operation golden eagle - 9 in Gujarati Fiction Stories by Pratik D. Goswami books and stories PDF | ઓપરેશન ગોલ્ડન ઈગલ 9

Featured Books
  • My Devil CEO

    तो चलिए शुरू करते है लखनऊ जिसको आप सभी उत्तर प्रदेश की राजधा...

  • प्यार तो होना ही था

    रूचि  .. रूचि  ... मेरी बात तो सुनो बेटा , मैं तुम्हारे भले...

  • आशा की किरण - भाग 2

    अरे, कौफी कहां है, मां?’’ रचना ने आवाज लगा कर पूछा, ‘‘यहां त...

  • शक्तिपुंज

    पृथ्वी से बहुत दूर,क्रॉडियम - पृथ्वी से अलग एक खूबसूरत दुनिय...

  • तेरा...होने लगा हूं - 9

    मोक्ष क्रिश को लेकर शेखावत हाउस के लिए निकल गया। वहीं स्कूल...

Categories
Share

ઓપરેશન ગોલ્ડન ઈગલ 9

ઓપરેશન

ગોલ્ડન ઈગલ

પ્રકરણ : ૯

પ્રતીક. ડી. ગોસ્વામી

( ગયા પ્રકરણમાં....

આઝમગઢમાં વિશુ અબુ સુલેમાનના ખાસ માણસ શહેઝાદ બટ્ટને જુએ છે. ખતરાની આશંકા જતા તે તેનું અપહરણ કરાવે છે અને પૂછતાછ કરે છે. પૂછતાછ દરમિયાન અબુ સુલેમાનના ભારત આવવાની બાતમી વિશુને મળે છે. આઝમગઢનો કુખ્યાત ગુંડો મોહસીન શેખ પણ તેની પકડમાં આવી જાય છે. મોહસીનને છોડવા માટે વિશુ ત્રણ કરોડ માંગે છે, અને પૈસા આવતાં જ પોતાના માણસોને કશીક સૂચના આપી, પૈસાની બેગ લઈને બહાર નીકળી જાય છે..

હવે વાંચો આગળ..)

29 નવેમ્બર, 2016

ગુજરાનવાલા, પાકિસ્તાન.

વહેલી, ઠંડી પરોઢનો સમય હતો. ગુજરાનવાલાના રસ્તાઓ પર ખૂબ પાંખી ચહલપહલ હતી. વાતાવરણમાં આછું ધુમ્મસ છવાયેલું હતું. કેટલાંક ભીખારીઓ રસ્તાની કોરે ફૂટપાથ પર ટૂંટિયું વાળીને સૂતા હતાં. બે-ત્રણ કૂતરાઓ થોડી થોડી વારે લાળીઓ કરીને જાત ભાઈ હરીફને પોતાના અધિકારક્ષેત્રમાં ન પ્રવેશવાની ચેતવણીઓ આપી રહ્યા હતા. તે સિવાય સૂનકાર વ્યાપેલો હતો. અચાનક વાતાવરણ ઘણીબધી સાયરનોના અવાજ-પડઘાઓથી ગૂંજી ઊઠ્યું. ધીમે ધીમે અવાજ વધતો ગયો. તીણી સાયરનોની અવિરત ચિચિયારીને લીધે રસ્તાઓની શાંતિ ભંગ થઇ. એક સાથે પંદર - વીસ લશ્કરી એમ્બ્યુલન્સ એક મોટી હોસ્પિટલ પાસે આવીને ઉભી રહી ગઈ. થોડા સૈનિકો તેમાંથી ઉતર્યા.

શોરબકોર સાંભળીને અલતાફ મીર બહાર આવ્યો. તે જે મહેમાનોની રાહ જોઈ રહ્યો હતો, તે આવી પહોંચ્યા હતાં. પાકિસ્તાનના ગુજરાનવાલામાં આવેલી એ હોસ્પિટલ 'ફિરોઝ મહોમ્મદ ફોઉન્ડેશન' ની હતી. સૌથી આગળની એમબ્યુલન્સના ડ્રાઇવર સાથે કશુંક મશક્કત કરી, સાયરન બંધ કરવાનું કહીને અલતાફે એક ફોન જોડ્યો.

થોડીવારે હોસ્પિટલની બધી લાઈટો ધડાધડ બંધ થવા માંડી, આસપાસની સ્ટ્રીટ લાઈટો પણ કોઈ અકળ કારણોસર બંધ થઇ ગઈ. ઝળહળતી, શક્તિશાળી લાઈટો બંધ થવાથી રસ્તાઓ પર અંધારું પ્રસરી ગયું. ચિચૂડાટ કરતો એક મોટો ગેટ ખૂલ્યો અને એક પછી એક કરીને બધી એમબ્યુલન્સ એ હોસ્પિટલના અંડરગ્રાઉન્ડ કમ્પાર્ટમેન્ટ તરફ જવા ઉપડી. એક વિશાળ મડદાંઘર તેમનું આખરી મુકામ હતું.

છેલ્લી એમ્બ્યુલન્સ અંદર દાખલ થઇ એટલે ફરી સન્નાટો છવાઈ ગયો. હોસ્પિટલની સામે ક્યારનો ટૂંટિયું વાળીને સૂતેલો એક ભિખારી થોડીવાર પછી ત્યાંથી ઉભો થઇ ચાલવા માંડ્યો. સુરક્ષિત જગ્યાએ પહોંચીને તેણે પોતાની ફાટેલી, થિગડાંવાળી જાકીટમાં છુપાવી રાખેલો સેટેલાઇટ ફોન કાઢ્યો અને એક નંબર લગાવ્યો. એ નંબર ભારતનો હતો.

'' મોસમ વિભાગની આગાહી સાચી છે. લો પ્રેશર એટ એફ. એમ. ફાઉન્ડેડ, હેવ આ નાઇસ ડે ! ફ્રોમ ગુજરાનવાલા રેડિયો સ્ટેશન. '' ફોન કટ થયો.

સાંકેતિક ભાષામાં કરાયેલી એ વાતચીતનો સાદી ભાષામાં મતલબ એટલો, કે પાકિસ્તાની ચોકી પર થયેલા હુમલાના સમાચાર સાચા હતા. હુમલાની સત્યતા જાણવા માટે 'રો' એ પાકિસ્તાનની દરેક લશ્કરી અને સરકારી હોસ્પિટલ નજીક પોતાના જાસૂસો ગોઠવી દીધા હતા, જેમાંથી છેવટે ગુજરાનવાલામાં પાકિસ્તાની સૈનિકોની લાશ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. 'ફિરોઝ મોહમ્મદ ફાઉન્ડેશન' એક ખાનગી ટ્રસ્ટ હતું, પણ પાકિસ્તાનની ઘણીખરી સિવિલ હોસ્પિટલોનું મેનેજમેન્ટ તેના હસ્તક હતું. ફોન જેને ઉદ્દેશીને કરાયો હતો એ ઓફિસરે તરત જ દિલ્હી હેડક્વાર્ટરે આ રિપોર્ટ પહોંચતો કરી દીધો. હવે 'રો' ના અધિકારીઓ મૂંઝાયા. આર્મીના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટ પ્રમાણે ભારતીય સિપાહીઓ પર થયેલો હુમલો પાકિસ્તાન પ્રેરીત હતો. તો પછી આવડી બધી એમ્બ્યુલન્સ શા માટે, કોની લાશ લઈને આવી હતી ? શું પાકિસ્તાની ચોકીઓ પર પણ હુમલો થયો હતો ? તો પછી ભારતના બાર સૈનિકોનું શું ? નક્કી કશુંક રંધાઈ રહ્યું હતું. ગુજરાનવાલામાં ઉંદરકામાં કરતાં જાસૂસોને 'ફિરોઝ મહોમ્મદ ફાઉન્ડેશન' ની બધી જ હોસ્પિટલ પર સખત નજર રાખવાની વળતી સૂચના આપવામાં આવી. જેમ બને તેમ જલ્દી આ રહસ્ય પરથી પડદો ઊંચકાવો જરૂરી હતો. આખરે ભારતનું જવાબી વલણ આ બાબત પરથી જ નક્કી થવાનું હતું...

***

'' મે આઈ કમ ઈન સર ? ''

'રો' ના હેડક્વાર્ટરમાં નામ કે હોદ્દાની તકતી વગરના દરવાજાવાળી એક કેબિન પર નિશ્ચિત પેટર્ન પ્રમાણે ટકોરા પડ્યાં. કેબિન 'રો' ના સર્વેસર્વા અરુણબક્ષીની હતી.

''કમ ઈન ! ''

વિશુ અંદર દાખલ થયો. અરુણ બક્ષી હાથમાં કેટલાક કાગળિયાં પકડીને પોતાની રીવોલ્વીંગ ચેર પર બેઠા હતા. કાગળિયાં વાંચતા વાંચતા થોડીવારે પોતાના કમ્પ્યુટર તરફ જોઈ લેતા હતાં. '' આવ ચંગીઝ ! બેસ. હું તારી જ રાહ જોઈ રહ્યી હતો. બોલ, શું અર્જન્ટ કામ પડ્યું છે ?'' અરુણબક્ષીએ પૂછ્યું. આ ટૂંકી મુલાકાત દરમિયાન વિશુનું સાંકેતિક નામ ચંગીઝ હતું. ગુપ્તતા જાળવવા માટે આમ કરવું જરૂરી હતું. અરુણ બક્ષીએ બીજી પણ એક તકેદારી લીધી હતી. તેમણે એક સેલ્યુલર ફોન વિશુને આપ્યો અને ઈશારો કરીને તેનો મેસેજ એ ફોનમાં ટાઈપ કરીને સેન્ડ કરવાનું કહ્યું. થોડી આડીઅવળી વાતો સાથે પોતે પોતાનું જે કામ કરતાં હતાં તે જારી રાખ્યું.

વિશુએ ફોન લીધો અને આખું આઝમગઢ પુરાણ ટાઈપ કરીને ફોનમાં સેવ કરેલાં એકમાત્ર નંબર પર સેન્ડ કર્યું. તે આઝમગઢથી નીકળ્યો ત્યારે તેણે વધારે કંઈ પણ જણાવ્યા વગર માત્ર '' વોન્ટ ટૂ મીટ, ઈટ'સ્ અર્જન્ટ.. '' એવો ટૂંકો મેસેજ બક્ષીના પર્સનલ આસિસ્ટન્ટને આપ્યો હતો. આકાશ સિન્હાવાળી ઘટના બાદથી તે વધુ સચેત થઇ ગયો હતો. પોતાના સાચા પ્રોફેશન વિશે કોઈ જાણી જાય એ વાત તેના માટે ખતરાની ઘંટી સમાન હતી. હોય જ ને, ગુપ્તચર એજન્ટ પોતાની ઓળખ જ ગુપ્ત ન રાખી શકે તો દુશ્મનોનું શું ઉખાડી લેવાનો હોય !

અરુણ બક્ષીનો ખાસ પ્રકારનો ફોન વાઈબ્રેટ થયો.

''હમમ... આ શહેઝાદ આપણાં માટે જેકપોટ છે. તેનું અપહરણ થયું છે એ સમાચારની કોઈને ભનક ન પડવી જોઈએ. '' મેસેજનું લાંબુ લચક લખાણ વાંચીને બક્ષીએ ટૂંકો જવાબ મોકલ્યો.

'' સર,એ બધું તમે મારા પર છોડી દો. બધી વ્યવસ્થા થઇ ચૂકી છે. બસ, હવે અબુ સુલેમાન ભારત આવે એટલી વાર..... '' વિશુએ લખ્યું.

'' વેલ, વિશુ મને લાગે છે કે આ સમયે તારે કાશ્મીરમાં હોવું જોઈએ. '' થોડીવાર વિચારીને બક્ષીએ મેસેજ ટાઈપ કર્યો. ફોન અનહેકેબલ હતો તેથી મેસેજમાં વિશુને નામથી બોલાવવામાં વાંધો ન હતો.

'' કાશ્મીરમાં કેમ ? હું કઈં સમજયો નહિ સર ! '' અરુણબક્ષીના ચહેરા પર અકળ હાવભાવ સાથે એક રહસ્યમય સ્મિત રમી રહ્યું હતું. '' સમજી જઈશ વિશુ, એક કામ કર. કાશ્મીરમાં તારું એક કામ અધૂરું પડ્યું છે, એ પૂરું કરી આવ. જ્યાંથી, જે હાલતમાં છોડ્યું હતું ફરી ત્યાંથી શરુ કર....પણ યાદ રાખજે. આ વખતે તારી પાસે સમય ઓછો છે. '' અરુણબક્ષીએ મેસેજમાં લખ્યું. તેમણે હાથમાં કેટલાક કાગળિયાં અને ટિકીટ્સ પકડેલી હતી, તે વિશુ તરફ લંબાવી.

વિશુ થોડીવાર વિચારી રહ્યો. પછી બક્ષી સામે જોઈને બોલ્યો '' સમજી ગયો સર ! વિલ બી ડન. '' કહીને તે ઉભો થઇ બહાર આવ્યો. જલ્દીથી પેકિંગ કરીને તેણે ફરીથી કાશ્મીર માટે ઉપડવાનું હતું....!!

.... ન જાણે કેટલીયવારથી વિશુ ઉર્ફે અત્યારનો ડી.સી.પી વિશ્વજીતસિંહ પોતાને અરીસામાં નિહાળી રહ્યો હતો. બે વર્ષ જેવાં ખાસ્સા સમય પછી તેણે પોલીસની વર્દી પહેરી હતી. આ વર્દીમાં તે ખરેખર સોહામણો લાગી રહ્યો હતો ! ઊંચો, કસાયેલો, પડછંદ બાંધો, મોટી કથ્થાઈ આંખો, તેજસ્વી ચહેરો અને એના પર શોભતી રાજપુતી મૂછ તેના પ્રભાવમાં વધારો કરી રહી હતી. ઘડિયાળે સાડા આઠ વગાડ્યાં. ડયુટી જોઈન કરવાનો સમય થઇ રહ્યો હતો. માથા પર ભારતના રાષ્ટ્રીય ચિહ્નવાળી અને ચિહ્નન નીચે અંગ્રેજીમાં કલાત્મક રીતે આઇ.પી.એસ લખેલી કેપ પહેરીને તેણે હજુ એકવાર અરીસામાં જોઈને મનોમન પોતાના વખાણ કરી લીધાં ! પોતાની જાતને એક આછેરું સ્મિત આપીને તેણે અરીસા પરથી નજર હટાવી લીધી. રખે નજર લાગી જાય ! મજબૂત શરીર અને એટલાં જ મજબૂત દિમાગનો માલિક ડ્યુટી જોઈન કરવા માટે પોતાના ક્વાર્ટરથી રવાનાં થયો.

'' ગુડ મોર્નિંગ સા 'બ ! " પોલીસ કચેરીમાં દાખલ થતાં જ દરવાજા પાસે ઉભેલા કોન્સ્ટેબલે સલામ ઠોકી. હળવું સ્મિત આપીને વિશુ આગળ વધ્યો. એ જ કચેરી, એ જ સુસ્ત માહોલ..! ખાસ કંઈ બદલાયું ન હતું. હા, અમુક પોલીસવાળાઓની બદલીઓ થઇ હતી. પણ જે જૂનાં હતાં તેઓમાં વિશુને જોઈને આછી ઘૂસપૂસ થઈ રહી હતી. સ્વમાનને ખાતર નોકરીને લાત મારે એવા અફસરને ડ્યુટી પર બે વર્ષ પછી એ જ જગ્યાએ પાછો આવેલો જોઈને તેમને થોડી નવાઈ જરૂર લાગી હતી. વિશુ એ લોકો પ્રત્યે ઝાઝું ધ્યાન આપ્યા વગર પોતાની કેબિનમાં ઘૂસી ગયો. તે કેબિનમાં દાખલ થયો કે એકાદ મિનિટે એક સબ-ઇન્સપેક્ટર ધીમે રહીને પોલીસ સ્ટેશનની બહાર સરકાવી ગયો. થોડું અંતર કાપ્યા બાદ એક ઝાડની ઓથ લઈને તેણે ફોન લગાવ્યો.

'' સલામ અલયકુમ જનાબ, એક ખરાબ સમાચાર છે.... એસીપી વિશ્વજીત સિંહ ફરી અહીં જ પોસ્ટિંગ લઈને આવ્યો છે, ડીસીપી બનીને. ''. ફોન રિસીવ થતાં જ તેણે કોઈ અજ્ઞાત વ્યક્તિને કહ્યું.

'' કમબખ્ત પીછો નથી છોડતો ! આ વખતે તો એનો ફેંસલો કરવો જ પડશે. કડી નજર રાખ એના પર ! એની દરેક હિલચાલની ખબર મને પંહોચવી જોઈએ. જોજે કોઈ ગફલત ન થાય. પૈસાથી ભરેલો એક થેલો તારા ઘરે સાંજ સુધી પહોંચી જશે ! '' સામે છેડેથી કહેવાયું.

'' જી જનાબ, ખુદા હાફિઝ ! ''

'' ખુદા હાફિઝ, જલ્દી કામે લાગી જા. ''

ફોન કટ થયો. પેલો સબ-ઇન્સપેક્ટર ફરી પોલીસસ્ટેશન જવા માટે નીકળ્યો.

વિશુ પોતાની કેબિનમાં બેસીને અમુક જૂની ફાઈલો તપાસી રહ્યો હતો કે ટેબલ પર પડેલો ટેલિફોન રણક્યો. '' હેલ્લો, ડીસીપી વિશ્વજીતસિંહ હિયર ! '' તેણે કહ્યું.

'' વાહ, એ જ અવાજ, એ જ અક્કડ... વિશ્વજીતસિંહ, બે વર્ષ પછી પણ તમારી હેકડી નીકળી નથી ! ''

'' હુ ઇસ ધીસ ? '' વિશુએ જરા ઊંચા અવાજે પૂછ્યું.

'' અરે મને ભૂલી ગયા ? યાદ કરો, બે વર્ષ પહેલાં મેં જ મારા હાથે તમારા ટ્રાન્સફર ઓર્ડર પર સાઈન કરી હતી... તમારી દેશભક્તિ મારી એક જ સિગ્નેચર સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. યાદ આવ્યું ? "

વિશુના ચહેરા પર અણગમો ઉપસી આવ્યો. હવે જોકે તે સામેવાળાનો અવાજ અને ઈરાદો બંને ઓળખી ચૂક્યો હતો. ફોન ફારૂક ઓમરનો હતો. કાશ્મીરના બદનસીબે તેઓ હવે મુખ્યમંત્રી બની ચૂક્યા હતાં.

વિશુએ કંઈ જવાબ ન આપ્યો એટલે ઓમરે આગળ ચલાવ્યું '' આશા છે કે વારંવાર બદલીઓથી તમને થોડી ઘણી અક્કલ આવી હશે ! તમારી બદલી કરવા માટે ફરીથી મારે પોતાની ઇમ્પોર્ટેડ પેન બગાડવી ન પડે એનું ધ્યાન રાખજો. કાશ્મીરનો મુખ્યમંત્રી હિન્દુસ્તાનના વઝીરે આઝમની પણ શરમ નથી ભરતો એ તો તમે જાણતાં જ હશો ! '' ફારૂક ઓમર ઠંડા કલેજે, પોતાની રાજનીતિક ભાષામાં વિશુને ગર્ભિત ધમકી આપી રહ્યાં હતાં. કલમ 370નું એ દુષ્પરિણામ હતું.

હવે વિશુને જવાબ આપવું જરૂરી લાગ્યું. તેણે કહ્યું '' જનાબ, એક વાતની તમને ખાતરી આપીશ, કે જ્યાં સુધી હું અહીં છું, ત્યાં સુધી તમારે સૂવા માટે ઊંઘની ગોળીની જરૂર પડવાની જ છે. રહી વાત મારા ટ્રાન્સફરની, તો એ માટે પણ પ્રયત્ન કરી લો ! તમારા પાસે બધાં વિકલ્પો ખુલ્લા છે, જય હિન્દ. '' વિશુએ ફોન મૂક્યો. આ વખતે તેને પોતાનું કામ કરતા ફારૂક ઓમર તો શું, તેમના ‘ આકા’ પણ રોકી શકે એમ ન હતા, કારણકે વિશુને 'રો' નો છૂપો ટેકો હતો. આ ફોન ભવિષ્યમાં ઓમરને ભારે પડવાનો હતો.

'' કમબખ્ત સમજે શું છે પોતાને ? '' ઓમર ગુસ્સામાં બબડયા. તેમણે તરત નવી પોસ્ટિંગ પામેલ આઇપીએસ ઓફિસરોની ફાઇલ મંગાવી. ત્રીજી જ ફાઇલ વિશુની હતી. ઓમરે ફાઇલ ખોલી, પોતાની 'ઇમ્પોર્ટેડ' પેન કાઢી, પણ સાઈન કરવા જતાં જ હતાં કે તેમના હાથ થંભી ગયાં. ફાઈલમાં લખેલું હતું ' સ્પેશિયલ ડેપ્યુટેશન ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ' એ વાક્યનો મતલબ એટલો, કે ડીસીપી વિશ્વજીત સિંહનું ટ્રાન્સફર કરવું ફારૂક ઓમરની હેસિયત બહારની વાત હતી. તેમણે ગુસ્સામાં ટેબલ પર મુઠ્ઠી પછાડી. '' લાગે છે, સાલો આ વખતે અમારી કબર ખોદવાની પૂરી તૈયારી કરી આવ્યો છે ! ''

થોડીવાર વિચાર્યા પછી ઓમરના ચહેરા પર કુટિલ સ્મિત તરી આવ્યું. તેમણે તરત પોતાના એક ખબરીને ફોન જોડ્યો....

'' સલામ સાહબ, આ લો તમારી પસંદીદા આદુવાળી ચા ! '' આગંતુકના અવાજે વિશુના કામમાં ભંગ પાડ્યો. વિશુએ ફાઇલ પરથી નજર હટાવી સામે જોયું.

'' અરે સિકંદર ! આવ આવ. ''

સબ-ઇન્સ્પેકટર સિકંદર અંદર આવ્યો. તેના હાથમાં ચાનો પ્યાલો હતો. તેણે પ્યાલો ટેબલ પર મૂકીને વિશુને સેલ્યુટ મારી. પાંચ વર્ષથી તેનું પોસ્ટિંગ આ પોલીસ સ્ટેશનમાં હતું. વિશુના હાથ નીચે તેણે કામ કર્યું હતું, અબુ સુલેમાનને પકડવાના ઓપરેશનમાં પણ તે વિશુની સાથે જ હતો.

'' સાબ જી, તમને ફરી અહીં જોઈને ખુશી થઇ રહી છે. ''

'' મને પણ ! '' વિશુ મનમાં બોલ્યો. તે સિકંદર સામે થોડું હસ્યો અને ચા નો પ્યાલો હાથમાં લીધો. જોકે એક સબ ઇંસ્પેક્ટરની કક્ષાનો ઓફિસર હાથમાં ચાનો પ્યાલો લઈને આવે એ જરા નવાઈની વાત હતી, પણ વિશુ તેનું કારણ જાણતો હતો. '' સાબ જી... '' સિકંદર કંઈક કહેવા જતો જ હતો કે તેનો ફોન રણક્યો. તેણે સ્ક્રીન પર નામ જોયું અને ફોન કટ કરી નાખ્યો. બીજીવાર રિંગ વાગી, વળી કટ થયો.

" કોણ છે ?'' વિશુએ પૂછ્યું.

'' કોઈ નહીં સાબ જી, ઘરેથી હતો. '' સિકંદરના અવાજમાં ગભરામણ હતી. વિશુ સમજી ગયો કે સિકંદર ખોટું બોલે છે, પણ તેણે પોતાના હાવભાવ કળાવા ન દીધા.

'' સાબ જી, હું જાઉં. પછી આવીશ. ''

'' ઉભો રે ! " વિશુએ કહ્યું. ત્યાં જ વળી ત્રીજી વખત રિંગ વાગી.

હવે સિકંદરને ફડક પેઠી. તેણે રીંગ વાગવા જ દઈને વિશુ સામે જોયું. સિકંદરના કપાળ પર પસીનાની બૂંદો ઉપસી રહી હતી.

" આ ચાનો પ્યાલો લઇ જા, અને પછી મારી કેબિનમાં આવજે. એક જરૂરી કામ છે. "

" જી સાબ જી. " ચાનો પ્યાલો લઈને સિકંદર ઝડપથી ત્યાંથી પોબારા ગણી ગયો. ખાલી પ્યાલાને પોતાના ટેબલ પર મૂકીને તરત પોલીસ થાણાંથી બહાર સરી ગયો.

સુરક્ષિત જગ્યાએ પહોંચીને તેણે ફોન કર્યો. " સલામ અલયકુમ, જનાબ !" તેણે કહ્યું.

" કમબખ્ત ! કાનમાં રૂ ભરાવીને બેઠો હતો કે શું? કે પછી કોઈ માલદારના દિકરાની જમાનત મેળવી આપવા માટેનો સોદો પતાવી રહ્યો હતો? " સામેવાળી વ્યક્તિએ જાણે તેને ઉભે ઉભો ચીરી નાખ્યો.

સિકંદર સમસમી ગયો. જો બીજું કોઈ હોત, તો તેને બરાબરનો સબક શીખવાડત, પણ રાજ્યના મુખ્યમંત્રીથી પંગો લેવો, એ તો મુર્ખામી કહેવાય ! પરાણે શાંતિ રાખીને તેણે જવાબ આપ્યો " જનાબ હું ડીસીપીની કેબિનમાં હતો, એટલે જવાબ ન આપ્યો. "

" હજી તો એ હમણાં જ અહીં ગુડાયો છે, અને તમારી ચમચાગીરી શરુ પણ થઇ ગઈ ! વાહ..."

" ના, ના જનાબ, એવું નથી ! હું તો બસ તમારો હુકમ પાળતો હતો. તમે મને તપાસ કરવાનું કહ્યું હતું, એ જ સિલસીલામાં ગયો હતો."

" નર્યા બહાનાં છે. હવે એ બધું છોડ અને જે કહું છું તે ધ્યાનથી સાંભળ ! આજે સાંજે પેલાં ડીસીપીનો ખેલ ખલ્લાસ કરવાનો છે ! "

" ના જનાબ, એ હું નહીં કરી શકું. મારા.... " સિકંદર હજી વાક્ય પૂરું કરે એનાથી પહેલાં જ સામેથી ગાળમિશ્રિત હુકમ સંભળાયો.. " સાલા નફ્ફટ,....., આવા કામ કરવાની તારી ઔકાત પણ નથી. તારે ખાલી મને, મતલબ મારા એક ખાસ માણસને ડીસીપીની બધી હરકતોની બાતમી આપવાની છે. પોલીસ સ્ટેશનની બહાર એ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે ! છીંક ખાય, તો એ વાત પણ તારી નજર બહાર ન રહેવી જોઈએ.... યાદ રાખજે, યોજનામાં કંઈ પણ વાંકુ પડયુંને, તો તું જાનથી જઈશ, અને તારી બેગમ ઈજ્જતથી.. હા...હા..હા..હા..." સામેછેડેથી ઓમરનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એ અવાજમાં ખંધાઈ, બેફિકરાઈ, હવસ... બધું જ છલકાતું હતું. સિકંદરને ગુસ્સો તો એટલો આવ્યો કે જો અત્યારે ઓમર તેની સામે હોત તો એનું ગળું દબાવીને ખૂન જ કરી નાખત ! પણ શું કરે, ફરી એ જ લાચારી.. જોકે એમાં એનો જ ગુનો હતો. શરૂઆતમાં પૈસાની લાલચને લીધે પોતાના ઉપરીઓની, નેતાઓની ખુશામત કરતો. તેમના નાના મોટા કૌભાંડોને છાવરવામાં મદદ કરતો... હવે એ જ નેતા તેને તેની અસલી ઔકાત બતાવી રહ્યો હતો. આમ પણ જે અફસર પૈસા માટે પોતાનો ઝમીર વેચી દે એને ક્યાં આત્મસમ્માન જેવું કંઈ હોય છે !

" કમબખ્ત સાંભળે છે કે નહીં ? "

" જી જનાબ, સાંભળ્યું. તમે બેફિકર રહો. કામ થઇ જશે. ખુદા હાફિઝ "

" ખુદા હાફિઝ " ફોન કટ થયો. પોતાના સેલફોનની ડિસ્પ્લે સામે જોતાં સિકંદરથી ઓમરને મનોમન ગાળો અપાઈ ગઈ. થોડો વખત તે ત્યાં જ ઉભો રહ્યો.. પછી ચાલવા માંડ્યો. એક કેબિન પાસે જઈને સિગારેટ માંગી. સળગાવી અને કશ ખેંચતો ખેંચતો આગળની યોજના વિચારી રહ્યો....

વિશુએ ખિસ્સામાંથી પોતાનો 'નવો' સેલ્યુલર ફોન કાઢ્યો. અરુણ બક્ષીએ થોડા સમય પહેલાં જ એક નવો નંબર મોકલ્યો હતો. એ નંબર ખોલી અને તેના પર વિશુએ એક મેસેજ મોકલ્યો. એકાદ બે મિનિટ પછી સામો જવાબ મળ્યો. વિશુએ મેસેજ ડીલીટ કરી ફોન પોતાના ખિસ્સામાં મૂક્યો... અનાયાસે જ તેણે જમણા હાથથી તેની રાજપૂતી મૂછોને વળ ચડાવી...

***

છેલ્લાં બે કલાકથી બ્રિગેડિયર અનીલ શર્મા શ્રીનગરનાં બિયરબારમાં બેસીને દારૂ ઢીંચી રહ્યો હતો. ન જાણે કેટલાંય પેગ તે પી ચૂક્યો હશે ! હાથમાં શરાબનો ગ્લાસ પકડીને તે ત્રણ દિવસના ઘટનાક્રમો યાદ કરી રહ્યો હતો. તેના હાઈ કમાન્ડે હુમલા માટે તેને દોષી જાહેર કર્યો હતો. કોર્ટ માર્શલ થતાં પહેલાં તેની પાસે હવે માત્ર કાલનો દિવસ હતો, પોતાની બેગુનાહી સાબિત કરવા માટે ! એક દિવસમાં સબૂત ક્યાંથી લાવવા ? સાલો વિશ્વજીતસિંહ તેની નોકરી ખાઈ ગયો હતો. બે દિવસ પહેલાં સવારે તેને ફોન આવ્યો ત્યારે હાઈ કમાંડ તરફથી વિશ્વજીત સિંહ 'નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી' નો અફસર છે એવું કહેવાયું હતું, પણ બ્રિગેડિયરે તેને હળવાશમાં લઈને ખોટી હોશિયારીમાં બધું ગુમાવી દીધું. જાણે પોતે આરોપી હોય એમ ધમકી આપીને વિશ્વજીતસિંહ તેના બંગલેથી નીકળ્યો હતો. " હરામી..... " બ્રિગેડિયરના મોં માંથી વિશુ માટે ગાળ નીકળી.

" સર કંઈ લેશો? "

બ્રિગેડિયર શર્માને કેટલીય વારથી ખાલી ગ્લાસ પકડીને બેઠેલો જોઈને બારના મેનેજરે પોતાના વેઇટરને એ તરફ દોડાવ્યો. બ્રિગેડિયરને હજુય શાંતિ નહોતી મળી, તેને હજી ઔર શરાબ ગટગટાવવો હતો. તે ઓર્ડર આપવા જતો જ હતો કે પેલા વેઇટરને પાછળથી અવાજ દઈ, એક માણસ આવીને બ્રિગેડિયરની સામે ગોઠવાઈ ગયો.. " ટૂ સ્કોચ પ્લીઝ ! " તેણે ઓર્ડર આપ્યો.

" હમણાં જ લાવું સર ! " હળવું મુસ્કુરાઈને વેઇટરે રજા લીધી. બ્રિગેડિયર શર્મા હજુ પેલાં આગંતુક સામે જ જોઈ રહ્યો હતો.

" શું જોઈ રહ્યા છો બ્રિગેડિયર સાહેબ ! "

શર્માને કળ વળી. તેણે પૂછયું " કર્નલ દામચી, તમે અહીં ? એ પણ ડ્યૂટીના સમયે ? "

" સાહેબ હવે તમે બ્રિગેડિયર નથી. એટલે એ પૂછવાનો હક તમે ગુમાવી ચૂક્યા છો. વેલ, હું તો તમારી ભલાઈ કરવા માટે આવ્યો હતો. " કર્નલ દામચી બેફિકરાઈથી બોલ્યો. બ્રિગેડિયર ચૂપ રહ્યો. શું બોલે ?

" કેમ ચૂપ છો સાહેબ ! તમારા ફાયદાની વાત છે, તમને રસ હોય તો બોલું, નહીંતર.... " બોલતે બોલતે કર્નલ ઉભો થયો.

" બોલો ! " બ્રિગેડિયરે કહ્યું. કર્નલ દામચી મૂછમાં હસીને ફરી ખુરશી પર બેઠો.

" તમારી પાસે આર્મીની, હાઈ કમાન્ડ વિશેની જેટલી પણ માહિતી હોય એ આપી દો. એના બદલામાં...."

" ચૂપ રહો કર્નલ. તમે જાણો છો કે તમે શું બોલી રહ્યા છો ? આ તો દેશદ્રોહ છે, અને તમે એમાં મને પણ સંડોવવા માંગો છો ? ચૂપચાપ ઉભા થઇ ચાલવા માંડો, નહીંતર મારે તમારી ફરિયાદ કરવી પડશે. " બ્રિગેડિયર રીતસરનો બરાડી ઉઠ્યો. સાંજ થવા આવી હતી એટલે બારમાં ખાસ્સી ભીડ ન હતી. પણ બે ત્રણ વેઇટરો અને અમુક ગ્રાહકોએ એમના તરફ જોયું.

" ફરિયાદ ? હા.. હા.. હા.. કોને કરશો ફરિયાદ ? અત્યારે આર્મી હાઈકમાન્ડમાં એકપણ માઈનો લાલ એવો નહીં હોય, કે જે તમારા પર ભરોસો કરી શકે ! " કર્નલ જાણે પોતાના ભૂતપૂર્વ ઉપરીની ઠેકડી ઉડાવી રહ્યો હતો.

" જુઓ શર્મા સાહેબ, એક વાત સ્પષ્ટ છે. તમારું કોર્ટ માર્શલ થતાં તો હવે ખુદ ભગવાન પણ નહીં રોકી શકે. પણ આ સોદો તમારા માટે ફાયદાનો સોદો છે. આજ પહેલાં તમે આટલાં રૂપિયા ક્યારેય નહીં કમાયા હોવ ! "

વેઈટર સ્કોચના બે ગ્લાસ લઈને આવ્યો એટલે કર્નલ બોલતાં બોલતાં જરાક અટક્યો. તેણે ખિસ્સામાંથી એક સિગાર કાઢી અને સળગાવી. બ્રિગેડિયર શર્મા મૂંગો થઈને કર્નલની ગતિવિધિઓ જોઈ રહ્યો હતો.

આ સમયે તે લાચાર હતો. કર્નલ દામચી સામે બેઠો બેઠો સિગારના કશ ખેંચી રહ્યો હતો. સૂટેડ બૂટેડ, હાથમાં ઊંચી બ્રાન્ડની ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ, બધી આંગળીઓ વીંટીથી ભરેલી, મોંઘી, વિદેશી સિગારનો શોખ... ! આ બધું કરવા માટે અઢળક પૈસા જોઈએ. પણ કર્નલની કક્ષાના ઓફિસર પાસે આટલાં બધા પૈસા ? અને એ પણ રાતોરાત ! શર્માના દિમાગમાં વિચારોનું ઘમાસાણ ખેલાઈ રહ્યું હતું. તેનું હૃદય વારે વારે આ કર્નલમાં પોતાના માટે ખતરો જોઈ રહ્યું હતું.. કર્નલ દામચીએ સિગાર પૂરી કરી. સ્કોચના ગ્લાસમાંથી બે ઘૂંટ ભર્યા અને પોતાની વાત આગળ ચલાવી. " બ્રિગેડ હેડક્વાર્ટર્સના બધાં જરૂરી દસ્તાવેજોની એક કોપી આપી દો અને બદલામાં છ કરોડ રોકડા લઇ જાઓ. બોલો, છે મંજૂર ? " કર્નલ દામચી હવે નફ્ફટાઈની હદ વટાવી રહ્યો હતો. " જસ્ટ શટ અપ કર્નલ. તમે મને ક્યારેય ખરીદી નહીં શકો. મારું જે થવાનું હોય તે ભલે થતું, પણ તમારા જેવા દેશદ્રોહી અફસરને લીધે હું ફૌજને બટ્ટો લાગવા નહીં દઉં. " કહીને શર્માએ તરત પોતાનો ફોન બહાર કાઢ્યો. તે નંબર ડાયલ કરવા જ જતો હતો, કે કર્નલે ફરી બ્લેકમેઇલિંગનો ડોઝ આપવાનું શરુ કર્યું. “ ઠીક છે, જેવી તમારી મરજી શર્મા સાહેબ ! પણ બીજા કોઈને ફોન લગાવતાં પહેલાં જરા દિલ્હી યુનિવર્સીટીમાં ભણતી તમારી દીકરીને ફોન લગાવીને એનાથી વાત કરી લેજો. બહુ ખરાબ જમાનો છે, ગમે ત્યારે, ગમે તે થઇ શકે છે.. ખૂન, અપહરણ કે પછી બલાત્કા...... "

" મૂંગો મર, સાલા સુવર ! તું મને ધમકી આપે છે ? મને ? સાલા તારી લાશના ટુકડા કરીને મારા કૂતરાને ખવડાવી દઈશ. મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે ને તો હું તને પતાવવામાં મારા અંજામની ફિકર પણ નહીં કરું !!! " શર્મા ધૂંધવાઈ ઉઠ્યો. આ વખતે તેનો અવાજ છેક મેનેજર સુધી પહોંચ્યો. તેણે શર્મા સામે જોયું, પણ શર્માનું ધ્યાન કર્નલ દામચી તરફ હતું. બ્રિગેડિયર શર્મા અત્યારે પોતાના પરનો કાબૂ ગુમાવી રહ્યો હતો.

" અરે બ્રિગેડિયર સાહેબ ! તમે તો ભડકી ગયા. સોદો તમારા નફામાં પતતો હોય તો શા માટે ખૂન ખરાબાની હદ સુધી જવું ! " કર્નલે શર્માને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો, કારણકે જો આ સસ્પેન્ડેડ અફસર હાથમાંથી નીકળી જાય, તો બીજો બકરો શોધવામાં વાર લાગે તેમ હતી. અને તેની પાસે આવું કરવા જેટલો સમય ન હતો. બ્રિગેડિયર હજી ગુસ્સાથી તેને ઘૂરી રહ્યો હતો.

" ચલો એક કામ કરો. તમે મને એ બધા ગુપ્ત દસ્તાવેજો સુપરત કરો અને બદલામાં હું તમને કોઈ પણ દક્ષિણ અમેરિકી દેશમાં સહી સલામત પહોંચાડવાની ગેરન્ટી આપું છું. પાસપોર્ટ અને અન્ય કાગળિયાં ન મળે ત્યાં સુધી દસ્તાવેજો તમારી પાસે જ રાખજો. પૂરી ખાતરી કરવાની પણ છૂટ ! બોલો હવે શું કરવું છે ? " બ્રિગેડિયર શર્મા મૂંઝાયો. શું કરવું ? અહીં તો કોર્ટ માર્શલ નક્કી જ હતું. હુમલાને લીધે તેને નામોશી મળી રહી હતી તે અલગ ! જો નફા નુકસાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ સોદો બ્રિગેડિયરના ફાયદામાં હતો. પણ કશુંક એવું હતું જે તેને હા પાડતાં રોકી રહ્યું હતું, એક ફૌજીનું ઝમીર ! એ ઝમીર, કે જે એક સાચા સિપાહીને જીવથી પણ વ્હાલું હોય.

" મારે હમણાં કોઈ જ વાત નથી કરવી. હું અત્યારે કંઈ જ વિચારવાની હાલતમાં નથી. માટે પ્લીઝ.... કર્નલ તમે અહીંથી જતાં રહો. મને એકલો છોડી દો. "

" ઠીક છે સર, જેવી તમારી મરજી. પણ આપણી આ ગુપ્ત મુલાકાત વિશે કોઈને ભનક પણ પડી, તો અમારે નાછૂટકે તમને પૂરા પરિવાર સહિત ખતમ કરવાં પડશે. " એક આખરી ચેતવણી આપીને કર્નલ દામચી ઉભો થયો. શર્મા બેબસ બનીને તેને જોઈ રહ્યો. આ મુલાકાત વિશે તે કોને કહી શકવાનો હતો ? અને જો કોઈને કહી પણ દે, તો કોણ તેનો વિશ્વાસ કરવાનો હતો !! તેણે ફરી ગ્લાસ હાથમાં લીધો અને ચૂપચાપ દારૂ ગટગટાવવાનું શરૂ કર્યું. કર્નલ દામચી ઉભો થઈને એક વેઈટર પાસે ગયો અને તેના હાથમાં રહેલી ટ્રે માંથી એક ગ્લાસ ઉપાડી, તેમાં કોઈ નાનકડી શીશી ઉથલાવી. શીશીમાંથી માંડ એક ટીપું પડ્યું. એ ગ્લાસને જરા કોરાણે કર્યો અને બ્રિગેડિયર તરફ ઈશારો કરીને વેઇટરને કહ્યું " આ ગ્લાસ પેલા ખૂણામાં બેઠો છે ને એ માણસને આપી દે. જોજે ક્યાંય કોઈ ચૂક ન થાય ! આ લે તારું ઇનામ, બાકીની રકમ તારા ખાતામાં આવી જશે. " એટલું કહીને કર્નલે ખિસ્સામાંથી બે હજારની નોટોનો એક થોકડો કાઢીને કોઈ જોઈ ન જાય એ રીતે પેલાં વેઇટરના ખિસ્સામાં મૂકી દીધો. આ કાવતરામાં એક પ્યાદું એ વેઈટર પણ હતો. પૈસાની લાલચે એ જોડાયો હતો.

" જી. બેફિકર રહો ! " કહીને વેઈટર બ્રિગેડિયર શર્મા તરફ ઉપડ્યો.

" સા'બ ! " જઈને તે માત્ર એટલું બોલ્યો અને એક ગ્લાસ તેના ટેબલ પર મૂક્યો. બ્રિગેડિયરે ઘડીક તેની તરફ જોયું અને તરત એ ગ્લાસ ઉઠાવીને તેમાંની બધી શરાબ ગળે ઉતારી લીધી. " હજી એક લઇ આવ ! " તે બોલ્યો. દસથી વધુ પેગ પીધા પછી પણ તે આવી રીતે બોલી શકતો હતો એ જોઈને પેલાં વેઇટરને જરા નવાઈ લાગી. ખાલી ગ્લાસ ઉપાડીને તે રવાના થઇ ગયો.

કર્નલ દામચી બારની બહાર આવ્યો. તે જાણતો હતો કે બ્રિગેડિયર હજુ દારૂ ઓતવાનો હતો. તેણે ફરી એક સિગાર સળગાવી અને રસ્તા પર ચાલવા લાગ્યો. હવે તેણે નાછૂટકે નવો બકરો ગોતવો પડે એમ હતો.

" બ્રિગેડિયર પાસે એક ઓફિસર આવ્યો હતો. તેમની વચ્ચે થોડીવાર વાતચીત થઇ. હમણાં જ એ બહાર નીકળ્યો."

" ઓકે. શું વાતચીત થઇ ? "

" એ તો નથી ખબર, પણ બ્રિગેડિયર ગુસ્સામાં લાગી રહ્યો હતો. કદાચ તેઓ વચ્ચે ઝગડો થયો છે. "

" હમમમ... ફોલો હિમ ! જે શખ્સ હમણાં બ્રિગેડિયરને મળવા આવ્યો હતો એનો પીછો કર ! કાલ સાંજ સુધી એના વિશેની રજેરજની માહિતી મને જોઈએ. સમજી ગયો ? "

" વિલ બી ડન, સર !! "

ફોન કરનાર 'રો' ના જાસૂસ સિવાય બીજો કોણ હોઈ શકે !!! જાસૂસીની દુનિયામાં કામ કરતાં લોકોના નામ નથી હોતાં. આપણાં માટે તેઓ ભળતાં જ નામે ઓળખાય છે, આ ‘જાસૂસ’ શબ્દ જ એમનું કાયમી નામ ! વણલખ્યો હોદ્દો અને અબાધ કામ !! અને છતાં આપણા જેવા સામાન્ય લોકો માટે તેમનું કોઈ નક્કર અસ્તિત્વ જ નથી. આવું હોય છે એક જાસૂસનું જીવન. સફળતાનો ઢંઢેરો નહીં, પણ નિષ્ફળતાનો ટોપલો માથે હાજરાહજૂર હોય, છતાં દેશભક્તિમાં તેઓ ફૌજીથી જરા પણ ઉણા ઉતરે એમ નથી.

એ જાસૂસે એક પ્રવાસી જેવો લીબાસ પહેર્યો હતો. ભૂરા રંગની જીન્સની પેન્ટ પર કાળો શર્ટ અને તેના પર જાડું ગળું ઢંકાઈ જાય એવું મરૂન સ્વેટર. રેબનના ચશ્મા અને કાનટોપી પણ ખરી ! પીઠે એક થેલો લટકાવેલો હતો. કાનમાં હેન્ડસ્પ્રી ભરાવીને કોઈ બેફિકર માણસની જેમ તે ચાલી રહ્યો હતો. ખરેખર તો કર્નલ દામચીનો પીછો કરી રહ્યો હતો. સલામત અંતર રાખીને તેણે કર્નલની પાછળ પાછળ ચાલવાનું જારી રાખ્યું. આ બધાથી બેખબર દામચી પોતાના ગુપ્ત અડ્ડા પર પહોંચ્યો. પેલો જાસૂસ થોડે દૂર એક દુકાન પાસે રોકાયો. ગુનેગારોને પકડવા માટેની સંગીન જાળ બિછાવાઈ ચૂકી હતી. બસ એકાદ મુરધી મળે એટલે જ્યાફ્ત ઉડવાની હતી !!

ક્રમશ :