Adhinayak - 2 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક - scene :- 2 (novel) (political thriller)

Featured Books
Categories
Share

અધિનાયક - scene :- 2 (novel) (political thriller)

SCENE: - 2

....અને બન્નેની નજર પ્યાદા પર હતી, દાવ અભિનવનો હતો તો સામે યુવરાજ મીટ માડીને અભિનવની આંગળીઓ જોઇ રહ્યો હતી. અધિવેશ દુર chair પર બેઠો પુસ્તક વાંચી રહ્યો હતો. અભિનવ પાસે એક પ્યાદુ હતું જે અભિનવના રાજા અને યુવરાજના હાથી વચ્ચે ઊભું હતું એક ડગલું આગળ આવીને વઝીર તરીકે સજીવન થઇ શકે તેમ હતું પણ સામે king check થતો હતો. પુરા દિવસ નરૂભા માણેકના અભિવાદન કાર્યક્રમ માં હાજરી આપીને કંટાળ્યા પછી સાંજે પુરા દ્વારકા ફરીને થાક્યા ને hotel આવ્યા. જમીને ફુર્સતથી બેઠા હતાં.

“યુવરાજભાઇ! તમે પણ મને બરાબરનો ફસાવ્યો.. કાશ! મારી રાણી જીવતી હોત. રાણી વગરની life નકામી...” અભિનવ કંટાળીને બોલ્યો. લાંબા ગળાં સુધીના વાકડીયા વાળ-લંબગોળ ગૌરા ચહેરા પર French cut દાઢી. તીક્ષ્ણ નજરવાળી અને લાલ-લાલ દેખાતી આંખો. લાંબો ઉંચા બાંધા પર full-sleeve કુર્તા પર saffron-green-sky blue વાળા background આગળ મુઠી વાળીને ઉંચો કરેલા હાથ વાળી ખેશ. blazer. jeans! અલબત્! Ti “meless game માં અભિનવે ખાસ્સો Ti “me કાઢીને દાવ જતો કર્યો ને યુવરાજે check કરીને અભિનવને હરાવ્યો,

“અભિ! આ દાવ રમ્યો હોત તો તું હજુ game ખેંચી શક્યો હોત...” યુવરાજ હસ્યો. સહેજ વધેલા વાળ. મુંછો વાળો ઘઉંવર્ણો ઊજળો ચહેરો. જાડી frame”s specs, full-sleeve ખાદીના કુર્તો, blazer એકવડિયા બાંધા પર suite કરતું હતું.

“મોટાભાઇ! લાગે છે અભિનવભાઇને હવે game માં રસ નથી. દરરોજ uncle broad નો ભિનો દરબાર યોજાતો હોય ત્યારે આપણો સુકો સાથ કેમ match થાય?...યાર...” અધિવેશે અભિનવની દુ:ખતી નસ દબાવી હોય તેમ હસવા લાગ્યો. ટુંકા વાળ. clean-shave અને અભિ-યુવી થી વધારે સુંદર હસમુખો ચહેરો. લાંબા કસાયેલ કસરતી બાંધા પર half pant-t-shirt પહેરેલું. “આ નરૂભાએ તો મગજનું દહીં કરી નાખ્યુ. એક તો વ્હેલી સવાર જાહેર-સભા બોલાવવી. પોતેજ મોડાં આવ્યા ને લાંબા-લાંબા પોતાનાં જ વખાણ કર્યે જ ગ્યા. કર્યે જ ગ્યા...! હે માધવા! બચાવજે આવી માયાથી...! કાકાએ શું વિચારીને તમને અહીં મીકલ્યા હશે. આવા માણસ પાસેથી શું શીખવા જેવું હોય?”

“અધિ! શિખવા જેવું નરૂભા જેવા માણસ પાસે જ છે. 17-17 વર્ષના રાજકીય વનવાસ પછી જબરજસ્ત જીત મેળવવી એ કઇ નાનીસૂની વાત છે? નરૂભાની પકડ ખેડૂતો-ગામઠી લોકો પર વધારે છે જે અમારા જેવા શહેરી નેતાઓને ખાસ શિખવા જેવી છે...” યુવરાજે પુરૂષોત્તમકાકાના નિર્ણય પાછળનો મર્મ સમજાવ્યો. અભિનવ તો આફરીન પોકારી ગયો. ત્રણેય મજાકમસ્તીમાં હળવાં થઇ ગયાં. અચાનક! બારીઓ તોડીને 4 બુકાનીધારીઓ વિજળીવેગે room ઘુસી ગયા અભિ-યુવિ કાંઇ પણ સમજે એ પહેલા તો ત્રણેયને gun ની નોક પર બાનમા લઇ લીધાં. અભિ-અધિ પર એક-એક જણાએ તો યુવરાજને બીજા બેએ gun તાકી રાખી. ચારેયે એકસરખો પોશાક black jeans પર black t-shirt ને મોઢે ફરતે black કપડું બાંધેલું.

”એ...કોણ છો તમે...? શું ઇચ્છો છો...??? છોડો યુવરાજને...??” અભિનવ પ્રતિકાર કરવા જાય એ પહેલાં તો પાછળથી gun માથે મરાઇ ગઇ ને અભિનવ જમીન પર પટકાઇ ગયો. અધિવેશ કે યુવરાજ કાંઇ કરે તે પહેલાં એકે યુવરાજને બહાર જવાનો ઇશારો કર્યો. યુવરાજ દબાતા પગે પાછળ ખસવા લાગ્યો. દરવાજા પાસે આવતા એક gunધારીએ દરવાજો ખોલવા ઇશારો કર્યો. યુવરાજ અધિવેશ તરફ જોઇને કઇંક વિચારે એ પહેલાં અધિવેશ પાછળ 2 જણા ઊભા રહી ગયા. યુવરાજ સમજી ગયો કે ચાલાકી કરવામાં ફાયદો નથી. યુવરાજે દરવાજો ખોલ્યો ને યુવરાજ સાથે એ બન્ને પણ બહાર ગયા. દરવાજો બંધ થયાના 2-3 minutes માં ધડાકો બોલાયો ને અધિવેશથી રાડ નિકળી ગઇ, “યુવરાજભાઇ...”

***

- અંતે આવી ગયા નવનિર્મિત જીલ્લા દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાવાળા સૌનપુર ગામે! ગુજરાત ના કુબેરાધિપતિ Mr અનંતરાય મહેતાની જન્મભૂમિ!

“આ તો ગામડું છે કે city...?” સૌનપુર ગામના પાદરે જ્યારે Enova car અટકી ત્યારે car માંથી સૌથી પહેલાં ઉતરી ગામના ક્લેવર જોઈને vibrant થઇ ગઇ. ચારેબાજુ ખજુરી-નારીયેળીના ઊંચા-ઊંચા વૃક્ષો. ડામરના પાક્કા રસ્તાઓ. large water tank. residential. commercial. & educational high rise buildings સ્વચ્છ-સુઘડ. well-planed થી જાણે ગામ અન્ય વિસ્તારોથી અલગ જ તરી આવતું હતું. અવનિ પછી અનિતાબહેન-મિનાક્ષી ઉતર્યા અને અવનિ માફક surprise પામ્યા. છેલ્લે Mr. મહેતા car માંથી ઉતરી જન્મભૂમિને સાક્ષાત દંડવત થયા.

”આખરે તે મને બોલાવી જ લીધો. માઁ!” પોતાની જન્મભૂમિ માં પગ મુકતાં જ ગદગદ થઇ ગયા Mr મહેતા!

- “માઁ...?” અવનિથી પુછાઇ ગયું. સપ્રમાણ આકર્ષક બાંધા પર pink t-shirt. white paint. સુંદર હસમુખો ચહેરો કોઇને પણ આકર્ષિત કરી જાય. લાંબો જાડો ચોટલો અવનિની સુંદરતામાં વધારો કરતાં.

“હા! મારા દિકરા...!” Mr મહેતા માઁ-દિકરી વચ્ચે ઊભાં રહીને બન્ને ખંભે હાથ મુકીને બોલ્યા. ટૂંકા કાળા-ધોળા વાળ. શ્યામવર્ણ ચહેરો. ઊંચા-લાંબા એકવડિયા બાંધા પર t-shirt & Bermuda માં કોઇ Mr મહેતાને billionaire ન કહે. “માઁ! જેમ જન્મ આપનારને માઁ કહેવાય. જન્મભૂમિ પણ માઁ સમાન કહેવાય. એક સમયે જામ-સૌનીપુર તરીકે ઓળખાતા આ ગામના કણ-કણનો હું જાણતલ છું. આની શેરીએ-શેરીએ રખડ્યો છું. દરેક આંગણાએ માર ઘરોબો છે... જીતેનબાપાની શિક્ષાએ જ આ અનતને અનંતરાય જીતનરાય મહેતા બનાવ્યો...! અવનિ હજું તો શરુઆત છે આખું ગામ ફરીશ તો તું ગામની fan થઇ જઇશ...”

તો પછી સારાં કામમાં ઢિલ શેની?” Mr મહેતાથી અલગ ઊછળીને અવનિ બોલી ઊઠી. “મિનુ! ચાલ...”

“અરે! પણ જમવાનું....”

“અરે! ગામ ફરીશ એટલે આફેળુ... પેટ ભરાય જાશે...” હવામાં ઉછળતી અવનિ હવે રોકાવાની ન હતી, મિનાક્ષી પાછળ-પાછળ! Mr & Mrs મહેતા હસતાં-હસતાં ગાડીમાં બેસીને ગામમાં પ્રવેશ્યા, ગામમાં જુનાં-નવા મકાનો વચ્ચે પસાર થતી brand new car ને જોઇને ગામલોકોમાં કુતૂહલ થવા લાગ્યું. અલબત્ ગામના ધણીને ઓળખતા વાર ન લાગી. car ગામના મધ્યે જુની ઢબના નળિયાવાળા સ્થિર કાચાં છતાં વર્ષો સુધી ટકેલા મકાનો આગળ ઉભી રહી. મકાનોની હાર આગળ એક ઉગમણા મકાન આગળ Mr & Mrs મહેતા ઉભાં રહી ગયા. Mr મહેતા એ મકાન નિરખી રહ્યા. મોટા ડેલા પર લખ્યું” તુ “જીતનમાસ્તરનો ડેલો”! Mr મહેતા હજુ ડેલા તરફ જાય તે પહેલાં સરપંચ સાથે ગામ-આગેવાનો આવી પહોચ્યા.

“અનંતસાહેબ! તમે કહ્યું હોત તો અમે મકાનની સાફ-સફાઇ કરાવીને તૈયાર રાખતને. અમે તો ક્ષોભમાં મુકાય ગયા,” સરપંચ હાથ જોડી રાખીને બોલ્યા.

“મારી દિકરીએ demand કરી એટલે અચાનક જ બધું નક્કી થયું. બસ આવી ગયા. તમે બોલો. ગામની વાત! શું નવીનમાં છે??” Mr મહેતાએ ઉભા-ઉભા સૌને આવકાર્યા. સરપંચે ચાવી આપી ને અનિતાબહેને ડેલો ખોલ્યો. મોટો ડેલો. ડેલા આગળ મોટું ફળીયુ. ફળીયામાં કુવો-ઢોરોને રાખવા ગમાણ-જુની ઢબનું ગાડું-નાનકડી ફુલવાડી. બે મેડીનું મકાન! સરપંચ દ્વારા સૌનાં માટે બેસવા માટેની તેમજ ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા કરાઇ. ખાટલા ઢાળી Mr મહેતા સાથે ગામવાસીઓ વાતો કરવા લાગ્યા. ગામવાસીઓએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી.

“સાહેબ! તમારી કૃપાથી આગવી ગટર યોજના. સ્વચ્છ પાણીનો સંગ્રહ અને ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા. ગામના ફરતે તળાવો-ખેત તલાવડીઓ. શે” રમાં હોય એવી નિશાળ. ઘર-મકાન અને મોટી-મોટી દુકાનો વગેરે અનેક સુવિધાઓનું સાક્ષી છે. Grant કે દત્તક લેવાનાં તાયફા કર્યા વગર તમે ગામની જરૂરિયાત પુરી કરી છે. હવે શું સમસ્યા હોય...” સરપંચ અહોભાવથી બોલ્યા,

“જ્યારે ગામ માટે કઇંક કરવાનો વિચાર આવ્યો ત્યારે એક વાત સ્પષ્ટ કરી રાખી હતી કે ગામનો કોઇપણ માણસ પૈસાની કે અન્ય કોઇ બાબતે ફરીયાદ કરવા આવવું નહી. મને ખબર છે ગામને ક્યાં કામમાં કેટલા પૈસાની જરૂર છે...! હું મારા ગામને પૈસા આપી ઉપકાર નથી કરતો ને તમે કોઇ ભિખ નથી લેતાં. ગામના લોકો ની મદદ લઇને જ ગામનો પૈસો ગામના વિકાસના કાર્યો કરીને પછી બીજા કામ માટે પૈસા માગવાના એ શર્ત પાળવાની! તો જ ગામ સમરસ વિકસીત થાય. અને પોતાનો વિકાસ કરી બેસી નહી રહેવાનું. બીજા લોકોની મદદ કરવી એ ગામના સંસ્કાર! બાપુ વિજ્ઞાનના શિક્ષક. એકવાર પણ હાથ ઉઠાવ્યા વગર અનેક તોફાની બારક્સને ભણતા- લખતાં-વાંચતા કર્યા. કુદરતના ખોળે રમતાં કર્યા એટલે જ આ ગામ મારા હ્રદયની નજીક છે...” એક સ્વાભાવિક અભિમાન Mr મહેતાના ચહેરા પર છલકાતું. ગામવાસીઓ સાથે ખાસ્સો સમય પસાર થયો. આ બાજુ અવનિ ગામ ફરવા લાગી. school માં વિદ્યાર્થીઓનો કલરવ. ગાય-ભેંસ ના ધણનું ચરવું. પક્ષીઓનો કલવરાટ. દેશી ભાતની રસોઇની મધમધતી સુગંધ. કોઇ ખેતરે જાય. કોઇ પોતાનો સામાન વેચવા ગામની ગલીએ-ગલીએ ફરતો ફેળીયો! શહેરી અવનિ આ બધું જોઇને ઝુમી ઉઠી. ક્યાંક વાછરડા રમાડવા લાગી તો ક્યાંક ગલુડીયાઓને. ક્યાંક પ્રેમની ઓળખાણમાં દૂધનો મોટો glass મળી જાય તો ક્યાંક ગરમાગરમ દેશી લાપસી! અવનિ જાણે ગામમાં અજાણી હતી જ નહીં. બાળકો સાથે બાળક બની વિવિધ ગામઠી રમતો રમી. આખોયે દોડાદોડ ને રખડપટ્ટી. તેની પાછળ મિનાક્ષી થાકીને ઢગલો થઇ ગઇ.

“તારા શરીરમાં હાડકાં જેવું છે કે નહી? થાકતી જ નથી. મારી તો ટેટી પાકી ગઇ...” સાંજે મકાને આવ્યા ત્યારે મિનાક્ષી તો ફળીયામાં જ ઢગલો થઈ ગઇ...

“એટલે જ કહું છું કે સવારે વ્હેલી ઉઠ. running કર. યોગ કર. આ મને જો. દરરોજ યોગ-આસન-પ્રાણાયામ કરવાને કારણે હું fit & hot છું,” અવનિમાં હજુ સવાર જેવી તાજગી-સ્ફુર્તિ હતી. અલબત્. પરસેવા-ધુળથી ચહેરા ને t-shirt નો રંગ પણ ઓળખાતો નહોતો. ગામવાસીઓના ગયા પછી ખાટલે ઘસઘસાટ ઊંઘતા Mr મહેતા ઊઠી ગયા. અનિતાબહેન દેશી ઢબના ચુલ્હા રસોઇ બનાવતા હતાં.

- “અવનિ! ખરેખર! તને જોઇ. મને મારૂં બાળપણ યાદ આવી ગયું. કરીના કપૂર જેવો તૈયાર થઇને નિકળ્યો હોવ ને રાત્રે મિશેલ ઓબામા થઇને આવું. બા તો ક્યારેક ઓળખેય નહી. તું મારા પર જ ગઇ,” ઉભા થઇ દિકરીને વ્હાલ કરવા લાગ્યા. “હવે એ તો પુછવા જેવું જ નથી કે તને આ ગામ કેવું લાગ્યું! એ તો તારા આ look થી ખબર પડી ગઇ...” Dad પછી mummy પાસે ગઇ.

“અહાહાહા! બાજરી ની રોટલો. રીંગણનો ઓળો. જે 21 વર્ષની ઉંમરમાં અમદાવાદમાં નહોતું જોયું કે નહોતું કર્યું એ આજે 1 દિવસમાં જોયું. જાણ્યું. ને કર્યું. ખરેખર!” Mummy પાસે બેસી ગઇ. “mummy! Can I try?”

“અરે! પહેલાં તું નાહી લે. પછી કાય વધે તો કામ કરજે...”

“Mummy! મને એક વાત ન સમજાણી કે આખું ગામ modern village બની ગયું પણ. આ આપણું જ મકાન જુનવાણી કેમ? “

“કારણ કે આ બાપુની યાદી છે,” Mr મહેતા માઁ-દિકરી પાસે આવી બેસી ગયા, “જયાં સુધી બાપુ સાથે હતો. ત્યાં સુધી તેમને ખુબ હેરાન કર્યા. જ્યારે આ ગામ છોડીને અમદાવાદ ગયો. અનિતાના બાપા વાલચંદશેઠના કાપડના કારખાને કામ કર્યું. 4-5 ભાગીદારો સાથે મળીને “અનંત oils” ની શરૂઆત કરી તેના 2-3 વર્ષ બાદ બાપા આ સૌનપુર છોડી આપણી સાથે અમદાવાદ સ્થાયી થયા. અમદાવાદમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ઇચ્છા હતી કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ ઘરમાં બદલાવ કરતાં નહી સમય સાથે જેટલું જળવાઈ શકે તેટલું જાળવી રાખજો. બસ! મેં બાપુની ઇચ્છાનુસાર મકાન જાળવી રાખ્યું છે...આ મારાં કારણે બાપુએ જે સહન કર્યું છે તેનું પ્રાયશ્ચિત સમજુ છું...” Mr મહેતા બોલતાં-બોલતાં ભાવુક થઇ ગયાં. અવનિ પપ્પા પાસે જઇ તેમને ભેટી પડી. પપ્પાના આસું લૂછતાં-લૂછતાં તેણીની આંખો ભીની થઇ ગઇ. તો બાપે દિકરીના આસું લૂછ્યા. થોડીવારમાં વાતાવરણ હળવું થતાં અનિતાબહેને ભોજન પીરસ્યુ. જોકે. અવનિ તે પહેલાં મકાન પાછળ આવેલા ખાળમાં ગઇ. વગર tub ને વગર shower એ માત્ર બાલદી લઇને નાહવાનો અવનિનો પહેલો અનુભવ હશે. નાહીને ત્રણેય સાથે કાઠીયાવાડી ભોજનની લિજ્જત માણી. અંતે દેશી ખાટલા પર પડ્યા પછી જે ઊંઘ આવેતેનું વર્ણન જ શું કરવું?

***

આખરે તેની આંખો ખૂલી. જમીન પર બઠો પડેલ એની નઝર gun પર પડી જે ફર્શ પર પડેલ હતી. તેને આશ્ચર્ય થયું. આંખો ઝીણી થઇ. પછી ઊભો થયો. માથું હજુ ભારે લાગતું હતું. આજુબાજુ જોયું તો! Room વેરવિખેર હતો. મતલબ સારી એવી હાથાપાઇ થઇ હશે!!! બારોબાર સારી એવી ચહલપહલ હતી. ગણગણાટ પણ થતો હતો. good news ના ભણકારા વાગી રહ્યા હતા. તે બહાર જવા door તરફ વર્યો. તુટેલા knock જોઇ ખુશ થયો. લાંબા વાળ સરખાં કરીબહાર ગયો. ખરેખર પહેલાં સામાન્ય લોકોની ભીંડ પછી ખાખી ચહલપહલથી મોટી દૂર્ઘટનાનો અંદાજો આવી ગયો. અલબત્. લોકો તેને જોતાં જ બોલી ઉઠ્યાં, “અભિનવ! અભિનવ!”

- અભિનવ આગળ વધ્યો. લોકોએ તેમજ police એ તેને આગળ જવા જગ્યા કરી દિધી. police commissioner સહિત પુરો staff હાજર હતો. hotel ના compound માં યુવરાજ- અધિવેશ સાથે નરૂભા ને એક યુવક બેઠો હતો. બન્ને સારાં એવા ઘાયલ હતા છતાં તેઓ બચી ગયા. અભિનવ તો હતપ્રત થઇ ગયો. આ બને જ કઇરીતે? “આ શક્ય જ નથી...” અભિનવથી બોલાય ગયું. યુવરાજ સહિત સૌની નજર અભિનવ પર ગઇ. “યુવરાજ! મારા ભાઇ...” અભિનવે તો તરત જ નાટક શરૂ કરી દીધું. યુવરાજ પાસે જઇને ભેટી પડ્યો. “તું ઠીક તો છે ને. ભાઇ?”

“હા! ઠીક છું. તું ઠીક છેને?”

“પણ આ બધું કઇરીતે...”

“તેમા શું છેને, ભાઇ! આ મારો દિકરો નકુળ... મને કૈ યુવરાજ-અભિનવને મળવા જવું સે...! મેં કિધું કે જા...” નરૂભા માણેકે કથની શરૂ કરી, ઊંચુ-લાંબુ કદ. ભરાવદાર બાંધા પર સફેદ ઝભ્ભો-પાયજામો. ટૂંકા કાળા કરેલા વાકડીયા વાળ. ઘઉંવર્ણો ગોળમટોળ ચહેરા પર જાડી મરોડદાર મુંછો. કપાળે તિલક ને લાલચોળ આંખો. હાથ-ગળાં-કાનમાં સોનાનો વૈભવ પ્રદર્શિત કરતાં નરૂભા બોલ્યા. “આય આવ્યા ત્યારે 2 લુખ્ખાઓ યુવરાજભાઇને ઢસડી જતાં જોઇને નકુળે એકના ઘુંટણે ગોળી છોડી ને બીજાને પોતાની કાખમાં લઇને બાંધી રાખ્યો. યુવરાજને તક મળતા police ને બોલાવી લીધી... અભિનવ! મારો નકુળ સટેટ લેવલે shooter છે shooter! ભલભલાને ભૂ પીવડાવે તેવો નિશાનેબાજ છે...” નરૂભા દિકરાની પ્રશસ્તિ કરવા લાગ્યા. અભિનવ નકુળ પાસે જઇ નકુળનો હથ પકડી બોલ્યો.

“નકુળભાઇ! આજે તમે ન હોત તો યુવરાજભાઇનું શું થાત...” પછી અટકી ગયો, “મારાં તો રૂવાળા ઊભા થઇ જાય ગયાં એ વિચારતા..”

“તેમાં આભાર ન હોય, મારી જગ્યાએ બીજું કોઇ હોત તો એ પણ એ જ કરે જે મેં કર્યુ!!!” નકુળે નિખાલસતા દેખાડી, નરૂભાની જેમ જ ઉંચો લાંબો પણ ભરાવદાર બાંધો-ગોળમટોળ ઘઉંવર્ણો પણ make-up વાળો ચહેરો-ઊભા વાળ. આછી દાઢી-મુછો. મોટી-મોટી આંખો-shirt-jeans માં આવ્યો હતો.

“હવે હૂં તમને આય 1 minute પણ ઊભા રહેવા નઇ દઉ...! ચાલો મારા ઘરે...”

“પણ... નરૂભા! અમે કાલે તો નિકળી જવાના...”

“ભલેને યુવરાજભાઇ! તમે કાલે ગાંધીનગર જતાં રહો પણ અત્યારે તો અમારા ઘરે ચાલો...” નકુળે યુવરાજની વાત સાંભળી-ન-સાંભળી કરીને નરૂભાની વાતનું સમર્થન કર્યુ.

“મોટાભાઇ!” અધિવેશ પણ બોલ્યો. “આટલી security વચ્ચે 4 ગૂન્ડા ઘૂસી જાય તો શું ખાતરી કે ફરીથી આવું ન થાય? દાદાએ મને તમારી security માટે ખાસ મોકલ્યો છે. ચાલો આજની રાત નરૂભાને ત્યાં રોકાયે..” અધિવેશ ભયભીત તો હતો પણ તેને પોતાના કરતાં યુવરાજની ચિંતા વધુ હતી. યુવરાજે અભિનવ સામે જોયું. અભિનવનો એ જ પ્રતિભાવ હતો. યુવરાજ આખરે માન્યો. સૌ નરૂભા સાથે ઓખા શહેર તરફ જવા તૈયાર થયા. MLA હોવાને નાતે નરૂભાએ મીઠાપુર plant road પર બનતી સોસાયટીમાં બંગ્લો બનાવ્યો હતો. ભવ્ય રીતે બનાવ્યો હતો. બંગ્લા આસપાસ garden-swi “mming pool-gym બધું જ હતું. દિકરો shooter હતો એટલે તેના માટે ખાસ વ્યવસ્થા તહત 3rd floor પૂરો તેનો જ હતો. 2nd floor મહેમાનો માટે જ્યાં યુવરાજ-અભિનવ-અધિવેશ રોકાયાં. મહેમાનોની યજમાનીમાંથી નવરા થઈને નરૂભા પોતાના room માં જતા જ હતા ત્યાં એક call આવ્યો. જે નરૂભા માટે ખાસ હતો. call આવ્યા પછી તરતજ નરૂભા દ્વારકા પાછા ફર્યા. પેટા-ચુંટણી સમયે રેલ્વે-સ્ટેશન સામે બનાવેલી office એ પહોંચ્યા ત્યારે ground floor પર 5-6 માણસો તેમની રાહ જોઇ રહ્યા હતા. બધાં જ હટ્ટા-ગટ્ટા અને 4-5 ને તો કાખમાં લઇને ગામ ફેરવે તેવા ઊંચા લાંબા મજબૂત બાંધાના. મોટી વાકડીયા વાળેલ મુંછો. આંખોમાં તો લોહી નિતર તેવો દેખાવ હતો. બધામાં રંગ-રૂપ-કપડે કદાચ ભેદ હશે પણ આ બાબતે સમાનત હતી જ!

-”પ્રથ્વી! કાય બોલ્યા ઇ લૂખ્ખાઓ? પૂલીસુએ તમને રોક્યા તો નથીને? આમપણ પૂલિસુ આ કાવતરા ઉકેલે એના કરતાં આપણે ઉકેલીએ ઇ વધારે સારૂં...”

“ભા! એ 3 તો બધું બોલી નાખ્યા! પણ. 4થો કાંઇ નથ બોલતો. આ તખુની લાકડી ભાંગી તોયે...”

“તો શું બોલ્યા ઇ ત્રણેય?”

“ત્રણેય ભાડે કરેલ હતા. અમદાવાદથી રેલવેમાં આવ્યા. પૂરો દિ” યુવરાજની રેકી કરી. hotel ગયા. ત્યાંના માલિક. staff ને ખરીદ્યા પછી બાજુની hotel માં room રાખ્યો. સાંજ થવાની રાહ જોઇ. સાંજે room માં ઘૂસ્યા ને યુવરાજ સહિત ત્રણેય પર હૂમલો કર્ય...” પ્રથ્વીએ એ ત્રણેયનો કબૂલનામા વર્ણવ્યો. નરૂભા આગળ-આગળ ચાલવા લાગ્યા. 2 floor ની office ના 2nd floor ના હારબંધ 5 room માંથી છેલ્લા ઉગમણા બારણા આગળ સાતેય જણા ઊભા રહ્યા.

“ભા! આય ઇ ચોથો માણહ રાખ્યો સે. ભા! અત્યારસુધી આ તખૂની લાકડીના 2 ડામથી ભલભલા દોકડીયા બોલી ઉઠ્યા પણ આણે તો લાકડી તુટ્યા સુધી ઉહકારો કર્યો નથ. શરીર ફૂલી ગ્યું સે. પણ બોલતો નથ!” તખૂ પણ બોલ્યો. નરૂભાએ દરવાજો ખોલાવી બધાને ત્યાં જ ઊભા રખાવીને room માં ઘૂસ્યા. room માં બરોબર વચ્ચે tube light ના અંજવાળા નીચે એ માણસ અધમૂઓ થયેલ પડેલ હતો. આંખ-નાક-મોઢે થી લોહી નિતરતું” તું. t-shirt ફાટી ગયેલું ને jeans તો......! જવા દો એ! ખેર! નરૂભા એ અધમૂઆ જેવી લાશ પાસે ગયા. નમ્યા અને 2-3 second માં ઓળખી ગયા એ માણસ કોણ છે?

“મગન સોડાવાળા! અરે! આ તો આપણો માણસ!” નરૂભા ઓળખી ગયા મગનને. પછી 1-2 minute અટક્યા. “આ યુવરાજ ની હત્યા માટે આવ્યો”તો? પણ જેઇલમાંથી છુટ્યો કઈરીતે? ઓહહો! કેવિનીયાના પેટનો...”

“તખૂ-પ્રથ્વી!” નરૂભાએ માણસોને બોલાવ્યા. “ સાંભળો! આને મરવા ન દેતાં! આપણા માટે કામનો માણસ છે. વર્ષોની જે મારી મહેચ્છા છે ઇ પૂરી કરવાનો રસ્તો છે,” નરૂભાના મનમાં સ્વપ્ન પૂરું કરવાની તક મળી ગઇ. “ ગુજરાતના ગૃહમંત્રી બનવાની મહેચ્છા!”

***

- “પુરૂષોત્તમ રાવળ નામ છે મારું!!! તમે ભુલી રહ્યા છો કે ભલે અભિનવ ગુજરાત પક્ષ પ્રાદેશિક પક્ષ હોય. પણ ! આ પ્રાદેશિક પક્ષને કારણે ગુજરાતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે માટે આવતા election માં ગુજરાતની 26 એ 26 seat AGP ના નામે જ હોવી જોઇએ. United India front માં પુરૂષોત્તમ રાવળ જ PM in waiting હશે. ગુજરાતનો વિકાસ દ્રષ્ટા જ PM બનશે એ વાત સ્પષ્ટ હોય તો જ મારી સાથે વાત કરજો...” દિલ્હીથી આવેલા Call પર CM પુરૂષોત્તમ રાવળ વાત કરી રહ્યા હતા. 50ની ઉંમર. સપ્રમાણ મજબૂત બાંધા પર ટૂંકી બાંયના કુર્તા-પાયજામા. કરચલ વগરનો ગોળ ઘઉંવર્ણો ચહેરો. ટૂંકા સફેદ સપ્રમાણ મુછો-દાઢી-માથાનાં વાળ & gold frame” s specs in eyes! CM house માં પોતાની golden chair પર બેઠા હતા. તેઓ વાતચીત કરી રહ્યા હતા ને ત્યાં જ Kevin broad દોડતા-દોડતા આવ્યાં. જેટલી ઝડપી આવ્યાં હતા એટલી જ ઝડપી જ હાંફી ગયા, CM એ ઇશારાથી બેસવાનુ કહ્યુ. Kevin broad બેઠાં. નોકર પાણી લઇ આવ્યો. પણ..

“યહ ક્યાં હૈં? ઇસે તુમ લોંગ પાની કહેતે હો...?” પાણીનો ઘૂંટડો મોઢે જાય ન જાય તે સાથે જ થુકીને glassનો ઘા કર્યો. ગુસ્સામાં બળતાં Kevin broadએ! પચાસીએ આવેલા. માથે સફાચટ ટાલ. તો દાઢી-મુછો છાતીએ પહોંચે તેવી. ગોરો અંગ્રેજી પણ ખરબચડો ચહેરો-મોટી ભયંકર લાલચોળ આંખો. plan shirt-black pant અને બેડોળ બાંધાના માલિક Kevin broad ભારે ગરમ હતા.

“Glass તોડને સે તૂટી હૂઇ કિસ્મત જુડ નહીં જાયેગી. Kevin,” દિલ્હીથી આવેલા callને ટૂંકાવીને CM રાવળ Kevin તરફ વળ્યાં. “ બોલો ક્યાં હૂઆ?”

“આજ high court મે હમારા સૈનિક શહીદ હો ગયા. આજ ફિર બુઢીયા ઔર ઉસકે ____ (ગાળ) જીત ગયે. હમારા 1995-97 કા Home minister બોઘારામ સોલંકી ઇસ બાત પે દોષિત હો ગયા કિ દંગો મેં ઉસકી ભૂમિકા doubtful થી... house મેં Arms રખના. દંગાખોરો સે contact હોના. માણાવદર દંગો મેં તો બોઘારામ બૂરી તરહ સે પકડમેં આ ગયા! My dear brother in law! કોઇ ઔર હોતા તો શાયદ હમે ફર્ક નહી પડતા લૈકિન 27 દંગો કે case મેં યહ સબસે બડી હાર હૈં હમારી! અગલી hearing 2 week બાદ હૈં..” Kevin broad એ court ની કાર્યવાહી ટૂંકમાં સંભળાવી. “103 લોગોને જૂબાની દી. 4 hour hearing ચલી... સારે સબુત ગલત થે હમારે...” Kevin broad જબરો ગુસ્સે હતાં. પણ CM રાવળ આ બધું સાંભળ્યાપછી પણ વિચલીત ન હતા, “પર! આપકો દેખકે નહીં લગતા કી આપકો કોઇ ફર્ક પડતા હો. ક્યાં આપ depress નહી?”

“Kevin! “ CM રાવળ ઊભા થયા અને હસતાં-હસતાં બોલ્યા, “ઇસમેં depress હોનેવાલી બાત ક્યાં હૈં. case હૂઆ હૈં તો ચલેગા હી ઓર decision ભી આયેગા!! ઇસમેં હમ કુછ નહી કર શકતે”

“તો ક્યાં હમ ચૂપ બેઠે રહે? વહ બૂઢિ તસ્લિમા જાફરી કે પાસ બડે lawyers નહી, proof-witnesses કો secure કરને કી facility ભી નહી, પૂરાને પોળમેં રહને કે બાવજુદ ભી એક કે બાદ એક case કરે જા રહી હૈં, જીતે જા રહી હૈં ઓર આપ ઇસે lightly લે હૈ? ક્યાં આપ યહ ચાહતે હૈ કી પાની સર કે ઉપર આ જાયે ઓર હમ ડુબ જાય...? ક્યાં 17 સાલો મેં જો લોગો મૈં વિશ્વાસ-અપની status બનાયા હૈં વહ ડુબ જાયેગા ઔર અપને સાથી રૂઠ ગયે તો પૂરા case પલ મેં the end હો જાયેગા. ક્યાં હમ યહ સબ દેખતે રહેંગે?” Kevin broad બોલતા ગયા જેમા તમનો ભય સ્પષ્ટ દેખાઇ આવતો હતો. હજુ પણ CMના ચહેરા નિરાંત હતી. “my dear brother in law! આપ ઇતને calm કૈસે રહ શકતે હૈં?”

“Kevin! મેં calm ઇસલિયે હૂ કિ મૂઝેં નહી લગતા કિ ઐસા કૂછ ભી હીને વાલા હૈં! પહલી બાત તો યહ હૈં કી તસ્લિમા કા શોહર ઇફ્તિખાર જાફરી jail મેં હૈં યહ સબ તો છોટે-છોટે ખેલ હૈં જો ઉસ બૂઢિયા કો છોટી-છોટી જીત દિલાકર ખૂશ કરતે હૈં. તાલાબ કી મછલી ક્યાં જાને સમંદર કા ખેલ!! હાં! બોઘારામ કો સજા હોના હમારે લીયે major upset હો શકતા હૈં લૈકિન ઇસકા તોડ હૈં મેરે પાસ જો શાયદ અબતક તો શુરૂ હો હી ગયા હોગા..”

“તોડ? કોન-સા તોડ??” CM રાવળે શોધેલ તોડ વિશે બિલકુલ અજાણ uncle broad કૂતુહલ પામ્યા. પણ જવાબમાં CM રાવળ માત્ર હસતાં રહ્યા.

***

“જે રીતે uncle broad એ કહ્યું” તું એવું જ થયું. ચંન્દ્રકાન્ત રવેસિયા પકડાઇ ગયો. મગન સોડાવાળા hospital થી ભાગી ગયો. કોઈને ખબર નહીં પડે કે આ જાણીજોઇને કરાયું હતું. પણ. Kevin broad ને મગન સોડાવાળા નું વળી શું કામ હશે? I hope કોઇ અનર્થ ન થઇ જાય...” satellite police station ની PI Cabin માં PI પ્રભાતસિંહ જાડેજા વિચારોમાં ખોવાયેલા હતાં. મગન સોડાવાળા ભાગી ગયાનાં 2 દિવસ બાદ પણ કોઈ ખાસ તપાસ નહોતી થઇ. “ હું પણ stupid! કાંઇ અનર્થ થાય તેની આશા રાખી રહ્યો છું. કાંઇક સારૂં થાય તેની આશા રાખવી એ હજુ બરાબર છે પણ. ખરાબ થવાની આશા રાખનાર તો કોઇ રાક્ષસ જ હશે...”

“જાડેજા!!” અચાનક કાન ફાડતો અવાજ આવ્યો અને PI જાડેજા સફાળા ઊભા થઈ ગયા. Door તરફ જોયું તો DySP I m saikiya ઊભા હતા.

“good morning. sir! “ PI જાડેજાએ Salute કર્યું. ઊંચા લાંબા કસરતી બાંધા પર ખાખી. ટૂંકા soldier-cut વાળ. ઘઉંવર્ણા ચહેરા પર મૂછો. આંખોમાં 2-3 દિવસના ઉજાગરા દેખાય આવતાં હતા.

“જાડેજા! મેં તારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી, એક officer થઈને તું આવું કરી શકે ??“ DySP I m saikiya ખૂબ નારાજ લાગતાં હતા. ટૂંકા ધોળા વાળ. ઘઉંવર્ણા ગોળ ચહેરા પર સફેદ મૂછો. લંબગોળ ચશ્મા. iron tight ખાખી. સપ્રમાણ કરતાં જાડો કહી શકાય તેવો બાંધો ધરાવતાં DySP ને અચાનક આ રીતે આવેલ જોઇ PI પ્રભાતસિંહ જાડેજા ચિંતિત થઇ ગયો.

“sir! હું કાંઇ સમજ્યો નહીં...”

“કમાલ છે જાડેજા! તમે એક તો પોળમાં રહેતા માણસની હત્યામાં આટલો રસ દેખાડો છો એ માણસના હત્યારાઓને પકડી લીધાં. risky એવી મગન સોડાવાળાની પૂછપરછ કરવા central jail પણ જઇ આવ્યા. એક હાથાપાઇમાં મગન બેહોશ થઇ જાય છે અને civil લઇ ગયા તો એ ભાગી ગયો. આ બધું શું ચાલી રહ્યું છે ને 2 દિવસ પછી તમે મગન સોડાવાળાની ભાળ કેમ નથી મેળવી? ક્યાં છે એ...,” dysp તાડુક્યા.

“sir! મને થોડી ખબર હોય?” PI જાડેજાએ બેજવાબદારીભર્યુ ડહાપણ વાપર્યું.

“ચુપ!!!” DySP પાછા તાડુક્યા. “એ મવાલી અંગ્રેજ બધા IPS ને સચિવાલય બોલાવીને ધમકાવે છે કે 24 કલાકમાં મગનની ખબર ન મળી તો અમારૂં promotion અટકાવી દેશે...! સાલુ... એક તો 26-26 વર્ષની નોકરી અને હવે retirementના 5-6 વર્ષ જ છે ત્યાં promotion અટકે ન પોસાય...r u understand?” DySP સાયકિયા પાછા બોલી ઉઠ્યાં. પણ. PI જાડેજા ચુપ અને શાંત ઉભો હતો. DySP તેને જોઇ રહ્યા. તેમને લાગ્યું કે Kevin broad પરનો ગુસ્સો PI જાડેજા પર ઠલવાઈ ગયો. પોતાની વર્તણુક પર અફસોસ થતાં આંખો બંધ કરીને બોલ્યા. “sorry! My dear son! I “m sorry!”

“આ તમે શું બોલો છો sir? તમારે sorry ન કહેવાનું હોય. તમે માત્ર મારા senior નથી. father છો father! 8 વર્ષનો હતો ત્યારે રેલ્વે સ્ટેશને મળેલ અનાથ બાળકને ભણાવી-ગણાવી-સમાજમાં માન-સમ્માન અપાવીને PI પ્રભાતસિંહ જાડેજા તરીકે નામના આપી. હું બધું જ ભુલી શકું પણ તમે કરેલા મારા પર ઉપકાર ન ભુલી શકું !માટે તમે ઝઘડો-ખિજાવ એ મારા પરનો તમારો હક્ક છે...” PI જાડેજાને જે મનમાં લાગણીઓ આવી તે એક જ સ્વરે બોલી ગયા. “Sorry! Sir! વધારે બોલાય ગયું..”

“no! No! It”s ok! પણ મારે junior સાથે આ રીતે ન વર્તાય!” DySP લાગણીઓ પર કાબુ કરતા લાગ્યા. “ok! કોઇ update હોય તો તુરત મને જાણ કરી દેજો. અંગ્રેજો ગયા પછી પણ આ મવાલી અંગ્રેજની ગુલામી કરવી પડે એ આપણી નામોશી જ રહેવાની...” DySP સાયકિયા નિરાશ અને મજબુર દેખાતા હતા.

“Sir! Sir!” ત્યાં ASI દોડતા આવ્યા. “મગન સોડાવાળા ખડિયાની કોઇ બૂખારાની પોળ રહેતો હતો. આમ તો તેનું રહેઠાણ નથી. Last ti “me residence માં બૂખારાની પોળ નોધાવી છે. કદાચ એ ત્યાં પણ ગયો હોય. આપણા માણસોને watch પર ગોઠવી દિધા છે. “

“that like a officer!” DySP સાયકિયા ખૂશ હૂઆ! PI જાડેજા મનોમન ખુશ થયાં કે “રબારી (ASI) તને તો ભગવાને જ મોકલ્યો. તું ન આવ્યો હોત તો આજે મારા નામનું નારીયેળ વધેરાઇ ગયું હોત.”

“હાઇશ!” PI જાડેજાથી બોલાય ગયું. DySPસાહેબે શંકાભરી નઝરે જોયું. પણ PI ની “હાઇશ” તેઓ સમજી શક્યા હોય તેમ બીજી ક્ષણે હસતાં-હસતાં ચાલ્યા ગયા. “ASI રબારી! બુખારાની પોળ માં જવાની તૈયારી કરો...” PI નો આદેશ નિકળતા ASI તેમેને Salute કરી ચાલ્યા ગયા.