વિષ વેરણી.
ભાગ ૧૭.
અંતિમ પ્રકરણ.
“જી આવું છું, ” એમ કહી ને મેં સમીરા ને બે મિનીટ આરામ કરવા કહ્યું, સમીરા દુખાવા માં કણસતી હતી, હું સમજી ગયો હતો ડોક્ટર તેના બીલ અને તેની ફીસ માટે બોલાવી રહ્યા હતા, હું ડોક્ટર સાહેબ ની ઓફીસ માં ગયો, ડોક્ટર સાહેબે હાથ થી ઈશારો કરી મને બેસવા કહ્યું, હું ડોક્ટર સાહેબ ની સામે બેઠો જ હતો અને ડોક્ટર સાહેબે કહ્યું,
“મિસ્ટર સલીમ, બીજી હોપીટલ માં જવાની જરૂર નથી, અમે કોશિષ એવીજ કરીશું કે નોર્મલ ડીલીવરી થાય, પણ તમે આમ આમારી હોસ્પિટલ મૂકી ને જતા રહો બીજા પેસન્ટ ને કેવું લાગે ?”
“જી સાહેબ આપની વાત બરાબર છે પણ એ માસી અમારા વડીલ છે એમની વાત મારે રાખવી પડે, હું એમને પૂછી જોઉં જો એ હા કહેશે તો અમે બીજી હોસ્પિટલ માં નહી જઈએ, ખમો હું એમને અહી જ બોલવું ” મેં કહ્યું.
“ના એમને અહી બોલાવવાની જરૂર નથી એ મગજ ના ફરેલ લાગે છે , તમે ફક્ત એમને સમજાવો કે અમે નોર્મલ ડીલીવરી થાય એવી કોશિષ કરીશું” ડોક્ટર સાહેબે હસતા હસતા કહ્યું, ”
“જી સાહેબ, ” એમ કહી ને હું ઓફીસ ની બહાર નીકળી ગયો, મને સમજમાં આવી ગયું હતું, ગંગામાંસી જે કરી રહ્યા હતા એ બરાબર હતું, હું ગંગામાંસી પાસે ગયો અને ડોક્ટર સાહેબ સાથે થયેલ વાતચીત અંગે જણાવ્યું, મારી વાત સાંભળી ને ગંગામાંસી હસવા લાગ્યા અને કહ્યું,
”જો બેટા સલીમ ત્રણેય વહુ ને હજુ એટલો દુખાવો નથ ઉપાડ્યો કે આપને ઉતાવળ કરીએ, મને જે સમજાયું એ મેં કહ્યું, બાકી તારી મરજી, ”
“ના માસી તમે જેમ કહો તેમ, ”
હું રજાક અને અસલમ પાસે ગયો અને તેમને પણ સમજાવ્યા એટલે મારા નિર્ણયમાં એ બન્ને એ હામી ભરી, ગંગામાસી એ ડોક્ટર ને રીક્વેસ્ટ કરી અને સમીરા, રૂકસાના અને સિરીન ને એકજ મોટા રૂમ માં સિફટ કરાવ્યા, રાત્રી ના ત્રણ વાગ્યા સુધી અમે ખુરસી પર બેસતા તો ક્યારેક ઉભા થઇ ને બહાર લોબી માં આંટાફેરા કરતા, રૂકસાના, સમીરા અને સિરીન વચ્ચે વચ્ચે દુખાવા ની ફરિયાદ કરતી એ જોઈ ને અમે ત્રણેય ગભરાઈ જતા, તો ગંગામાસી વઢી ને બહાર બેસવા કહેતા,
સાડાત્રણ વાગ્યે સમીરા એ જોર થી ચીસ પડી તે સાંભળી અને હું સમીરા તરફ ગયો જ હતો, અને ગંગામાંસી મારા પર ગુસ્સે થઇ ગયા, અને કહેવા લાગ્યા,
“એય છોરા બહાર બેસ, દુખાવો તો થાહે, છોકરું જણવું કાઈ નાનીમાં નું ઘર નથી, ”
ગંગામાસી નર્સના સ્ટાફ રૂમ તરફ ગયા અને બે નર્સ ને બોલાવી લાવ્યા, ચાર વાગ્યા સુધી બન્ને સિસ્ટર રૂમ માંથી સ્ટાફ રૂમ માં અને સ્ટાફ રૂમ માંથી રૂમ માં આંટા ફેર કરતી, અસલમ અને રજાક બન્ને એકબીજા ના મોઢા જોયા કરતા, ચાર ને પચ્ચીસે મીનીટે બન્ને નર્સ રૂમ માં જતી રહી, અને રૂમ નો દરવાજો બંધ કરી દીધો, રૂમ ની અંદર થી ક્યારેક સમીરા ની ચીસ સંભળાતી તો ક્યારેક અચાનક રૂકસાના ની ચીસ સંભળાતી, તો ક્યારેક અચાનક સિરીન બુમ બરડા કરી મુક્તિ, થોડી વાર માં ડોક્ટર સાહેબ પણ આવી ગયા જે નર્સ પાસે થી વિગતો મેળવી અને ઓફીસ માં જતા રહ્યા.
હું વારે ઘડીએ ઘડિયાળમાં જોયા કરતો, હું વિચારી રહ્યો હતો શું આવશે છોકરો આવશે કે છોકરી, મારા ધબકારા બમણી ગતિએ વધી રહ્યા હતા, બરાબર ચાર ને ચુમ્માલીસ મિનટે કોયલ નો ટહુકો મારા કાને અથડાયા ની સાથે જ અંદર થી સમીરા એ જોર થી ચીસ પાડી અને પાંચ મિનીટ માં અંદર રૂમ ની અંદર થી, નાના કુમળા બાળક નો રડવાનો આવાજ સંભળાયા ની સાથે મારી રુંવાટી ઉભી થઇ ગઈ, મારા શરીર માં જાણે કોઈ અવનવી ધ્રુજારી આવી ગઈ, ચીસ સમીરા ને હતી એટલે હમણાંજ નર્સ બહાર આવી ને મને સમાચાર આપશે, હું કાગડોળે રાહ જોઈ ને બહાર આંટાફેરા કરતો, રજાક અને અસલમ પણ વારે ઘડીએ આવી ને મને એવી રીતે પૂછતા જાણે હું કોઈ મોટો જાણકાર હોઉં, રૂમ નો દરવાજો એકવાર ખુલ્યો અને ફરી બંધ થઇ ગયો, બરાબર પાંચ વાગ્યે મોર ના ટહુંકા ચાલુ થયા, હોસ્પિટલ ની આજુબાજુ ના રોડ પર હળવો હળવો ટ્રાફિક ધમ ધમતો થયો, અને પાંચ ને પાંચ મીનીટે અંદર થી સિરીન ની ચીસ સંભળાયા ની સાથે એક સિસ્ટર એ દરવાજો ખોલ્યો અને સફેદ કપડા માં હાથ પગ ઊંચા નીચા કરતુ અને કિલકારી કરતું કુમળું બાળક એ નર્સ ના બન્ને હાથ થી પકડેલું હતું, એ નર્સ એ મારી સામે હસતા હસતા પૂછ્યું,
“સલીમ ભાઈ બાબો જોઈએ કે બેબી?”
મારો કોઈ મજાક કરવાનો મૂડ ન હતો તો પણ મારા મો માંથી હસતા હસતા નીકળી ગયું,
”સિસ્ટર ડીમાંડ મુજબ આપસો કે?, ”
એટલી વાર માં ફરી દરવાજો ખુલ્યો અને ગંગામાંસી બહાર આવ્યા મારા અને અસલમ ના માથા પર બન્ને હાથ થી મુઠી વાડી અને પોતાના માથા માં ટચાક થી આવાજ કરી દુખણા લઇ ને બોલ્યા,
”બેઉ ના ઘરે લક્ષ્મી આવી સે લક્ષ્મી, ”
આ સાંભળી અને અસલમ મને ભેટી પડ્યો, મને જોર થી દબાવી દીધો, એટલો જોર થી દબાવ્યો કે એક ક્ષણ માટે મારો સ્વાસ થંભી ગયો, ગંગામાંસી ફરી રૂમ માં ચાલ્યા ગયા અને બેજ મિનીટ માં સફેદ કપડા માં હાથ પગ ઊંચા નીચા કરતુ કુમળું બાળક કપડા માં લાવ્યા, તેના અને તેને એક બીજા રૂમ માં લઇ ગયા જ્યાં પહેલાથી જ એક કુમળા બાળક ને નર્સ કોટન થી સફેદ લેમ્પ ની નીચે રાખી અને સાફ કરી રહી હતી, એ બેબી ની આંખો બિલકુલ સમીરા જેવીજ હતી, મેં નર્સ ને બાજુમાં જઈ ને પૂછ્યું,
“અ બેબી કોની છે ?”
“પગ ના અંગુઠા માં લેબલ માર્યું છે સલીમ ભાઈ, ” નર્સ એ હસતા હસતા કહ્યું,
લેબલ ઉપર અંગ્રેજી ના કેપિટલ લેટર માં સમીરા લખેલું હતું, હું બેબી ને સ્પર્સવ જતો, નર્સ એ મારી આંગળી પકડી અને બેબી ની હથેળી માં મૂકી, બેબી એ મારી આંગળી જકડી લીધી હતી, બેબી નો સ્પર્સ મળતા મારા ધબકારા નોર્મલ થયા, મારા શરીર માં કોઈ અવનવી કંપારી છૂટી નીકળી, મારી આંખ ભરાઈ આવી, નર્સ એ મારી સામે જોઈ ને મારી આંગળી છોડાવી અને કહ્યું, “બસ હવે ઘરે જઈ ને રમાડજો, ગંગામાંસી બીજા બેબી ને બાજુ માં રાખી રહ્યા હતા અને મારા બેબી ગંગામાંસી ને આપતા કહ્યું, “લ્યો બેબી ને એની માં પાસે લઇ જાઓ અને દૂધ પીવડાવો, નર્સ બીજા બેબી ને લેમ્પ ની નચે રાખી ને સાફ કરવા લાગી હું બહાર નીકળ્યો અને અસલમ ને કહ્યું,
“અસલમ જા અંદર બેબી છે, ”
અસલમ ઉતાવળે અંદર ગયો અને મારા બહાર નીકળતા ની સાથે જ રૂકસાના ની ચીસ મારા કાને અથડાઈ રજાક બહાર આંટાફેરા કરતો હતો, અને પાંચ મિનીટ માં ફરી દરવાજો ખુલ્યો અને એક નર્સ એક કુમળું બાળક સાથે બહાર આવી અને ખુશ થતા રજાક ને કહ્યું, અભિનંદન રજાક ભાઈ બાબો છે, આ સાંભળી અને રજાક એની અમી ને ભેટી પડ્યો,
થોડી વાર માં ત્રણેય બાળકો ને એની મમી એ સ્તનપાન કરાવ્યું અને ગંગામાસી એ તેમની થેલી માંથી એક નાનકડો ડબો કાઢી તેમાંથી ગોળ નો એક ટુકડો કાઢ્યો અને આંગળી માં થોડો થોડો ગોળ લઇ ત્રણેય બાળક ને ચખાડવા જતા હતા અને નર્સ તેમને રોકવા જતી હતી, પણ ગંગામાંસી એ આંખ બતાવી એટલે એ નર્સ કઈ બોલી નહી, .થોડી વાર માં હું અસલમ અને રજાક રૂમ માં ગયા તો ત્રણેય બાળકો તેની મમી ના ખોળા માં રમી રહ્યા હતા, અને સમીરા ધીમા અવાજે કહ્યું,
“સલીમ, અમે ત્રણેય નક્કી કર્યું છે કે અમારા બાળકો ના નામ ગંગામાંસી ના નામ ના પહેલા અક્ષર થી રાખીશું, , ”
અરે વાહ શું સરસ વિચાર આવ્યો છે, ? એમ કહી ને મેં મારી ઢીંગલી ને મારા હાથ માં લઇ ને તેના કપાળ પર કિસ કરી,
***
આજે છ દિવસ થયા હતા અમે હોસ્પિટલ થી ઘેર આવી ગયા હતા અને ગગમાંસી પણ ખબર પૂછવા આવ્યા હતા, ગંગામાસી એ બાળકો ની છઠી નું આયોજન કર્યું હતું અને બાળકો ઘોડિયા માં રમવા માટે ઘૂઘરા અને અને રમકડા લાવ્યા હતા, સમીરા એ ગંગામાંસી ને ત્રણેય બાળકો ના નામકરણ માટે કહ્યું અને ગંગામાંસી એ ત્રણેય બાળકો ને કાનમાં ધીમા સવારે નામ નું ઉચ્ચારણ કર્યું, સમીરા એ મારી ઢીંગલી નું નામ, ગુલશન નક્કી કર્યું, સિરીન એ તેણી બેબી નું નામ ગુલઝાર અને રૂકસાના એ તેના બાળક નું નામ ગની, રાખ્યું. અને બધા એ તાળીઓ ના ગડગડાટ થી ગંગામાંસી ને વધાવ્યા અને બધા ઉભા થઇ ગયા, અસ્લમ તેની બેગ માં થી ડીજીટલ કેમેરો કાઢી લાવ્યો અને બધા ને સાથે ઉભા રહેવા કહ્યું, અને વચ્ચે ગંગામાંસી ને ઉભા રાખી બધા નો એક ફોટો ખેંચ્યો, અને બધા ખડ ખડાટ હસી પડ્યાની સાથે સિરીન એ બધાને સાવધાન કર્યા બધા ને આવાજ બંધ કરવા કહ્યું, , બધા શાંત થયાની સાથેજ સિરીન એ શાંતિ ભંગ કરતા મારી તરફ જોઈ ને કહ્યું, “સલીમ ભાઈ… ઈ...ઈ...ઈ..… મારે નવું એકટીવા લેવુછે… ક્યારે લઇ આપસો ? , ”
થોડી વાર બધા ગંભીર થઇ ગયા અને સિરીન જોર થી ખડખડાટ હસી પડી,
સમાપ્ત.
વ્હાલા વાચક મિત્રો,
વહાલા વાચક મિત્રો, આ મારી બીજી નવલકથા હતી જે આપ એ વાંચી આનાથી પહેલા માતૃભારતી પર સેનેરીટા ત્રણ ભાગ માં લખી હતી જે આપ વાચક મિત્રો એ વાંચી અને ન વાંચી હોય તો જરૂર વાંચસો જે એક નિષ્ફળ પ્રેમ કહાની છે, મારા જેવા ઉગતા લેખક ને એપ્રેસીયેટ કર્યો છે. ખરેખર “વિષ વેરણી” છ કે આઠ ભાગ માં પૂરી કરવાની હતી જે પ્રમાણે તેનું માળખું તૈયાર કર્યું હતું, પણ વાચક મિત્રો ના મેસેજ અને મોટીવેસન એટલું જબરદસ્ત હતું, અને દરેક પાત્ર ને ન્યાય આપવો હતો, અને આજે વિષ વેરણી નો ૧૭ મો અને છેલ્લો ભાગ આપની સમક્ષ મૂકી ખુબ આનંદ ની લાગણી અનુભવી રહ્યું છું, આપ એ આપનો પ્રતિભાવ આપ્યો અને આપના ઉમદા સજેશન મને ફેસબુક પર મોકલાવ્યા, એ બદલ હું આપ સહુ વાચક મિત્રો નો તેમજ માતૃભારતી ટીમ ના શ્રી મહેન્દ્ર શર્મા જી તેમજ શ્રી જયેશભાઈ ખત્રી જે એકદમ હકારાત્મક અભિગમ થી ફોન પર રિસ્પોન્સ આપતા રહ્યા જેમનો ખુબ ખુબ આભાર માનું છું. ફરી આવીશ નવી વાર્તા સાથે,
આપ આપનો પ્રતિભાવ મારા ફેસબુક પેજ પર પણ આપી શકો છે, .મારા ફેસબુક પ્રોફાઈલ
https://www.facebook.com/nilesh.murani
અને ફેસબુક પેજ જ્યાં આપ લાઈક કરી શકો છો.
https://www.facebook.com/Neel.Author/
મને ઈ મેઈલ દ્વારા આપના સજેશન તેમજ વોત્સેપ પર પણ આપના પ્રતિભાવ આપી શકો છો મારા વોત્સેપ નંબર , , , ૯૯૦૪૫૧૦૯૯૯ છે..
નીલેશ મુરાણી
Special thanks to Mr.Akil Kagda
અકીલ કાગડા જેમને મને વાર્તા લખવામાં મારી નાની નાની ભૂલો તરફ ધ્યાન દોર્યું, અને અહી આપની સમક્ષ મારી લેખન શૈલી મુકવા, તેમજ માતૃભારતી સુધી લઈ આવવામાં તેમનો ઉમદા સહકાર મળ્યો, માતૃભારતી પર એમની વાર્તા વાંચી વાંચી ને લખવા પ્રેરણા મળી, એ બદલ એમનો ખુબ ખુબ આભાર માનું છું..
નીલેશ મુરાણી ......
ધન્યવાદ.............…