Ek Sharat - 7 in Gujarati Love Stories by Ishani Raval books and stories PDF | એક શરત (one bet) 7

Featured Books
Categories
Share

એક શરત (one bet) 7

તાની

અને અમારી કાર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ મારી જૂની યાદો પાછી ફરે છે. આ એ જ તો જગ્યા છે જે મને હંમેશા ખુશ કરી દે છે. એ જ પછાત ગામ જ્યાં હું બાળકો ને ભણાવવા આવતી હતી. જ્યાં મેં અને આરવે ખુબ એન્જોય કર્યું હતું અને એ સમય ખુબ સરસ હતો. અને ગાડી રોકાય છે. હું બહાર નીકળું છું અને જયારે બધા બાળકો મને દેખે છે કે તરત દોડી ને મારી તરફ આવે છે. આ લોકો મને હજી નથી ભૂલ્યા! તરત જ ખાટલો પથરાઈ જાય છે અને પાણી હાજર થઇ જાય છે. હું ખુબ જ ખુશ છું કે આરવ મને અહીંયા લાવ્યો હું આરવ તરફ દેખું છું અને એ સમજી જાય છે એટલે એ બોલે છે કે મોસ્ટ વેલકમ... અને બધા ને ફરી મળી ને મને ખુબ જ ખુશી થાય છે બધા બાળકો વાતો કરે છે મારી સાથે અને હું બાળકો થી ઘેરાઈ જાઉં છું અને મારી આંખ માંથી પાણી છલકાઈ જાય છે...

અમે બધા જોડે રમ્યા અને જમ્યા જાણે મારુ બાળપણ પાછું આવી ગયું અને સાંજ થવા આવી અને અમે પાછા જવા નીકળ્યા પણ મેં બધા ને વચન આપ્યું કે હું અહીંયા આવતી રહીશ. વળતા અમે એક રેસ્ટોરેન્ટ માં ગયા.

આરવ: તો કેવો રહ્યો દિવસ?

તાની: સાચે થૅન્ક યુ આરવ આ બેસ્ટ દિવસ હતો...

આરવ: ખબર હતી મને કે તને શું ગમશે.

અને બંને વાતો કરવા લાગે છે. એક બીજા માં સંપૂણ રીતે ખોવાયેલા હોય છે ત્યારે તાની ના ફોન ની રિંગ વાગે છે અને જયારે ફોન મુકાય છે ત્યારે તાની ના ચેહરા પાર નું સ્મિત ખોવાઈ જાય છે..

આરવ: કોનો ફોન હતો?

તાની: ફુવા નો.એમણે કહ્યું કે ઇન્ડિયા માં બધું હવે સેટ થઇ ગયું છે અને પ્રોજેક્ટ પણ ચાલુ થઈ ગયો છે તો હવે મારી અહીંયા જરૂર નથી. ફુવા ની ઈચ્છા છે કે હવે હું પાછી ત્યાં જાઉં અને પુરી કંપની સંભાળું અને ત્યાં નું બધું કામ લઈ લઉ..

આરવ: શું બોલે છે તાની... એમાં આટલું શું વિચારે છે ના બોલી દે.

તાની: પણ..

આરવ: પણ શું? તું જવાનું વિચારે છે? તું કેવી રીતે વિચારી શકે???

તાની: અહીંયા કેમ રોકાઉં?

આરવ: મારા માટે... આપણા માટે... મને ખબર છે તું જીવન માં મને ભૂલી શકી હોત તો ક્યારની ભૂલી ગઈ હોત અને આગળ વધી ગઈ હોત... પણ એવું નથી થયું તું મને હજી પણ પ્રેમ કરે છે. પેહલા તું મને પ્રેમ કરતી હતી પછી નફરત અને અત્યારે મિત્ર પણ હું જ તારા જીવન માં રહ્યો છું. તાની હું તને જાણું છું. તું કેમ ડરે છે જરૂરી નથી કે જે ભૂતકાળ માં થયું તે ભવિષ્ય માં થશે... ભરોસો કર મારા પર. એ વખતે વાત અલગ હતી કદાચ નાદાની હતી મારી, અને ગુસ્સો હતો જે મેં તારું સાંભળ્યું નહિ..

તાની: બસ કર આરવ એક ની એક વાત... જૂનું થયું હવે બધું... સાચી વાત છે સમય અલગ છે અત્યારે અને હું તને પ્રેમ નથી કરતી.

આરવ: તાની પેહલા તારી આંખો ને કહે કે ખોટું બોલતા શીખી જાય... તારી આંખો બોલી દે છે જે તું નથી બોલતી

તાની: એવું કઈ નથી( તાની એની નજર ફેરવી લે છે)

આરવ: તાની તું મને પ્રેમ કરતી હતી પણ ભરોસો નતી કરતી તે એક વાર પણ મને સચ્ચાઈ કેહવા નો પ્રયત્ન નથી કર્યો... વાંક તો તારો પણ હતો.. અને આજે પણ તને મારા પર ભરોસો નથી...

તાની: તને કેહવું નક્કામું છે ( અને તાની ઉભી થઇ ને ચાલી નીકળે છે અને બહાર આવી જાય છે. આરવ પણ પાછળ આવે છે અને તાની નો હાથ પકડે છે )

તાની ગુસ્સા માં બોલે છે "છોડ મને કેટલી વાર કહેવાનું કે નથી પ્રેમ કરતી... કેમ નથી સમજતો?"

આરવ તાની ની આંખો માં આંખો પરોવી ને ઉભો હોય છે અને ધીમે ધીમે નજીક આવે છે તાની એની છાતી પર હાથ મૂકે છે બંને વચ્ચે અંતર ઓછું થતું જાય છે. તાની નું દિલ સ્પીડ માં ધડકવાનું ચાલુ કરે છે. આરવ આગળ વધતો જાય છે. હવે બંને વચ્ચે ખુબ ઓછું અંતર હોય છે બંને ના શ્વાસ એક બીજા સાથે ટકરાવના ચાલુ થઇ જાય છે ... અને તાની એની આંખો બંધ કરી દે છે. પણ થોડી વાર સુધી કઈ જ થતું નથી જયારે એ આંખો ખોલે છે ત્યારે આરવ ધીમે ધીમે પાછળ જાય છે

આરવ: મને મારો જવાબ મળી ગયો તાની. તે મને રોક્યો નહિ એટલે મને મારો જવાબ મળી ગયો. હું તારી રાહ હવે પુરી જિંદગી જોઈ શકું છું.. પણ હું તને ફોન કરી ને હેરાન નહિ કરું જયારે તું આ વાત સ્વીકારવા તૈયાર હોઈશ ત્યારે આપણે મળીશું. પણ હા આ જ રેસ્ટોરેન્ટ માં રોજ સાંજે ૪ વાગે આવીશ અને તારી રાહ દેખીશ...

અને આરવ ગાડી ની ચાવી તાની ને આપી ને નીકળી જાય છે...

તાની જોર થી બૂમ પાડી ને બોલે છે "હું નઈ આવું" પણ આરવ પાછળ વળતો નથી..

આરવ ત્યાં થી નીકળી જાય છે એકાંત ની પળો શોધવા... ચાલતા ચાલતા એ એક સુમસામ બસસ્ટેશને આવી ને બેસે છે અને પોતાના જીવન ની બધી ઘટના વિચારે છે. અને એ આકાશ તરફ દેખતો રહે છે અને પાણી નું નાનું ટીપું આંખ ની બહાર આવે છે. એ વિચારે છે એના કોલેજ ના દિવસો જયારે એને પ્રેમ એટલે માથા નો દુખાવો લાગતો હતો જયારે એ પ્રેમ શબ્દ પર ભરોસો કરતો ન હતો. જયારે એ કેહતો કે જીવન તો લોજીક થી જીવાય પ્રેમ થી નહિ. પ્રેમ એટલે બરબાદી બસ જીવો અને જલસા કરો... પણ પછી બધું બદલાઈ ગયું ક્યારે એને તાની સાથે પ્રેમ થયો ખબર જ ન પડી... દુશમની ધીરે ધીરે મિત્રતા માં બદલાઈ ગઈ. તાની ને બધું જ કેહવા જોઈએ એની સાથે વાત ના કરી હોય તો ચેન ના આવે...પણ આ સમજતા કદાચ વધારે લેટ કરી દીધું.

કદાચ તાની ને પ્રેમ નો અહેસાસ થયો એ પેહલા જ હું તો એના પ્રેમ માં હતો પણ મને ખ્યાલ જ ના આવ્યો. હંમેશા કોલેજ માં તાનીને હેરાન કરવાનું. શરત માટે પણ તાની નું જ નામ વિચાર્યું. બીજી કોઈ છોકરી જલ્દી માની ગઈ હોત પણ હું તો નક્કી કરી ને બેઠો હતો કે તાની જ જોઈએ... મારા માટે એ હંમેશા પરફેક્ટ જ હતી. હું કદી પરફેક્ટ ન હતો એના માટે. અને આરવ હસતા હસતા વિચારે છે કે એ કેવી રીતે મારા પ્રેમ માં પડી હશે??

આ તરફ તાની ઘરે પોહ્ચે છે અને રડવાનું ચાલુ કરે છેતાની વિચારે છે કે કેમ આખરે હું રડું છું? મને જે જોઈએ એ જ તો થઇ રહ્યું છે... તો પછી કેમ? બસ હવે હું અહીંયા રોકાઇશ તો વધારે વિચારીશ તાની એની સેક્રેટરી ને ફોન કરે છે "મને કાલ ની પાછા જવાની ટિકિટ બુક કરાવી દે અને કંપની માં બધા ને કહી દેજે કે હું હવે નીકળું છું આગળ નું કામ બીજું કોઈ સંભાળી લેશે"

બીજા દિવસે બપોરે ૨ વાગે

તાની ના ફોન ની રિંગ વાગે છે અને તાની ફોન ઉપાડે છે.

તાની: મારે કોઈ વાત નથી કરવી હમણાં તો પ્લીસ મને હમણાં કઈ જ ના કેહતો. મેં નિર્ણય લઇ લીધો છે.

અંશ: મેં એટલા માટે ફોન નથી કર્યો. તારું જીવન છે અને તારો નિર્ણય છે પણ ભાઈ ક્યાં છે? ભાઈ નો ફોન પણ બંધ છે.. કાલ રાત થી એ ઘરે આવ્યા જ નથી.. ક્યાં છે?

તાની: મને નથી ખબર અમે કાલ રાતે અલગ થયા પછી આરવ ક્યાં ગયો એ મને નથી ખબર... એમ કેમ જતો રહ્યો? ક્યાં ગયો?

તાની ને ચિંતા થાય છે એ અંશ નો ફોન મૂકી ને તરત જ આરવ ને ફોન કરે છે પણ ફોન બંધ હોય છે... ક્યાં ગયો હશે? કોઈક ને તો કેહવું જોઈતું હતું!! આમ અચાનક ક્યાં જતો રહ્યો? ત્યાં તો ઘર માં ડોરબેલ વાગે છે તાની દોડી ને જાય છે અને દર્વાજ ખોલે છે...

ડ્રાઈવર: મેડમ તમારી ગાડી આવી ગઈ છે તમારો સમાન મૂકી દઉં??

§

આરવ એક નદી કિનારે બેઠો હોય છે. ( આજે તાની જવાની છે એ વાત સાંભળી ને જ હું અહીંયા આવી ગયો હું એનો સામનો ના કરી શકું. હું એને જતા ના જોઈ શકું... અહીંયા શાંતિ છે.

૩: ૩૦ વાગે આરવ પોતાનો ફોન ચાલુ કરે છે અને જોવે છે કે ઘણા બધા કોલ અને મેસેજ આવેલા હોય છે. તાની ના પણ મેસેજ હોય છે કે ક્યાં છે? પણ હવે શું ફાયદો જવાબ આપવા થી આ તો જતી રહી હશે... આરવ અંશ ને ફોન કરી ને કહે છે કે ચિંતા ના કરે અને ડ્રાઈવર જોડે ગાડી મંગાવે છે. અને ઘરે જતો હોય છે ત્યાં એ રેસોરેન્ટ જોવે છે જ્યાં એ છેલ્લે તાની ને છોડી ને ગયો હોય છે અને એને પોતાનું વચન યાદ આવે છે એ ગાડી ઉભી રખાવે છે ઘડિયાર માં દેખે છે ૪: ૧૫ થઇ ગયા હોય છે અને એ અંદર જાય છે ત્યાં તો તાની ગુસ્સા માં ઉભી હોય છે શું આ સ્વપ્ન છે? સાચે તાની છે? આરવ કઈ બોલે તે પેહલા તાની આવે છે અને ગુસ્સા થી બોલે છે...

તાની: આ શું છે? તે મને ૪ વાગ્યા નું કહ્યું હતું ને કે તું રોજ ૪ વાગે મારી રાહ જોઈને અહીંયા આવીશ તો કેટલા વાગ્યા દેખ!! કઈ ખબર પડે છે મને કેટલી ચિંતા થતી હતી? તું કઈ કીધા વગર ક્યાં જતો રહ્યો હતો? તને મારી કોઈ પડી નથી ને? મારો વિચાર ના આવ્યો તને? ના દૂર જા અહીં થી.. તું હંમેશા આવું જ કરે છે.. મને હંમેશા હેરાન કરે છે... કેમ? તને ખબર છે હું તને પ્રેમ કરું છું. તને ખબર છે કે મને તારી કેટલી ચિંતા છે છતાં મને કીધા વગર આમ જતો રહે છે. તારે મને રોકવા આવું જોઈએ ને? પણ ના તું ભાગી ગયો... આરવ આઈ હેટ યુ... આરવ...

પછી તો ગુસ્સા સાથે અશ્રુ ધારા પણ ચાલુ થઇ જાય છે અને આરવ એને ગળે લગાવી દે છે અને તાની આરવ ની છતી પર માથું મૂકી ને રડે છે.. અને આરવ કઈ જ બોલ્યા વગર માત્ર હસે છે. કેમ કે આજે કઈ બોલવાનું બાકી નથી આજે તો બધું જ મળી ગયું છે...

§

ત્યાં તો અંશ આવે છે. અને બોલે છે " ઓહો તો આ પ્રેમીપંખીડા અહીંયા છે. તમારી બંને ની તો ઘરે રાહ દેખાય છે. પૂરો પરિવાર રાહ દેખે છે કે શું ચાલે છે. તારું પરિવાર પણ અમારા ઘરે જ છે તાની... અને તાની શરમાઈ ને આરવ થી અલગ થાય છે..

આરવ તાની સામે જોઈ ને કહે છે " તને ભરોસો છે મારી પર?" તાની માથું હલાવી ને હા પાડે છે.. આરવ તાની નો હાથ પકડી ને બોલે છે " તો હું બધું ઠીક કરી દઈશ. તું મારી સાથે છે એનાથી વધારે મારે કઈ નથી જોઈતું. પણ ઘરે જતા પેહલા વચન આપ કે તું મન છોડી ને ક્યાંય નઈ જાય... ક્યારેય પણ.. હંમેશા સાથે રહીશ" અને તાની બોલે છે " મારા દિલ ને મારુ ઘર મળી ગયું છે... એટલે હું ક્યાંથી ક્યાંય જવાની"

૧૫ દિવસ પછી

અંશ: યાર હવે તો મને કોઈ કહો કે શરત શું હતી?

તાની અને આરવ હસે છે...

ઘરે બધા ને માનવી લીધા બંને એ.. અને પરિવારે નક્કી કર્યું કે હવે તો જલ્દી સગાઇ કરાવી દઈએ...

અંશ: દેખો કાલે તમારા બંને ની સગાઇ છે અને અંગૂઠી મારી પાસે છે તો તમે ઇચ્છતા હોવ કે અંગૂઠી સલામત રહે તો જલ્દી બોલો...

તાની હસતા હસતા વાત ચાલુ કરે છે... " કોલેજ માં આરવ મારી પાછળ પડી ગયો હતો કે હું એની મદદત કરું પણ હું આ વાત માટે ના બોલતી હતી અને એક દિવસ...

ભૂતકાળ માં

આરવ: હેલો ડાર્લિંગ..

તાની: ઓહ્હ આવી ગયો રાજકુમાર.... પણ મારી પાસે ટાઈમ નથી...

આરવ: હા તું જઈ શકે છે પેહલા આ વિડિઓ તો દેખી લે...

તાની ઉભી રહે છે અને દેખે છે તાની નો ગીત ગાતો વિડીયો હોય છે...

તાની: આ... આ કયાં થી આવ્યો તારી પાસે?

આરવ: હાલ મારી પાસે છે પછી પુરી કોલેજ માં બધા પાસે હશે...અને બધા ને ખબર પડી જશે કે તું કેટલું ગંદુ ગીત ગાય છે.. અને આરવ હસવા લાગે છે...

તાની: તું એવું કઈ જ નહિ કરે... પણ આ ક્યાં થી તારી પાસે આવ્યો... આ તો હું અને મારી ફ્રેંડ્સ જોડે હતા ત્યારે મસ્તી માં બનાયો હતો... ઓહ ગોડ આ પૂજા એ આપ્યો હશે ને? ખબર હતી એ પાગલ છે તારી પાછળ... એને તો હું જોઈ લઈશ..

આરવ: પછી જોઈ લેજે... હવે મારી નકલી ગર્લફ્રેન્ડ બનવા માની જા..

તાની: ના...

આરવ: અરે યાર પ્લીસ તું પરફેક્ટ છે આ કામ માટે. માની જા ને.. તું બોલ હું એ કરવા તૈયાર છું... કોઈ શરત લગાવીએ ??

તાની: હા આ સારું કીધું...

આરવ: તું જે કે એ શરત મંજુર છે..

તાની: સાંભળી તો લે... જો આપણે દર વર્ષે બાસ્કેટબોલ મેચ હારીએ છીએ.. જો આ વખતે આપણી કોલેજ જીતી જશે તો હું તારી મદદત કરીશ.. નકલી ગર્લફ્રેન્ડ બનીશ...

આરવ: બાસ્કેટબોલ ? પણ હું તો ફૂટબોલ ની ટિમ માં છું. મને બાસ્કેટબોલ નહિ ફૂટબોલ આવડે છે.. તું કહે તો...

તાની: ના બાસ્કેટબોલ જ... અને બન્ને એક જ થયું..

આરવ: બંને રમત એક નથી... પણ કઈ નહિ આરવ કદી હારતો નથી.. મંજુર છે...

તાની: પેહલા સાંભળી તો લે પૂરું... જો તું જીત્યો હું તારી વાત માનીશ. પણ હું જીતી તો તું આ વિડીયો ડિલેટ કરીશ અને સોનલ ને પુરા કોલેજ સામે પ્રપોઝ કરીશ..

આરવ: સોનલ??? કેમ? જાડી પ્રિન્સિપાલ ની છોકરી?

તાની: હા એ જ... કેમ ડરી ગયો?

આરવ: હવે તો હું જીતી બતાવીશ...

વર્તમાન

અંશ: ઓહ્હ ... પણ તમે જીતી કેવી રીતે ગયા??

આરવ: એ પછી કહીશ..

તાની: એ તો મારે પણ જાણવું છે..બોલ ને

આરવ: યાદ છે ને તે મને વચન આપ્યું છે તું મને છોડી ને નાઈ જાય...

તાની: હા... તો? બોલ ને...

આરવ: કઈ નઈ પેહલા મેં શીખવાનો પ્રયત્ન કર્યો પણ આટલી જલ્દી તો કેવી રીતે થાય તો મેં સામે વાળી ટિમ ને ખરીદી લીધી સિમ્પલ..

તાની: આરવ તું ખરેખર લુચ્ચો છે... તે ચીટિંગ કરી હતી...

આરવ: ના કરી હોત તો હારી જાત.. અને જાડી ને ગર્લફ્રેન્ડ બનાવી પડત અને એના પાપા પ્રીન્સીપાલ તો મને મારી નાખત.. મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો...

અને આરવ, તાની અને અંશ હસે છે...

બીજા દિવસે આરવ બધા ની સામે ઘૂંટણ પર બેસી જાય છે અને બધા આશ્ચ્રર્ય થી દેખતા રહે છે..

આરવ: તાની અત્યાર સુધી મેં તને ઘણી હેરાન કરી છે કદાચ આગળ પણ કરીશ. પણ મારા જીવન નો પેહલો અને છેલ્લો પ્રેમ તું જ છે. ત મને પ્રેમ એટલે શું એ સમજાયું છે. પ્રેમ ની પરિભાષા સમજાવી છે. તારા વગર મારુ જીવન કઈ નથી. અપૂર્ણ છે તારા વગર બધું જ... તું મારો સાથ આપીશ આ સફર માં? હું તને ખુબ જ પ્રેમ કરું છું તારા વગર આરવ અધૂરો છે. અને તું હંમેશા મારી તાની છે. શું મારી જીવનસંગીની બનીશ???

તાની હા પાડે છે અને બધા ની તાળીયો પાડે છે ફટાકડા ફૂટે છે અને આરવ અંગૂઠી પહેરાવે છે...

લગ્ન ની તારીખ જોઈ ને પંડિત કહે છે કે ૧ મહિના પછી...

તાની: એક જ મહિનો??

આરવ: સાચી વાત... પંડિત જી આ તો ઘણું લાંબો સમય આપ્યો તમે... નજીક નો દેખો ને..

તાની આરવ સામે દેખે છે અને બાકી બધા હસે છે..

તાની: હું એક મહિનો શોપિંગ કરવા જ જઈશ બીજું કોઈ કામ નઈ...

આરવ: તો ઓફિસ નું કામ???

તાની: હવે તારું મારુ શું કરવાનું આપણું બોલ... લગ્ન સુધી બધું કામ તું જોઈ લઈશ...

આરવ: પણ..

તાની: મારે લેટ થાય છે... હવે તો શોપિંગ જ શોપિંગ...

આરવ: સાંભળ ને..

તાની: હા?

આરવ: આઈ લવ યુ.

તાની: આઈ લવ યુ ટુ.

§

the end

હમણાં જ મેં મારી વાર્તા એક શરત પુરી કરી ને પ્રકાશિત કરી છે.... i hope કે બધા ને ગમે... મને હજી અધૂરું લાગે છે... જાણે કે આટલી જલ્દી બધું પૂરું થઈ ગયું??

પણ ધન્યવાદ બધા નો... જેને મને સાથ આપ્યો...

અત્યારે મારે શબ્દો ખૂટી પડ્યા છે કઈ પણ કેહવા માટે.... તો ફરી મળીએ એક નવી કથા સાથે અને એક નવા સફર સાથે...