અધૂરું સ્વપ્ન
ભાગ – ૧૧
રવિ યાદવ
હયાતી આખા ઘરમાં ક્યાય પણ નીકળવાનો રસ્તો શોધવા માટે વલખા મારી રહી હતી એટલામાં જ ઘરનો લેન્ડલાઈન વાગ્યો. હયાતીએ ફટાફટ દોડીને ફોન ઉપાડ્યો અને સામેની લાઈન પર ઉર્વીલ હતો એવું લાગતા જ ચિલ્લાઈ ઉઠી. “યુ ફકીંગ બાસ્ટર્ડ ! વ્હેર આર યુ ? વ્હાય યુ લોક મી ઇન ધીસ હાઉસ ? ઉપરથી તે મારો ફોન પણ લઇ લીધો, મારો પાસપોર્ટ પણ લઇ લીધો” “ચીલ હયાતી, હું તને સમજાવું છું બધું આવીને, તું શાંતિથી બેસ હું આવું છું.” “જસ્ટ કમ રાઈટ નાઉ, યુ ફકીંગ બુલ.” હયાતી પોતાનો બધો જ કંટ્રોલ ખોઈ બેસી હતી અને ગાળોની વણઝાર ઉર્વીલ પર ઠાલવી રહી હતી.
આટલું સાંભળીને જ કાયા પોતે પણ થોડીવાર માટે તો ચોંકી ગઈ હતી કે ક્યાંક આ ઉર્વીલ સાયકો માણસ તો નહોતો ને ? તેણે તરત જ નિશીથને મેસેજ કર્યો કે “ઉર્વીલે હયાતીને ઘરમાં લોક કરી દીધી હતી”
ઉર્વીલની નજરનું આગળનું સત્ય :-
“તો મિસ્ટર ઉર્વીલ ! હયાતી તો એમ કહી રહી છે કે તમે તેને ઘરમાં લોક કરી દીધી હતી. શું આ વાત સાચી છે ?”, નિશીથે તરત જ તે મેસેજનો કાઉન્ટર અટેક ઉર્વીલ પર આ સવાલના રૂપમાં કર્યો. “તે ખોટું બોલી રહી છે. સત્ય કશુક બીજું જ છે. તે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે હયાતી બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી અને તેનું પર્સ ત્યાં મારી પાસેના ટેબલ પાસે પડ્યું હતું અને તેમાં પાસપોર્ટ દેખાઈ રહ્યો હતો. મેં તેનો પાસપોર્ટ જોયો પરંતુ તેમાં ક્યાય ઇંગ્લેન્ડના વિઝા નહોતા. તેનો મતલબ સાફ હતો કે તે લંડન જઈ રહી નહોતી, તે મારા ઘરમાં મારી સાથે જુઠું બોલીને આવી હતી”, ઉર્વીલે કશીક બીજી જ સ્ટોરી આગળ ચલાવી. “તો પછી તે તમારા ઘરે રહેવા માટે શું કામ આવી હતી તે જાણવાની કોશિશ તમે નાં કરી ?”, નિશીથે પૂછ્યું. “હા, ત્યારબાદ અમારા વચ્ચે મોટો ઝઘડો પણ થયો કે તેણે ખોટું શું કામ કહ્યું ? તો તેનો ફક્ત એક જ જવાબ હતો. “આઈ લવ યુ ઉર્વીલ, અને જ્યારે કોઈ છોકરી કોઈને પ્રેમ કરે છે ત્યારે તે ખોટું બોલે છે, ગેમ પણ રમે છે પરંતુ તે ફક્ત એટલા માટે કે તે તેના પ્રેમને છોડીને જવા નથી માગતી. પરંતુ હવે તને જ્યારે મારી સચ્ચાઈની ખબર પડી જ ગઈ છે તો હું હવે એક મિનીટ પણ આ ઘરમાં રહેવા નથી માગતી.” “તો શું હયાતી ત્યાંથી ચાલી ગઈ ?”, નિશીથે આગળનું પ્રીડીકશન કરીને પૂછ્યું. “નહિ ! હયાતીના હૃદયમાં મારા માટે ફરીવાર એ જ પ્રેમ જોઇને કઈ રીતે હું તેને જવા દેતો ? મેં તેને રોકી લીધી. અને તે મારી સૌથી મોટી ભૂલ હતી”, ઉર્વીલે તેની વાત પૂરી કરતા કહ્યું.
***
હયાતીની નજરનું આગળનું સત્ય :-
ઉર્વીલે તને લોક કરી દીધી એ પછી શું તે પાછો આવ્યો ?”, કાયાએ તેના પક્ષનું ઇન્વેસ્ટિગેશન શરુ કર્યું.“હા થોડીવારે રહીને તે આવ્યો અને અમારા વચ્ચે ઝઘડો થયો, અને મેં જ્યારે પાસપોર્ટ લઇ જવાનું કારણ પૂછ્યું ત્યારે તે રડમસ અવાજે બોલ્યો, “બીકોઝ હું તને ખોવા નથી માગતો યુ ઇડીયટ ! આઈ લવ યુ સો મચ. તે જ્યારે લંડન જવાની વાત કરી તો હું દુખી થઇ ગયો, એકવાર તો તને ખોઈ ચુક્યો છું હવે બીજીવાર ખોવા નથી માગતો અને આવી બેવકૂફી કરી બેઠો કે તારો પાસપોર્ટ અને ફોન લઈને જતો રહ્યો. પણ પછી તારો પાસપોર્ટ મેં જોયો તો એમાં ક્યાય ઇંગ્લેન્ડના વિઝા હતા જ નહિ, આથી મેં ઘરે ફોન કર્યો અને પાછો આવી ગયો. પ્લીઝ હયાતી ! મને છોડીને નહિ જા.”“તો પછી તું ત્યાંથી જતી રહી ?”, કાયાએ પણ નિશીથ જેવો જ સવાલ કર્યો. “નાં ! હું નાં જઈ શકી તેને છોડીને. મને શું થયું અંદરથી એ તો નથી ખબર પણ હું નાં જઈ શકી તેને છોડીને”, હયાતીએ આખરે પોતાની વાત પૂરી કરી.
***
અંબર હવે રોજેરોજના ઝઘડાથી કંટાળી ચુકી હતી, આખરે તેણે નિર્ણય કર્યો હતો કે તે હવે ઝઘડાઓ નહિ કરે. હવે તે શાંતિથી રહેવા માગે છે. તેણે ડ્રગ્સ લેવાનું પણ બંધ કરી દીધું હતું. જો કે તેને માટે તેણે રીહેબ સેન્ટરમાં પણ જવું પડેલું જ્યાં ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ છોડવાની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે.
“ઉર્વીલ ! પ્લીઝ જે થયું તે ભૂલી જા. હું કંટાળી ચુકી છું આ બધી મગજમારીઓ કરી કરીને, હું તારા વગર નથી રહી શકતી. હું જીવવા માગું છું. તારી સાથે, તારામાં રહીને”, અંબર ઉર્વીલને રીક્વેસ્ટ કરીને બોલી રહી હતી. અંબરની રીક્વેસ્ટ સાંભળીને ઉર્વીલને લગ્ન વખતે અંબરના પિતાએ કીધેલા શબ્દો યાદ આવી ગયા, “કોઈ પણ સંજોગોમાં મારી દીકરીને છોડીને નહી જતો.” આખરે ઉર્વીલે કશુય બોલ્યા વગર અંબરને ગળે વળગાડી લીધી. તેને લાગ્યું કે કદાચ હવે પોતાનું લગ્નજીવન પાટા પર ચડી જશે. પરંતુ નસીબ હવે પોતાનો રંગ દેખાડવા લાગ્યું હતું જે ઉર્વીલ જોઈ નહોતો શકતો.
“તો પછી તમે શું કર્યું ? હયાતીને નાં પાડવા ગયા ?”, નિશીથે ફરીથી ઉર્વીલને સવાલ કર્યો.
“હા ! હું બીજા જ દિવસે તે ફ્લેટ પર ગયો હતો જ્યાં હયાતીને રાખી હતી અને હયાતીને અંબરની ડ્રગ્સ છોડી દેવાની વાત કરી અને સાથે સાથે હવે શાંતિનું લગ્નજીવન પણ વિતાવવાની વાત કરી.“હા તો એમાં શું તકલીફ છે ? તારો મતલબ શું છે ?”, હયાતીને અંદાજો તો આવી જ ચુક્યો હતો કે ઉર્વીલ શું કહેવા માગે છે. “મારો મતલબ એ છે કે હવે તું આઝાદ છે અને મારી પાસે હવે બંને તરફ ઢળી શકું એવી કોઈ ચોઈસ નથી. મારે મારી વાઈફ સાથે જ રહેવું પડશે અને હું પણ એ જ ઈચ્છું છું કે શાંતિથી જિંદગી પસાર થતી હોય તો શું કામ ખોટા વંટોળ સામે બહાદુરી બતાવવા જવી ?”, ઉર્વીલ એકીસુરે ફ્લેટ બોલી ગયો. “ઓકે ! તારે જવું જ છે ને તો ચલ લાસ્ટ ટાઈમ મારી સાથે સેક્સ કરી લે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે”, હયાતી ધીમે ધીમે ગુસ્સે થઇ રહી હતી.“આર યુ મેડ ? હું અહિયાં તને સમજાવવા માટે આવ્યો છું અને તું આવી બેહુદા વાતો કરે છે ?”, ઉર્વીલ ચિડાઈને બોલ્યો. “કેમ ? તો આ વાત તને ત્યારે નહોતી યાદ આવતી જ્યારે મારી સાથે બેડમાં સુતો હતો ? આ વાત તને ત્યારે મગજમાં નાં આવી જ્યારે તું વાતે વાતે મને પથારીમાં ખેચી જતો હતો, યુ મધરફકર, યુ ફકીંગ ડોગ ! હું તને રમકડું લાગુ છું ? મનફાવે ત્યારે યુઝ કર્યું અને મનફાવે ત્યારે ફેકી દીધું. હરામખોર”, હયાતીએ ઉર્વીલનો કોલર પકડીને તેને ખખડાવી નાખ્યો. “તારે જવું હોય તો જા ઉર્વીલ ! હવે હું પણ જોઉં છું કે તું કેટલી શાંતિથી તારી જિંદગી જીવે છે ? હું જાઉં છું તારી વાઈફ પાસે, આપણી વિષે બધું જ કહેવા. તારાથી જે થાય તે ઉખાડી લે. તને તો હું બરબાદ કરીને જ છોડીશ”, હયાતી પણ હવે રણચંડી બની ચુકી હતી. “થોડા જ દિવસમાં મને એક અનનોન નમ્બર પરથી હયાતીનો ફોન આવ્યો, “તું ભલે મને છોડીને જતો રહ્યો ઉર્વીલ પણ મારા માટે તો આજે પણ તું મારો જ છે અને તને મેળવવા માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. હું આપણી વચ્ચે રહેલા કાંટાને જ ખતમ કરી દઈશ”, ઉર્વીલે આખરે હયાતીનાં નામ પર ખૂની હોવાની શંકા મૂકી.
***
બીજી તરફ હયાતીએ કાયાને આ જ ઘટનાની વિરુદ્ધનું સત્ય કહ્યું હતું અને છેલ્લે તે પણ આ જ વાક્ય બોલી.“મને થોડા દિવસ પછી ઉર્વીલનો એક અનનોન નંબર પરથી ફોન આવ્યો હતો, “તું મારી પાસે આવી જા હયાતી, હું અંબરને ડાયવોર્સ આપી દઈશ. અને જો તે નહિ માને તો આપણી વચ્ચે રહેલા એ કાંટાને તો હું જડમૂળથી ઉખાડી ફેંકીશ”, હયાતીએ પણ આખરે ઉર્વીલના નામ પણ ખૂની હોવાની શંકા મૂકી.
***
હયાતી અને ઉર્વીલ બંને અલગ અલગ કન્ફર્મેશન આપી રહ્યા હતા પરંતુ આખરેનું પરિણામ બંનેનું સરખું જ આવતું હતું આથી નિશીથ અને કાયા પણ કન્ફયુઝ થયા હતા. બંને વચ્ચે ચાલતા ઝઘડાઓ અને ઘટનાઓમાં પ્રક્રિયા અલગ અલગ હતી પરંતુ આખરેનું પરિણામ બંનેનું એકસરખું આવી રહ્યું હતું જેના હિસાબે આ કોકડું વધુ પડતું ગુચવાઈ રહ્યું હતું.
આખરે નિશીથ અને કાયાએ અપર લેવલ ઇન્વેસ્ટિગેશન કરવાની વાત તેના સીનીયર ઓફિસર સામે કરી અને બંનેના ઘર, ઓફીસ, કાર દરેક જગ્યાએ વિડીયો કેમેરા મુકવાની અને ફોન ટેપ કરવાની કોર્ટની પરમીશન લઇ લીધી હતી.
થોડા જ દિવસમાં અંબરનું બેસણું હોવાથી એક હોલમાં ઉર્વીલ અને તેના દરેક દોસ્તો અને બીજા લોકો ગયા હતા અને ત્યારે જ નિશીથે પોતાના માણસોને મોકલીને તેના ઘરમાં અને ઓફીસમાં કેમેરા અને માઈક્રોફોન પણ રાખી દીધા હતા. વધુ ઇન્વેસ્ટિગેશન માટે તેણે પોતાના જ ડીપાર્ટમેન્ટમાંથી ગુપ્તચર તરીકે માણસોને હયાતી અને ઉર્વીલ પાછળ લગાવી દીધા હતા અને તેના કારણે જ્યારે હયાતીના ઘરે પણ કોઈ નહોતું ત્યારે ત્યાં પણ દરેક જગ્યાએ કેમેરા લાગી ચુક્યા હતા.
***
તે રાત્રે ઉર્વીલના ઘરે ઉર્વીલની ખાસ દોસ્ત શિખા પણ આવી હતી. શિખા જાની તેની સાથે કેનેડામાં જ ભણતી હતી પરંતુ તે ત્યાં જ સ્થાયી થઇ ગઈ હતી પરંતુ ઉર્વીલની વાઈફના ડેથના સમાચાર સાંભળીને તે ઇન્ડિયા તેને મળવા માટે આવી હતી. ઉર્વીલને રાત્રે ઘરે એકલો મુકવા નહોતી માગતી આથી તે પણ તે રાત્રે તેની જોડે આવી હતી.
“શિખા તું મારી ચિંતા નહી કર, મને એ ચિંતા નથી કે હું એકલો છું. પણ આ પોલીસ મારી પાછળ પડી છે અને તે દરમિયાન અસલી કાતિલ ક્યાંક ભાગી જશે તો શું કરીશ ?”, ઉર્વીલ શિખાને ફરિયાદ કરી રહ્યો હતો.
“તે તેમનું કામ છે ઉર્વીલ, તેને તેની જોબ કરવા દે, પોલીસ ક્યાંકથી તો આ કેસને સોલ્વ કરવાનો રસ્તો શોધી જ કાઢશે, બીજું તું કશું કરી પણ નહિ શકે”, શિખા તેને સમજાવી રહી હતી.“તને શું લાગે છે શિખા ? તું તો ક્રાઈમ થ્રીલર બુક્સ અને મુવીની આશિક છે, વારાઘડીએ કોર્ટમાં કેસ લડતા જોવા જાય છે તો તને તો આ બાબતે ઘણો વિચાર આવતો જ હશે. તને શું લાગે છે ?”, ઉર્વીલને અચાનક યાદ આવતા તેણે પૂછ્યું.
“મને એવું લાગે છે કે એવું પણ બની શકે કે તે ડ્રગ્સ રીહેબ સેન્ટરમાં ગઈ હતી ત્યાં કોઈ જોડે દુશમની કરી બેઠી હોય, તે ડ્રગ્સ લેતી હતી અને તને ફક્ત નજીક લાવવા માટે તેણે કહ્યું હતું કે તેણે ડ્રગ્સ લેવાનું છોડી દીધું હતું તો પછી એવુંય બની શકે કે તારી કે હયાતી સિવાય કોઈ બીજાનો હાથ પણ હોઈ શકે ?”, શિખાએ આ કેસમાં વધુ એક પોસીબીલીટી ઉમેરી હતી.
“તો એવું તો કઈ રીતે જાણી શકીએ ?”, ઉર્વીલે કોઈ હોપ દેખાઈ હોય એ રીતે પૂછ્યું.“ફેસબુક, વોટ્સેપ, મેસેજીસ, કોલ રેકોર્ડીંગ, બીજી ઘણી પર્સનલ વસ્તુઓ છે”, શિખાએ કલુ આપ્યો.“પણ એ બધું તો પોલીસ ચેક કરી ચુકી છે. પણ કશું જ મળ્યું નથી”, ઉર્વીલે નિરાશ થતા કહ્યું.“હોઈ શકે કે એવું કશુક હોય જે હજુ સુધી પોલીસના હાથમાં પણ નાં આવ્યું હોય. તારા ઘરની દરેક વસ્તુની જાણ તો પોલીસને નાં હોયને”, શિખાએ ફરી કલુ મુક્યો.
આ સાંભળતા જ ઉર્વીલે અને શિખાએ નક્કી કર્યું કે તે આખું ઘર ચેક કરશે અને બંને જણા એક એક ડોક્યુમેન્ટ, એકેએક ફાઈલ, કોમ્પ્યુટર મેઈલ, તિજોરી, કબાટ બધું જ ખોળવા લાગ્યા. અચાનક ઉર્વીલનું ધ્યાન ડસ્ટબીન પર પડી જેમાં કેટલાક કાગળીયા ફાડેલા હતા. ઉર્વીલે ત્યાં જ તે ડસ્ટબીન ખાલી કરી અને અંદર ચેક કરતા એક કુરિયર રિસીટ મળી જે અંબરે મોકલી હતી. કુરિયર પર નામ લખ્યું હતું :- રોનિત સંઘવી
ઉર્વીલનું મગજ ચકરાવે ચડી ગયું. આ બધું થઇ શું રહ્યું હતું ? મારો દોસ્ત રોનિત અને અંબર વચ્ચે શું સબંધ હતો ?
એક તરફ પોતાની ઓફીસમાં બેઠેલા નિશીથ અને કાયા આ નામ સાંભળીને મુસ્કુરાયા અને નિશીથ બોલ્યો, “તમે તો ઓળખો જ છો ને કે રોનિત કોણ છે ? “હા બહુ સારી રીતે”, કાયાએ દાઢમાં હસતા પ્રત્યુતર વાળ્યો. “આખરે મારો દાવ સફળ રહ્યો. આ બંનેમાંથી એક જ આપણને અસલી કાતિલ સુધી પહોચાડશે. પહેલા તો તે લોકો તે વાત જાણશે જે આપણે પહેલેથી જ જાણીએ છીએ અને તે પછી તે આપણને એ વાત જાણવામાં મદદ કરશે જે વાત આપણે જાણવા ઇચ્છીએ છીએ, ગેમ સ્ટાર્ટ નાઉ”, નિશીથ એકદમ શાંતિથી બોલી રહ્યો હતો.
***
રોનિત પોતાના કામ પરથી થાકીને ઘરે પહોચ્યો હતો અને આવતાવેત તરત જ પૂછ્યું, “આજે પેલી કાયા આવી હતી કે નહિ ?” “નહિ આજે તો શાંતિથી આરામ કર્યો છે મેં, અને તું શું કામ મુંજાઈ છે ? હું બધું સંભાળી લઈશ”, હયાતીએ બિન્દાસ્ત જવાબ આપ્યો. “મને તારી ચિંતા તો રહે જ ને કે ક્યાંક તું ફસાઈ નાં જાય”, રોનિતે ચિંતિત સુરે પૂછ્યું. “મને તારી ચિંતા દુર કરતા આવડે છે”, એમ કરીને હયાતીએ પોતાના બંને હોઠ રોનિતના હોઠ પર મૂકી દીધા અને થોડી જ વારમાં રોનિત તેને ઊંચકીને બેડરૂમમાં લઇ ગયો જ્યાં બંને વચ્ચે રહેલા કપડારૂપી આવરણો ધીમે ધીમે ઉતરતા ગયા અને બંને એકબીજામાં ખોવાઈ ગયા.
આ તરફ કેમેરામાં જોઈ રહેલી કાયા પોતાની ખુરશીમાંથી બેઠી થઇ ગઈ અને શોક થઈને તેના મોઢામાંથી આખરે ગાળ નીકળી ગઈ, “વોટ ધ ફક ! આ બંને તો ભાઈ બહેન હતા.”
નિશીથ આ જોઇને જોરજોરથી હસી રહ્યો હતો.
વધુ આવતા અંકે...