attitude dairy in Gujarati Motivational Stories by Vishal Teraiya books and stories PDF | એટીટ્યુડ ડાયરી

Featured Books
Categories
Share

એટીટ્યુડ ડાયરી

Chapter 4

“ડર : લેટ્સ ટેક ચાંસ”

“એ વસ્તુ જ હંમેશા કરવી જેનાથી તમને ડર લાગે, આ કાર્ય વારંવાર કરતાં રહો, આ એક જ ઝડપી રીત છે જેમાં નક્કી જ ડર પર કામિયાબી હાંસિલ કરી શકો છો. ”---ડેલ કારનેગી

ડર, ક્યારેક પરિસ્થિતિનો તો ક્યારેક માણસ નો, ક્યારેક પૈસાનો તો કયારેક પરિવાર નો, ક્યારેક પરીક્ષા નો તો ક્યારેક “ધ બેસ્ટ” બનવાનો આવા અગણિત ડર આજ ના સમાજ ને ખોખલા બનાવી રહ્યા છે, એ જીવનની મૂળ મજા મરવામાં આ ડર જ મોટો દરજ્જો ધરાવ છે. દુખ હોય ત્યારે સુખ ન આવવાનો ડર, સુખ આવે તો એ કેટલું ટકસે એનો ડર. આજ બધી ભેજજમારી માં કોઈ ઇંજોયમેંટ, મોજ અને પેસન જેવુ કે રહેતું જ નથી. આ દરેક માં દરેક ડર માં મૂળ ગેપ સુખ અને દુખ વચેનો હોય છે તે ગેપ ભરી શકે તો ફક્ત હીમત.

હિમંત અને હદય વચે સારી ફ્રેંડશિપ છે, જ્યારે પણ આપણે હીમત થી જીવવાની તરફ ડગલું માંડીયે ને ત્યારે હ્રદય ની દ્રઢતા થી જીવતા હોઈએ છીએ, ગમે તેવી પરિશ્થિતી કેમ ના હોય છાતી ઠોકી ને એ પ્રોબ્લેમ ને ફેસ કરો, લડી લેવાની હિમંત તો હોવી જ જોઈએ. સવેંદંશીલતા બોલેતો ફિલિંગ્સ, વિચારો અને ઈચ્છાઓને માર્યા વગર "કદમ સે કદમ બઢાતે ચલો, જીત કે ગુણ તુમ ગાતે ચાલો (લક્ષ્ય મૂવી નું સોંગ)".

***

ડર મુજે ભી લગા ફાંસલા દેખ કર,

પર મેં બઢ્તા ગયા, રસ્તા દેખ કર,

ખુદ બ ખુદ આતી ગઈ મેરી મંજિલ,

મેરા હોંસલા દેખ કર. –(અજ્ઞાત).

***

આપણે જનરલી કમ્ફેર્ટજોન ને છોડવા માટે જ હિમંત જોઈ છે, કામફર્ટ જોન માં રહેવું કે ખોટું નથી પણ તમે ત્યાંથી કસે આગળ નઈ વધી સકો અને જો તમે આ દુનિયા માં આગળ નથી વધતાં તો તમે ધીમે ધીમે પછાડ ઊંડી ખાઈ માં પાડવાની શરૂઆત કરો છો. આપણે સપના જોઈએ અને એ સપના ને સત્ય, રિયાલીટી બનાવવા માટે કરેજ જોઈએ હિમંત જોઈએ. અમુક લોકો ને ડર હોય છે પબ્લિક સ્પીકિંગ નો, સ્ટેજ ફિયર અને માઇક ફોબિયા. એમાં ના એક હતા આ દુનિયા ના સૌથી પૈસાવાળી પાર્ટી માં ટોચ પર રહેનાર "વોરેનભાઈ બફેટ ". . . . . જી હા !!!! અને એમને પણ કહ્યું હતું કે આ ડર દૂર કરી ને જ તેમણે સિદ્ધિ ઓને હાંસિલ કરી છે. બોલે તો ડાઇરેક્ટ જ કહેવાનું

“ડર, લેટ્સ ટેક એ ચાંસ”

પબ્લિક સ્પીકિંગ નો ડર દૂર કરવાનો હું તમને એક 100% રિજલ્ટ આપે તેવો અકષિર ઉપાય એ એક લીટી ઉપર લખેલ વાક્ય જ છે, આંખ બંધ કરી ને પરિશિતી નો સામનો કરો, હિમંત અને વિશ્વાસ બસ. . ને રેસ્ટ વિલ્ બી ધ હિસ્ટ્રી . .

સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ, માઓમ્ન્મદ અલી, માઇક ટાયસ્ન અને ધીરુભાઈ અંબાણિ, દરેક એક જ વાત ને સમર્થન આપ્યું છે, ડર નો સામનો કરવો, ડર એટ્લે કઈક એવું કે જે કરવાથી આપણે અજાણ છીએ, તો એજ સિખવાનું છે કે આપનું નોલેજ વધારવું ને ડર નો ફૂલ એનર્જિ સાથે સામનો કરવો, એટ્લે જણાય કે આ તો ડર હતો જ નઈ ફક્ત એક રિસ્ક લેવાની વાત હતી અને આ નાનો રિસ્ક તમારી પેર્સ્નલિટી ને અગડ વધારવામાં અને સકસેસ બનાવવા માં ઘણો જ મોટો રોલ ધરાવે છે.

***

“આંધિયો મેં ભી જેસે ચિરાગ જલા કરતે હે

ઉતની હી હીમત સે

હમ ભી હોસલા રખા કરતે હેય”- (અજ્ઞાત)

***

આપણે આજે જે સમસ્યા ને સામનો કરવાનું ટાળીએ છીએ, એ જ સમસ્યા કાલે સવારે વિકરાળ સ્વરૂપ લઈ ને તમારે માથે આવનું જ એ તો નક્કી જ છે. એવું તો લગભગ અનાયાસે જ બનસે કે તમારી એ સમસ્યા ને તમે સુધરી જતાં કે અદ્રશ્ય થાય. જ્યારે આવી પ્રોબ્લેમ થી આપણે ભાગવાનુ આવે, ડરી જવાનું આવે કે અસ્વીકાર કરવાનું આવે ત્યારે આપણે આ સમસ્યા નો સામનો ના કરી ને તમારા ખુદ ના ચરિત્ર ને તમારા “જાત” ને ખૂબ જ મોટા ઘાવ કરો છો. આપણે આપના આત્મવિશ્વાસ ને “આત્મહત્યા” માટે પ્રેરિત કર્યે છે એમ કહેવાય.

મિત્રો, ગમે તેવી પરિસ્થિતી અઘરી કેમ ના લગતી હોય પણ તમારે હંમેશા માટે ફ્ક્ત બે હથિયાર સાથે રાખવાના છે, “અડીગ હિંમત અને હાસ્ય”. જિંદગી માં દરેક બાબત ને કે રીતે ક્ષણે-ક્ષણ જીવવી ને એ મૂલ્યાંકન કરવા જેવી બાબત છે. કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ મહત્વનું છે. ભગવાન નું આ એક અદ્ભુત ક્રિએશન નું નામ છે લાઈફ બોલે તો જિંદગી, અને જિંદગી માં સક્સેસ્સ (સફળતા) એ કે કોઈ સ્થળ નથી કે ત્યાં પોહચી જાય એટ્લે બધુ જ પામી લીધું પરંતુ જિંદગી માં સક્સેસ એ તો એક રસ્તો છે, જર્ની છે એને મોજ કરતાં કરતાં, હસ્તે હસ્તે કટ જાયે રસ્તે ની જેમ પસાર કરવાની હોય છે.

હા, કલામ સાહેબ ની આ વાતો જરૂર યાદ રાખજો કૅ ક્યારેય પણ પહેલી જીત પછી રોકાઈ ના જવું, જો તમે બીજા કામ ના નિષ્ફળ થશો તો તમારી પહેલી જીત ને ભાગ્ય નું નામ આપવા માટે હજારો લોકો આતુરતાથી તૈયાર હશે.

આપણે વાસ્તવિકતા થી દૂર ભાગવાની જરૂર નથી, એને શાંત મને એનાલિસિસ કરવાનું બોલે તો મૂલ્યાંકન કરવાની જરૂર છે. હમેશા આપના ખીચામાં મજબૂત ઈરાદા, નિરંતર પરીવર્તન, નેવર ગીવ અપ ની ભાવના, નક્કર કર્મ અને ઉત્સાહ રાખવો પછી બધુ જ દુનિયા માં રમત લાગસે.

મારી આ વાત ને મન માં ખીલી ખોડી ને રાખી દેજો સાહેબ કે જે જ્યાં જ્યાં તમે હિંમત ચૂકી રહ્યા છો, ત્યાં ત્યાં તમે વાયુવેગે પાછા પડી રહ્યા છો. જ્યારે તમે એ ડર ની જ્ગ્યા એ હિંમત ને પ્રયોરિટી આપો છો ને તો ખૂબ જ ઝડપે તમે તમારી સફળતા ની લિફ્ટ માં ઉપર ને ઉપર જઈ રહ્યા છો. . . . . . .

“All birds find shelter during a rain but eagle avoids rain by flying above the clouds”- - (બ્રુસ લી)

અને છેલ્લે આપણે દરેક ને ઉતરૌતર પ્રગતિ કરવાનું ખૂબ જ પ્રિય છે અને આવશ્યક પણ છે. આગળ વધવું એટ્લે કે તમારા કાલ માં ફેરફાર લાવવો, ગઈ કાલ કરતાં કઈક વધારે સારું કરવું. તમારા જીવનને શાંત, સિમ્પલ અને અણરિસ્કી જીવવું એ પણ બહુ મોટો રિસ્ક જ છે. હમેશા પોતાને નવા-નવા ચેલેંજિસ થી લડતા રહી ને અડીગ ઊભા રહવું એની મજા કઈક ઓર જ હોય છે.

“If you don’t like how things are, change it! . ,

You’re not a tree. ” – Jim Rohn . . . .

(Life : To be continued)