Khoj - 15 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ - 15

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ખોજ - 15

બસ! તે કિધેલી વાત પર થી અનુમાન લગાવી લીધું. મને મારા મિત્રો દ્વારા સમાચાર મળેલા કે કમલ નો નવો ડાન્સ શો આવી રહ્યો છે. અને તે પણ મને કીધેલું કે કમલ તને મળવા માંગે છે. અને આ બન્ને વાત નો તાળો મળી ગયો. કમલ પણ પાક્કો ગણતરી બાજ છે એ તીર ને નિશા પર નાખવા હજાર જાત ના કાવા દાવા કરે એમ છે.અભિજિત એના અનુભવ ના આધારે કહ્યું.

એટલે હું સમજી નહીં.નાવ્યા ને સમજાયું નહીં કે અભિજિત શુ કેહવા માંગે છે.?

કમલ ને હું બહુ સારી રીતે ઓળખું છું મારા મોટા ભાગ ના મુવી નું ફાઇનાન્સ એ કરે છે. મારે એની સાથે ઘણા વર્ષો થી સબંધ છે. એ ક્યારે શુ કરી શકે એ કશું જ ના કહેવાય. એ કોઈ ની મદદ પણ પોતા ના સ્વાર્થ થી કરે છે. એ સિવાય એ કોઈ ની સામું પણ જોવે એવો નથી. એટલે એના થી ચેતી ને રહેવું સારું.અભિજીતે બોલ્યો.

નાવ્યા સમજી ગઈ કે અભિજિત શુ કેહવા માંગે છે. તેને પછી વિસ્તાર માં ચર્ચા કરી નહીં. ત્યાં એની નજર પેલા કાગળ પર પડી. જે નિશા ત્યાં જ ભૂલી ગઈ હતી. નાવ્યા એ કાગળ હાથ માં લીધો અને જોયો. તે ચોંકી ગઈ કે આવો કાગળ કેમ અહીંયા હશે? એક સાથે એના મન માં હજારો સવાલ આવ્યા. એટલે એણે અભિજિત ની સામે કાગળ ધર્યો.

આ??

કોઈ મને વારંવાર આવી રીતે ધમકી આપે છે.

એટલે?નાવ્યા ને અવાક જ રહી ગઇ!

મને આવી રીતે ધમકી આપે છે અને પછી એક બે વાર મારી પર હુમલા પણ થયા છે. જેલ માં એ બાબતે શાંતિ હતી પણ આજે પેહલી વાર અહીંયા પણ ધમકી મળી.અભિજિત બોલતા બોલતા ધ્રુજવા લાગ્યો.

નાવ્યા એ નોંધ્યું કે અભિજિત અસ્વસ્થ થઈ ગયો છે. હવે તેને સમજ્યું કે તે આવી ત્યારે અભિજિત ઠીક નહતો. કદાચ આ કારણસર એ ઉદાસ હશે!

પણ તમને કોઈ શુ કામ મારવા માંગે?નાવ્યા અભિજિત વિશે જાણવા નો પ્રયત્ન કર્યો.

એ તો મને નથી ખબર?અભિજિત વિચલિત થઈ ગયો.

તો પોલીસ ને જાણ કરી?

ના. જો પોલીસ ને ખબર પડે તો આખી દુનિયા ને ખબર પડતાં વાર ના લાગે અને અમે લોકો સામાન્ય માણસ ની જેમ ના જીવી શકીએ.

કોઈ બીજો રસ્તો?નાવ્યા ગમે તેમ કરી અભિજિત ની મદદ કરવા માંગતી હતી.

જેલ

એટલે?નાવ્યા વિમણાસણ માં પડી ગઈ.

મુકિમ ખજાના પાછળ નું રહસ્ય જાણવા માંગતો હતો. તે જાણતો હતો કે આ હવેલી માં કોઈ નથી કે જેને એ બિન્ધાસ્ત પૂછી શકે. તેને લાગયું કે વોચમેન તો બધું જ જાણતાં હોય, તો વોચમેન જ પૂછી શકાય.

બપોરે બધું કામ પતાવી મુકિમ વોચમેન જોડે ગયો અને આડી અવળી વાત કરી એને ધીમે રહી પૂછ્યુ.

આ હવેલી માં ખજાનો છે એ વાત સાચી છે?

હા, સાવ સાચી વાત છે.વોચમેન ને મજા પડી ગઈ. ઘણા સમય પછી ખજાના બાબતે એને કોઈ પંચાત કરવા વાળું મળ્યું હતું.

પણ આ હવેલી માં ખજાનો આવ્યો કેવી રીતે?મુકિમ ઉર્ફે ભીમસિંગ હવે મૂળ વાત પર આવ્યો.

બહુ લાંબી કહાની છે.

તો મારે સાંભળવી છે.

મેં તૂટક તૂટક સાંભળેલી એ પ્રમાણે કઈક આવી વાત છે.વોચમેન તો રાજી નો રેડ થઈ ગયો.

બોલો, સાહેબ.

આ વાર્તા ની શરૂઆત વર્ષો પહેલા થયેલી. જ્યારે દેશ ને આઝાદી નહતી મળી. જ્યારે અંગ્રેજો નું રાજ હતું. આ વાત ત્યાર ની છે. આ હવેલી મૂળ રાજા ભૂપતસિંહ એ બાંધવેલી.એટલું બોલતા અટક્યો.

મુકિમ ને યાદ આવ્યું કે એણે ભોંયરા માં જે તસ્વીર જોયેલી એમાં એ તસ્વીર પર રાજા ભૂપતસિંહ લખેલું હતું.

રાજા ભૂપતસિંહ એ પોતા ના છૂટી ના દિવસો માનવવા માટે અહીંયા આવતા. આ હવેલી વિશે કોઈ બહુ જાણતું નહતું. રાજા ના ખજાનચી ધર્મવીર નાયક હતા. ધર્મવીર નાયક એટલે વિશ્વમભર નાયક ના દાદા. જે રાજા ના ખૂબ વિશ્વાશુ હતા અને તે હંમેશા પાઈ પાઈ નો હિસાબ રાખતા. એ સમયે અંગ્રેજો એ પુરા દેશ માં કાળો કેર વાર્તાવેલો. અને અંગ્રેજો ની નજર તો હંમેશા રાજા ના ખજાનો ઓ પર જ રહેલી. એવી જ રીતે રાજા ભૂપતસિંહ ના ખજાના પર પણ અંગ્રેજો ની નજર હતી. રાજા માટે ખજાનો બચાવવો બહુ અઘરો હતો. રાજા ને ધર્મવીર નાયક સિવાય કોઈ ની પર વિશ્વાસ નહતો. એમણે ધર્મવીર નાયક સાથે ચર્ચા કરી, ખજાનો સંતાડી દેવા નું નક્કી કર્યું. અને આ હવેલી પર પસંદગી નો કળશ ઢોળ્યો. અને આ હવેલી વિશે કોઈ બહુ જાણતું નહતું. ખજાનો અહીંયા છુપાડ્યો અને તેની સંભાળ રાખવા ની જવાબદારી ધર્મવીર ને સોંપાઈ. એટલે તેમને આ હવેલી પણ આપી દેવાઈ. એવું નક્કી થયું કે અહીંયા રહી તેનું રક્ષણ કરવા નું. કોઈ ને શંકા ના જાય એટલે એવું નાટક કરેલું કે આ ખજાનો ધર્મવીરે ચોર્યા છે અને નગર માંથી ભાગી ગયો છે. બધા ધર્મવીર ને ચોર માનવા લાગ્યા. ફક્ત રાજા અને ધર્મવીર બે જ જાણતા હતા કે ખજાનો બરાબર ક્યાં સંતાડયો છે. ધર્મવીર ના પત્ની ને પણ ખબર નહતી. એ દિવસો માં આઝાદી ની ચળવળો જોરશોર થી ચાલતી હતી. આઝાદી ના પાંચ સાત વર્ષ બાકી હતા. દાદા અને રાજા એ નક્કી કરેલું કે જેવી આઝાદી મળે કે તરત ખજાનો તેમના વારસદાર સુધી પોહચાડવા નો. કોઈ એ માણસ આખો ખજાનો પચાવી ના પાડે એની માટે ધર્મવીર અને રાજા એ તેના રહસ્યો વહેચી દીધા હતા. તેથી કોઈ બહાર ની વ્યક્તિ આવી ને આખો ખજાનો ગળી ના જાય. જેથી ધર્મવીર અને રાજા બન્ને એ નહીં મળવા નું નક્કી કરેલું. પત્ર દ્વારા વિગતો ની આપલે કરવા ની પણ મારી જાસૂસી પ્રમાણે રાજા તરફ થી કોઈ પત્ર આજ સુધી મળ્યો નથી.

કોઈ ને ખબર ના પડે એટલે ધર્મવીર અહીંયા ખજાના ની રખેવાળી કરતા હતા. અને નાના પાયે અનાજ નો ધંધો શરૂ કર્યો. બધા તેમને અહીં વેપારી તરીકે જ ઓળખતા થયા. કોઈ ને ખજાના વિશે અહીંયા ખબર નહતી. એ તો ધર્મવીર એક દિવસ ખૂબ માંદા પડ્યા. તેમનું બચવું અઘરું હતું ત્યારે એમને એમના પત્ની ને આ વાત કરી ત્યારે તે આશ્ચર્યા ગરકાવ થઈ ગયા. પણ આ આખી વાત એક નોકરાણી સાંભળી ગઈ. અને સ્ત્રી ના પેટ માં કોઈ વાત ટકે નહિ. ધીમે ધીમે કરતા આખા રાયગઠ માં આ વાત પ્રસરી ગઈ.વોચમેન એક સાથે આખી વાર્તા કહી દીધી. અને જાણે પોતે આખી ઘટના નો સાક્ષી હોય એવી રીતે કહેતો ગયો. પણ મુકિમ ના મન માં બીજા નવા પ્રશ્નો એ જન્મ લીધો એટલે એને પૂછ્યું.

તો રાજા કે તેમનો વારસદાર ખજાનો લેવા કેમ ના આવ્યો?

એવું ધર્મવીર ને સાંભળવા મળેલું, અંગ્રેજો ને શંકા પડી ગઈ કે ખજાનો જાણી જોઈ ને સંતાડયો છે. એટલે તેમણે રાજા ભૂપતસિંહ ને અને તેમના પરિવાર ને બંદી બનાવ્યા હતા. તેમને ખુબજ માર્યા પણ રાજા એ મગનું નામ મરી ના પાડ્યું. અને તેમનું નિધન થયું. રાણી એ ચતુરાઈ વાપરી તેમના પુત્ર સાથે ભાગી ગયા. પછી ક્યાં ગયા? શુ કર્યું ? એ કોઈ ને ખબર નથી.વોચમેને પોતે જેટલું જાણતો હતો એ બધું કહી દીધું.