લવ મેરેજ - વાત વ્યથાની
ભાગ - ૨
કોલેજનાં ભણતર સાથે બે યુવાન દિલ આકાશ અને પુર્ણિમા બંને મળીને પ્રેમનું ભણતર પણ ભણ્યા. શહેરનાં બાગ - બગીચાથી લઈ નાસ્તા સુધી સાથે વિતાવેલ સમયની યાદ પણ આંખોનાં ઝળઝળીયાં સમાન હતી. જિંદગીભર સાથ નિભાવવાનાં વાયદા તુટે નહીં અને જીવનગાડીનાં બે પૈડાં સમાન એ બે વ્યક્તિએ એક થવા લીધેલો નિર્ણય "લવમેરેજ" નો, જે એકબીજાની અલગ જ્ઞાતિ અને ધરનાં સભ્યોની નામંજુરીથી હંમેશા ત્યાં નો ત્યાં જ રહી ગયો. રાજીખુશીથી માની જાય બધાં એ આશા નઠારી નીવડી. પ્રેમકહાની નો અંત જલદી આવી ગયો. પુર્ણિમાનાં લગ્ન થયાં અને આકાશ હજી તેની યાદમાં ખોવાયેલો રહે છે. એટલામાં મગજની શાંતિ માટે બગીચા તરફ ચક્કર લગાવવાં નીકળેલાં આકાશને તેમનો મિત્ર - મનોજ અને તેની પત્ની ત્યાં મળી જતાં વાતવાતમાં આખી કહાની સંભળાવતા ભાવુક બની જાય છે અને આકાશને તેમનાં દોસ્તનાં આશ્વાસનનાં શબ્દો સામા ઉતરે મળે છે. બીજી બાજુ પુર્ણિમાંનું લગ્નજીવન દિવસે દિવસે આગળ વધે છે. આકાશ રહે છે કાયમ યાદોનાં મહેલમાં ગુચવાયેલ. એ આકાશ પાસે માત્ર અને માત્ર તસવીર બચી હતી...અહીં સુધીની 'લવસ્ટોરી' થી - હવે વાંચો ભાગ - ૨ પર આગળ...
ક્રમશ :
ઘણી ઉથલપાથલ થઈ ગઈ "આકાશ" અને "પુર્ણિમા" નાં જીવનમાં. હવે, બંને વચ્ચે અંતર થતું જાય છે. આમ પણ કોલેજનું છેલ્લું વર્ષ એટલે બહું દુર નથી એ સમય અડધી નહીં પણ આખી જુદાઈનો. પુર્ણિમાનો લગ્ન પછી ચાલુ બાકીનો અભ્યાસ છુટે નહીં એવો વિચાર તેમનાં પતિ પાર્થિવનો, એ કોલેજનાં અભ્યાસ બાદનો સમય વધારે કપરી પરિસ્થિતિવાળો હશે આકાશ માટે. કિતું-પરંતુ જેવો કોઈ ઉકેલ જ નથી કોઈ.
સવારની ચાલુ થતી કોલેજમાં આ દશ્ય બને છે.
"પુર્ણિમા આજે કોલેજ પુરી થયા પછી મળજે મને, થોડું કામ છે મારે" - આકાશ ક્લાસરૂમમાં જતી વખતે ધીમેથી પુર્ણિમાને કહે છે.
"હા, બહાર રાહ જોઈશ".
બંને કોલેજનો સમય પુરો થયો એ બાદ શાંત જગ્યાએ એકલા મળે છે....
આકાશ : "તું મારા વગર રહી શકે છે??"
પુર્ણિમા : "આકાશ - જિંદગી મારી વળાંક લઈ ચુકી છે, હવે આ બધી વાતોનો કોઈ ફાયદો નથી".
આકાશ : "તું જેટલી સહેલાઈથી બોલશ'ને.. એટલી સહેલાઈથી હું સમજી નથી શકતો આ સમયને".
"વાત બધી સાચી But Now I'm Married (હવે, હું પરણિત છું). હું બીજી કોઈ આગળ વાત કરવા નથી માંગતી. આજે આપણે મળ્યા, પણ હવે હું તને આ રીતે એકલી મળીશ નહીં"
આકાશ આશ્ચર્ય પામે છે વાતમાં...વિચારતો થઈ જાય છે.
"બસ, આ કોલેજનું ભણતર પુરૂં થાય એટલી રાહ છે, હું એ જ સલાહ આપુ છું તને - ભુલી જા મને...તારા મારા રસ્તા અહીંથી અલગ છે."
આ છેલ્લી જવાબી ભાષાની વાત કહી પુર્ણિમા ત્યાંથી નીકળી જાય છે.
શનિવાર, કોલેજની છેલ્લી પરીક્ષા અને આમ કોલેજનો પણ છેલ્લો દિવસ. બંનેનાં સંબંધોનું છેલ્લું અહીં પુર્ણવિરામ. એ ચહેરો એ પ્રેમનાં દિવસો, એ વચન - એ વાયદા હંમેશાની યાદી બની જાય છે. એ છોકરીની તસવીર મનમાં રહી જાય છે.
***
બે મહીના પછીની વાત છે.
આકાશનાં મોબાઈલમાં સાંજે છ વાગ્યનાં સમયે "એકતા ટ્રેડીંગ" માંથી ફોન આવે છે. "એકતા ટ્રેડીંગ" એક ઈલેકટ્રોનિક્સ ઉપકરણો સપ્લાય કરતી નામાંકિત પેઢી છે. જી હા, તે શેઠને બધા જ ઓળખે છે - જે આકાશનાં પપ્પા છે.
"બેટા! આકાશ ઓફીસે આવજે મારે તારી સાથે થોડી વાત કરવી છે."
"હા, પપ્પા થોડીવારમાં આવ્યો ચાલો."
વિચારે છે આકાશ : ઓફીસ ટાઈમે પપ્પાનો ફોન આવ્યો તે થોડું નવું લાગ્યું તેમને...ત્યાં પહોંચતાં જોયું, પપ્પા એકદમ ફ્રી બેઠાં હોય છે. થોડીવાર બંને એ આમતેમ વાતો કરી. પછી શેઠ સરકાર પપ્પા તેનાં બોલ્યાં....,
"તારી કોલેજ પુરી થઈ તેનાં બે મહીના થયા અને મને હવે એવું લાગે છે કે તું હમણાં નવરૉ છું. તો આપણી જ ઓફીસ ચાલું કરી દે."
આકાશ સહેજ પણ નવાઈ પામ્યાં વગર બોલી ગયો...
"હા, પપ્પા કાંઈ વાંધો નહીં - હું કાલથી જ ઓફીસે તમારી સાથે આવવાનું ચાલું કરુ છું."
"ઓહ!! ગ્રેટ માય સન"
બસ વાત અહીંથી પુરીને આકાશ ઓફીસ રેગ્યુલર જોઈન કરી લે છે. એક એક દિવસ જાય છે. થોડા સમય બાદ આખા ઓફીસનો જવાબદાર માણસ એટલે - આકાશ એક જ. વ્યસ્તતા આવતી જાય છે તેમનાં જીવનમાં થોડી થોડી.
ફોનની રીંગનો અવાજ આવ્યો,
"હેલો......."
"હાજી કોણ??"
સામેની બાજુથી ફરી અવાજ આવે છે,
"હું એશ્વરી પાટીલ વાત કરું છું"
"Yes Mem.."
"મેં તમારો મો. નંબર નેટ સર્ચ માંથી મેળવ્યો છે. ને ય What's your name??" - આવું એશ્વરી પુછે છે.
"હું એકતા ટ્રેડીંગમાંથી વાત કરું છું. અને મારું નામ આકાશ છે."
"Ok- Ok"
"આકાશજી - તો અમારો બીઝનેશ કન્ટ્રકશનનો છે. હાલ, અમે રેડી પઝેશનમાં ટેનામેન્ટ અને બંગલોઝ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ. જેમાં બધી જ સુવિધાની જવાબદારી અમારા પર છે. તો શું તમારી કંપની ઈલે. પ્રોડક્ટસનું મટીરીયલ્સ પ્રોવાઈડ કરી શકશે??'
"હા હા ચોક્કસથી" : આકાશ બોલ્યો..
"તો ક્યારે આપણે મળી શકીએ? એવું ટાઈમીંગ કહો ત્યારે મીટીંગ કરીએ.."
"Yes, થોડો ટાઈમ એડજસ્ટ કરી તમને આ નંબર પર કોલબેક કરું."
"Ok આકાશજી નો પ્રોબલેમ."
***
ત્રણ દિવસ પછીનો મીટીંગ ટાઈમ ફિક્સ અને આકાશને મળવા જાય છે એશ્વરી.
ધડીયાળમાં સાંજનાં પાંચ વાગ્યા છે. આકાશની ઓફીસમાં નવાં ક્લાયન્ટની આવવાની રાહ જોવાઈ રહી છે.
ડોર ખુલે છે. "સર, બહાર કોઈ એશ્વરી મેમ આવ્યા છે જે તમને મળવા માંગે છે."
"હા-હા અંદર મોકલો'ને તેમને...."
"વેલકમ મેમ વેલકમ...બેસો બોસો...
આવકારનાં શબ્દોથી આકાશ તેમની ઓફીસમાં આવેલ નવાં મહેમાનને બેસાડે છે...
બ્લ્યુ- બ્લેક લોન્ગ ડ્રેસ, બ્રાઉન ગોગલ્સ સાથે મોઢા પર બુકાની બાંધેલ ચહેરાવાળું વ્યક્તિ. આકાશની ઓફીસમાં પ્રવેશતાંની સાથે જ એ બુકાની છોડતાં અને ગોગલ્સ કાઢીને સાઈડમાં મુકતાં આકાશને સામેથી પુછે છે.."કેમ છો??" પૈસાદાર માણસોની રીત પણ અજબ-ગજબ હોય ને...ઓફીસમાં વગર તડકે પણ બુકાની અને ગોગલ્સ...પણ જે કાંઈ હોય એ થી જ કદાચ કોઈ એવો એક અજાણ્યો ચહેરો જોવા તડપી જતું હોય!!! એ ગોગલ્સ કાઢ્યાં બાદની આંખોમાં તો અલગ તે જ છલકતું હતું. મધુર અહેસાસ લાગ્યો આકાશને અને મનની પ્રફુલીતતા માં ઓફીસનાં વાતાવરણમાં સુગંધ ઘોળતું એ ધીમું સંગીત.
"બસ જોવો એકદમ મજામાં"
ધંધાકીય વાતો આગળ વધી, એકબીજાની વાતોમાં પ્રશ્નોતરી જણાતી હતી. નવું કાંઈક જાણવાની ઈચ્છાનો દ્રષ્ટિકોણ બંને પક્ષે. આકાશને પણ સમજાય ગયું કે એશ્વરી તેમનાં બિઝનેસ ફિલ્ડમાં વધારે સારું જ્ઞાન ધરાવે છે અને દિવસે દિવસે સફળતાનાં ડુંગર સર કરશે આ છોકરી.
" OK, તો આપણે ડીલને(Deal) અહીં ડન(Done) કરીએ છીએ. ને' આ ડીલની બધી માહિતીનાં કાગળ મને મોકલી આપજો. હું મારા બિઝનેસનાં મેઈન ફાઉન્ડર સાથે વાત કરી લઈશ." - એશ્વરી રીવોલ્વીંગ ખુરશીને તેમનાં સ્થાન પરથી થોડી ખસાવીને બોલી.
"હા, હું કાગળો તૈયાર કરાવીને પ્રોડક્ટની માહિતી અને ભાવપત્રક સાથે મોકલી આપીશ. તમે બતાવી દે જો તેમને."
'ચોક્કસ - ચોક્કસ, અને આમ પણ આકાશજી તમને થોડું અચરજ થાશે. બિઝનેશ ફાઉન્ડર એ મારા સગા ભાઈ જ છે."
"ઓહ!! - શું વાત કરો છો!!" - આશ્ચર્ય સાથે આકાશ એશ્વરીને કહે છે.
"હા, - પાર્થિવ પાટીલ is my brother. અને એને જ અમારા કન્ટ્રક્શનનાં બિઝનેસનાં ગણપતિ સ્થાપ્યાં."
"ખુબ સરસ ક્યારેક મળીશ તમારા બ્રધર ને...અને આમપણ હવે મળવાનું તો બનશે જ ને!"
"હહહમમમમ - સારું ચાલો બાય"
"Yes Yes Bye -- આવજો...."
પાર્થિવ પાટીલ એક સાવ અનજાન ચહેરો આકાશ માટે. તે જાણતો જ નથી કેવો છે? ક્યાં છે? વગેરે...વગેરે....એશ્વરીથી જ મુલાકાત શક્ય બનશે એ જ ખબર ખાલી. આકાશે બસ એશ્વરી પાસેથી નામ જાણ્યું પણ કોઈ તેમને ખાસ જીજ્ઞાસા હજી જાગી ન હતી. "વૃંદા કન્ટ્રકશન" કંપનીનાં ફાઉન્ડર પાર્થિવ પાટીલ અને તે જ કંપનીનાં બીઝનેસનાં મેઈન હેન્ડલર વ્યક્તિ તેમનાં જ સગાં બહેન એશ્વરી પાટીલ.
"Hello"
"Yes"
"Congratulation" થોડું હસીને બોલી તે
"કેમ??"
"હા, એશ્વરી વાત કરું છું. તમારા મોકલેલા બધાં કાગળો મેં મારા બોશને બતાવી દીધા છે. તેને ડીલ ફાઈનલ કરી છે. તમારી સાથે આગળ કામ કરવાની વાત થઈ છે અમારા વચ્ચે." - ગંભીરતાનાં વર્ણન માફક એશ્વરી બોલી ગઈ.
"એવું છે એમને - થેંક્યું"
એશ્વરી તેમની ઓફીસની મુખ્ય માણસ છે, ધરનું બધાનું રમકડું છે, તેનાં ભાઈની પ્રિય બહેન છે. બધાં જ ગુણોનો સંગમ છે. હંમેશાં ખુશ જોવા મળતો એ ચહેરો - બીજાને પણ ખુશ કરવા તત્પર હોય એવું લાગે ક્યારેક.....
"આકાશજી - એશ્વરી"
"હા, બોલો-બોલો"
"કેવા કંજુસ છો!! એક કોફીની પણ સલાહ કરતાં નથી કરતાં...."એશ્વરીએ ફોનમાં મજાક કરી નાખી આકાશની.
"કેમ શું થયું??" મજાક ન સમજાણી તેમને
"અરે!! વૃંદા કન્ટ્રકશનનું કામ તમને અપાવ્યું તો - એક કોફી તો માંગી જ શકુને'!!"
હસી પડ્યો આકાશ - "હા કેમ નહીં, આવો ઓફીસે"
"તમારી ઓફીસ સાઈડ બીજું થોડું કામ હતું તો ત્યાંથી નીકળવાનું હતું. તો મને થયું તમારી મુલાકાત લેતી જાવ."
"હા હા આવો - ઓફીસે જ છું"
બંનેનાં સ્વભાવ મળતાં આવે છે. ઉંમરનો પણ લાંબો ફેરફાર નથી. બંને બિઝનેસમેન વચ્ચે સારું વ્યવહારું વાતાવરણ બની ગયું. સમય થોડો જતાં પછી એવું બન્યું કોઈને કોઈ કામથી અથવા વગર કામે પણ બંને એટલે કે "આકાશ" અને "એશ્વરી" એકબીજાને યાદ કરી લે છે. ક્યારેક કોફી પીવા, ક્યારેક શોપીંગ કરવા, ક્યારેક મુવી જોવા. એકદમ જલ્દીથી નવો સંબંધ ખુબ આગળ વધી ગયો.
આકાશની જિંદગીનાં આ નવાં વળાંક વચ્ચે શું બનશે બંનેની જિંદગીમાં?? - શું આ બંને વચ્ચે પણ પ્રેમ થઈ જશે? વધુ આગળ આ લવસ્ટોરીને વાંચો ભાગ - ૩ માં...
- રવિ ગોહેલ