ભાગ - 7
જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે હું શું કરવાનો હતો ને હું અત્યારે શું કરી રહ્યો છું.
જ્યારે માનવીને ખબર પડે ત્યારે તેની પાસે દિવસો થૉડા હોય છે..
પણ" જ્યારે તેને જિંદગી માણવાની હોય ત્યારે તે જિંદગીને માણતો નથી.
અલિશા જાણતી હતી કે મારુ મૃત્યુ મારા હાથમાં નથી.
જયા સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હુ મારા જીવનમા પ્રાકૃતિક સૌંદર્યને માણવા માંગું છુ .
અલિશા આજ એકલી જ ભારત દેશની સફર કરવા માટે નીકળી પડી હતી..
એક સ્ત્રીને એકલા ફરવું કંઠીન હોય છે..
એમા પણ પગ વગર તેનાથી વધુ કઠીન હોય છે.
પણ સ્ત્રી જો લોકોના હાવભાવ કે વ્યક્તી સારી છે કે ખરાબ જાણતા શીખી જાય તો તેને ફરવું મુશ્કેલ નથી..
દુનિયાની કોઇપણ જગ્યા પર..
અલિશા એ અરુણાચલપ્રદેશમાં ઉટાનગર જે અરુણાચલપ્રદેશની રાજધાની છે.
તે જગ્યા પર નયનરમ્ય ટેકરીઓ પ્રાકુતિક સૌંદર્ય થી ભરપૂર છે ઈશ્વરની અનુભૃતિ કરાવે તેવી છે.
અલિશા અરુણાચલ પ્રદેશથી અસમ તરફ જવાનું પસંદ કરુ.
અસમમાં બ્રહ્રમપૂત્ર નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો બેટ છે ત્યાનુ વાતાવરણ અદભૂત છે.
અલિશા રસ્તા પર જઇ રહી હતી..
પાછળથી અલિશા ને કોયે સાદ પાડ્યો?
અલિશા?
અલિશાને થયું મને કોણ અહીં બોલાવે..
હુ કોયને અહીં જાણતી પણ નથી,
ફરી વાર કૉયે સાદ પાડ્યો ..
અલિશા!!!!
અલિશા પાછળ ફરી જોયું ,
રોયપીન મેકસ ..
તમે અહીં શું કરી રહ્યા છો?
હું ભારતની યાત્રા કરી રહ્યો છુ .
અલિશા..
શું તમે એકલા જ ભારતના પ્રવાસ નીકળ્યા છો.
હા" રોયપીન મેકસ..
હું પણ એકલો જ પ્રવાસ પર નીકળ્યો છુ .
તમને ડર નથી લાગતો એકલા પ્રવાસ કરવાથી,
"ના" જરા પણ નહી,
કેમકે હું એક ઈશ્વરની પુત્રી છું .
મને કોયનાથી ડર નથી,
મારા મૃત્યુથી પણ નહી,
અલિશા હું તો હજી ભારતના પ્રવાસની શરુવાત કરી રહ્યો છુ અહીંયાથી,
હા" તો તમે એમ કેહવા માંગો છો કે આપણે બંને ભારતની મુલાકાત સાથે લઇએ..
હા, અલિશા?
હું પણ એક ઈશ્વરનું સંતાન છું અને ઈશ્વર બનાવેલ દુનિયાના દશઁન કરવા માંગું છુ.
અલિશા થોડી વાર વિચારી કહ્યું મને મંજુર છે પણ એક શરત પર?
તું મને ફક્ત અલિશા અને હું તને રોયપીન કહીને બોલાવીશ,
મને મંજુર છે અલિશા..
અલિશા અને રોયપીન આંધ્રપ્રદેશ આવ્યા.
અમરાવતી પાસે ગુટુર જિલ્લામાં કુષ્ણા નદીના કિનારે..વસેલું આધ્યાત્મિક અને પોરાણીક શહેર છે.
અલિશા તું જાણે છે.
આ શહેરનું નામ ભગવાન અમરેશ્વરના નામ પરથી પડ્યું છે.
હા, રોયપીન હુ જાણું છુ આશરે ૪૦૦ વર્ષ પહેલા હિન્દુ સંસ્કૃતિનું આ કેન્દ્ર હતું ..
હા " અલિશા
ત્યાથી તિરૂપતી થઇ,
અલિશા અને રોયપીન..ઑડિશા,ઉતરપ્રદેશ,ઉત્તરાખંડ ,કણાઁટક,
કેરળ,ગુજરાત,ગોવા,છતીસગઢ,જમ્મુ-કશ્મીર,ઝારખંડ,તેલગંણા,તમિલનાડુ,
ત્રીપુરા, નાગાલેન્ડ, પક્ષિમબંગાળ, પંજાબ, બિહાર, મણિપુર, મધ્યપદ્શ, મિઝોરમ, મેઘાલય, રાજસ્થાન, સિકિકમ, હરિયાણા, હિમાચલપ્રદેશ,
આ બધી જ જગ્યા પર અલિશા અને રોયપીનમેકસે એક વષઁની અંદર પરિભ્રમણ કયુઁ,
અલિશા ભારત દેશને માણવા માંગતી હતી અલિશા ને આજ તેનુ સ્વપન સાકાર થયું હતું ..
અત્યાર સુધીમાં ભારતની બધી જ જગ્યાએ પ્રવાસ કર્યૉ રોયપીન આપણે..
પણ' તુ એક વાત રોયપીન નહી જાણતો હશ,
તે જન્મ લીધો છે એ પૃથ્વી સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે કદાસ રોયપીન કેમકે બધીજ જગ્યા પર ઈશ્વર પગલા છે અને ઈશ્વરના મંદિર છે.
ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે,
લોકો તેને યુગો યુગો સુધી યાદ રાખશે,
હા, અલિશા...
આપણી આ મુલાકાત મને જીવન ભર યાદ રહેશે.. અલિશા....,
હા..રોયપીન....મને પણ..
ફરી કયારેક જરૂર મળીશું ..
અલિશાએ તેના ઘર તરફનો રસ્તો પસંદ કર્યૉ,
અલિશા એક વર્ષ પછી ઘરે આવી આજ ડેનીન પણ ખુશ થયો.
અલિશા ઘર આવતા જ ડેનીનને પૂછવા લાગી ટીફીન ગરીબોને મફતમા જાય છે ડેનીન..
હા, અલિશા ..
અલિશા ડેનીનને ભેટી પડી..
અલિશા તું મને કે તે એક વષઁમા ભારત દેશની ભુમી પર શું જોયું ?..
ડેનીન તુ કદાસ કલ્પી નહી શકે તેવી સુંદરતા જોય મેં,
ડેનીન માણસ દુનિયામાં આવે છે પણ તેને ખબર જ નથી હોતી કે હું શા માટે અહીં આવ્યો છુ.
હું શું કરવા માંગું છુ?
ડેનીન હું જયા ગઇ ત્યાં બધી જ જગ્યા પર મને ઈશ્વરની અનુભૂતિ થઇ..
ઈશ્વર મને કહી રહ્યો હતો ..ડેનીન કે
અલિશા તારામાં પ્રકૃતિને બદલવાની પણ તાકાત છે.
તું દુનિયા પણ બદલી શકે છો..
જેમ ઝરણાના પાણીનો પ્રવાહ એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે અને તે ઝરણાનો પ્રવાહ અટકતો નથી..
તેવું જ આત્માનું છે..
આત્મા અનંત છે..
તે ક્યારેય મરતો નથી ડેનીન..
જેમ તું તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ
આત્મા એક શરીરને છોડી બીજા શરીરમાં જન્મ લે છે.
તું તારા કામ માટે લડ..
ઈશ્વર આપેલ શકિત અનંત છે.
મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જોઇ..
હું જ્યારે થાક એનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,
હૈ ઈશ્વર હું તારી પુત્રી છું ,
હું તારુ કામ કરી રહી છુ ,
તે બનાવેલ પ્રાકુતિક સૌંદર્યને હું માણી રહી છું.
તુ મને થાકવા નહી દે ..ઈશ્વર
હું ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.
ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો અલિશા તારા જીવનમાં
તારે જે કરવુ હોય તે તું કરી શકે છો.
ડેનીન મને પ્રવાસ દરમિયાન એક પણ વખત થાક નથી લાગ્યો .
ડેનીન બધી જ વસ્તુ ખુબસુરત હોય છે પણ દરેક વ્યક્તિ તેને જોઇ નથી શકતો,
હું એક જગ્યા પર ગઇ..
તે જગ્યા પર સુંદર મજાનું સરોવર હતું
આજુબાજુમા સરસ મજાના પર્વતો અને નયનરમ્ય વાતાવરણ હતું .
એક ટાંચણીનો પણ અવાજ ત્યાં થતો ન હતો,
હું તે કુદરતી દ્રશ્યને નિહાળી રહી હતી,
મારી પાસે ઊડતું ઊડતું એક પીળા કલરનુ સરસ મજાનું પતંગિયું આવ્યું .
તે મારી કાન પાસે આવ્યું ..
તે મારી કાન પાસે આવી કહી રહ્યું હતું મને કહી,પણ મને કઇ સમજાણું નહી ,
મારી સામે થોડીવાર બેઠું એ..
હું તેને જોય રહી હતી ,
તે મને જોય રહ્યું હતું ,
ત્યાં જ ઉપરથી કોઇ પક્ષી આવ્યું તે પતંગિયાને મોમાં લઇ ચાલી ગયું ,
તું કહેવા શું માંગે છે અલિશા?
બસ" તારુ મુત્યુ કયાં?
કયા સમયે ?
કઇ ક્ષણે?
તે તને ખબર નથી,
પૈસા , અપમાન,માન , સન્માન , આ બધુ વ્યથઁ છે.
તુ એજ પંતગયાની જેમ અત્યારે આમ તેમ ભટકે છે.
પણ તું જાણતો નથી કે તારુ મૃત્યુ ક્યારે છે.
અત્યારે આજ ક્ષણે પણ હોય શકે ,
અને વર્ષો પછી પણ હોય શકે,
પતંગિયું ભલે થોડોસમય કે થોડા દિવસ જીવે પણ તે એક સરસ મજાના ફુલ પર
બેસી...તેનું સુગંધને ભરપૂર માણે છે..
તેમ ડેનીન આપણે પણ દુનિયાને માણવી જોયે..
જયાં સુધી આપણા શરીરમાં આત્મા છે ત્યાં સુધી.
હા, અલિશા તારી વાત સાચી છે,
ડેનીન હું બધી જ જગ્યા પર જઇને લોકોને સમજાવા માંગું છુ,
લોકોનું જીવન બદલવા માંગું છુ,
હા' અલિશા તે માટે મારી રજા લેવાની તારે જરૂર નથી..
અલિશા હસતી હસતી ડેનીનના ગળે ફરી વળગી પડી,
ડેનીન હું તને ખુબ પ્રેમ કરુ છું ,
તે ક્યારેય મને કઇ જવાનીના નથી પાડી,
અલિશા તારી જિંદગી છે.
હું તારી જિંદગીને શા માટે છીનવી શકુ ?
અલિશાને ઘડીભર તેની "માં"ની યાદ આવી ગઇ,
અલિશા એ સ્કૃલ ,કોલેજમા જિંદગી કેવી રીતે ને કેમ જીવી તેની પર બોલવાનું ને
લોકોને નવું જીવન આપવાનું શરું કરું,
ઘણા લોકો અલિશાથી પ્રભાવીત થતા હતા,
અલિશાની નામના દિવસે દિવસે વધતી જતી હતી પણ ,અલિશાને યાદ હતું ..
હુ એક ઈશ્વરનું સંતાન છુ ,
જયાં સુધી મારા શરીરમાં જીવ છે
ત્યાં સુધી હું ઈશ્વર માટે કામ કરીશ....
આજ અલિશા ડેનીનને કહી રહી હતી,
ડેનીન તું મને એક એવા પુત્ર અથવા પુત્રીને જન્મ આપ કે તે દુનિયામાં બધાજ ગરીબ લોકોની મદદ કરે,
તે કોઇની મદદ કરવા હાથ પહેલા લંબાવે,
ડેનીન તુ મને પુત્ર અથવા પુત્રી આપ,
હા " અલિશા હું તને એવા પુત્ર અથવા પુત્રી આપીશ કે તે દુનિયામાં તારી જેમ જ ગરીબોની સેવા કરે,
અલિશાના પેટમાં બાળક જન્મી રહ્યું હતું ..
અલિશા ખૃશખૃશાલ હતી,
અલિશાના પેટમાં ચાર મહીનાની બાળક જન્મ લઇ લીધો હતો,
આજ રવિવાર હતો.
અલિશા અને ડેનીન આજ ગાડઁનમા ફરવા જય રહ્યા હતા,
અચાનક સામેથી ટ્ક આવ્યો ,
અલિશા અને ડેનીનની ગાડી સાથે ટકરાયો,
ડેનીનને તે જ જગ્યા પર હેમરેજ થઇ ગયું ,
ડેનીન તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો,
અલિશાને કઇ પણ થયું ન હતું અલિશા પાછળની સીટમાં સહી સલામત હતી,પણ" અલિશા ડેનીનને એ હાલતમાં જોય ન શકી,
અલિશા લોકને કહી રહી હતી કે કોય હોસ્પીટલ લઇ જવા માટે મારી મદદ કરો,
પણ, બાજુ માં ઉભેલા બધા જ લોકો જાણતા હતા કે તે છોકરીની સામે પડેલ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે,
અલિશા થોડીવારમાં ત્યાં જ બે ભાન થય ગઇ,
લોકો એ અલિશાને હોસ્પીટલ પહોંચાડી ,
અલિશા એક દિવસ સુધી બેભાન રહી,
જાગતા જ બોલી "
ડેનીન તુ મને છોડીને નહી જઇ શકે,
તું કયાં છે,ડેનીન !!!
થોડીજ વારમાં અલિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,
અલિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મૃત્યુ થયું છે,
અલિશા ભાંગી પડી,
બીજા જ દિવસે અલિશા એ ડેનીનનૉ અગ્નિસંસ્કાર કરયૉ,
કેમકે ડેનીનને બીજું કોઇ જાણતું ન હતું ,
અલિશા એક જ જાણતી હતી,
ડોકટર કહ્યા મુજબ અલિશા ફરીવાર હોસ્પીટલમાં એડમીટ થઇ,
અલિશાને કંઇ સમજાતુ ન હતું તે શું કરે?
ડોકટરના રીઁપોટ મુજબ...અલિશાના પેટમાં બાળક સહી સલામત હતું .,
બાળક સહી સલામત છે તે જાણી અલિશાને ખુશ થવું કે દુ:ખી થવું તે નક્કી કરી શકતી ન હતી.
અલિશા તેના જીવનમાં આજ પહેલી વાર હારી ગઇ હતી,
ડેનીનના મૃત્યુ પછી અલિશા પાંચ દિવસ પછી તેના ઘરે આવી ,
પણ, તેને ડેનીની યાદ સતાવતી હતી ,
અલિશા ઈશ્વરની મુર્તિ સામે મોટે મોટેથી રડી રહી હતી,
હૈં ઈશ્વર...!! તે મારી પાસેથી સૌપ્રથમ મારા માતા-પિતા છીનવી લીધા મેં તને કઇ પણ કીધું નહી,
મારા પર બળાત્કાર થયો ..
તે પણ મે સહન કરી લીધું.
મારા પગ ગયા તે પણ મે સહન કરી લીધું.
આખી દુનિયામાં માત્ર એક માણસ મને પ્રેમ કરી રહ્યો હતો તેની ઈશ્વર તારે શું જરૂર પડી,
તેને પણ તે મારી પાસેથી છીનવી લીધો,
હું ધિક્કારું છું તને ઈશ્વર...
અલિશા રડી રહી હતી.
તે કહ્યું એમ મે મારી જિંદગી જીવી ,
તે કહ્યું કે તું ગરીબની સેવા કર , હું તારી મદદ કરીશ,
મે ગરીબની સેવા કરી,
પણ, તેની સજા તે આ આપી
તુ ખરેખર ઈશ્વર નથી......!!
જો તું ઈશ્વર હો તો તું આવું ન કરી શકે,
હું તને ઈશ્વર માનવા તૈયાર નથી,
અલિશા ધુસકે ધુસકે રડી પડી,
હવે તો અલિશાની બાજુમાં પણ તેને કોય આસવાસન આપવા માટે હતું નહી,
જો હોય તો એક હતું ,
અલિશાના પેટમાં રહેલ બાળક.
તે બાળક અલિશાને કહી રહ્યું હતું માં તુ રડમાં અલિશાના પેટમાં રહેલ બાળક પણ આલિશીને આસવાસન આપી રહ્યું હતું ..
પણ અલિશા આજ હાર માની ગઇ હતી તે શું કરે કઇ સમજાતું ન હતુ ,
અલિશાને ઈશ્વર પર ભરોસો તુટી ગયો હતો,
અલિશા ઈશ્વરને કહેવા લાગી ,
હું મારી હોટલ , ટીફીન સેવા,
કોય સ્ત્રી માટેની મારી સેવા આજથી બંધ કરું છું.
કેમકે ઈશ્વર તું છે જ નહી ....
તો હું શા માટે કોયની સેવા કરું અને તને ખુશ કરું.
ક્રમશ:....
(લી-કલ્પેશ દિયોરા)