Atut-Mitrata - 2 in Gujarati Short Stories by ANISH CHAMADIYA books and stories PDF | અતુટ-મિત્રતા ભાગ-૨

Featured Books
Categories
Share

અતુટ-મિત્રતા ભાગ-૨

અતુટ-મિત્રતા

ભાગ-૨

ANISH-CHAMADIYA

" મીરા...." આટલુ કહીને સ્વેતા સાઈડ પર બેસી ગઈ.

" ક્યા છે મીરા...? તે કેમ ના આવી...?" આરવે પૂછ્યુ.

" મીરા આવવાની જ હતી પણ..." વાત અધુરી મુક્તા સ્વેતા બોલી.

" પણ શુ...? સાફ સાફ બોલ ને સ્વેતા..." આરવે ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યુ. આરવ ને ટેન્શન મા જોઈને સ્વેતા હસવા લાગી. સ્વેતા ને હસતા જોઈને રાહુલ અને આરવ કઈ સમજી ના શક્યા. અને રાહુલ બોલ્યો " કેમ હસે છે સ્વેતા...? ક્યા છે મીરા કઈક તો બોલ..."

" અરે યાર હુ મજાક કરતી હતી. આવે છે મીરા..." આ સાંભળી ને આરવ ના ચેહરા પર થી ચિંતા ના વાદળો દુર થયા. અને એક અલગ જ પ્રકાર ની ખુશી તેના ચેહરા પર જોવા મળી.

" રાહુલ !...આરવ નો ચેહરો જોયો તે...? કેવો ટેન્શન મા આવી ગયો, મીરા ને ના જોઈ તો..."

" હા યાર આ વાત પર તો મારૂ ધ્યાન જ ના ગયુ..."

" તમે બંને શુ બોલી રહ્યા છો...?" જાણે કઈ ખબર ના હોય તેવો ડોળ કરતા આરવ બોલ્યો. તે સાંભળી ને રાહુલ અને સ્વેતા હસવા લાગ્યા. અને સ્વેતા બોલી " અચ્છા તો સાહેબ ને એમ કે અમને કઈ ખબર જ નહી હોય...?" તરત જ આરવ બોલ્યો " એવુ કઈ નથી જેવુ તમે સમજો છો..."

" તો કેવુ છે...?" રાહુલે !...આરવને પૂછ્યુ. અને સ્વેતા અને રાહુલ ફરી હસવા લાગ્યા. આરવ પણ છોકરી ની જેમ શરમાઇ ની બીજી તરફ ફરી ગયો. આરવ ને શરમાતા જોઈ ને સ્વેતા બોલી " બોસ આગ દો નો તરફ લગી હે..."

" શુ વાત કરે છે સ્વેતા ! સાચુ...?" રાહુલે ઉત્સાહિત થતા પૂછ્યુ.

યસ ! સ્વેતા બોલી. આ સાંભળી ને રાહુલે આરવ ને ગળે લગાડી લીધો. " CONGRATULATIONS BRO..."

તે લોકો વાતો કરી રહ્યા હતા ત્યાજ એક ઓટો ત્યા આવીને ઊભી રહી અને તેમાથી ગુલાબી રંગ ના ડ્રેસ મા એક છોકરી ઉતરી કે તરત જ સ્વેતા બોલી " લ્યો આરવ આવી ગયા તમારા મેડમ ..." આરવ ની નજર મીરા પર પડી. ગુલાબી રંગ નો ડ્રેસ, કાન મા દીલ ના આકાર વાળી બુટ્ટી, કપાળ પર નાની બિંદી, અને પગ મા હીલ વાળા સેન્ડલ, ચેહરા પર કોઈ જાત નો વધારો નો મેકઅપ નહી, માત્ર હલકી આછી ગુલાબી લિપસ્ટિક અને આંખો મા કાજલ. આ જોઈને ઘડીક વાર તો આરવ !... મીરા સામે હોવા છતા પણ તેના સપનો મા ખોવાઈ ગયો. મીરા તે લોકો ની નજદીક આવી પોહચી પણ આરવ તો તેની આંખો નુ કાજલ જોવામા એટલો મશગુલ હતો કે ૨ -૨ વાર રાહુલે અવાજ આપ્યો છતા આરવ ની નજર મીરા પર જ અટકી ગઈ હતી. આ જોઈને સ્વેતા બોલી " આરવ પુરેપુરા દીદાર અત્યારે જ કરી લઇશ કે પછી માટે પણ કઈક રાખીશ...?" આરવે તરત નજર હટાવી અને પોતાની બાઇક તરફ ગયો.

રાહુલે પણ પોતાની બાઇક શરૂ કરી અને સ્વેતા ને પોતાની બાઇક મા બેસવા જણાવ્યુ કે સ્વેતા તરત રાહુલ ની બાઇક મા બેસી ગઈ જેથી મીરા !...આરવ ની બાઇક મા બેસી શકે. આરવે પણ પોતાની બાઇક શરૂ કરી અને મીરા ને પાછળ બેસવા ઈશારો કાર્યો. મીરા પણ એજ ઇચ્છતી હતી કે તે આરવ ની બાઇક મા બેશે અને તેને તે મોકો પણ મળી ગયો. પછી ચારેય મિત્રો ત્યાથી રવાના થયા.

" આપણે જવાનુ ક્યા છે એ તો કહો...?" સ્વેતા બોલી.

" પેહલા તો આપણે 'ઉભરાટ' ના દરિયા કીનારે જઈએ..." રાહુલ બોલ્યો. સુરત થી ૩૫ કિલોમીટર છેટે આવેલો 'ઉભરાટ' નો દરિયો. જે સુરત અને આજુબાજુ ના ગામડા ના લોકો માટે નુ ફરવાનુ પ્રિય સ્થળ ગણાતુ. લોકો ત્યા ફેમિલી સાથે સમય પ્રસાર કરવા આવતા. અને દરિયા ના પાણી મા નાહવા ની મોજ માણતા.

ચારેય મિત્રો વાતો કરતા કરતા 'ઉભરાટ' તરફ જવા નીકળી પડ્યા. ૨ કલાક બાઇક ચલાવ્યા પછી તેઓ 'ઉભરાટ' આવી પોહચ્યા. બાઇક સાઈડ મા પાર્ક કરી ને તેઓ કીનારા તરફ ગયા. શનિવાર હોવાને લીધે ઘણા બધા લોકો ત્યા હતા. કોઈ પોતાની ફેમિલી સાથે આવ્યુ હતુ, તો કોઈ પોતાના મિત્રો સાથે, તો કોઈ પોતાના પ્રેમી-પ્રેમિકાઓ સાથે આવ્યુ હતુ. કીનારા પર પોહચતા જ રાહુલ અને સ્વેતા પાણી મા નાહવા જતા રહ્યા અને આરવ અને મીરા ત્યાજ કીનારા પર બેઠા બેઠા આજુબાજુના દ્રશ્યો નિહાળી રહ્યા હતા. રાહુલ અને સ્વેતા પાણી ની લેહરો ની વચ્ચે એકબીજા પર પાણી ઉડાડી ને મસ્તી કરી રહ્યા હતા.

" કેટલા ખુશ દેખાઈ છે બંને..." એમ કહીને આરવે !...મીરા સાથે વાત કરવાની શરૂવાત કરી.

" હા બંને બહુજ ખુશ લાગી રહ્યા છે અને બંને ની જોડી પણ જામી રહી છે..."

મીરા ના શબ્દો સાંભળી ને આરવે !.. મીરા તરફ જોયુ. મીરા ની ઓઢણી પવન ના લીધે ઊડી ને આરવ ના ચેહરા પર અડી રહી હતી. મીરા ની ઊડતી લટો આરવ ના મન ને પ્રફુલિત કરી રહી હતી. આજુબાજુ મા આટલો બધો ઘોંઘાટ હોવા છતા પણ બંને વચ્ચે શાંતિ પ્રસરેલી હતી. અચાનક આરવ ની નજર મીરા ના ચેહરા પર પડી. મીરા અકળામણ અનુભવતી હોય તેવુ આરવ ને લાગ્યુ એટલે આરવે પૂછ્યુ. " મીરા શુ થયુ...?"

" કઈ નહી, અહિયા કેટલો ઘોંઘાટ થઈ રહ્યો છે..."

" ચાલ તો આપણે ત્યા દુર જઈને બેસીએ. ત્યા લોકો પણ નથી..." આટલુ કહીને આરવ ઊભો થયો અને મીરા ને ઊભી થવા માટે પોતાનો હાથ આપ્યો. મીરા એ આરવ નો હાથ પકડ્યો અને ઊભી થઈ. પછી બંને ત્યાથી દુર જઈને એકાંત મા બેઠા. મીરા હવે ખુશ દેખાઈ રહી હતી અને એમ પણ મીરા ને શાંત વાતાવરણ પસંદ હતુ. મીરા દરિયા ની લેહરો ને જોઈ રહી હતી.

મીરા બોલી " લેહરો નુ પણ કઈ સમજ મા નથી આવતુ, જો ને કીનારા ને હાથતાળી આપીને પાછી ચાલી જાય છે...." આરવ ધ્યાન થી મીરા ની વાત સાંભળી રહ્યો હતો.

" અહિયા થી દરિયો કેટલો સુંદર દેખાઈ છે..." આરવે કહ્યુ.

" હા બહુજ સુંદર દેખાઈ રહ્યો છે દરિયો...".

" પણ તારો જેટલો તો સુંદર નથી જ દેખાતો...".

આ સાંભળી ને મીરા શરમાઇ ગઈ. તે કઈ ના બોલી. બંને ઘડીક દરિયા ને નિહાળતા તો ઘડીક એકબીજાને. ત્યાજ દુર થી રાહુલ અને સ્વેતા દોડતા દોડતા તેમની પાસે આવ્યા.

સ્વેતા બોલી : " પ્રેમી-પંખીડા અહિયા બેઠા છે, અમે તમને બંને ને ત્યા શોધી રહ્યા હતા..." મીરા એ સ્વેતા ની સામે આંખો દેખાડી અને ઇશારા થી બોલી કે આ તુ શુ કહી રહી છે પણ સ્વેતા તો મારધાડ બોલવા વાળી એ ક્યા ચુપ રેહવાની હતી. તે ફરી બોલી " તમારી પ્રેમ-લીલા પુરી થઈ હોય તો ઊભા થાવ મને ભુખ લાગી છે..."

પછી તેઓ ત્યાથી ઊભા થયા અને જમવા માટે જવા લાગ્યા. રાહુલ અને આરવ આગળ ચાલી રહ્યા હતા. મીરા એ સ્વેતા નો હાથ પકડીને પોતાની તરફ ખેચી અને બોલી " તુ શુ બોલી રહી હતી યાર, આરવ મારા વિશે શુ વિચારતો હશે...?" સ્વેતા એ હાથ છોડાવતા કહ્યુ " એમા હુ શુ ખોટુ બોલી, બંને એકબીજા ને પ્રેમ કરો છો પણ બોલતા નથી, તો મે બોલી દીધુ..." આ સાંભળી ને મીરા મનો મન ખુશ થઈ ગઈ. કેમ કે એ પણ મુંજવણ મા હતી કે શુ આરવ પણ તેને પસંદ કરતો હશે કે નહી. પણ સ્વેતા ની વાતે તેની આ મુંજવણ દુર કરી દીધી.

કીનારા ની બંને બાજુ નાસ્તા ના કેબિન આવેલા હતા. ચારેય મિત્રો ત્યા પોહચ્યા અને નાસ્તા નો ઓડર આપ્યો. સ્વેતા બોલી " મારે સેન્ડવિચ ખાવી છે..." તરત જ રાહુલે જવાબ આપ્યો " સ્વેતા, આ સુરત શહેર નથી કે અહિયા સેન્ડવિચ મળે. અહિયા ભજીયા મળશે. બોલ ખાવા છે કે નહી...?"

" ખાવા જ પડશે ને, ભુખ લાગી છે તો..." સ્વેતા એ મોઢુ બગાડતા કહ્યુ.

રાહુલે ભજીયા નો ઓડર આપ્યો અને પાણી ની બોટલ આપી જવા કહ્યુ. હવે આગળ શુ કરવુ અને ક્યા જવુ તેની ચર્ચા શરૂ થઈ. સ્વેતા એ પૂછ્યુ " હવે ક્યા જવાનુ છે...? કોઈ પ્લાન છે કે એમજ નીકળી પડ્યા છીએ આપણે..."

" પ્લાન તો હોય જ ને, અમે બધુ પ્લાનિંગ કરી લીધુ છે તુ ચુપ ચાપ ચાલ્યા કર ..." રાહુલ બોલ્યો.

" ચુપ ચાપ ચાલ્યા કર એટલે...? અમને પણ ખબર તો હોવી જોઈએ ને આપણે ક્યા જવાનુ છે...?"

" દુધની..." આરવ બોલ્યો.

" દુધની..? આ ક્યા આવ્યુ...? અને ત્યા છે શુ...?" સ્વેતા એ પૂછ્યુ. એટલે આરવે રાહુલ ની સામે જોતા ઈશારો કર્યો કે સમજાવ હવે તુ.

એટલે રાહુલે બોલવાનુ શરૂ કર્યું " દુધની એક હિલ-સ્ટેશન છે. અહિયા થી ૨૦૦ કિલોમીટર દુર છે. અને ત્યા એક રિસોર્ટ છે. જેમા અમે ૨ રૂમ બુક પણ કરાવી લીધા છે. ત્યા કલાઇમેટ પણ સારૂ હોય છે..."

" બહુજ દુર કહેવાય યાર, એની કરતા સાપુતારા જઈએ તો...?" સ્વેતા બોલી.

" એમણે રૂમ પણ બુક કરાવી લીધા છે..." મીરા એ કહ્યુ. મીરા ની વાત પર થી લાગી રહ્યુ હતુ કે તે રાજી હતી 'દુધની' જવા માટે. અને એમ પણ મીરા ને શાંત સ્થળ વધુ પસંદ હતા. એટલે પછી 'દુધની' જવાનુ નક્કી થયુ. તેઓ વાતો કરી રહયા હતા ત્યાજ નાસ્તો ટેબલ પર ગોઠવાઈ ગયો. ચારેય નાસ્તો કરીને 'દુધની' જવા નીકળી ગયા.

સાંજ ના ૪ વાગી ગયા હતા. હજુ અડધા રસ્તે જ પોહચ્યા હતા. એટલે રાહુલે !...આરવ ને બાઇક ની થોડી સ્પીડ વધારવા કહ્યુ. જેથી સમયસર ત્યા પોહચી શકાય. આરવે પણ બાઇક ની સ્પીડ વધારી. હાઇ-વે પર તેજી થી બંને ની બાઇક દોડી રહી હતી. બાઇક ની સ્પીડ વધારે હોવાના લીધે મીરા એ આરવ ના સોલ્ડર પર પોતાનો હાથ મુક્યો. મીરા ના સ્પર્શ માત્ર થી આરવ નુ દીલ ખુશ થઈ ગયુ. જેમ સુરજ ની કીરણ થી ફુલ ખીલી ઉઠતા હોય તેમ આરવ નો ચેહરો ખીલી ઉઠ્યો. અમુક જગ્યા પર વિરામ લેતા લેતા ૬.૩૦ સુધી તેઓ 'દુધની' પોહચી ગયા.

સાંજ નો સમય હતો. વાતાવરણ મા ઠંડક થઈ ગઈ હતી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો, પક્ષીઓ નો મધુર અવાજ, હલકી હલકી વરસાદ ની બુંદો અને તેજી થી વેહતો પવન, વાતાવરણ ને વધુ ને વધુ સોહામણો બનાવી રહ્યો હતો. તેઓ એ પોતાની બાઇક પાર્ક કરી અને રિસોર્ટ તરફ જવા રવાના થયા. રિસોર્ટ નદી ના બીજા કિનારે આવેલો હતો અને ત્યા જવા માટે વોટર-બોટ નો ઉપયોગ કરવો પડતો. એટલે તેઓ વોટર-બોટ મા બેસી ને રિસોર્ટ તરફ જવા નીકળ્યા. રિસોર્ટ ની અંદર પોહચતા જ નજર સમક્ષ મોટુ ગાર્ડન અને ગાર્ડન ની ચારે બાજુ આધુનિક પણ જુના જમાના મા જે ઘાસ ની જુપડીઓ બનાવામા આવતી તે ટાઈપ ના રૂમ અને દરેકે દરેક રૂમ અલગ - અલગ રંગ ની રોશની થી સજાવેલ. ગાર્ડન ની વચ્ચો-વચ ફુવારો અને તેમાથી અલગ અલગ રંગ ની પાણી ની છોડ ઊડતી.

રાહુલ રૂમ ની ચાવી લેવા માટે ગયો હોવાથી તે પાછળ થી આવ્યો. અને બપોરે નાસ્તો કર્યા પછી કશુ ખાધુ ના હતુ એટલે જમવાનો ઓડર પણ દઈ આવ્યો હતો. એટલે જ તેને આવવા મા વાર લાગી. રાહુલે એક રૂમ ની ચાવી સ્વેતા ને આપતા કહ્યુ " આ સામે લાલ રંગની રોશની વાળો રૂમ છે તે તમારો, તમે બંને જઈને ફ્રેશ થઈ ને આવો, ત્યા સુધી મા અમે પણ ફ્રેશ થઈ જઈએ, બાજુના રૂમ મા જ અમે છીએ એટલે કઈ કામ પડે તો અવાજ આપજો. અને ત્યા સુધી જમવાનુ પણ આવી જશે..."

સ્વેતા અને મીરા પોતાના રૂમ ગયા અને રાહુલ અને આરવ પોતાના રૂમ મા. લગભગ ૧૫ મિનિટ પછી સ્વેતા અને મીરા ફ્રેશ થઈ ને આવ્યા. રાહુલ અને આરવ ત્યા બહાર જ બાલકની મા તેમની રાહ જોઈને બેઠા હતા. સ્વેતા !...રાહુલ ની બાજુની ખુરસી પર બેસી ગઈ અને મીરા !...આરવ ની બાજુમા બેઠી. થોડીવાર મા વેઇટર આવ્યો અને ટેબલ પર જમવાનુ ગોઠવી ગયો. બધા સાથે મળી ને જમ્યા અને પછી ત્યાજ ગાર્ડન મા ફુવારા પાસે જઈને બેઠા.

બેઠા બેઠા વાતો કરી જ રહ્યા હતા કે અચાનક તેજ પવન સાથે મુશળાધાર વરસાદ શરૂ થઈ ગયો. રાહુલ અને સ્વેતા હાથ ફેલાવીને વરસાદ નો મજા માણવા લાગ્યા. મીરા દોડીને રૂમ ની બાલકની મા જતી રહી. આરવ ત્યા ફુવારા પાસે જ બેસી રહ્યો અને મીરા ની સામે જોઈ રહ્યો હતો. મીરા પણ આરવ ની સામે જ જોઈ રહી હતી. બંને જાણે આંખો થી વાત કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ હતુ. સ્વેતા દોડતી દોડતી મીરા પાસે આવી અને મીરા નો હાથ પકડીને તેને બહાર ખેચવા ગઈ પણ મીરા એ હાથ છોડાવી દીધો અને બહાર આવવા ની ના પાડી. થોડીવાર મા આરવ પણ બાલકની મા આવીને મીરા પાસે બેસી ગયો.

" તને વરસાદ મા નાહવાનુ પસંદ નથી...?"

" એવુ કશુ નથી...."

" તો પછી કેમ અહિયા બેઠી છુ...?"

" ના આજે વરસાદ મા પલળવાનો મુડ નથી..."

આરવ મનમા ને મનમા વીચારી રહ્યો હતો. કે મીરા ને મારા દીલ ની વાત કઈ રીતે કરુ. શુ તે પણ મને પ્રેમ કરતી હશે..? આ બધા વિચારો મા ગુચવાયેલ આરવે હિમ્મત કરીને પોતાના દીલ ની વાત મીરા ને જણાવવા મન બનાવી લીધુ અને જેવો તે મીરા તરફ ફરી ને બોલવા ગયો ત્યાજ મીરા બોલી " મારે તને એક વાત કરવી છે...?"

" મીરા મારે પણ તને કઈક કેહવુ છે પેહલા મારી વાત સાંભળી લે..."

" હા બોલ..."

" આમતો આ રીતે બોલવુ જોઈ કે નહી એ મને નથી ખબર પણ મારા થી હવે રહી શકાય તેમ નથી એટલે કહી દવ છુ..." મીરા સમજી ગઈ કે આરવ શુ કેહવા માંગે છે અને મીરા પણ એ જ કહવા માંગતી હતી પણ મીરા એ આરવ ને પહેલ કરવા દીધી અને મીરા એ નજર નીચે જુકાવી લીધી.

" મીરા... મે તને પહલી વાર કોલેજ મા જોઈ ત્યાર થી જ તુ મને પસંદ આવી ગઈ અને હુ તને પ્રેમ કરવા લાગ્યો છુ. આઈ લવ યુ મીરા..." મીરા ! રાહુલ ની સામે જોઈ રહી હતી. રાહુલ ને મીરા ના જવાબ ની રાહ હતી. મીરા અંદર થી એટલી ખુશ હતી કે તેની ખુશી નો કોઈ પાર ના હતો અને તે કઈ જવાબ આપે તે પેહલા આરવ બોલ્યો " મીરા મે મારા દીલ ની વાત કહી, તને કોઈ ફોર્સ નથી. જો તને હુ ના પસંદ હોય તો ના કહી દે. નો પ્રોબ્લેમ..." મીરા એ આરવ ના હોઠ પર હાથ રાખીને તેને ચુપ કરાવતા બોલી " ઈડિયટ કેટલી બધી વાર લગાડી દીધી બોલવા મા. આ સાંભળવા તો હુ તરસી રહી હતી. હુ પણ તને બહુજ પ્રેમ કરુ છુ આઈ લવ યુ ટુ..." કહીને મીરા !.. આરવ ના ગળે લાગી ગઈ.

બંને ને એકબીજાની સાથે ચીપકેલા જોઈને રાહુલ અને સ્વેતા પણ ત્યા આવી પોહચ્યા. અચાનક સ્વેતા જોરથી બોલી " મીરા ! આ શુ કરે છે...? દુર થા આરવ થી. મને નોહતી ખબર કે તુ આવુ કરીશ નહી તો હુ તારી સાથે આવેત જ નહી..." આ સાંભળી ને બધા ચોકી ગયા. બધાની નજર સ્વેતા તરફ હતી. મીરા તો સ્વેતા નો આ રૂપ જોઈને ડઘાઈ ગઈ. કેમ કે હમણા સુધી તો સ્વેતા જ વારંવાર બંને ને પ્રેમી-પંખિડા કહીને બોલાવતી હતી અને હવે અચાનક તેને શુ થઈ ગયુ કે આમ ગુસ્સે થઈ ગઈ. મીરા ની આંખ માથી આસું વેહવા લાગ્યા. આરવ પણ કઈ સમજી ના શક્યો. રાહુલે ! સ્વેતા ને પૂછ્યુ. " શુ થયુ સ્વેતા તને, આમ કેમ બોલે છે...?"

ક્રમશ