંદની હતી. અને કેમ ન હોય કારણ ચાંદની તો અમાસનો પ્રથમ પ્યાર હતો. ચાંદની પણ અમાસને જ કોલેજ સમયથી જ પ્રેમ કરતી હતી. એ તો જ્ઞાતિ ભેદને કારણે પોતાના પરિવારના વિરોધથી બન્ને એક નહીં થઈ શકેલ. હવે તો બન્નેને મળતા રોકનાર કોયજ નહી રહેલ. બન્ને હવે નિયમીતરુપે મળવા લાગેલ.

આ તરફ રજની ને ચાંદની અને અમાસના સંબંધ ની જાણ થતા રજની ને જલન થવા લાગી. પોતે મનથી પોતાનો માનેલ અમાસ ચાંદની સાથે શી રિતે રહી શકે. પોતે અમાસ ને ચાંદની નો તો નહીં જ થવા દે. મનોમન નક્કી કરી રજની એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી અમાસ અને ચાંદની છુટા પડી જાય. પોતે પણ પુનમ થી મુક્ત થઈ જાય અને અમાસ સાથે આરામથી રહી સકે.

( એક સ્ત્રી પોતાની જેલસીથી શુ કરે છે. રજનીનો શુ પ્લાન છે. પુનમ અને અમાસ સાથે શુ કરે છે..? જાણવા માટે પ્રેમ અમાસ આગળ વાંચતા રહો અને વાર્તા આપને કેવી લાગે છે તે આપના અભિપ્રાય લખી જણાવતા રહો. આપના મંતવ્યની પ્રતિક્ષામાજ )

- આકાશ.યશવંત શાહ.