હુંુ ગુજરાતી - ૨૭
COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
૨.જીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ
૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
૪.કૌતુક કથા - હર્ષ પંડયા
૫.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ
૬.મંથન - સાકેત દવે
૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા
૮.સખૈયો - સ્નેહા પટેલ
૯.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા
૧૦.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
એડિટરની અટારીએથી....
સિદ્ધાર્થ છાયા
એડિટરની અટારીએથી....
જ્યારે વાતાવરણ દુઃખી દુઃખી હોય અને જ્યાં જુવો ત્યાં ખરાબ સમાચારોજ આવતાં હોય, તે સમયે આપણી માનસિક સ્થિરતાની જબરી કસોટી થતી હોય છે. દેશનાં રાજકીય વાતાવરણમાં હાલમાં આવીજ પરિસ્થિતિ છે. ગોટાળાઓ અને કૌભાંડો તો આપણા દેશે કેટલાય જોયા, પણ એ કૌભાંડોમાં મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હોય એવા દાખલાઓ કદાચ પહેલીવાર મળી રહ્યા છે. હા, આ મૃત્યુઓ ખરેખર જે-તે કૌભાંડને લીધે થયા છે કે નહીં તે નક્કી કરવાનું હજી બાકી છે પરંતુ શંકા તો છે જ. આવાં સમયમાં આપણે આપણા ટેન્શનોને પણ પાર પાડવાના હોય છે. એક તરફ સમાચારપત્રોમાં અને ન્યુઝ ચેનલોમાં પણ રોજેરોજ માનવીઓના મરવાનાં સમાચાર આવે તો બીજી તરફ આપણા ઘરમાં પડતી રોજિંદી તકલીફો પણ ચાલુજ હોય, ત્યારે માણસ પોતાની જાતને એક સવાલ તો કરે જ કે, “જાયેં તો જાયેં કહાં?”
તકલીફોથી ભાગવાનો તો વિચાર જ ન થાય, પરંતુ હા થોડા સમય સુધી આ પ્રકારના સમાચારોથી દુર રહીને આપણે એટલીસ્ટ એક તકલીફથી તો થોડો સમય નીજાદ પામીજ શકીએ. આ ઉપરાંત ધ્યાન અથવાતો મેડિટેશન પણ આપણા કામમાં આવી શકે છે. પહેલે દિવસે માત્ર પાંચ મિનીટથી શરૂ કરીને દિવસમાં ફક્ત વીસ મિનીટ સુધી કરેલું ધ્યાન તમને ક્યારેય નિરાશ નહીં કરે. વીસ મિનીટ માત્ર પોતાની સાથે સમય ગાળવાથી મન ફ્રેશ થઈ જાય છે. ધ્યાન કરતી વેળાએ પણ આપણું મન કેટલાય વિચારોની સતત આપ-લે કરતું રહે છે, કારણકે એ એનું કામ છે. તો એને એનું કામ કરવા દેવું અને આપણે માત્ર આપણી સાથેજ વાતો કરતી રહેવી. શ્વાસની આવન-જાવન પર સતત વીસ મિનીટ જો ધ્યાન રાખવામાં આવે, તો એ વીસ મિનીટ તમારા દિવસના બાકીના ત્રેવીસ કલાક અને ચાળીસ મિનીટ સુધારી નાખશે તેની ગેરંટી. જો કોઈવાર મેડિટેશન નથી કર્યું, તો એક અઠવાડિયું કરી જોજો. જેમ આગળ વાત થઈ તેમ માત્ર પાંચ મિનીટ પ્રથમ દિવસે અને તેને રોજ પાંચ મિનીટ વધારીને વીસ મિનીટ સુધીજ લઈ જાવ, અને ફર્ક જુવો.
વાચક મિત્રોને રમઝાન ઈદની અઢળક શુભેચ્છાઓ સાથે, હું ગુજરાતીનો સત્યાવીસમો અંક પ્રસ્તુત કરતાં મને ખુબ આનંદ થાય છે.
જીંદગી રોક્સ
ભૂમિકા દેસાઈ શાહ
“બાલિકા વધૂ” - એક સદીયો જૂની સમસ્યા
"ટૂંક સમયમાં બાલિકા વધુને ઈતિહાસમાં વેદ-પુરાણ અને બીજા પૌરાણિક ગ્રંથો સાથે સ્થાન મળી શકે છે!"
"બાલિકા વધુ સીરીયલમાં બાળ લગ્નનો વિરોધ કરવામાં આવે છે કે સમર્થન- એ છેલ્લા છ વર્ષથી જોવા છતાં સમજાતું નથી!"
"બાલિકા વધુ સીરીયલને હવે રી-નેમ કરી દેવી જોઈએ- માતા-વધુ. કેમ? આનંદી હવે બાલિકા નહિ માં છે એટલે!"
"આજકાલ લગ્ન પણ આટલા લાંબા નથી ટકતા જેટલા વર્ષોથી બાલિકા વધુ સીરીયલ ચાલે છે!"
ઉપરની દરેક ટીપ્પણી ક્યારેક તમે સાંભળી કે જાતે હસી મજાકમાં કરી પણ હશે! આજથી છ-સાત વર્ષ પહેલા કલર્સ ચેનલ પર શરૂ થયેલ ધારાવાહિક "બાલિકા વધુ" એક અત્યંત સંવેદનશીલ મુદ્દાને લઈને શરૂ થઈ હતી. એ વાત જુદી છે કે વખત જતા વાર્તામાં વળાંક અને છ-સાત વર્ષોના વહાણા આવી જતા- આખો મુદ્દો જાણે ચવાઈ ગયો છે, વાસી થઈ ગયો છે! પરંતુ આ ધારાવાહિકે જે સમસ્યા-સામાજિક મુદ્દાને રજુ કર્યો છે તે માત્ર ભારતમાં નહિ પરંતુ આખા વિશ્વમાં એક સળગતી સમસ્યા છે.
તમે કહેશો-"હવેતો જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં બાળલગ્ન પ્રચીલિત હતા. હવે તો દીકરીઓને ભણવવાનો યુગ છે. હવે તો ગામડાઓમાં પણ જાગૃતિ આવી છે અને જેથી બાળ-લગ્નનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે."
તો મારો જવાબ છે-"એકદમ સાચું! સમય સાથે બદલાવ આવી રહ્યો છે પરંતુ ખુબ જ ઓછો અને માત્ર બાહ્ય. આજે પણ યુપી-બિહાર-રાજસ્થાન અને બીજા કેટલાય સ્થળોએ પરંપરા અને રૂઢિના નામે બાળ-લગ્ન એટલાજ પ્રચીલિત છે! જે-તે જીલ્લાની કોમ-સ્થાનિક પ્રજાની માન્યતાઓ અને રીવાજોને આહતનાં કરવાના હેતુથી ઘણુંખરૂં ગ્રામ પંચાયતો અને પોલીસ સુદ્ધાં આવા લગ્નો સામે આંખ આડા કાન કરે જ છે."
તો હવે પ્રશ્ન એ છે કે -"બાળ-લગ્ન"ની આ જટિલ સમસ્યાનો ઉકેલ શું છે? ઉકેલ શક્ય છે ખરો?
જવાબ છે- જી હા.
કઈ રીતે?
આવો એક વાર્તાનાં સ્વરૂપે જાણીએ આ જવાબને!
***
" ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.
સ્અ ર્દ્બંરીિ ષ્ઠટ્ઠહ’ં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.
સ્અ કટ્ઠંરીિ ષ્ઠટ્ઠહર્હં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.
સ્અ ેહષ્ઠઙ્મી, દ્બઅ ટ્ઠેહં, દ્બઅ હ્વર્િંરીિર્ િ જૈજીંિ, ષ્ઠટ્ઠહર્હં ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.
ર્દ્ગર્ હી ૈહ ંરીર્ ુઙ્મિઙ્ઘ ષ્ઠટ્ઠહ ર્કષ્ઠિી દ્બી ર્ં દ્બટ્ઠિિઅ.
ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.
ઈદૃીહ ૈક ર્એ હ્વીટ્ઠં દ્બી,
ીદૃીહ ૈક ર્એ ષ્ઠરટ્ઠજી દ્બી ટ્ઠુટ્ઠઅ,
ીદૃીહ ૈક ર્એ ર્ઙ્ઘ ટ્ઠહઅંરૈહખ્ત હ્વટ્ઠઙ્ઘ ર્ં દ્બી,
ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં.
ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં,
હ્વેં ર્હં હ્વીર્કિી ૈં ટ્ઠદ્બ ુીઙ્મઙ્મ ીઙ્ઘેષ્ઠટ્ઠીંઙ્ઘ,
ટ્ઠહઙ્ઘ ર્હં હ્વીર્કિી ૈં ટ્ઠદ્બ ટ્ઠઙ્મઙ્મ ખ્તર્િુહ ે.
ૈં’ઙ્મઙ્મ દ્બટ્ઠિિઅ ુરીહ ૈં ુટ્ઠહં."
ખુબ જ સીધા અને સરળ શબ્દોમાં લખાયેલી આ કવિતા વાંચનારા દરેકનાં દિલ સુધી અચૂક સ્પર્શી જ જવાની.આ કવિતા લખી છે ૧૩ વર્ષીય એલીન પીરીએ. એલીન દક્ષીણપૂર્વીય આફ્રિકાનાં માલાવી દેશની એક સાધારણ બાળકી છે. એલીન આ કવિતા દ્વારા એની અને એના જેવી હજારો-લાખો બાળકીઓની વેદના રજુ કરે છે.
જી હા, એલીનનાં દેશ માલાવીમાં બાળ-લગ્ન સમસ્યા નહિ, પ્રથા અને રીવાજ છે. અત્યંત ગરીબ એવા આ દેશમાં શિક્ષણનું પ્રમાણ પણ ખુબ જ નીચું છે અને સ્ત્રી-પુરૂષ સમાનતા જેવો કોઈ કન્સેપ્ટ સુદ્ધાં નથી!
આપણે વાર્તા માંડવાના છીએ એલીનની જ એક સહેલીની.. જેનું નામ છે- મમોરી બાંડા. સવ્પ્નીલ, મહત્વાકાંક્ષી અને હિંમતવાન મમોરીને એક પ્યારી નાની બહેન છે. બંને બહેનો એકબીજાને ખુબ લાડ-પ્યાર કરે છે, ઝગડે પણ છે અને છતાં કપડા, ખોરાકથી લઈને જૂતા સુધી બધું શેર પણ કરે છે. એક જ ઘરમાં જન્મેલી, એકજ પરિવારની બે દીકરીઓ અને છતાં બંનેની કથની એકદમ વિરૂદ્ધ. મમોરીની નાનની બહેન માંડ અગ્િાયાર વર્ષની વયે ગર્ભ ધારણ કરે છે. કઈ રીતે?
મમોરીનાં દેશમાં એક વિચિત્ર પ્રથા છે. એ પ્રથા અનુસાર તરૂણાવસ્થામાં પ્રવેશેલી દરેક યુવતીઓને એક ખાસ પ્રકારનાં કેમ્પમાં મોકલવામાં આવે છે. આ કેમ્પમાં યુવતીઓને પુરૂષોને શ્રેષ્ઠ રીતે શારીરિક સંતોષ આપવાની તાલીમ આપવામાં આવે છે. આ માટે કેમ્પમાં પુરૂષોને બોલાવવામાં આવે છે કે જેઓ દ્વારા માંડ તરૂણાવસ્થામાં પ્રવેશેલી યુવતીઓનું તાલીમ આપવાના બહાને શરીક શોષણ કરવામાં આવે છે. હજુ બાળકી જ કહી શકાય એવી યુવતીઓ કઈ સમઝે કે શીખે એ પહેલા ક્યાં તો ગર્ભ ધારણ કરી બેસે છે કે પછી એચ.આઈ.વી. જેવા જીવલેણ રોગોમાં સપડાઈ જાય છે.
મમોરીની નાની બહેન પણ આજ રીતે કેમ્પમાં તાલીમ દરમ્યાન અગ્િાયાર વર્ષની માસુમ વયે ગર્ભ ધારણ કરે છે..
મમોરીને પણ તેના સગા-સંબંધીઓ દ્વારા આ કેમ્પમાં જવા અંગે ફરજ પાડવામાં આવે છે પરંતુ પોતાની નાની બહેનની પરિસ્થિતિ અને તાલીમકેમ્પનાં સત્યથી જાણકાર મમોરી મક્કમપણે વિરોધ નોંધાવે છે. "વંઠી ગયેલી", "બગડેલ", "બેજવાબદાર" વિગેરે મેણા-ટોણા સાથે મમોરીને એની ખુદની બહેનનો દાખલો આપીને ડગલે-ને-પગલે ટોકવામાં આવે છે કે - તારી બહેન એક બાળકની માં બની ગઈ અને તું હજુ તાલીમ લેવાની, કેમ્પમાં જવાની નાં પાડે છે? પરંતુ મમોરી પોતાના નિર્ણય પર અડગ રહે છે અને પોતાનાન ભણવાના, દેશ-પરિવાર માટે કઈ કરવાના સપનાને વધુ મક્કમ પણે વળગી રહે છે.
પોતાની બહેન અને બીજી હજારો-લાખો દીકરીઓની દુર્દશાથી વ્યથિત મમોરી "બાળ લગ્ન"નાં આ ભોરીંગ નાગને નાથવાનો નિર્ધાર કરે છે. આ માટે મમોરી બાળ લગ્નનાં શ્રાપથી પીડિત આસ-પાસની ઓળખીતી-અજાણી બધીજ બાળકીઓ-યુવતીઓને ધીમે ધીમે ભેગી કરે છે. મમોરી નાની ઉમરે માં-કે રોગીષ્ઠ બની ગયેલી આ માસુમ બાળકીઓ-યુવતીઓને બાળ-લગ્નની નિરર્થકતા અને માનવ જીવનની સાર્થકતા સમઝાવે છે. મમોરી લખવા-વાંચવાનું, પેન સુદ્ધાં પકડવાનું ભૂલી ગયેલી આ પીડિત બાળાઓને લખતા વાંચતા ફરી શીખવે છે અને દેશ-દુનિયામાં સ્ત્રીઓની સબળ અને મજબુત છબીનું ઉદાહરણ આપીને તેમનામાં સપનાઓ અને સકારાત્મક વિચારો સીંચે છે.
મમોરી સુચન કરે છે કે-"આપણે ચોક્કસપણે બાળ લગ્નની આ બદીથી આપણા જીવનમાં સર્જાતી સમસ્યાઓ આપના પરિવાર અને સમાજના અગ્રણીઓ સામે રજુ કરવી જ જોઈએ." અને એક જોમ અને જુસ્સા સાથે મમોરીનાં સહયોગથી આ પીડિત કન્યાઓ પોતાની કથની અને વેદના પોતાના પરિવારજનો અને સામાજિક વડાઓ સમક્ષ રજુ કરે છે. પ્રથા-રૂઢી-રીવાજ બનીને જડમૂળથી બેસી ગયેલા આ વિચારનો વિરોધ કરવો શરૂઆતમાં સૌને ખુબ જ અઘરો પડે છે. પરંતુ વારંવારની સચોટ સમઝાવટ અને મક્કમ વિરોધ સામે આખરે પરિવારજનો અને સમાજના અગ્રણીઓ નમતું ઝોકે છે. અને માલાવીના ઈતિહાસમાં પહેલીવાર સ્ત્રી સમર્થક કાયદો પસાર કરીને સ્ત્રીઓ માટે કાયદેસર લગ્નની ઉમર ૧૫થી વધારીને ૧૮ કરવામાં આવે છે.
મમોરી આખા વિશ્વને સબળ નેતૃત્વ અને મક્કમ મનોબળનું ઉદાહરણ પૂરૂં પાડે છે. મમોરી કહે છે-"બાળ લગ્નને નાથવા,માત્ર કાયદો જ પુરતો નથી. વ્યક્તિગત ધોરણે આપને સૌએ આખી દુનિયામાં આ કાયદાનું પાલન થાય એ જોવું રહ્યું. બાળકો જે- તે દેશનું ભવિષ્ય છે અને જેન્ડર બાયસ વગર બાળકોને તેમનું બાળપણ જીવવા દેવું અને શિક્ષણનો અધિકાર આપવો એ આપણા સૌની ફરજ છે!
***
બાળ-લગ્નની સમસ્યાનો ચોક્કસ પણે ઉકેલ છે. અને એ માટે જરૂરી છે સંગઠિત થવાની, જાતે કાયદાનું પાલન કરવાની અને બીજાને સમઝાવી-વિનવી-જરૂર પડે લાલ આંખ કરીને પણ કાયદાનું પાલન કરાવવાની.
ર્સ્િીપીંછ
કાનજી મકવાણા
કૌતુક કથા
હર્ષ પંડયા
ઓપરેશન બર્નહાર્ડ- જાણીતો મુદ્દો, અજાણી વાતો
અબ્દુલ કરીમ તેલગીનું નામ સાંભળ્યું છે? હા એ જ જેનું થોડા સમય પહેલા મૃત્યુ થઈ ગયું. આ જનાબ બનાવતી સ્ટેમ્પ પેપર બનાવવાના અને વેચવાના કૌભાંડમાં ઘણા રૂપિયા બનાવી ચુક્યા હતા. મૂળ વાત એવી છે કે આ મહાશયે આપણે મહારાષ્ટ્રમાં નાસિક ખાતે જે ટંકશાળ છે એના જુના બીબા એટલે કે ફર્મા ખરીદી લીધા અને પછી જાતે જ સ્ટેમ્પ પેપર છાપી એને વેચવા માંડયા. આ મામલાની ગંભીરતા સમજાય છે? માનો કે તમે તમારા ઘર ખરીદ્યાના દસ્તાવેજ માટે રૂ઼. ૧૦૦/- નો સ્ટેમ્પ પેપર ખરીદ્યો. હવે એના પર તમે નોટરી કરાવી મકાન તમારા નામે રજીસ્ટર કરાવ્યું. તમે ખુશી ખુશી પાર્ટી કરી ગૃહપ્રવેશ ઉજવી લીધો અને ચાર-પાંચ વર્ષ પછી તમને છાપા દ્વારા ખબર પડે કે જે સ્ટેમ્પ તમે લીધો હતો એજ બનાવટી હતો, તો શું હાલત થાય? આવી જ રીતે અગત્યના દસ્તાવેજોમાં વપરાતો સ્ટેમ્પ પેપર અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે જેનું કૌભાંડ સદરહુ વ્યક્તિએ આચર્યું હતું.
આટલી પૂર્વભૂમિકા પછી હવે વિચારો કે નકલી નોટો આ રીતે માર્કેટમાં ફરતી હોય તો દેશના અર્થતંત્રને કેવી અસર પડે? જેને આ મુદ્દો ન સમજાય એને માટે ટૂંકી સમજ. સામાન્ય રીતે, દરેક દેશ એના નાણાંકીય એટલે કે ફાયનાન્સીયલ લેવડદેવડ માટે એક ચોક્કસ ચલણ વાપરે છે. એ કેટલું છાપવું એ રીઝર્વ બેંક નક્કી કરે. કેમકે, એના બદલામાં એટલા જ મુલ્યનું સોનું જુદું રાખી દેવામાં આવે છે. કારણ એક જ, ફરતા પૈસાનું નિયમન. એનો દર એટલે કે રેટ રોજેરોજ બદલાયા કરે-માંગ મુજબ. એક અર્થમાં જે-તે દેશની કરન્સી એની વિશ્વસનીયતાનું માપ છે. અત્યારે ડોલર મજબુત છે કેમકે અમેરિકાનું અર્થતંત્ર અનેક કારણોથી મજબુત છે. એજ રીતે દરેક દેશ માટે લાગુ પડે. હવે જો આપણે ડોલર છાપવા માંડીએ અને લેવડદેવડ વધારી દઈએ તો સ્વાભાવિક છે કે ત્યાની રીઝર્વ બેન્કે એ ચકાસવું પડે કે આ કઈ કરન્સી નોટો છે જે ભારતે અમને અમુક વસ્તુ ખરીદવા માટે આપી છે? કેમકે જેટલી નોટો છાપી અને ઈસ્યુ થઈ એનો સામસામો હિસાબ અને સીરીયલ નંબર પણ મળવો જોઈએ ને? માનો કે એવી ખબર ન પડી તો શું થાય? આપણે ખરીદવા માંડીએ અને ભાવ વધવા લાગે કેમકે આપણે ડીમાંડ ઉભી કરી. એટલે ત્યાંના લોકોને એ જ વસ્તુ માટે વધુ ભાવ ચૂકવવો પડે અને સમગ્ર અર્થતંત્ર પર એની માઠી અસર થાય. સરવાળે, અમેરિકાનું અર્થતંત્ર ધબાય નમઃ થઈ જાય.
આવી જ ઘટના અને પ્લાન ભૂતકાળમાં અનેકવાર બની ચુક્યા છે. ઉપર લખ્યું એ શીર્ષક એવા જ એક પ્લાનનો હિસ્સો છે.
એક વખત એવું બન્યું કે જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલર બ્રિટનને ધ્વસ્ત કરી દેવા માટે લગાતાર રોજ ૨૦૦૦ ના હિસાબે બોમ્બમારો કરાવતો હતો. હિટલરની ગણતરી એવી કે એક વખત લંડન નાશ પામે પછી ઈંગ્લીશ ચેનલ પાર કરી બ્રિટન પર ચડી બેસવું. જર્મન વાયુસેના લુફ્તવાફના વિમાનોના ધાડા લંડન શહેર પર આફત બનીને રોજ ચડી આવતા હતા. એવામાં ઈતિહાસના વાંચક એવા હિટલરના મનમાં એક જુદો જ વિચાર આકાર લઈ રહ્યો હતો. એ વિચાર હતો નકલી પાઉન્ડની નોટો છપાવી બ્રિટનના મજબુત અર્થતંત્રની કમર તોડી નાંખવાનો. તરત આ વિચાર અમલમાં મુકવામાં આવ્યો. એ વખતે ત્યાં વસવાટ કરતા યહૂદી લોકોમાં એવા કેટલાય કારીગરો હતા જે આ કામ ખુબ સારી રીતે કરી શકતા. પરંતુ, આ જાતનો આદેશ માનવાનો એમણે ઈનકાર કરી દીધો. એટલે બળજબરીથી બંદુકની અણીએ જર્મનીથી દુર એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને બંદી બનાવી, આ કામ ગુપચુપ શરૂ કરી દેવામાં આવ્યું. અંદાજે ૧૩૪ મિલિયન પાઉન્ડની નકલી નોટો છાપવામાં આવી. આ બાજુ, બ્રિટનમાં ૧૦૦ જેટલા છુપા એજન્ટો પણ હતા જેમણે આ નકલી નોટો લંડનમાં ઘુસાડવા માટેની તૈયારી દાખવેલી. પરંતુ, હિટલરે એવો આદેશ આપ્યો કે જે વિમાનો બોમ્બમારો કરી રહ્યા છે એ વિમાનોમાંથી જ આ નોટો ફેંકી દેવી જેથી શહેરના લોકો એ ફ્રી સમજીને ઉઠાવી લે અને એ રીતે બ્રિટનનું અર્થતંત્ર ભાંગી જાય. કમનસીબે એવું થયું નહીં કેમકે એ આઈડિયા જ તર્ક વગરનો હતો. જો એજન્ટો મારફત ઘુસાડી હોત તો કદાચ હિટલરે કરવા ધરેલી અસર પડી હોત અને તો કૈંક જુદો ઈતિહાસ લખાત. તો ભારત ૧૯૪૨ માં જ આઝાદ થઈ ગયું હોત.
પાપીની કાગવાણીઃ
આ વાંચીને એમ વિચાર આવ્યો હોય કે આપણે પાડોશી દુશ્મનમાં નકલી નોટો ઘુસાડી એનું અર્થતંત્ર કેમ ભાંગી દેતા નથી? તો જવાબ આ છે- એ પોતાનું અર્થતંત્ર ભાંગવા માટે પુરતું સજ્જ છે, આપણે શું કામ લોડ લેવો? ;)
ગ્લોબલ મેનેજમેન્ટ
દીપક ભટ્ટ
ભૂલોની હારમાળા થતી અટકાવો
જીઆપણામાં એક કહેવત છે કે, કામમાં ભૂલ કરે તે જ વ્યક્તિ સાચું શીખે છે. પરંતુ ઘણી વખત કોર્પોરેટ કંપનીમાં ભૂલનું પરિણામ કંપનીને અને કર્મચારીને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આપણે ભૂલને બને ત્યાં સુધી થતી અટકાવીએ છીએ પરંતુ તેમાંથી મોટેભાગે બોધપાઠ લેતા હોતા નથી. બોધપાઠ લેવાથી ભૂલનું પરિવર્તન લગભગ નહીવત થઈ જાય છે. ઘણી વખત આપણે ભૂલ કરીને લોકોને એવું કહેતા હોઈએ છીએ કે, જો મેં કોઈને જાણતાં-અજાણતાં દુઃખ પહોચાડયું હોય તો માફ કરશો પરંતુ આવું બધું કહીને ખરેખર તો તમે તે વ્યક્તિને તમને દિલાસો આપવા માટે આજીજી કરો છો. તમે ભૂલનો સ્વીકાર કરતાં હોતા નથી.
યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવોઃ તમે કામમાં જે ભૂલ કરી છે તે બાબત અંગે સ્પષ્ટ રીતે તમારા બોસને જણાવી દેવું જોઈએ. મોટેભાગે આપણે એમ જ કહીએ છીએ કે, આ કારણસર ભૂલ થઈ હતી કે બીજા વિભાગમાંથી માહિતી મળવામાં મોડું થયું હતું. પરંતુ આ બાબતને તમારા બોસ કે કંપની સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. તેમના માટે તો કામ પૂર્ણ થાય તે જ મહત્વનું હોય છે. વારંવાર આ પ્રકારના કારણો આપવાથી તમને થયેલી ભૂલ વિષે માહિતી મળી શકશે નહિ.
ચેકલીસ્ટ બનાવવુંઃ જો તમે વારંવાર ભૂલો કરતાં હોય તો તેવી ભૂલોનું એક ચેકલીસ્ટ બનાવવું જોઈએ. આ ચેકલીસ્ટમાં ક્યાં પ્રકારનાં કામમાં કેવી ભૂલો થાય છે અને શા માટે થાય છે તે બાબત અંગે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. આવા ચેકલીસ્ટ બનાવતી સમયે તમારી નબળાઈને પોતાની નજર સમક્ષ રાખવી જોઈએ. મોટેભાગે લોકો ભૂલનું નિરીક્ષણ કરતી વખતે નબળાઈઓને જોતા હોતા નથી અને તે વખતે જ તેમને પરિણામ ભોગવવું પડતું હોય છે.
આત્મકથા વાંચવીઃ જે વ્યક્તિને પુસ્તક વાંચવાનો શોખ હોય તેમણે સ્પોર્ટ્સ, ફિલ્મ કલાકારો, રાજકીય નેતાઓ, બીઝનેસ ટાયકુન જેવા લીડરોની આત્મકથા વાંચવી જોઈએ. આ પ્રકારના પુસ્તકોમાં તેમના દ્વારા થયેલી ભૂલોને તેમણે કેવી રીતે પોતાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણથી સુધારી છે તેના વિવિધ ઉદાહરણો આપેલા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બેરેક ઓબામાંએ જયારે ચુંટણી જીત્યાના પહેલા દિવસે રાષ્ટ્રને ભાષણ આપ્યું ત્યારે તેમણે ખાસ કહેલું કે મહાત્મા ગાંધીજીની આત્મકથાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન કર્યું છે. ઈન્ફોસીસ કંપનીમાં આ પ્રકારના પુસ્તકોનું વાંચન તેમના કર્મચારીઓ દ્વારા વધે તે માટે એક ખાસ પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેને આત્મસંશોધન નામ આપ્યું છે.
મેન્ટરશીપની તાલીમ લેવીઃ જો તમે તમારી ભૂલને વિગતવાર સમજી ન શકો તો તમે તમારા મિત્ર અથવા ઉપરી અધિકારીની મદદ લઈ શકો છો. આ પદ્ધતિને મેન્ટરશીપ કહેવાય છે. મેન્ટરશીપની તાલીમ દરમ્યાન તમે કોર્પોરેટ અને જીવનના અવનવાં પાસાઓ શીખી શકો છો જે મોટેભાગે અનુભવ આધારિત હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આ પદ્ધતિમાં ક્યારેય પણ એકબીજા ઉપર દોષારોપણ કરવા જોઈએ નહિ. અમેરિકા જેવા દેશમાં આ પ્રકારની તાલીમ આપવા માટે પ્રાઈવેટ કંપનીઓની બોલબાલા છે.
મંથન
સાકેત દવે
પોણા-સાત વાગ્યે...
શિયાળાની ઢળી ગયેલી એ સાંજે બાપ-દીકરી બસમાં તો સાથે ચડયા પણ મારી બાજુમાં એક જ બેઠક ખાલી હોવાથી બેબીને ત્યાં બેસાડી પિતા ત્રણેક સીટ આગળની જગ્યામાં જઈ ઊંભા રહ્યા.
“અંકલ... કેટલા વાગ્યા ?” લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષની લાગતી બાળકીએ મને પૂછ્યું.
“પોણા સાત... એટલે, સિક્સ ફોર્ટી-ફાઈવ... કેમ બેટા ?”
“અરે થોડીવારમાં મમ્મા આવશે ને, એટલે...” મધુરૂં સ્મિત વેરી બેબીએ જવાબ આપ્યો.
“અચ્છા... પણ તું તો ડેડી સાથે બહાર આવી છે, મમ્મા ક્યાંથી આવશે બેટા ?”
“અરે અંકલ, તમને ખબર નથી... રોજ સાંજ પડયે મારી મમ્મા આવે ને રાતે જતી રહે...”
મને રસ પડયો વાતમાં.
“ઓહ... એવું કેવું વળી... સાંજ પડયે આવે ને રાતે જતી રહે ? ક્યારથી એવું થાય...”
“બે મહિના થયા હશે... મમ્માને બહુ પેટમાં દુઃખવા આવેલું... ને ખબર છે અંકલ... પપ્પાને ઓફિસથી ખાસ બોલાવવા પડેલા... પછી એમ્બ્યુલન્સમાં મમ્માને હોસ્પિટલ લઈ ગયેલા.”
“પછી ?” મારી વધતી અધીરાઈ સ્વાભાવિક લાગી હશે કે કેમ, બસ પણ જરા ગતિથી દોડવા લાગેલી.
“પછી એ દિવસે અમારે ત્યાં મારો નાનો ભાઈ ‘મૃત્યુંજય’ આવ્યો...”
“અને મમ્મા ?”
“મમ્મા ઘરે પાછી ન આવી... પપ્પાએ કહ્યું કે, મૃત્યુંજયને અમારા સુધી પહોંચાડવામાં મમ્મા બહુ થાકી ગઈ હતી તો હવે કાયમ આરામ કરશે. મેં બહુ જીદ કરી મમ્મા પાસે જવાની. તો એકવાર પપ્પા રડી પડયા.
બોલો અંકલ... પપ્પા રડે કોઈ દિવસ ? પણ એ દિવસે રડયા. મને કહે, ‘જો બેટા, હવે મમ્મા સ્ટાર બની ગઈ છે, તો એ આપણી પાસે તો ન આવે. પણ તને રોજ આકાશમાં જોવા મળે. અમે એ સાંજે અગાશીમાં ગયા. અંધારૂં થતાં પપ્પાએ મને દક્ષિણ દિશામાં એક તારો બતાવ્યો. સાચે જ મારી મમ્મીની જેમ ચમકતો હતો, હું રોજ સાંજે મમ્મીને મળવા અગાશીએ જઉં છું પણ રાત ઢળતા એ તારો પણ દેખાતો બંધ થઈ જાય છે...
તો અંકલ... એક સિક્રેટ વાત કહું ? આજે મેં નક્કી કર્યું છે કે હું મમ્મીને બૂમ પાડીને રોકી લેવાની છું... આજની આખીયે રાત માટે...”
બસની બહાર કોઈ બાળકના હાથમાંથી છૂટી ગયેલો ફુગ્ગો ચાલુ બસની બારીને અથડાઈ ફૂટી ગયો ત્યારે ત્રણેક સીટ આગળની જગ્યામાં ઊંભેલા બેબીના પપ્પાના ચહેરા પરની મજબૂર તટસ્થતા જોવામાં હું ભીનાં હૈયે ખોવાયેલો હતો. અને બેબી ફરી મને પૂછી રહી હતી,
“અંકલ... હવે કેટલા વાગ્યા ?”
સંજય દ્રષ્ટિ
સંજય પિઠડીયા
રમજાન મુબારક
જાનમાં મારી ફરીથી જાન આવી જાય છે,
જ્યારે નૂરાની પાક રમજાન આવી જાય છે.
લઈ બંદગીની બારાત, ત્રીસ દિવસ’ને ત્રીસ રાત,
અંદર રહેલાં આદમીની ખરી પહેચાન આવી જાય છે.
રોજા-જકાત-નમાજ-તિલાવતની ઈબાબત,
એકેક ચહેરાઓ પર કેવી રૂહાની શાન આવી જાય છે.
હાથમાં તસબીહ લઈ, આ કોણ પઢે છે દરૂદ,
કાનમાં ક્યાંથી નિરંતર અઝાન આવી જાય છે.
હાથ મારાં જ્યાં ઉઠાવું પાક કિબ્લાહની તરફ,
મસ્જીદે-હરામથી અહીં લોબાન આવી જાય છે.
- ઈલિયાસ શેખ
ફેસબુક મિત્ર અને અત્યંત જાણીતા કવિ ઈલિયાસભાઈની આ ફક્ત એક કવિતા નથી, મુસ્લિમ સમાજનું દર્પણ છે. વાસ્તવિકતા છે. રમજાન આવે એટલે ખુદાની બંદગી કરવાનો મોકો મળે અને એટલે જ ચહેરા પર રૂહાની શાન અને દિલો-દિમાગમાં એક અલગ જુનૂન આવી જાય છે. વાચકમિત્રો, રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આવો જાણીએ અને માણીએ ‘ઈસ્લામ’ અને ‘રમજાન’ વિષયક થોડાં તથ્યો!
દુનિયાના તમામ ધર્મોની સરખામણીએ ઈસ્લામ વધારે બુદ્ધિનિષ્ઠ છે અને એકબીજાને મળે ત્યારે સલામ-શાંતિથી શરૂઆત કરે છે. ગુડ મોર્ન્િાંગ, હેલ્લો, હાય જેવા અભિવાદન આપણે હંમેશાથી કરતા આવ્યા છીએ અથવા તો ’જય શ્રી કૃષ્ણ’, ’જય માતાજી’, ’જય જિનેન્દ્ર’ વગેરે પ્રકારના અભિવાદન કરીએ છીએ. આવા અભિવાદનોમાં ક્યાંય સામેવાળાની સલામતી કે શાંતિપ્રિયતાના દર્શન થતાં નથી. ઈસ્લામમાં જ્યારે ’અસ્સલામુ આલેકુમ’ બોલાય છે એનો અર્થ થાય ’તમારા પર સુલેહશાંતિ બની રહે’. મોહમ્મદ પયગંબરે દુનિયાના દરેક લોકો સાથે આ શાંતિનો સંદેશો ફેલાવવાની તાકિદ કરી અને કુરાનમાં પણ આ રીતના સલામને અનુસરવાનું કહેવામાં આવ્યું છે. ઈસ્લામમાં બે સંપ્રદાય છેઃ શિયા અને સુન્ની. આજે દુનિયાના લગભગ ૮૫-૯૦% મુસ્લિમ સુન્ની છે અને બાકીના શિયા, ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્ર (્ર્રીર્ઙ્મખ્તઅ) પ્રમાણે જોઈએ તો આ બંને સંપ્રદાયો વચ્ચે વાસ્તવમાં કોઈ ફરક નથી - બંને એક જ અલ્લાહને માને છે, હજરત મહંમદ પયગંબર (સ.અ) ને ફોલો કરે છે, અને આપની પયગંબરી તેમજ આપના થકી કુરાનને અનુસરે છે અને ઈસ્લામવિષયક બધાં જ ગુણો સ્વીકારે છે.
ઈસ્લામ ધર્મના ચાર આધારસ્તંભ છેઃ નમાજ, રોજા, જકાત અને હજ! નમાજ એટલે અલ્લાહને કરવામાં આવતી પ્રાર્થના. જકાત એટલે ધર્માદો અને હજ એટલે તીર્થયાત્રા. મુસ્લિમો રમજાન કે રમાદાન વખતે ઉપવાસ (કે રોજા) કરે છે. મુસ્લિમ કેલેન્ડરમાં ‘રમજાન’નો મહિનો ખૂબ જ પવિત્ર ગણાય છે. રમજાનનો મહિનો ત્રણ ભાગ (જેને આશરા કહેવાય છે)માં વહેંચાયેલો છેઃ પહેલા દસ દિવસ ‘રહેમત’ (કે દયા) ને ફાળવવામાં આવ્યા છે, પછીના દસ દિવસ ‘મગફેરત’ (કે માફી) અને છેલ્લા દસ દિવસ (ઈદ્કુન મીનન્નાર) નર્કથી આઝાદી મેળવવાનો છે.
રમજાન મહિનાની સૌથી મહત્ત્વની રાત એટલે ‘લૈલત-ઉલ-કદ્ર’ - એટલે કે ગૌરવની રાત - જે ૨૭માં દિવસે મનાવાય છે. હદીસ પ્રમાણે જેમ આપણા સારા કર્મોના ફળ ફરિસ્તા આપે છે તેમ રમજાનમાં રોજા કરવાના ફળ ખુદ અલ્લાહ આપે છે. ઉપવાસ રાખવાથી શરીરને તો ફાયદાઓ થાય જ છે પણ રમજાનમાં રોજા રાખવાનો મૂળ હેતુ છે લોકોને ‘ભૂખ’ અને ‘તરસ’ શું છે એનો વ્યક્તિગત અનુભવ કરાવવો. એનાથી લોકોને ગરીબોની વેદનાઓની કદર થાય.
ઉપવાસ કરવાથી શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો પણ નીકળી જાય છે. લોકપ્રિય વાયકાઓ મુજબ ઉપવાસ સવારે સૂરજ ઊંગે ત્યારે શરૂ થાય છે પણ રોજા આથી ઊંલટા સમયે એટલે પશ્ચિમી ક્ષિતિજ ઝાંખી દેખાવાની શરૂ થાય એ પહેલાં જ શરૂ થઈ જાય છે. ખાવા-પીવા માટે ચુસ્ત સમય પાળવામાં આવે છે. સૂરજ ડૂબ્યા પછી ‘ઈફ્તારી’ (ખજૂર કે બીજા ફળની વાનગી) ખાઈને રોજા ખોલવામાં આવે છે. વર્ષમાં ત્રણ ઈદ મનાવાય છેઃ
૧.બકરી-ઈદ અથવા ઈદ-ઉઝ-ઝુહાઃ બલિદાનની કે ભોગની ઈદ. ઈસ્લામ કેલેન્ડરનો છેલ્લો મહિનો ’ઝિલ્હાદ’ તરીકે ઓળખાય છે. આ મહિનામાં હજની યાત્રા કરવામાં આવે છે. આ મહિનાના નવમા દિવસે મુસ્લિમ ભાઈઓ ’અરાફત’ માટે જાય છે. એવું માનવામાં આવે છે કે અરાફત બાદ દરેક પાપ ધોવાઈ જાય છે અને નવા જન્મેલા બાળક જેટલા શુદ્ધ થવાય છે. દસમા દિવસે બકરી-ઈદ મનાવવામાં આવે છે.
૨.ઈદ-એ-મિલાદ-ઉન-નાબિઃ પયગંબરનો જન્મદિવસ
૩.ઈદ-ઉલ-ફિત્રઃ રમઝાનના છેલ્લા દિવસે મનાવાતી ઈદ (નમાજ પૂરી થાય પછી ફિત્ર (ભેગું થયેલું દ્રવ્ય) ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવામાં આવે છે.)
મહંમદ પયગંબરે પોતાના સમયમાં મક્કાની નજીક આવેલા ‘હીરા’ના ડુંગરાળ વિસ્તાર (જબલ-એ-હીરા)માં એક ગુફામાં પોતાની પત્ની ખદીજા અને નોકરો સાથે એક મહિનો ગાળ્યો હતો. આ જ મહિનામાં એક દિવસ એમને ખુદ ખુદાનો અવાજ સંભળાયો. આ દિવસ એટલે ‘લૈલત-ઉલ-કદ્ર’. ખુદાએ પયગંબરને ‘ઈકરા’ વાંચવાનું કહ્યું - દાખલા તરીકે
*****
સૂરઃફાતિહા (મક્કી) (રૂકૂઅ - ૧, આયતો - ૭)
પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે, અત્યંત કૃપાળુ અને દયાળુ છે, બદલા (ન્યાય)ના દિવસનો માલિક છે.
અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ.
અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી, જે પ્રકોપના ભોગ ન બન્યા, જે પથભ્રષ્ટ નથી.
*****
‘ઈકરા’ પાછળથી કુરાનનો ભાગ બન્યા. આ સાક્ષાત્કાર પછી મહંમદ પયગંબરે જેરૂસલેમને બદલે મક્કામાં પોતાના અનુયાયીઓને જવા કહ્યું. આ જ વખતે તેમણે શુક્રવારને આ ધર્મ સમુદાયમાં પ્રાર્થના કરવા માટે ફાળવ્યો. સદીઓ પછી આ જ મહિનામાં મદીનાથી મક્કામાં પયગંબરે મુક્તિદાતા તરીકે સ્થળાંતર કર્યું. શિયા મુસ્લિમો માટે રમજાનનો એક અલગ અર્થ પણ છે. આ મહિનામાં હજરત અલીને ઈજા થઈ અને મૃત્યુ પામ્યા. એ વખતે ત્રણ દિવસનો શોક પાળવામાં આવ્યો હતો.
એક મહત્ત્વનો શબ્દ, જેનો ઉપયોગ આજકાલ ખોટી રીતે થઈ રહ્યો છે, એ છે ’જિહાદ’! ‘જિહાદ’ એ એક અરેબિક શબ્દમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે ‘ર્ં જિંૈદૃી’ (કંઈક હાંસલ કરવા માટે મહાન પ્રયત્નો કરવા). પણ ઘણાં લોકોએ ‘જિહાદ’ને આક્રમક મિલિટરી એક્શન સાથે જોડી દીધો છે. પયગંબર માટે જિહાદના બે પ્રકાર હતાઃ (૧) ગ્રેટેસ્ટ જિહાદ - પોતાના માનસિક ઉત્કર્ષ માટે આધ્યાત્મિક અને નૈતિક રીતે સંઘર્ષ કરવો (જેને હિંસા સાથે કોઈ સંબંધ નથી) (૨) લેસર જિહાદ - કોઈ હુમલાની સામે કુટુંબ કે સમુદાયના સંરક્ષણ કે બચાવ કરવો અથવા હુમલાનો પ્રતિકાર કરવો.
પડઘોઃ
“હું ખૂબ જ જૂનવાણી મુસ્લિમ કદાચ ન હોઉં પણ હું એક મુસ્લિમ જરૂર છું! મને લાગે છે કે ઈસ્લામ આધુનિકતા સાથે સુસંગત છે. મુસ્લિમ લોકોએ આધુનિક બનવા માટે પશ્ચિમી બનવું જરૂરી નથી જેમ કે પશ્ચિમ જેવા કપડાં પહેરવાં કે એમના મૂલ્યો સાચવવા. અમારૂં પોતાનું એક કલ્ચર છે. અમારો એક ઈતિહાસ છે અને અમને એના પર ગર્વ છે. આધુનિક હોવું મતલબ નાગરિકત્વની સરકાર, લોકશાહી, ન્યાય, સારૂં શિક્ષણ, વહીવટીતંત્ર - આ બધા ગુણધર્મોથી આધુનિક થવાય જે અમે કરી શકીએ છીએ. દુનિયામાં ઈસ્લામ વિશેના પુનઃજાગરણ માટે પાકિસ્તાન મધ્યવર્તી ભૂમિકા ભજવી શકે છે. અમે મુસ્લિમ જગતના અગ્રણી છીએ, ફક્ત અમે જ ન્યુક્લિયર પાવર ધરાવતા ઈસ્લામિક દેશના છીએ, ૧૬ કરોડની વસ્તી છે, ભૌગોલિક રીતે પણ અમે એવી જગ્યાએ છીએ કે લોકો અમને અવગણી ન શકે. અમે અમારી મદરસામાં ધર્મ સિવાયના વિષયો (ભૂગોળ, ઈતિહાસ, બીજા ધર્મો) વિશે પણ શિખવાડીએ છીએ. મદરસામાં કોમ્પ્યુટર ટ્રેનિંગ પણ અપાય છે. પશ્ચિમી દેશોને લાગે છે કે મદરસા એ ટેરરીસ્ટ કેમ્પ છે. મદરસા હિંસક, ઉગ્ર, આત્યંતિક અને ઉદ્દામ મતવાદી નથી હોતી. જુઓ, પાકિસ્તાનના ઘણાં લોકોને એવું લાગે છે કે હું પ્રો-વેસ્ટર્ન છું. પણ હું તો પાકિસ્તાનના રચયિતા મોહમ્મદ અલી ઝીણાની દૂરદર્શિતાને અનુસરૂં છું. તેઓ પોતે એક માનવહક્ક અને સ્ત્રીહક્કથી ઉભરતો સમાજ ચાહતા હતા.”
(અકબર અહેમદે લીધેલો પરવેઝ મુશર્રફનો ઈન્ટરવ્યુ - માર્ચ ૨૦૦૬ - રાવલપિંડી)
નોંધઃ આ લેખમાં રીવ્યુ કરીને જરૂરી સુધારા-વધારા કરવા બદ્દલ અમારા પાડોશી કોલમિસ્ટ શ્રી મુર્તઝા પટેલનો આભાર!
સખૈયો
સ્નેહા પટેલ
પાગલપણનો સંબંધ
;કહર્ રદ્ઘાજ દૃેૂ ";ાહકઠેકીેં/ારિ ીઢિશ્;% !
દૃાૂંર્ત્ર્)ર્શ્ં;ીોૂ"ાઙ્ઘશ્ ’ાીઢ ૐામારિ હર્જીં;ીશ્ !!
ીેર્ ેશ્ દૃાજદ્ઘ ઙ્ઘીઢ ઙ્મજ ાંજ હ્વર્’દ્ઘઙ્ઘર દ્બૈાઙ્મેા ઙ્ઘદ્ઘિા ખ્તજી
ર્
ાજ ઙ્મી; ૈદ્ઘ ઙ્મઈૈુ.ાઢ ઙ્મૂચા હ્લિાા ીૂકજ્જ ઙ્ઘાજ બૈિં ઙ્ઘદ્ઘિા ખ્તજી !
ર્ઙ્માીજહ-
આજે હું બહુ ખુશ છું. મારે તારી સાથે મારી ખુશીઓ વહેંચવી છે, કદાચ ’વહેંચવી પડશે’ શબ્દ યોગ્ય રહેશે, કારણ નહીં વહેચું તો એ ખુશીઓનું મારે મન જાણે કંઈ મૂલ્ય જ નથી રહેતું ! હું ખુશ થઈ એના કરતાં વધુ મહત્વનું તો હું કેટલી ખુશ છું એ તને બતાવવાનું, સમજાવવાનું હોય છે અને જ્યારે હું તારી આગળ સાવ જ ઠલવાઈ જાઉં ત્યારે જ મારી ખુશી અનુભવવાની લાગણીને રાજીપાની અનુભૂતિનો સાથ મળે છે, જીવનમાં સતરંગી આભા પથરાઈ જાય છે.
એવું જ કંઈક મારા દુઃખની, તકલીફોની લાગણી માટે પણ અનુભવુ છું. મારા દુઃખો હું તને કહું - સાવ જ નીચોવાઈ જાઉં છું ત્યારે એ કાળમીંઢા પહાડોમાંથી મોરપીંછ બનીને હલ્કા થઈને ફુ.ઉ..ઉ કરીને ક્યાંક ઉડી જાય છે, મારાથી સાવ જ વેગળા થઈ જાય છે. પહાડમાંથી ઝરણું ફૂટી નીકળે છે ને પછી ઉછળતું કૂદતું એની મસ્તીમાં મસ્ત બનીને વહેવા લાગે છે.
સાંભળે છે ને, મારે તો મારા સુખ અને દુઃખ તારી સાથે વહેંચવા છે, વહેંચવા જ પડે છે એના સિવાય મારે છૂટકો જ નથી.
જોકે, આવું કેમ થતું હશે ? તારી અને મારી વચ્ચે વળી એવો તો શું સંબંધ છે ? મને તારા માટે બહુ આસક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. તને જોયા વિના દિ’ ના ઉગે ને તને જોયા વિન સાંજ ના ઢળે એવું કંઈ નથી થતું. તારા માટે અતિપ્રેમ છે..ના.ના. તો તો તારા માટે મારા મનમાં અઢળક અપેક્ષાઓના ફૂલ ખીલી ચૂક્યા હોત, તને હર ઘડી મારી નજરમાં કેદ કરી લેવાની ઈચ્છા થઈ જાય. એવી કોઈ કેદમાં તો હું તને કેવી રીતે જોઈ શકું ? તો શું નફરતનો સંબંધ છે કે ? કારણ - સાંભળ્યું, જાણ્યું છે કે તમારે જેની સાથે નફરતનો સંબંધ હોય એ તમને હર ઘડી યાદ આવ્યા કરે, ઘડી બે ઘડી ય ચેનનો શ્વાસ ના લેવા દે આ નફરત. હાય રામ, તારી સાથે નફરત તો કેમની થાય !
આમ તો તારા વિશે વિચારતા હું અમથી ય ગોટાળે જ ચડી જાઉં છું, તને પૂરેપૂરો સમજવો એ તો કદાચ અશક્ય જ છે પણ એ અશક્યતાની અધૂરપની ય મને તો મજા આવે છે, ખુશી થાય છે. ઘણી વખત તારા વિશે કશું જ વિચારવું નથી ગમતું. તું જે છે , જેવો છે સર્વાંગીપણે સુંદર, પૂર્ણ અને સ્વીકાર્ય જ છે. મારે તને કોઈ જ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓની ભારેખમ અપેક્ષાઓમાં તને જકડવો નથી, બાંધવો નથી.
એક કામ કરીએ ચાલ, પ્રેમ અને નફરતની સાઈડ ઈફેક્ટ્સ વિના જે સંબંધ મળે એ નામને કબૂલ કરીને એની મહોર લગાવી દઈએ. પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો , સો ટચના સોના જેવો સંબંધ ! આ સંબંધને શું કહેવાય એની પૂરતી સમજણ તો મુજ પામરજીવને નથી. પણ તારા વિશે વિચારોના સમંદરમાં ગોથ લગાવતા એટલું સમજાય છે કે, એક વાત નક્કી. મારૂં શાણપણ હું ગમે તેની સાથે વહેંચી શકું છું, પણ મારૂં પાગલપણ ફક્ત અને ફક્ત તારી જ સાથે જ્સ્તો, ઓહ..હવે ખ્યાલ આવ્યો, હવે સમજાયું. આ તો મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારૂં અંગત પાગલપણું તારી સાથે વહેંચી શકું છું.
તો આખી વાતનો ભાવાર્થ એમ છે કે - તારો ને મારો સંબંધ એટલે મારો પાગલપણનો એક માત્ર સંબંધ.
બોલીસોફી
સિદ્ધાર્થ છાયા
‘અમરપ્રેમ’ - ખરેખર!
સાચો પ્રેમ એટલે શું? આ ચર્ચા સામાન્ય જનતા તેમજ ‘બૌધિકો’માં ઘણીવાર થતી હોય છે. આ ચર્ચા હવે સોશિયલ મીડિયામાં પણ આમ થઈ ગઈ છે. લોકોને સાચા પ્રેમ વિશે સતત વાતો કરતાં રહેવું ગમે છે. આમ કરવાથી તેમને પોતાના હાલનાં કે ભૂતકાળનાં કે પછી પોતે હ્ય્દયના કોઈક ખૂણામાં છુપાવી રાખેલા પોતાના પ્રેમ વિશે ખુલીને બોલવાની ઈચ્છા પૂરી થતી હોય છે. કેટલાંક લોકો માત્ર હ્ય્દયથી હ્ય્દયના પ્રેમને જ સાચો પ્રેમ ગણતાં હોય છે. તો કેટલાંક પ્રેમમાં શારિરીક આકર્ષણ કે પછી શારિરીક સંબંધોને વર્જ્ય ગણતાં હોય છે. તો અમુક લોકો પેલી ફેમસ કહેવત ને આધારે એમ કહેતાં કે માનતા હોય છે કે “ઈદૃીિઅંરૈહખ્ત ૈજ કટ્ઠિી ૈહ ર્ઙ્મદૃી ટ્ઠહઙ્ઘ ુટ્ઠિ!” ટૂંકમાં જ્યાં પ્રેમ હોય ત્યાં માનસિક, ઈમોશનલ તેમજ શારિરીક બંધનો નડતાં નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં બીજું કશુંજ હોતું નથી. આ તો થઈ સાચા અને ખોટા પ્રેમની વાત. પણ ‘અમરપ્રેમ’ એટલે શું?
અમર એટલેકે ૈદ્બર્દ્બિંટ્ઠઙ્મ, કદીયે ન ભૂલાય તેવો પ્રેમ. વેલ, સાચું કહીએ તો આવા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી. પણ જો સરળ શબ્દોમાં કહેવું હોય તો આવા અમરપ્રેમ કોઈ જાતિ, ધર્મ કે કોઈ શું કામ કરે છે તેને જોતો નથી. તે પોતાના પ્રેમ પાસે કશું માંગતો પણ નથી. મજાની વાત એ છે કે આવાં પ્રેમમાં પડેલાં પ્રેમી કે પ્રેમિકા એકબીજા સાથે આ પ્રેમનો ઈઝહાર પણ કરતાં નથી. પરંતુ હા, તેમને એકબીજાની આ લાગણી વિશે ખબર જરૂર હોય છે. પણ તેમને એ કહેવાની જરૂર પણ હોતી નથી. તેઓ તો બસ એકબીજાનાં પ્રેમમાં રમમાણ હોય છે. પ્રેમીની શારિરીક હાજરી હોય તોપણ શું અને ન હોય તોપણ શું? બસ એમને તો પ્રેમ જોઈએ. હા આ પ્રેમમાં પણ જુદાઈ નું દુઃખ હોય છે, પણ એપણ પોતાના પ્રેમીની લાગણીને માન આપવા કે પછી તેને કોઈ નુકશાન ન જાય તેને માટેજ હોય છે. આવીજ એક અનોખી કથા આપણી સામે છેક ૧૯૭૧માં પ્રોડયુસર/ડાઈરેક્ટર શક્તિ સામંતા લઈને આવ્યાં હતાં, અને તેમણે એક અદભુત ફિલ્મ બનાવી હતી, ‘અમર પ્રેમ’.
પુષ્પા (શર્મિલા ટાગોર)ને એનો પતિ નવી પત્ની લાવ્યા બાદ તરછોડી દે છે. પુષ્પા પોતાનું જીવન પૂરૂં કરવાજ જતી હોય છે ત્યાં ગામનાં ઉતાર જેવા નેપાલ બાબુ (મદન પૂરી) પુષ્પાને ફોસલાવી ને કલકત્તા લઈ આવે છે અને અહીં એક કોઠા પર એને વેંચી દે છે. પુષ્પાનો અવાજ તો મીઠો હોયજ છે, આથી એકવાર શહેરનો બહુ મોટો માણસ આનંદબાબુ (રાજેશ ખન્ના) શરાબના નશામાં પુષ્પાનું ગીત સાંભળતો તેના કોઠા પર આવી પહોંચે છે. આ આનંદબાબુ પૈસેટકે એકદમ સુખી હોય છે, પરંતુ પત્ની તેમનાથી દુર છે. હંમેશા, પાર્ટીઓમાં આનંદબાબુના પૈસા ઉડાડતી તેમની પત્ની પાસે આનંદબાબુ માટે બિલકુલ સમય નથી હોતો. સાચા પ્રેમ અને લાગણીના ભૂખ્યા આનંદબાબુ કલકત્તાના કોઠાઓમાં ભટકતાં રહેતા હોય છે અને ત્યાં તમને પુષ્પા મળી જાય છે. હવે આનંદબાબુ રોજ પુષ્પાના જ કોઠા પર આવશે એવું નક્કી થઈ જાય છે. આખી રાત આનંદબાબુ અને પુષ્પા ખુબ બધી વાતો કરે અને સવારે છુટા પડે. આ નિત્યક્રમ બરોબર ચાલતો હોય છે ત્યાંજ આનંદબાબુનો સાળો, પુષ્પાને આનંદબાબુથી દુર રહેવાનું કહે છે. ભોળી પુષ્પા આનંદબાબુને વધુ દુઃખી ન કરવાના હેતુસર તેમને કોઠા પર ન આવવાનું કહી દે છે. સામેપક્ષે આનંદબાબુ પણ વધુ ચર્ચા ન કરતાં ત્યાંથી જતાં રહે છે. વર્ષો પછી પુષ્પા અને આનંદબાબુનો મેળાપ થાય છે...
ફિલ્મમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરનો અભિનય કે આનંદ બક્ષીનાં ગીતો કે પંચમ’દાનું સંગીત તો જોરદાર હતુંજ, પરંતુ અમરપ્રેમ એટલે ખરેખર એ અમરપ્રેમ કેમ છે એ વાત સમજાવવામાં શક્તિ’દા સફળ થયા હતા. આમજુવો તો આનંદબાબુ અને પુષ્પાનો શું સંબંધ? પોતપોતાના જીવનસાથીથી તરછોડાયેલી બે વ્યક્તિઓ જો એકબીજામાં પોતાની હુંફ શોધે તો એમાં ખોટું શું છે? એક ‘કોઠેવાલી’ હોવા છતાં, આનંદબાબુએ ક્યારેય પુષ્પા પાછળ એ ન માંગ્યું જેને આપવા પુષ્પા બંધાયેલી હતી, પરંતુ એમણે પુષ્પા પાસેથી એજ લીધું જેની એમને જરૂર હતી અને એજ આપ્યું જેની જરૂર પુષ્પાને પણ હતી, પ્રેમ અને ભરપુરમાત્રામાં લાગણી. આ સમગ્ર ફિલ્મમાં આનંદબાબુ અને પુષ્પા વચ્ચે ભાગ્યેજ શારિરીક સંપર્ક દેખાડવામાં આવ્યો છે, પરંતુ એવી દંભી વાતને પણ જો આપણે ઈગ્નોર કરીએ તોપણ આ બંને એકવાર પણ એકબીજાને ‘આઈ લવ યુ’ નથી કહેતાં. પરંતુ તોય આપણને એવું સતત દેખાય કે આનંદબાબુ અને પુષ્પા એકબીજાને ખુબ પ્રેમ કરે છે. આનંદબાબુની પત્ની એને કોઈજ લાગણી નથી આપતી એ જાણવા છતાં, પુષ્પા માત્ર આનંદબાબુના સાળાના કહેવાથી આનંદબાબુનો સંસાર બચાવવાની લાગણીએ તેમને પોતાના કોઠે ન આવવાનું કહી દે છે. અને આનંદબાબુ પણ વધુ કોઈ કકળાટ ન કરતાં પુષ્પાનો નિર્ણય માથે ચડાવે છે. આ અમરપ્રેમ નથી તો બીજું શું છે?
પુષ્પાના કોઠાની બાજુમાંજ તેના ગામમાંથી એક ફેમીલી રહેવા આવ્યું હોય છે અને તેના પુત્ર નંદુ (વિનોદ મહેરા) ના બાળપણથી જ પુષ્પાને લાગણીનું બંધન થઈ ગયું હોય છે. નંદુ અને પુષ્પા એકબીજાને માતા-પુત્રજ ગણવા લાગ્યા હોય છે. આ નંદુ આનંદબાબુ સાથે પણ એટલોજ હેળવાઈ ગયો હોય છે. સમયજતાં આ નંદુને પણ તેના પિતા પુષ્પાના વ્યવસાયને લીધે તેનાથી દુર કરી દે છે. વર્ષો પછી આનંદબાબુ પુષ્પાને એક હોસ્ટેલમાં વાસણ ઘસતી અને કચરા વાળતી જોવા મળે છે. અને થોડાં સમય બાદ તે નંદુને પણ મળે છે. આનંદબાબુ જો ઈચ્છત તો પુષ્પાને, પોતાનાં પ્રેમને પોતાને ઘેર લઈ જઈ શક્યા હોત, પરંતુ તેની જગ્યાએ તેઓ નંદુને દુર્ગાપૂજાનાં પહેલે દિવસે પુષ્પાને એટલેકે પોતાની માં ને પોતાને ઘેર લઈ જવા સમજાવે છે. અને નંદુ એમુજબ જ કરે છે. ફરીએકવાર ત્યાગ સાથે પોતાના પ્રેમને કેવીરીતે તકલીફથી દુર કરવાની લાગણી આનંદબાબુએ દેખાડી. આ અમરપ્રેમ નથી તો બીજું શું છે?
ફિલ્મમાં પ્રેમ ક્યારેય સતહ પર નથી દેખાતો, પરંતુ તેમ છતાંય આનંદબાબુ, પુષ્પા અને નંદુ સતત એકબીજાનાં પ્રેમમાં ડૂબકીઓ લગાડતાં જોવા મળે છે. આ જ અમરપ્રેમ છે!
લઘરી વાતો
વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
બોસ આપડે ફૂટબોલ કેમ નથી રમતા
આપડે લોકો નાના હતા ત્યારે લખોટી , ફોટા , છાપો , ગીલ્લી દંડા , દોડ-પકડ , ખો-ખો , સંગીત ખુરશી વગેરે વગેરે ગેમો રમતા આયા છીએ સેહજ મોટા થયા એટલે ક્રિકેટ રમવાની શરૂ કરી દીધી બસ પછી ક્રિકેટ જ રમે રાખી છે ક્યારેય વિચાયું છે કે આપડા ત્યાં વિશ્વની સૌથી વધારે રમાતી રમત ફૂટબોલ કેમ નથી રમાતી ?? અમારી પાસે આ ગેમ ગુજરાતમાં નહિ રમાવાના ઘણા જ લોજીક વગર નાં કારણો છે.
વર્ષો પહેલા આપડા ત્યાં ફૂટબોલ રમાવાની શરૂ થઈ હતી પણ માવા પાન મસાલા ગુટખા મોઢામાં ભરી રાખીને ગમે તે ગેમ રમવાની આદત આપણને ભારે પડી મોઢામાં માવો દબાવી ને દોડતા કેટલાય ખેલાડીઓ ને યલો કાર્ડ અપાતા એક ખેલાડી તો મોઢામાં માવો ભરી દોડતો હતો ત્યાં અચાનક જ એક વાર પાન ની પિચકારી રેફરી ને વાગી ગઈ એની સફેદ ટી-શર્ટ લાલ થઈ ગઈ અને એણે આપડા પ્લેયર ને રેડ કાર્ડ આપી દીધું . અને આપણ ને ફૂટબોલ કેમ નાં રમવો જોઈએ એ વિશે ડીટેઈલ રિપોર્ટ ફીફા ને મોકલવામાં આવ્યો હતો આ રહ્યો એ રિપોર્ટ.
રેફરી નો ફીફા ને રિપોર્ટ કરતો પત્ર
જય ભારત સાથે જણાવાનું કે
•બાબત : બોસ આ લોકો ને ફૂટબોલ રમવા નાં દેવાય
ફીફા આ પત્ર માં ભાષા થોડી ટપોરી ટાઈપ ની થઈ ગઈ છે એ દરગુજર કરશો કેમકે આ લોકો જોડે રહી રહીને હું પણ આવોજ થતો જાઉં છું. આ લોકોને કોઈ દિવસ ફૂટબોલ નાં રમવા દેવાય એ અંગે આ રિપોર્ટ પત્ર દ્રારા તમને સબમિટ કરૂં છું.
એક તો મોઢામાં માવો ભરીને રમે છે જ્યાં ત્યાં થુંકે રાખે છે, અને બીજું એક કારણ એવું છે કે આ લોકો પાકા ધંધાદારી લોકો છે અને આળસુ પણ. એક તો આ લોકો મને રેફરી ને એવું કહે છે કે છેક સામે ગોલ પોસ્ટ સુધી દોડી ને ગોલ કરવા કોણ જાય? આ તો બહુ દોડા-દોડી વાળો ધંધો છે અને એ પણ એ બોલ પાછળ દોડવાનું અને ગોલ કરવાનો? જે બોલ પેહલેથી જ ગોળ છે એવા ધોરણ - ૩ નાં જોક મારે છે. ઘણા તો સવારે ફૂટબોલ રાખીએ તો બ્રેક દરમિયાન ફાફડા ગાઠિયા ખાવા જતા રહે તો પાછા જ નથી આવતા.
મેં એક ભાઈ ને પગ વાગવાથી પડી ગયા અને કોર્નર કિક આપી તો એ ભાઈ એ કોર્નર માં જીને પાણી પૂરી ની લારી મૂકી દીધી કે દરેક કોર્નર પર પાણીપૂરી નાં લારી માં જેટલી કમાણી છે એટલી ફૂટબોલ ની દોડા-દોડમાં નથી . હજુ એ ભાઈ નું કોર્નર પર નું દબાણ ખસેડીએ એ પેહલા ત્યાં આજુબાજુ પાથરણા પાથરી ને લોકો એ રેકડી નાખી દીધી ફૂટબોલ જોતા જોતા ધંધો થશે એવું જણાવા લાગ્યા , પછી મેં કંટાળી ને કોર્નર કિક ની જગ્યાએ ફ્રી કિક આપવાનું શરૂ કર્યું તો આ લોકો કહેવા લાગ્યા ફ્રી જ છે તો એક કિક શું કામ બે- ત્રણ આપોને તમારા બાપ નું શું લુટાઈ જવાનું છે?
કોઈ પેનલ્ટી એરિયા માં પડી જાય અને પેનલ્ટી કિક આપું તો પેનલ્ટી કિક ની જગ્યાએ સામે વાળી ટીમ ને રૂપિયા માં પેનલ્ટી કરો તો કઈક મળે એવું હશે, તો રૂપિયામાં તમારો પણ ભાગ રાખીશું એવી ઓફરો આપતા હતા . એક ભાઈ ને મેં ગુસ્સામાં આવી ને યલો કાર્ડ આપ્યું તો એમણે મને સામે એમનું વેઝિટીગ કાર્ડ આપીને કીધું કે જમીન- મકાન ને લાયક કઈ પણ કામકાજ હોય તો કહેજો. આ ફૂટબોલ ગ્રાઉન્ડ વેચવું હોય તોય કહેજો તમારૂંય કમીશન રાખીશું .
સ્પોર્ટ્સ શુઝ તો પહેરવાની જ નાં પાડે છે કે ચપ્પલ જ સસ્તા પડે. પ્લયેર બદલવાનો કહું તો પોતાની જગ્યાએ બીજા પ્લેયર ને રમવાનું બીજા પ્લેયર જોડે થી ભાડું માગે. મેં પૂછ્યું કેમ તો કહે કે સર દરેક જગ્યા હોય એ ભાડે તો ચઢાવી જ પડે તો જ આવક થાય એવો અમારે ત્યાં નિયમ છે . મેચ માં ગોલ સરખા હોય અને એક્સ્ટ્રાટાઈમ રમવાનું કહું તો કહે કે એના એક્સ્ટ્રા રૂપિયા થશે !!
ઉપરોક્ત ઉદાહરણ વાંચી તમે સમજી ગયા હશો કે આ લોકો નો મુખ્ય રસ ફૂટબોલ માં નહિ પણ રૂપિયા કમાવા અને ધંધામાં છે તો મારા પત્ર મળે થી મને પણ પાછો ફીફા બોલાઈ લેજો આભાર
આપનો વિશ્વાસુ
રેફરી.
બસ આ રેફરી એ આપડા વિષે આવો પત્ર લખી ફીફા ને મોકલ્યો ત્યારથી આપડે ફૂટબોલ માં રમી શકતા નથી .