ભાગ - 8
અલિશા ડેનીનને ગયા પછી તે મનથી હારી ગઇ હતી,
અલિશા વધુ દુ:ખી તો એ હતી કે ,
પેટમાં રહેલ બાળકને જોવા તેના પિતા તલપાપડ હતા, અને ઈશ્વર તેને મોં પણ જોવા ન દીધું ,
અલિશા એ માત્ર એક મહિનાની અંદર તેની બધી જ મિલકત વહેંચી દીધી,
પોતાનું એક મકાન ફક્ત રાખ્યું ,
આવેશમાં આવી બધા જ પૈસાને તેણે દીવાસળી મુકી દીધી,
અલિશાએ ઈશ્વરને કહ્યું?
હે ઈશ્વર..!! કોઇ ગરીબને કઇ આપવાથી ફાયદો ન થતો હોય તો આ પૈસા રાખી મારે ચિંતા કરવાની શું જરૂર છે?
માટે મેં જે નિણઁય લીધો તે યોગ્ય છે,
અલિશા જિંદગીમા હારી ગઇ હતી તે કઇ પણ કરવા હવે માંગતી ન હતી,
ઈશ્વરને ધિક્કારતી હતી!!!
અલિશાએ બે મહિનાથી ઘરની બાહર પણ પગ મૃકાયો ન હતો,
અલિશા દરરોજ ઈશ્વરને કહી રહી હતી.
ઈશ્વર તારે જે પીડા આપવી હોય ત મને આપી શકે છો ,
હું સહન કરવા તૈયાર છું.
તું આમ પણ મને ખુશ રહેવા દેવાનો નથી,
જે મારી પાસે થોડીક ખુશી હતી તે પણ તે છીનવી લીધી,
હવે સહન કરવા સિવાય મારી જિંદગીમાં કઇ નથી.
અલિશા ને ડેનીનના મૃત્યુનો એટલો આઘાત લાગ્યો હતો કે તે શું કરી રહી છે.
અત્યારે તેનું પણ તેને ભાન હતું નહી.
અલિશાને આઠમો મહિના જઇ રહ્યો હતો.
અલિશા આજ સવારમાં પહેલી વાર બહાર નીકળી ગાડઁનમા ગઇ.
તે થોડીવાર ગાડઁન માં આંખ બંધ કરી બેઠી,
અલિશા તેની "મા"ને યાદ કરી રડવા લાગી,
અલિશાની "માં" અલિશાને કંઇક કહી રહી હતી .
અલિશા તું શું કરે છો?
તું જાણે છે તારા પેટમાં આઠ મહીનાનુ બાળક છે!!!
તુ આવુ કદીના કરી શકે.
પણ" માં" હું શું કરું ?
ઈશ્વર મને જીવનમાં ખૃશી આપી જ નથી,
તે કહેલું કે તું ઈશ્વર માટે કામ કર ઈશ્વર તને ખુશ રાખશે,
હા" મેં કહેલું અલિશા,
પણ ,જીવનમાં સુ;ખ અને દુ;ખ તો આવવાના જ,
તેનાથી તું હારી ન જા!!!
તેની સામે લડ!! હું તને એક વ્યક્તિની વાત કરુ સાંભળ અલિશા તું....
એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી,એક દિવસ તે હોડી લઇ સમુદ્રમાં નીકળ્યો, હજી સમુદ્ર વચ્ચે પહોંચ્યો હતો ત્યાં જ સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું ,
તે વ્યક્તિની હોડી તુટી ગઇ,તે લાઇફ જેકેટની મદદથી સમુદ્રમાં કુદી ગયૉ તેનો જીવ બચી ગયો ,
તોફાન શાંત થયું ,
તે તરતા તરતા એક ટાપુ પર આવ્યો.
પણ ' તે ટાપુ પર ચારેય બાજુ કોઇ હતું નહી.
તે આદમી એ વિચારું મે મારી જિંદગીમા ક્યારેય કોઇની સાથે ખોટું નથી કરું.
તો ઈશ્વર મારી સાથે આવુ શા માટે કરું ,
પણ તે વ્યક્તિએ વિચારું
ઈશ્વર મને મોત થી બચાવો છે,
તો આગળ રસ્તો પણ તે જ બતાવશે.
તે ધીમે ધીમે ટાપુ પર ઝાડ પર રહેલા પાન ખાયને તેની જિંદગી ગુજારવા લાગ્યો ,
ધીરે ધીરે તેની શ્રધ્ધા તુટતી જતી હતી.
ઈશ્વર પરથી ભરૉસૉ ઊઠી ગયો હતો.
તેને લાગ્યું કે આ દુનિયામાં ઈશ્વર છે જ નહી,
તેને લાગ્યું હવે મારે મારી જિંદગી ટાપુ પર જ વિતાવવાની છે,
તો હુ એક ઝૃંપડી બનાવી અને તેમા રહેવા લાગુ .
તેણે ઝાડની ડાળી પાંદડાથી એક ઝુપડી બનાવી.
તેણે મનોમન નક્કિ કયુઁ આજથી બહાર હવે મારે સૃવું નહી પડે.
મને ઝૃંપડામા સૂવા મળશે.
રાત હજી થઇ નોહતી સમુદ્રમાં ફરી તોફાન શરુ થયું .
તે જ વખતે તે ઝૂંપડી પર વિજળી પડી.
થોડી વારમાં તે ઝૂંપડી બળીને રાખ થય ગઇ
યે જોયને યે આદમી તુટી પડ્યો .
તું ઈશ્વર નથી રાક્ષસ છે રાક્ષસ!!!
તારામાં દયા જેવું કંઇ નથી.
તે વ્યક્તિ માથે હાથ મૂકી ને રોઇ રહ્યો હતો.
થોડી જ વારમાં એક હોડી તે ટાપુ પર આવી .
અમે તને બચાવવા માટે આવ્યાં છીએ.
દૂરથી ટાપુ પર સળગતું ઝૂંપડુ જોયને અમને લાગ્યું કે ટાપુ પર કોય મુશ્કેલીમાં છે.
તે તારી ઝૂંપડીને આગ ન લગાવી હોત તો અમનેનો ખબર પડેત કે કોય ટાપુ પર છે.
તે આદમીની આંખોમાં આંસૂ આવી ગયા.
તેણે ઈશ્વર પાસે માફી માંગી.
મને ખબર નોહતી ઈશ્વર કે તે મને બચાવવા માટે ઝૂંપડીને આગ લગાવી હતી.
અલિશા દિવસ સુ;ખનો હોય કે દુ;ખનો ઈશ્વર હંમેશા
મનુષ્યની સાથે જ હોય છે.
ડેનીનનુ મૃત્યુ એ તારા માટે ઘણી દુ:ખદ ઘટના છે,
ડેનીનનુ આયુષ્ય ઈશ્વર એટલું જ નક્કિ કરું હશે,
અલિશા જે જન્મે છે એ મુત્યુ પામે છે.
તેને કોઇ રોકી શકવાનું નથી.
મા" તું જાણે છે કે ડેનીનના લીધી હુ મારા જીવનમાં કેટલી ખુશ હતી,
ઈશ્વર મારી સાથે શા માટે આવુ કયૃઁ ?
અલિશા જીવનમાં જે થવાનું હોય તે સારા માટે જ થાય છે,
ડેનીનનું આયુષ્ય એટલું જ હશે.
તારે એ વિચાર કરવો જોઇએ ડેનીન જેવા સારા માણસ સાથે તે સુ;ખના ઘણા દિવસો પસાર કરા,
તુ એ વિચાર તારા પેટમાં ડેનીનનુ બાળક જન્મી રહ્યું છે,
ડેનીન મુત્યુ નથી પામ્યો, જેમ તું ડેનીન સાથે ખુશ હતી તેમજ તું તારુ આવનાર બાળક તને ખુશ રાખશે.
હા" માં ...
પણ હવે હું શું કરુ મારી પાસે કઇ નથી.
પૈસાને પણ આવેશમાં આવીને આગ લગાવી દીધી.
અલિશા તુ ચિંતા ન કર?
ફરી વાર તું ઉભી થા ગરીબો માટે કામ કર..
ફરી વાર તારી પાસે પૈસા આવશે, તુ હિંમત ન હાર!! તુ એક ઈશ્વરની પુત્રી છો અને આવનાર બાળકને તું તારી જેવું જ બનાવ,
એ પણ કહે હું એક ઈશ્વરનુ સંતાન છું.
હા" મા હું ફરી મહેનત કરીશ.
હું જે કરું તે ઈશ્વર માટે કરીશ ..
ઈશ્વર સત્ય છે!!!
***
અલિશા એ એક મહિના પછી એક સરસ મજાની પુત્રીને જન્મ આપ્યો,
અલિશાને આનંદનો પાર ન હતો,
અલિશા આજ ખુશ હતી.
અલિશાને ઈશ્વરે પુત્રી આપી ,
બે દિવસ પછી અલિશા તેની પુત્રીને લઇ હોસ્પીટલથી ઘરે આવી,
અલિશાને થયું હું મારી દીકરીનુ નામ શું રાખીશ?
અલિશાના મનમાં પહેલું જ નામ આવ્યું "ડેનસી"
અલિશા એ ડેનીનના નામ પરથી ડેનસી નામ રાખ્યું ,
ડેનસી ધીમે ધીમે હવે મોટી થઇ રહી હતી,
અલિશા ને બિઝનેસ ફરી શરુ કરવાનો હતો,
ડેનસી પણ એક વર્ષની થઇ ગઇ હતી,
અલિશા એ ફરી વાર ટીફીન સેવા શરુ કરી અને સાથે ડેનસીને પણ રાખી.
અલિશા એ ઘરે જ ટીફીન સેવા શરુ કરી!!
અલિશા એ આજ ફરી વાર ટીફીન સેવા શરું કરી હતી.
આ પહેલા પણ અલિશા એ ઘણી વાર ટીફીન સેવા બંધ કરી હતી.
અલિશાના પગનું ઇન્ફેકશન થયું ત્યારે અને ડેનીનના અકસ્માતમાં મૃત્યુ પછી,
અલિશા એ આ ત્રીજી વાર ટીફીન સેવા શરું કરી હતી,
કોઇ પણ કામ હોય માણસને હિંમત ન હારવી જોયે,
માણસે જીવનમાં ક્યારેય હારવું ન જોઇએ કોઇ પણ અવસ્થામાં,
અલિશા જાણતી હતી કે મારુ ભલે કોય દુનિયામાં ન હોય પણ હું એક ઈશ્વરની પુત્રી છું.
ઈશ્વર મને નારાજ કરશે પણ એ સારા માટે હશે.
અલિશા અને ડેનસી બંને ઘરની અંદર રમી રહ્યા હતા.
અલિશા ઘરની અંદર ડેનસીને રમતી જોઇને બધુ જ ભૃલી જઇ તેની સાથે રમવા લાગતી હતી.
અલિશા આજ ફરી વાર ઈશ્વરનો આભાર માન્યો ,
હે ઈશ્વર.....!! મને માફ કરજે..!!!
મેં તારા પર ઘણા આરોપ લગાવ્યાં પણ " તું જ કરતાં હરતા છે.
તું જ પરમકલ્યાણ કારી છે,
હું ભુલી ગઇ હતી ..
મને માફ કરજે..
અલિશાને આજ પહેલી વાર કોઇ અંદરથી કઇ રહ્યું હતું.
અલિશા તું મારી પુત્રી છો,
હું તને આનંદમાં કેમ ન રાખી શંકુ?
તું જાણતી નથી હું તારા પર એટલો ખુશ છું
તું જે કાયઁ કરીશ તેના પર તું સફળતા હાંસલ કરીશ.
તારું કામ મને ગમે તેવું છે......
તું લોકો માટે કામ કરે છે.
હું તારી સાથે છું.
તુ જ મારી પુત્રી છે...
અલિશા ને આજ ઈશ્વર અંદરથી કહી રહ્યો હતો..
ડેનસી હવે ધીમે ધીમે મોટી થવા આવી હતી,
અલિશાની ટીફીન સેવા ફરી ધમધમવા લાગી હતી,
અલિશા એ ત્રણ વર્ષ મા જ કોઇબીજાને આપેલ હોટલ ફરી ખરીદી લીધી,
અલિશા ફરી વાર ગરીબોને દાન આપવા લાગી હતી,
અલિશા એ ઈશ્વરનો આભાર માન્યો ,
અલિશા કહેતી:
હું મારા જીવનમાં હારી નથી
અને હારી પણ નહી શકુ !!
અલિશા જાણતી હતી કે ઈશ્વર મારી સાથે છે.
અલિશાની ઉંમર પણ હવે વધતી જતી હતી.
અલિશા ડેનસીને પણ ઘરે જ ભણાવી આગળ લાવવા માંગતી હતી.
આજ અલિશા અને ડેનસી ગાડઁનમાં બેસી વાત કરી રહ્યા હતા.
ડેનસી પાંચ વર્ષની થઇ સુકી હતી,અલિશા જાણતી હતા કે ડેનસીનું મારે ઘડતર જ કરવાનું છે.
એ પછી તે તેને મનગમતી વસ્તુ કરી શકે છે,
આજ અલિશા એ ડેનસીને પૂછયું બેટા..!! તારે સ્કુલે જવું છે?
ડેનસી એ અલિશાને સામે જોયને “ના” કહ્યું
અલિશા એ નક્કી કર્યુઁ મારી માતા એ મને ભણાવવી તેમજ હું ડેનસીને ભણાવીશ,
અલિશા તેની માતા ની જેમ જ ડેનસીને ભણાવવા લાગી હતી,
અલિશા એ ડેનસી ને કહ્યું ,
ડેનસી તુ જાણે છે તુ કોણ છે?
હું તારી પુત્રી ડેનસી!!
"ના " ડેનસી તું મારી પુત્રી નથી!!
તું ઈશ્વરની પુત્રી છો!!
મારું કામ તો તારુ ઘડતર કરવાનું છે,
તું તારા જીવનમાં તને ગમતું કામ કર અને આગળ વધ.
તું જે કાયઁ કરીશ,તે ઈશ્વરને ગમે તેવું હોવું જોઇએ,અને લોકોના કલ્યાણ માટે હોવું જોઇએ.
હા, માં
તું તારી અંદર રહેલી શક્તિને બહાર લાવ.
ઈશ્વર દરેકના શરીરમાં તેને મનગમતી વસ્તુંનો ઉત્સાહનો ભંડાર ભરેલો હોય છે,
તેને તું બાહર લાવ..ડેનસી ..જયા સુધી તારા શરીરમા આત્મા છે
ત્યાં સુધી ગરીબો માટે તું કામ કરજે.
ડેનસી તું તારા જીવનમાં યાદ રાખજે
તું એક ઈશ્વરની પુત્રી છો.
તું જે ધારે તે તું તારા જીવનમાં કરી શકે છો.
હા" માં ..
રાત્રીનો ઘણો સમય થઇ ગયો હતો.
ડેનસીને તેની રુમમાં સુવરાવી,અલિશાએ રાત્રે તેના રૂમ પર ગઇ.
અલિશા એ રુમની લાઇટ બંધ કરી પથારી પર જઇ આંખ બંધ કરી.
થોડી જ વારમાં રૂમમાં અજવાળું અજવાળું ..થઇ ગયું
અલિશા ડરી ગઇ..પથારી માથીં ઊભી થય ગઇ.......કોણ છે?
અલિશા હું ઈશ્વર?
તને લેવા માટે આવ્યો છું.
પણ, મારે હજી જીવું છે,
મારે એક દીકરી છે,મારી દીકરીનું શું થશે?
ના" તારું આ પૃથ્વી પરનું જીવન હવે સમાપ્ત થયું છે .
ઈશ્વર હું મુત્યુ પહેલા મારી દીકરીને એકવાર મળવા માંગું છું..
હવે તારી પાસે એક ક્ષણનો પણ ટાઇમ નથી
તારા મૃત્યનો સમય થઇ ચુકયો છે.
તું નહી મળી શકે અલિશા?
તે જ ક્ષણે અલિશાની આંખ બંધ થઈ અને અલિશા ઈશ્વર સાથે ચાલી ગઇ...
ડેનસી સવાર પડતા જ કઇ રહી હતી....!!
"મા "ઊઠ..!!
માં તુ કઇક બોલ?
અલિશા આજ સુમસાન હતી..
અલિશાને ડેનસી આજ કહી રહી હતી....... "માં" હું તારી વાત જીવન ભર યાદ રાખીશ ..
તે કહેલ શબ્દ શબ્દ એ હું મારું જીવન જીવીશ..
અલિશા માટી માંથી જન્મી આજ ફરી માટી પર પથરાય ગઇ હતી....
"મોત અને હયાતી વિષે મને શું પુછો છો?
સૂયઁનો તડકો એક બારીમાંથી આવ્યો અને
નીકળી ગયો.".......ઉપનીષદ..
સમાપ્ત
એક નવું જીવન......
આજ કાલ છોકરીના પિતા છોકરાને જોવા જાય એ પેહલા એમ પુછે છે....કે છોકરાને પોતાનું ઘર છે? છોકરા પાસે ગાડી છે? છોકરો કઇ કંપનીમાં જોબ કરે છે? હા' એ પુછવાનો તમને હક છે… પણ… હુ બધા જ માતા-પિતાને કહવ છું … કે તેના પહેલા તમે એ પુછો કે … શું તમારો છોકરો દારુ પીવે છે? શું તમારો છોકરો માવા ખાય છે? શું તમારો છોકરો તમાકુ ખાય છે? શું તમારો છોકરો માંસ-મટન ખાય છે? એ પુછો ...જે છોકરો તમાકુ ગુટકા ખાતો હોય તેની સાથે કોય દીકરી એ લગ્ન જ ન કરવા જોઇએ.., હું કડક શબ્દોમાં લખું છું કે શું તમારી દીકરીને તમે વીધવા થતી જોઇ શકશો… એક બાપ તેની દીકરીને વીધવા થતી કેમ જોય શકે ....
હું દીકરીને પણ કહવ છું .. તમે લગ્નમાં વિદાય વખતે તમારા ભાઇ કે પિતાને તમાકુ મેકવાનુ કહો...કેમ કે ત્યારે માનશે.. તે તમનેના નહી કહી શકે અને તે જીવન ભર યાદ રાખશે.… કહેવાય છે કે દીકરી બે વાર જન્મ લે છે.. એક વાર તેના પીતાના ઘરેને બીજી વાર પરણીને સાસરે જાય ત્યારે ...જેમ તમે નવો જન્મ લો છે.....તેમ તમારા ભાઇ અને પિતાને પણ તમે તમાકું ગુટકા મુકાવી નવું જીવન આપો તે દીવસે.....
જે લોકો એ મને બુક લખવામાં મદદ કરી.....
કાજલ દિયોરા અને ભુમી પંડયા...
અને જેમની એક વાતાઁ મેં મારા પુસ્તકમાં લખી છે એવા- ડો.વીજળીવાળા (એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી)
તેમનૉ ખુબ ખુબ આભાર.....
અંત.....
મિત્રો હું મારી મહેનત તમને મફતમાં આપી રહયો છું.
આ નાનકડી નવલકથા ઘણાં બધા પુસ્તકો વાંચી, રાત-દિવસ મહેનત કરી મેં લખી છે.
કયારેક સવારમાં બે વાગે તો કયારેક ત્રણ વાગે કઇ પણ યાદ આવે તો પથારીમાંથી ઊભો થઇ બુકમાં લખી નાંખતો ..
ઘણા દિવસોની મહેનત બાદ આ નવલકથા તૈયાર થઇ છે.
તમારા મિત્રોને શેર કરજૉ......
તે પણ વાંચે જીવન શું છે, ઈશ્વર કોણ છે, તમે પૃથ્વી પર શા માટે જન્મ લીધો છે,તમારે જીવનમાં શું કરવુ જોઇએ...
આ PDF લિંક તમે વોટસએપ કે ફેસબુક થકી વધુમાં વધું વાંચકો સુધી પહોંચાડો ...
અને હા ..
આ બુક વાંચી મારા વોટ્સએપ કે ફેસબુકમાં તમે રીવ્યું આપજો જેથી મને કોય બીજી નવલકથા લખવાનું મન થાય..
મોબાઇલ - 8140732001
ઇમેલ - kalpeshdiyora999@gmail.com
બ્લૉગ - http://Kalpeshdiyora.wordpress.com
બ્લૉગ - http://Diyorakalpeshblogsport.com
ફેસબુક - www.facbook.com/kalpesh.diyora.7
આભાર....
કલ્પેશ દિયોરા