Mitroni yado in Gujarati Magazine by Nishant Pandya books and stories PDF | મિત્રોની યાદો

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મિત્રોની યાદો

શ્રી હરિવંશરાય બચ્ચનની મિત્રતા પરની કવિતા બધા જ મિત્રો માટે:

“મે યાદો કા કિસ્સા ખોલું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે,

મે ગુજરે પલો કો સોચું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે....

અબ જાને કોન સી નગરી મે, આબાદ હે જાકર મુદ્દત સે,

મે દેર રાત તક જાગું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે....

કુછ બાતે થી ફૂલો જેસી, કુછ લહજે ખુશ્બૂ જેસે થે,

મે શહર-એ-ચમન મે ઘૂમું તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે....”

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. વેસ્ટર્ન કંટ્રીસ છેલ્લા 100 વર્ષ થી ફ્રેન્ડશીપ ડે ઉજવે છે, પણ આપણાં સંસ્કૃતિમાં મિત્રતા નો મહિમા 5000 વર્ષ પહેલા જ ગવાયેલો હતો. પરંતુ, આપણાં સમાજનો એક મોટો પ્રોબ્લેમ એ જ છે કે આપણી જ કોઈ વસ્તુ બહાર નો માણસ કરે એ પછી જ આપણને એ ચીજ નો મહિમા સમજાય છે. એક ઉદાહરણ થી સમજીએ તો યોગ. આજ થી કદાચ 50-60 વર્ષ પહેલા કદાચ યોગ ભારતના સામાન્ય માણસ માં આટલું બધુ પ્રચલિત ના હોતું. લોકો યોગ કરવા પણ ટેવાયેલા ના હતા. પણ, વેસ્ટર્ન કંટ્રીસમાં યોગ પ્રખ્યાત થયું એટલે આપણું ધ્યાન ગયું, અને એના લીધે પાછું આપણાં દેશ માં પ્રચલિત બન્યું અને આપણાં પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયાસ ની લીધે 21 જૂન એ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવાય છે.

બેક ટુ ઓન ફ્રેન્ડશિપ. મિત્રતા એ કોઈ અરૈંજ મેરેજ નથી હોતું કે બે જણ ભેગા થયા અને પરિવાર ભેગા થયા અને મિત્ર બનાવી દઈએ. મિત્રતા એ તો આત્મા નો સંબંધ છે. મિત્રતા જ એ જ એવો સંબંધ છે જે કોઈ પણ પ્રકાર ના બંધન કે જબરજસ્તી વગર ટકી રહે છે. મિત્ર બનવા કે બનાવવા માટે કોઈ પ્રકારના જાતિ, રંગ ભેદ, ઊંચ નીચ જોવામાં નથી આવતી. ગર્લફ્રેન્ડ કે લગ્ન માટે લાઇફ પાર્ટનર પસંદગી વખતે જુદા જુદા પ્રકાર ની “ટર્મ્સ એન્ડ કંડિશન” મુકાય છે. રંગ-રૂપ થી લઈને અભ્યાસ સુધીનો. જ્યારે મિત્રતામાં ખાલી દિલનું કનેક્શન જ જોવાય છે. મિત્રતા એ તો નિર્દોષતાનો ભાવ છે. મિત્રતા તો થઈ જાય છે, એને કરવાની જરૂર પડતી નથી. કોઈ પણ સંબંધ વગર નો સંબંધ એટલે મિત્રતા.

નસીબવાળા લોકો કહેવાય કે જે મિત્રો ચડ્ડી પહેરીને સ્કૂલ માં સાથે જતાં હોય એ જ મિત્રો કોલેજ અને ઓફિસ માં સાથે હોય. એવું નથી કે સ્કૂલ કે બાળપણ માં બનેલા મિત્રોની મિત્રતા જ છેક સુધી ટકી રહે, પણ લાઇફમાં અમુક સ્ટેજ પછી તમારામાં એક પ્રકારની “ફોર્માલિટી” આવે. ગુજરાતી માં કહું તો વ્યવહાર. મિત્રતામાં આવો વ્યવહાર કે ફોર્માલિટી ના ચાલે. અને, એટલે જ આપણને એવું લાગે કે યાર, બાળપણના મિત્રો જેવી મજા કોલેજ કે ઓફિસ ના મિત્રોમાં આવતી નથી. જેટલા વધારે મિત્રો એટલી વધારે લાઇફ સારી. તમારું કામ અડધું થતું જાય. વર્ક લોડ ઘટે. એ મારો અંગત અનુભવ છે. એના લીધે જ તમે શાળા, કોલેજ અને ઓફિસ માં જોયું હશે કે મોટા મિત્રોના ગ્રુપવાળા વધારે મજા, જલ્સા અને વધારે સફળતા પ્રાપ્ત કરતાં હોય છે. પ્રેમી પ્રેમિકા માં બ્રેક-અપ થાય, પતિ-પત્ની માં છૂટાછેડા થાય પણ મિત્રતા માં ક્યારેય એવું સાંભળવામાં મળ્યું છે કે બ્રેક-અપ કે છૂટાછેડા થાય છે!!!!!!! સ્વભાવની લીધે, પોતાના ટેવોની લીધે પ્રેમી પ્રેમિકા, પતિ-પત્નીમાં ઝઘડા થતાં હોય છે, જ્યારે મિત્રતામાં એડજસ્ટમેન્ટ થતું હોય છે. એવું જ કહેવામા આવે છે કે એ તો નથી જ સુધારવાનો. એક પ્રકારનું સ્વીકારત્વ કરવામાં આવે છે.

શાળા અને કોલેજ દરમ્યાન ગમતી છોકરીની વાત બધા માબાપ કરતાં પહેલા મિત્ર ને કહે છે. જિંદગીમાં ના કહેવા જેવી બાબતો મિત્ર ને જ કહેવાય છે. ગર્લ ફ્રેન્ડ જોડે સેટ્ટિંગના ખુશીથી બ્રેકઅપ ના દુખ સુધી માબાપ ખભો કરતાં મિત્ર નો ખભો પહેલો યાદ આવે. “5મો સવાલનો જવાબ બતાય” એવું એક્જામમાં ચોરી થી લઈ ને “યાર, જોબ માટે કઈક હોય તો કેહજે ” જોબ માટેના જેક સુધી મિત્રતા જ યાદ આવે. કોઈ અજાણ્યા સાથે ઝગડો થાય ત્યારે એવું કહેવામાં આવે છે કે “ઊભરો મારા ફ્રેન્ડ ને બોલવું છું.” માબાપ અને પોતાના પરિવાર પછી નો અંગત અને અગત્યનો સંબંધ એ મિત્રતાનો છે.

જો તમે મગજ અને દિલ ની યાદો ને ફ્લૅશ બેક માં લઈ જશો તો ખબર પડશે કે લાઇફ નો અગત્ય અને મજાની ક્ષણો તમે તમારા મિત્રો સાથે જ શેર કરી છે. સવાર સવાર માં સાથે સ્કૂલ જવાનું, ટ્યૂશન જવાનું, સાથે રમવું, સ્કૂલમાં ટીચર ને ખબર પડે કે આ બે પાક્કા મિત્રો છે તો બંને ની જગ્યા જ બદલાવી દે છે. મિત્ર સાથે સ્કૂલ માં પનિશમેન્ટ મળવી એ પણ એક લ્હાવો છે. એ જ મિત્રો સાથે સાંજે થાક્યા વગર રમ રમ કરવું, મોડી રાત સુધી ગ્રુપમાં બેસી ને ગપ્પાં બાજી કરવી, દૂર પ્રવાસ માં સાથે જવું, સાથે સાઇકલિંગ થી લઈને મોડી રાત સુધી મોટરસાઇકલ પર હાઇ-વે ની હોટેલ પર પડ્યા રહેવું. આવા બધા જલ્સા મિત્ર વગર તમે કોની સાથે કરી શકો. પરીક્ષા ના છેલ્લા છેલ્લા સમય એ તો એવું કહેવાય છે કે “એક મિત્ર એ 100 સાહેબોની ગરજ સારી શકે!!!!” ઘણી બધી વાર મિત્ર એ આપના કવચ તરીકે પણ કામ કરી શકે છે: ઘરે એ મિત્રનું નામ લઈને બહાર બીજે રખડતા મિત્રો મે જોયા છે. ક્યારેક એક જ છોકરી પાછળ બે મિત્રો પડે અને એને ત્રીજો કોઈ લઈ જાય એવું પણ બન્યું છે. બર્થડે અને મિત્રો. આ બંને વસ્તુ જાણે એકબીજા ના પૂરક હોય. મિત્રો વગર બર્થડે પૂરી ના થાય. એ મિત્રો ના નિતંભ પર ના ‘બર્થડે બમ્પ’ વગર એ લોકો બર્થડે ને પૂરી કરવા ના દે. ગ્રુપમાં બેઠા હોય ત્યારે મિત્રના સન્માન કરતાં એના પગ ખેંચવામાં જેટલો દિલને દિલાસો મળે એટલો તો પોતાના ગમતી વસ્તુને જોઈ ને પણ ના મળે. આવા તો અનેક કિસ્સા થી મિત્રતા ખાસ બનતી જાય છે. કેવું સાચું કીધું ને!!!! તમારા મગજ માં મિત્રોની યાદો ચાલુ થઈ ગઈ ને....

જેવી બે છોકરાઓ કે પુરુષોની મિત્રતા હોય છે, એવી જ રીતે બે છોકરીઓની કે સ્ત્રીઓની મિત્રતા હોય છે. બે છોકરીઓ વચ્ચેની મિત્રતા સમય જતાં એટલે કે લગ્ન પછી અને લાઇફ ના આગળ ના સ્ટેજમાં જતાં ઘટી જાય છે. સાચી વાત કહું તો, મિત્રતા માં એવું હોતું જ નથી કે બે છોકરાની વચ્ચે કે બે છોકરીઓની વચ્ચે. આત્મા ના સંબંધ માં જાતિ ક્યાંથી આવે?!!!!પણ વિશેષ મિત્રતાની મજા તો એક છોકરો અને એક છોકરી હોય એમાં જ હોય છે!!! હા, એવું હોય શકે. એક છોકરો અને એક છોકરી વચ્ચે મિત્રતાના સંબંધો હોય શકે. એકદમ નિર્મળ સંબંધ. આ સંબંધની શાળા કોલેજમાં મજા એ હોય છે કે તમને ગમતા છોકરો કે છોકરી જોડે સંપર્ક સરળતાથી થઈ શકે, વગર કોઈ ઝંઝટ કે માથાકૂટ. લેકિન, કિન્તુ આપણો વિકસિત સમાજ(ખાલી કહેવામા વિકસિત!!)ને આ બંને જાણ પ્રેમી કે પ્રેમિકા લાગે, નહિઁ તો પરાણે ભાઈ-બહેન બનાવી દે. ના બનવું હોય તો પણ જોર જબરજસ્તી ના ચાલે. વધારાના ભાઈ બહેન કેમ બનાવાના??!! તમે વિચાર તો કરો કે દરેક સંબંધ માં એક નર અને નારી જાતિ હોય છે.જેમ કે, પતિ- પત્ની, પ્રેમી- પ્રેમિકા, ભાઈ-બહેન. પણ, છોકરો અને છોકરી વચ્ચે મિત્રતા હોય તો એ તો ખાલી એમ જ કહે કે એ મારો ફ્રેન્ડ છે કે એ મારી ફ્રેન્ડ છે. કોઈ દિવસ એવું સાંભળ્યુ છે કે એ મારી ફ્રેન્ડી છે કે એ મારો ફ્રેન્ડો છે!!! આવું સાંભળ્યુ જ નથી તો કેમ આપણે જોરદબાણ થી એક છોકરા અને એક છોકરીના મિત્રતાના સંબંધને બગાડીએ છીએ. મિત્ર શબ્દ ને જાતિ કે લિંગ સાથે કોઈ લેવા દેવા નથી. તો આ ફ્રેન્ડશિપ ડે અને રક્ષાબંધન પર બે મિત્રોને જબરજસ્તી ભાઈબહેન ના બનાવે એ જ પ્રાર્થના........

‘શ્રીકૃષ્ણ-સુદામા’ થી લઈને ‘દુર્યોધન- કર્ણ ’ની મિત્રતાના આધાર પર ફિલ્મો માં મિત્રતા બતાવાય છે. શ્રીકૃષ્ણ અને સુદામા ની દોસ્તી તો આપની ત્યાં “આદર્શ મિત્રતા” કહેવાય. ગરીબ સુદામા શ્રીકૃષ્ણ પાસે મદદ માંગવા જાય છે ત્યારે જે અહોભાવ થી એનું સ્વાગત કરે છે, એવું તો ક્યારેય કોઈ મિત્રનું થયું પણ નથી અને થવાનું પણ નથી. તાંદુલ ખાતા ખાતા શ્રીકૃષ્ણ ગરીબ સુદામા ને ધનવાન બનાવી દે છે. એવી જ રીતે ‘દુર્યોધન- કર્ણ’ ની મિત્રતા. કર્ણને ખબર છે કે દુર્યોધન ખોટો છે. એનો રસ્તો અધર્મનો છે. પણ, પોતાના મિત્રતાની લીધે કર્ણ એ દુર્યોધન ને છોડવાની ના પાડે છે. મિત્ર બનાવતા પહેલા કર્ણ એ સારું કે ખરાબ જોયું નહોતું, તો પછી મિત્રતા કર્યા પછી કેવી રીતે જોઈ શકે?

મિત્રો પર ફિલ્મ બનાવવી એ ફિલ્મ ની સફળતાનો એક પ્રકારનો પાયો કહેવાય છે. લોકો ને પણ મિત્રો ઉપર ની ફિલ્મ વધારે ગમે છે. ભલે એ હોલીવૂડ મૂવી સિરીજ ‘હેરી પોટર’ , ‘ફાસ્ટ એન્ડ ફૂયરીરસ’ માં મિત્રો નો મહિમા કહેવાયો. કીધું કે, “સાંભળો દુનિયાવાળો, મિત્રો રાખો. જુઓ તમે. મિત્ર સાથે હોય તો તમે શું શું કરી શકો છો!!!” આપના બોલીવુડમાં તો કેટકેટલી મૂવીસ મિત્રતા ના નામ પર બની. “આનંદ”, “શોલે”, અમિતાભની “જંજીર”, 1964 માં આવેલી “દોસ્તી”, “રોક ઓન”, “દિલ ચાહતા હે”, “કુછ કુછ હોતા હે”, “ દોસ્તના”, “3 ઇડિયટસ”, “મુન્નાભાઈ એમ.બી.બી.એસ”, “રંગ દે બસંતી”, “યહ જવાની હે દિવાની”, “ કલ હો ના હો”, અમિતાભની “યારાનાં”, “કાઈ પો છે”, “જિંદગી ના મિલેગી ડોબારા” લિસ્ટ તો બહુ જ લાંબુ છે. બધી જ લખવામાં થાકી જવાય. આ લિસ્ટની અમુક મૂવી તો એવી છે કે મૂવીનો અંત માણસ ને રડાવી મૂકે અને વિચારવામાં મજબૂર કરી દે. માણસ માણસ વચ્ચે તો છોડો તમે. આપની ત્યાં તો માણસ અને પ્રાણી ની મિત્રતાનો એક ગજબ નો સંબંધ છે. કુતરાને માણસ નો વફાદાર મિત્ર કહેવાયો છે. રાજેશ ખન્ના ની “હાથી મેરે સાથી” અને જેકી શ્રોફ ની “તેરી મહેરબાનિયા” થી આપણને માનવી અને પ્રાણી વચ્ચેની મિત્રતા દર્શન થાય છે. મૂવીમાં તો ઠીક આપણે તો રિયલ જિંદગીમાં આવા ઉદાહરણ જોયા છે. હું એ તો પ્રાણી ને માણસના જીવ બચાવતા જોયા છે. હવે તો ગુજરાતી મૂવી નો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. મિત્રતા ઉપર બનેલી “બે યાર” અને “છેલ્લો દિવસ” ગુજરાતી મૂવી કોણ ભૂલી શકવાનું છે?!!!

કદાચ ભારતીય સિનેમાના એક મૂવીમાં જેટલા સોંગ્સ હોય છે એટલા તો દુનિયાની કોઈ પણ ભાષાની મૂવીમાં નહીં હોય. મૂવી મિત્રતા પરથી હોય તો સોંગ્સ માં પણ કેમ પાછળ પડાય?!! “શોલે” નું “યે દોસ્તી હમ નહિઁ...”, “જંજીર” નું “યારી હે ઈમાન મેરા...”, “યારાના” મૂવી નું “તેરા જેસા યાર કહા...” જેવા સોંગ્સ મિત્રોની સતત યાદ અપાવે. ગુજરાતી મૂવી ”બે યાર” નું “સપના નવા..” સોંગની વાત કરું તો મૂવી અને સોંગ બંને ગુજરાતના ઘરે ઘરે મિત્રતા માટે પ્રખ્યાત બન્યું છે. યૂટ્યૂબ પર સૌથી વધારે જોનારા વિડિયોમાં બીજા નંબર પર Wiz Khalifa (વિઝ ખલીફા) નું “when I see you again….(વ્હેન આઇ સી યૂ અગેન)” સોંગ છે. આ સોંગ પણ મિત્રતા પર આધારિત છે.

મિત્રતા, ફ્રેન્ડશિપ પર તો ભૂતકાળ માં ઘણું બધુ લખાયું છે, લખાય છે અને ભવિષ્ય માં પણ લખાવાનું છે. લખવા જઈએ તો પાનાં ખૂટી પડે, પણ મિત્રો ની યાદ અને વાતો તો ચાલતી જ રહે.

“યાદ આવે એ મજાથી મિત્રો સાથે કરેલા કિસ્સાઓ,

દિવસ રાત સવાર સાંજની મસ્તીથી બનેલા કિસ્સાઓ,

ભણી રમી રખડીને બગડેલા કપડાથી બનેલા કિસ્સાઓ,

હાસ્ય, રુદન, લાગણીની યાદોથી બનેલા કિસ્સાઓ...

હું કેવી રીતે ભૂલી શકું એ મિત્રો સાથે કરેલા કિસ્સાઓ??!!!”