Mara lekho - 1 in Gujarati Magazine by Harshil books and stories PDF | મારા લેખો - લેખ-1

The Author
Featured Books
Categories
Share

મારા લેખો - લેખ-1

સ્વામી વિવેકાનંદ ને સાચી શ્રદ્ધાંજલિ આપીએ,તેમના સ્વપ્ન નું ભારત બનાવીએ.

(PART-1)

July 04, 2017

4 જુલાઈ,1902 ના રોજ ભારત માતા ના વીર પુત્ર સ્વામી વિવેકાનંદે માત્ર 39 વર્ષ ની ઉંમરે દેહત્યાગ કર્યો. કઈ કેટલાય પત્રો,વ્યાખ્યાનો અને ચર્ચા વડે પોતાના વિચારો નો દિવ્ય વારસો આપીને સ્વામી વિવેકાનંદ આપણી વચ્ચે થી વિદાય થયા. આજ નો દિવસ એટલે તેમની પુણ્યતિથિ નો દિવસ. તો આ પુણ્યતિથિ એ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ શ્રદ્ધાંજલિ એટલે કઈ ફૂલ-હાર પહેરાવી ને નહિ પરંતુ તેમના વિચારો ને જીવન માં ઉતારી ને અર્પીએ. ચાલો,તેમના સ્વપ્ન નું ભારત બનાવીએ.

સ્વામી વિવેકાનંદ નું ખુબ જ જાણીતું સૂત્ર એટલે 'જન સેવા એ જ પ્રભુ સેવા'. આજે આપણો દેશ ભયંકર ગરીબી ,કટ્ટર જાતિવાદીતા ,ભ્રષ્ટાચાર ,બેરોજગારી માં થી પસાર થઇ રહ્યો છે.હવે એમાં આપણે ઘણી બધી જગ્યા એ આપણી મદદ કરી શકીએ તેમ છે. સ્વામી વિવેકાનંદ ને ખાસ આશા તો આપણા જેવા યુવાનો જોડે જ હતી. પણ આજે આપણે મૂર્તિપૂજા પાછળ કરોડો રૂપિયા ખર્ચીએ છીએ જયારે આપણા દેશ માં કઈ કેટલાય વ્યક્તિઓ એવા છે કે જેમને બે ટન્ક નું ભોજન પણ નસીબ નથી થતું.(વિવેકાનંદ મૂર્તિપૂજા વિરોધી નહતા. હું પણ મૂર્તિપૂજા નો વિરોધી નથી.) કેટલાય લોકો એવા છે કે જે ગરીબી ને લીધે ભણી નથી શકતા. આપણે એક સમાજ માં રહીએ છીએ. આ સમાજ ને સમરસ બનાવવો જરૂરી છે નહીંતર ભયન્કર મુશ્કેલી માં થી આપણે જ પસાર થવું પડશે. આપણે આ બધું માત્ર મુકદર્શક બની ને જોઈ રહીશું તો નહીં ચાલે. તેથી જ આપણા થી બનતી સમાજ ના ઉદ્ધાર ની પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈ સામાજિક સંસ્થા માં જોડાવી ને અથવા તો પોતે જ શક્ય હોય તે રીતે, ધન અર્પી ને વગેરે પ્રવૃત્તિ કરવી જ જોઈએ.

'જે લોકો આ જ જન્મ માં મુક્તિ પામવા માંગે છે, તેમણે હજારો જન્મ નું કાર્ય આ જ જન્મ માં કરવું પડશે.' આજે તો દેશ માં ધર્મ ના નામ ની દુકાનો ખુલી ગઈ છે. મોટા મોટા સંતો,પંડિતો અને મહારાજો મોટી મોટી કથાઓ અને ભાગવતો નું આયોજન કરી ને લોકો ને 'મોક્ષ'(મુક્તિ-કે જે ક્યારેય જોઈ નથી કે અનુભવી નથી.) ની લોલીપોપ આપ્યા કરે છે અને લોકો ને નિષ્કર્મણ્ય (કર્મ ના કરી શકે તેવા) બનાવી દે છે.

બીજા દેશો માં 'રાષ્ટ્રહીત સર્વપ્રથમ' હોય છે જયારે આપણે તો સ્વહિત,સંપ્રદાયહિત,પરિવારહિત,પરભવહિત વગેરે પ્રથમ આવે છે. ચીન આપણા કરતા બે વર્ષ પછી આઝાદ થયું ને એ ક્યાંય નું ક્યાંય પહોંચી ગયું અને આપણે અહીંયા રહી ગયા છીએ. આપણે હજારો જન્મ નું બાકી રહેલ કાર્ય આ જન્મ માં કરી ને આપણા દેશ ને ફરી થી 'સોને કી ચીડિયા' બનાવવા નો છે,જે બહુ અઘરું નથી.માત્ર આપનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. રાષ્ટ્રહિત માં જ આપણું હિત છે આ વાત સમજવી પડશે. દેશ સામે સમસ્યા ઘણી છે પણ તેમના ઉપાયો પણ આપણી વચ્ચે જ મોજુદ છે.

'આજે ભારત ને જરૂર છે-મજબૂત માંસપેશીઓ ની અને વજ્ર જેવા સ્નાયુઓ ની... ભારતવાસી ઘણા દિવસ સુધી રોઈ ચુક્યા છે, હવે જરૂર છે પોતાના પગ પર ઉભા થવા ની અને રાષ્ટ્રનિર્માણ ની.' આપણે જો સ્વાવલંબી તથા સ્વાસ્થ્યવાન હોઇશુ તો જ આપણે રાષ્ટ્રનું નિર્માણ સશક્ત રીતે કરી શકીશુ. આપણે આપણા વિચારો ને મજબૂત બનાવા ની જરૂર છે. ભારત આઝાદ તો થઇ ગયું છે પરંતુ તેની આઝાદી ને જાળવી રાખવા માટે પણ આપણે સાહસી બનવું જ પડશે, તે વગર છૂટકો નથી. નહીંતર ભૂતકાળ માં થયું તેમ પચાસ કરોડ લોકો પર 500 ગોરાઓ રાજ કરીને ગુલામ બનાવી ને જતા રહેશે.

હજુ તો બીજી ઘણી વાતો કરવી છે, સ્વામી વિવેકાનંદ ના સપના ના ભારત ની. તે આવતા અંકે કરીશ.

સ્વામી વિવેકાનંદ ને સાચી શ્રદ્ધાંજલિ આપીએ,તેમના સ્વપ્ન નું ભારત બનાવીએ.

(PART-2)

July 06, 2017

(Part-1) પહેલા વાંચી લેવો.સ્વામી વિવેકાનંદે જે માર્ગ આપ્યો છે તે માર્ગ પર ચાલી ને આપણે ભારત નું નિર્માણ કરવા નું છે. તો જ ભારત માતા વિશ્વગુરૂ ના પદ પર બિરાજશે.(અન્ય માર્ગ ચોક્કસ હોઈ શકે, પણ સ્વામીજી નો માર્ગ અપનાવા ની ખાસ જરૂર છે. કારણ કે તેમના વિચારો અપડેટેડ છે. )આજે એક ખાસ પ્રકાર નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે દેશ ને ગાળો ભાંડવાની અને પોતે પોતાનું કેરિયર સેટ કરવા માત્ર પોતાના સ્વાર્થ ખાતર વિદેશ જતું રહેવા નું અને અહીંયા આવીને ત્યાં ની બડાઈ ઓ મારવા ની કે ,"ત્યાં તો કેટલી ચોખ્ખાઈ હોય છે."(અહીંયા આવી ને ગુટખા રોડ પર થૂંકતા હોય.)"ત્યાં તો એકદમ ટાઈમ થી વસ્તુ ચાલે."(અહીંયા કલાક મોડા જ જાય.). તો એમને સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ શબ્દો માં કહી દે છે કે,"કોઈની નિંદા ના કરો. જો તમે મદદ કરી સકતા હોવ તો ચોક્કસ કરો.જો નથી કરી સકતા તો પોતાના હાથ જોડી દો અને પોતાના ભાઈઓ ને આશીર્વાદ આપો અને એમને એમના માર્ગ પર જવા દો." આજે દેશ ની નિંદા કરી નાખવાની તો ફેશન જ નીકળી ચુકી છે. ભલે આની સરકાર ને ચિંતા ના હોય પણ ભારત નું બુદ્ધિધન જે રીતે અન્ય દેશ ની નાગરિકતા અપનાવી ને ત્યાં ગૂગલ,નાસા,ફેસબૂક જેવી કંપની માં કાર્ય કરી રહ્યું છે તે આપણા માટે ગૌરવ નો નહીં પરંતુ શરમ નો વિષય હોવો જોઈએ, કારણ કે પહેલી વાત કે તેઓએ અન્ય દેશ ની નાગરિકતા સ્વીકારેલી છે તેથી તેઓ ભારતીય છે જ નહીં, તેઓ ની તાકાત પણ નથી કે ગોરા ની સામે બોલી શકે કે "મને ભારતીય હોવા નો ગર્વ છે."અને બીજી વાત કે તેઓ તેમના અંગત સ્વાર્થ માટે સારી કંપનીઓ માં જોડાયા છે કારણ કે તેમને આ રાષ્ટ્ર ના નિર્માણ માં નહિ પણ પોતાના નિર્માણ માં વધુ રસ છે. ત્રીજી વાત કે સરકાર ની અમુક અણઘડત નીતિઓ ને લીધે પણ તેમને અન્ય દેશ માં જવું પડ્યું છે."આપણે ભગવાન ને શોધવા ક્યાં જઈ શકીએ? જયારે આપણે એમને એક જીવિત પ્રાણી અને આપણા હ્ર્દય માં જોઈ નથી સકતા." વસ્તુ સાફ છે કે આજે દેશ માં કટ્ટર જાતિવાદ નું વલણ ચાલી રહ્યું છે. ગુજરાત માં તો અત્યારે ઠાકોર,બ્રાહ્મણ,પાટીદાર અને દલિત વર્ગવિગ્રહ થાય તેવી પરિસ્થિતિ નું રાજનેતાઓ નિર્માણ કરી રહ્યા હોય તેમ આજ નું વાતાવરણ જોતા લાગે છે. ઉચ્ચ વર્ગ ને એમ છે કે અમે ઊંચા એટલે અમે રાજ કરીશું અને અમને અનામત આપો. પછાત વર્ગો ને એમ છે કે અમારી પર વર્ષો સુધી રાજ કર્યું તેથી અમને હવે તેનો બદલો લેવા દો. આ બધા વિચારો છોડી દો. દરેક વ્યક્તિ માં ભગવાન છે તેવો દ્રષ્ટિકોણ કેળવવા નો જરૂર છે.પશુઓ પર પણ ખાસ દયા રાખવા ની જરૂર છે. અત્યારે પેલી અવોર્ડવાપસી,લિબરલ ગેંગ અને અમન કી આશા વાળી ગેંગ દરેક ને પોતપોતાના ખાવા ના અધિકાર હોય તેવો ઝંડો લઈને નીકળી પડી છે. તેમને એક પ્રશ્ન છે કે,શું પ્રાણી ને પણ જીવતા રહેવા નો અધિકાર નથી? આપણે એનો જીવવા નો અધિકાર છીનવવા વાળા કોણ? ખૈર,આ સામ્યવાદીઓ ની વિચારસરણી તો કન્ફ્યુઝિંગ જ છે.આતો પહેલો લેખ લાંબો ના થઇ જાય તેથી રહી ગયેલા ટોપિક ને સમાવવા માટે લેખ નેનો કર્યો છે. સબ્સ્ક્રાઇબ કરશો તો દરેક લેખ ડાયરેક્ટ ઇમેઇલ માં જ વાંચવા મળી જશે. શુભ રાત્રી.

મોબાઈલ-ઉપલબ્ધી કે ઉપાધિ

June 16, 2017

21 મી સદી માં સમય બચાવવા માટે મોબાઈલ અને કોમ્પ્યુટર બન્ને ઉપકરણો ની શોધ થઇ.વાત કરવી છે મોબાઈલ ની કે જે દરેક વ્યક્તિ ના હાથ માં ઉપલબ્ધ હોય છે. સમય બચાવવા માટે? પણ આપણો મોટા ભાગ નો સમય અત્યારે મોબાઈલ પાછળ વપરાઈ જાય છે.

માણસ ના જીવન માં મોબાઈલ આવ્યા પછી ઘણી સુવિધાઓ વધી છે.જેમ કે તમારે કોઈ સારી ક્ષણ ને રેકોર્ડ કરવી હોય કે યાદગીરી રૂપે સાચવવી હોય તો તમે કેમેરા નો ઉપયોગ કરી શકો.તમારે કોઈ દૂર ના વ્યક્તિ સાથે સંપર્ક માં રહેવું હોય તો તમે કોલ કરી શકો કે વોટ્સએપ કરી શકો.તમારે ઓનલાઇન પૈસા મોકલવા છે તો તમે તેનો ઉપયોગ કરી શકો. તમારે કોઈ ને કોઈ ડોક્યુમેન્ટ મોકલવું હોય તો મેલ કરી શકો. વાત થઇ મોબાઈલ ના ફાયદા ની પણ ગેરફાયદા પણ ખુબ જ છે અને તે ધ્યાન ખેંચી લે તેવા છે.

એટલે ટૂંક માં મોબાઈલ રૂપી ઉપલબ્ધી મેળવ્યા પછી આપણું જીવન ખુબ જ આસાન અને ટેન્શનફ્રી થવું જોઈતું હતું. પણ તેવું થયું નથી. સમસ્યા ખરેખર મોબાઈલ નથી પણ તેનો વધુ પડતો કે અવળો ઉપયોગ છે. જેમ કોઈ ગાડી વધુ પડતો ધુમાડો કાઢતી હોય અને પર્યાવરણ ને પ્રદુષિત કરતી હોય તો વાંક ગાડી નો નઈ પણ તે ધુમાડા નો કહેવાય. પ્રવૃતિ ધુમાડો બન્ધ કરવા ની હોવી જોઈએ, ન કે ગાડી બન્ધ કરવા ની. બસ તે જ રીતે અહીંયા વાંક મોબાઈલ નો નહિ પણ તેના દુરુપયોગ બન્ધ કરવા ની હોવી જોઈએ.

આજ થી મોબાઈલ એ આપણા જીવન માં ક્યાં અને કઈ રીતે દાટ વાળ્યો છે તેના વિષે લેખ ની સિરીઝ લખવાનો શુભારંભ કરવો છે.અહીં એ વાત નું ખાસ ધ્યાન રહે કે હું પ્રગતિ વિરોધી નથી. મારે મોબાઈલ નો વિરોધ પણ નથી કરવો. મારે તો મોબાઈલ નો આભાર વ્યક્ત કરવો છે પણ મોબાઈલ થી જે ઉપાધિઓ આવી છે તેના થી આંખ આડા કાન કરી શકાય નહિ. તેથી હું તે દરેક ઉપાધિ વિષે લેખ લખી ને મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા જ સામાજિક જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરીશ.

સેલ્ફી ના કારસ્તાન

June 16, 2017

(પહેલા નો લેખ વાંચી લેવો.)

વાત કરવી છે સેલ્ફી ના કારસ્તાન ની. સૌ પ્રથમ મોબાઈલ માં બેક કેમેરા આવ્યો કે જેના થી તમે કોઈ સારી ક્ષણ માણતા હોવ તો તે ક્ષણ ને સંગ્રહ કરી શકો. પણ ધીમે ધીમે માણસ એકલો પડતો ગયો અને આગળ ફ્રન્ટ કેમેરા ની શોધ થઇ.

હમણાં થી દુનિયા માં સેલ્ફી નું ભૂત માથે ચડી ગયું છે. ગમે ત્યાં જાઓ, કોઈ લગ્ન હોય કે કોઈ ઇવેન્ટ હોય કે કોઈ ફંકશન. સેલ્ફી લેતી પ્રજાતિ મળી જ આવે. સેલ્ફી એના માટે લેવાય કે તમે એ ક્ષણ ને માણી હોય પણ આ પ્રજાતિ તો ક્ષણ ને માણવા માં નહિ પરંતુ સેલ્ફી લેવામાં જ માને. પછી જીવન માં ક્યારેય એ સેલ્ફી મોટા ભાગ ના કિસ્સા માં કોઈ જોતું પણ નથી. સેલ્ફી જરૂર લેવી જોઈએ પણ તે ક્ષણ ને માણવી જોઈએ. ના કે સેલ્ફી જ લીધે કરવી.કોઈની પણ બર્થડે હોય તો કેક લાવવા થી માંડી ને ગિફ્ટ આપવા સુધી ના ફોટા જ પાડે રાખવા. એક્સક્યુઝ મી ! આ શું થઇ રહ્યું છે?તમે ચોક્કસ ફોટા પાડો પણ તમારી બર્થડે ને ઉજવો તો ખરી. એને એવી યાદગાર બનાવો કે તમને જીવન માં યાદ રહી જાય. સેલ્ફી મગજ માં જ જતી રહે. પણ લોકો ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બતાવવા સારું તમારી બર્થડે ની મજા શું કામ બગાડો છો. અને તમે જેમ લોકો ની પોસ્ટ અવોઇડ કરો છો તેમ જ તમારી પોસ્ટ ને લાઈક આપી ને એ અવોઇડ જ કરવાના છે.

એક રિપોર્ટ અનુસાર જો તમે રોજ ની 3 કરતા ઓછી સેલ્ફી લો છો તો ઠીક છો. 3 થી 6 સેલ્ફીઓ દરમ્યાન તમારી હાલત થોડી ઘણી બન્ધાણી જેવી છે. 6 થી 9 સેલ્ફી લેતા હોવ તો તમે એના બન્ધાણી થઇ જાવ છો. અને દિવસ માં 9 કરતા વધારે સેલ્ફી, મનોવૈજ્ઞાનિક નો સંપર્ક કરો! તમારી હાલત અતિશય ખરાબ છે.ખરેખર માં માણસ જાત ને સુંદર દેખાવા નો શોખ પહેલે થી જ છે. પહેલા પાણી માં પ્રતિબિંબ જોવાતા હતા.પછી અરીસા આવ્યા. લોકો પોતાના સજવા-સંવારવા માટે જુદી જુદી વસ્તુ નો ઉપયોગ કરવા લાગ્યા. બસ આજ રીતે સેલ્ફીઓ પડ્યા પછી જુદા જુદા ફિલ્ટર નો ઉપયોગ કરી ચહેરા ને તરોડમરોડ એકદમ અપ્રાકૃતિક ફોટો બનાવી સોશ્યિલ મીડિયા માં મુકવો. આ વસ્તુ એમ બતાવે છે કે તમે પોતે આત્મવિશ્વાસ માં ઉણા છો કે પછી જેવા છો તેવા તમારી જાત ને મંજુર નથી.સેલ્ફી લેવા થી વળી શું પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમ છે કે તમે રોજેરોજ તમારી સેલ્ફી લેતા હોવ તો તમારા ચેહરા પર કઈ પણ થાય તો તમે એકદમ નર્વસ થઇ જાવ છો. તમે સેલ્ફી લેવા માં જે ક્ષણ માણવા ની છે તે માણી સકતા નથી. અને ઘણી વાર તો તમને મોત પણ મળે છે.સેલ્ફી લેતા થયેલા વૈશ્વિક મોત માં થી લગભગ 49% મોત તો ભારત માં જ થયેલી છે. એટલે કે આપણે સેલ્ફી લેવામાં એવા મગ્ન થઇ જાય કે બિલ્ડીંગ પર થી પડી જાય કે પછી એક્સિડેન્ટ થઇ જાય. અત્યાર સુધી માં 127 લોકો સેલ્ફી લેતા ભગવાન ને શરણ થઇ ગયા છે.વાત ટેક્નોલોજી ના વિરોધ ની નથી, પણ જે ટેક્નોલોજી માણસ ને માણસ થી દૂર કરે કે પછી માણસ ને મોત આપે તો તેટલી હદે તો ટેક્નોલોજી નો ઉપયોગ ના થવો જોઈએ. માણસે પોતાની વિવેક બુદ્ધિ નો ઉપયોગ તો કરવો જ પડે.

મોબાઈલ-અફવા નું ધમધમતું બજાર

June 17, 2017

મેં મોબાઈલ પર ચાલુ કરેલી સિરીઝ ને દર્શકો તરફ થી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અગાઉ ના બંને આર્ટિકલ માં 75 કરતા વધુ views આવ્યા છે. તે બદલ આપનો હૃદય થી આભાર.

ભારત માં મોબાઈલ માં વોટ્સએપ્પ એક એવું માધ્યમ બની ચૂક્યું છે કે જેના માં સાચા અને વિશ્વસનીય ખબરો કરતા જુઠ્ઠાણાં કે અતિશયોક્તિ ભરેલી ખબરો મોટા ભાગે વધુ જોવા મળે છે. અને ભારત ની નવરી પ્રજા કશું પણ વિચાર્યા વિના જ ફોરવર્ડ કરે રાખે છે.

અમદાવાદ માં બે વર્ષ અગાઉ કોઈકે ગપ્પ વહેતી મૂકી હતી કે રાતે 300 માણસોનું ટોળું ફરે છે અને તે લોકો ને ઉપાડીને લઇ જાય છે. પૂર્વ વિસ્તાર ના ગામમાં એની તો એવી અસર થઈ કે તેઓ એ અર્ધપાગલ કે પાગલ ભિખારી અને રખડવા વાળા ને ઝાડ થી બાંધી ને ઝૂડી નાખ્યા. એમાં વળી એક નું મોત પણ થયું હતું. મને લાગે છે કે આપણે લોકો વોટ્સએપ્પ નો સકારાત્મક ઉપયોગ કરવા માં ઘણી હદ સુધી નિષ્ફળ નીવડ્યા છીએ.

હજુ હમણાં જ એવી ઊડતી વાત આવી હતી કે નરોડા માં ચડ્ડી ધારી ગુંડાઓ ફરે છે અને રાતે છોકરા રોવડાવા નો અવાજ કરી ને ઘરફોડ કરે છે. અને વળી મર્ફ કરેલો એકાદ ફોટો પણ નીચે મોકલ્યો હતો. પૂર્વ વિસ્તાર માં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. વોટ્સએપિયા વીરો એ તો વાત ને એવી ચગાવી ને કે 4 દિવસ માં પોલીસે નોટિફિકેશન બહાર પાડ્યું કે આવી કોઈ ઘટના થઇ નથી, આ તો નરી ગપ્પ છે. અને કોઈએ આ વાત ને વધુ ફોરવર્ડ કરવી નહિ.

અને અમુક તો એવા મેસેજો આવે કે આ મેસેજ મારા ફલાણા માતાજી તરફ થી આવ્યો છે, 4 જણા ને મકલો સારું થશે. પૂજારી માતાજી ની પૂજા કરતો હતો ને વાઘ/નાગ માં થી ઢીંકણા માતાજી પ્રગટ થયા. અરે ભાઈ! મહેનત કરી ને પણ કોઈ વસ્તુ હોય છે આ દુનિયા માં. અને જેઓ આવા મેસેજો બનાવે છે તેમને એવો તો કેવો વિકૃત આનંદ મળતો હશે. ખરેખર આ દેશ ના લોકો ને લોજીક કરતા મેજીક માં વધારે રસ છે જેથી અહીંયા વૈજ્ઞાનિકો કરતા બાવાઓ વધુ ફૅમસ છે.

8 નવેમ્બર,2016 પછી જયારે વિમુદ્રીકરણ થયું ત્યારે અફવા ની તો જબ્બર ભરમાર ચાલી હતી. રોજ અફવા આવે કે નોટ ની સહી માં રેડિયોએકટીવ છે, નોટ માં GPS ચિપ છે,સરકાર હવે 2000 ની નોટ બન્ધ કરશે વગેરે વગેરે... વિશ્વસનીયતા ની દ્રષ્ટિ એ હવે લોકો પણ વોટ્સએપ્પ પર થી ભરોસો ઉઠાવી રહ્યા છે.

GST મુદ્દે એવા એવા અર્થશાસ્ત્રીઓ જ્ઞાન આપી રહ્યા છે કે જેમને અર્થશાસ્ત્ર નો અંગ્રેજી અર્થ પણ નહીં ખબર હોય. સરકારે વારંવાર નોટિફિકેશન બહાર પડ્યું પણ રિઝલ્ટ શૂન્ય. લોકો રસ્તા પર આવી ને ધરણા કરે ને રેલી ઓ કાઢે. બધો વોટ્સએપ્પ ના ફોરવડીયા ઓ નો પ્રતાપ. ખરેખર તો કોઈ અર્થશાસ્ત્રી નહિ પરંતુ 70 વર્ષ થી ટેક્ષ ભર્યો ના હોય એવા લોકો ને પેટ માં શૂળ ભોંક્યું છે તેથી તેની આ બધી પીડા છે.

જે વસ્તુ ચાણક્ય ક્યારેય બોલ્યા નથી કે શ્રીમદ ભગવદગીતા માં ક્યારેય કૃષ્ણ બોલ્યા નથી,તેવી વસ્તુઓ ને ચાણક્ય અને કૃષ્ણ ના નામે ચઢાવીને વોટ્સએપ્પ માં ફેરવવા માં આવે છે. આખું વિશ્વ જયારે સ્વામી વિવેકાનંદ અને ચાણક્ય ને નામે ભારત ને સમ્માન અને આદર ની દ્રષ્ટિ એ જોવે છે.તેને વોટ્સએપ્પ ના ટપોરી ઓ ચાણક્ય નો પડોશી, વિવેકાનંદ નો ભાણિયો,ચાણક્ય નો માસો વગેરે કહીને મજાક ઉડાવી રહ્યા છે, એક ભારતીય હોવા ને નાતે એ વાત દુઃખદ છે. કોઈક મહાપુરુષે સાચું જ કહ્યું છે કે,"જે દેશ પોતાના ઇતિહાસ ને ભૂલે છે, તેનું અધઃપતન નિશ્ચિત છે." પણ આ નવરી બજારો ને સમજાવા કોણ બેસે? તેમને મન ચાણક્ય અને વિવેકાનંદ એક મજાક નું સાધન છે, તેમના કાર્ય ની કોઈ કદર કે કિંમત જ નથી.

લેખ વાંચવા બદલ આપનો આભાર. હવે પછી મોબાઈલ ના ક્યાં ટોપિક ને કવર કરવો તે વિષે તમારી સલાહ જરૂર આપજો. અને સબ્સ્ક્રાઇબ કરી રાખશો તો સીધા mail માં જ નવો લેખ મળી જશે.

આ વિદેશી મોબાઈલ કંપનીઓ ભારત ને ગુલામ બનાવશે.

June 19, 2017

જેવું કે આપણે સૌ ઇતિહાસ માં ભણ્યા છીએ કે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું. અને જહાંગીરે થોમસ રો ને સુરત શહેર માં 1615-18 દરમ્યાન કંપની નાખવા નો પરવાનો આપ્યો. અને આપણે બધા જાણીયે છીએ કે પછી ધીમે ધીમે તે લોકો એ વિસ્તાર કર્યો અને વેપાર માં નફો કમાવા ની સાથે ભારત માં રાજકીય રીતે પણ ભાગ લેવા માંડ્યા. 1757 માં પ્લાસિ નું યુદ્વ કર્યું અને પછી દિવસે દિવસે તેમની તાકાત વધતી ગઈ. અંગેજો આવ્યા તે પહેલા પોર્ટુગીઝો અને ડચો પણ આવ્યા અને અંગ્રેજો ના પછી ફ્રેન્ચો પણ આવ્યા. અંગ્રેજો નો મૂળ વેપાર ધંધો ચા-કોફી ભારત માં ઉગાડી ને વિદેશ માં વેચવા નો હતો પણ ધીમે ધીમે કાચું સુતરાઉ કાપડ ની વિદેશ માં નિકાસ ચાલુ કરી અને તેને જ પાકું બનાવી ને ભારત માં વેચે. રાજા ઓ ને ખુશ રાખે જેથી તેમને વેપાર માં સરળતા રહે અથવા રાજાઓ ને યુદ્ધ માં હરાવી ને રાજ્ય પર રાજ કરે અને પોતાનો સમાન ખપાવે. એટલે ટૂંક માં વેપાર કરવા માટે તુલા અને રાજ કરવા માટે તલવાર હાથ માં રાખે.

જો ખરેખર આ વિદેશી કંપનીઓ ની તાકાત જોવા માં આવે તો તેને નજરઅંદાજ ના કરી શકાય. પણ ભારત માં રાજ કરી રહેલી મૂર્ખ સરકારો અને ભ્રષ્ટ નેતાઓ પોતાના ફાયદા માટે દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે તેને કોઈ પણ દેશભક્ત નજરઅંદાજ ના કરી શકે. ભારત માં મોબાઈલ નું ઘણું મોટું માર્કેટ છે. યુવાનો મુખ્ય ટાર્ગેટ છે. દેશ માં સ્વદેશી રીતે મોબાઈલ વેચી શકે તેવી માત્ર બે જ મોટી કંપનીઓ છે, એક છે intex અને બીજી micromax.(freedom 251 વાળા એ તો લોકો ને ઉલ્લુ બનાયા છે.) ઓપ્પો, વિવો, જિઓની,xiomi જેવી ચાઈનીઝ કંપનીઓ નું ખુબ જ મોટું માર્કેટ છે. બીજી તરફ પેનાસોનિક જેવી જાપાનીઝ , htc જેવી તાઇવાન ,samsung જેવી દક્ષિણ કોરિયન અને નોકિયા જેવી ફિનલેન્ડ ની કંપની નો માર્કેટ શૅર ચાઈનીઝ કમ્પની કરતા ઓછો છે.

વાત કરવી છે ચીન ની કંપની ની... આપણે ગમે એ મોબાઈલ લઇએ પણ ચાઇના નો મોબાઈલ લીધો એટલે ભારત ને ગુલામ બનવાનો ખીલ્લો ઠોક્યો અને ભારત ના એક જવાન ની ઠાઠડી બાંધી. બીજી બધી કંપનીઓ ના દેશો ભારત થી ભૌગોલિક રીતે ખુબ જ દૂર છે અને તેઓ પોતે ભારત પર કબ્જો બનાવી શકે તેની શક્યતા નહિવત છે કારણ કે તેમની પાસે સૈન્યબળ તથા તેમના અર્થતંત્ર ખુબ જ નબળા છે.

તમે અહીંથી એક મોબાઈલ લીધો એટલે ડાયરેક્ટ પ્રોફિટ મળ્યો ચાઇનીઝ કંપની ને. ભારત ને થોડો ઘણો ટેક્સ પણ મળ્યો પરંતુ તેના કરતા ચાઈના ને ઘણો વધારે ટેક્સ મળ્યો. આ ટેક્સ નો ઉપયોગ ચાઈના તેનું સૈન્ય બળ વધારવા,ભારત ની જમીન પચાવવા અને પાકિસ્તાન ને મદદ કરશે.

ચાઈના નો મોબાઈલ એટલે ના લેવો જોઈએ કારણ કે આ એજ ચાઈના છે કે જે ભારત વિરુદ્ધ પાકિસ્તાન માં અત્યારે પાક-ચાઈના કોરિડોર બનાવી ગ્વાદર બન્દરે ઘુસવા નો પ્રયત્ન કરે છે. આ એ ચાઈના છે જેને ભારત ની પીઠ પાછળ 1962 માં છૂરો ભોંકીને કેટલીય જમીન પચાવી લીધી હતી. આ એ જ ચાઈના છે કે જે અરુણાચલ પ્રદેશ ને ભારત ના બદલે પોતાના નકશામાં બતાવે છે. આ એ જ ચાઈના છે કે જે દલાઈ લામા ને હમણાં જ એપ્રિલ,2017 માં અરુણાચલ પ્રદેશ ની મુલાકાત ના લેવા ધમકાવે છે.(પણ સ્પેશ્યલ થૅન્ક્સ તો નરેન્દ્ર મોદી ને! કે જેમણે ચીન ને સ્પષ્ટ શબ્દો માં કહી દીધું કે દલાઈ લામા ભારત ના આશ્રિત છે તેમને ભારત મા જ્યાં જવું હોય ત્યાં જાય. તું વળી અમને કહેવા વાળો કોણ? 56 ઇંચ) પૂર્વ રક્ષામન્ત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ ના શબ્દો માં વાત કરીએ તો ,'ચીન અમારો એક નંબર નો દુશ્મન છે.'

હા એ વસ્તુ સાચી કે વિદેશી કંપની ભારત માં પ્લાન્ટ નાખે ત્યારે કેટલાય ભારતીયો ને રોજગારી મળે છે. સાચું કહું તો ભારત સરકારે વિદેશી કમ્પની ને પ્લાન્ટ નાખવા ની પરવાનગી તો આપવી જોઈએ પણ સાથે સાથે ભારત ની સ્વદેશી કંપનીઓ ની જે દુર્દશા થઈ છે તેને રિકવર કરીને આ વિદેશી કમ્પનીઓ નો અલ્ટરનેટિવ શોધી રાખવો જોઈએ જેથી દેશ નો પૈસો દેશમાં રહે.પણ ખેર દેશ ની કોને ચિંતા છે? ના તો જનતા ને ના તો રાજા ને. જનતા જો આ વિદેશી કમ્પનીઓ નો બહિષ્કાર કરે તો એક વર્ષમાં જ તેમને તેમની ઔકાત બતાવવી શક્ય છે.

આજે વિવો વાળા IPL લોન્ચ કરે છે અને ઓપ્પો વાળા ભારતની ક્રિકેટ ટીમ ને સ્પોન્સરશિપ આપે છે. એટલે આમાં થી તો કોઈ ચીન વિરુદ્ધ બોલવા નું જ નહિ ને!(આ જે લોકો એમને સપોર્ટ આપે છે તે પણ દેશદ્રોહી કહેવાય।) કાલે ભારત ની બીજી વસ્તુને સ્પોન્સર કરશે જેથી તેઓ પણ ચૂપ થઇ જવાના.

જાપાન માં એક સૂત્ર પોપ્યુલર છે, "Be Japanese, Buy Japanese." આપણે જાપાન ના છીએ તો જાપાની ખરીદો. અમેરિકા એ પરમાણુ બૉમ્બ ની આટલી તબાહી મચાવ્યા બાદ ત્યાં રોકાણ કર્યું તો તે લોકો એ તેનો બહિષ્કાર કરી દીધો. કારણ કે સરકાર દબાવ માં હતી, જનતા નહિ. ફ્રાન્સ માં પણ આવું જ કર્યું. આજે એ દેશો વિકાસ ની હરણફાળ ભરી રહ્યા છે.

દેશ ને જરૂર છે આજે એક લોકમાન્ય તિલક ની જેઓ એ 1905 થી મહારાષ્ટ્ર ના ગામેગામ ફરી ને વિદેશી સમાન નો બહિષ્કાર કરાવ્યો. દેશ ને જરૂર છે એક વીર સાવરકર ની કે જેઓ એ 1904 માં સૌપ્રથમ વિદેશી કાપડ ની હોળી કરી.(આપણે ચાઈનીઝ મોબાઈલ ની કરીશુ.) દેશ ને જરૂર છે ગાંધીજી ની કે જેમણે વિદેશી સમાન નો બહિષ્કાર કરી ને અસહકાર આંદલન ચલાવ્યું. દેશ ને જરૂર છે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની કે જેમણે અમેરિકા થી ઘઉં મંગાવવા ના બન્ધ કરી અને દેશ ની જનતા ને સોમવારે ઉપવાસ કરી ને અન્ન બચાવવા ની હાકલ કરી અને લોકો એ ફુલ સપોર્ટ આપ્યો.(મોદીજી મોબાઈલ કમ્પની ઓ ને પણ તમે ના પાડી દો, દેશ ની જનતા તમારી જોડે છે.)

પણ આપણે તો શું?આપણે તો હજુ પણ નફ્ફટ થઇ ને ચાઈના ના મોબાઈલ લઈશુ અને ભારત ની સેના ના જવાન ની ઠાઠડી બઁધાવીશું. આપણા માં એટલી તો દેશદાઝ અને સમજ હોવી જ જોઈએ કે કોઈ આપણા દેશ સામે આંગળી કરતા પહેલા સો વાર વિચારે. ખેર ક્રિકેટ મેચ માં જ રમતા વિરાટ કોહલી અને ધોની ને દેશભક્ત સમજનારાઓ જોડે દેશભક્તિ ની અપેક્ષા રાખી જ ન શકાય! તમે હજુ પણ ચાઈનીઝ મોબાઈલ ખરીદી ભારત ને ગુલામ બનાવતા રહો.

મોબાઈલ નો સૌથી મોટો ગેરફાયદો મેં અહીં મારી સમજ પ્રમાણે વર્ણવા નો પ્રયત્ન કર્યો છે.હવે નવો આર્ટિકલ એકાદ બે દિવસ માં ફરી થી રજૂ કરીશ. જય હિન્દ! ભારત માતા ની જય!

મુશ્કેલી આવે ત્યારે શું કરવું?

(સ્વામી વિવેકાનંદ નું ઉદાહરણ)

May 24, 2017

સ્વામી વિવેકાનંદ તે વખતે કાશી(વારાણસી) માં જ્ઞાન માટે ભ્રમણ કરતા હતા. કાશી માં તે વખતે વાંદરાઓ નો ખુબ જ ત્રાસ હતો. વાંદરાઓ ગમે તેની વસ્તુ લૂંટીને ભાગી જાય અને ગમે તેને લાફો મારીને જાય. એક વખત તેઓ રસ્તા પર થી જતા હતા અને સામે થી વાંદરાઓ અચાનક જ આવી ચઢ્યા. સ્વામી વિવેકાનંદ જોડે બીજા પણ અમુક વ્યક્તિઓ હતા. બધા ભાગવા મંડ્યા.તેથી તે જોઈ સ્વામી વિવેકાનંદ પણ ભાગવા લાગ્યા. પણ ત્યાં એક માણસ બેઠો હતો, તેણે સ્વામી વિવેકાનંદ ને આવી રીતે ભાગતા જોયા એટલે તરત જ બૂમ પડી કહ્યું,"डरो मत,डंटे रहो." (ડરો નહિ,ઉભા રહો). સ્વામીજી ઉભા રહી ગયા. વાંદરાઓ કશી હેરાનગતિ આપ્યા વગર સીધે સીધા જતા રહ્યા.ત્યાર પછી સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે, "ક્યારેય પણ મુશ્કેલી આવે,તો તેના થી ડરો નહિ પણ તેમનો સામનો કરો, અડીખમ ઉભા રહો." મનુષ્ય નું જીવન છે તો મુસીબત અને મુશ્કેલી તો આવવાની જ છે. માણસ ભાગી જશે તો માત્ર તેનો હંગામી ઉકેલ મળી જશે પણ જો માણસ અડીખમ રહીને તેનો મુકાબલો કરશે તો તે અચૂક તેનો કાયમી ઉકેલ લાવી શકશે.ચાણક્ય નો પણ આ અંગે મત જાણવા લાયક છે," મુશ્કેલી થી ડરો , પણ ક્યાં સુધી? જ્યાં સુધી મુશ્કેલી ના આવે ત્યાં સુધી. પણ જયારે તમારા પર મુશ્કેલી આવી પડે ત્યારે તમામ પ્રયત્નો કરી ને તેનો સામનો કરો."ગુજરાતી માં પણ આ અંગે એક દુહો છે.

હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય,

ખંત જો દિલમાં હોય તો, કદી ન ફોગટ જાય.

કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ ઉદ્યમ(મહેનત) કરવા થી તે પર પડે જ છે.દિલ માં જો ખંત હોય તો તે કયારેય વ્યર્થ (ફોગટ) જતી નથી.

શું આપણને વૂમન્સ ડે અને મધર્સ ડે ની જરૂર ખરી?

May 16, 2017

માતૃ દેવો ભવ: આ સૂત્ર કઈ UN (સંયુક્ત રાષ્ટ્રસંઘ) કે પછી અમેરિકા,જાપાન અને રશિયા માં થી ક્યાંય નહિ પણ ભારત ની સંસ્કૃતિ અને સભ્યતા માં થી આવેલું છે. આપણને માતૃભક્તિ તથા આદર કોઈ UN કે અમેરિકા એ શીખવવા ની જરૂર નથી પણ આપણે દુનિયા ને શીખવવા ની જરૂર છે. આપણે માત્ર એક દિવસ માટે નઈ પણ માતા જીવે ત્યાં સુધી સંયુક્ત કુટુંબ માં કઈ રીતે રખાય અને શ્રવણ બની માતાપિતા ની સેવા કઈ રીતે કરાય એ આપણે દુનિયા ને શીખવાડીશું.વિદેશો માં જયારે વિભક્ત કુટુંબો થઇ રહ્યા છે ત્યારે ભારત માં પણ આની અસર દેખાઈ રહી છે. માત્ર એક દિવસ માટે સેલ્ફી પાડી ને ફેસબુક અને વોટ્સએપ પર મૂકી નવી પેઢી પોતાની જાત ને કઈંક અલગ જ સમજવા લાગી છે... જાણે પોતે એકલા જ મહિલા ઓ નો આદર કરતા થઇ ગયા. ભારત જેવા દેશ માં સદીઓ થી માતૃશક્તિ તથા નારીશક્તિ ના સમ્માન ની પરંપરા ચાલી આવે છે. નવરાત્રી જેવા તહેવારો કે જેમાં કન્યા તથા માતા નું પૂજન થાય તે આપણા માતૃભક્તિ તથા નારીશક્તિ ના ઉદાહરણો છે. અને નવરાત્રી એ જ આપણો મધર્સ ડે અને વૂમન્સ ડે છે.આપણા મન માં સદૈવ એવું ભરમાવા માં આવે છે કે આપણે ભારતીયો એટલે પછાત. પણ શાયદ કોઈ દેશ માં સભ્ય સંસ્કૃતિ પણ નઈ વિકસી હોય ત્યાર થી ભગવાન રામે કહ્યું હતું કે, 'जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी' (માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે.) પણ અત્યારે તો આપણી પ્રજા નું માનસિક દેવાળું ફૂંકાઈ ગયું હોય ને તેમ લાગી રહ્યું છે.પશ્ચિમ ના દેશો માં જયારે એમ કહેવાતું હતું કે 'મહિલાઓ માં આત્મા નથી' એ પહેલા થી ભારત માં શક્તિ ની આરાધના અને ઉપાસના થતી આવે છે. જયારે પશ્ચિમ માં મહિલાઓ ને મત આપવા નો અધિકાર પણ નહતો ત્યારે આ દેશ માં 1857 માં રાની લક્ષ્મીબાઈએ અંગ્રેજો ને હાંફ ચડાવી દીધો હતો. અમારે કઈ તે વસ્તુ નારીવાદીઓ અને ડાબેરીઓ જોડે થી શીખવા ની જરૂર નથી.મનુસ્મૃતિ નો શ્લોક,'यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता। ' એટલે કે જ્યાં નારી ની પૂજા અર્ચન થાય છે ત્યાં દેવતા નો વાસ હોય છે.તેથી કૃપા કરીને આપણે વિશ્વ જોડે થી નહિ પરંતુ ભારત ની સભ્યતા અને સંસ્કૃતિ માં કે જ્યાં સદા માતા તથા નારી નો આદર અને સમ્માન રહેલું છે તેમાં થી બોધપાઠ કે સલાહ લેવા ની જરૂર છે. પણ તે માટે ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળીને જોવાની તથા એક વિચાર કરવા ની જરૂર છે.