ભીંજાયેલો પ્રેમ
ભાગ – 7
સમર્પિત : સર્વે મિત્રો, રાહી અને બધા વાંચકો
સાર:-(રાહી અને મેહુલ કોઈક જગ્યાએ ઓચિંતા સામે આવી જાય છે અને રાહી મેહુલને ભેટી જાય છે ત્યારબાદ મેહુલને રાહી જોડે બનેલી બધી ઘટના યાદ આવવા લાગે છે. બંનેની પહેલી મુલાકાતથી લઈને mass bank, dating, trip, propose અને tour બધી જ ઘટના તાજી થઈ જાય છે. )
(પાછળ જોયું)
થોડા દિવસ આવું ચાલેલું પછી નાછૂટકે આ વાત તને કહેવી પડેલી, આ વાત સાંભળીને તે પણ વિશ્વાસ નો’હતો કરેલ, આ બધી વાતની હકીકત જયારે તને ખબર પડેલી ત્યારે તું બધી વાત જાણવા અર્પિત પાસે દોડી ગયેલી, શુ ખબર તે કેવી રીતે તેને મનાવ્યો, થોડીવારમાં મારી પાસે આવીને ભેટી પડ્યો અને મને પાછળથી ખબર પડી કે સેજલ અર્પિતને લાઈક કરતી હતી અને તે આ વાત અર્પિતને કહી મનાવી લીધો.
પણ કોઈને ક્યાં ખબર હતી અર્પીતના મગજમાં શું ચાલી રહ્યું છે??
Continue
અર્પિતે જયારે મેહુલને (મને) આવીને કહ્યું કે તે સેજલને પ્રેમ કરે છે ત્યારે એક પલ માટે પણ તેના પર વિશ્વાસ ન કર્યો. કારણ બસ એટલું જ હતું કે મેહુલને હજી અર્પિત પર ભરોસો નો’હતો.
પરંતુ, આપણે જે શબ્દો બોલીએ છીએ તેની સીધી અને સ્પષ્ટ અસર આપણા વિચારો પર પડે છે. વિચારોથી શબ્દો બને છે કારણ કે શબ્દો વિચારોનું વાહન છે પણ શબ્દોનો પણ વિચાર પર પ્રભાવ પડે છે, શબ્દો ભલે અભિગમ નહિ ઘડતા હોય પણ અને ચોક્કસ રૂપમાં ઢાળે તો છે જ અને આવી જ રીતે અર્પિત પણ તેની ભૂલ સ્વીકારતો આગળ વધતો હતો.
અર્પિત જયારે રાહી સાથે હોય ત્યારે મેહુલને બેચેની થતી. કેવું કહેવાય નહિ, થોડા દિવસ પહેલા જ જેના પર જાન ન્યોછાવર કરનાર દોસ્ત આજે તેને હર ઘડી શકની નિગાહથી જ જુવે છે.
કદાચ અર્પિત આ વાત સમજી ગયેલો તેથી તેણે મેહુલને પોતાના ઘરે એક દિવસ માટે રહેવા માટે આમન્ત્રણ આપ્યું અને રાત્રે જમવાનું પણ જ્યાં જ હતું. પેહલા તો મેહુલને બે મિનિટ વિચાર આવ્યો પણ હતો તો મિત્ર જ ને તેથી મેહુલે કહ્યું કે પછીના રવિવારે અર્પિતને પણ મેહુલના ઘરે આવવું પડશે. જો આ શરત અર્પિતને મંજુર હોય તો જ મને આવવા કહે અને અર્પિતે હા માં જવાબ આપી ત્યાંથી છુટા થયા. આજ પહેલી વાર ચારેય લોકો એક સાથે ખુશ હતા. અર્પિત સેજલ સાથે અને મેહુલ રાહી સાથે હાથમાં હાથ નાખીને પોતાના ઘર તરફ ચાલતા થયા.
પછીનો દિવસ મેહુલે અર્પિત સાથે વિતાવ્યો. તેનું ઘર ખુબ સુંદર છે, બંનેએ સરસ મજાના ડાઇનિંગ રૂમમાં રાત્રિનું ભોજન કરી રહ્યા છે. તેના ચારેય ભીંતો પર સુંદર ભીંતચિત્રો છે, એ સુંદર ચિત્રો એક ગ્રામીણ વિસ્તારના ચિત્રો છે, સુંદર પર્વતો, શાંત ખીણો અને ખળખળ વહેતી નદીઓના દર્શ્યો છે. એ નદીઓ સાફ હતી અને ખડકો પરથી ઉછળતી-કૂદતી વહી રહી છે. વળાંકવાળી કેદીઓ સુંદર જંગલો વચ્ચેથી પસાર થતી હતી. વચ્ચે-વચ્ચે નાના-નાના ઘરો આવતા હતા.
મેહુલે પૂછ્યું, “ આ તારી આવડતનું પરિણામ છે અર્પિત?”
અર્પિતે કહ્યું, “હા, આ મારા નાનપણનું ગામ છે. ”
મેહુલે તેની આવડતને બિરદાવી. જયારે બંને જમતા હતા ત્યારે અર્પિતે તેના નાનપણના સ્થળ વિશે વાત કરી. એ ચારેય બાજુની દીવાલ પર આવેલા ચિત્રોમાં રસ પડે તેવા સ્થળો બતાવવા લાગ્યો.
તેણે કહ્યું “હું જયારે પણ આ ડાઇનિંગ રૂમમાં બેસું છું ત્યારે મારી સ્મૃતિમાં આ બધા સ્થળ આવે છે અને એ જુના દિવસોને ફરીથી જીવું છું. મને યાદ છે કે ઉનાળાના બપોરે હું નદીમાં માછલી પકડતો અને પેલી ટેકરીઓ પર ફરતો. ”
મેહુલે કહ્યું “અર્પિત, તારું બાળપણ તો ખુબ જ મજાનું વીતેલું છે, હવે મને બાળપણની કોઈ એક એવી સ્મૃતિ કહે કે જે જીવનભર તું ભૂલવા નહિ માંગતો. ”
અર્પિતે એકી શ્વાસે નિસાસો નાખીને કહ્યું “રાહીની દોસ્તી. !!”
મેહુલ થોડીવાર માટે થંભી ગયો. . શું રાહી અર્પિતની નાનપણની દોસ્ત છે???જો અર્પિત તેને નાનપણથી ઓળખતો હતો તો બંને માંથી કોઈએ આ વાત કેમ મેહુલને કહી નહિ અને એવું વર્તન કેમ કરતા રહ્યા જાણે તે લોકો હજી કોલેજમાં જ મળ્યા હોય…. આવા અનેક વિચારોના વંટોળ તેના મગજમાં ઉડતા હતા ત્યાં,
અર્પિતે પૂછ્યું “ક્યાં ખોવાઈ ગયો મેહુલ?”
કઈ. . કઈ. . કઈ. . . નહિ. . . એટલે. . એટલે તમે બંને નાનપણથી સાથે છો??? મેહુલે હકલાતા સ્વરે કહ્યું
અર્પીતે કહ્યું “હા, આ જે ભીંતચિત્રો દોરેલા છે તેમાં હું અને રાહી બંને સાથે ફરતા, સાથે રમતા, સાથે રહેતા પણ તું જેવું સમજે તેવું કઈ નથી, અમે બંને સાતમાં ધોરણ સુધી જ સાથે હતા અને ત્યારે મારી મીનલ નામથી એક બીજી દોસ્ત હતી અને ત્યારે રાહી સાથે મારે આટલી જાનપહેચન ન’હતી. અત્યારે મીનાલના લગ્ન થયી ગયા છે, અને ઓચિંતી રાહી કોલેજમાં સાથે આવી ગયી એટલા માટે, બાકી તું આવું કઈ ના સમજતો. ”
મેહુલને આ બધી વાત પરથી એવું લાગતું હતું કે કદાચ તે આ બંને વચ્ચે તો નથી આવી ગયો ને. પણ તેને લાગ્યું જે થાય તે સારા માટે જ થતું હશે અને તેને હવે સમજાઈ ગયું કે અર્પિત કેમ રાહીની વાત માનીને સેજલને પ્રેમ કેમ કરવા લાગ્યો હતો.
રાતના દસ વાગી ગયા હતા મેહુલને હવે ઘરે જવા માટે મોડું થતું હતું, ઘરેથી ફોન પણ આવતા હતા તેથી મેહુલે ત્યાંથી જવા માટે મંજુરી માંગી. પણ અર્પીતે મેહુલને જવાની ના પાડી. અને કાલે સાથે કોલેજ જઈશું એમ કહીને મેહુલના ઘરે ફોન કરી દીધો.
બંને અગાસી પર બેઠા બેઠા વાતો કરતા હતા. અર્પિત મેહુલેને પૂછ્યું “તારું બાળપણ કેવું રહેલું મેહુલ?”
મેહુલના ચેહરા પર એક અલગ જ સ્મિત આવી ગયું તેણે થોડીવાર અર્પિત સામે જોયું અને કહ્યું “મારું ગામ કચોટિયા, ગૌતમી નદીના કિનારે આવેલું મારું ગામ સુખ-સમૃદ્ધિથી ભરપૂર સંસ્કારી છે. મહેમાનોને બે ઘડી રહેવાનું મન થાય તેવા ગામમાં મારા બાળપણના સાત વર્ષ વીતેલા, મને હજી મારી શાળાની તે દીવાલો યાદ છે જ્યાં મેં દોરેલા ચિત્રો લટકાવવામાં આવતા, તે પ્રાર્થનાખંડ જ્યાં ઉભો થઈને સુવિચાર બોલતો, તે વિજ્ઞાનપેટી જેના રસાયણો મેળવીને આઈસ્ટાઈન બનવાનો પ્રયત્ન કરેલો. આવીતો ઘણી બધી યાદો છે જે મારા સ્મૃતિપટલમાં પડી પડી ધૂંધળી થાય છે, ક્યારેક ત્યાં જઈને યાદો તાજી કરી લાઉ છું. . પણ બાળપણની વાત જ કંઈક અલગ છે”આટલું કહેતાની વેળાએ મેહુલની આંખોમાં બાળપણ ઝળહળતું હતું.
અર્પિત અને મેહુલ વચ્ચે હવે ગેરસમજણ દૂર થતી જતી તેવું લાગતું હતું. બંનેએ બાળપણની ખુબ વાતો કરી અને પછી રાત્રે રોકાણ કરી પછીના દિવસે મેહુલ અને અર્પિત બંને કોલેજ જવા માટે નીકળ્યા…આજે વાતાવરણ કંઈક અલગ જ હતું. . બંનેને ઘણા દિવસો પછી સાથે જોઈને બધા અવનવી વાતો માંડતા હતા. ખાસ કરીને રાહી અને સેજલના આશ્રયનો પાર ન રહ્યો. ઘણા બધા તણાવના દિવસો જોયા પછી આજે ખુશીનો માહોલ ઉભો થયો હતો. . (ક્રમશઃ). .
***
શું લાગે દોસ્તો મેહુલ અને અર્પિત વચ્ચે સાચે જ મિત્રતા બંધાઈ ગયી હશે કે અર્પિતે કહેલી બધી જ વાતો બિનબુનિયાદી છે??? મેહુલ અને રાહી વચ્ચે કેવી વાતો થશે જયારે મેહુલને વાત ખબર પડી ગયેલ છે કે અર્પિત અને રાહી બાલપનણના જાણીતા છે. . ???
તમારા પ્રતિભાવ મને વ્યક્તિગત જણાવી શકો છો.
Facebook :- Mér Méhùl
Twitter :-@Mon2b2898
Instagram :-mon2b2898
-Mer Mehul