Saksham in Gujarati Short Stories by Maneesh Christian books and stories PDF | Saksham

Featured Books
Categories
Share

Saksham


સક્ષમ

-ઃ લેખક :-

મનીષ ક્રિશ્ચિયન

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“આજખ્તા આજખ્તજ ઙ્ઘાજ ઙ્ઘાફિા ખ્તજી” ઋજુતા આ મહાવરો જાણે જીવી લેવામાં માને છે. તેને ખાતરી છે કે કઠણ સમયને કઠણ મનથી જ પરાસ્ત કરી શકાય છે. એટલે આ સમયમાં તેનો પતિ સક્ષમ ભલે દીકરા પ્રત્યેની લાગણીને લીધે તૂટી ગયો હોય પણ તે જ દીકરા પ્રત્યેની લાગણીને કારણે ઋજુતા મક્કમ મનોબળ રાખી સક્ષમને સાચવી રહી છે.

“તું એમ હારી જાય તો કેમ ચાલે ડીયર” તે સાંત્વન આપતા બોલી, સક્ષમ શોફા ચેર ઉપર પોતાનું મો હથેળીઓમાં સંતાડીને ધીમા ડુસકા ભરી રહ્યો હતો. “ હજી ક્યાં મોડું થયું છે? સાચવી લઈશું.”

“મોડું નથી થયું?” સક્ષમ ઊંંચું જોતા બોલ્યો.

“બાકી શું રહ્યું ઋજુ? ગુટકા-સિગારેટ કે દારૂ હોય તો સમજ્યા, પણ કોકેઈન? ઈશાનની રૂમમાં થી કોકેઈન મળ્યું છે કોકેઈન ઋજુ, તું કદાચ કોકેઈનનો મતલબ નથી સમજતી.” સક્ષમ લગભગ રડમસ અવાજે જવાબ આપ્યો.

“હું સમજુ છું કોકેઈનને, ધીમું ઝેર છે, જીવ લઈને જ જાય છે, એડીક્સન છોડાવવું મુશ્કેલ છે” ઋજુ તેના પતિનો ચહેરો બંને હાથમાં લેતા મજબૂતાઈથી બોલી. “સાંભળ્યું તે? મુશ્કેલ છે પણ, અશક્ય નથી.”

સક્ષમ અને ઋજુતા હાયર મિડલ-ક્લાસ કપલ છે. સક્ષમનો નાનો બિઝનેશ છે અને ઋજુતા જ્વેલરી ડીઝાઈનર થઈ હોવા છતાં તેના દીકરા ઈશાનને લઈને બહારની કારકિર્દીને તિલાંજલિ આપી દીધેલી, પણ પોતાને અબલા જાહેર કરીને નહિ, કે નહિ બધી નારીવાદી બ્લાપબ્લાપબ્લાપ.સાથે. તેણે ત્યારે જ સક્ષમને કીધું હતું કે હું તારા કરતા વધારે સારી રીતે ડીલ કરી શકીશ ઈશાન સાથે અને બીજી હોમ બેઝ્‌ડ એક્ટીવીટી છે જ મારી જોડે. એમ કહીને તે ઘરે જ્વેલરી ડીઝાઈન કરીને તેના નક્કી કરેલા વેન્ડર્સને વેચતી હતી. તે પણ પાછું શરતે કે ઘર પહેલું અને પછી તેમની ડીઝાઈન, કોઈ ડેડલાઈન વાળું વર્ક નહિ કરે કારણ કે તે આ કામ તેના શોખનું કરી રહી હતી નહિ કે પૈસા કમાવા માટે.

તેને ઘણીવાર તેના પિયરવાળા કહેતા પણ ખરા કે તું પણ ફાઈનાન્સીયલી કૈક વધારે કર તો તારા પગ ઉપર ઉભું રહેવાય. ત્યારે એ સામેથી જ કહેતી કે “હું જે કરૂં છું તે બધાના ગજાની વાત નથી. મને મારા ઉપર વિશ્વાસ છે એટલે જ મેં ગૃહિણી તરીકેની જવાબદારી લીધી છે.” તેની ઘણી ફ્રેન્ડસને સર્કલમાં તે જોતી હતી કે ઘરે બેસી રહેવાનો બળાપો તો કાઢતી જ હતી પણ જો પતિ બહાર મોકલે તો કાણીયો કાચકો પણ કમાવાની તેમની ઓકાત ન હતી. તેમનું ઘર જ મેનેજ્ડ ના લાગતું તેને તો તેમની પ્રોફેશનલ લાઈફ કેમની મેનેજ કરી શકવાની હતી? તે ઘણીવાર આવા કિટીપાર્ટી તરીકે ચાલુ થએલા પણ “અબલા સંમેલનમાં” પરિવર્ત્િાત થઈ ગયેલા ટોળાને ટોણો પણ મારતી કે “અલીયો બહુ ફિશિયારીયો મારો છો તો કોન્ફીડેન્શથી કહી દો તમારા પતિઓને કે ત્રણ મહિના કે છો મહિના પછી અમે કમાઈને ઘર ચલાવીશું તમે ઘરે રહેજો. પણ પછી તમે તમારા પતિઓને એ લાઈફ આપી શકશો જે અત્યારે તમે જીવો છો?” અને રૂમમાં ફણીધર નાગના સુસવાટા સંભાળતા હોય તેમ સન્નાટો છવાઈ જતો.

આજે પોતે ઘરની જવાબદારી લીધી હોવા છતાં તે દીકરાને ના સાચવી શકી અને તે ડરગ્ઝને રવાડે ચડી ગયો તેમ માની પોતે અંદર-અંદર છોલાઈ રહી હતી પણ બહાર ખુબ મજબૂતાઈથી પગ જમીન ઉપર ચોટાડીને તેના પતિને સાંત્વન આપી રહી હતી.

“બધી મારી જ ભૂલ છે. હું જ મારા બીઝનેશના ચક્કરમાં એનું ધ્યાન ના રાખી શક્યો.” સક્ષમ ઉભો થઈ બેઠક રૂમની બારી બાજુ ચાલ્યો. ગુસ્સાથી પડદાને ધકેલી ડૂબતા રવી સામે કુસ્તી કરવાના મૂડથી ટટ્ટાર ઉભો રહ્યો. જાણે સક્ષમની આંખોનું લોહી આકાશમાં ફેલાઈ રહ્યું હતું.

“અચ્છા તો માં તરીકે મારી ભૂલ નથી એમ કહેવું છે તારૂં? હું સ્ત્રી છું એટલે તેને ઉછેરવામાં નબળી જ હોઉં અને તું પુરૂષ છે એટલે તું જ સારી રીતે ઉછેરી શકે એમ?” તે કમ્મરે હાથ દઈ શોફા આગળ ઉભી ઉભીજ બોલી. સક્ષમ ખાલી ડોક ફેરવી પાછળ જોયું અને ફરી પાછો બારી બહાર જોવા લાગ્યો.

“જો સક્ષમ, હું તેની માં છું અને મને વિશ્વાસ છે કે તે હજુ બહુ દુર નથી ગયો. તેનું અટેચમેન્ટ છે હજુ ઘર સાથે. મને એક વિક આપ હું બધું સરખું કરી દઈશ.” તે ચાલી અને સક્ષમ પાસે ગઈ તે હજુ બારીમાં જ ઉભો રહ્યો હતો તેની પાસે જીને તે ઉભી રહી. “અને જો હું સરખું ના કરી શકું તો તારા દીકરાને સાચવી નહિ શકવાના જુર્મમાં તું ધારે એ જુલમ કરી શકે છે મારા ઉપર.”

બંને એ એકબીજાની ની સામે જોયું. સક્ષમ ઋજુતાના ખભા ઉપર હાથ વીટાળી ભાઈબંધી કરી તો રૂજુતાએ તેની કમર પર હાથ વીટાળી સ્ટોરી કમ્પ્લીટ કરી. જીગરમાં તોફાનો લઈને પણ જાણે શાંત હોય તેમ બંને ડૂબતા સૂર્યને જોઈ રહ્યા.

*******

“આજે અડધી કલાક મને આપી શકીશ, ઈશાન?” ડાયનીંગ ટેબલ ઉપર નાસ્તો કરતા-કરતા ઋજુતા એ ઈશાનને પૂછ્‌યું.

“એટલે”

“એટલે એમ ડાર્લિંગ, કે તારા ડેડ બહાર જવાનું હોવાથી કાર લઈને ગયા છે અને મારા એકટીવાની બેટરી ઉતરી ગઈ છે. તો આઈ એમ વેહિકલ-લેસ ટુડે.” ઋજુતા હસતા-હસતા બોલી.

“અરે હા પણ શેના માટે? એન્ડ ક્યારે?. ધેટ ઈસ વ્હોટ આઈ મીન ટુ આસ્ક?” ઈશાને બ્રેડ ઉપર બટર લગાવતા પૂછ્‌યું.

“અરે, મારી એક ફ્રેન્ડની દીકરીને જોવા જવું છે, હોસ્પીટલાઈઝડ છે. અહીથી તેના ઘરે જીશું અને ત્યાંથી તેની સાથે. જો તને વાંધો ના હોય તો.” તેણે ત્રાંસી આંખે ઈશાનના ચહેરાની રેખાઓ વાંચી લીધી.

“કઈ વાંધો નહિ મોમ, તું ક્યાં રોજ મને કામ સોપે છે.” ચલ જી આવીશું. પણ સાંજ નહિ પડે ને?

“અરે, ના દીકરા, હાલ્ફ અવર ઓન્લી, પ્રોમિસ.” ઋજુતા તેનો કપ અને પ્લેટ લઈ કિચનમાં જતા બોલતી ગઈ. ઈશાન તેના હાથ પેપર નેપકીનથી સાફ કરી બહાર જવા નીકળી ગયો.

થોડા દિવસમાં ઋજુતાએ ઈન્ટરનેટ ઉપર આના ઉપચારોનો ખુબ જ અભ્યાસ કર્યો હતો અને તેના અંગત વર્તુળમાં વાત કરતા તેની ફ્રેન્ડની દીકરી પણ આજ પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળતા અને તે અત્યારે એક સારા રીહેબીલેશન સેન્ટરમાં સારવાર લઈ રહી હોવાનું જાણવા મળતા રૂજુતાને જાણે બગાસું ખાતા પતાસું મળી ગયું હતું.

*****

“ડરગ્સ રીહેબીલેશન સેન્ટર” બોર્ડ વાંચતા જ ઈશાન સહેજ સંકોચાયો, અકળાયો છતાં બાઈક પાર્ક કરી ઋજુતા સાથે અંદર જવાના દરવાજા તરફ ચાલવા લાગ્યો. તે વિચારોની ગડમથલ કરી રહ્યો છે તે વાત ઋજુતાના ધ્યાન બહાર નોહતી. છતાં તે નોર્મલ રહી તેની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી.

લગભગ વીસએક મિનીટ બાદ ઋજુતા અને ઈશાન બહાર નીકળી ચાલવા લાગ્યા.

“એક વીકમાં તો કેટલો ફેર પડી ગયો જો તેનામાં, નહિ તો કહે છે કે કોકેઈનની એટલી બધી એડીકટ હતી કે જો નશો ના કરે તો જાણે મરી જ જશે એટલી હદે પેઈન સહન કરતી હતી.”

“હમમ” ઈશાન નીચે જોઈ ચાલતો હતો.

“તને શું લાગે છે ઈશાન આ સેન્ટર વાળા શું ટ્રીટમેન્ટ કરતા હશે કે આટલો ભયંકર નશો છોડાવી શકે.”

“મને શું ખબર?” ઈશાને છણકો કર્યો.

“મને તો લાગે છે કે રીહેબ. સેન્ટરની સાથે સાથે વ્યક્તિ પણ મક્કમ હોવી જોઈએ, પોતાના કુટુંબને પ્રેમ કરતી હોવી જોઈએ તો જ તેનામાં આ લત છોડવાની માનસિક તૈયારી ઉભી થાય. કારણ કે આમાં વ્યક્તિ પોતે જ નહિ તેનું કુટુંબ પણ બરબાદ થઈ જાય. કેટલો પ્રેમ કરે છે તે પોતાની દીકરીને જોયું? હવે આવી દીકરી નાશમાં ધકેલાતી હોય તો માંનું તો કાળજું જાણે કરવતથી કપાતું હશે.” વાત કરતા કરતા બંને બાઈક પાસે આવી પહોચ્યા. ઈશાન કઈ પણ બોલતો નોહ્‌તો. ઋજુતા પણ સામેથી પૂછી તેને નર્વસ કરવા માંગતી નોહતી. તેનો દીકરો વિચારતો થયો તેમાં જ તેને સંતોષ હતો. તેને થોડી આશા બંધાઈ કે પરિણામ હકારાત્મક આવશે. આ જ વાતો તે આખા રસ્તે કરતી રહી પણ તેણે ઈશાનને અણસાર પણ ના આવવા દીધો કે તે લોકો બધું જાણે છે.

ઘરે પહોચતા જ ઈશાન પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને રૂમ અંદરથી બંધ કરી દિધો.

******

સાંજે ડીનર ટાઈમે ઋજુતા અને સક્ષમ ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા હતા. ઋજુતા એ સક્ષમને બધું જણાવી દીધું હતી અને ઈશાન બપોરથી પોતાની રૂમમાં જ છે અને ક્યાય બહાર નીકળ્યો નથી એટલે તેના પાછા આવવાની શરૂઆત થઈ ગઈ છે તે પણ તેઓ જાણી ગયા હતા. ઈશાન પોતાના રૂમમાં થી બહાર નીકળી ડાઈનીગ ટેબલ ઉપર બેઠો.

“ચાલ બેટા ફ્રેશ થઈ જા, એટલે તારૂં જમવાનું પીરશું.” રૂજુએ એકદમ સાધારણ જ વાત કરી. સક્ષમ ટીવી સામે જોવાની કોશિશ કરી રહ્યો.

“મોમ-ડેડ, મારેપ.મારે પણ ત્યાં પ.ત્યાં એડમિટ થવું છે.” એક દમ સુકા આવજમાં તે તૂટક-તૂટક રીતે ફક્ત આટલું જ બોલ્યો.

ઋજુતા અને સક્ષમ એક-બીજા સામે જોયું. બંને ઉભા થઈ ઈશાનને વળગી પડયા. ઈશાન ખુબ રડયો. સક્ષમ પણ પોતાના આંસુ ના ખાળી શક્યો. ઋજુતા બંનેના માથા ઉપર ક્યાય સુધી હાથ ફેરવતી રહી.

*****

બધી ફોર્માલીટી પતાવી પોતની બેગ ઉઠાવી ઈશાન રીહેબ. સેન્ટરના કોરીડોરમાં જવા લાગ્યો. રીસેપ્શન ટેબલ પાસે ઉભા રહી સક્ષમ અને ઋજુતા બને તેને જોઈ રહ્યા. આજે ફરી બાળકની નાડ કપાઈ અને તે અલગ થઈ રહયો હતો. આ વખતે પણ નવા જન્મ માટે જ .

“આઈ એમ પ્રાઉડ ઓફ યુ ઋજુ.” સક્ષમ ઋજુતાના ખભા ઉપર હાથ વીટાળી ભાઈબંધી કરી તો રૂજુતાએ

તેની કમર પર હાથ વીટાળી તે સ્ટોરી કમ્પ્લીટ કરી.

મનીષ ક્રિશ્ચિયન