Mrugjadni Mamat - 22 in Gujarati Love Stories by Bindiya books and stories PDF | મૃગજળ ની મમત - 22

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

મૃગજળ ની મમત - 22

મૃગજળ ની મમત

ભાગ-22

“ અરે.. ! શું કરેછે આ? કંઇ કામ છે મારું?”

અંતરા જણાતી હતી સ્નેહ ની એકલતા હવે અસહ્ય છે.

“ બેસ.. તારી સાથે વાત કરવી છે મારે. “

“ સ્નેહ ખુબ મોડું થઇ ગયુ છે. ”

અંતરા જણાવવા માગતી હતી. કે મોડું એનો અર્થ ફકત અત્યાર નો સમય નહી. પણ જે સમય સંબંધો ને અવગણવામાં એણે પસાર કર્યો. એ. સમય હવે વિતીચુકયોછે.

“ એટલે??.. કયા અર્થમાં.. ? “

“ એકપણ અર્થ મા નહી.. બસ મારે સવારે વ્હેલા જવાનું છે. એટલે નહીંતો પછી મોડું થશે “

“ ઓહ.. તારું કામ.. હમમમ. હવે તો તું બીઝનેસ વુમન થઇ ચુકી છેને?.. અને એમ પણ હવે તને જોઈતું મળીગયુ પછી મારી જરુર કયાં થી હોય.. ”

“ સ્નેહ પ્લીઝ.. અત્યારે હું કોઈ પણ પ્રકાર ની દલીલ કે ડિસ્કશન ના મુડ મા નથી.. સો લેટ મી ગો... એન્ડ ગુડ નાઇટ.. ”

અંતરા સીધી જ મન નાં રુમમાં જઇને સુઈ ગઇ. પણ વિચારો એ એનો પીછો ન છોડ્યો. એ જાણતી હતી કે સ્નેહ હવે પાછો પડી રહ્યો છે. એકતો આમ પણ એ થોડો પ્રાઉડી અને સખ્ખત ઇગો ઘરાવતો માણસ હતો. અત્યાર સુધી પોતે વાહવાહી જ ભેગી કરી છે. એની આજુબાજુ એની ચમચાગીરી કરનારા ઓછાં ન હતાં જેથી એની મોટાઈ એનાં અભિમાન અને ભારેખમ ઈગો ની ભુખ સંતોષાઈ જતી. હવે એનો સમય નબળો હતો. એના જીહજુરીયાઓ એનાથી દુર ભાગવા લાગયા હતા. અને ઘરમાં તો રહેવા ની આદત જ ન હતી. માટે સ્નેહ નો સ્વભાવ કદાચ થોડો વધું ચીડીયો થશે એ જાણતી હતી. એ પણ ચહતી હતી કે સ્નેહ એની નજીક આવે. એને પ્રેમ કરે. એને હુંફ આપે.. પણ આ બધું ક્ષણીક જરુરીયાત પુરતું નહીં. પણ કાયમ નું હોય. એ સમજતી હતી કે અત્યારે સ્નેહ એની એકલતા ને ભરવાં માટે પોતાના તરફ ઝુકી રહ્યો છે. જે ફરીથી નબળો સમય સારો થશે ત્યારે એ નો એજ થઇ ને ઉભો રહેશે. અને અંતરા ની હાલત ત્યારે વધું ખરાબ હશે. માટેજ એ ઇચ્છતી હતી કે સ્નેહ જયારે પણ પાછો ફરે ત્યારે એનાં દિલ માં અંતરા માટે સાચો પ્રેમ હોય. એનું માન હોય. સબંધ માં લાગણી અને શબ્દો માં પોતાના પણું હોય. એ સમજે કે અંતરા પણ અલગ વ્યક્તિત્વ ઘરાવે છે. એને પણ સબંધો મા સમાન હક છે. જેમ પતી અને પત્ની રથ ના બે પૈડાં છે અને એ બંને પોતાનુ મહત્વ ધરાવે છે. કોઈ એક પર ભરોસો કરી ને આગળ ન વધાય એમાં અંતરા ને પણ સબંધો માં પોતાની સ્પેસ મળવી જોઈએ. સ્નેહ હવે કયારેય એનું અપમાન ન કરી શકે. એને સાવ નકામી ન ગણે. એ પાછો ફરે ત્યારે એનાં બધાં ઉપરી આવરણો નો દેખાવડો. ઉતારીને ફક્ત અંતરા નો સ્નેહ થઇને પાછો ફરે. બસ. પણ એનાં માટે સ્નેહ ને હજું થોડું સહન કરવા ની જરુર હતી... સામે પક્ષે સ્નેહ પણ આખીયે રાત સોફાપર જ પડી રહયો. મનમાં જાતજાતના વિચારો ઉધ્ધમ મચાવતા હતાં.

“ શું અંતરા ને હવે પોતાના માં રસ નથી.. કે પંછી એકલતા કોઠે પડી ગઇ છે. ? એવું પણ બંને કે નિસર્ગ ના આવ્યા પછી એની શારીરિક જરુરીયાતો સંતોષાઈ જતી હોય. અને માટેજ એને હવે મારી જરુર નથી.. શું કરું. ? મારે જાણવું તો પડશે. આની પાછળ નું કારણ ફક્ત એનું કામ કે બિઝનેસ નથી. “

સ્નેહ જાતજાતના ના વિચારો કરવા લાગ્યો. છેલ્લે અણે નિસર્ગ ની વાઇફ જાનકી ને મળવા નો અને એને બધું જણાવવા નો રસ્તો કાઢ્યો. જેથી કરીને અંતરા અને નિસર્ગ ને ફરી દુર કરી શકે. વિચારોમાં ને વિચારો માં ક્યારે ઉઘ આવી ગઇ અને એ ત્યા સોફામાં જ ઉંઘી ગ્યો. સવારે અંતરા ફટાફટ મન ને સ્કુલ માટે તૈયાર કર્યો. અને રાત્રે જણાવ્યા મુજબ બધી તૈયારી કરીને પોતાના કામ પર નીકળી ગઇ. સ્નેહ ઉઠ્યો ત્યારે એકલો હતો. એણે ઘરમાં અંતરા નો કબાટ ફંફોસવા માંડયો. હજુપણ એ અંતરા ને શંકા ની નજરથી જોતો હતો.. એને રાહ હતી અંતરા અને નિસર્ગ ના સંબંધો વિશે કંઇ પણ જો મળીજાય તો. પણ એ ફાવ્યો નહીં. જાણવા માટે નો છેલ્લો રસ્તો જાનકી હતી. એટલે પોતાના જુનાં ફ્રેન્ડઝ થકી એ જાનકી સુધી પહોચવા નો પ્રયત્ન કરવા લાગ્યો. અને લગભગ એકાદ અઠવાડિયા મા એ સફળ પણ રહ્યો. આ બાજુ અંતરા એની એક એક હલચલ જાણતી હતી પણ એ કંઇ ધ્યાન આપ્યા વગર પોતાના જીવન માં મસ્ત હતી. હવે એનું કામ પણ ખુબ વધવા લાગ્યુ હતું પણ અંતરા કયારેય ઘરનાં કે મન ને આપવાનાં સમય ના ભોગે કામ કરતી નહીં.. હવે ક્લાયન્ટ લીસ્ટ પણ વધી ગયું હતું. નિરાલી અને આશીષ જયાં જરુર પડે અંતરા ને મદદ કરતાં. નિસર્ગ અને અર્ણવ એની હિંમત બનીને એની સાથે હતાં હવે લગભગ રોજ અંતરા નિસર્ગ સાથે વાત કરતી. અને એ વાતચીત અંતરા ને જીવંત રાખતી. એ અંદરથી ખુશ રહેતી... એજ હિંમત એને આગળ વધવા પ્રેરણા આપતી. સ્નેહ જાણી ગયો હતો કે પહેલાં શી માફક હવે અંતરા ને દબાવી ને રાખી નહીં શકાય હજું પણ એનાં વિચારો એની માનસિકતા દર્શાવી રહ્યા હતા. એ અંતે જાનકી સુધી પહોચી ગયો.

“ હલો... મીસીસ જાનકી દોશી... ?.. ”

“ હા.. આપ કોણ?”

“ હું.. હું.. સ્નેહ છાંયા... તમારા પતિ નિસર્ગ નો જુનો મિત્ર.. હાલ બેંગ્લોર મા છું. “

“ ઓહ તો તમે ખોટાં નંબર પર કોલ કર્યો આ નિસર્ગ નો નંબર નથી. સો... ”

જાનકી ખુબ હોશિયાર અને પ્રોફેશ્નલ છોકરી હતી. એ તરતજ સમજી ગઇ કે આ માણસ કંઇ ગરબડ છે નહીંતો નિસર્ગ નો મિત્ર હોય મને ફોન ન કરે. એ જરૂર પુરતી વાત કરી ફોન મુકવાલાગી...

“ હલો.. જાનકી મારે તમારી જ સાથે વાત કરવી હતી. “

“ ઓહ... પણ મારી પાસે વધુ સમય નથીં માટે જે કહેવું હોય તે... ”

સ્નેહ સમજી ગયો કે જાનકી ખુબજ પ્રેક્ટીકલ છે માટે બિજી સ્ત્રીઓની જેમ વખાણ કે મસ્કા મારીને કામ નહીં થાય વાત પોઇન્ટ ટુ પોઈન્ટ કરવી પડશે. એટલે એ સીધો જ મુદદા પર આવી ગયો.

“ જાનકી સમય તો મારી પાસે પણ નથી. હું ફકત મળવા માગતો હતો. તમને તમારા પતિ નિસર્ગ અને મારી પત્ની અંતરા બાબતે. સમય અને સ્થળ તમે કહો એ. આ મારો પર્સનલ નંબર છે વિચારીને મને કોલ કરજો. હું રાહ જોઇશ.. તમારા ફોનની. “

સ્નેહ એ આગળ એક પણ શબ્દ બોલ્યા વગર જ ફોન ડિસક્નેકટ કરી નાખ્યો. જાનકી થોડી વાર કંઇ જ વિચાર્યા વગર પોતાનું કામ કરવા લાગી પણ અંતે તો સ્ત્રી સહજ સ્વભાવ એટલે નકામાં વિચારો મગજમાં ઘર કરવા લાગ્યા. ”

આ માણસ અંતરા નો પતિ છે એ વળી મારી સાથે. શું વાત કરવાં ઇચ્છતો હશે ? એ પણ વળી આટ આટલાં વર્ષો પછી... ?.. કંઇ નહીં જવાદે આવી નવરાશ મારી પાસે કયાં છે.. જરુરી હશે તો બીજીવાર ફોન કરશે.. ”

પણ વિચારો એ એનો પીછો ન છોડ્યો. હવે એ રોજ નિસર્ગ ને એનાં વર્તન ને ધ્યાન થી જોવા લાગી. નિસર્ગ ખરેખર કંઇ બદલેલો લાગ્યો હતો. એ પહેલાં શી જેમજ જાનકી માટે બધું કરતો પણ હવે ખુશ રહેતો. જાનકી સાથે નો ક્લેશ પણ ઓછો થઇ ગયો હતો. હમણાં થી એ બેંગ્લોર વધું આવતો જતો.. નિસર્ગ કયારેય છુપાવતો નહીં પણ હમણાં થી ઘણીવખત ફોન કલાકો સુધી ચાલતો.. અને નિસર્ગ આરામ થી વાતો કરતો.. આટલાં વર્ષો મા ક્યારેય આવું બન્યુ નથી. બંને ત્યા સુધી જરુરી વાત કરીને નિસર્ગ ફોન મુકી દેતો એને ફોન પર લાંબી વાતો કરવાનું પસંદ નહતું. આટલાં વર્ષો ના નીરસ ને પોતાના તરફ થી થયેલા લાગણી વિહીન સબંધ માછે ફરી એનાં મનમાં શંકા ઉપજાવી હતી. નિસર્ગ ને ઓફિસ મા સાથે કામ કરતી ઘણી સ્ત્રી મીત્રો હતી. જાનકી ની હગજરી કે ગેરહાજરી હાજરી માં ઘરે પણ આવતી.. કોલેજકાળ ની ફ્રેન્ડઝ પણ નિસર્ગ ને મળવા આવતી કે ક્યારેક સાથે ડિનર પર જતાં નિસર્ગ જાનકી ને બધું જ નીખાલસતા થી જણાવતો. કયારેય જાનકી ને આ પ્રકાર ની શંકા કે ઇનસીકયુરીટી થઇ નથી. આમ જોઈએ તો જાનકી અને નિસર્ગ ના પતિ પત્ની ના સંબંધો તો દિકરી અંતરા નાં મૃત્યુ પછી પુરાં જ થઇ ગયાં હતા છતાં પણ આજે અંતરા નું નામ પડતા જ કેમ આટલી જેલસી આટલી ઇનસીકયુરીટી થાય છે અંદર થી એક અજાણ્યો ડર લાગવા માંડયો.. કયાંક નિસર્ગ ખરેખર તો... ?? સ્નેહ ના ફોન પછી લગભગ ¾ દિવસ સુધી જાનકી નિસર્ગ ને નોટિસ કરવા લાગી. નિસર્ગ હવે એનાં પર બહું ચીડાતો નહીં. જાનકી પાસેથી કોઈ જાતનાં કામ ની આશા રાખતો નહીં એ પોતાના મા જ મસ્ત રહેતો. ખુશ રહેતો. એકદિવસ સવારે છ વાગ્યા ની આસપાસ નિસર્ગ તૈયાર થઇને વોક માટે નિકળતોજ હતો એટલાંમાં જ જાનકી ઉઠી. નિસર્ગ બાજુંમાં ન હતો. એ તરતજ ઉભી થઇને બહાર ના રુમમાં આવી. નિસર્ગ શુઝ પહેરી રહ્યો હતો.

“ અરે.... . ! સવારે આટલા વહેલા કયાં જાય છે. ?????”

જાનકી એ પ્રશ્ન કર્યો.

“ ઓહ... તું. ઉઠી ગઇ ? આટલા વહેલા.. ક્યાય જવાનું છે કે શું?” “

“ના.. પણ તું કયાં જાય છે. ?”

“ જાન.. સવારે લોકો વોક પર જાય... બીજે કયાં??”

લગ્ન જીવન ના પંદર વર્ષ ના ગાળામાં નિસર્ગે પહેલી વાર જાનકી ને જાન કહી ને બોલાવી હતીં. સાંભળી ને એને પણ આશ્ચર્ય થયું. એ હજું કંઇ પુછે એ પહેલાં જ નિસર્ગ એનાં ગાલપર જરા ટપલી મારી ને નીકળી ગયો. ને જાનકી એને બાઘા ની માફક જોતી રહી. એ તૈયાર થઇ ત્યા સુધીમાં ઘરકામ કરવાં ગંગા આવી ગઇ હતી. એણે ફટાફટ નાસ્તો બનાવીને જાનકી માટે ટેબલ સર્વ કર્યું હજું સાડા આઠ થયાં હતા પણ નિસર્ગ પાછો નતો આવ્યો. એ વિચાર માં હતી.

“ બેન.. વધારે જ્યુસ આપું?... બેન... બેન... તમને કઉં સુ.. ”

“ હેં... ! ના.. ”

“ બેન કાંઇ તકલીફ સે?? કાંઇ થ્યું સે? “

“ ના.. ગંગા.. પણ તારા સાહેબ હજું નથી આવ્યા.. ”

“ અરે હજું તો સાડા આઠ થ્યા સ બેન.. સાહેબ તો હજુ અડધો કલાક પસી આવવાના.. ”

“ એમ. ? તને કેમ ખબર.. ”

“ લે.. તો કુ ને ખબર બેન.. તમે કા તો ઉધતા હોય અને કા તો. ઓફીસ નિકરી ગયાં હોય. તે મારા સીવાય સાહેબનું ધ્યાન કોણ રાખે... સાચું કઉં આપણી ઢીંગલી ના ગયા પસી સાહેબ મારું ને મારા પોયરાવ નું ખુબ ધ્યાન રાખેસ.. હું જણે નાની બૂન હોય એમ. ઢીંગલી ના ગયાં પસીતો સાહેબ હાવેય.. ઢીલા થયગયાતા. પણ હમણાં ઇ પંદર વિહ દિ કંઇ.. બંગલુર જઇઆયવા પસી ખુબ અલગ લાગે સ [].. હવે સવાર મા હાલ વા જાયસસ.. આખો દિવસ હસતા રેસસસ.. એમના ભાઈ અર્ણવ જોડે. ને કોક અંતરા સસસ એમની હારે ખુબ મજા થી વાતું કરસસસસ મેયર વાત કરેલી એમની હાર્યે.. બોલ હારા સસસ.. તમનેય ઓળખે સસસ.. બસ સાઇબ આમજ હસતા બોલતા રે ભગવાન અવા રાજી રાખે ઇમને બીજું હું.. જોઈએ.. ”

“ હા.. હા... બહું સારું હવે અંદર જા અને રુમમાં સાફ કર. ને જો હું જાઉં છું તારાં સાહેબ નો જ્યુસ ઢાંકી ને મુકી દેજે... ”

“ ના બેન સાહેબ તો આવીને ચ્હા પીશે. જ્યુસ તો કે દાળા નો બંધ કયરો.. ”

ગંગા એ અંદરથી જ બુમ પાડી ને જાનકી ને કહ્યુ.. જાનકી ઓફીસ જવા નિકળી ગઇ. પણ મનમાં વિચાર નિસર્ગ ના જ હતા. ગંગા ની વાત સાચી છે જ્યારથી બેંગ્લોર થી આવ્યો છે તયારથી આ બધાં ફેરફારો થયાં છે. પણ મારા તો ધ્યાનમાં પણ નહતું. અને અચાનક સ્નેહ નો ફોન.. એટલે નકકી કંઇક છે. કયાંક નિસર્ગ ને અંતરા ફરી... જાનકી એ તરતજ ઓફીસ પહોચી ને સ્નેહ ને મળવા માટે ફોન કર્યો. જાનકી ને બધું જાણવા ની ખુબ તાલાવેલી લાગી હતી.

“ હલો.. મી. સ્નેહ... ?”

“ હા... બોલો જાનકી. હું જાણતો જ હતો કે તમે... ”

“ હમમમ... લેટસ કમ ટુ ધી પોઈન્ટ. તમે અમદાવાદ આવશો.. ? કે હું ત્યા.. ”

“ હું આવીશ.. આમ પણ બે દિવસ પછી નિસર્ગ બેંગ્લોર આવે છે. એજ દિવસે આપણે અમદાવાદમાં મળીશું... જગ્યા તમે મને વ્હોટસએપ કરી દેજો.. ”

“ ફાઇન.. ડન.. તો મળ્યા બે દિવસ પછી. ”

જાનકી એ ફોન મુકી દિધો. અને તરતજ નિસર્ગ ને કોલ કર્યો પણ એ બીઝી ટોન બતાવતો હતો. એનાં મનમાં હવે શંકા ના કિડા ખદબદવા લાગ્યા હતાં. આટલાં આટલા વર્ષો થયા એ જાણતી હતી અંતરા અને નિસર્ગ વિશે બધું જ છેલ્લા પાંચ વર્ષ થી તો બંબંને ફક્ત એક ફ્લેટ શેર કરતાં એમ કહી શકાય કયારેય નતો નિસર્ગે કે નતો જાનકી એ શંકા કરેલી પણ આજે શું થઇ રહ્યુ હતું. જાનકી વારંવાર એજ વિચારતી. સમય અને સંજોગો ના લીધે જે સબંધ માંથી લાગણી કે પ્રેમ નો ઓછાયો પણ નતો રહયો ત્યા આજે કેમ આવા વિચારો.. ઘર કરી ગયા છે.. ? એક ડર સતાવવા લાગ્યો નિસર્ગ થી દુર થવાનો.. એ સાંજે વ્હેલી ઘરે પણ પહોંચી ગઇ. હજું સાડા સાત થયા હતા એણે ડોરબેલ વગાડી. ચાવી પાસે હોવા છતાં.. નિસર્ગે તરતજ દરવાજો ખોલ્યો.. જાનકી ને જોઈ પૂછ્યું થોડો સરપ્રાઇઝ થઇ ગ્યો.

“ તું.... ! આટલી વ્હેલી??”

નિસર્ગ થી પુછાઈ ગયું.

“ હા.. કેમ.. ન અવાય. ?.. આજે મને થયુ કે તારી સાથે સમય ગાળ્યે બહુ વખત થયો. એટલે... ”

“ ઘણો વખત નહીં જાનકી ઘણા વર્ષો.. આપણે એકબીજા ને ભુલી ચુક્યા છીએ.. મેં તો તને યાદ પણ રાખેલી પણ તારી પાસે મારા માટે ફાલતું સમય નથી.. ”

નિસર્ગ થોડું દાઢયો. અચાનક આમ જાનકી ના વર્તન માં ફેરફાર જરા નવાઈ ભર્યો હતો. પણ અંદરથી એ રાજી થયો કે ભલે જે કાંઇ પણ હોય. પણ સારું છે..

“ આજે તું આવી ગઇ છે તો રુબરુ જ જણાવીદઉ.. હું કાલે રાતની ફલાઇટ માં બેંગ્લોર જાઉછુ “

“ તને નથી લાગતું આજકાલ બેંગ્લોર ના ધકકા જરા વધી ગયા હોય.. ”

જાનકી ડાઇનીંગ ટેબલ પર પડેલા ગ્લાસ માં પાણી કાઢતાં બોલી..

“ હા.. કામ હોય તો જવું પડે.. કેમ ? આટલા સવાલો ? આ પહેલાં પણ રેગ્યુલર ટુરીંગ થતું જ હતું પણ તે કયારેય... ”

નિસર્ગ બોલતા બોલતા અટકી ગયો.

“ હા... છે કારણ.. જણાવીશ તને.. પણ એ પાછળ નું તથ્ય જાણ્યા પછી.. ”

જાનકી આટલું બોલતા બોલતા નિસર્ગ ની નજીક આવી. એણે નિસર્ગ ના બંને ખભા પર પોતાના હાથ ટેકવ્યા અને હજુ નિસર્ગ ને ગાલ પર ગુડનાઇટ કિસ આપવા જતી હતી એટલાં મા જ નિસર્ગે પોતાના બે હાથ વડે એને રોકી.

“ આ.. આ.. શું હતું??.. જાનકી.. પ્લીઝ.. જે વાત હોય એ બોલીનાખ આમ.. નાટકો... ”

જાનકી ની આ હરકત થી નિસર્ગ ના હ્રદય ના ઘબકારા વધી ગયા હતાં.. આખાં શરીરમાં એક સેકન્ડ માં જાણે અગનગોળા દોડીગયા હોય એમ ગરમીને પ્રસરી ગઇ. જાનકી મા આવેલું અચાનક પરીવર્તન અને એનું કારણ એ સમજી નતો શકતો. કારણકે જાનકી ખુબ સ્ટ્રેઇટ ફોરવર્ડ છોકરી હતીં. એ મનમાં હોય એ ચોખે ચોખ્ખુ જણાવી દેતી. દિકરી ના મૃત્યુ પછી તો...

“ કેમ.. શું હતું મતલબ... હું પત્ની છું તારી નિસર્ગ. મને હક્ક છે.. તને અડવાનો.. પ્રેમ કરવાં નો.. તને પ્રેમ કરવાં માટે.. પણ હવે??”

નિસર્ગ કંઇ જ બોલ્યા વગર સીધો બેડરૂમમાં જઇને સુઈ ગયો. જાનકી ત્યા જ સ્થિર થઇ ગઇ. જાનકી મા આવેલું આ પરિવર્તન નિસર્ગ પહેલાં પણ ઇચ્છતો હતો. પણ આમ અચાનક.. શું થયું... કંઇ તો કારણ છે આની પાછળ નું..