Adhinayak - 3 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક (novel) (political thriller)

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

અધિનાયક (novel) (political thriller)

SCENE: - 3

ગુજરાત high court ના 1995-97 કોમીરમખાણોના 27 cases માંના એક case માં બોઘારામ સોલંકી ને દોષિત ઠેરવીને આજીવન કારાવાસ અપાતા CM house. બોઘારામનો MLA bungalow. new કોબા circle પર આવેલ “શ્રી અભિનવમ્” AGP કાર્યાલય તેમજ ગુજરાતભરના AGP કાર્યાલયોમાં સન્નાટો પ્રવર્તિ રહ્યો હતો. કોઇપણ કાર્યકરનો contact કરવો media માટે મુશ્કેલ થઇ ગયો.

- જ્યારે પૂર્વ અમદાવાદના ખડિયા વિસ્તારમાં આવેલ બૂખારાની પોળ ખાતે આજે જશ્ન જેવો માહોલ હતો, સૌ પોળવાસીઓએ પોળને ખૂબ સજાવી હતી, પોળની સાફ-સફાઇ કરીને સુંદર બનાવી હતી, હજુ તો નવરાત્રીને સમય હતો ને પોળમાં દિવાળી જેવો માહોલ હતો અથવા કહો કે ઈદ જેવો માહોલ હતો. સાંજ થતાં પોળવાસીઓ ખાલાજાન તસ્લિમા ની રાહ જોઇ રહ્યા હતા ત્યા જ 20-25 લોકો સાથે ખાલાજાન આવતાં દેખાયા, પોળવાસીઓ ખુશ થતાં ઝૂમી ઉઠ્યાં, ચિચિયારી પડવા લાગ્યા, ઢોલ-નગારા વાગવા લાગ્યા, ફટાકડા ફૂટવા લાગ્યા, ખાલાજાન આવતાં જ તેમના પગે લાગવા લાગ્યા.

“બસ કરો, ભાઇઓ! બસ કરો!” હસતાં ચહેરે હાથ ઊંચા રાખી ખાલાજાન તસ્લિમા જાફરી સૌને ઉદ્દેશીને બોલ્યા, મહેદી કરેલા પણ દૂપટો ઓઢેલા વાળ, લંબગોળ મોટો ભાવવાહી ઘઉંવર્ણો ચહેરો, ઊંચા લાંબા પહોળા બાંધા પર સલવાર-કમીઝ પહેરેલું. તેમની સાથે પોળના આગેવાનો. વકીલસાહિબા ઊભા હતા, ”આપણે એવી કોઇ ફતેહ મેળવીને નથી આવ્યા કે જશ્ન કરવું પડે, આ જશ્નનો નહી, આગળની તૈયારીનો સમય છે. આપણા જીવનની હિફાજત માટે કુરબાની આપનારાઓ, આપણા રિસ્તેદાર અને મજહબ માટે મરી ફિટનારાઓને હજુ ન્યાય નથી મળ્યો, હું કોઇ એક મજહબની વાત નથી કરી રહી, આપણા સૌનો મજહબ તો એક જ છે ઇન્સાનિયતનો મજહબ! આ ન્યાય મેળવવા આપણે હજુ ઘણી મંઝિલ કાપવાની છે. આ જશ્નનો નહી, તૈયારીનો સમય છે ગુનેગારો ને સજા અપાવવાનો સમય છે. નિર્દોષોને બચાવવાનો સમય છે. તમારે જશ્ન કરવો હોય તો સૌ પોળવાસીઓને સાંજનું ભોજન મારા ઘરે કરાવાનું! ચાલો!” સૌ ખાલાજાનની વાતો સાથે સહમત થતાં ખાલાજાન સાથે પોળમાં પ્રવેશ્યા. સામસામેના હારમાળાવાળા ઘરોમાં સૌથી છેલ્લું મકાન તસ્લિમા ખાલાજાનનું હતું. ખાલાજાન સાથે તેમના પરીવારના સભ્યો. વકીલસાહિબા સહિત ઘરમાં પ્રવેશ્યા. 3 માળનું ઘર, ઘરના દરવાજામાં પ્રવેશતાં જ ચોક, ચોકની આગળ દરવાજા પાંસે તસ્લિમા ખાલાજાનનો હિંચકો, ચોકની ફરતે ઓરડીઓની હાર, જમણી બાજુ રસોડું, પુજા-નમાઝ માટેની ઓરડી, ચોક સામે કોઠાર ઓરડો, ડાબી બાજુ મહેમાન-વડિલો માટે તેમજ વિદ્યાથી માટે ઓરડી, પછીનાં બન્ને માળમાં ભાડુત રહેતા હતા. તસ્લિમા ખાલાજાન આવતાં સાથે જ હિંચકે બેઠાં, એક યુવતી રસોડે ગઇ, બાકી બધા હિંચકા સાથે ખુરશી-ખાટલા લઇને બેઠાં.

“નફીસાબાનુ! તમે supreme court માં ઇશરતના અબ્બાજાનને ત્થા અન્યોને high court એ ફટકારેલી આજીવન કારાવાસની સજાને પડકારતી petition કરી? હજુ સુધી અમને notice કેમ નથી મળી?” તસ્લિમા ખાલાજાને વકીલસાહિબા નફીસાબાનુને પૂછ્યું. નફીસાબાનુ નીચું જોઈ રહી.

“કેમ વકીલસાહિબા! ચૂપ કેમ છો?” ખાલાજાન પાસે બેઠેલા પઠાણી કુર્તા-પાયજામાવાળા અકરમે પૂછ્યું, નફીસાબાનુ તો પણ ન બોલી.

“કોઇ દિકકત હોય તો બોલોને...”

“ખાલાજાન...” નફીસાબાનુ બોલવા ગઇ પણ અટકી ગઇ.

“નફીસા! શું તમે આ case છોડવા માંગો છો?” તસ્લિમા ખાલાજાને સીધું પૂછી લીધું, બધા સ્તબ્ધ થઇ ગયાં, નફીસા તોયે ન બોલી, ચૂપ રહી, “સમજી ગઇ, તમારે case છોડવો છેને? છોડી દો...”

“ખાલાજાન! મને ખોટી ન સમજતાં, પણ, આ case અંધારામાં તીર ચલાવવા જેવું છે તીર લાગે યો દિવા થાય. ન લાગે તો આંધળા થાય! અબ્બાજાન પહેલેથી જ નારાજ છે, મારી office માં પથ્થરમારો થાય છે, તમારા પર પણ જાનનું જોખમ છે, વળી, આ case માં તો political party જોડાયેલ છે એટલે મને હવે...” નફીસા માંડ-માંડ કારણો આપી શકી.

“એ ______!” સાવ યુવાન લાગતો વહાબ નફીસા ને ગાળ દેવા લાગ્યો, jeans-pant વાળા વહાબને હજુ મુછોનો દોરો પણ નહોતો ફૂટ્યો, જોકે, અમ્મીજાન તસ્લિમાએ તેને રોક્યો.

“ભલે! નફીસા! તમારી વાત હું સમજી શકું છું. તમે case છોડી દો, વાંધો નહી. બસ! અમે તમને જેટલા પણ documents આપ્યા છે, એ પાછા આપવામાં ઢીલ ન કરતાં. please!!”

“હાં! ખાલા! તમે ફિકર ન કરો, હું તમને બધા documents આપી દઇશ..” નફીસા ઊભી થતી બોલી ઊઠી. તેણી જતી રહી. પણ. ખાલાજાનના ઘરમાં સન્નાટો છવાઈ ગયો.

“ઇશરત ક્યાં ચાલી ગઇ...” અચાનક યાદ આવતાં તસ્લિમા ખાલાજાન બોલી ઉઠ્યાં, અલબત્, તેઓ જ્યારે આ પૂછ્યું ત્યારે જ ઘરનાં ત્રીજા માળે પાતળી પરમાર જેવી લાંબી શ્યામવર્ણી, ચુડીદાર પહેરીને ઊભેલી ઇશરત mobile માં chatting કરવામાં વ્યસ્ત હતી. જોકે વારંવાર કોઇ જોઇ ન જાય તેનું પણ ધ્યાન રાખતી હતી. વારંવાર આવતાં જવાબથી મલકાઇ જતું ને જવાબ send કરીને મન પોરસાઇ જતું.

“ઇશરત અમ્મીજાન બોલાવે...” અચાનક સીડી પાસે જ વહાબની રાડ સંભળાઇ, ઇશરત ભડકી અને mobile પડતાં-પડતાં રહી ગયો. દૂપટ્ટો સરખો કરીને નીચે ગઇ. એક બાજુ ઇશરત આવતી હતી ને બીજીબાજુ દરવાજે police આવી પહોંચી.

“હું satellite police station નો PI પ્રભાતસિંહ જાડેજા! પોળના મોભીને મળવા ઇચ્છું છું.” PI જાડેજાએ ઓળખાણ આપી. તસ્લિમા ખાલાજાને અંદર બોલાવ્યા.

“PI સાહેબ! આ પોળનો દરેક ઇન્સાન પોળનો મોભી છે. બોલો! શું કામ છે?” તસ્લિમાખાલાએ જવાબ વાળ્યો. PI જાડેજા તેમની સામે બેઠા. પોતાના આવવાનું કારણ જણાવ્યું.

“PI સાહેબ! અમે મગન સોડાવાળાને સારીરીતે ઓળખીએ છીએ. રાજકારણીઓનો પીઠું છે. ઇશરતના અબ્બાજાન સાથે તેની મિત્રતા હતી પણ અમે સામાન્ય માણસો એટલે ઇશરતના અબ્બાજાન તેનાથી દુર રહેવા પ્રયાસો કરતાં. વર્ષો બાદ અશોક રૂપાળા ખૂન case માં નાસતો-ફરતો પોળમાં ઘુસ્યો ત્યારે અમે ઇન્સાનિયત નાતે પનાહ આપી હતી, પણ, જ્યારે એણે મારી દિકરી પર નજર બગાડી ત્યારે ના-છુટકે અમારે police હવાલે કરવો પડ્યો. ત્યારથી એ પોળમાં આવ્યો નથી ને આવે તો અમે police ના હવાલે કરી દઇએ...” તસ્લિમાખાલાએ સફાઇ આપી. ન જાણે કેમ PI જાડેજાને તેમના પર વિશ્વાસ બેઠો અને તેઓ પાછા જતાં રહ્યા. હવે સૌ રસોઇ કરવામાં લાગી ગયા.

“અમ્મી!! શું કામ પડો છો આ બધા જફામાં? આપણે અબ્બાજાન. ચાચાજાનને સજા થતાં ન રોકી શક્યા તો પછી આપણે બીજા બધાંને બચાવવા ને ગુનેગારોને સજા કરાવવા શા-માટે પડવું જોઇએ? અમ્મી! આ કારણે તો મારો નવો mobile નથી આવતો. મારા નવા કપડાં top-laggings, ear-rings...! કશું જ નથી લેવાતું...” ઇશરત અમ્મી પાસ આવતાં જ ફરીયાદ કરવા લાગી. અલબત્. આ તો દરરોજનું હોય તેમ તસ્લિમાબાનુ તેણીને ગળે લગાવી વ્હાલ કરવા લાગી.

“અરે! મારી ઇશરત! આ કાંઇ જફા ન કહેવાય. નૈકી કે’વાય નૈકી! બીજાના ભલા માટે જીવવું એ જ અલ્લાહની બંદગી છે. ઇશરત! મને ખબર છે તારી પણ ઝિંદગી છે તારી પણ ઇચ્છાઓ. મહત્વાકાંક્ષાઓ છે. પણ. બેટા! તું ચિંતા ન કર. તારા માટે મારી પાસે જે મૂડી છે તે તારા નિકાહમાં હું આપી દઇશ. પણ. અત્યારે મારી પાસે તું...,” તસ્લિમાબાનુ દિકરીને મનાવવા મથતાં હતા.

“વાંધો નઇ, અમ્મી! હું રસોડે જાઉં...” અલબત્. ઇશરત નાખુશ નહોતી. તેણી રસોડે ગઇ. એક માઁએ પોતાની- પોતાના પરીવારની-પોળની ઝિદંગી. સુખ તેમજ સંપતિને કોમીરમખાણ ના પીડીતોના ન્યાય માટે ન્યોચ્છાવર કરી દિધી.

- “આ માત્ર એક ઘટના નથી કે વકીલો જતાં રહ્યા હોય, આ સિલસિલો 17 વર્ષથી ચાલ્યો આવે છે, હવે તો મને પણ લાગે છે કે ઇન્સાફ મળશે કે કેમ? દરવખતે વકીલોની office ના ચક્કર ખાવા. Case લડવા મનાવવા. સાબિતીઓ લાવવી. પૈસા તૈયાર કરવા. ગાળો પણ ખાવી. પાછું court લઇ જવા private વાહનો-તેના ખર્ચા. વારંવાર Xerox પર Xerox...! Court ગયા પછી જજસાહેબની તારીખો પર તારીખો.. એક અક્ષરની ભૂલ હોય તો પણ તારીખ. જામીન પર જામીન. તેના વિરોધ કરવામાં 17 વર્ષ નિકળી ગયા. મને ખબર હતી કે આ બધું થવાનું જ છે. પણ મેં માત્ર એક પર વિશ્વાસ રાખ્યો છે. એ છે ઇન્સાનિયતનો મજહબ! ક્યારેક તો આવશે એ ફરિશ્તો. જે ઇન્સાનિયતના દૂશ્મનોને સજા અપાવશે. ક્યારેક તો આવશે એ ફરિશ્તો જે માણસ ને માણસ તરીકે જોશે...મને વિશ્વાસ છે મારાં અલ્લાહ પર...” એક છ દાયકા પસાર કરી ગયેલી વૃદ્ધાની આંખોમાં પીછેહઠના આંસુ તો હતા પણ વિશ્વાસ નહોતો ગુમાવ્યો. થાક તો હતો પણ નુર નહોતું ગૂમાવ્યું. પોળના માણસો પોતાના આ વૃદ્ધ ખાલાજાન પર વિશ્વાસ ધરાવતા હતા. તેઓ માત્ર રાત્રે જમવા નહોતાં આવ્યા. પણ. વૃદ્ધાના વિશ્વાસને મજબૂત કરવા આવ્યા હતા. આમપણ. જ્યાં પૈસાની સંપતિ ન હોય ત્યાં જ પ્રેમ. વિશ્વાસ. સહકારની સંપતિ હોય.

***

- એક મોટું ઝાંખુ-ઝાંખું દેખાતું ખેતર! બાળકો રમી રહ્યા છે, અચાનક કોઇ blast થયાનો અવાજ આવ્યો, છોકરાંઓ એક આધેડ સાથે ખેતર તરફ દોડ્યો, જઇને શું જુએ? કોઇ વ્યક્તિ car આગળ ઊભો રહીને car તરફ ગોળીઓ ચલાવી રહ્યો હતો, car ભડકે બળતી હોવા છતાં એ વ્યક્તિ ગોળીઓ ચલાવતો-ચલાવતો રાક્ષસી રીતે હંસી રહ્યો હતો, તેની પીઠ જ દેખાય રહી હતી, જાણે કે black & white picture! સળગતી-ભડકે બળતી car ની અદર હજુ જીવવાની આશા લઇને બહાર હાથ લંબાવી રહેલો વ્યક્તિની આકૃતિ અસ્પષ્ટ દેખાય રહી હતી, ત્યારે ચલાવેલી ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો, સામે car માં મરી રહેલી વ્યક્તિની ચીખ સંભળાય રહી હતી અને અચાનક એ car blast થઇ ગઇ...

“નહિં...” અચાનક સ્વપ્ન તુટી ગયું, ગાઢ અંધારામાં યુવરાજ પથારીમાં બેઠો થઇ ગયો.

“મોટાભાઇ...” પાસેની પથારીમાં સુતેલો અધિવેશ જાગી ગયો, જોયું તો યુવરાજ પથારીમાં બેઠો હતો, અધિવેશ ઊભો થઇને તેની પાસે ગયો, ખભે હાથ મુક્યો તોયે યુવરાજને ખ્યાલ નહોતો આવ્યો, “મોટાભાઇ..”

“હ..હ...હ” યુવરાજને તંદ્રા આવી ગઇ હોય તેમ અધિવેશને જોઇને બોલ્યો.

“શું થયું?” અધિવેશે પુછ્યું, પણ, યુવરાજ વિચારે ચડી ગયો, આ વાત અધિવેશને કરવી કે નહિં, “મોટાભાઇ...” યુવરાજે ફરીથી અધિવેશ સામે જોયું, “શું થયું, બોલોને, યાર!”

“કાંય નહિં! સપનું ખરાબ આવતાં જાગી ગયો, બીજી કોઇ વાત નથી..”

“R u sure?” અધિવેશને વિશ્વાસ નહોતો.

“હાઁ! યાર! પાક્કું! Sure! હવે તું સુઇ જા.”

“ઠીક છે, કોઇ problem હોય તો ક્યો! બાકી આપણને પાછળથી ખબર પડી કે તમે dream girl ના સપનાં જોઇ રહ્યા હતા ને મને ન કહ્યુ તો તમારી ખબર તો દાદાજી લેશે..”

“અરે ના! યાર! કોઇ ડ્રિમ-ત્રિમ girl નથી, હવે મને સુવા દે..” યુવરાજે કંટાળીને અધિવેશને ધક્કો માર્યો, અધિવેશ હસતો-હસતો પોતાની પથારીએ પડ્યો, યુવરાજ પણ આડો પડ્યો, હવે એ અધિયાને કેમ સમજાવે કે આ સ્વપ્ન તો તેને રોજનું થયું, શામાટે આવે છે? શું કારણે આવે છે? એની કોઇ સમજ નથી પડતી.

***

- સવાર થઇ, બન્ને ભાઈઓ સહેલ કરવા-walking કરવા નીકળી પડયા, આ બાજુ અભિનવ ઉઠ્યો તો ખરો! પણ, treadmill નો આદતી અભિનવ ઘરમાં treadmill શોધવા લાગ્યો, નકુળ આ બધું જોતો હતો.

“કેમ અભિનવ! લાગે છે સવારથી તમે જે શોધો છે એ તમને મળતું નથી..” નકુળ garden માં આંટા મારતાં અભિનવ પાસે જઇને પૂછ્યું.

“અરે! નકુળભાઇ!” અભિનવ પોતાના મોટા લાંબા વાળ રમાડતો બોલ્યો. “શું છેને હું fitness માં ખૂબ awareness રાખું છું પણ. આજે...”

“સમજી ગયો. અભિનવ! ચાલો. મારી સાથે...” નકુળ અભિનવને સાથે લઇ ગયો. મકાનની પાછળ garage ની પાસે જ નકુળની personal gym માં લઇ ગયો. જ્યાં treadmill. pull-up bar. squat station. incline bunch press વગેરે equipment જોઇ અભિનવ તો આભો થઈ ગયો. અભિનવ દોડતો treadmill માં ઊભો રહી ગયો ને દોડવા લાગ્યો.

“વાહ! નકુળભાઇ! વાહ! શું gym છે. યાર!” નકુળના વખાણ કરવા લાગ્યો. સાથે-સાથે નકુળને પોતાની કસરત દેખાડવા એટલે જરા વધારે જોર કરવા લાગ્યો. નકુળ પણ Pac-deck machine માં બેસી ગયો.

“અભિનવ! ગઇકાલે તમારા પર attack કરનારા ચારેય પકડાઇ ગયા.” નકુળે ડબકુ મૂક્યું.

“શું? Police એ ચારેયને પકડી લીધાં...” અભિનવથી બોલાય ગયું.

“કેમ? નહોતાં પકડાવા જોઇતા?” નકુળ બોલી ઉઠ્યો, અભિનવ ગેગેફેફે કરી ગયો.

“ગભરાવ નહી. અભિનવ! એ ચારેયને police એ નહીં. પણ. બાપુના માણસોએ પકડ્યા છે. ચારેયે કોઇનું નામ લીધું નથી અને કદાચ લેશે પણ નઇ...”

“કેમ..કેમ..કેમ?” અભિનવ સમજ્યો નહીં.

“હવે એમાં શું છેને. અભિનવ!” નકુળ Pac deck machine થી બહાર આવી અભિનવ પાસે ઊભો રહી ગયો. અભિનવનું treadmill અટકી ગયું, “મારા બાપુનો simple funda. છે જ્યાં સુધી તમે નડો નઇ, ત્યાં સુધી એ તમને નડે નહી... બસ! બાપુનું એક જ સ્વપ્ન છે ગૃહમંત્રી બનીને રાજ્યની સુરક્ષા મજબૂત કરવી...” નકુળે શર્ત મુકી. અભિનવ સમજી ગયો. અલબત્. તે કાંઇ બોલે તે યુવરાજ-અધિવેશ આવતાં દેખાયા. અધિ તો dumbbells હાથમાં લઇને exercise કરવા લાગ્યો.

“Gym ખૂબ સરસ છે. નકુળ!”

“Thank you! યુવરાજભાઇ! આમ તો બાપુએ પોતાના માટે gym બનાવ્યું’તું. પણ. આળસના કારણે ક્યારેય regular gym ન કરી શક્યા. mummy તો આ બધા equipments વેચી નાખવાના હતા. પણ. મેં જ તેમને રોક્યા ને regular exercise કરવા લાગ્યો. આજે જુઓ. I’m fit...” નકુળ આભાર માનતા બોલ્યો.

“અભિ! અમે તો આજે નિકળી જવાના છે. તારો શું વિચાર છે...”

“કેમ યુવરાજભાઇ? અમારી સાથે ન ફાવ્યું?”

“અરે! ના! ના! નકુળ! એવું નથી. પણ. મારે હવે party નું કામકાજ સંભાળવાનું છે અધિને M.com. નું last semester છે એટલે તૈયારી કરવી પડે...! અને ખરેખર! નકુળ! અહીં આવીને fresh અનુભવું છું...” યુવરાજ પાસે પાછા જવાનાં કારણો તૈયાર જ હતા.

“યુવરાજ! હું તો નકુળ-નરૂભા સાથે આવીશ...” અભિનવે પોતાનો જવાબ આપ્યો.

- યુવરાજ-અધિવેશ ત્યાં વધારે ન રોકાયા, ઘરે ગયા, સામાન તૈયાર કર્યો, પછી નરૂભા સહિત સૌની સાથે નાસ્તો કર્યો. નરૂભએ આગ્રહ કર્યો તોપણ યુવરાજે સવિનય અસ્વિકાર કર્યો. ત્યાથી નિકળીને દ્વારકા આવ્યા. કાર્યકરો તેમાં પણ દ્વારકા પહેલીવાર આવ્યા ત્યારે બટુકસિંહનો આત્મિય વ્યવહાર યુવરાજને સ્પર્શી ગયો હતો એટલે બટુકસિંહને ખાસ મળવા ગયો. ખરેખર. યુવરાજ હાલમાં જ અભિનવ ગુજરાત પક્ષનો પ્રમુખ બન્યો હતો પણ તેનામાં સાહેબપણું આવવું મુશ્કેલ હતું. નાના માણસો પ્રત્યેનો તેનો લગાવ દિવ્યલોક દરબારને આભારી હતો. 2-3 કલાક ત્યાં રોકાયા. યુવરાજનુ મન વધારે રોકાવું હતું પણ ત્યાં જ દેવિકાબહેનનો માઠા સમાચાર આપતો call આવ્યો.

***

-સવાર થવામાં હજુ સમય હતો. અનિતાબહેન અચાનક જાગી ગયા. કોઇ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તેમ ચારેબાજુ જોઇ રહ્યાં. અંધકારમય વાતાવરણમાં શું દેખાય? પણ. પડખે Mr મહેતા ન હતાં. અનિતાબહેન ગભરાયા. ક્યાંક ફરીથી એ સ્વપ્ન નહી આવ્યું હોયને? અનિતાબહેન પથારીમાંથી બહાર આવ્યા. Room માં આજુબાજુ જોયું, બહાર ફળીયામાં કોઇ ન દેખાયું, હવે તેઓ ખરેખર ગભરાયા, ડેલો ખોલી બહાર આવ્યા. ગામ આખું સુમસામ ભાસતું’તું, ક્યાંક-ક્યાંક કુતરાઓ ભસતા’તાં. અનિતાબહેન ઝડપથી ચાલવા લાગ્યા. ગામના ભૂગોળથી ખાસ પરીચિત ન હોવા છતાંય આમતેમ પગ ઉપડતાં ગયા. નાના એવું ગામ આજે મોટુ લાગી રહ્યું હતું. ખાસ્સા ફર્યા બાદ ગામના છેવાડે નદીકિનારે પહોચ્યા. ત્યાં એક પથ્થર પર Mr મહેતા બેઠાં હતા. બન્ને હાથ વચ્ચે માથું મુકીને નીચી નઝરે બેઠા હતાં. અચાનક ખભા પર હાથ મુકાયો. તેમણે ઊચું જોયું.

“..પાછું એ જ સ્વપ્ન આવ્યું?” અનિતાબહેને પુછ્યું. પણ. જવાબ આપવાને બદલે Mr મહેતા તેમને જોઇ રહ્યાં. તેમનું મૌન જ તેમનો જવાબ હતો. અનિતાબહેન પાસે બેસી ગયા.

“30 વર્ષ બાદ માદરે વતન આવ્યો, એ વિચારીને કે અહીં શાંતિ મળશે, 30 વર્ષનો થાક ઉતરી જશે. અમદાવાદના કડવા અનુભવ વિસરી જવાશે. કોમીરમખાણોના ઘા રૂઝાઇ જશે. ભાઇથીએય વિશેષ જીગરી દોસ્ત દેવરાજ યાદ નહીં આવે. પણ. અહીં આવતાં જ બા-બાપુ યાદ આવવા લાગ્યા. ઘણાં વર્ષો પછી ગામની માટીનો રોટલો ખાધાં પછી જે સંતોષનો ઓડકાર આવ્યો એ સપનાનાં કારણે વિસરાઇ ગયો,” Mr મહેતાનો અવાજ ભીનો હતો. “અનિતા! આજે પણ મને એ જ સળગતી કાર દેખાવા લાગી. મેં ખૂબ પ્રયત્ન કર્યા. પણ. હું મારા દેવરાજને ન બચાવી શક્યો. અનિતા! હું મારા દેવરાજને ન બચાવી શક્યો..” અનિતાબહેનના ખંભે માથું મુકીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગ્યા. અનિતાબહેન તેમને શાંત કરવા લાગ્યા.

“25-25 ઉધોગોના માલિક, ₹ 10 લાખ કરોડના આસામી છો, 10 લાખ લોકોને તમે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષને રોજગારી આપો છો, કરોડો લોકોના ચહેરા પર તમારા કારણે સ્મિત રેલાય છે, છતાં, આ રીતે રડો એ તમને સારું લાગે? અનંત! ચુપચાપ સહન કરવું એ તમારા લોહીમાં નથી, તમે..” અનિતાબહેન Mr મહેતાને શાંત કરવા મથતાં હતાં. “અનંત! તમે દવા લીધી? ભૂલી તો નથી ગયાને?”

“અનિતા! એ અમદાવાદમાં ભૂલાય ગઇ! એટલે આજે પહેલીવાર દવા વગર ઊંઘ આવી ગઇ પણ સ્વપ્ન આવતા ઊંઘ ઉડી ગઇ. સમજાતું નથી કે મારે હવે શું કરવું?” Mr મહેતા અસમંજસમાં હતા. તેમને કોઇ રસ્તો નહોતો જડતો.

“અનંત! હવે તો એક જ રસ્તો છે..”

“શું?..”

“તમે દેવિકાબહેનને મળી લો. માફી માંગી લો. જે મનમાં હોય ખુલ્લીને વાત કરી લો...! 17-17 વર્ષ વહી ગયા. છતાં આપણે તેમની સાથે ન રહ્યા આપણાથી મોટા નગુણા કોઇ ન હોય..”

“અનિતા! અનિતા! હું દેવિકાબહેનનો સામનો નહી કરી શકું. મારામાં આજે પણ એ હિમ્મત નથી આવી! અનિતા! મારામાં હિમ્મત હોત અને મારી પાસે પુરૂષોત્તમ રાવળ. Kevin broad અને નરૂભા માણેકની ત્રીપુટી વિરૂધ્ધ સાબિતી હોત તો હું તસ્લિમા જાફરીના પડખે ન ઊભો રહ્યો હોત? કોમીરમખાણોના 2 વર્ષના સમયગાળામાં એકપણ સાબિતી નથી રહી. પુરૂષોત્તમ રાવળે એકપણ સાબિતી રાખવા દિધી નથી. ક્યાં મોઢે દેવિકાબહેન પાસે જાઉં?...” Mr મહેતા પાસે પુરતાં કારણો હતો, “રાત બહુ થઇ ગઇ છે. અવનિ એકલી છે..” Mr મહેતા ઊભા થઇ ચાલવા લાગ્યા. અત્યારે અનંતને સમજાવવા મુશ્કેલ છે એમ સમજી અનિતાબહેન પણ તેમની પાછળ ચાલતા થયા. બન્ને મકાને જઇ ચુપચાપ સુઇ ગયા.

- સુર્યોદય સાથે ગામ જાગ્યું. વ્હેલી પ્હોરમાં Mr મહેતાના આંગણે મહેમાનો આવવા લાગ્યા. ગુજરાતના અબજોપતિ સાથે ચા પીવાનો લ્હાવો અને સાથે બેસીને વાતો કરવાનો પોરસ બીજે ક્યાં મળવાનો! જોકે. Mr મહેતાને તો આવા નાના પણ દંભ વગરનાં માણસો સાથે રહેવું વધારે ગમતું અને મમ્મી-પપ્પાને જોઇને સવારે વ્હેલી ઉઠેલી અવનિ પણ મમ્મી-પપ્પાને અનુસરતી, તેણી પણ મમ્મીની રજા લઇ ગામની દિકરીઓ સાથે ભળી ગઇ. ગામની દિકરીઓ કાંય શહેરની છોકરીઓથી અલગ નથી. 2-4 વાતો કરશો એટલે તમારી વાતે આવી જાય પણ એવી સાવ બેવકુફ નથી કે તમે એને પોતાની બોટલમાં ઉતારી લો. અવનિને આ વાત ત્યારે જ સમજાય ગઇ જ્યારે એ ગામની દિકરીઓ સાથે ફરી. ગામની દિકરીઓ સાથે ભળી જતાં તેણીને વાર ન લાગી. કારણ કે મમ્મી-પપ્પાનું એક જ સ્વપ્ન કે CA નું final year કરતી અવનિ આગળ જતાં “અનંત industry” સંભાળે. અને લોકો સાથે ભળ્યા વગર તમે આગેવાની કેવી રીતે કરી શકો? જોકે,અવનિમાં મળતાવડો સ્વભાવ અને આગેવાનીનો ગુણ બન્ને હતાં. શહેર અને ગામ વચ્ચે તફાવત કરવાનાં જફામાં આમ તો પડવા જેવું નથી. પણ જો ભૂલ કરવી હોય તો એકજ વાત કરી શકાય કે ગામ વર્તમાનમાં જીવે છે ને શહેર ભવિષ્યની કલ્પનામાં! ગમે તેવો દુષ્કાળ હોય તોપણ ગામમાં વર્ષ નિકળી જાય. શહેરની સમૃદ્ધિ પણ મંદીના આવે. શહેરમાં હમેશાં પાણીનો કકળાટ રહે. જ્યારે ગામની જીવાદોરી એટલે નદી-નાળા! રસોડા પછી સ્ત્રીઓનું રાજ નદી-નાળામાં જ સમાય જાય. અવનિ ગામની સૌ દિકરીઓ સાથે નદી-નાળાએ આવી ગઇ. કોઇ વાસણ-કપડાં ધોવા લાગી. કોઇ પોતાના નાના-નાના સંતાનોને નવડાવવા લાગી. કોઇ તરીને સામા કાઠે ન્હાવા લાગી. અવનિ તેમાની એક હતી... તેણી પણ કિનારે ન્હાવાનું-વાસણ-કપડાં ધોવાનું શીખવા લાગી.

- “મમતા! આવો અનુભવ મને ક્યારેય નથી થયો. સુર્યના કિરણોથી ગરમ થયેલા નદીના પાણીએ આટલું થઈ શકે...! જ્યાં માણસ-ઢોર સાથે પાણી પીવે ત્યાં રોગચાળો થાય. તમને બીક નથી લાગે રોગચાળાની?” નવા સૂકા પંજાબી ડ્રેસ પહેરીને જુના કપડાં ધોતી અવનિ પાસે જ વાસણ કરતી અદ્દલ ગામઠી રીતે બેઠેલ મમતાને બોલી ઉઠી.

“બે”ન! રોગ થાશે. શરીર મેલું થાહે કે ઢોરની લાગહે...! ઇ બધુ વિચારયે તો કામ નો થાય. ઘેર કોઇ નવરૂ બેસવા પણ ન દે... નવરા એટલે રાક્ષસનુ ઘર! પાછું સાસરે પણ..”

“ઓહ્હો! મારી મમતા સાસરે જાહે..” દૂધમાં સાકર ભળે તેમ અવનિ છોકરીયું સાથે ભળી ગઇ... નદીએથી નીકળી ગામ આવી સરપંચના ઘરે ગઇ. રસોઇમાં મદદ કરવા લાગી. ગામવાસીઓ આજે ગામના મોભી Mr મહેતા સાથે એક જ છત નીચે જમી ધન્ય થઇ ગયાં.

***

- સાંજે ગાંધીનગર પહોચ્યા ત્યારે ખબર પડી કે દિવ્યરાજદાદા તો VS Hospital માં admit થયા છે. ગતરાત્રે બેભાન થઇ પડી જતાં દેવિકાબહેને VS Hospital admit કરાવ્યા હતા. દેવિકાબહેન hospital જ હતા. યુવરાજ-અધિવેશ સીધા hospital આવ્યા. દેવિકાબહેનને call કર્યો પણ mobile બંધ આવતા બન્ને દાદાનો room શોધવા લાગ્યા. અધિ hospital અન્ય ward માં આંટા મારવા લાગ્યો. જ્યારે યુવરાજ receptionist પાસે જતો હતો.

- “excuse me!” receptionist તરફ જતોજ હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો. યુવરાજ ફર્યો. પોની કરેલા વાળ. લંબગોળ ગુલાબી ચહેરો-બદામી આંખો-ખંજન પડતાં ગાલ-લાલાશ પડતાં હોઠનું સહજ સ્મિત તેણી ને આકર્ષક કરતું હતું. long sli “m & fit body પર સુતરાઉ jeans પર light aqua top ઉપર apron માં તેણી સુંદર લાગતી હતી. “તમે યુવરાજ રાવળ છોને...?” તેણીના સીધા સવાલનો જવાબ યુવરાજ હજુ આપે તે પહેલાં જ તેણી બોલી ઉઠી. “ચાલો મારી સાથે!”

“..okay!” યુવરાજ બોલે તે પહેલાં જ તેણી ચાલવા લાગી. યુવરાજ તો તેણીની ઝડપી ચાલ જોઇ જ રહ્યો. તેણી થોડીવારમાં અટકીને પાછળ યુવરાજની રાહ જોઇ રહી. યુવરાજ તો મુગ્ધરીતે તેણીને જોતો પામી જઇને બોલી ઉઠી. “યુવરાજ! ચાલો...” જેવો તેણીનો અવાજ કાને આવ્યો કે યુવરાજ મુગ્ધતાથી બહાર આવ્યો. તેણી પાસે આવી તેણી સાથે ચાલવા લાગ્યો. બન્ને first floor સીડીથી ગયા.

“તમે?..”

“oh! Sorry! મેં મારી ઓળખ ન આપી! હું Dr રમણ શાહની daughter Dr યુવિકા શાહ! I’m પડીયાટરીશેયાન. પાડીઆટેર..” Dr યુવિકાએ અજબ જવાબ આપ્યો.

“..U means paediatrician!” યુવરાજ જોકે સમજી ગયા, “..પણ તમને એ બોલતાં નથી આવડતું લાગતું! મારા ખ્યાલથી paediatrician એટલે બાળરોગના doctor..”

“મને નહી, તમારા દાદાને નથી આવડતું...”

“આ શું બોલો છો?..” યુવરાજનો અવાજ મોટો થઇ ગયો.

“Sorry. Sorry!..” Dr યુવિકા બોલી ઉઠી, “શું છેને. દાદાજીને admit કર્યા. ત્યારથી તેઓ મારી દેખરેખ હેઠળ છે. આમતો પપ્પા જ દાદાજીના personal doctor છે પણ તેઓ out of city છે. મેં દાદાજીની તપાસ કરી ત્યારથી દાદા મારા profession નું Pronounce અજબ-ગજબ કરી મને હસાવે જાય છે.. એટલે હું હસુ છું..”

“oh I’m sorry! મને ગેરસમજ...”

“..It’s ok! Mr રાવળ..” Dr યુવિકા મોહક સ્મિત સાથે બોલી, ત્યાંસુધીમાં એક room આગળ આવી ગયા. ત્યાં બે security officer ઉભા હતા.

“યુવરાજભાઇ! દેવિકાકાકી-અધિવેશભાઇ દાદા પાસે જ છે...”

“..તમને કેમ છે?” યુવરાજ બન્નેના ખબર-અંતર પુછ્યા. પછી Dr યુવિકા સાથે room માં પ્રવેશ્યા. જોકે માહોલ જોતાં લાગતું જ નહોતુ કે આ hospital છે! દિવ્યરાજદાદા અધિવેશ સાથે મજાક-મસ્તી કરતાં હતા. પથારી પર chess રમાતી હતી ને દેવિકાબહેન બન્ને સાથે હસતાં હતા, “દાદા...” યુવરાજ ભાવવાહી સાથે દિવ્યરાજદાદા પાસે દોડી ગયો ને દાદાને ભેટી પડ્યો. “આ શું દાદા? અમે થોડા દુર શું ગયા! તમે તો બિમાર થઇ ગયાં?”

- “અરે! હું તો પાડા જેવો છું, થોડું બેલાન્સ શું ગયું. આ તારી માઁ ને આ પાડઆઇટરીશેને મને દવાખાના ભેગો કરી દિધો. તું જો તને લાગે છે હું બિમાર હોવ?” દિવ્યરાજદાદા તો રીતસર યુવરાજને ફરીયાદ કરવા લાગ્યા. બધા હસવા લાગ્યા.

“ભગવાન મારી ઉંમર તમને આપી દે. દાદા! તમે કાંઇ ન થાય...”

“..અને મારી પણ..” Dr યુવિકા પ્રેમથી બોલી ઉઠી.

“..અને દાદા! મારી પણ...” અધિવેશ પાછો પડે? દાદા હસવા લાગ્યા.

“અરે! બધાની ઉંમર લઇને શું મારે ભાજી-મૂળા કરવા...” ત્રણેયને પાસે બોલાવી વારાફરતી ગળે લગાડ્યા. “અરે! મારા છોકરાઓ ઉધારીનું ભોજન. સત્તા અને ઉંમર ક્યારેય પચતી નથી. પોતાના સંતાનોની સફળતા નિહાળવી એ જ મારી ઉંમર વધવા બરાબર છે..” દિવ્યરાજદાદા માટે ત્રણેય સમાન હતા. જોકે વાતાવરણ ભારી થઈ ગયું. “..બાકી આ પાડિયટ્રીશને તો મારી ઉંમર છ દશકા ઘટાડી નાખી જ છે હવે મારે પાછું K G માં બેસવું પડશે,” બધા પાછા મુડમાં આવી ગયા. Dr યુવિકા થોડીવાર વાતો કરીને ગઇ. પછી દાદાનો report યુવરાજ Dr યુવિકા પાસે ગયો. જોકે. report normal હતો. દાદાને સામાન્ય નબળાઈ હતી. યુવરાજને નિરાંત થઇ.