મિત્રપ્રેમ - સાચા પ્રેમની મિત્રતા
ચેપટર – 1 ( મિત્રતા )
કેવલ આજે મસ્ત તૈયાર થઈને એક લગ્નમાં હાજરી પુરાવા જઇ રહ્યો હતો, આમ તો લગ્ન ને હજુ વાર હતી અને એના શહેરમાં જ હતા છતાં ઘરે કહી દીધું હતું કે 4,5 દિવસ પછી જ આવીશ, જેથી લગ્નના દરેક કાર્યમાં એ એની હેલ્પ કરી શકે કેમ કે એની બેસ્ટ ફ્રેન્ડ કવિતા ના લગ્ન હતા.
કેવલ કવિતા ના ઘરે પહોંચતા જ સૌથી પહેલા કવિતા ને મળ્યો ને બોલ્યો, " હાશ હવે તારાથી છુટકારો તો મળશે...."
આ સાથે જ એ હસી પડ્યો ને કવિતા એ એની મમ્મી ને કહ્યું, " મમ્મી આને કહી દો કે મારી મસ્તી ના કરે, એટલી જ નડતી હોઉં તો કહે ચાલ્યો જાય અહીંથી પણ.....!"
કેવલ આ સાંભળી ને થોડોક લાગણીશીલ થઈ ગયો ને આંખમાં આવતા આંસુને રોકીને બોલ્યો, " અરે તું તો હંમેશા દિલમાં રહેવાની છો,તને છોડી શકીશું અમે....!"
પછી ત્રણેય ની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ કેવલ એ પોતાને સંભાળ્યો અને બોલ્યો " અંકલ ક્યાં છે ? મારા માટે કઈ કામ રાખ્યું કે નહીં ? કે પછી બધું જ જાતે જ કરવાનો વિચાર કર્યો છે....."
કવિતા ના મમ્મી એ કહ્યું, " હા તેઓ હમણાં આવતા જ હશે, રાહુલ ભેગા માર્કેટમાંથી અમુક સામાન લેવા ગયા છે, લગ્નવાળા ઘરમાં ઘણું જ કામ હોય, સારું થયું તું આવી ગયો એમને થોડી મદદ મળી રહેશે...”
"હા હું એ માટે તો આવ્યો છું, ટાઈમે કામ ન લાગીએ તો ક્યારે આવીએ " કેવલએ કહ્યું ને તરત કવિતાના માથામાં ટપલી મારી ને બહાર જતા બોલ્યો, "આવું છું થોડીક વારમાં તને મળવા."
કેવલ થોડીક વાર એકલો બહાર જઈને ઉભો રહ્યો ને કઈક વિચારતો હતો ત્યાં કવિતા ના પાપા શૈલેષ ભાઈ અને રાહુલ (કવિતાનો ભાઈ) આવ્યા એટલે તરત જ કેવલ એ તેમની શિફ્ટ માંથી સામાન ઉતારવામાં મદદ કરી ને અંદર લઈ ગયો. સામાન મૂકી ને તરત પૂછ્યું, " બોલો અંકલ મારે શું કામ કરવાનું છે....?"
શૈલેસ ભાઈ એ કહ્યું, " આમતો કામ ઘણા બધા છે ચાલ આજનો દિવસ મારી ભેગો જ રહેજે ને કાલથી તું હોલ નું ડેકોરેશન અને કેટરીગ નું બધું જોઈ લેજે....."
"ઓકે અંકલ ચાલો આની જવાબદારી બધી મારી." કેવલ એ કહ્યું અને પાણી પીવા જઈ રહ્યો હતો ત્યાં અંકલ એ ફરી બોલાવ્યો અને કહ્યું, " આ નમ્બર લઈ લે કેટરિં ને ડેકોરેટ વારા ના છે......અને બીજું કામ પડશે તો કહીશ તને...." કેવલ એ નમ્બર સેવ કરીને કહ્યું," જી અંકલ ચોક્કસ" ને પછી પોતાને કામે વળગ્યો.
ચેપટર – 2 ( મિત્રતા ની શરૂઆત )
રાતના બધા કામ પતાવી ને કેવલ સુવા માટે ગયો પરંતુ નિંદર આવતી ન હતી એના મનમાં એની અને કવિતા ની મિત્રતા ની શરૂઆત ની વાતો ચાલી રહી હતી.
એ દિવસે કેવલ એના ફ્રેન્ડ ભેગો રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો ને એમના સામેના ટેબલમાં અમુક છોકરીઓ પણ બેઠી હતી જેમાં એક છોકરી પર એનું ધ્યાન ગયું હતું પરંતુ તેણે પોતાના જમવામાં જ ધ્યાન આપ્યું.
બીજે દિવસે કોલેજના કલાસમાં એને તે પાછી દેખાણી ને ખબર પડી કે નવું એડમિશન છે અને કવિતા નામ છે. કેવલ ક્લાસમાં હોશિયાર ને રેગ્યુલર હતો એટલે સર એ કવિતાને કેવલ પાસેથી નોટ્સ, જનરલ્સ, પ્રેક્ટિકલ નોલેજ ને વગેરે લેવાનું કહ્યું હતું. કલાસ પૂરો થતાં કવિતા તેની પાસે નોટ્સ લેવા ગઈ ને પોતાના ફોન નંબર ની આપ - લે કરી, જેથી સ્ટડીને લાગતી વાતચીત કરી શકે. પ્રેક્ટિકલ માં પણ બને સાથે જ કામ કરતા હતા, જેથી બંને ધીરે ધીરે મિત્ર બની ચુક્યા હતા.....
આજ સમયે કવિતા ના મમ્મી શૈલેશ ભાઈ જોડે વાત કરતા હતા કે, " આપણી કવિતા ખુબજ ભાગ્યશાળી છે કે તેને કેવલ જેવો સાચો મિત્ર મળ્યો છે....." શૈલેશ ભાઈએ પણ કહ્યું, " હા અને જે સમયે એ કામ લાગ્યો હતો એ સમયે તો સગા પણ ક્યારેક કામ નહીં આવતા......"
આ સાંભળતા જ કવિતા ના મમ્મી ની આંખમાંથી આંસુ સરી પડ્યા ને રડતા રડતા બોલ્યા, " હા એ સમય આપણી દીકરી અને આપણા માટે ખુબજ ખરાબ હતો જ્યારે કેમેસ્ટ્રીની લેબમાં કવિતાની આંખમાં કોન્સન્ટ્રેટ H2So4 ઉડયું હતું ને અકસ્માતમાં કવિતાની બંને આંખની રોશની ચાલી ગઈ હતી....."
શૈલેશ ભાઈ પણ આંખમાં આવતા આંસુને રોકવાનો પ્રયત્ન કરતા હતા પણ ન થઈ શક્યા ને રડતા બોલ્યા, "હું તો એ સમયે હિંમત જ હારી ચુક્યો હતો, પરંતુ કેવલ એ ત્યારે મને હિંમત આપીને કહ્યું હતું અંકલ બધું ઠીક થઈ જશે અને હોસ્પિટલ નો ખર્ચામાં પણ એને અને એના મિત્રો એ સાથ આપ્યો હતો....." થોડીક વાર રહીને કવિતાના મમ્મી બોલ્યા, " ભગવાન આવા મિત્રો સૌને આપે.......અને આજે આપણી દીકરીના લગ્ન એક સારા ઘરના છોકરા સાથે થઈ રહ્યા છે એ પણ કેવલના જ લીધે બાકી કોણ એક દ્રષ્ટિવિહીન છોકરી સાથે પરણે...."
શૈલેશભાઈ પણ રડતા જ બોલ્યા, " હા બાકી આપણી દીકરીના નશીબમાં ક્યાં કોઈ બેન્ક મેનેજર હોત..... આ બધું કેવલ એજ શક્ય કર્યું છે......ખબર નહિ કેમ કર્યું હશે એણે.....ને પાછો કહેતો પણ નથી.....ચાલ હવે સુઇજા કેવલના હિસાબે આપણી ઘણી ચિંતા ઓછી થઈ ગઈ છે......"
" હા સવારે ઉઠીને ઘણા કામ પણ કરવાના છે......વાપીના મહેમાન પણ કાલ સવારે વહેલા આવી જશે..." કવિતાના મમ્મી એ કહ્યું.
ચેપટર – 3 ( મિત્રતાની છેલ્લી પળો )
શૈલેસભાઈ ના ઘરની નજીક જ આવેલા મેરેજ હોલમાં જ લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જ્યાં સવાર પડતા કેવલ ડેકોરેશન વારા સાથે કામે લાગી ગયો હતો. પરંતુ એક બાજુ કવિતાએ કેવલને ફોન લગાવ્યો અને બોલાવ્યો કેમ કે તેને હમણાં કેવલની ખુબજ જરૂર હતી. કેવલ થોડો ટાઈમ કાઢીને કવિતા પાસે આવ્યો અને જોયું તો કવિતા રડતી હતી.
કેવલે આવતા જ સૌથી પહેલા કવિતા ના આંસુ લૂછયા ને પૂછ્યું, " શુ થયું મારી ગાંડી ને....? "
કવિતા એ કહ્યું, " તું મને ચીડવ નહિ...… હું તારાથી નારાજ છું...... તું અહ્યા મને ટાઈમ આપતો જ નહીં, આવ્યો ત્યારનો કામ જ કરે છો..... એ કામ બીજા પણ કરી લેશે... હો... હું ચાલી જઈશ પછી કોની જોડે મસ્તી કરીશ તું......? એક દિવસ છે આજે ,
કાલ થી તો બધી વિધિઓ ચાલુ થઇ જશે પછી ટાઈમ નહિ મળે..... તારી જોડે વાત નહિ થાય..... "
" અરે રડીશ નહિ હું અહ્યા જ છું ક્યાંય નહીં જતો... ને આ આંસુ લૂછ, તારા ચહેરા પર સ્માઈલ જ સારી લાગે છે......આ આંસુને તારી નજીક ન આવવા દે......." કેવલ એ પ્રત્યુતર આપ્યો. કવિતા ફરી વધુ રડી પડીને કંઇક બોલવાની કોશિશ કરતી હતી પણ ન બોલી શકી એટલે કેવલ જ બોલ્યો, " અરે આટલું કેમ રડે છો......? "
કવિતા મહેનત કરી ને બોલી, " મારે તને ફરી જોવો છે...... કાશ હું જોઈ શક્તી હોત.....? કાશ હું જોઈ શક્તી હોત તો મારા મેરેજ આજે એમની જોડે ન થતા હોત...... કાશ હું જોઈ શક્તી હોત તો મને પણ મારા મનનો રાજકુમાર મળત...... હું એમ નહિ કહેતી કે તે સારા નથી, ખુબજ સારા છે, કદાચ મારા નશીબ સારા જ છે જેથી મને એ મળ્યા, પરંતુ ક્યારેક એવું હોય છે આપણને વર્લ્ડ બેસ્ટ વસ્તુની જરૂર નહીં હોતી પરંતુ એ વસ્તુની જરૂર હોય છે જે આપણા દિલમાં હોય છે..… એ જોઈતું હોય છે જેની સાથે હોવાથી આપણા દિલને શુકુન મળે છે.....જે વર્લ્ડ બેસ્ટ વસ્તુ માં નહિ મળતી.... કેવલ કદાચ તું નહિ સમજીસ હું હમણાં શું ફિલ કરી રહી છું...… કેમકે......." ત્યાં જ કવિતા અટકી પડી ને ફરી રડવા લાગી, આ સમયે કેવલ પણ રડતો હતો પરંતુ તેને પોતાની લાગણીઓ પર કાબુ રાખ્યો અને બોલ્યો, " જો બકા આમ ન રડીશ, જે થઈ ગયું છે એને બદલી નહિ શકીએ,પણ આવનારું જે તારું જીવન છે એ ખુબજ સારું છે, અને મને પુરી ખાતરી છે કે તને તારી આંખો ફરી તને મળશે. તું રડીશ નહિ, તારું ભવિષ્ય ખુબજ સારું બનશે એ તારા મિત્રની દિલથી દુવા છે.....અને વચન પણ......" આ સાંભળતાની સાથે જ કવિતા કેવલને હગ કરી બેઠી.....
કેવલ એ પોતાનું કામ એના એક મિત્રને બોલાવીને સોંપી દીધું અને આજનો પૂરો દિવસ એણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ કવિતા જોડે જ વિતાવ્યો....
ચેપટર - 4 ( લગ્ન પેહલા ની વિધિઓ )
લગ્નના આગલે દિવસે બધા મહેમાનો આવી ચુક્યા હતા, કેવલ આજે પણ પોતાને સોંપેલું કામ બરોબર સંભાળતો હતો ત્યાં અચાનક એની ને કવિતાની મિત્ર નિધિ તેની પાસે આવી ને એને ખેંચીને જ્યાં કોઈ ન હતું એ રૂમ માં લઇ આવી અને એક ઝાપટ મારી ને પૂછ્યું, " તું આવું કેમ કરી રહ્યો છે......? શુ આજ હતો તારો પ્રેમ....? મને ખબર છે કે તું કવિતાને પ્રેમ કરે છો..... પણ તું બદલાઈ ચુક્યો છો..... આ જ હતો તારો પ્રેમ.... કે એની આંખની રોશની ચાલી ગઈ છે તો તું એના લગ્ન બીજા જોડે કરાવે છો….આટલો સ્વાર્થી થઈ ગયો તું કે તારી મિત્રની ખુશી પણ નથી જોતો કે એને શુ ગમે છે.. અરે સ્ટુપીડ એ પણ તને પ્રેમ કરે છે.....શુ આંખની રોશની ચાલી ગઈ તો તારો પ્રેમ પણ સ્વાર્થી થઈ ગયો.......ખાખ તારા જેવા છોકરા સાચો પ્રેમ કરતા હશે..… થું છે તારા પ્રેમ પર... સારું છે કવિતા ના લગ્ન વિરલ જોડે થઈ રહ્યા છે..… તારે જોડે કરીને આમ તો એ ભવિષ્યમાં પરેશાન જ થાત......"
આ સાંભળીને કેવલનું હ્ર્દય પણ રડવા લાગ્યું અને ધીરે ધીરે બોલ્યો, "હા હું પ્રેમ કરું છું કવિતાને..… ખુદથી પણ વધુ કરું છું.… ને હું એની જ ખુશી માટે આ બધું કરું છું જે કદાચ સમજવું અઘરું રહેશે....હું મારા છેલ્લા શ્વાસ સુધી કવિતાને પ્રેમ કરતો રહીશ......."
નિધિ ગુસ્સામાં ત્યાંથી ચાલતા ચાલતા બોલી," હા હો ઘણું સારું... જોવ છું હું પણ કેવી એની ખુશી માટે તું એને દુઃખી કરી રહ્યો છે......" નિધિના જતા ની સાથે જ કેવલ ખુબજ રડી પડ્યો કદાચ એના દિલમાં એક દુઃખ હતું પોતાના પ્રેમ ને નજરોની સામે બીજાની જોડે લગ્ન કરતા જોવાનું છે..... પોતાની મિત્ર ને પણ પોતાનાથી દૂર કરી રહ્યો હતો એનું. થોડીક વાર પછી પોતાને સ્વસ્થ કરીને તે ફરી પોતના કામમાં લાગી પડ્યો, એ ખુદ ને કામમાં જ વ્યસ્ત રાખવા માંગતો હતો.
10 વાગે મુહરત પ્રમાણે કવિતાના લગ્નનો માંડવો બાંધવામાં આવ્યો ને ગણપતિજી ની પૂજા કરી ને બધા એ આશીર્વાદ લીધા. થોડીકવાર પછી કવિતા ના મામાઓ એ મામેરા ની રશમ નિભાવી. આ બંને રશમમાં કેવલ હાજર ન હતો રહ્યો કેમ કે આ રસમ ઘરે જ થઈ હતી ને કેવલ હોલ પર પોતાને સોંપવામાં આવેલ કાર્ય જ કરી રહ્યો હતો, આમ પણ એને એવું લાગી રહ્યું હતું કે એ રશમથી દૂર રહેશે એજ સારું રહેશે.… પરંતુ કવિતાએ મેસજ મોકલાવ્યો હતો કે મહેંદી ની રશમમાં તારે ફરજિયાત હાજર રહેવાનું છે....… સાંજે મહેંદીની રશમ અને સાંજી બંને સાથે હોલ પર જ હતી એટલે કેવલ ભાગી શકે એમ પણ ન હતો તેથી તેણે હાજરી પુરાવી. કવિતા ના હાથમાં કોક બીજાનું નામ જોઈને આમ એ દુઃખી હતો પરંતુ કવિતાને ભવિષ્યમાં જે ખુશી મળવાની હતી એનો આનંદ એની આંખોમાં જોઈ શકાય એમ હતો.....સાંજી પુરી થઇ એટલે તરત જ એણે પોતાના કામમાં ધ્યાન આપ્યું. રાત્રે દાંડિયારાસમાં તે પોતે જ સામેથી સામેલ થયો હતો ને સૌથી વધુ ગરબા રમ્યો હતો...… તેણે કવિતાને પણ સાથે રાખીને ગરબા લીધા હતા.... તે રાત્રે કેવલ થાકી ગયો હતો છતાં પણ એ મોડી રાત સુધી કવિતા અને એના મમ્મી પાપા ભેગો જ રહ્યો હતો.....
ચેપટર - 5 ( લગ્ન નો દિવસ )
હવાઓમાં આજે ખુશ્બુ રેલાઈ રહી છે, કવિતા આજે સંપૂર્ણ રીતે વિરલની થવા જઈ રહી છે. વાતાવરણમાં આજે સૂર્યની એક દિવ્ય રોશની છે, એ રોશની જે આવતી કાલે કવિતાના જીવનને ખુબજ પ્રકાશિત કરી દેવા માટે આવી છે.
કેવલ આજે કેટરિંગ નું કામ સંભાળી રહ્યો હતો એટલે તે બપોરના ભોજન માટેની વ્યવસ્થા જોઈ રહ્યો હતો ને સાથે લગ્નમંડપ નું ડેકોરેશન પણ એને ખુબજ સારી રીતે કરાવ્યું હતું. આ બધું એ સમયે થઈ જાય એની ખુબજ તકેદારી રાખતો હતો.
આ બાજુ કવિતા રૂમમાં તૈયાર થઈ રહી હતી ત્યાંજ અચાનક એની 2 ફ્રેન્ડ આવીને બોલી કે જાન નું આગમન થઈ ચૂક્યું છે ને તરતજ બધી ફ્રેન્ડ જે એને તૈયાર કરી રહી હતી એ ભાગીને જાન જોવા માટે ચાલી ગઈ અને આ બાજુ કવિતા ફરી એકલી થઈ ગઈ હતી. એને મનમાં વિચારો આવી રહ્યા હતા કે "હું આટલી સુંદર છું એ મને ખબર છે પરંતુ લોકો કહેતા હોય છે કે કોઈ પણ સ્ત્રી દુલ્હન ના કપડામાં વધુ સુંદર લાગે પરંતુ મારા ભાગ્ય! આજે હું કશું જોઈ નથી શકતી, જેના માટે મારે તૈયાર થવું હતું એ તો કદાચ નસીબમાં નહિ પરંતુ જેના માટે થઈ છું શુ એ મને જોઈને ખુશ થશે ? શુ હું એને એ ખુશી આપી શકીશ જેના એ હકદાર છે ?"
આ બાજુ જાનનું આગમન થઈ ચૂક્યું હતું, કવિતાની બધી બહેનપણીઓ જાન જોઈને ચકિત થઈ ચૂકી હતી, ડીજે ની સાથે આવેલી જાન માં દુલ્હેરાજા ના બધા મિત્રો હરખ ઘેલા થઈને નાચી રહ્યા હતા, ડીજેની સાથેજ ફટાકડાનો અવાજ પણ એટલો બધો હતો કે હોલની આસપાસ બીજી કોઈપણ વ્યક્તિનો અવાજ સાંભળવો મુશ્કેલ હતો, ને આ બાજુ પાછળ એક રજવાડી ઘોડાગાડીમાં દુલ્હેરાજા શાનથી બિરાજેલા હતા. છ ફૂટની હાઈટ, જીમથી કસાયેલું શરીર, મધ્યમ ગોરો રંગ, આંખમાં એક ચમક, ફેસ પરથીજ એમનું મહાન વ્યક્તિત્વ અને સ્માર્ટ વીરતા દેખાઈ આવતી..… વિરલને જોઈને કવિતાની ફ્રેન્ડ્સ મનોમન ઈર્ષા કરી રહી હતી......
વિરલ કોઈપણ છોકરીને પોતાની તરફ મોહિત કરી શકતો હતો, તેને જોઈને છોકરીઓ એક વખત તો એવું વિચારતી જ લેતી કે, "કાશ આ મારો જીવનસાથી બને....." પરંતુ વિરલ સ્કૂલના જ સમયથી કવિતા ને ચાહતો હતો, બંને એ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, વિરલ તેની સ્કૂલમાં બધી રીતે આગળ હતો સ્પોર્ટ્સમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, ભણવામાં. દસમું ધોરણ પાસ કર્યા બાદ આ બંને ના કલાસ અલગ થયા હતા, વિરલ એ કોમર્સ પસંદ કર્યું હતું ને કવિતા એ સાયન્સ. કોલેજના વર્ષો બાદ પણ વિરલ કવિતાને ભુલ્યો ન હતો અને એની ઈચ્છા હતી કે તેને પોતાની જીવનસાથી બનાવે પરંતુ જ્યારે એને ખબર પડીકે કવિતાની આંખની રોશની ચાલી ગઈ છે ત્યારે એને તો એ બાબત નો કોઈ ફરક પડતો ન હતો પરંતુ એમના ફેમેલી મેમ્બર આ સબંધ માટે રાજી ન હતા. વિરલએ પોતાના દિલની વાત કવિતાને કહી હતી ત્યારે કવિતા પણ વિરલના માતા-પીતા ની વાતથી સહમત થઈ. પરંતુ આ વાત કેવલને ખબર પડતાં એને પોતાની સુજબૂજથી વિરલના ફેમિલીને મનાવી લીધા અને વિરલના પ્રેમને લગ્નસબંધ નું નામ અપાવવામાં સફળ થયો....
જાન નું આગમન થતા વિરલને મંડપમાં લાવવામાં આવ્યો અને કવિતાને પણ મંડપમાં લાવવામાં આવી. બંને એ એકબીજાને હારમાળા પહેરાવીને હાર પહેરામણી ની વિધિ સંપૂર્ણ કરી. કવિતા ને ફરીથી એના રૂમમાં લઈ ગયા..
થોડીક વાર પછી લગ્નની વિધિનું મુહરત થતા પંડિતજીએ કહ્યું કન્યાને બોલાવવામાં આવે એટલે કવિતાની ફ્રેન્ડ્સ એને લેવા માટે આવી પરંતુ કવિતા ની ઈચ્છા હતી કે તેને કેવલ મંડપ સુધી લઈ જાય માટે કેવલને બોલાવવામાં આવ્યો. કેવલે પહેલા ના પાડી પરંતુ કવિતાની જીદ સામે એ ટકી ના શક્યો એટલે તે ફિલ્મી અંદાજ પ્રમાણે કવિતાના હાથમાં હાથ પરોવીને એને મંડપ સુધી લઈ આવ્યો અને રસ્તામાં એને કેમ ચાલવું એના વિશે માહિતી આપી હતી જેથી તેને કોઈ તકલીફ ન થાય અને ફેરા ફરતી વખતે પણ કોઈ અડચણ ન આવે એમાટે કેવલ એ એને પહેલેથી શીખડાવી દીધું હતું અને આખા મંડપની ગોઠવણ એને એક ખાસ પ્રકારથી કરી હતી જેની પુરી જાણકારી એણે કવિતાને આપી હતી જેથી કોઈ પણ મુશ્કેલીનો ચાન્સ જ ન રહે. કેવલને અને કવિતાને સાથે આવતા જોઈ અમુક લોકોના આંખમાં એક ચમક આવી ગઈ ને મનમાં બોલી પડ્યા, " બંને સાથે કેવા ખુશ લાગે છે, મિત્રતા હોય તો આવી..… કદાચ બંને ઇચ્છતા હોત તો જીવનસાથી તરીકે પણ સારા પાર્ટનર સાબિત થઈ શકત..... "
કેવલે કવિતાને મંડપ પર બેસાડી ને બોલ્યો, " કવિતા ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ લાઈફ એન્ડ પ્લીસ ટેક કેર. " કવિતા કેવલના બોલવાનો અંદાજ ન સમજી પણ ફક્ત સ્માઈલ જ આપી.
કવિતા અને વિરલની લગ્ન વિધિ શરૂ થઈ ચૂકી હતી ને બીજી બાજુ કેવલ આ જોઈ શકતો ન હતો એટલે તે જમણવારની વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયો. કવિતાના પિતા એ કન્યાદાન કર્યું એ બાદ કવિતા અને વિરલ એ સાત ફેરામાં સાત વચન લીધા અને લગ્ન વિધિથી જોડાઈ ગયા હતા. વિરલે મંગળસૂત્ર પહેરાવતા કવિતાને ધીરેકથી કહ્યું, "આજથી તું મારા જીવનથી જોડાઈ ગઈ છો, તારી બધી જવાબદારી હવે મારી છે....એક નવી દુનિયામાં મારી સાથે આવવા માટે તારો દિલથી આભારી છું." પુરા વીધીવિધાનથી આજે કવિતા અને વિરલ પતિપત્ની બની ચૂક્યાં હતા. બંને એ બધા વડીલોના આશીર્વાદ લીધા.
બંને પક્ષ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી, નવવીવાહિત જોડીને અલગથી બેસાડવામાં આવ્યા, બધા એ ભોજન લીધા બાદ વિદાયનો સમય આવ્યો.
કવિતાની વિદાય થઈ રહી હતી ત્યારે કવિતા, એના મમ્મી પાપા, એની દરેક ફ્રેન્ડ ખુબજ રડી રહી હતી. શૈલેષભાઈની આંખો માંથી આંસુની નદી વહી રહી હતી કેમ કે જે દીકરીને આટલા લાડથી મોટી કરી હતી આજે એને વિદાય આપવાની હતી. કવિતાએ કેવલને યાદ કર્યો એટલે કેવલને બોલાવવામાં આવ્યો, બંને એકબીજાને ગળે મળીને ખુબજ રડવા લાગ્યા કદાચ બંને ના મનમાં એક ન થવાનું ગમ હતું... થોડીકવાર પછી વિરલે કવિતાને લઈ જવા માટે બોલાવી ને રડતા રડતા કવિતા આગળ વધી ને એનો હાથ પકડી કેવલે હાથ વિરલને સોંપ્યો અને કહ્યું, "મારી મિત્ર કવિતાનો હાથ તને આપીએ છીએ, આની જવાબદારી આજથી તારી છે..… આને કદી દુઃખી ન કરતો..." વિરલે જવાબ આપ્યો, "તું ચિંતા ન કરીશ ભાઈ, હું મારાથી પણ વધુ ધ્યાન કવિતાનું રાખીશ" વિરલ કવિતાને ગાડીમાં બેસાડી ને પોતાના ઘર તરફ લઈ જવા માટે તૈયાર થયો અને કવિતાના મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને તે કવિતાને હંમેશા માટે પોતાની દુનિયામાં લઈ ગયો.
લગ્ન પછી પણ બધી જવાબદારી પુરી કરી કેવલે રાત્રે શૈલેષ ભાઈ પાસેથી પરવાનગી લેતા કહ્યું, "અંકલ હું જાઉં હવે ? મારા ઘરે ? " શૈલેષ ભાઈએ પરવાનગી આપતા કહ્યું," હા બેટા જા, તે અમારી ખુબજ મદદ કરી છે, અમે હંમેશા તારા આભારી રહીશું.."
"અંકલ એ મારી ફરજ હતી ! ચાલો હું જાઉં હવે....!" કેવલે જતા જતા કહ્યું......
કેવલ લગ્ન પતી ગયા પછી ગયો એ ગયો. એ પછી કેવલ કોઈના સંપર્કમાં રહ્યો ન હતો, તેમના કુટુંબે પણ શહેરમાંથી સ્થળાંતર કર્યું હતું, કોઈને પણ ખબર ના પડી કે કેવલ ક્યાં ચાલ્યો ગયો છે.. કવિતા આજે પણ એના મિત્ર ને શોધી રહી છે....
ચેપટર - 6 ( કવિતા ના જીવન ની નવી શરૂઆત )
સીટી હોસ્પિટલમાંથી આજે ખૂબજ સારા સમાચાર મળ્યા હતા કારણકે ડો. આચાર્ય એ આજે આંખ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતા પૂર્વક કર્યું હતું.
વિરલને એક દિવસ ડો. આચાર્યનો ફોન આવ્યો હતો ને એમણે કહ્યું, " વિરલ, કવિતાની આંખની રોશની પાછી આવી શકે તેમ છે...તું હોસ્પિટલમાં કવિતાને લઈને આવી જા, હું બધી તૈયારી કરી રાખીશ........"
વિરલે ખુશ થતા કહ્યું," જી ડો. તમે કહેશો ત્યારે હું આવી જઈશ, પૈસાની પણ કોઈ ચિંતા ન કરતા બસ કવિતાની રોશની પાછી આવી જોઈએ....પણ આ થશે કેમ ? "
ડો. આચાર્યે કહ્યું, " મેડિકલ સાયન્સ ખુબજ આગળ વિકસી ગયું છે, આજકાલ આંખ ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે....." વિરલ એ કુતૂહુલથી પૂછ્યું, " પરંતુ કવિતાને પોતાની આંખ કોણ આપસે ? ", "અરે! એની ચિંતા ન કર તું. મને એક ડોનર મળી ગયો છે જે પોતાની આંખ આપવા તૈયાર છે અને મેં બધી ટેસ્ટ કરી લીધી છે. આ ઓપરેશન સક્સેસ જ જશે." ડો આચાર્ય એ કહ્યું. પરંતુ વિરલ હજુ કઈક જાણવા ઇચ્છતો હતો એટલે એ બોલ્યો, " પરંતુ સર કોણ આપે છે પોતાની આંખ ? ને અમે ક્યારે આવીએ ? "
ડો આચાર્ય એ જણાવ્યું, " એ વ્યક્તિ એ પોતાનું નામ કહેવાની ના પાડી છે, અને તમે 2 દિવસ પછી આવી જજો, એકજ દિવસ નું ઓપરેશન છે...." " ઓકે સર અમે ટાઈમે આવી જશું અને એ વ્યક્તિ ને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ કહેજો એને મારા માટે બહુ મોટું કામ કર્યું છે અને એને કંઈ પણ જોતું હોય તો પૂછી લેજો, હું મારું જીવનસુધી આપવા તૈયાર છું....." વિરલે કહ્યું અને એનો જવાબ આપતા ડો. આચાર્ય એ કહ્યું, " એને કશું પણ નથી જોઈતું....એવું એણે મને કહ્યું છે ચાલ હું ફોન મુકું તમે ટાઈમે આવી જાજો" વિરલે એ ઓકે કહી ફોન મુક્યો...
આજે કવિતાનું ઓપરેશન સક્સેસ ગયું ને સૌથી પહેલા આંખ ખોલી ને એની સામે એનો જીવનસાથી વિરલ ઉભો હતો. વિરલ ને જોતાજ કવિતાની આંખમાંથી આંસુ આવી ગયા કેમકે એણે પોતાને સ્વીકારી હતી ને એના માટે ઘણું બધું કર્યું હતું. બને એકબીજાને ગળે મળીને રડવા લાગ્યા, બંનેની આંખમાં ખુશી ના આંસુ આવી ગયા,હવે બંનેનું જીવન ખુશખુશાલ થઈ ગયું હતું.
આ બાજુ ડો. આચાર્ય પોતાની કેબિનમાં જેણે પોતાની આંખ ડોનેટ કરી હતી એની જોડે વાત કરી રહ્યા હતા.
ડો આચાર્ય એ પૂછ્યું, " કોણ છો તમે ? મને તો કહી શકો તમે હું વચન આપું છું કોઈને નહિ કહું અને શા માટે તમે નિસ્વાર્થ ભાવે પોતાની આંખ બીજાને ડોનેટ કરી? " ડોનરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, " તમે કોઈને કહેશો નહિ પ્લીઝ..." થોડીક વાર અટકીને ફરીથી બોલ્યો, " મારુ નામ કેવલ છે " અને કેવલે આખી વાત એમને જણાવી......
ડો.આચાર્ય ના આંખમાં પણ આંસુ આવી ગયા અને એને લૂછતાં બોલ્યા, " પ્રેમ માં મરી જતા લોકો જોયા છે, પ્રેમને પામવા માટે કઈ પણ કરી લેતા લોકોને જોયા છે પરંતુ ' આંખ જે બધું જુવે છે, પરંતુ એ આંખોને કોઈ નથી જોઈ શકતું, સમજી નથી શકતું, જે હૃદયનો અરીસો છે.' એ તમે કવિતાને આપી દીધી એ પણ પોતાની કેમ ? "
કેવલ એ રડતા કહ્યું, " સર હું એને ફક્ત ખુશ જોવા ઇચ્છતો હતો, મારી ફક્ત એજ ઈચ્છા હતી કે તે ફરીથી જોઈ શકે પરંતુ મને કોઈ ડોનર ન હતો મળતો એટલે મેં નક્કી કર્યું હતું કે હું એને એની ખુશી અપાવવા માટે મારી આંખ ડોનેટ કરીશ, એટલે જ એના લગ્ન પછી મેં આ બધું કર્યું.....હવે હું એનાથી ખુબજ દૂર ચાલ્યો જઈશ જેથી તે એના જીવનમાં ખુશ રહે...."
ડો આચાર્ય એ આંખના આંસુ લૂછયા પરંતુ કઈ બોલી ન શકયા કદાચ તેમની પાસે હવે કોઈ શબ્દો ન હતા. અને
બે વ્યક્તિ આવ્યા અને તેઓ કેવલને કવિતાથી ખુબજ દૂર લઈ ગયા હંમેશા હંમેશા માટે....
આ બાજુ ડો આચાર્ય મન માં ને મન માં બોલ્યા, "ખરેખર આ દુનિયામાં પ્રેમ હજુ પણ જીવંત છે....જો કેવલ ધારત તો કવિતા જોડે લગ્ન કરી શકત ને આજીવન એની સેવા પણ કરી શકતો હતો પરંતુ તેણે કવિતાને એનું પૂરું જીવન આપી દીધું..… ખરેખર કેવલએ પોતાના પ્રેમ અને મિત્ર માટે જે કર્યું એ કદાચ ભગવાન પણ ન કરી શકે."
ડો. આચાર્યે કેવલની કુરબાની જોઈને નક્કી કર્યું હતું કે તેની હોસ્પિટલમાં આજીવન તે કોઈપણ વ્યક્તિની કોઈપણ જાતની ફિસ લીધા વગર ફ્રી માં ઈલાજ કરી આપશે.....
“અંધકાર લઇને ખસ્તો ગયો,
પ્રેમ હતો સાહેબ
પ્રકાશ દઈને હસ્તો રહયો.”