તારે જમીન પર
(ભાગ-૧)
ગોવિંદ શાહ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•બસ, થોડો સમય આપો !
•હૉસ્પિટલની બારીમાંથી
•દૂધનો એક કટોરો
•સાસુ સુધરી ગઈ !
•કથા એક શ્વાનની
•પથ્થરનો ઘા
•પૂર્વાગ્રહો
•જોવાની દૃષ્ટિ
•મા તે મા
•સોનેરી પૂંઠાવાળુ બાઈબલ
•શબ્દોના ઘા
•આયનામાં જુઓ
•નિર્દોષ પ્રેમ
•મા-બાપ
•શ્રદ્ધા
•શ્રીમાન સાબુની અવસાન નોંધ
૧. બસ, થોડો સમય આપો !
જોકે ઘણા સમયથી તેના જૂના પાડોશી નિવૃત્ત અંકલને જોયેલ નહીં. જેક કેરીયર અને ગ્લેમરની દુનિયામાં એટલો બધો ખોવાઈ ગયેલો કે તેને કેટુંબ, મિત્રો, સંબંધીઓ માટે કોઈ સમય ન હોતો. તે સતત પ્રવાસમાં રહેતો અને રેસના ઘોડાની માફક દોડતો રહેતો. તેને જિંદગીમાં ઝડપથી આગળ વધવું હતું.
એક દિવસ વતનમાંથી તેની મમ્મીનો ફોન આવ્યો : શ્રીમાન બેલ્સન ગઈ કાલે રાત્રે ગુજરી કયેલ છે અને બુધવારે તેમની સ્મશાનયાત્રા છે. એક ક્ષણ માટે જૅકના મનમાં ઝબકારો થયો. તેને બાળપણના દિવસો યાદ આવી ગયા અને તે ફોન ઉપર સ્તબ્ધ થઈ ગયો. માએ પૂછ્યું : જૅક ! તું મને સાંભળે છે ?
‘સોરી, મમ્મી ! હું તને સાંભળું છું પરંતુ મને એમ હતું કે બેલ્સન અંકલ ઘણા સમય પહેલા ગુજરી ગયેલ હશે’ જૅકે કહ્યું.
‘ના એવું નથી. જ્યારે જ્યારે હું તેમને મળતી ત્યારે અચૂક તારી ખબર-અંતર પૂછતા અને તારી વાતો યાદ કરીને ઘણા ગદગદીત થઈ જતાં.’
‘મમ્મી, મને આપણું જૂનું ઘર ખૂબ યાદ આવે છે.’
‘જૅકે, તને ખબર છે જ્યારે તારા પિતા ગુજરી ગયા બાદ આજ બેલ્સને આપણને ખૂબજ મદદ કરેલી. તેમણે તારું ખૂબ ધ્યાન રાખેલું અને તારા જીવન ઘડતરમાં તેમનો ખૂબ ફાળો છે.’
‘હા, મને બરાબર યાદ છે. તેમણે મને જીવનમાં ઘણી અગત્યની બાબતો શીખવી છે. અને આજે હું જે છું તે તેમને આભારી છું. હું ચોક્કસ તેમના ઘરે તેમની સ્મશાનયાત્રામાં જઈશ અને તેમના આત્માને દિલશોજી પાઠવીશ.’
જૅક ખૂબ વ્યસ્ત હોવા છતાં ગમે તે રીતે સમય કાઢી તુરત વતનની ફ્લાઈટ પકડી બેલ્સનને ઘરે સમયસર પહોંચી ગયો. બેલ્સનના પરિવારમાં હવે કોઈ નહોતું. બધી વધિ પતાવી રાત્રે જૅક પરત ફરવા માગતો હતો. દરમ્યાન જૅક અને તેની મમ્મી પાડોશના જુના મકાનમાં બેલ્સનની યાદ વાગોળવા ગયા. બારણામાં દાખલ થતાં જ જૅકને સમગ્ર ભુતકાળ યાદ આવી ગયો. તેણે જોયેલ બધી જ વસ્તુઓ-ફોટા, ટેબલ, ખુરશી, પીયાનો-બધું એમ જ અકબંધ હતું. પરંતુ એક જગ્યાએ તે અટકી ગયો.
મા એ પૂછ્યું : જૅક ! કેમ ઊભો રહી ગયો ? શું છે ?
‘મમ્મી, પેલું જુનું નાનું બોક્સ જે આ ટેબલ ઉપર કાયમ હતું તે અહીં નથી. મેં તેમને ઘણી વાર પૂછેલું કે આ નાના બૉક્સમાં શું છે ? પરંતુ તે એક વાક્યમાં જવાબ આપતા કે તેમાં મારી જિંદગીની ખૂબ જ મૂલ્યવાન ચીજ છે.’ જૅક મનોમન વિચારે છે કે તે બૉક્સમાં શું મૂલ્યવાન હતું તેની હવે ક્યારેય ખબર નહીં પડે. તેણે વધુ વિચારવાનું માંડી વાળ્યું. તે ઉજાગરાથી થાકી ગયેલ હતો અને વળતી ફ્લાઈટમાં તેને પાછા ફરવાની તૈયારી કરવાની હતી.
શ્રીમાન બેલ્સનને ગુજરી ગયેલ લગભગ બે અઠવાડિયા થઈ ગયેલ હશે. એક દિવસ ઘરે પાછા ફરતા જૅકે તેના ઘરના દરવાજાના પોસ્ટબૅક્સ ઉપર પોસ્ટમેનનો સંદેશો વાંચ્યો કે તમારું પાર્સલ આવેલ છે તે પોસ્ટઑફિસમાંથી પાર્સલ લઈ જવું. તેમાં મોકલનારનું નામ શ્રીમાન બેલ્સન વાંચીને તેને ખૂબ આશ્ચર્ય થયું. પાર્સલ ખોલતાં તેમાં એક સોનેરી નાનું બૉક્સ અને પત્ર હતો. તેમાં લખેલું કે મારા મૃત્યુ પછી આ બૅક્સ જૅક બેનેટને મોકલી આપજો. પત્રની સાથે એક નાની ચાવી પણ હતી જેથી બૉક્સ ખોલી શકાય. જૅકે બૉક્સ ખોલીને જોયું તો તેમાં એક નાની સોનેરી ઘડિયાળ હતી. તેની સાથે લખાણ હતું - ‘જૅક ! તેં સમય કાઢ્યો માટે તારો ખૂબ ખૂબ આભાર. તારો સમય જ મારે માટે મૂલ્યવાન છે. સમયથી બીજું કંઈ મુલ્યવાન નથી.’
જૅક થોડી ક્ષણો આ ઘડિયાળ તરફ જોઈ રહ્યો અને શૂન્યમનસ્ક થઈ ગયો. પછી ઑફિસમાં ફોન કરી તેણે બધી ઍપોઈન્ટમેન્ટ રદ કરાવી દીધી. તેના સહાયકો મુંઝાઈ ગયા કે જૅકને એકદમ શું થઈ ગયું ? તેમણે જૅકને પૂછી નાખ્યુઃ આમ શા માટે ?
જૅકે જવાબ આપ્યો : મારે ફક્ત થોડો સમય જોઈએ છે. મારે મારાં બાળકો સાથે રહેવું છે.
(જીવનમાં કેટલા શ્વાસો લઈએ છીએ તે મહત્ત્વનું નથી કેટલા ઉષ્માભર્યા શ્વાસો બીજા માટે કાઢીએ છીએ તે પણ અગત્યનું છે. સમય મૂલ્યવાન છે. વ્યસ્ત જીવનમાં તમારા પોતાનાઓ માટે પણ થોડો સમય કાઢો નહીં તો જિંદગી જતી રહેશે, ખબર પણ નહીં પડે !)
૨. હૉસ્પિટલની બારીમાંથી
ગંભીર માંદગીમાં સપડાયેલ બે વ્યક્તિઓ અમેરિકાની એક મોટી હૉસ્પિટલના એક જ રૂમમાં સારવાર લઈ રહ્યા હતા.
રૂમની માત્ર બારી પાસે જેનો ખાટલો હતો તે દર્દીને ફેફસાંની તકલીફ હતી. તેને રોજ સાંજે એક કલાક બેઠો કરવામાં આવતો અને તેનાં ફેફસાંમાં ભરાઈ ગયેલ પાણી રસી ખેંચી કાઢવામાં આવતાં.
બીજા દર્દીને હાથ-પગે અકસ્માતમાં ગંભીર ઈજા થયેલ. તેને ફેક્ચર થયેલ હોવાથી પ્લાસ્ટર મારીને સીધો સુવડાવામાં આવેલ. તેનાથી હલનચલન થતું નહીં અને ખૂબ પીડી થતી હતી.
બન્ને દર્દીઓ પથારીમાં પડ્યા પડ્યા એકબીજા સાથે વાતો કરતા અને એકબીજા સાથે ખૂબ હળીમળી ગયેલ. સમય પસાર કરવા તેઓ અલક-મલકની વાતો કરતા. તેઓ તેમના કુટુંબ-બાળકો-મિત્રો-ઑફિસ-ગામ વગેરેની વાતો કરતા.
સાંજે એક કલાક બારી પાસેના દર્દીને જ્યારે તેની સારવાર કરવા બેઠો કરવામાં આવે ત્યારે તે બારીની બહારના દૃશ્યોનું વર્ણન કરતો. બારીની બહાર કુદરતે વેરેલા સૌંદર્યની તે પ્રસંશા કરતો. દૂર દેખાતા સરોવરમાં હારબંધ બતકો તરતા હોય, શણગારેલી હોડીઓની આવનજાવન, બાજુના બાગમાં ફુવારાના ઊડતાં પાણી અને તેમાં છબછબિયાં કરતાં બાળકો, હાથમાં હાથ નાખી ફરતા પ્રેમી યુગલો, બાગમાં ખીલેલા પુષ્પો આ બધાની તે અદ્ભુત વાતો કરતો. સાથે કોઈ વાર રમુજી ટૂચકા પણ કહેતો.
બાજુમાં સીધો સુઈ રહેલ દર્દી આ સાંભળી આંખો બંધ કરી બહારની સુંદર દુનિયામાં ગરકાવ થઈ જતો. તેના મનમાં સરોવરનું ચિત્ર ઉપસી આવતું અને ખૂબ ખુશ થતો. તેની શારીરિક પીડા ચીસો થોડો સમય શાંત થઈ જતી. ઘણી વાર સામેના રસ્તા ઉપરથી નીકળતાં સરઘસો, સરોવરને કિનારે ભરાતા ભાતીગળ મેળા અને ખાણીપીણીના સ્ટોલ ઉપર લોકોની જામતી ભીડ વગેરેનું રોમાંચિત વર્ણન સાંભળી તેનું દર્દ ભુલી જતો અને ઈશ્વરને પ્રાર્થના કરતો કે મને જલદી સાજો કરી દે જેથી સરોવર કિનારે ફરવા જઈ શકું.
ઘણા દિવસ સુધી આ પ્રમાણે રોજ ચાલતું. બન્ને દર્દીઓ હવે મિત્રો બની ગયેલ.
એક દિવસ રોજના સમય પ્રમાણે નર્સ પેલા દર્દીનાં ફેફસામાંથી રસી પાણી કાઢવા આવે છે તો તેણે જોયું કે આ દર્દી તો મૃત્યુ પામેલ છે. કદાચ ઊંઘમાંને ઊંઘમાં કોઈને ખબર ન પડે તે રીતે શાંતિથી તે ખલાસ થઈ ગયો હશે. હૉસ્પિટલનો સ્ટાફ હાજર થઈ જાય છે અને આ દર્દીના મૃતદેહને લઈ જાય છે. હવે તે ખાટલો ખાલી પડે છે.
તે ખાટલો બરાબર સાફ થાય છે. ચાદરો વગેરે બદલાઈ વ્યવસ્થિત થઈ જતાં ફેક્ચરવાળો દર્દી પોતાને તે ખાટલા ઉપર ફેરવવા વિનંતી કરે છે અને નર્સે તે પ્રમાણે તેનો ખાટલો બદલી આપ્યો. આ ખાટલા ઉપરથી તે ખૂબ પ્રયત્નથી થોડું દુખવા છતાં એક હાથના ટેકાથી ઊંચો થાય છે અને બારી આગળ ડોકિયું કરે છે. પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે બારીની બહાર લૉબીમાં ફક્ત એક મોટી દીવાલ જ હતી.
દર્દીએ નર્સને પૂછ્યું પેલો શા માટે બારીની બહારની આટલી રોમાંચિત વાતો રોજ કરતો હતો ?
નર્સે જવાબ આપ્યો તે દર્દી અંધ હતો. તે દીવાલ પણ જોઈ શકે તેમ ન હતો. તેને ફક્ત એટલી ખબર હતી કે અહીં રૂમની એકમાત્ર બારી છે. કદાચ તેની ઈચ્છા આવી વાતો કરીને તેની થોડી ખુશી વહેંચવા માગતો હશે. જેથી તું તારી પીડા ભુલી શકે. બહારથી તે અંધ હતો પણ અંદરથી તેની દૃષ્ટિ વિશાળ હશે.
(સુખી થવાનો એક રસ્તો - બીજાને થોડા સુખી કરીએ. પૈસા હોય કે ન હોય તોપણ પોતાની રીતે બીજું કંઈ નહીં પણ થોડી ખુશી વહેંચી શકાય. અત્તર મલે તો રસ્તામાં વહેંચતા જવું.)
૩. દૂધનો એક કટોરો
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક નાનો ગરીબ છોકરો ઘરે ઘરે ફરીને રોજ માલ વેચતો અને તેનું ઘર ચાલતું અને સાથે શાળામાં અભ્યાસ પણ ચાલતો.
એક વખતે ઘરે મોડા પાછા ફરતાં તેને ખૂબ ભૂખ લાગી પરંતુ ખિસ્સાં સાવ ખાલી હતાં. તે મનમાં વિચારવા લાગ્યો કે હવે જે ઘર આવે એનો દરવાજો ખોલે તો પહેલાં કંઈ ખાવા આપવા વિનંતી કરવી. આમ વિચારતાં તે એક ઘરે પહોંચી ગયો અને કોલબેલ વગાડ્યો. તુરંત એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. ઉતાવળમાં આ છોકરો ખાવાની કંઈ ચીજ માગવાને બદલે તે ફક્ત પાણી માગી બેઠો. પેલી સ્ત્રીને લાગ્યું કે છોકરો ભુખ્યો લાગે છે તો સામેથી તેણે પાણીને બદલે બદામ કેસરયુક્ત એક દૂધનો મોટો કટોરો ધરી દીધો. આ નાનો છોકરો ભૂખ્યો હતો એટલે તુરત દૂધ ગટગટાવી ગયો. તેને દૂધ પીવાની મજા આવી. સ્વાભાવિક રીતે આ સ્ત્રીને પૂછી બેઠો કે આ દૂધ માટે તમને શું ચૂકવી શકું ? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે કાંઈ નહીં. મારી માતાએ મને શીખવેલ છે કે આવી નાની બાબતોમાં કોઈ પાસેથી કંઈ લેવાય નહીં.
હોવાર્ડ કેલી નામના આ નાના છોકરાને આ વાત ખૂબ સ્પર્શી ગઈ. તે આ વાતથી પ્રભાવિત થઈ ગયો અને તેણે ભલી સ્ત્રીનો ખરા દિલથી આભાર માન્યો. તેની ઈશ્વરમાં શ્રદ્ધા પણ દૃઢ થઈ ગઈ.
ઘણી સમય પછી આ સ્ત્રી પ્રૌઢ બની ગઈ હતી અને એક વાર ગંભીર બીમારીમાં પટકાઈ. નાના ગામના ડૉક્ટરો ગભરાઈ ગયા. અને તુરત તેને બીજા શહેરમાં મોટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યાં નિષ્ણાંત ડૉક્ટરોની પેનલ હોય. સદ્નસીબે આ કેસમાં ખાસ કન્સલટન્ટ તરીકે ડૉ.હોવાર્ડ કેલીને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે સ્ત્રીને તપાસી કેસ પેપરો જોયાં તેને દરદીના ગામનું નામ વાંચવામાં આવ્યું. આ સ્ત્રી તરફ તેણે નજર કરી તો તેના મનમાં એક ઝબકારો થયો. તેણે આ સ્ત્રીને ઓળખી કાઢી.
ડૉ. હોવાર્ડ કેલીએ હવે આ સ્ત્રીની જિંદગી બચાવવા તમામ પ્રયત્નો કર્યા અને કોઈ પણ હિસાબે તે આ સ્ત્રીને સાજી કરવા માગતો હતો અને તેના પ્રયત્નો સફળ થયા.
હૉસ્પિટલના સત્તાવાળાઓએ પછીથી આ કેસનું બિલ ડૉ.હોવાર્ડ કેલીની મંજૂરી માટે મોકલાવ્યું. ડૉક્ટરે આ બિલ ઉપર કંઈક લખીને પરત કર્યું. પેલી સ્ત્રીને હૉસ્પિટલમાંથી રજા મળતાં આ બિલ તેને મોકલી આપવામાં આવ્યું. તેણે ખૂબ ગભરાતાં ગભરાતાં આ બિલ ખોલ્યું. તેને ખબર હતી કે તેની આખી જિંદગીભરની બચત આ હૉસ્પિટલના બિલમાં ખલાસ થઈ જશે પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે તેણે બિલ ઉપરનું લખાણ વાંચ્યું.
‘દૂધના એક કટોરાથી આ બિલની બધી રકમ વસૂલ થઈ ગયેલ છે.’
- ડૉ.હોવાર્ડ કોલી
(શુભ આશયથી સેવાનું કરેલું કોઈ નાનું કામ પણ નકામું જતું નથી.)
૪. સાસુ સુધરી ગઈ !
ઘણાં વર્ષો પહેલાં ચીનમાં સુકુ નામની એક છોકરી રહેતી હતી. સુકુનું લગ્ન થયું અને તે સાસરે આવી. સાસરીમાં તેનો પતિ અને સાસું હતાં.
થોડા સમયમાં મોટે ભાગે ઘણી જગ્યાએ બનતું હોય છે તેમ સાસુ-વહુના ઝઘડા શરૂ થયા. વાતનું વતેસર થાય અને ઘરમાં રણશીંગાં ફૂંકાય. રોજ ઘરમાં હોળી-બોલાચાલી અને મારા મારી. આ બધામાં સુકુના પતિની સ્થિતિ કફોડી બનતી.
વળી ચીનની જૂની પરંપરા અનુસાર દરેક વહુએ રોજ સવારે કમરથી ઝૂકીને બે હાથે સાસુને પગે લાગવું પડતું. સુકુને આ ખૂબ આકરું લાગતું.
સાસુના સ્વભાવ અને જોહુકમથી કંટાળી સુકુ કોઈ રસ્તો શોધવા લાગી. એક દિવસ તે તેના પિતાના વડીલ મિત્ર શ્રી હોચીની સલાહ લેવા ગઈ. જે એક ડૉક્ટર પણ હતા.
સુકુએ તેમને ઘરના વાતાવરણ અને પરિસ્થિતિની જાણ કરી અને તેમને સાસુ માટે થોડી ઝેરની ગોળીઓ કે દવા આપવા જણાવ્યું જેથી સાસુથી કાયમ છુટકારો મેળવી શકાય.
શ્રીમાન હોચી થોડી ક્ષણો સ્તબ્ધ થઈ ગયા. વિચારોમાં પડી ગયા. પછી તેમણે કહ્યું સુકુ હું તને જરૂર મદદ કરીશ પરંતુ હું કહું તેમ તારે કરવું પડશે.
સુકુ એ કહ્યું આપ કહેશો તે પ્રમાણે બધું કરવા તૈયાર થઈશ. મને તમે ગમે તે રીતે મારી સાસુની લપમાંથી છોડાવો.
હોચી તેમના કમરામાં ગયા અને થોડી વારે કેટલીક દેશી દવાઓનાં પડીકાં લઈને આવ્યા. તેમણે સુકુને કહ્યું કે ધ્યાનથી સાંભળ આ ખૂબ ગંભીર બાબત છે. તારી સાસુને ઝેરનો ભારે ડોઝ આપીશું તો તુરત જ ગુજરી જશે અને શંકાની સોય બધાની તરફ જશે. ગામમાં બધા કહેશે કે સુકુએ તેની સાસુને ઝેર આપ્યું. હું તને જુદી જુદી દવાના થોડાં પડિકાં આપું છું. તેમાંથી થોડી દવા રોજ સાસુને આપવાની જેથી ધીરે ધીરે રોજ શરીરમાં ઝેર દાખલ થશે. કોઈને ખબર પણ નહીં પડે તેમ તારી સાસુ મૃત્યુ પામશે અને તારું નામ પણ નહીં આવે. સુકુને જણાવ્યું કે રોજ તારે સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની અને કોઈને ખબર પડે નહીં તેમ પડિકાની થોડી દવા સાસુની થાળીમાં રસોઈમાં નાખી દેવાની પરંતુ એક શરત છે કે તારે તારી સાસુ સાથે ખૂબ જ મીઠાશથી હસતા મોં એ વાત કરવાની. તારે તેની સાથે દલીલો નહીં કરવાની. તારી સાસુ એક સુંદર અને જીનીયસ સ્ત્રી છે તેમ બતાવવાનું. આ બધી સૂચનાનું બરાબર પાલન કરવાનું જેથી કોઈને પણ તારા ઉપર શક ના જાય અને બધાને એવું લાગવું જોઈએ કે સાસુ પાંચ-છ મહિનામાં કુદરતી રીતે મૃત્યુ પામી છે.
સુકુ ખૂબ ખુશ થઈ ગઈ. તેણે વડીલનો આભાર માન્યો. સુકુને આ યોજના ખૂબ ગમી ગઈ. દવાના પડિકાં પર્સમાં છુપાવીને ઘરે આવી ગઈ.
બીજા દિવસથી તેણે યોજના અમલમાં મૂકવાનું શરૂ કર્યું. સાસુ માટે રોજ સ્વાદિષ્ટ રસોઈ બનાવે અને તેમાં પડિકામાંથી થોડી દવા કોઈને ખબર ન પડે તેમ થાળીમાં નાખી દે. પછી તેણે સાસુના ખૂબ વખાણ અને ગુણોની પ્રસંશા કરવા માંડી. સાસુનો પડ્યો બોલ ઝીલવા લાગી કારણ તેને ખબર હતી કે હવે સાસુ થોડા મહિનાની મહેમાન છે. તેણે તેની ભાષા-શબ્દો અને ગુસ્સો કાબૂમાં રાખ્યો.
ત્રણ-ચાર મહિના આ કાર્યક્રમ યોજના મુજબ ચાલ્યો. આ દરમ્યાન સમગ્ર ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુકુ હવે વાતવાતમાં તેનું મગજ ગુમાવતી ન હતી અને સાસુ સાથે ઝઘડો થવા દે નહીં. સાથે સાથે તેની સાસુનો પણ સ્વભાવ બદલાઈ ગયો. આખા ગામમાં સાસુ કહેવા લાગી કે મારી વહુ જેવી વહુ કોઈને ઘરે નહીં હોય. તે મને મહારાણી જેવું માન આપે છે ખરેખર હું ભાગ્યશાળી છુ કે આવી વહુ મને મળી.
આમ બંને એકબીજાને માનથી જોવા લાગ્યા. રોજના કકળાટને બદલે ઘરમાં યુદ્ધવિરામ અને બદલાયેલ વાતાવરણ જોઈને સુકુના પતિને ખૂબ જ આશ્ચર્ય અને એટલો જ આનંદ પણ થયો.
એક દિવસ સુકુ શ્રી હોચીને મળવા ગઈ અને તેમને કહ્યું કે અંકલ આ ઝેરના પડિકાં પાછા લઈ લો. મારે મારી સાસુને મારી નથી નાખવી. તે હવે મને મારી મા જેવી લાગે છે.
શ્રીમાન હોચી એ ઓછું સ્મિત વેરતાં હસતાં હસતાં કહ્યું સુકુ તું કોઈ ચિંતા કરીશ નહીં. મેં તો તારા સાસુ માટે થોડી શક્તિની દવાઓ આપી હતી જેથી તેની તબિયત સુધરે. ખરેખર તો ઝેર તારા મનમાં ભરેલું હતું અને છેલ્લા પાંચ મહિનાથી તારા સાસુ પ્રત્યેનો પ્રેમ અને સદ્ભાવથી આ ઝેર સંપૂર્ણ ખતમ થઈ ગયેલ છે.
(લોકો જેવા છે તેવા તેમને સ્વીકારી લો. તમે જેવો પ્રેમ આપશો તેનાથી વધુ તમારી પાસે પાછો આવશે. આ એક કુદરતી નિયમ છે.)
૫. કથા એક શ્વાનની
એક વખત એક શ્વાન પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં આવ્યો. આ શ્વાન તેના મોં માં એક પત્ર રાખીને આવેલ, શ્વાનનો આ પત્ર દુકાનદારે તેનાં મોં માંથી કાઢી લીધો.
તેમાં લખેલ કે આ શ્વાન સાથે બ્રેડ, બિસ્કિટ અને બટર સારી રીતે પેક કરીને મોકલશોજી અને સાથે રૂપિયા સોનીિ નોટ પણ બિલ પેટે મોકલી છે.
દુકાનદાર એક શ્વાન આટલું કામ કરી શકે તે જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયો. પહેલી વાર આવું દ્રશ્ય જોયું કે જેમાં કોઈ શ્વાન દૂરથી તેની દુકાને માલ લેવા આવ્યો હોય.
લિસ્ટમાં જણાવ્યા પ્રમાણે તેણે જરૂરી વસ્તુઓ એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને શ્વાનને આપી. શ્વાન આ થેલીનો ઉપરનો છેડો મો માં દબાવી પાછો વળ્યો. આ શ્વાન કેવી રીતે અને ક્યાં જાય છે તે જોવાનું દુકાનદારને મન થયું. દુકાન બંધ કરવાની હતી એટલે તેણે તુરત બંધ કરી અને તે શ્વાનની પાછળ જવા લાગ્યો.
રસ્તામાં ટ્રાફિકમાં આગળ શ્વાન અને પાછળ આ દુકાનદાર. જ્યાં ટ્રાફિકની લાલ લાઈટ આવે ત્યાં ઊભો રહે. બે-ત્રણ સિગ્નલ ઓળંગ્યા પછી જે રસ્તો આવ્યો તેની બાજુમાં આવેલ બસ સ્ટેન્ડ ઉપર શ્વાન જઈ ઊભો રહ્યો.
બસ સ્ટેન્ડ ઉપર જેવી બસ આવે તેવો જ શ્વાન આગળ બસનો નંબર વાંચી પાછો આવે. આ ત્રણ-ચાર બસને જવા દીધા પછી તે શ્વાન એક બસમાં ચઢી જઈ આગળની સીટ ઉપર બેસી ગયો. દુકાનદારને આશ્ચર્ય થયું કે એક પેસેન્જરની માફક આ શ્વાન નંબર વાંચીને બસમાં બેસે છે. દુકાનદાર પણ બસમાં શ્વાનની પાછળની સીટ ઉપર બેસી ગયો.
બે-ત્રણ સ્ટેન્ડ વટાવ્યા પછીના સ્ટેન્ડ આગળ બસ જ્યારે ઊભી રહી ત્યારે શ્વાનને બસમાંથી ઊતરી જઈને રસ્તાની બાજુની એક ગલીમાં ચાલવા માંડ્યુ. થોડે દૂર ગયા પછી એક મોટું મકાન આવ્યું દુકાનદાર પણ તેની પાછળ પાછળ ગયો.
શ્વાને પેકેટ મોં માંથી નીચે મુકી દરવાજો પછાડ્યો. ખુલ્યો નહીં એટલે તેણે જોરથી બારણાને ધક્કા માર્યા પરંતુ ઘરમાંથી કોઈ બહાર આવ્યું નહીં.
થોડી વારે આટલી બધી મહેનત કર્યા પછી તે શ્વાન પડોશના ત્રીજા-ચોથા મકાને ગયો અને આ રીતે ત્યાં જોરથી ભસી એણે બારણે ધક્કા માર્યા.
ઘરનો માલિક આ અવાજથી જાગી ગયો અને બહાર નીકળ્યો. તે એક મોટી સોટી લઈને શ્વાનને જોરથી ફટકારવા લાગ્યો.
શ્વાનને આ રીતે મારતાં જોઈ અત્યાર સુધી તેની પાછળ પાછળ આવેલ દુકાનદારને ખૂબ આઘાત અને દુઃખની લાગણી થઈ. તેણે પેલા માલિકને વિનંતી કરી કે સાહેબ, ઈશ્વરને ખાતર પણ આ શ્વાનને મારશો નહીં. આટલો બુદ્ધિશાળી અને હોંશિયાર શ્વાન આજ સુધી કોઈએ જોયો નથી. ગીનીસ બુકમાં પણ આ શ્વાનનું નામ આવી શકે અને ટીવીમાં બતાવીએ તો આખો દેશ આ શ્વાન ઉપર ખુશ થઈ જાય.
પેલો મકાન માલિક અકળાઈને કહે છે - ‘શું ધૂળ ? તું આ ડફોળને જીનિયસ કહે છે ? તેને કામે મોકલીએ છીએ ત્યારે આ બીજી વખત દરવાજાની ચાવી લઈ જવાનું ભુલી ગયો.’
(જમાનો અને લોકો તમને ગમે તેટલા હોંશિયાર કે જીનિયસ તરીકે જોતા હોય પણ તમારા ઘરમાં કે બોસની નજરમાં તો બેવકૂફ પણ હોઈ શકો.)
૬. પથ્થરનો ઘા
લગભગ દસ એક વર્ષ પહેલાની વાત છે. હેરી એક મલ્ટિનેશનલ કંપનીનો સૌથી મોટો અધિકારી હતો જે ન્યૂયોર્કના એક સ્ટ્રીટમાંથી તેની નવી નક્કોર જગ્ગુઆર ગાડીમાં ખૂબ ઝડપથી જઈ રહ્યો હતો.
અંધારું થવા આવેલ હતું. ફૂટપાથ ઉપર કોઈ અવરજવર ન હતી. બાજુમાં કેટલીક ગાડીઓ પાર્ક થયેલ હતી. ત્યાં આગળ પાર્ક થયેલ ગાડીની વચ્ચે એક નાનો છોકરો હાથ ઊંચો કરી કંઈક ઈશારો કરતો હતો. હેરીની ગાડી ઝડપથી પસાર થઈ ત્યારે છોકરા આગળથી એક પથ્થર ફેંકવાનો અને તેની ગાડી ઉપર જોરથી અથડાવાનો અવાજ સાંભળ્યો. તેણે જોયું તો ગાડીની આગળના ભાગની નાની બારીનો કાચ તૂટી અને ભૂકો થઈ નીચે પડ્યો. તેણે ગુસ્સાથી જોરથી બ્રેક મારી અને પથ્થર આવ્યો હતો તે બાજુ. ગાડી પાછી લીધી.
ગુસ્સામાં ગાડીમાંથી તુરત તે બહાર કુદી પડ્યો અને નાના છોકરાને બોચીએથી પકડી જોરથી ફટકાર્યો. તેણે પકડીને તેનું માથું ગાડી સાથે અથડાવ્યું. છોકરાને ખૂબ ખખડાવી નાખ્યો. સખત મારથી નાનો છોકરો રડી પડ્યો અને આજીજી કરવા લાગ્યો કે મને માફ કરો. મારશો નહીં. તે કહેવા લાગ્યો કે મારે થોડી મદદની જરૂર હતી. અહીં બે કલાકથી હાથ ઊંચા કરું છું પરંતુ સંખ્યાબંધ પસાર થતી ગાડીઓમાંથી કોઈ ઊભી રાખતું નથી. આંખમાં આસું સાથે પાર્ક કરેલી ગાડીના પાછળના ફૂટપાથ ઉપર એક છોકરાને બતાવતા કહ્યું કે આ મારો ભાઈ અપંગ છે. એ શરીરથી ખૂબ ભારે છે. વ્હીલચેરમાંથી તે ગબડી પડ્યો છે. તેને ખૂબ વાગ્યું છે. હું એકલો તેને ઉપાડીને વ્હીલચેરમાં બેસાડી શકું તેમ નહીં હોવાથી તેને વ્હીલચેર પર ફરી બેસાડવા કોઈના ટેકાની જરૂર હતી. રાત અને ઠંડી વધતી જાય છે. અમારું ઘર ઘણે દૂર છે. મહેરબાની કરીને મારા અપંગ ભાઈને વ્હીલચેર ઉપર બેસાડવામાં મદદ કરશો તો તમાર ખૂબ આભાર.
આ વાત સાંભળીને હેરીને લાગ્યું પોતે કઈ ખોટું કરેલ છે. તેણે છોકરાની સાથે મહેતન કરી અપંગ છોકરાને વ્હીલચેરમાં બેસાડ્યો. તેણે ખીસ્સામાંથી રૂમાલ કાઢી અપંગ છોકરાના હાથ મોં સાફ કર્યા અને વાગેલા ઘામાંથી નીકળતું લોહી બંધ કર્યું.
નાના છોકરાએ ખરા દિલથી હેરીનો આભાર માન્યો અને પોતાના ભાઈની વ્હીલચેરને લઈને ફૂટપાથ ઉપર ચાલી નીકળ્યો.
હેરી આ વ્હીલચેર ખેંચી જતા છોકરાને ઘણા સમય સુધી જોઈ રહ્યો જ્યાં સુધી તે દેખાતા બંધ થયા નહીં ત્યાં સુધી.
નવી બાર સિલિન્ડરવાળી જગ્ગુઆર ગાડીની બારીનો તૂટેલો કાચ તે જોઈ રહ્યો અને મનોમન બબડવા લાગ્યો કે મારે હવે આ કાચ નવો નંખાવવો નથી. આ તૂટેલો કાચ મને હંમેશાં યાદ અપાવશે કે જિંદગીમાં આટલી બધી ઝડપથી જવું સારું નથી કે ખરેખર જરૂરિયાતવાળા કોઈને આપણું ધ્યાન દોરવા પથ્થરના ઘા કરવા પડે.
(પથ્થરના ઘા આકરા હોય છે પરંતુ કેટલાક આપણી સુતેલી સંવેદનાઓ જગાડી આપણી જવાબદારીનું પણ ભાન કરાવે છે.)
૭. પૂર્વાગ્રહો
એક વેપારી રોજ પોતાના પાંચ જેટલા ઊંટ ઉપર માલસામાન લાદીને રણમાં એક સ્થળેથી બીજે સ્થળે માલ વેચવા નીકળતો. આ તેનો રોજનો ક્રમ હતો. રાત પડે એટલે રસ્તામાં આવતા ગામ પાસે ઊંટને તંબુમાં દોરડાથી બાંધી પોતે આરામ ફરમાવતો.
એક દિવસ સંજોગોવશાત એવું બન્યું કે તેની પાસે પાંચ ઊંટ બાંધવા માટે જોઈતાં પાંચ દોરડાને બદલે ફક્ત ચાર જેટલાં જ દોરડાં નીકળ્યાં. તેને થયું કે એક દોરડું ઓછું છે એટલે એક ઊંટને છુટું રાખવું પડશે. મારે ગામની અંદર રાતવાસો કરવા જવાનું છે એટલે રાત્રે અંધકારમાં આ છૂટુ ઊંટ ભાગી જશે તો બહુ મુશ્કેલી ઊભી થશે.
આમ તે વિચાર કરતો હતો તે દરમ્યાન એક સાંઈ પણ ત્યાં આવી પહોંચે છે. વેપારીએ વિચાર કર્યો કે આ ફકીર આમ પણ જાગતો હોય છે. આખી રાત બંદગી કરતો હોય છે તો તેને કહીએ તો તે આ એક ઊંટનું ધ્યાન રાખશે.
તેણે કહ્યું. - ‘સાંઈ ! મને મદદ કરો. મારે આજે ગામમાં રાતવાસો કરવાનો છે એટલે હું અહીં મારાં ઊંટો મૂકીને જાવ છું. ફક્ત તમે એક ઊંટ કે જે બાંધ્યા વગરનું છે તેનું ધ્યાન રાખજો. હું સવારે વહેલો આવી જઈશ.’
સાંઈ કહે છે - ‘એમાં ગભરાવાનું શું છે ? બીજા ઊંટને તું બાંધે છે તેમ આ ઊંટને પણ તેમની સાથે બાંધીને જ્યાં જવું હોય ત્યાં જા.’
વેપારી - ‘પરંતુ દોરડા ચાર જ છે. પાંચમું દોરડું ક્યાંથી લાવું ?’
સાંઈ - ‘તારે ફક્ત આ બીજા ઊંટોને બાંધ્યા પછી આ પાંચમા ઊંટનો વારો આવે ત્યારે તેજ રીતે અને તેજ જગ્યાએ આ ઊંટને બાંધવાનો દેખાવ કરવાનો.’
વેપારીને નવાઈ લાગી છતાં સાંઈએ કહ્યું એટલે બીજા ઊંટને ખરેખર દોરડાં વડે તે રીતે તેણે ચારે બાજુ ફરીને પાંચમા ઊંટને દોરડું બાંધવાનો માત્ર દેખાવ કર્યો.
પછી તે જતો રહ્યો. જતાં જતાં તેને ડર હતો કે ઊંટ ભાગી ના જાય તો સારું. રાત્રી પસાર થઈ ગઈ. સવારે તે આવી પહોંચે છે. તેને એ જોઈને આનંદ થયો કે પાંચમું છૂટું રાખેલ ઉંટ ભાગી નથી ગયેલ.
તે બીજા ઊંટનાં દોરડાં છોડી બધાને ત્યાંથી હાંકી જવા નીકળ્યો. પરંતુ પેલું પાંચમું ઊંટ તેની જગ્યાએથી ખસવાનું નામ જ નહોતું લેતું.
વેપારીએ ફરીથી સાંઈને બુમ પાડી. ‘સાંઈ ! આ તો નવો પ્રશ્ન ઊભો થયો. આ ઊંટ ખસતું જ નથી.’
સાંઈ : તે એનું દોરડું છોડ્યું ?
વેપારી : સાંઈ ! દોરડું છોડવાનો સવાલ જ ક્યાં આવે છે ? એને દોરડું બાંધેલ જ ક્યાં હતું ?
સાંઈ : તે તને ખબર છ, ઊંટને થોડી ખબર છે ? જે રીતે બીજા ઊંટના દોરડા છોડ્યા તેમ આ ઊંટનું દોરડું પણ ખાલી છોડી બતાવ.
વેપારીએ જે રીતે ઊંટને ખાલી ખાલી દોરડું બાંધવાનો દેખાવ કરેલ તે જ રીતે તેણે આવું બાંધેલ દોરડું છોડવાનો માત્ર દેખાવ કર્યો. વેપારીના આશ્ચર્ય વચ્ચે જ્યારે આ રીતે દોરડું છોડ્યું ત્યારે જ પેલા ઊંટે પગલાં મૂકી ચાલવાનું શરૂ કર્યું અને વેપારી પોતાનાં બધાં ઊંટ લઈને બીજે ગામ ચાલી નીકળ્યો.
(આપણે ઉપગ્રહો છોડી શકીએ પરંતુ મગજમાં ભરાયેલા પૂર્વગ્રહો છોડી શકતા નથી. શરીર મન જે સ્વીકાર કરે છે તેને જ અનુસરે છે.)
૮. જોવાની દૃષ્ટિ
અમેરિકાના એક મોટા શહેરમાં એક જાહેર સ્થળની મોટી ઈમારત પાસે એક અંધ બાળક ઊભો હતો. તેની આગળ તેણે એક ખાલી હેટ અને એક પાટીયું મુકેલ હતું. પાટીયા ઉપર લખેલ -
‘‘મહેરબાની કરીને મને મદદ કરો હું અંધ છું.’’
તે રસ્તેથી ઉતાવળે પસાર થતા માનવ મહેરામણમાંથી કેટલાક લોકો તે પાટીયા આગળ ક્ષણ ઊભા રહી તેની હેટમાં નાના સિક્કા નાખી પસાર થઈ જતા.
એક દિવસ વહેલી સવારે એક રાહદારી ત્યાંથી પસાર થતો હતો. તેણે અંધ બાળકને જોયો અને પાટીયા ઉપરનું લખાણ વાંચી ઊભો રહ્યો. થોડી ક્ષણ વિચાર કરી તેણે પાટીયું ઊંધું કરી તેના ઉપર કંઈક લખી થોડા સિક્કા ખાલી હેટમાં નાખી વિદાય થઈ ગયો.
સંજોગોવસાત તે રાહદારીને સાંજે ફરીથી ત્યાંથી જ પસાર થવાનું થયું તેણે જોયું કે હેટ ઘણા સિક્કાથી ભરાઈ ગયેલ. પેલા અંધ બાળકને ખબર પડી ગઈ કે આ એજ માણસ છે જેણે વહેલી સવારે પાટીયું ઊંધું કરી તેના ઉપર કંઈક લખીને જતો રહ્યો અને ત્યાર પછી જ ખાલી હેટમાં સિક્કાનો ઢગલો થઈ ગયેલ છે.
અંધ બાળકને ખૂબ જ આશ્ચર્ય થયું કે રાહદારીએ એવો કયો ચમત્કાર કર્યો કે લોકોએ સિક્કા નાખવા માંડ્યા. તેણે પેલા ભાઈને પૂછ્યું કે તમે શું કર્યું ?
પેલા ભાઈએ કહ્યું કે મે કાંઈ નવીન નથી લખ્યું. ફક્ત તારુ પાટીયું ઊંધું કરી તેમાં લખેલ ર્ઙ્ઘટ્ઠઅ ૈજ ર્દ્બજં હ્વીટ્ઠેૈંકેઙ્મ ઙ્ઘટ્ઠઅ હ્વેં ૈં ષ્ઠટ્ઠહર્હં જીી ૈં. (આજનું પ્રભાત ખૂબ સુંદર છે પરંતુ હું જોઈ શકતો નથી.)
અજ્ઞાત મુસાફર કહે છે મેં સત્ય જ કહેલ છે પરંતુ જુદી રીતે. પહેલું લખાણ અને બીજું લખાણ સંદેશો એક જ હતો કે છોકરો અંધ છે અને પ્રકૃતિ એ અફાટ સૌંદર્ય ચારે તરફ વેરેલ છે તે જોવાની અને માણવાની દૃષ્ટિ કેળવો જે અંધ છોકરો કરી નથી શકતો.
(માણસો એક જ કામ કરતા હોય પણ રીત જુદી હોય અથવા જોવાની દૃષ્ટિ જુદી હોય તો પરિણામમાં ઘણો ફેર પડે. નવી રીત આગવી અને નાવીન્યભરી હોવી જોઈએ.)
૯. મા તે મા
પૈસે ટકે સુખી એવા એક યુવકની હ્ય્દયવ્યથા
‘‘મારી માને ફક્ત એક આંખ હતી તેથી મિત્રો અને સંબંધીઓ વચ્ચે મારી માને જોતાં ઘણી વાર હું ક્ષોભ અનુભવતો. હું ઈચ્છતો કે લગ્ન જેવા પ્રસંગોમાં મારી મા હાજર ન રહે તો સારું. ધીરે ધીરે તેના પ્રત્યે મારો અણગમો વધતો ગયો.
મારી મા ખૂબ મજૂરી કરી દૂરનાં ખેતરોમાંથી શાકભાજી વીણી લાવતી અને એક નાની હાટડી માંડી તે વેચતી. અત્યંત થોડી આવકમા મારું નાનું ઘર તે કરકસરથી ચલાવતી અને મને શાળામાં ભણવા મોકલતી.
એક વાર અમારી શાળામાં વાર્ષિક દિનની ઉજવણી હતી બધા વાલીઓ આવેલ હતા. મારી મા પણ ત્યાં આ કાર્યક્રમ જોવા આવી હતી. મને તેના ઉપર ખૂબ ગુસ્સો આવ્યો અને ધમકાવીને મેં કહ્યું અહીં આવવાની હિંમત તેણે કેવી રીતે કરી ? મેં તેને ત્યાં કાઢી મૂકી અને હું પણ ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે શાળાના મારા મિત્રો મને પૂછવા લાગ્યા કે શું તારી મમ્મીને ફક્ત એક જ આંખ છે ? આ સાંભળી મને મા ઉપર વધારે ગુસ્સો આવ્યો.
હવે હું ઘણી વાર મોટા સાદે તેને ધમકાવતો પરંતુ મારી મા કોઈ જવાબ ન આપતી અને હંમેશની માફક હું જે બોલું તે બધું શાંતિથી સાંભળી લેતી અને તેનું કામ કરતી.
મને અમારી ગરીબાઈ ઉપર ધિક્કાર આવતો અને ઘરમાં રહેવાનું ગમતું નહીં. મારા મિત્રો જલસા કરતા અને દોષ હું મારી માને દેતો. મેં મનોમન નક્કી કર્યું કે મારે પણ મારા મિત્રોની જેમ જિંદગીમાં આગળ આવવું જોઈએ. હું સફળતાનાં સ્વપ્નો જોતો મેં અભ્યાસમાં ધ્યાન પરોવ્યું અને તેમા સખત મહેનત કરવા લાગ્યો. મારી કોલેજ યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો અને હું ગર્વ અનુભવવા લાગ્યો. સદ્નસીબે મને સારી ઊંચા પગારવાળી મોટી નોકરી મળી ગઈ. એક સુંદર સ્ત્રી મારા પ્રેમમાં પડી અને અમે પરણી ગયા. મેં એક મોટા શહેરમાં વૈભવી વિસ્તારમાં નવું ઘર લીધું અને ત્યાં રહેવા હું ચાલ્યો ગયો. મને એક દીકરી પણ થઈ અને અમે આનંદથી જીવવા લાગ્યા. મારી મા જે એક ગામડામાં પડી રહેલી તેની યાદ પણ ભૂલી ગયો. મને લોકો એક સફળ વ્યક્તિ તરીકે જોવા અને આદર આપવા લાગ્યા.
એક દિવસ અચાનક મારી એક આંખવાળી મા મારું ઘર શોધતી શોધતી આવી ચડી. મને થયું તે ખૂબ થાકી ગઈ છે પરંતુ તેની સુરત જોઈને જ મને લાગ્યું મારી પર આસમાન તૂટી પડ્યું. મેં તેને ખૂબ ખખડાવી નાખી અને ઘાંટા પાડી કહ્યું કે હું તને ઓળખતો નથી. તું કોણ છે ? અને અહીંથી ચાલી જા. મારી દીકરી પણ મારો ગુસ્સો જોઈ ગભરાઈ ગઈ.
મારી માએ કાકલૂદી ભર્યા અવાજે કહ્યું કદાચ તે ભૂલથી ખોટા સરનામે આવી ગઈ હશે અને તુરત તેણે ત્યાંથી વિદાય લીધી. મને હાશ થઈ કે એક લપ ઓછી થઈ.
એક દિવસ અચાનક મારે ગામની જુની શાળાએ જવાનું થયું કારણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળો આયોજિત થયેલ અને મારું સ્વાગત થવાનું હતું. મારે ધંધાની અગત્યની મીટિંગના કામે બહારગામ જવું છે તેવું મારી પત્નીને સમજાવ્યું.
શાળાના મેળાવડા બાદ મને થોડી જૂની વાતો યાદ આવી ગઈ. કૂતુહલતા ખાતર મારા જૂના ઘર અને પાડોશીની હાલની સ્થિતિ જોવા ગયો. મેં મારું ઘર શોધી કાઢ્યું. આજુબાજુ ઘણું બધું બદલાઈ ગયેલ હતું. મેં જોયું કે મારી મા નીચે ભોંય ઉપર સુતી પડેલી હતી પરંતુ મને તેના તરફ કોઈ દયા કે સહાનુભૂતિ ન થઈ. તેના હાથમાં પત્ર હતો તે મેં વાંચવા લીધો. તે મને ઉદ્દેશીને જ લખેલ હતો.
‘મારા વ્હાલા દીકરા,
હવે હું મારા જીવનના આખરી દિવસો પસાર કરી રહી છું. હવે હું ક્યારે પણ તારે ઘેર નહીં આવું. જેથી તને થોડું પણ દુખ થાય. મને ખબર છે કે મારી એક આંખ છે અને તેથી તને મારા મિત્રો અને ઓળખીતાઓ આગળ નીચે જોવાનું થાય છે.
પરંતુ જ્યારે તુ ખૂબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી આંખ જતી રહી હતી. હું તને તુરત હોસ્પિટલમાં લઈ ગઈ અને ડોક્ટરો આગળ મારા દીકરાની આંખ ગમે તે રીતે બચાવવા આજીજી અને કાકલૂદી કરતી હતી. મારો છોકરો એક આંખથી મોટો થાય તેવું હું ઈચ્છતી ન હતી. આખરે ડોક્ટરોએ મારી આંખનું ઓપરેશન કરી તે કાઢી તારી આંખમાં મારી આંખ બેસાડી. એક ક્ષણના પણ વિચાર વગર મેં મારી આંખ આપી દેવાનું કહ્યું હતું કારણ તું મારો વ્હાલો દીકરો હતો. ખરેખર અત્યારે તુ મારી આંખથી જ જુએ છે.
મારા માટે તું જ મારી દુનિયા અને સર્વસ્વ હતો. મેં તને કદાપી મોટા અવાજે કે તને દુઃખ થાય તેવું કશું કહ્યું નથી. હવે મને તારી ગેરહાજરી ખટકે છે. આપણે ક્યારે પણ મળી શકીશું નહીં.’
પત્ર વાંચી હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જે માએ મારા માટે આટલો મોટો ત્યાગ કરેલ તેને મેં જિંદગીમાં ધુતકારી અને અપમાનિત કરેલ. તેને જરાયપણ સમજી શક્યો નહીં. આખી જિંદગીમાં હું તેને બે પ્રેમના શબ્દો પણ કહી શક્યો નહીં. ખરેખર મા તે મા છે.’’
(જનનીનો પ્રેમ જડવો મુશ્કેલ છે. ઈશ્વરે તેની કમી પૂરી કરવા ‘મા’નું સર્જન કરેલ છે.)
૧૦. સોનેરી પૂંઠાવાળું બાઈબલ
એક ધનિક ઉદ્યોગપતિના યુવાન પુત્રે યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષા આપેલ. તે ભણવામાં ખૂબ હોંશિયાર અને મહેનતુ હતો એટલે તેણે યુનિવર્સિટીમાં પ્રથમ આવવાની આશા હતી.
પરીક્ષા પતી ગયા પછી તે રોજ ગાડીઓના એક મોટા શોરૂમ ઉપર જતો અને એક મોંઘી ગાડી તે પસંદ કરતો. તેને ખબર હતી કે તેના પિતા તે માગે તે મોંઘામાં મોંઘી ગાડી આપી શકે તેમ છે. તેના પિતાને પણ ખબર પડેલ કે દીકરો રોજ ગાડી જોવા જાય છે.
પરિણામને દિવસે પિતાએ પુત્રને પોતાની રૂમમાં બોલાવીને પ્રથમ નંબરે પાસ થવા અને મેડલ મળવા બદલ અભિનંદન આપ્યા. તે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપી એક નાની ભેટ તરીકે શુશોભીત બૉક્સ આપ્યું.
પહેલાં તો છોકરાને આ બૉક્સ જોઈ ખૂબ આનંદ થયો પરંતુ આખરે બૉક્સ ખોલ્યું ત્યારે તેમાંથી એક સોનેરી પૂંઠાવાળું એક સામાન્ય બાઈબલ મળ્યું. ગાડીની અપેક્ષા રાખતા છોકરાને ખૂબ આઘાત લાગે છે. તેને ગુસ્સો આવ્યો અને તેણે પિતાને કંજૂસ કહી બૉક્સ ફેંકી દીધું. આવેશમાં તે કહેતો જાય છે કે પોતે હવે કદી ઘરે પાછો નહીં ફરે. તેના પિતાએ તેને પાછો બોલાવવા પ્રયત્નો કર્યા પણ તે ચાલી નીકળ્યો.
આ વાતને ઘણાં વર્ષો વીતી ગયા હવે તે છોકરો એક સફળ ઉદ્યોગપતિ બની ગયેલ અને તેને સુંદર ઘર અને પત્ની પણ હતી.
એક દિવસ ઘણાં વર્ષો પછી તેને પિતાનો પ્યાર સાંભરી આવે છે. પિતા વૃદ્ધ થઈ ગયેલ હશે. તેમનો ઉષ્માભર્યો સ્વભાવ અને લાગણીઓની યાદ તેને સતાવે છે.
એ દરમ્યાન જ તેના વતનમાંથી એક વકીલનો ટેલીગ્રામ આવે છે કે તારા પિતા ગુજરી ગયેલ છે અને વીલમાં બધી મિલકત તારા નામે કરેલ છે એટલે તેની વ્યવસ્થા કરવા તેણે ગામમાં આવી જવું.
છોકરો વર્ષો પછી પહેલીવાર તેને ગામ જાય છે. તેને તેનું બાળપણ યાદ આવે છે. બધું બદલાઈ ગયેલ છે. વકીલને મળી જરૂરી કાયદાકીય વિધિ પતાવીને તેના પિતાને ઘરે આવે છે. તે તેના પિતાનું કબાટ ખોલે છે તો ત્યાં તેને વર્ષો પહેલાં તેને આપેલ સોનેરી પૂંઠાવાળું બાઈબલ મળે છે. જે તેને પરીક્ષાના પરિણામના દિવસે આપેલ હતું.
તે બાઈબલના પાના ખોલે છે. મેથ્યુ - ૭ઃ૧૧ માં પ્રકરણમાં તેના પિતાએ લખાણ નીચે ખાસ લાલ લીટીઓ દોરેલ :
‘‘સ્વર્ગમાં રહેલા પરમ પિતા પોતાની પાસે માગનારને સારું જ આપે જેમ તમે તમારા બાળકોને સારી વસ્તુ જ આપવાનું રાખો છો તેમ’’
છોકરો આ વાંચતો હતો તે દરમ્યાન બાઈબલમાંથી એક ચાવી નીચે પડી જાય છે. આ ચાવી તેના પિતાએ તેની પરીક્ષાના પરિણામના આગલા દિવસે ખરીદેલ મોંઘામાં મોંઘી ગાડીની હતી સાથે તારીખવાળું બિલ પણ હતું.
છોકરો અશ્રુભીની આંખે આ બધું વાંચી રહ્યો હતો તેને ખૂબ પસ્તાવો થયો પરંતુ હવે તેના પિતાનો પ્રેમ સમજવા ખૂબ મોડું થઈ ગયેલ હતું.
(ઈશ્વર ઘણી વાર આપણી ઉપર ખૂબ કૃપા કરતા હોય છે પરંતુ તે આપણે નકારી કાઢીએ છીએ કારણ તેની તે મોકલવાની રીત જુદી હોય છે.)
૧૧. શબ્દોના ઘા
એક યુવક વારંવાર ખૂબ ગુસ્સે થઈ જતો હતો. તેના પિતાએ તેને એક લોખંડની ખીલીઓ ભરેલ ડબ્બો અને સાથે નાની હથોડી આપી કહ્યું કે જ્યારે ગુસ્સો આવે ત્યારે આ ડબ્બામાંથી એક ખીલી કાઢી દીવાલમાં લગાવી દેવી જેથી તારો ગુસ્સો ઓગળી જશે.
યુવકને શરૂઆતમાં આ કામ મુશ્કેલ અને તકલિફવાળું લાગ્યું પરંતુ તેને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે એક ખીલી દીવાલ ઉપર લગાવી દેતો. પહેલે દિવસે જ લગભગ ચાલીસ જેટલી ખીલીઓ વપરાઈ ગઈ. કેટલાક દિવસોમાં તેનો ગુસ્સો કાબૂમાં આવતો ગયો અને હવે ખલીઓની સંખ્યા પણ ઘટતી ગઈ અને એક દિવસ એવો આવ્યો કે ખલીઓની સંખ્યા પણ ઘટતી ગઈ અને એક દિવસ એવો આવ્યો કે ખીલીઓની જરૂર ન પડી. તેને લાગ્યું કે ગુસ્સો કાબૂમાં રાખવો દીવાલ ઉપર ખીલીઓ લગાવવા કરતાં વધારે સહેલું છે.
યુવકે તેના પિતાને આ વાત કરી. પિતાએ સૂચન કર્યું કે હવે જ્યારે તેને ગુસ્સો ન આવે ત્યારે રોજ એક ખીલી દીવાલમાંથી ઉખાડી નાખવી.
પિતાએ કહ્યું તે પ્રમાણે તેણે કર્યું અને એક દિવસ એવો આવ્યો કે દીવાલ ઉપરની લગાવેલી બધી ખીલીઓ ઉખડી ગઈ. પરંતુ આમ કરતાં દીવાલ ઉપર થોડાં કાણાં અને ધાબાં પડી ગયાં.
છોકરાને વહાલથી શાબાશી આપતાં પિતાએ કહ્યું બેટા આ દીવાલને ધ્યાનથી જો. તે પહેલાંની જેમ નથી રહી. તેમાં ઠેરઠેર કાણાં પડી ગયેલ છે. ખીલીઓ નીકળી ગઈ પણ દીવાલમાં કાણાં રહી ગયાં. કોઈના પેટમાં કટારી ખોસી દેવી અને પછી કાઢી લઈને દિલગીરી વ્યક્ત કરવી એક વાત છે પરંતુ તે કટારી ઊંડા જખમ મૂકતી જાય છે.
(કઠોર શબ્દો અને વચનો ના ઘા પણ લાંબા સમય સુધી રહી જાય છે.)
૧૨. આયનામાં જુઓ
કોઈ એક મોટી કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જુદા જુદા વિભાગોમાં કામ કરતાં હતા.
એક દિવસ કંપનીના નોટીસ બોર્ડ પર નોટીસ લગાવવામાં આવી કે ‘‘આપણી કંપનીના એક કર્મચારીનું જે તમારી બઢતી અને કંપનીની પ્રગતીમાં રુકાવટ કરતા હતા તેનું દુઃખદ અવસાન થયેલ છે. તો કંપનીના રમતગમતના મેદાન ઉપર સાંજે ચાર વાગે તેમના દેહને અગ્નિદાહ આપવા સર્વેએ હાજર રહેવું.’’
આ નોટીસ વાંચી બધાને નવાઈ લાગી. બધા એકબીજાને પૂછવા લાગ્યા કે આપણા પ્રમોશનમાં કોણ વચ્ચે આવે છે ? બધા વિભાગોમાં આ વિષય ચર્ચાનો મોટો મુદ્દો બની ગયો. કામ ધંધો બાજુમાં રાખી બધા જાતજાતના તુક્કા લગાવવા લાગ્યા.
સાંજે ચાર વાગે નિયત સમયે કંપનીના મેદાન ઉપર બધા લોકો એકઠા થયા. મેદાનની વચ્ચે એક નનામી ગોઠવવામાં આવી હતી. દરેક વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર હોવાથી સલામતીના માણસો પણ મૂકવામાં આવેલ.
બધાની વચ્ચે શબને અગ્નિદાહ કરવા માટે નનામી ઉપરનું કપડું દૂર કરવામાં આવ્યું. બધા ઊંચા થઈને જોવા લાગ્યા. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે નનામીમાંથી એક મોટો આયનો નીકળ્યો. જેમાં દરેકનો ચહેરો દેખાતો. સાથે એક મોટું પોસ્ટર હતું જેના પર લખેલ હતું કે આયનામાં જેનો ચહેરો દેખાય છે તે જ રુકાવટ કરે છે.
જે જે કર્મચારી આયનામાં જોતા જાય તેમને પોતાનો ચહેરો દેખાય, આયનો જૂઠના બોલે એટલે પોતે જ જવાબદાર ગણાય. બધા નવાઈ પામી ગયા પણ કોઈ કરતા કોઈ પોતાને કંપનીની પ્રગતીની રુકાવટ માટે જવાબદારી સ્વીકારવા તૈયાર ન હતા.
આયના સાથે બીજું પણ એક પોસ્ટર હતું જેમાં લખેલ હતું કે તમારી ટૂંકી દૃષ્ટિ અને આત્મવિશ્વાસના અભાવે તમારો અને કંપનીનો વિકાસ અટકી ગયો છે. આથી આ બધાને અહીં જ મૂકી, તેને અગ્નિદાહ આપી બધાએ અહીંથી જવું.
(આજથી આત્મદર્શન કરો - હું હંમેશાં મારા અને કંપનીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ અને તે દ્વારા સમાજ અને દેશને ફાયદો કરીશ.)
૧૩. નિર્દોષ પ્રેમ
ક્રિસમસના થોડા દિવસો બાકી હતા એટલે બજારોમાં ખૂબ ભીડ હતી. એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં હું ઑફિસમાંથી છૂટીને ખરીદી માટે ગઈ. બહુ મોટી ભીડ જોઈને હું પાછી ફરી જવા માગતી હતી. તે દરમ્યાન બાળકોના રમકડાં વિભાગમાં એક ચાર વર્ષના બાળકને એક નાની ઢીંગલી છાતી સરસી ચાંપીને રમતો જોયો. છોકરો થોડો ઉદાસ દેખાતો હતો.
છોકરો તેની બાજુમાં ઉભેલ એક પ્રૌઢ નોકરાણી બાઈને કહેતો - તેં બરાબર જોયું છે મારા પાકીટમાં ઢીંગલી માટેના પૈસા ખૂટે છે ? બાઈ કહેતી કે હા તારા પાકીટમાં ઢીંગલી લેવાય તેટલા પૈસા નથી. આ સાંભળી છોકરો નિરાશ થઈ જતો. નોકરાણી બાઈ પોતે પાંચ મિનિટમાં પાછી આવું છું તેમ કહી દૂર બીજા કાઈન્ટર ઉપર ગઈ.
નાનો છોકરો હજુ ઢીંગલીને છાતીએ વળગી રહ્યો હતો. કુતુહલતા ખાતર હું તેની બાજુ ગઈ અને છોકરાને કહેવા લાગી - આ ઢીંગલી તને બહુ ગમે છે ? ક્રિસમસમાં તારે કોને ભેટ આપવા જોઈએ છે ?
છોકરો કહેવા લાગ્યો - આ ઢીંગલી મારી નાની બેનને ખૂબ ગમતી હતી. તે કહેતી કે આ વખતની ક્રિસમસમાં ખૂદ શાન્તાક્લોઝ તેને ઢીંગલી આપવા આવશે. મેં તેને કહ્યું તો તો તે જરૂર તેને લાવી આપશે એટલે તું નિરાશ ન થઈશ.
પરંતુ છોકરો આગળ બોલવા લાગ્યો આ શાન્તાક્લોઝ મારી બેન પાસે જઈ શકે તેમ નથી. આ ઢીંગલી તો મારે મારી મમ્મી સાથે બેનને મોકલવાની છે. આમ કહેતાં તે રડવા લાગ્યો. મારા પપ્પાએ કહ્યું છે કે મારી બેન સ્વર્ગમાં ગઈ છે અને તારી મમ્મી પણ જવાની છે એટલે મને થાય છે કે મારી મમ્મી સાથે આ ઢીંગલી મારી બેનને મોકલું.
આ સાંભળી હું ગંભીર થઈ ગઈ અને વિચારોમાં ડુબી ગઈ. છોકરો આગળ કહેવા લાગ્યો કે મેં મારા પપ્પાને કહ્યું છે કે મમ્મીને હમણા જવા ન દેશો. હું ઢીંગલી લઈને આવું પછી જાય. છોકરાએ સાથે તેનો એક નાનો સુંદર ફોટો કાઢીને પણ બતાવ્યો અને કહેતો કે મારી મમ્મીને આ ફોટો આપીશ તેથી તે મને ભુલી ન જાય. મારી મમ્મી મારી સાથે રહે તેમ હું પપ્પાને કહું છું. પરંતુ પપ્પા કહે છે તેને નાની બેન પાસે જવાનો સમય થઈ ગયો છે. આ બોલતાં બોલતાં તે શાંત થઈ ગયો.
મેં છોકરાને કહ્યું તારા પાકીટમાં કેટલા પૈસા છે તે લાવી ગકણી લઈએ અને તે ગણતાં ગણતાં થોડા સિક્કા તેને ખબર ન પડે તેમ મેં ઉમેરી દીધા. પછી કહ્યું ચાલ ઢીંગલી લઈને આપણે બહાર ઊભા રહીએ.
છોકરાએ તેના પાકીટમાંથી પૂરા પૈસા નીકળ્યા તે માટે ઈશ્વરનો આભાર માન્યો. તેણે કહ્યું ગઈ કાલે સુતી વખતે મેં ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે મારી પાસે પૂરતા પૈસા ઢીંગલી માટે મોકલો જેથી મારી બેન માટે ઢીંગલી ખરીદી શકું. મારી મમ્મીને સફેદ ફૂલ પણ બહુ ગમતાં પરંતુ તે લેવા માટે હવે પૈસા વધેલ નથી.
આ દરમ્યાન નોકરાણી બાઈ આવી છોકરાને લઈ ગઈ. આ વાતને બે-ત્રણ દિવસ થયા હશે અને મેં છાપામાં વાંચ્યું કે એક દારૂ પીને ગાડી ચલાવતા ટ્રક ડ્રાઈવરે એક રસ્તે ચાલતી નાની છોકરી અને તેની યુવાન માને ટ્રક નીચે કચરી નાખ્યા હતા. છોકરી તુરત જ મૃત્યુ પામેલ અને માની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તે બે દિવસ કૉમામાં રહી હૉસ્પિટલમાં મૃત્યુ પામી.
મને મનમાં એક ઝબકારો થયો અને ખ્યાલ આવ્યો કે આ એ જ છોકરી માની વાત છે જેના માટે છોકરો ઢીંગલી ખરીદવા સ્ટોરમાં આવેલ.
મને ખૂબ લાગી આવ્યું. હું તુરંત સરનામું શોધી કાઢી તે છોકરાને ઘરે ગઈ. ત્યાં મેં મૃતદેહ આગળ ફૂલો મૂકતાં જોયું કે એક સફેદ ફૂલ, નાના છોકરાનો સુંદર ફોટો અને એક ઢીંગલી પણ મૂકેલ હતા. મને તે છોકરાનો નિર્દોષ ચહેરો અને તેની બેન પ્રત્યેનો પ્રેમ હંમેશા યાદ આવે છે જેને એક દારૂ પીને છટકા થયેલ ડ્રાઈવરે તેની મા-બેનથી જુદા પાડી દીધેલ.
(નાનાં બાળકો ઈશ્વરની ભવ્ય ભેટ છે. તેમનો પ્રેમ નિર્દોષ હોય છે.)
૧૪. મા-બાપ
એંસી વર્ષોનો એક વૃદ્ધ પોતાના ઘરમાં એક સોફા ઉપર ભૂતકાળને વાગોળતો બેઠો હતો. બાજુમાં તેનો ખૂબ ભણેલો લગભગ ચાલીસ વર્ષની ઉંમરનો પુત્ર પણ હતો.
અચાનક બારી પાસે એક કાગડાની ચહલપહલ અને વાતાવરણ કા કાના અવાજથી ગાજી ઊઠ્યું.
વૃદ્ધ બાપે તેના ખોવાયેલા વિચારોમાંથી જાગીને પુત્રને પૂછ્યું - શું છે બેટા ? દીકરાએ જવાબ આપ્યો - કાંઈ નહીં એક કાગડો છે. વૃદ્ધે જાણે કાંઈ સાંભળ્યું ના હોય તેમ ફરી પૂછ્યું - ત્યાં શું છે બેટા ? દીકરાએ જવાબ આપ્યો ડેડી મેં તમને કહ્યું ને કે ત્યાં એક કાગડો છે.
થોડી વાર રહીને બાપે ત્રીજી વાર એનો એ જ પ્રશ્ન છોકરાને પૂછ્યો - બેટા આટલો બધો અવાજ શેનો છે ?
એકનો એક પ્રશ્ન ત્રીજી વાર પૂછાતાં છોકરો ગુસ્સે થઈ ગયો અને મોઢુ ચઢાવી જવાબ આપ્યો - ત્યાં એક કાગડો, કાગડો, કાગડો છે. થોડી વાર પછી વૃદ્ધે ચોથી વાર આ જ પ્રશ્ન પૂછ્યો જાણે કંઈ સાંભળ્યું નથી તે રીતે.
છોકરાની આ સાંભળી ખરેખર કમાન છટકી. તેનો ગુસ્સો આસમાને ગયો. સોફા ઉપર જોરથી હાથ પછાડી મોટા અવાજે બૂમો પાડી ધમકાવતા અવાજે કહ્યું - શું તમે બહેરા થઈ ગયા છો ? અક્કલ બહેર મારી ગઈ છે ? મગજ ઠેકાણે નથી ? મેં તમને કેટલી વાર કહ્યું કે ત્યાં કાગડો-કાગડો-કાગડો છે.
વૃદ્ધ થોડી વારે ઊભો થઈ પોતાના ઓરડામાં ગયો અને એક જુની ફાટેલી ડાયરી લઈને આવ્યો. આ ડાયરીમાં તેની જિંદગીની યાદો ભરેલી હતી. પુત્રનો જન્મ થયો ત્યારથી તેમાં લખતો હતો. ડાયરીમાં જૂનાં પાનાં ખોલી છોકરાને વાંચવા કહ્યું તેમાં લખેલ હતું.
‘‘આજે હું સોફા ઉપર મારા ત્રણ વર્ષના નાના પુત્રને લઈને બેઠો છું અને તે વખતે એક કાગડો બારી પાસે કા કા કરતો હતો. મારા વ્હાલા દીકરાએ મને લગભગ ત્રેવીસ વાર આ કાગડા વિશે પૂછપરછ કરવા માંડી અને મેં તેને હસી હસીને ત્રેવીસ વાર જવાબ આપેલ કે તે કાગડો કહેવાય. તેના કાલાઘેલા શબ્દોથી એકને એક સવાલ તે પૂછતો ત્યારે હું તેના ગાલ ઉપર વ્હાલ આપતો. જેમ જેમ તે મને પૂછતો તેમ તેમ બાળક ઉપર મને હેત ઉભરી આવતું.’’
આજે જ્યારે બાપે ફક્ત ચાર વાર છોકરાને પૂછ્યું ત્યારે છોકરાનો ગુસ્સો આસમાને જતો રહ્યો. પિતાએ તેવો જવાબ તેવીસ વાર આપતાં સહેજ પણ કચવાટ નહીં કરેલ.
એટલે જ વૃદ્ધ મા-બાપ અવસ્થાને લીધે કદાચ તમને કોઈ વાત વરાંવાર પુછે તો ઈશ્વરને ખાતર પણ ઉતારી ના પાડશો પરંતુ શાંતિથી સાંભળજો. નવી ટેક્નોલોજી કે સાધનો તમારા મા-બાપ સમજી શકતા ન હોય ત્યારે તેમને સમજવા સમય આપો. તેમની સામે ખંધુ હાસ્ય ન કરો. એમને ખાવું ના હોય ત્યારે સમજવાની કોશિશ કરજો અને ખવડાવવાની હઠ ના કરશો. એમણે તમારો હાથ પકડીને તમને ચાલતાં શીખવ્યું છે. આજે તમારા હાથના ટેકાની તેમને જરૂર છે. મોટેથી કહેજો કે હું હંમેશાં મારા મા-બાપને આનંદિત અને ખુશ મીજાજમાં જોવા માગું છું. નાનપણથી તેમણે મારી ઈચ્છાઓ પૂરી કરી છે અને નિઃસ્વાર્થ પ્રેમથી મારી સંભાળ રાખી છે. હું મારા વૃદ્ધ માતા-પિતાને મધુર વચનો કહીશ ભલે તેમનું વર્તન થોડું વિચિત્ર કેમ ના હોય.
(ઈશ્વર એક નહીં દેખાતા મા-બાપ છે અને મા-બાપ એક દેખાતા ઈશ્વર છે. ર્ય્ઙ્ઘ ૈજ ૈહદૃૈજૈહ્વઙ્મી ટ્ઠિીહં ટ્ઠહઙ્ઘ ટ્ઠિીહંજ ટ્ઠિી દૃૈજૈહ્વઙ્મી ર્ય્ઙ્ઘ)
૧૫. શ્રદ્ધા
એક મોટા પ્રાણીસંગ્રહાલયની એક ભાઈ રોજ ઑફિસમાંથી છુટીને મુલાકાત લેતા. તેમને મુંગાં પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો.
રોજની મુલાકાતથી તેમને એક રીંછ સાથે ભારે દોસ્તી થઈ ગઈ. પહેલાં રોજ રીંછને થોડાં ફળ પાંજરામાં આગળ ધરે. ધીરે ધીરે પોતાનો હાથ પાંજરામાં લંબાવી રીંછને ખવડાવે પછી ખવડાવતાં ખવડાવતાં રીંછને આખા શરીર ઉપર વ્હાલથી હાથ ફેરવે.
રીંછ પણ આ ભાઈને સારો સહકાર આપતું રહ્યું. આ દોસ્તી રોજની થઈ. રીંછ રોજ સાંજે આ ભાઈની આવવાની રાહ જૂએ અને ભાઈ પણ સમયસર ઑફિસમાંથી છૂટી પહોંચી જાય.
કેટલાક મહિનાઓ સુધી આ કાર્યક્રમ નિયમિત ચાલ્યો. પાંજરાનો રખેવાળ પણ રોજ આ બંનેની દોસ્તી જોતો. થોડા મહિના પછી આ ભાઈ રખેવાળને કહી પાંચરું ખોલાવી અંદર જઈ જાતે રીંછને ખવડાવવા લાગ્યા. અને પછી રીંછને આ આખા શરીરે પંપાળે અને ભેટીને વ્હાલ પણ કરવા લાગે. રીંછ પણ ખુશ થતું.
એક વખત એવું બન્યું કે આ ભાઈને સાત-આઠ મહિના માટે ઑફિસના કામે બહારગામ જવાનું થયું એટલે તે અહીં આવી શકતા નહીં. રીંછ પ્રત્યે તેમને એક આત્મિયતા બંધાઈ ગયેલ અને રીંછને મળવાના વિચારો આવતા.
આઠ મહિના પછી જેવા તે ગામમાં પાછા આવ્યા કે તુરંત તે રીંછને મળવા આવી ગયા. અગાઉની ટેવ મુજબ તેમણે રખેવાળ પાસે રીંછનું પાંજરું ખોલાવી તેને પંપાળી, ભેટી, વ્હાલ કરવા લાગ્યા. આજુબાજુ ઉભેલા લોકો પણ આ જોઈ આશ્ચર્યચકિત થઈ તાળીઓ પાડવા લાગ્યા. ભાઈ ગૌરવભેર અને વિશ્વાસથી બધાને કહેતા કે આ મારું રીંછ છે.
રખેવાળને કહ્યું જો હું આઠ મહિના બહાર હતો છતાં આ રીંછ મને ભુલ્યું નથી. અમારો એકબીજા પ્રત્યે પ્રેમ કેવો છે ?
રખેવાળ કહે છે - સાહેબ, તમે જે રીંછને રોજ ભેટતા હતા એ તો તમારા ગયા પછી પાંચ દિવસે જ મૃત્યુ પામેલ. આ તો બીજું જ રીંછ છે.
પછી શું થયું તેની ખબર નથી.
પરંતુ એવું લાગે છે કે જ્યારે જ્યારે તે ભાઈ પાંજરામાં દાખલ થતા ત્યારે તેમના મનમાંથી નીકળતા શ્રદ્ધા અને વિશ્વાસના સ્પંદનો રીંછના મસ્તિષ્કને અસર કરી જતાં હશે.
(જિંદગીમાં કોઈ વાર કપરા સંજોગો પણ આવી પડતા હોય છે પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસથી તેમાંથી હેમખેમ બહાર નીકળી શકાય છે. ભય કરતાં પણ ભયની કલ્પનાઓ વધુ ભયંકર હોય છે. ર્ય્ઙ્ઘ રટ્ઠજ ર્હં ખ્તૈદૃીહ ેજ જૈિૈંર્ ક કીટ્ઠિ હ્વેં ર્ુીિર્ ક ર્ઙ્મદૃી.)
૧૬. શ્રીમાન સાબુની અવસાન નોંધ
એક મોટા જાણીતા સમાચારપત્રમાં શ્રીમાન સાબુ (સામાન્ય બુદ્ધિવાળો એક સામાન્ય નાગરિક - ર્ઝ્રદ્બર્દ્બહ દ્બટ્ઠહ)ની અવસાન નોંધ ર્(ંહ્વૈેંટ્ઠિઅ) પ્રસિદ્ધ થયેલ હતી.
તે આ પ્રમાણે હતી :
અમને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે અમારા મિત્ર શ્રી સાબુનું અકાળે અવસાન થયેલ છે. તેઓ સાથે ઘણાં વર્ષોથી મિત્રતા હતી. તેમને કેટલા વર્ષ થયા તેની કોઈને ખબર ન હતી. તેમની જન્મ તારીખ શોધવા અમે રેઢિયાળ સરકારી દફતરોમાં પ્રયત્ન કર્યો પરંતુ જન્મ તારીખે મેળવી શક્યા નથી.
શ્રીમાન સાબુએ અમને દેશપ્રેમ, સમાજસેવા, પ્રામાણિકતા, સદાચાર અને જીવનમાં મૂલ્યોના ઘણા પાઠ પઢાવેલા.
તેઓ સાદું જીવન જીવતા. તેમને કોઈ નાણાકીય શિસ્ત કે આયોજન કે કોઈ નિષ્ણાંતની જરૂર પડતી નહીં. (કારણ કે તે હંમેશાં તેમની આવક કરતાં ખર્ચ વધારે કરતા નહીં.)
છેલ્લા થોડા સમયથી તેમની તબિયત તેમને સાથ દેતી ન હોતી. તેમના જેવા પ્રામાણિક માણસોને કેટલીક બાબતો ખૂબ બેચેન બનાવી દેતી જેવી કે -
(૧) તોફાની વિદ્યાર્થીને જો કોઈ શિક્ષક શિસ્ત શીખવાડે અને તેને સજા કરે તો સમગ્ર વાલીમંડળ મોરચા અને ધારણાઓ કરી શિક્ષકની બદલી કરાવીને જ જપે.
(૨) દેશના દુશ્મનો અને દાણચોરો જેલોમાં મહેલો જેવી સગવડો ભોગવતા હોય.
(૩) છ વર્ષની વિદ્યાર્થીનીની શાળામાં જાતીય સતામણી થતી હોય.
(૪) જેઓનું સ્થાન જેલમાં હોય તે દેશના કાયદાઓ ઘડતા હોય કે સરકાર રચતા હોય.
(૫) કેટલાક મંદિરો, આશ્રમો કે વિદ્યાધામો મોટામાં મોટાં વ્યાપીર કેન્દ્રો બની જતાં હોય.
(૬) સાંસ્કૃતિક કાર્યક્રમોના નેજા નીચે બિભસ્ત કાર્યક્રમોનું આયોજન થથું હોય.
આવા બીજા ઘણા પ્રસંગો જોઈ સાંભળીને શ્રીમાન સાબુ હતાશ થઈ જતા. તેમને બધે ઊલ્ટી ગંગા વહેતી જોવા મળતી અને છેવટે તેમનો જીવનમાંથી રસ ઊડી ગયેલ.
શ્રીમાન સાબુના મૃત્યુ પહેલા તેમના પિતા-સત્યવાન, મા-ભક્તિબા, પત્ની-પ્રેમલતા, પુત્રી-આશા અને પુત્ર-વિવેકનું અવસાન થઈ ચુકેલ હતું.
જોકે હજુ તેમના ઓરમાન ભાઈઓ જીવે છે. તેમાંના એક છે શ્રીમાન હક્કદાર (સ્િ.ઇૈખ્તરં) તેઓ તેમના હક્કો માટે ખૂબ જ સજાગ છે. કામચોરી અને હડતાલ તેમનો જન્મસિદ્ધ હક્ક માને છે. બીજા ડૉ.અનામતિયા (ડ્ઢિ.ઇીજીદૃિટ્ઠર્ૈંહૈજં) તેમની માગણી છે કે તેમના છોકરા-છોકરીઓને યુની. પરીક્ષામાં પ્રથમ નંબરે કોઈ પણ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવા જોઈએ. ત્રીજા શ્રીમાન ઠેકેદાર માનવહક્કના (ૐેદ્બટ્ઠહ ઇૈખ્તરંજ ર્ઝ્રહંટ્ઠિષ્ઠર્િં) જેમને આતંકવાદીઓના ભોગથી તારાજ અને બેહાલ થયેલાં કુટુંબો કરતાં આતંકવાદીઓના ભોગથી તારાજ અને બેહાલ થયેલાં કુટુંબો કરતાં આતંકવાદીઓના કુટુંબની ચિંતા ખૂબ સતાવતી હોય છે. ચોથા શ્રીમાન પાંચમા કતારિઆ (સ્િ.સ્ીઙ્ઘૈટ્ઠ સ્ટ્ઠજીંિ) જેઓ હકીકતોને મારી મચડી, વિકૃતરૂપે, મોટાં હોડિંગોમાં, સનસનાટીભરી રીતે રજૂ કરવી તેમાં નિષ્ણાત છે.
(શ્રીમાન સાબુની સ્મશાનયાત્રામાં ખાસ કોઈ હાજર ન હતું. કોઈએ તેની નોંધ પણ લીધેલ નહીં. પરંતુ તમારું દિલ જો કહેતું હોય કે શ્રી સાબુ ખરેખર સારા માણસ હતા તો તેમના અવસાનની ખબર બધે પહોંચાડશોજી.)